________________
૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ગ્રહણ કિયા થા ઉસને એમ માન્યા ઉસને. ઝીણી વાત બાપુ! વીતરાગ માર્ગ! આહાહા! હવે એમાંય દિગંબર ધર્મ એ જૈન ધર્મ. એની ચીજ અલૌકિક વાતું છે ભાઈ ! આહાહા ! દુનિયાના પાપના ધંધામાં બાર મહિનામાં ઘણો વખત એનો ત્યાં જાય એને. હેં ? ચોવીસ કલાકમાં બાવીસ કલાક પાપમાં ધંધા રળવા લખવા ને આ ને તે, હવે એમાં એક કલાક મળે કદાચિત્ સાંભળવાનો અને સાંભળે તોય એને નિર્ણય કરવાનો વખત ન મળે. આહાહાહા !
એરણની ચોરી ને સોયના દાન, એમ બાવીસ કલાક ત્રેવીસ કલાક આમાં રહે અને એક કલાક સાંભળવા જાય ત્યાં સાંભળવાનું એવું મળે કે વ્રત લઈ લો પડીમા લઈ લો તપસ્યા કરો, રસ છોડો, લૂગડાં છોડી દો. એકાદ બે લૂગડાં રાખો, રસનો પરિત્યાગ કરો. લ્યો આવી વાતું બધી. (શ્રોતા – કેટલા બધા પરિષહુ સહન કરે છે) ધૂળમાંય પરિષહ નથી. સમકિત વિના પરિષહ હોઈ શકે જ નહીં. સમજાણું કાંઈ ? પરિષહમાં તો સહન કરવું એટલે જ્ઞાતા દેખાપણે રહેવું એ. એ તો સમકિત હુઆ પછી એને જ્ઞાતા દેખાપણું રહે એનું નામ પરિષહ છે. ધનાલાલજી! આવી વાતું છે ભાઈ ! શું થાય? ભાઈ. (શ્રોતા:- જ્ઞાતાદૃષ્ટા પણે રહેવું એ પરિષહ છે) હા ! એનું નામ પરિષહ છે. એ પરિષહુ જય છે. અરે પ્રભુ! આહાહા !
યહાં કહેતે હૈ, કે ઐસા ભગવાન અપના ગુણ પર્યાયમેં વ્યાપ્ત રહેનેવાલા હૈ. “વ્યાસુ આસ્રવ પુણ્ય પાપ બંધ ભાવ ઉસમેં આત્મા રહેનેવાલા હૈ, આત્માકી પર્યાય હૈ ને આત્મા ઉસમેં આયા હૈ. અનાદિસે એ નવ તસ્વરૂપ પરિણમન ઉસકા હૈ. આહાહા!નવ તત્ત્વોમાં સંવર નિર્જરા મોક્ષ એ અહીંયા ન લેના. દ્રવ્ય સંવર ને દ્રવ્ય મોક્ષ.... ઔર “શુદ્ધનયતઃ એકત્વે નિયતસ્ય” શુદ્ધનયસે એકત્વમેં નિશ્ચિત કહા ગયા હૈ. અંતરને જોનારી શુદ્ધનય, જો શ્રુતજ્ઞાનકા નિશ્ચય અંશ, વો ઉસકો દેખનેસે, એ તો પૂરણ સ્વરૂપકો દેખતે હૈં. સમ્યગ્દર્શનકા વિષય પૂર્ણ સ્વરૂપ હૈ, ઔર શુદ્ધનયકા વિષય હી પૂર્ણ સ્વરૂપ હૈ. નય, જ્ઞાનકી અપેક્ષાસે હૈ ઔર સમકિત, શ્રદ્ધાની અપેક્ષાસે
(શ્રોતા- ઉસમેં અપનેકો ક્યા અપનેકો તો ધર્મ કી બાત સૂનની હૈ) આ વાત તો એ ચલતી હૈ. (શ્રોતા:- સમ્યગ્દર્શન તો હો જાયને ઉસમેં ક્યા હૈ) ધૂળમાં... સમ્યગ્દર્શન એ જ પહેલી ધર્મની શરૂઆત છે. ધર્મ કહાંસે આયા, ધૂળમેં? પડીમા લે લિયા બે પાંચ ને દસ ને અગિયાર ને. (શ્રોતા:- પંદર હોય તો પંદર લઈ લે.) એમાં શું? એને ક્યાં આંકડો જ ગણવો છે ને? વસ્તુ ક્યાં છે એના ઘરમાં? આહાહાહા ! (શ્રોતા – હમ છોડ દેવા પડીમા કો) પડીમા છોડ દેગા કા અર્થ કયા? એ તો વિકલ્પ હૈ, ઉસમેં છોડ દેગા તો? (શ્રોતા – નિર્વિકલ્પ હોગા) નિર્વિકલ્પ હોગા તબ છોડ દેગા. આહાહા ! એ વિકલ્પ ભી આત્માકા આત્મામેં વ્યાપ્ત હૈ. હવે ઉસકો શુદ્ધનયસે દેખનેસે પ્રમાણકા વિષય બતાકર પરકી કોઈ અપેક્ષા પર્યાયમેં નહીં, ઐસા બતાકર હવે શુદ્ધનયમેં કોઈ ભેદકી અપેક્ષા નહીં. આહાહાહાહા!
ભાઈ આ તો તીર્થકર જિનેશ્વર દેવ. આહા! જેને ઇન્દ્રો એકાવતારી ત્રણ જ્ઞાનના ધણી, આહા... જેને વૈમાનિકમાંથી છૂટીને સાંભળવા આવે એ વાણી કેવી હોય ભાઈ ! હૈ ? ( શ્રોતાઅલૌકિક અદ્ભુત.) અહીં લોકો કહે દયા પાળો, વ્રત પાળો હવે એ તો ભીખારા કુંભારેય કહે છે. (શ્રોતા:- ભીમ અગિયારસે નથી કહેતા.) ભીમ અગિયારસ અમારે કહેતા હતા ને કીધુંને