Page #1
--------------------------------------------------------------------------
________________
પિંડનિયુક્તિ
પરાગ
પ્રકાશક
શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી સમિતિ
Page #2
--------------------------------------------------------------------------
________________
|| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || अनन्तलब्धिनिधानाय श्रीगौतमगणधरेभ्यो नमः || નમામિ નિત્યં સૂરિ-રામચંદ્રમ્ II
પિંડનિર્યુક્તિ પરાગ
* લેખક *
સર્વાધિકસંખ્યશ્રમણસાર્થાધિપતિ સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ
આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટપ્રભાવક આગમપ્રજ્ઞ પ્રવચનપટુ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જંબૂસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી નિત્યાનંદવિજયજી મ. સા.
* સંપાદક *
જૈનશાસનશિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં શિષ્ય-પ્રશિષ્યરત્નો વર્ધમાનતપોનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજનાં શિષ્ય પ્રવચનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી (રાજ
- શમાર્ગે
: પૂર્વ પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન
શ્વે. મૂ. તપ. જેન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૨૫૩૯ ૨૭૮૯
Email : sanmargprakashan@gmail.com
Page #3
--------------------------------------------------------------------------
________________
શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી ગ્રંથમાળા-પુષ્પ-૧૬ પુસ્તકનું નામ : પિંડનિર્યુક્તિ પરાગ પુનઃપ્રકાશન : ૩૦૦ નકલ સાહિત્યસેવા : ૧૦૦/સંકલક : પૂ.આ.શ્રી વિજય નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ પુનઃ સંપાદક : પૂ.આ.શ્રી.વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા પૂર્વ પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ
પિંડનિર્યુક્તિ-પરાગ 81-87163-60-7
પ્રથમ આવૃત્તિ વિ. સં. ૨૦૨૨ - નકલ : 1000 દ્વિતીય આવૃત્તિ વિ. સં. ૨૦૧૧ ઈ.સન-૨૦૦૪-૨૦૦૫-સુરત - નકલ – 1000 તૃતીય આવૃત્તિ વિ. સં. ૨૦૧૮ ઈ.સન-૨૦૧૨-અમદાવાદ - નકલ – 300
- સૂચના આ ગ્રંથ “જ્ઞાનનિધિ'માંથી પ્રકાશિત કરાયેલો હોવાથી કોઈપણ ગૃહસ્થ એનું પૂરું મૂલ્ય “જ્ઞાનનિધિમાં ચૂકવીને જ એની માલિકી કરવી. ગૃહસ્થોએ આ ગ્રંથ વાચવા માટે સુયોગ્ય નકરો જ્ઞાનનિધિમાં આપવો જરૂરી છે.
વિ.સં. ૨૦૬૮ ઈ.સ. ૨૦૧૨ શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી વર્ષ
"
,
અs ANS:
૦ મુદ્રણસહયોગ - પ્રાપ્તિસ્થાન ૦
સભા પ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલિફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૨૫૩૯૨૭૮૯ E-mail : sanmargprakashan@gmail.com
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈનશાસનના મહાન જયોતિર્ધર, પૂજયપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
મ
et.tk, yu
શાસન શિરતાજ, દીક્ષાયુગપ્રવર્તકશ્રીજીના
શ્રીચરણે ભાવભરી અંજલી
ન્યાયાભાનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાના સ્વર્ગવાસના વર્ષે જન્મી ચૂકેલા પાદરાના મા સમરથ અને પિતા છોટાલાલ રાયચંદના એકમેવ સુપુત્રરત્ન ત્રિભુવનકુમારે દીક્ષા માટેની સાર્વત્રિક વિપરીત અવસ્થાઓના વાદળાંઓને સ્વપુરુષાર્થથી વિખેરી ભરૂચ પાસેના ગંધાર તીર્થના આંગણે પૂ.મુ.શ્રી મંગલવિજયજી મહારાજાના વરદહસ્તે રજોહરણ પ્રાપ્ત કરી પૂ.મુ.શ્રી પ્રેમવિજયજી મહારાજ (ત્યાર બાદ સૂરીશ્વરજી)ના પ્રથમ પટ્ટશિષ્ય રૂપે પૂ.મુ.શ્રી રામવિજયજી મહારાજનું નામ ધારણ કર્યું. એ વખતે દીક્ષિતો અને દીક્ષાર્થીઓને દીક્ષાનું પ્રદાન-આદાન કરવા માટે જે ભીષણ રીતે ઝઝૂમવું પડતું હતું તે પરિસ્થિતિમાં પૂર્વ-પશ્ચિમ જેવો પ્રચંડ પલટો લાવવાનો દઢ સંકલ્પ કરી એનાં મૂળ કારણો શોધી એને ધરમૂળથી ઉખેડવાનો ભીખ પુરુષાર્થ તેઓશ્રીમદે આદર્યો.
એ પુરુષાર્થની પાયાની શિલા પ્રવચન ધારા” બની. અનંત તીર્થકરોને હૃદયમાં વસાવી, જિનાજ્ઞા-ગુર્વાજ્ઞાને ભાલપ્રદેશે સ્થાપી, કરકમળમાં આગમાદિ ધર્મશાસ્ત્રો ધરી, ચરણદ્વયમાં ચંચલા લક્ષ્મીને ચાંપી, જીવ્હાના અગ્રભાવે મા શારદાને સંસ્થાપિત કરી આ મહાપુરુષે દીક્ષા વિરોધની સામે ભીષણ જેહાદ જગાવી દીધી. અનેક બાળ, યુવા, પ્રૌઢ અને વૃદ્ધોને દીક્ષા આપી. એક સામટા પરિવારો દીક્ષિત થવા
Page #7
--------------------------------------------------------------------------
________________
લાગ્યા. હીરા બજારના વેપારીઓ, મીલમાલિકો, ડૉક્ટરો, એન્જીનીયરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પણ તેઓશ્રીની વૈરાગ્ય ઝરતી વાણીને ઝીલી વીર શાસનના ભિક્ષુક બન્યા.
