________________
૩૩
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
કોઈ કે પૂછયું કે સ્વપ્ન અને જીંદગીમાં ફરક શું?
સ્વપ્ન એને કહેવાય કે આંખ ખૂલે ને બધું ગાયબ જીંદગી એને કહેવાય કે આંખ બંધ થાય ને બધું ગાયબ. બસ આ સંબંધો એવા જ છે. જુઓ
કોણીક શ્રેણીકનો પિતાપુત્રનો સંબંધ. ભરત બાહુબલિનો ભાતૃસંબંધ. ચલણીરાણીનો પુત્ર પ્રેમ. યુગબાહુ મણીરથનો બંધુ સ્નેહ તેમજ અમરકુમાર આદિનાઅનેક સંબંધો જોઈશું તો ખ્યાલ આવશે કે કાચી ઈમારત જેવા સંબંધો
છે.
વર્તમાન કાળમાં પણ જોઈએ છે કે પિતાનું માન ઘરમાં કમાય ત્યાં સુધી જ ટકે છે.
પુત્ર પ્રત્યે માતા-પિતાનો પ્રેમ એમનો સ્વાર્થ સધાય ત્યાં સુધી જ છે. દરેક પોતાના સ્વાર્થમાં જ મગ્ન હોય છે.
એટલે જ કહેવાય છે ને કે. “માતા જુએ આવતો. પતની જુએ. લાવતો. ગોદમાં રમાડે તે માતા. હાથમાં રમાડે તે પની..”
દીકરો બહારથી આવે એટલે મા દેખે કે દીકરો આવે છે. પત્ની જુએ કે શું લાવે છે....
ટુંકમાં સંબંધો પણ અનિત્ય રહેલા છે.
માટે દરરોજ ઉપર બતાવ્યા પ્રમાણે છે કે છ પદાર્થોની અનિત્યતાનો વિચાર કરી એનું ચિંતન કરવું.
આ પ્રમાણે ચિંતન કરવાથી પદાર્થો ઉપર મમત્વ નહિ બંધાય. છેલ્લે છેલ્લે કહે છે કે. સંસારમાં એવું શું છે જેનાથી સજ્જનોને આનંદ આવે? એવી એક પણ વસ્તુ નથી કે જેનાથી સંતજનો આનંદ અનુભવે. અનિત્યઅસ્થિર ને ચંચળ પદાર્થોમાં આનંદ કેવો? “તર્વિવતુ ભવે મલ્ટિ મુવી मालम्बनं यत्सताम्
આ પ્રમાણે હોવા છતાં પદાર્થો પ્રત્યે ઉદાસીન ભાવ કેળવવો ખૂબ જ મુશ્કેલ છે. રાગ-દ્વેષ છોડવા એ સરળ કામ નથી. મહાપ્રયત્ન વગર એ શક્ય પણ બને નહિ. માટે જ ઉપાધ્યાયજી મહારાજ આગળ શું કહે છે તે જોઈએ