________________
૨૭
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
આપણે નજર સમક્ષ કેટલાય શરીરને બળતા-મરતા-પડતા જોઈએ છીએ છતાં આપણા શરીરની કરૂણતાનો વિચાર કરતા નથી.
કોઈ માસુમ બચ્ચાનું મોત જોઈને, કોઈ તરૂણનું મોત જોઈને, ક્યારે વિચાર આવ્યો છે કે મારી પણ આ જ દશા...
પૂર્વ સમયમાં તો.
“ઘરડાનું મોત જઇને યુવાન જગી જતો, આજે યુવાનનું મોત જોઇને ઘરડો ય જગતો નથી.”
શરીર સામે લડવાનું છે. દેહમાં રહીને દેહથી લડીએ, કેમકે દેહાસક્તિ થી જ દુઃખી બનીએ છીએ. માટે શરીરની આસક્તિ છોડવા કટિબદ્ધ બનવાનું છે. જેમ પવનના જોરથી વાદળાવિખેરાઈ જાય તેમ આ શરીર પણ વિખરાઈ જશે.
આ શરીર ક્યાં સુધી ટકશે? ક્યાં સુધી તમને સાથ આપશે? તમારું કહેવાતું શરીર તમારી વાત માને છે ખરું? શરીરમાં રોગ આવ્યો! તમે શરીરને આદેશ કરો. રોગ ને ભગાડી દે! તમારી વાત માનશે ને?”
રબા - ના.
તો પછી શરીર તમારું શાનું? જે તમારું કહ્યું ન કરે તેના પ્રત્યે મમત્વ ભાવ શા માટે?
નાશવંત શરીર દ્વારા શાશ્વત એવો ધર્મ આરાધી લેવો જોઈએ. જુઓ. શરીર માટે આપણે શું નથી કર્યું? આયંબિલ ઉપવાસ શરીરના કારણે છોડયા છે. પ્રતિક્રમણાદિ ક્રિયા શરીરના કારણે જ મૂકી દીધી છે. જરા રોગ આવ્યો. થોડા માંદા થયા અને વ્રત-જપ-નિયમ છોડવાનું કામ કરેલ.
શરીરને સાચવવામાં પાછું વળીને જોયું નથી. સમયસર ખાવામાંપીવામાં ઊંઘવામાં બરાબર ધ્યાન આપ્યું છે. એશ-આરામ અને ભોગસુખોમાં શરીરને રોકી રાખેલ છે પણ એક દિવસ એવો આવશે કે શરીરને છોડીને પરલોકના પંથે પ્રયાણ કરવું પડશે. જુઓ ક્યાંક વાંચેલી પંક્તિ યાદ આવે
છે.
“ઓ, માનવ, તારી કંચન કાયા કરમાઈ જશે જીવનનું હીર હણાઈ જશે
રૂપરંગ બદલતી દુનિયામાં