આ કાર્ય કાળ દરમ્યાન તેઓશ્રીમને કંઈ ઝંઝાવાતો, અપમાનો, તિરસ્કારો, કાચની વૃષ્ટિઓ અને કંટકોની પગથાર, કાળા વાવટાઓ, સ્થાન અને ગામમાં પ્રવેશ પણ ન મળે તેવા કારસ્તાનોનો સામનો કરવો પડ્યો. પાંત્રીસથી વધુ વાર તો તેઓશ્રીને સીવીલ કે ક્રિમીનલ ગૂનાના આરોપી બનાવી જૈન વેષધારીઓએ જ ન્યાયની કોર્ટ બતાવી. મા સમરથના જાયા, રતનબાના ઘડતરપાયા, સૂરિદાનની આંખની કીકી અને સમકાલીન સર્વ વડીલ ગુરુવર્યોના હૃદયહાર રૂપે સ્થાન પામેલા પૂજ્યશ્રીએ જિનાજ્ઞા અને સત્યવાદિતાના જોરે એ બધાં જ આક્રમણોને ખાળી વિજયશ્રી પ્રાપ્ત કરી. પૂ.મુ.શ્રી રામવિજયજી મહારાજામાંથી પૂ.આ.શ્રી.વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના રૂપે વિખ્યાત બનેલા તેઓશ્રીમદ્ વ્યાખ્યાન વાચસ્પતિ, પરમ શાસન પ્રભાવક, મહારાષ્ટ્રાદિ દેશોદ્વારક, દીક્ષાયુગ પ્રવર્તક, જૈન શાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ જેવા ૧૦૮થી ય વધુ સાર્થક બિરૂદોને પામી જૈન શાસનને આરાધના, પ્રભાવના અને સુરક્ષાના ત્રિવેણી સંગમથી પરિસ્નાત કરતા
રહ્યા.
કટ્ટરમાં કટ્ટર વિરોધી વર્ગને પણ વાત્સલ્યથી નિહાળતા અને પોતાના પ્રત્યે ગંભીર ગૂનો આચરનારને પણ ઝટ ક્ષમાનું દાન કરતા તેઓશ્રીએ પોતાના ૭૭૭૮ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયમાં મુખ્યત્વે દીક્ષાધર્મની સર્વાંગીણ સુરક્ષા-સંવર્ધના કરી એનાં બીજ એવાં સુનક્ષત્રમાં વાવ્યાં કે તેઓશ્રીનાં નામ સાથે પુણ્ય સંબંધ ધરાવતા એક જ સમુદાયમાં આજે આશરે ૧૪૦૦ જેટલા સંયમીઓ સાધનારત છે. અન્ય અન્ય સમુદાયો, ગચ્છો અને સંપ્રદાયોમાં દીક્ષા-પ્રવૃત્તિના વેગમાં પણ તેઓશ્રીમદ્ અસામાન્ય કારણરૂપ છે એમ કોઈપણ નિષ્પક્ષપાતીને કહ્યા વિના ચાલે તેમ નથી.
પૂજ્યપાદશ્રીજીના દીક્ષા સ્વીકારની ક્ષણ વિ.સં. ૨૦૬૮ના પોષ સુદ ૧૩ના દિને ‘શતાબ્દી’માં મંગલ પ્રવેશ કરી હતી અને પૂરા વર્ષભર એ નિમિત્તે દીક્ષા ધર્મની પ્રભાવનાનાં વિધવિધ અનુષ્ઠાનોની હારમાળા સર્જાઈ રહી છે.
શાશ્વત ગિરિરાજ શ્રી સિદ્ધગિરિ પાલીતાણા ખાતે ‘સૂરિરામચંદ્ર’ સામ્રાજ્યના મોવડી પૂજ્યો ગચ્છસ્થવિર પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી
4
Page #8
--------------------------------------------------------------------------
________________
મહારાજા, વાત્સલ્યનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજા, ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા, પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા આદિ દશાધિક સૂરિવરો, પદસ્થો, શતાધિક મુનિવરો અને પંચશતાધિક શ્રમણીવરોની નિશ્રા-ઉપસ્થિતિમાં પંચ દિવસીય મહામહોત્સવના આયોજન સાથે પ્રારંભાયેલ ‘દીક્ષા-શતાબ્દી’ની ભારતભરમાં અનેક સ્થળે ભાવસભર ઉજવણી થઈ છે અને થઈ રહી છે. પૂજ્યશ્રી સાથે સંકળાયેલાં સ્મૃતિ સ્થાનો-તીર્થોમાં પણ વિવિધ ઉજવણીઓ આયોજાયેલ છે. સમુદાયના અન્ય અન્ય સૂરિવરો આદિની નિશ્રાઉપસ્થિતિમાં ય રાજનગર, સુરત, મુંબઈ વગેરે સ્થળોમાં પ્રભાવક ઉજવણીઓનાં આયોજનો થયા અને થઈ રહ્યાં છે.
