________________
૩૧
શ્લોક – ૬
અને એક એ આવ્યું’તું નિગોદમાંથી ત્રસની પર્યાય પ્રાપ્ત થાય એ ચિંતામણી ( રતન ) જેવું છે. આહાહા ! ત્રસપણું હજી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય આહાહા ભાઈ ! તને આ માંડ મળ્યું, નિગોદના ગોદમાં પડયો હતો, પ્રભુ અનંત કાળમાં દુઃખી. આહા ! ભાઈ ! તું બહા૨ નીકળ્યોને હવે તું. આહાહા ! એ ચિંતામણી રતન જેમ મળે તેમ ત્રસ થાય. આહાહા ! આ મનુષ્યપણું ને એમાં આ ભગવાનની વાણીનો યોગને, આહાહા... એ બધું મળ્યું છતાં, જો એ શુદ્ઘનયનો વિષય દૃષ્ટિમાં ન લીધો તો બધું નિરર્થક જશે. આહાહાહા ! તારા દાન ને દયા ને મંદિરો બનાવ્યા ને કરોડો રૂપિયા ખર્ચ્યા ને, આહાહા ! આ મોટા ૨૬–૨૬ લાખના મકાન ને માટે ત્યાં ધ૨મ થઈ ગયો અંદર ને આહાહા !
( શ્રોતાઃ- ધર્મ તો નથી પણ કાંઈ મદદ તો ક૨શે !) જરીયે મદદ ક૨શે નહીં, નુકશાન કરશે. શુભભાવ તો આત્મામાં નુકશાન કરનાર છે. આકરી વાત છે બાપા ! વીતરાગનો માર્ગ, આહા.... જિનેશ્વરદેવ જેના ઇન્દ્રો તળીયા ચાટે, અને ઇન્દ્રો જેની સભામાં કૂતરીના બચ્ચા જેમ બેસે તેમ બેસે, ભાઈ! એ માર્ગ કેવો હશે એ બાપુ. આહાહા! એ માર્ગ સાંભળવો પણ મહાભાગ્ય હોય ત્યારે મળે અને અંતર પુરુષાર્થ કરે તો પ્રગટ કરે. આહાહા ! આ એટલામાં હાલ્યું. અહીં તો હજી. આહા !
શુદ્ધનયસે એકત્વમેં, શુદ્ઘનયથી જોતાં એકપણામાં નિર્ણય કરાવ્યો. ગુણ અને પર્યાયની અનેકતા છે. તે ભલે એના સત્ત્વમાં હો પણ હવે આશ્રય લેવા યોગ્ય વસ્તુ છે એ તો ત્રિકાળી દ્રવ્ય શાયકભાવ છે. આહાહા ! એમાં એનો નિર્ણય કરાવ્યો એકત્વમાં. આહાહા ! એકપણાનો અંદર નિર્ણય કર. અનુભવ તો તને સમ્યગ્દર્શન થાય, એ વિના થોથાં છે બધું. સમજાય એવું છે આમાં. આહાહા ! ભાષા કાંઈ એવી નથી, બાબુલાલજી ! ભાષા તો તમારી હિન્દી આવી આજ તો. હવે લોકો આવશે ને કાલને ૫૨મ દિ' થી, હિન્દી લોકો આવશે ને હવે તો શરૂઆત થઈ ગઈ થોડી થોડી. આહાહા ! આહાહા !
શુદ્ઘનયથી એકત્વમાં નિશ્ચિત કિયા ગયા હૈ, કયા હૈ? “પૂર્ણજ્ઞાન ઘનસ્ય” શુદ્ઘનયે એકત્વનો નિર્ણય કરાયા વો ચીજ કયા હૈ ? પૂર્ણજ્ઞાનદ્દન હૈ ભગવાન ! આહાહાહાહા ! વિકાર તો નહીં, પણ પર્યાય જિસમેં નહીં. આહાહાહા ! ( શ્રોતાઃ- અભેદ તરીકે તો પર્યાય છે ને ?) બિલકુલ નહીં. અભેદમાં પર્યાય કેવી ? પર્યાય અભેદનો વિષય કરે છે. પર્યાય તો અભેદનો વિષય કરે છે. એના વિષયમાં પર્યાય નહીં. એ તો હમણાં કહ્યું પહેલું એ કહી ગયા છે. સમ્યગ્દર્શનના વિષયમાં સમ્યગ્દર્શનની પર્યાય નહીં. વાત થઈ ગઈ બધી, ધ્યાન રાખે તો બધી આવે છે હારે. (શ્રોતાઃ- બે વાત થઈ ) બે વાત થઈ.
પૂર્ણજ્ઞાનયન શુદ્ઘનયનો વિષય એકત્વ બતાવ્યો એ શું ચીજ ? આહાહા ! જ્ઞાનની પ્રધાનતાથી કથન છે. બાકી અનંત ગુણનો કંદ એવો એકરૂપ, (નિજાત્મા ) આહાહાહાહા ! એ એના આશ્રયે સમ્યગ્દર્શન થાય, એ શુદ્ઘનયનો વિષય. બાકી બધા થોથાં. આ જ્યાં સુધી ન કરે, ત્યાં સુધી બધા એકડા વિનાના મીંડા, પોક મૂકવા જેવું છે એને. સમજાણું કાંઈ ? આહાહાહા ! પીછે થોડી બાત હૈ. વખત થઈ ગયો.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )