________________
વિદ્યા-મંત્રપિંડ દોષ
૧૪૫
એક સાધુ બોલી ઉઠ્યો કે “મને આજ્ઞા કરો, હું ધનદેવ પાસે દાન અપાવરાવું.” સાધુઓએ કહ્યું કે “સારું, તમને આજ્ઞા આપી. હવે જોઈએ કેવી રીતે તેની પાસે દાન અપાવરાવે છે ?'
તે સાધુ ધનદેવના ઘર પાસે ગયો અને તેના ઘર ઉપર વિદ્યાનો પ્રયોગ કર્યો. એટલે ધનદેવે સાધુને કહ્યું કે શું આપું ?' સાધુઓએ કહ્યું કે “ઘી, ગોળ, વસ્ત્ર આદિ આપો. ધનદેવે ખૂબ ઘી, ગોળ, કપડાં વગેરે આપ્યાં.
સાધુઓ ભિક્ષા આદિ લઈને ગયા પછી પેલા સાધુએ વિદ્યા સંહરી લીધી. એટલે ધનદેવને ભાન આવ્યું. ઘી, ગોળ વગેરે થોડું જોતાં તેને થયું કે કોઈ મારાં ઘી, ગોળ વગેરેની ચોરી કરી ગયું.” અને પોતે વિલાપ કરવા લાગ્યો.
લોકોએ પૂછ્યું કે “કેમ વિલાપ કરો છો ? શું થયું ?' ધનદેવે કહ્યું કે “મારું ઘી વગેરે કોઈ ચોરી ગયું લાગે છે.”
લોકોએ કહ્યું કે “તમારા હાથે તમે જ સાધુઓને જોઈએ એટલું આપ્યું છે અને હવે ચોરીની બૂમ શેની પાડો છો ?'
આ સાંભળી ધનદેવ મૌન થઈ ગયો. વિદ્યા સંહરી લેતાં તે સ્વભાવસ્થ થયો. હવે જો તે સાધુનો દ્વેષી હોય તો બીજી વિદ્યા વડે સાધુઓને સ્થભિત કરી દે કે મારી નાખી અથવા લોકોને કહે કે “વિદ્યા આદિથી બીજાનો દ્રોહ કરીને જીવે છે તેથી માયાવી છે, કપટી છે, વગેરે જેમ ફાવે તેમ બોલે. આથી સાધુઓની નિંદા થાય, રાજકુલમાં લઈ જાય તો વધ, બંધનાદિ કદર્થના થાય. માટે સાધુઓને વિદ્યાનો પ્રયોગ કરી ભિક્ષા લેવી કલ્પ નહિ.
મંત્રપિંડ ઉપર દષ્ટાંત પ્રતિષ્ઠાનપુર નગરમાં મુકુંડ નામના રાજા રાજ્ય કરતા હતા. ત્યાં શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ પધાર્યા હતા. એક વખત રાજાને માથામાં તીવ્ર વેદના ઉત્પન્ન થઈ. વિદ્યા, મંત્ર વગેરેનાં અનેક ઉપચારો કરાવવા છતાં વેદના શાંત થઈ નહિ. એટલે રાજાએ શ્રી પાદલિપ્તસૂરીશ્વરજીને બોલાવરાવ્યા. આચાર્ય મહારાજે કહ્યું કે “વેદનામાં કોઈ કારણ નથી. સામાન્ય વેદના છે.”