આ સર્વે ઉજવણીઓના શિરમોર અને સમાપન રૂપે પૂજ્યપાદશ્રીજીનાં દીક્ષા સ્થળ શ્રી ગંધારતીર્થના આંગણે વધુમાં વધુ સંખ્યામાં ચતુર્વિધ શ્રીસંઘને આમંત્રી દિગદિગંતમાં ગાજે એવો દીક્ષાદુંદુભિનો પુણ્યઘોષ કરવાનો ય મનસૂબો ગુરુભક્તો અને સમિતિ સેવી રહ્યા છે.
દીક્ષા શતાબ્દી વર્ષમાં જિનભક્તિ,ગુરુભક્તિ, સંઘ-શાસનભક્તિનાં વિવિધ અનુષ્ઠાનો જેમ યોજવાનાં છે તેમ વધુમાં વધુ સંખ્યામાં મુમુક્ષુઓ મહાત્માઓ બને એવા દીક્ષામહોત્સવો પણ યોજવાના છે. સાથોસાથ જ્ઞાન સુરક્ષાવૃદ્ધિ, અનુકંપા અને જીવદયાદિનાં સંગીન કાર્યો કરી પૂજ્યપાદશ્રીજીના આજ્ઞા સામ્રાજ્યને આદરભરી અંજલી સમર્પવાની છે.
આ મહદ્ યોજનાના જ એક ભાગરૂપે પ્રાચીન-અર્વાચીન શ્રુત-પ્રકાશનનું સુંદર અને સુદૃઢ કાર્ય હાથ ઉપર લેવાયું છે. સૂરિરામચન્દ્ર સામ્રાજ્યના વર્તમાન ગચ્છાધિપતિ પ્રવચન પ્રદીપ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાશીર્વાદને ઝીલી પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રીય માર્ગદર્શન અનુસારે વિવિધ શ્રુતરત્નોનું પ્રકાશન ‘શાસન શિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષા શતાબ્દી ગ્રંથમાળાના’ ઉપક્રમે નિર્ધાર્યું છે, તેના સોળમા પુષ્પરૂપે પૂ.આ.શ્રી.વિજય નિત્યાનંદસૂરિજી મહારાજ દ્વારા સંકલિત પિંડનિર્યુક્તિ પરાગ પુસ્તકનું પ્રકાશન કરતાં અતીવ આનંદ અનુભવીએ છીએ.
5
Page #9
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તક વર્ષો પૂર્વે ઉપરોક્ત જૈનાચાર્યશ્રીના હસ્તે સંકલિત થઈ, પૂ.આશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજના હસ્તે પુનઃ સંપાદિત થઈ, સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયું હતું. તે સર્વેનો અત્રે આભાર માનવામાં આવે છે.
આ પુસ્તકના પુનર્મુદ્રણ કાર્યનું માર્ગદર્શન આપીને પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાએ મહદ્ ઉપકાર કર્યો છે તો સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ પણ ખૂબ જ જહેમતથી મુદ્રણ-પ્રકાશન વ્યવસ્થામાં પૂરેપૂરો સહયોગ આપ્યો છે તે બદલ અમો તેઓ સહુના ઉપકૃત છીએ.
સૌ કોઈ આ પુસ્તકના પઠન-પાઠનાદિ દ્વારા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ પામી મુક્તિ માર્ગમાં આગળ વધી આત્મ-શ્રેય સાધે એ જ અંતર-ભાવના.
વિ.સં. ૨૦૬૮, આસો સુદ-૧૦ બુધવાર તા. ૨૪-૧૦-૨૦૧૨
શાસનશિરતાજ સૂરિરામચંદ્ર
દીક્ષાશતાબ્દી સમિતિ
Page #10
--------------------------------------------------------------------------
________________
જેનશાસનશિરતાજ, વ્યાખ્યાન વાચસ્પતિ, દીક્ષાયુગ પ્રવર્તક સુવિશુદ્ધ સિદ્ધાંત
દેશનાદાતા, તપાગચ્છાધિરાજ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
દીક્ષાશતાબ્દી વર્ષમાં તેઓશ્રીમા દીક્ષા-યુગ-પ્રવર્તનાદિ ગુણોની અનુમોદનાર્થે શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી ગ્રંથમાળાના પુષ્પ-૧૬ રૂપે પૂ.આ.શ્રી. વિજય નિત્યાનંદસૂરિજી મહારાજ સંકલિત
પિંડનિર્યુક્તિ પરાગ
પુસ્તકના પ્રકાશનનો પુણ્યલાભ સંપ્રાપ્ત કરનાર શ્રી સિદ્ધગિરિરાજની છત્રછાયામાં વિ.સં. ૨૦૧૭ની સાલે જેનશાસન શિરતાજ, દીક્ષા યુગ પ્રવર્તક, તપાગચ્છાધિરાજ, પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ગુરુગચ્છ વિશ્વાસધામ, વર્ધમાન તપોનિધિ, પૂ.આ.શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ૧૦ શ્રમણો, ૩૦૦ શ્રમણીઓ, ૧૭૦૦ જેટલા ચાતુર્માસ આરાધકો, ૧૦૧૦ જેટલા ઉપધાન આરાધકો અને પ૮૫ જેટલા માળ આરાધકો આદિની સભર એતિહાસિક ચાતુર્માસ તથા ઉપધાન તપનું આયોજન કર્યું હતું. કુળદીપિકા પૂ.સા.શ્રી રાજનંદિતાશ્રીજી મ.ના સદુપદેશથી ધાનેરા નિવાસી માતુશ્રી ચંપાબેન જયંતિલાલ દાનસુંગભાઈ અજબાણી
