________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
દોષિત આહાર-પાણી આદિનો ત્યાગ કરવો જોઈએ. કેમકે નિર્દોષ આહાર આદિના ગ્રહણથી સંસારનો અંત શીધ્ર થાય છે. (૨) ગ્રહણ એષણા ગ્રહણ એષણા બે પ્રકારે. એક દ્રવ્યગ્રહણ એષણા, બીજી ભાવગ્રહણ એષણા.
દ્રવ્યગ્રહણ એષણાનું દષ્ટાંત. એક વનમાં કેટલાક વાનરો રહેતાં હતાં. એક વખતે ઉનાળામાં તે વનમાં ફળ, પાન વગેરે સુકાઈ ગયેલા જોઈ મુખ્ય વાનરે વિચાર્યું કે “બીજા વનમાં જઈએ.” બીજા સારાં વનની તપાસ કરવા જુદી જુદી દિશામાં કેટલાક વાનરોને મોકલ્યા. તે વાનરો તપાસ કરીને આવ્યા પછી એક સુંદર વનમાં બધા વાનરો ગયા.
તે વનમાં એક મોટો દ્રહ હતો. આ જોઈને વાનરો ખુશ ખુશ થઈ ગયા. મુખ્ય વાનરે તે દ્રહની ચારે તરફ ફરીને તપાસ કરી, તો તે દ્રહમાં જવાનાં પગલાં દેખાતાં હતાં, પણ બહાર આવ્યાનાં પગલાં દેખાતાં ન હતાં. આથી મુખ્ય વાનરે બધા વાનરોને ભેગા કરીને કહ્યું કે “આ દ્રહથી સાવચેતી રાખવી. કિનારા ઉપરથી કે દ્રહમાં જઈને પાણી પીવું નહિ, પણ પોલી નળી વાટે પાણી પીવું
જે વાનરો મુખ્ય વાનરના કહેવા પ્રમાણે વર્યા તે સુખી થયા અને જેઓ દ્રહમાં જઈને પાણી પીવા ગયા તે મરણ પામ્યા.
આ પ્રમાણે આચાર્ય ભગવંત મહોત્સવ વગેરેમાં આધાકર્મિ, ઉસિક આદિ દોષવાળા આહાર આદિનો ત્યાગ કરાવે છે તથા શુદ્ધ આહાર ગ્રહણ કરાવે છે.
જે સાધુઓ આચાર્ય ભગવંતના કહ્યા પ્રમાણે વર્તે છે, તે થોડા જ કાળમાં સઘળા કર્મોનો ક્ષય કરે છે. જેઓ આચાર્ય ભગવંતના વચન પ્રમાણે વર્તતા નથી તેઓ અનેક ભવોમાં જન્મ, જરા, મરણ આદિનાં દુ:ખો પામે છે.
ભાવગ્રહણ એષણા અગિયાર પ્રકારો-૧ સ્થાન, ૨ દાયક, ૩ ગમન, ૪ ગ્રહણ, ૫ આગમન, ૯ પ્રાપ્ત, ૭ પરાવૃત્ત, ૮ પતિત, ૯ ગુરુક, ૧૦ ત્રિવિધ, ૧૧ ભાવ.
૧ સ્થાન-ત્રણ પ્રકારનાં. આત્મ ઉપઘાતિક, પ્રવચન ઉપઘાતિક, સંયમ ઉપઘાતિક.
આત્મ ઉપઘાતિક સ્થાન-ગાય, ભેંસ આદિ જ્યાં હોય, ત્યાં ઊભા રહીને ભિક્ષા ગ્રહણ કરવામાં તે ગાય, ભેંસ આદિ શીંગડું કે લાત મારે, તેથી પડી જવાય, વાગે અથવા