________________
૧૭.
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ થયું હોય અને અનંત સુખો પ્રત્યે સન્મુખ થયું હોય તો શુભ ભાવનાના અમૃતરસથી ભરપૂર મારો આ શાન્તસુધારસ ગ્રન્થ એકાગ્ર મનથી સાંભળો || ૩ ||
આ શ્લોકમાં ઉપાધ્યાયજી ભગવંત બુદ્ધિશાળી શ્રોતાઓને આમંત્રણ આપે છે કે તમે આ શાન્ત સુધારસ સાંભળો. તમારી નિર્મળ બુદ્ધિ શાસ્ત્ર પરિકર્મિત બુદ્ધિ હશે તો તમે મારી વાત સારી રીતે સમજી શકશો, કેમકે બુદ્ધિશાળી જનો પારિભાષિક શબ્દોને જલ્દી સમજી શકે છે. વારંવાર એક ના એક વાક્ય કે શબ્દને સમજાવાની જરૂર પડે નહિ. માટે વિશિષ્ઠ તત્ત્વજ્ઞાન નો ઉપદેશ બુદ્ધિમાનોને આપવો જોઈએ જેથી અર્થનો બોધ સહેલાઈથી થઈ શકે. - હવે ઉપાધ્યાયજી મહારાજ મહત્ત્વની વાત કરે છે
તમે સંસારથી કંટાળ્યા છો? મોક્ષ મેળવાની તમન્ના થઈ છે? આ બે મહત્ત્વ પૂર્ણ પ્રશ્નો કર્યા છે. ભવ ભ્રમણથી ખેદ પામવો. હવે સંસારમાં ભમવું નથી. ચારગતિના ભ્રમણો ઘણાં કર્યા, ઘણાં જન્મ-મરણ કર્યા, અનંતો કાળ સંસારમાં ભટક્યો. બસ હવે બહુ થઈ ગયું.
નિગોદથી માંડી મનુષ્યગતિ સુધીની આપણે સફર ખેડી અનંતા દુઃખો સહન કર્યા સુખની પાછળ ભટક્યા છતાં પણ સુખ ન મળ્યું. દુઃખ જ મળ્યું. શાશ્વત સુખ ક્યાંય મળ્યું નથી. સંસારમાં જે સુખ મળ્યાં તે પણ ક્ષણ વિનાશી જ હતાં. દેખવામાં સુખ હતું પણ વાસ્તવિક રીતે તો દુઃખ જ હતું.
આ જીવે સંસારની કેવી સફર ખેડી છે તે પણ જોઈ લઈએ. આપણે અનંતકાળ સુધી “અવ્યવહાર રાશિ” ની નિગોદમાં રહ્યા. ત્યાં અનંતકાળ સુધી દુઃખો ભોગવ્યા. ફક્ત એક જ ઈન્દ્રિય હતી. શરીર એક હતું ને જીવો અનંતા હતા. પરસ્પર સાથે રહીને દુઃખો સહન કર્યા... અને એક દિવસ એવો ઉગ્યો કે અવ્યવહાર રાશિ છોડીને આપણે વ્યવહાર રાશિમાં આવ્યા. એવો એક શાશ્વતો નિયમ છે કે એક જીવ મોક્ષમાં જાય, સંસાર છોડે. ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવે આ ક્રમ અનંત કાળથી ચાલ્યા કરે છે. કોઈ આત્માસિદ્ધ થયો અને આપણેનિગોદમાંથી મુક્ત બન્યા. વ્યવહારમાં આગળ વધ્યા. બેઈન્દ્રિય થયા. તેઈન્દ્રિય થયા અનેક વાર જન્મ મરણ કર્યા. મન વગરનું જીવન જીવ્યા કેમકે અસંશી હતા. ત્યાંથી ચઉરિન્દ્રીય બન્યા ત્યાં પણ દુઃખ જ મળ્યું. ત્યાં અનેક જન્મ-મરણ કરી પંચેન્દ્રિય બન્યા પશુ-પંખીનો અવતાર મળ્યો ત્યાં પણ માત્ર દુઃખ જ