ધાનેરા ડાયમંડસ પરિવારે એ દરમ્યાન થયેલી જ્ઞાન-ખાતાની વિશિષ્ટ ઉપજમાંથી શાસન શિરતાજ સૂરિરામચંદ્ર-દીક્ષા શતાબ્દીની સ્મૃતિમાં વિવિધ પ્રાકૃત સંસ્કૃત-અનુવાદાદિ ગ્રંથોના પ્રકાશનનો પુણ્ય લાભ લેવામાં આવ્યો છે. અમો એ સુકૃતની ભાવપૂર્વક અનુમોદના કરવા સાથે ભવિષ્યમાં પણ આવાં સુંદર
* કાર્યો થતાં રહે એવી શુભકામના કરીએ છીએ. લી. શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી સમિતિ
Page #11
--------------------------------------------------------------------------
________________
શાસન શિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષા-શતાબ્દી ગ્રંથમાળાનાં પુષ્પો
સાહિત્ય સેવા
૧૫
o
ઉo
१०००
२५०
પ0
૧00
૧૦૦
૧00
૧. સત્તરભેદી પૂજા સાથે ૨. સન્માર્ગ દેશના ૩. યોગ-વ્યાધ્યા સંપ્રદ ૪. શિક્ષક અને શિક્ષણ ५-६ षड्दर्शन समुच्चय हिंदी भावानुवाद भाग १-२ ७ षड्दर्शन विषयकं कृति संग्रह ૮. અધ્યાત્મકલ્પદ્રુમ-અધિરોહિણી ટીકા સહ ૯. ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ-૧ ૧૦. ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ-૨ ૧૧. ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ-૩ ૧૨. ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ-૪ ૧૩. દ્રવ્ય સપ્તતિકા ૧૪. મત-મીમાંસા ભાગ-૧ ૧૫. ઓઘનિર્યુક્તિ પરાગ ૧૬. પિંડનિર્યુક્તિ પરાગ ૧૭. શ્રી જંબૂસ્વામી રાસ તથા બારવ્રતની ટીપનો રાસ ૧૮. શ્રમણધર્મ (ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-૨) ૧૯. ચતુર્વિશતિ પ્રબંધ કોશ ૨૦. પ્રાચીન ગુર્જર-કાવ્ય સંગ્રહ ૨૧. ઉપદેશ રત્નમાલા ૨૨. ઈમ્પીરીયલ મુઘલ ફરમાન્સ ઈન ગુજરાત
૧૦૦
૧૦૦
પ0
પ0
૧00
૧૦૦
૧૦૦
૨૫
ર00
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રાસંગિક
| પ્રાસંગિક
અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવંતોએ મોક્ષનો માર્ગ બતાવ્યો. મોક્ષ મેળવવાનો ઉપાય દર્શાવ્યો અને ભવ્યજીવોને મોક્ષના સુખમાં મહાલતા કરી દીધા.
સંસારવર્તી સઘળાં જીવો એક માત્ર સુખની અભિલાષા રાખે છે, સુખ મેળવવા માટે ફાંફા મારે છે, છતાં સુખ મળતું નથી. સુખ ક્યાંથી મળે ? સંસારમાં સુખ છે જ ક્યાં ? સુખ હોય તો મળે ને ? પૌદ્ગલિક સુખ એ સાચું સુખ નથી, પણ આત્માના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ (એટલે આત્માની સાથે લાગેલા કર્મોનો સર્વથા નાશ થવાપણા) માં સાચું સુખ રહેલું છે.
આસન્નઉપકારી ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીરસ્વામી ભગવંતે પોતાના કેવળજ્ઞાનમાં જગતના જીવોની કરૂણ સ્થિતિ નિહાળી અને પ્રભુએ જીવોના કલ્યાણ માટે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનો માર્ગ સાચા સુખના ઉપાય તરીકે જણાવ્યો. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પામવા છતાં જ્યાં સુધી સમ્યચ્ચારિત્રની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી શાશ્વત સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યગ્યારિત્રનું પાલન મનુષ્યદેહથી જ થઈ શકે છે. મનુષ્ય દેહ વગર સમ્યકુચારિત્રની સાધના થઈ શકતી નથી અને ચારિત્રની સાધનામાં સાધુને નિર્દોષ આહાર વગેરે પ્રધાન હેતુ છે; એટલે જ શાસ્ત્રકાર મહર્ષિઓએ જણાવ્યું છે કે –
'अहो जिणेहिं असावजा वित्ती साहूण देसिआ ।
मुक्खसाहणहेउस्स साहुदेहस्स धारणा ।।' સાધુનું શરીર મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક હોવાથી તેને ટકાવવું જોઈએ, તે શરીરને ટકાવવા માટે શ્રી જિનેશ્વર ભગવંતોએ પાપ વગરનો-નિર્દોષ આહાર ગ્રહણ કરવાનું જણાવ્યું છે. જો દોષરહિત આહારાદિથી શરીરનું પોષણ કરવામાં ન આવે અને કારણ વગર પણ દોષવાળા આહારથી શરીરનું પોષણ કરવામાં આવે તો તે શરીર સમ્યક્રચારિત્રના પાલનમાં સાધનભૂત થવાને બદલે આત્માને દુર્ગતિમાં લઈ જવાના કારણભૂત બની જાય. માટે જ્ઞાની ભગવંતોએ સાધુને છે કારણોએ દોષરહિત આહાર લેવાનું ફરમાવ્યું છે.
