________________
શા સુધારસ વિવેચન - ભાગ-૧
૨૯ થાય?
શરીરને આયુષ્યની સાથે સંબંધ છે. જીવન ત્યાં સુધી જ ટકે છે જ્યાં લગી આયુકર્મ હોય. આયુષ્ય ચંચળ છે અસ્થિર છે. માટે શરીર પણ અસ્થિર છે.
પવનનો ઝપાટો આવે અને ઝાડ ઉપરથી પાંદડું ખરી પડે એમ આયુષ્ય પણ કાળના પ્રવાહમાં ક્યારે પૂર્ણ થઈ જાય એ કહેવાય નહિ. શરીર-જીવનઆયું. એનું અભિમાન કરવાનું નથી. જે પદાર્થો અનિત્ય હોય તેનો ગર્વ શા માટે?
અતુલ બળવાળા જિનેશ્વરો અને ઈન્દ્રો પણ આ સંસારમાં સ્થિર રહ્યા નથી. ચક્રવર્તિ અને વાસુદેવો પણ કાળના કોળીયા બની ગયા છે તો તારે પણ એક દિવસ ચાલ્યા જવાનું છે. માટે અભિમાની ન બન. સતત પદાર્થોની અનિત્યતાનું ચિંતન કર.
રંટ ફરે છે ને કૂવાનું પાણી ઓછું થાય છે. દિવસ ફરે છે ને આયુષ્યનું પાણી ઓછું થાય છે. કૂવાનું પાણી વરસાદથી ફરી ભરી શકાશે પણ આયુષ્યના પાણી ભરવા માટે કોઈ વરસાદ નથી.”
તરંગ જેવું તરલ આયુષ્ય છે. આપત્તિઓથી ભરેલી સંપત્તિ છે. ઈન્દ્રિયોના વિષયો ચપળ છે. સધ્યા સમયના વાદળા જેવા છે. મિત્ર-સ્ત્રીસ્વજન આદિના સંગમજન્ય સુખસ્વપ્ર અને ઈન્દ્રજાળ જેવા છે. ક્યાંય આનંદ નથી. શુ આલંબન લઈને તું સંસારમાં સુખથી રહ્યો છે? - શરીર આયુષ્ય અને જીવનની જેમ તારી સંપત્તિનો પણ વિચાર કર. શું ધન વૈભવ શાશ્વતો છે? કાયમ રહેવાવાળો છે? જો ના. તો કેમ એમાં મુંઝાય છે. શું લઈ ને આવ્યા'તા ને શું લઈને જવાના?
“મુલ્હો કે માલિક થે સેનાઓ કે સવામિ થે સિકંદર જબ ચલ બસે તબ દોનો હાથ ખાલી છે.”
બધી જ સંપત્તિ અહિં રહી જવાની છે. એ સંપત્તિ મેળવવા માટે ઘણા કાવા-દાવા કર્યા. ઘણા કાળા ધોળા કર્યા. એના માટે કેટલાય દુશમનો ઉભા કર્યા. પણ ધ્યાનમાં રાખજો
લલાટે લખ્યું હશે તો કોઈ લઈ જવાનું નથી, અને નસીબે નોંધાયું નહીં હોય, તો કોઈ દઈ જવાનું નથી.”