________________
૧૨૪
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
વળી જો તે રોગીને રોગ વધી જાય કે મરી જાય તો તેના સંબંધી આદિ સાધુને પકડીને રાજસભામાં લઈ જાય, ત્યાં કહે કે “આ વેષધારીએ આને મારી નાંખ્યો.' ન્યાય કરનારા સાધુને અપરાધી ઠરાવી મૃત્યુદંડ આપે, તેમાં આત્મવિરાધના થાય. લોકો બોલવા લાગે કે “આ સાધુડા સારો સારો આહાર મળે એટલે આવું વૈદું કરે છે.” આથી પ્રવચન- વિરાધના થાય.
આ રીતે ચિકિત્સા કરવાથી જીવવિરાધના એટલે સંયમવિરાધના, આત્મવિરાધના અને પ્રવચનવિરાધના એમ ત્રણ પ્રકારની વિરાધના થાય. માટે સાધુએ આવી રીતે ચિકિત્સાદોષ લગાડવો ન જોઈએ.
ઇતિ ષષ્ઠ ચિકિત્સાપિંડ દોષ નિરૂપણ.