મુનિએ આરંભનો ત્યાગ કરેલો હોવાથી પોતે આરંભ કરે નહિ, આરંભ કરાવે નહિ અને આરંભ કરનારની અનુમોદના પણ કરે નહિ. એટલે શરીરને ટકાવવા અને ચારિત્રની આરાધના કરવા માટે ગૃહસ્થ પાસેથી નિર્દોષ આહાર મેળવવો
Page #13
--------------------------------------------------------------------------
________________
પિંડનિર્યુક્તિ-પરાગ
અનિવાર્ય છે. કયો આહાર કઈ રીતે નિર્દોષ ગણાય તેનું નિરૂપણ અનેક ગ્રંથોમાં સુપ્રસિદ્ધ થયેલ છે.
શ્રી ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી છે. તેમાં બારમું અંગ દૃષ્ટિવાદ. તે દૃષ્ટિવાદના પાંચ અંગો છે. ૧ પરિકર્મ સાત પ્રકારે, ૨ સૂત્ર બાવીસ પ્રકારે, ૩ - પૂર્વગત ચૌદ પ્રકારે, ૪ - અનુયોગ બે પ્રકારે અન ૫ - ચૂલિકા ચોત્રીસ પ્રકારે છે. ત્રીજું અંગ જે પૂર્વગત તેના ચૌદ પ્રકારો છે. તેમાંના નવમા પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાં નિર્દોષ આહાર દોષિત આહાર વગેરેનું વિશદ રીતે વર્ણન કરેલું છે. તે નવમા પૂર્વમાંથી ચૌદ પૂર્વને ધારણ કરનાર શ્રુતકેવળી શ્રી શય્યભવસૂરિજી મહારાજે પોતાના પુત્ર મુનિશ્રી મનકમુનિના કલ્યાણ અર્થે સાધુ આચારને જણાવનાર શ્રી દશવૈકાલિક સૂત્રની સુંદર રચના કરેલી છે. તેના પાંચમા પિંડેષણા નામના અધ્યયનને અનુલક્ષીને ચૌદ પૂર્વધર શ્રુતકેવલી ભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીજીએ ૬૭૧ પ્રાકૃત ગાથાબદ્ધ શ્રી પિંડનિર્યુક્તિ ગ્રંથની રચના કરેલી છે. જે પિંડનિર્યુક્તિ ગ્રંથ હાલના પિસ્તાલીસ આગમ ગ્રંથમાં મૂળ આગમગ્રંથ તરીકે સ્થાન પામેલ છે અને પાંચમા આરાના અંતે જ્યાં સુધી સાધુધર્મ ૨હેશે ત્યાં સુધી આ ગ્રંથ મહત્ત્વનું સ્થાન મેળવશે.
-
-
આ પવિત્ર આગમગ્રંથ ઉપર પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મલયગિરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૭૦૦૦ શ્લોક પ્રમાણ ટીકાની રચના કરેલી છે તથા ‘શ્રી પિંડનિર્યુક્તિ' ગ્રંથના દોહનરૂપ શ્રી જિનવલ્લભગણિએ ‘શ્રી પિંડવિશુદ્ધિ’ નામના ગ્રંથની પ્રાકૃત-૧૦૩ ગાથાની રચના કરેલી છે, તેના ઉપર સં. ૧૧૭૬માં શ્રી યશોદેવસૂરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૨૮૦૦ શ્લોક પ્રમાણ લઘુ ટીકા તથા સં. ૧૧૭૮માં શ્રી ચંદ્રસૂરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૪૪૦૦ શ્લોક પ્રમાણ ટીકા, સંવત-૧૨૯૫માં શ્રી ઉદયસિંહસૂરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૭૦૩ શ્લોક પ્રમાણ દીપિકાની રચના કરેલી છે, ઉપરાંત શ્રી અજિતદેવસૂરિજી મહારાજે દીપિકા, શ્રી સંવેગદેવ ગણિએ બાલાવબોધ તથા અજ્ઞાતકર્તુકની એક અવસૂરિ, એમ અનેક રચનાઓ થયેલી છે. પિંડવિશુદ્ધિનો માત્ર ગાથાઓ સાથેનો ભાવાનુવાદ ગુજરાતી ભાષામાં પૂજ્ય મુનિરાજ શ્રી માનવિજયજી મહારાજે (હાલ પંન્યાસ) સંવત-૧૯૯૯માં લખેલો પ્રસિદ્ધ થયેલો છે. આ રીતે આ ગ્રંથ પૂજ્ય સાધુ-સાધ્વીજીઓ માટે એક ૫૨મ આલંબનરૂપ થઈ રહ્યો છે.
10
વિશેષમાં અમોએ શ્રી પિંડનિર્યુક્તિ ગ્રંથ અને શ્રી પિંડવિશુદ્ધિ ગ્રંથ અનુસાર બાળ જીવોને વિશેષ ઉપકારક થાય તે માટે બહુ વિસ્તાર નહિ, તેમ બહુ સંક્ષેપમાં
Page #14
--------------------------------------------------------------------------
________________
નહિ તે રીતે સરળ ગુજરાતીમાં ‘શ્રી પિંડનિર્યુક્તિ પરાગ' નામનો આ ગ્રંથ તૈયાર કરેલ છે. આ ગ્રંથમાં બન્ને ગ્રંથોમાંથી લઈને ૧૦૭ ગાથાઓ લીધી છે. તે તે ગાથા કયા ગ્રંથની કઈ ગાથા છે, તે માટે શ્રી પિંડનિર્યુક્તિની ગાથા નીચે (પિં.નિ.) અને શ્રી પિંડવિશુદ્ધિની ગાથા નીચે (પિં.વિ.) લખી ગાથાનો નંબર દર્શાવેલ છે.
