________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
અમદાવાદ ને બાય બાય કરો નહિ ત્યાં સુધી મુંબઈ તરફ જવાય નહિ, પહેલા અમદાવાદ છોડો, પછી કાલુપુરથી વી.ટી. જાઓ. બસ એ જ રીતે મોહને પહેલા છોડો. ધર્મ સાધના વખતે પણ મોહમાયા ને યાદ કરીએ તો એ ધર્મ પણ ફળે નહિ. વરસોથી જાપ કર્યો પણ હજુ ગાડી ન વસાવી શક્યો. વરસોથી પૂજા કરૂ છું પણ મારું ઘર ન બની શક્યું ! ધર્મ કરૂ છું પણ હજુ પુત્ર જન્મ થયો નથી વિગેરે વાસનાઓ છે. મોહ જન્ય છે. એટલે તાત્ત્વિક વિચાર થતો નથી. ભૌતિક પૌદ્ગલિક સુખમાં જ જીવ રત રહે છે.
-
૧૫
મોહઝેરને સારી રીતે પિછાણીને તાત્ત્વિક વિચારણા કરવાની છે. સુખ અને દુઃખ એ તો સંસારની ઘટમાળ છે. સાંભળ્યું છે આ દ્રષ્ટાંત...?
એક શેઠ દરરોજ સમયસર વ્યાખ્યાન શ્રવણ કરવા જાય છે. કાયમ નિયમસર જવામાં જરાય ફેરફાર નહિ. એક દિવસ થોડા મોડા પડ્યા. પૂછ્યું કે શેઠ આજે કેમ ટાઈમ ચૂક્યા ? તો કહે કે આજે એક મહેમાનને વળાવવા જવું પડ્યું એટલે મોડું થઈ ગયું.
મનમાં થયું કે એવા કેવા મહેમાન હશે કે વ્યાખ્યાન પણ ચૂક્યા. તપાસ કરી તો ખબર પડી કે એકનો એક જુવાનજોધ દીકરો જે ધંધો-વ્યવહાર સંભાળતો હતો તે એકાએક મરી ગયો. શેઠને સ્મશાને જવું પડેલ. માટે મોડું થયું. જિનવાણીનો કેવો પ્રભાવ ! દીકરાને પણ શેઠ મહેમાન ગણે છે ! મોહનું ઝેર ઉતરે ત્યારે આવા ભાવો જાગે છે !!
ખુશી કે સાથ દુનિયા મેં હજારો ગમ ભી હોતે હૈં । જહાં બજતી હૈ શહેનાઈ વહાં માતમ ભી હોતે હૈ ॥
સંસારની ઘટમાળના દ્રષ્ટા બનીએ પણ ભોક્તા નહિ, અને એનાથી બચવા સતત તકેદારી રાખીએ. જુઓ....
“સાંઢની આગળથી બચો
ગધેડાની પાછળથી બચો
મૂર્ખની ચારે બાજુથી બચો...” બસ એવી જ રીતે.... સંસારથી પણ બચવાનું કામ કરો, જો ફસાયા તો મર્યા સમજો. એના
કોઈ પ્રસંગનો વિશ્વાસ કરવા જેવો નથી. સંસાર માત્ર જીવને દુઃખી કરનાર