________________
ઉપસંહાર
૨૧૧
સર્વથા શુદ્ધ આહાર ન મળે તો આહાર વિના ચલાવી શકે એમ હોય અર્થાત્ આહાર વિના પણ ચારિત્રનું સારી રીતે પાલન કરી શકે એમ હોય તે સાધુએ દોષો સેવવાની જરૂર નથી, પરંતુ જે સાધુ આહાર વગર પોતાની ચારિત્રની ક્રિયા બરાબર કરી શકતો ન હોય તે સાધુ અપવાદે અશુદ્ધ આહાર વિધિપૂર્વક ગ્રહણ કરે.
ઉત્સર્ગ-એટલે શાસ્ત્રમાં કહ્યું હોય, તેમાં કાંઈ પણ છૂટછાટ વિના તેનું અણુશુદ્ધ પાલન કરવું તે.
અપવાદ-એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રીને શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ છૂટછાટ લઈને આચરણ કરવું તે.
ક્યારે ઉત્સર્ગનું પાલન કરવું ? ક્યારે અપવાદનું પાલન કરવું ? તે ગીતાર્થ સમજી શકે છે. ગીતાર્થ એટલે જેઓએ સારી રીતે છેદ આદિ સૂત્રો જાણ્યાં છે તે સાધુઓ અર્થાત્ પિંડની એષણા, વસ્ત્રની એષણા, પાત્રની એષણા, શવ્યાની એષણા જણાવનારા છેદ સૂત્રો જેમણે જાણેલા છે, તે ગીતાર્થ કહેવાય છે.
ગીતાર્થ સાધુ વિધિપૂર્વક અપવાદનું આચરણ કરે તો વિરાધના પણ દોષવાળી થતી નથી. કેમકે તે શાસ્ત્રની વિધિ જાણે છે. નિશીથસૂત્રમાં યતનાનું લક્ષણ કહ્યું છે કે –
रागदोसविउत्तो जोगो असढस्स होइ जयणा उ ।
रागदोसाणुगओ जो जोगो स अजयणा उ ।।१०५।। રાગ-દ્વેષથી રહિત અસઠભાવે-કપટ વિના જે મેળવવું તે જયણા કહેવાય, જ્યારે રાગ-દ્વેષપૂર્વક જે વ્યાપાર સેવે તે અજયણા કહેવાય છે.
ગ્લાન આદિ માટે વસ્તુની જરૂર પડે ત્યારે ગીતાર્થ સાધુ પંચક હાનિથી વસ્તુ મેળવે તે આ રીતે
સૌ પ્રથમ શુદ્ધ વસ્તુની તપાસ કરે. શુદ્ધ ન મળે તો લઘુગુરુ પંચક પ્રાયશ્ચિત્તને યોગ્ય વસ્તુ મેળવે. તે ન મળે તો લઘુગુરુ દશક, તે ન મળે તો લઘુગુરુ પંચદશક, એમ પંચક પંચકની વૃદ્ધિ કરે. એ રીતે સૌથી ઓછામાં ઓછી દોષવાળી વસ્તુ ગ્રહણ કરે. છેવટે આધાકર્મ દોષથી દુષિત વસ્તુ પણ ગ્રહણ કરે. આ રીતે આવી દોષવાળી વસ્તુ વાપરવા છતાં તે દોષ વિનાનો અર્થાત્ શુદ્ધ જાણવો.
જ્ઞાન-દર્શન-ચારિત્રની હાનિ ન થાય એ રીતે સાધુ યત્ન કરે. આથી એ બતાવવામાં આવ્યું કે “જૈન શાસનમાં બધું આમ જ કરવું જોઈએ અને આમ ન જ કરવું જોઈએ એવું એકાંતે કહ્યું નથી. દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવની વિચિત્રતાના