ચારિત્રધર્મની પુષ્ટિ માટે નિર્દોષ આહાર લેવાનું જણાવેલ છે. જો તેવા નિર્દોષ આહારથી ચારિત્ર ધર્મની પુષ્ટિ થતી ન હોય તો આહાર લેવાનું પ્રયોજન નથી. કહ્યું છે કે -
'लभ्यते लभ्यते साधुः, साधुरेव न लभ्यते । अलब्धे तपसो वृद्धिर्लब्धे तु प्राणधारणम् ।।'
ગોચરી ફ૨તાં જો શુદ્ધ આહાર મળી જાય તો સારું છે અને ન મળે તો પણ સારું જ છે; કેમ કે ન મળે તો તપની વૃદ્ધિ થાય અને મળે તો પ્રાણોનું ધારણ થઈ શકે અર્થાત્ મળે તો સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ.
સંસારનો ત્યાગ કરી સંયમજીવન સ્વીકાર્યું એટલે સાધુએ સઘળાં સાવઘયોગોનો ત્યાગ કર્યો છે. શરીરને ટકાવવા માટે આહારની જરૂ૨ પડે તો ઉદ્ગમ, ઉત્પાદના અને એષણાના દોષોથી રહિત આહાર મેળવવા માટે મુનિએ યત્ન કરવાનો છે.
ઉદ્ગમ અને ઉત્પાદનાની પરીક્ષા ગવેષણા દ્વારા થઈ શકે છે.
એષણાની પરીક્ષા ગ્રહણ એષણાથી થઈ શકે છે.
સંયોજનાદિ પાંચ દોષોની પરીક્ષા ગ્રાસ એષણાથી થઈ શકે છે.
પિંડનિર્યુક્તિ ગ્રંથમાં મૂળ ગ્રંથાકારે દ્વાર ગાથામાં આઠ અધિકાર કહ્યા છે. ૧ - ઉદ્ગમ, ૨ - ઉત્પાદના, ૩ - એષણા, ૪ - સંયોજના, ૫ - પ્રમાણ, ૬ - અંગાર, ૭ - ધૂમ્ર અને ૮ કારણ. જ્યારે આ અધિકારોને ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજે ઉદ્ગમના સોળ, ઉત્પાદનના સોળ, એષણાના દશ એમ ગોચરીના બેતાલીશ દોષો તથા સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણ. આ પાંચ માંડલીના દોષો એમ-૪૭ દોષો કહેલ છે. તે સાધુ સમાજમાં ગોચરીના ૪૨ દોષો અને માંડલીના ૫ દોષો તરીકે પ્રસિદ્ધ છે.
-
ઉદ્ગમના સોળ દોષો ગૃહસ્થથી લાગે છે. ઉત્પાદનના સોળ દોષો સાધુથી લાગે છે.
11
Page #15
--------------------------------------------------------------------------
________________
પિંડનિર્યુક્તિ-પરાગ
એષણાના દશ દોષો સાધુ અને ગૃહસ્થથી લાગે છે. માંડલીના પાંચ દોષો સાધુને ગોચરી વાપરતા લાગે છે.
આથી સાધુએ ઉદ્દગમના સોળ દોષો અને ઉત્પાદનાના સોળ દોષો એમ બત્રીસ દોષો ટાળીને શુદ્ધ આહારની ગવેષણા-તપાસ કરવી જોઈએ, એષણાના દશ દોષો ટાળીને ગ્રહણ એષણા-આહારગ્રહણ કરવો જોઈએ અને માંડલીના પાંચ દોષો ટાળીને ગ્રાસએષણા-આહાર વાપરવો જોઈએ. આ રીતે શુદ્ધ આહાર દ્વારા શરીર ટકાવવું જોઈએ, પણ દોષિત આહારથી શરીરને ટકાવવાની લેશ પણ ઈચ્છા કરવી ન જોઈએ.
શ્રી તીર્થકર ભગવંતોએ કહ્યું છે કે “સંયમની આરાધનામાં શરીર ટકી રહે તે માટે સાધુએ નિર્દોષ આહાર ગ્રહણ કરવો જોઈએ, પણ શરીરના બળ, રૂપ, કાંતિ વધારવા માટે આહાર ન લેવો.”
વર્તમાનમાં સાધુ-સાધ્વીજીઓમાં પિંડશુદ્ધિ અંગેનું જ્ઞાન જોઈએ તેવું સંતોષકારક જોવામાં આવતું નથી. કેટલાકે પિંડનિર્યુક્તિ, પિંડવિશુદ્ધિ આદિ ગ્રંથોનો અભ્યાસ કરવા છતાં દોષો પ્રત્યે ઉપેક્ષાભાવ જોવામાં આવે છે, ત્યારે આશ્ચર્ય થાય છે કે “સુદુર્લભ મનુષ્ય ભવ તેમજ સંયમને પામીને શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞા (દોષિત આહાર ન લેવાય) જાણવા છતાં શુદ્ધ પિંડની ગવેષણા કરવામાં થોડું કષ્ટ સહન કરવાને બદલે દોષો પ્રત્યે ઉપેક્ષાભાવ જોવામાં આવે છે.” જો કે કેટલાક મહાનુભાવ સાધુ-સાધ્વીજીઓ શુદ્ધ પિંડની ગવેષણા કરી, શુદ્ધ આહાર વાપરવામાં ઉદ્યમવંત છે. પણ તેમની સંખ્યા અલ્પ પ્રમાણમાં છે.
