________________
૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ત્યાં. (શ્રોતા - એમાં જન્મેલા છે એવું આપણે માનવું શું કામ ) પણ દિગંબરમાં જન્મ્યા છે ને આ બધા. (શ્રોતાઃ- નામના છે) નામ નિક્ષેપ છે, ચીમનભાઈ ! આહાહા! ભગવાન સર્વજ્ઞદેવ, પરમેશ્વરે એમ કહ્યું ઐસા કહા કે તેરી દશામેં વિકૃત અવસ્થા અનાદિકી હૈ, આસવ, બંધ ભાવ રાગાદિ પુણ્ય પાપ મિથ્યાત્વ, યે તેરી દશામેં હૈ, તું ઉસમેં આયા હૈ, કોઈ કર્મસે આયા હૈ ઐસા નહીં. ઈતની બાતના જ્ઞાન કરાકર, એ સમ્યજ્ઞાન નહીં. ઓલામાં કહ્યું બતાવ્યું'તું ને જ્ઞાનનો અંગ, હવે સમ્યજ્ઞાન કબ હોતા હૈ? કે ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદકા નાથ ધ્રુવ સ્વરૂપ જો શુદ્ધનયકા ને સમ્યગ્દર્શનકા વિષય હૈ, એ સમ્યગ્દર્શને ત્રિકાળીકો બતાયા. શુદ્ધનયે ત્રિકાળીકો જાના. આહાહાહાહા !
(શ્રોતા:- શુદ્ધતા ત્રિકાળ ) ત્રિકાળ શુદ્ધ એક વસ્તુ વર્તમાન ભલે ત્રિકાળમાં ન લો, તો વર્તમાનમાં ધ્રુવપણું એકરૂપ તે તેનો વિષય, આ તો શાસ્ત્ર ભાષા છે. આહાહા!જેમાં સમ્યગ્દર્શનના વિષયમાં, ને શુદ્ધનયના વિષયમાં ગુણગુણીનો ભેદ પણ ન આવે, એની વિકારી પર્યાય તો ન આવે પણ અવિકારી પર્યાય સમ્યગ્દર્શનકી પર્યાય સમ્યગ્દર્શનના વિષયમાં ન આવે. આહાહા ! સમજ આયા? આહાહાહા ! આ તો સંતોની વાણી છે બાપા! દિગંબર સંતો એટલે કેવળીના કેડાયતો. આહા! કેવળજ્ઞાનીના કેડે ચાલનારા, અને કેવળજ્ઞાન લેનારા એક બે ભવે મોક્ષ જનારા. એ સંતોને કરુણાનો વિકલ્પ આયા તો આ શાસ્ત્ર બન ગયા. આહા!
તો કહેતે હૈ, કે આમ આત્મા દેખો તો તેરી વિકારી પર્યાયમેં ભી વ્યાસ તો હૈ. સારા દ્રવ્ય પર્યાય દેખનેસે તો યે દોય ઉસકી હૈ પણ હવે ઉસકા કલ્યાણ કરનેકા ઉપાય બતાના હૈ, તો ઉસમેં તો એકરૂપ ત્રિકાળ દ્રવ્ય જો હૈ ધ્રુવ વો શુદ્ધનયે બતાયા. યે દ્રવ્ય ગુણ પર્યાયમેં વ્યાપ્ત હોને પર ભી, શુદ્ધનયે એકલા દ્રવ્યકો બતાયા. દ્રવ્ય ગુણ પર્યાયમેં વ્યાપ્ત નામ રહેલા હોને પર ભી સમ્યગ્દર્શને એકલા ત્રિકાળીકો બતાયા. ત્રિકાળી તે હું. પરમાત્મ દ્રવ્ય તે હું. એ આયાને ૩૨૦ ગાથામેં, જયસેન આચાર્યની ટીકામાં ૩૨૦, મેં તો પરમાત્મ દ્રવ્ય હું. હૈ? ૩૨૦ નહીં? વ્યાખ્યાન હો ગયા હૈ.
જુઓ, સંસ્કૃત ટીકા હૈ(ગુજરાતી) “જે સકલ નિરાવરણ, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું”. જુઓ આ સમ્યગ્દર્શનનો વિષય આ શુદ્ધનયનો આ વિષય. આહાહા ! વિષય નામ ધ્યેય. આહાહા! સમ્યગ્દર્શનનું ધ્યેય, ધ્રુવ ધ્યેય છે. ધ્રુવ ધ્યેય હૈ. સમ્યગ્દર્શનકા વિષય ગુણગુણી ભેદ ને પર્યાય ઉસકા વિષય નહીં. આહાહાહા ! ક્ષાયિક સમ્યગ્દર્શનકા વિષય ભી ધ્રુવ હૈ, ક્ષાયિક સમકિત સમકિતકા વિષય નહીં. આ તો સંસ્કૃત ટીકા છે. આ તો ઘણું હાલ્યું આ તો તેંતાલીસ વર્ષ ઉપરાંત હાલ્યું આ તો. આહાહા! ભાઈ ! એણે સમજવું પડશે બાપુ! ચોર્યાસી લાખના દુઃખો એણે વેશ્યા છે. એ કાલે આવ્યું'તું ઓલામાં સજ્જામાં, છ ઢાળામાં કે એના દુઃખની ભાષા કરોડ જીભે ન કહેવાય બાપુ! આહાહા! એમાં આવ્યું'તું. એણે દુઃખ વેઠ્યાં છે ભાઈ એની પર્યાયમાં, સંયોગના નહીં, મિથ્યાત્વ અને રાગ દ્વેષના મલિન પરિણામ મહા દુઃખરૂપ એને એણે વેઠ્યા છે. એ દુઃખની વાત કરોડો જીભથી કહી શકાય નહીં. ભાઈ ! આહાહા! અરે ! તું ભૂલી ગયો પ્રભુ તને, તારી તને દયા ન મળે નાથ, તું કોણ છો? ક્યાં છો? આહાહા ! સમજાણું કાંઈ? કાલે આવ્યું તું ઢાળામાં.