________________
૧૮
શાન્ત સુધારસ વિવેચન- ભાગ-૧ આપણા ભાગે આવ્યું. છેવટે મન વાળા પંચેન્દ્રિય થયા લાખો જન્મો સુધી અહિં પણ દુઃખ ભોગવ્યું. લાખો યોનિમાં ભમતા રહ્યા. કુલ ૮૪ લાખ જીવયોનિમાં ભમ્યો હા. દેવલોકમાં પણ ગયો. ત્યાં ભૌતિક સુખોની ચરમ સીમા અનુભવી પણ એ સુખો ક્યાં શાશ્વત હતા? ચારે ગતિમાં ભટક્યા, નરકમાં ગયા ત્યાં કેવળ દુઃખ જ જોયું. પશુ યોનિમાં પણ પરાધીનતાના દુઃખો ભોગવ્યા. મનુષ્યમાં પણ સુખનું ઠેકાણું મળ્યું નહીં. સુખ મલ્યું તો પણવિનાશી અધુરું, પરિપૂર્ણ સુખ તો ક્યાંય મળ્યું નથી. ત્રણ ગુણવાળું સુખ જ સાચું સુખ છે.
(૧) આવ્યા પછી જાય નહિ. (૨) મળોલા સુખમાં કોઈની ભાગીદારી નહિ. (૩) મળોલા સુખમાં દુખનો અંશ નહિ.
બોલો તમારું સુખ આ ત્રણ ગુણવાળું છે ખરૂં? આવ્યા પછી જાય નહિ તેવું સુખ તમારું ખરૂં? ના- તો પછી આવા સુખની પાછળ દોડધામ કરવાનો કોઈ મતલબ જ નથી. ટુંકમાં સંસારના સુખો કે દુઃખો બધાથી મુક્ત બનવાનું છે આખો સંસાર અસાર લાગવો જોઈએ.
“જેને ફક્ત પુખ જ ખટકે તે વાનર, જેને ફકત પાપ જ ખટકે તે નર, અને જેને આખો ય સંસાર ખટકે તે નારાયણ
બોલો તમને શું ખટકે છે? શું સંસારથી તમે થાક્યા છો? નિર્વેદ જાગ્યો છે? દુઃખમય સંસારથી તો પશુ-પંખી પણ કંટાળે છે. આપણે સુખમય સંસારથી પણ કંટાળવાનું છે. સંસાર માત્ર ત્યાજ્ય છે. આવો ભાવ આવ્યો ખરો?
જ્યાં સુધી નિર્વેદ નહીં આવે ત્યાં સુધી “શાન્ત સુધારસ” સાંભળવા માં તલ્લીનતા પણ નહીં આવે.
ઉપાધ્યાય વિનયવિજયજી મ. પહેલો પ્રશ્ન એ જ કરે છે બોલો! સંસારથી ઉગ થયો ખરો? તમારે જવાબ આપવાનો છે. સંસારથી કંટાળ્યા...? હવે બીજી વાત..
મોક્ષ સુખની ઈચ્છા થઈ? તમારું ચિત્ત અનંત સુખ પ્રાપ્ત કરવા તત્પર બન્યું છે?