આજે અનેક આત્માઓ સંસારનો ત્યાગ કરી ગુરુ મહારાજના ચરણોમાં સંયમ જીવનનો સ્વીકાર કરે છે. તેઓને ચારિત્ર-દીક્ષા આપવામાં આવે છે, પરંતુ દીક્ષા આપ્યા પછી પોતાની નિશ્રામાં આવેલા આત્માનું અધ:પતન થાય નહિ, આત્માનું કલ્યાણ થાય તે માટે જે ધ્યાન આપવું જોઈએ, જ્ઞાન આપવું જોઈએ, સંયમની શુદ્ધ આરાધના માટે પ્રેરણા કરવી જોઈએ તેના બદલે તે પ્રત્યે દુર્લક્ષ સેવાતું જોવામાં આવે છે. આખા સંયમનો જેના ઉપર આધાર છે તે આહારની શુદ્ધિ માટેનું પૂરું જ્ઞાન આપ્યા સિવાય ઝોળી, પાત્રા, તપણી આપી દઈ, “જાઓ, ભિક્ષા લઈ આવો.” આ સ્થિતિ ઘણા સ્થળે પ્રવર્તી રહેલ છે તે શોચનીય છે. કારણ કે, હજુ જેને ગોચરી કેમ લેવી, કેટલી લેવી વગેરેનું જ્ઞાન અને અનુભવ ન મળ્યો હોય તે નૂતન સાધુ-સાધ્વી કેવો આહાર લઈ આવે તે સહેજે સમજી શકાય એમ છે. આ
12
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રાસંગિક
રીતે લેવામાં આવતા આહાર આદિની પ્રવૃત્તિ જોઈને ગૃહસ્થ કેટલો ધર્મ પામે ? તે સ્વયં વિચારવાનું છે. કહેવત છે કે “જેવો આહાર તેવો ઓડકાર.” તે મુજબ જો શુદ્ધ આહાર વાપર્યો હોય તો સંયમનું પાલન સુનિર્મલ બને, જ્યારે દોષિત આહારથી આત્મામાં અનેક દૂષણોનો પ્રસંગે ઉપસ્થિત થવા સંભવ ગણાય.
આ કારણથી જ ગચ્છાધિપતિ સંઘસ્થવિર વાત્સલ્યવારિધિ સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે શાસ્ત્રીય કથનાનુસાર આહારશુદ્ધિ પોતાના જીવનમાં એ પ્રકારે ઓતપ્રોત રીતે અપનાવેલી છે કે જે તેઓશ્રીની સાધના હાલના કાળમાં અનુકરણીય અને પ્રેરણાદાયક છે. તેઓશ્રી પોતાના શિષ્ય-પ્રશિષ્યોને પ્રથમ શ્રી ઓઘનિર્યુક્તિ, શ્રી પિંડનિર્યુક્તિ, શ્રી દશવૈકાલિક, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર આદિનો અભ્યાસ કરાવે છે. (આ ગ્રંથોનું જ્ઞાન પોતે આપે-અપાવે છે, અને તેનો અમલ કરાવવા માટે પણ સતત કાળજી રાખી વારંવાર પ્રેરણા પણ આપે છે.
શ્રી પિંડનિર્યુક્તિ આદિ પિંડની શુદ્ધિ માટેના ગ્રંથો સંસ્કૃત ભાષામાં હોવાથી તેનું અધ્યયન બધા સાધુ-સાધ્વી કદાચ ન કરી શકે, તેથી તેમને પણ લાભ થાય એ હેતુથી સરળ ગુજરાતી ભાષામાં આ ગ્રંથ તૈયાર કરવા યત્ન કરેલ છે; જેથી પિંડના દોષોનું જ્ઞાન સંપાદન કરી દોષિત આહારનો ત્યાગ કરી, સૌ નિર્દોષ આહાર ગ્રહણ કરવામાં ઉદ્યમવંત બને અને સુંદર રીતે સંયમધર્મનું પાલન કરી કર્મનો ક્ષય કરી મોક્ષ સુખને પ્રાપ્ત કરનારા બની શકે.
આ ગ્રંથનું સૂત્ર અને અર્થથી જ્ઞાન જેમ સાધુ-સાધ્વીને ઉપયોગી છે, તેમ શ્રાવક-શ્રાવિકાઓને પણ આ ગ્રંથના અર્થનું જ્ઞાન પણ આવશ્યક છે - ઉપયોગી છે. જેથી શ્રાવક-શ્રાવિકાઓ નિર્દોષ આહાર આદિથી પૂજ્ય સાધુ-સાધ્વીજીઓની ભક્તિ સારી રીતે કરી શકે.
"सावओ पुण सुत्तओ अत्यओ य जहनेण अट्ठपवयणमायाओ सिक्खइ, उक्कोसेण સુરત્યેટિં નાવ છેઝીવર્ય, મત્વનો પિંડેસાિય, ન પુછો સુત્તો વિ ||” શ્રાવક સૂત્ર અને અર્થથી અષ્ટપ્રવચનમાતાને શીખે, ઉત્કૃષ્ટથી દશવૈકાલિકના ચોથા અધ્યયન છ જીવનિકાય સુધી સૂત્ર અને અર્થથી ભણે, પાંચમું પિંડેષણા નામનું અધ્યયન માત્ર અર્થથી જાણે પણ સૂત્રથી અભ્યાસ ન કરે.
આ “શ્રી પિંડનિર્યુક્તિ પરાગ” ગ્રંથ તૈયાર કરવામાં શ્રી પિંડનિર્યુક્તિ સટીક, શ્રી પિંડવિશુદ્ધિની બન્ને ટીકા-દીપિકા અને ભાવાનુવાદ આદિ ગ્રંથોની સહાય લીધી
Page #17
--------------------------------------------------------------------------
________________
પિંડનિર્યુક્તિ-પરાગ
છે, તે બદલ તે તે ગ્રંથોના કર્તા-સંપાદકોને કૃતજ્ઞભાવે યાદ કરું છું. ગુજરાતી ભાષામાં આ ગ્રંથ લખવામાં ગ્રંથકારના આશય વિરુદ્ધ કે શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ અર્પ છું. સુજ્ઞજનો તેવી ભૂલો બતાવવા કૃપા કરે તો દ્વિતીયાવૃત્તિ વખતે સુધારવાનો અવકાશ રહે.
