________________
૧૪
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજા પ્રકાંડ પંડિત હતા. વિદ્વાન હતા છતાં મોહના વમળમાં ફસાઈ ગયા. ભયંકર આવેશમાં આવી ગયા.
ઉપાધ્યાયજીની એક વાત લક્ષમાં રાખો-નતિ પવિષ વિષાવૃત્તે સર્વત્ર મોહ ફેલાયેલ છે. મોહનું ઝેર બધે જ વ્યાપ્ત છે. જીવો પોતાના કર્માનુસારે સુખ-દુઃખ પામે છે, આવા પ્રસંગે સામાન્ય માણસ સ્વસ્થ રહી શક્તો નથી. તે હર્ષ-શોક રાગ-દ્વેષમાં ફસાઈ જાય છે. ભાવનાઓથી આત્મા ભાવિત બનતા નથી એટલે છેવટે પ્રશમના સુખથી વંચિત રહી જાય છે.
જૈન શાસનમાં પ્રથમ પંક્તિના જ્ઞાની પુણ્યશાલીઆચાર્ય હરિભદ્રસૂરિ મ. પણ મોહમાં ફસાઈ ગયા. મોટી દુર્ઘટના એમના જીવનમાં ઘટી ગઈ. આખું કથાનક મોટું છે એ આપણે લેતા નથી પણ છેલ્લે એમનું મન ભાવનાથી વાસિત બન્યું અને એમના જીવનનું પરિવર્તન થયું અને પ્રાયશ્ચિત સ્વરૂપે ૧૪૪૦ ગ્રન્થોની રચના કરી.
એમાં પણ “સમરાઈથ્ય મહાકહા” ગ્રન્થમાં અનિત્ય ભાવનાથી બોધિદુર્લભ ભાવનાની ચિંતન યાત્રા કરી.
ઉપા. મ. પણ જણાવે છે કે ભાવના વગર જીવ શાન્ત બનતો નથી માટે નિરંતર ૧૨ ભાવના ભાવવી જોઈએ જે સદાયની સાથી બની રહે. એમ કહેવાય છે કે...
“મકાન લેતા પહેલા પાડોશી ચકાસી લેજો
મુસાફરી કરતા પહેલા સાથી ચકાસી લેજ બસ એ જ રીતે જીવન જીવતી વેળાએ શુભ ભાવનાઓનો બહુ જ આદર
કરજો.
બીજી વાત એ છે કે...“ સુર્ણ વૃપિ”
આ સંસારમાં જયાં સુધી મોહનું ઝેર હશે ત્યાં સુધી જરા પણ સુખ શાન્તિ નહિ હોય. ઘાસના તણખલા જેટલું પણ સુખ સંસારમાં નથી. માટે સુખ મેળવવા મોહઝેર ને દૂર કરવું પડશે. મોહનાઝેરથી તીવ્ર વાસના લાલસા પેદા થાય છે. મોહના કારણે પુત્ર-પન્યાદિની વાસના, ધન સંપત્તિની વાસના, યશ, કીર્તિ અને શરીર આરોગ્યની વાસના જીવને સતાવે છે.
માટે મોહનો ત્યાગ કરવો જરૂરી છે. જ્યાં સુધી મોહ હશે ત્યાં સુધી સુખનો પ્રવેશ થશે નહીં કેમ કે...