________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૨૧
વિચારો. તે જ પ્રમાણે અનિષ્ટ સંયોગ અને અનિષ્ટના વિયોગના વિચારો કર્યા કરવા તે આર્ત્તધ્યાનની આગ છે. એજ પ્રમાણે તીવ્ર દુષ્ટ ભાવોવાળું રૌદ્રધ્યાન ૪ પ્રકારે છે.
આર્ત્ત અને રૌદ્ર ધ્યાનની જનની કોણ છે ? ક્યાંથી આર્ત-રૌદ્ર ધ્યાન થાય છે ? ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ કહે છે “વિષય ત્નોનુપાત્મનામ્” જે જીવો વિષયોમાં લોલુપ હોય છે. તેમને આર્ત્ત-રૌદ્રધ્યાન થાય છે. પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં જે આસક્ત હોય તેને દુર્ધ્યાન થવાની શક્યતા વિશેષ હોય. કોઈ પણ વિષયની અભિલાષા થાય એટલે એ મેળવવા ના વિચારો શરૂ થઈ જાય એના માટે જૂઠ-ચોરી-હિંસા આદિ પાપો કરવાનું પણ મન થઈ જાય. આર્ત્ત રૌદ્ર ધ્યાન શરૂ થઈ જાય.
આ વિષય લોલુપતાના કારણે જ રોગ-શોક-તકલીફો વધ્યા કરે. વિષયોની લોલુપતાના કારણે માણસ એના કર્તવ્યમાંથી ચૂકે, એની નિષ્ઠા ભૂલે, પતન પણ પામી જાય. માટે વિષયોના વેગને ખાળીને અધ્યાત્મ માર્ગે ચડી જવું જોઈએ. વજસ્વામિ પ્રત્યે આકર્ષાયેલ શ્રેષ્ઠિ કન્યા રૂકમણી શુદ્ધ પ્રેમ હોવાથી મુક્તિ પંથે ચાલનારી બની ગઈ. યોગીજનો સંસારના વિષય વમળમાં ફસાતા નથી. શુદ્ધ બુદ્ધિથી વિષયોના આવેગને ટાળે છે.
“મનને બાળીને નહિ પણ વાળીને જીવે તે યોગી”
ગંદા, દુષ્ટ અને અધમ વિચારોથી માણસ અવિવેકી બની જાય છે. મર્યાદાભ્રષ્ટ બને છે. માટે વિષય લોલુપતા છોડવી જરૂરી છે. વિષય લોલુપતા એ જ આર્ત્ત ધ્યાન છે. આવા આર્ત્ત ધ્યાનની આગમાં સમતા અંકુર કેવી રીતે પેદા થાય ? અંકુરો માટે તો જમીન ફળદ્રુપ જોઈએ, સ્વચ્છ જોઈએ, આજુબાજુ આગ ન હોવી જોઈએ. બસ એવી જ રીતે સમતાને પેદા કરવા માટે આટલું ચિંતન રોજ કરજો
“વિષય નાશવંત છે. ક્ષણ વિનાશી છે
વિષયોનો રાગ ઘાતક હોય છે
વિષય ભોગ વિષ ભોગ જેવા છે
વિષય સેવનથી આત્મા કદીયે તૃપ્ત થતો નથી.
આ પ્રમાણે વિષયોથી થતાં અનિષ્ટોનું ચિંતન કરવાથી એના પ્રત્યે રાંગ ઘટશે હૃદય નિર્મળ બનશે પછી સમતા અંકૂરને પ્રગટ થતાં વાર નહીં