પૂજ્યપાદ ઉપકારી મારા ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ પૂજ્યોની સત્કૃપા અને સત્રેરણાના ફળ સ્વરૂપે મેં વાડાશિનોરમાં સંવત-૨૦૨૦ના ચાતુર્માસમાં આ ગ્રંથ લખવાની શરૂઆત કરી અને ચાતુર્માસ દરમ્યાન લખાણ પૂર્ણ કર્યું. તે આખું લખાણ ઉપકારી પૂજ્ય ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબને અમદાવાદ શ્રી વિજય દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરે મોકલી આપ્યું. શાસનના તથા આરાધનાના બીજા અનેક કાર્યોમાં રક્ત હોવા છતાં પોતે કિંમતી સમય કાઢીને સંપૂર્ણ લખાણ બરાબર જોઈ-તપાસી સુધારા-વધારા કરી સંવત-૨૦૨૧ના મારા પાલીતાણા (આરીસાભુવન) ખાતે ચાતુર્માસમાં મોકલી આપ્યું. તે આખા લખાણની પ્રેસકોપી કરી બાદ તેનું મુદ્રણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. આ ગ્રંથ લખવામાં સહાયક થનારા સૌને યાદ કરવાનું ભૂલતો નથી. આર્યશ્રી જંબૂસ્વામિ જૈન મુક્તાબાઈ આગમમંદિર તરફથી પ્રસિદ્ધ થતો આ ગ્રંથ “શ્રી ઓઘનિર્યુક્તિ પરાગ' ગ્રંથની જેમ પૂજ્ય સાધુસાધ્વી મહારાજોને ઉપયોગી બનશે અને ખપી આત્માઓ એનો સુંદર લાભ ઉઠાવશે, એવી આશા સાથે વિરમું છું. વિ. સં. ૨૦૨૨
- પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજય તિથિ-માગશર સુદ-૧૧
જંબુસૂરીશ્વર પાદપઘરેણુ(મૌન એકાદશી પર્વ)
નિત્યાનંદવિજય આરીસા ભુવન, પાલીતાણા-૩૬૪૨૭૦
14
Page #18
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક વિષય
પ્રકાશકીય
• પ્રાસંગિક
૧. ગવેષણા એષણા
૨. દ્રવ્યગવેષણાનું દૃષ્ટાંત
૩. ભાવગવેષણાનું દૃષ્ટાંત
૪. ગ્રહણએષણા
૫. દ્રવ્યએષણાનું દૃષ્ટાંત
૬. ગ્રાસએષણા
૭. સચિત્તના નવ પ્રકારો
૧૨. પૃથ્વીકાય પિંડ
૧૩. અપ્લાય પિંડ
૧૪. અગ્નિકાય પિંડ
૧૫. વાયુકાય પિંડ
૧૬. વનસ્પતિકાય પિંડ
૧૭. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય,
ચરિન્દ્રિય, પંચેન્દ્રિય પિંડ
અનુક્રમણિકા
આધાકર્મ દોષના
એકાર્થિક નામો
સંયમસ્થાનનું સ્વરૂપ
પૃષ્ઠ ક્રમાંક વિષય
4
૨
૩
૪
૫
૫
८
૯
૯
૧૦
૧૦
૧૧
૧૨
૧૨
૧૮. ભાવ પિંડ
૧૩
૧૯. પ્રશસ્ત ભાવ પિંડના પ્રકારો
૧૪
૨૦. અપ્રશસ્ત ભાવ પિંડના પ્રકારો ૧૫
૨૧. ઉદ્ગમના સોળ દોષો
૧૬
૧. આધાકર્મ દોષ
૧૮
૧૮
૨૦
15
ષસ્થાન
આધાકર્મના દશ દ્વારો
૧. કઈ વસ્તુ આધાકર્મી
બને ?
દૃષ્ટાંત
કૃત અને નિશ્ચિતનું સ્વરૂપ
૩. કયા કયા પ્રકારે
વાપરવાથી આધાકર્મ
૨. કોના માટે બનાવેલું
આધાકર્મી કહેવાય ?
સાધર્મિકના બાર પ્રકારો
સાધર્મિકનું વિસ્તારથી સ્વરૂપ અને તેમાં કલ્પ્ય અકલ્પ્યપણું ૩૦
३८
બંધાય ?
પ્રતિસેવના-દ્રષ્ટાંત
પ્રતિશ્રવણા-દૃષ્ટાંત
સંવાસ
સંવાસ દષ્ટાંત
અનુમોદના દૃષ્ટાંત
૪. આધાકર્મ કોના જેવું છે ?
દૃષ્ટાંત
૫. આધાકર્મ વાપરવામાં
પૃષ્ઠ
૨૧
૨૪
૬. આધાકર્મી આહાર આપવામાં
વાર ન
૨૮
૨૮
૩૮
૩૮
४०
૪૧
૪૨
૪૪
૪૪
૪૪
કયા કયા દોષો છે ? દૃષ્ટાંત ૪૫
Page #19
--------------------------------------------------------------------------
________________
પિંડનિર્યુક્તિ-પરાગ
૫૦ |
૫૧ |
પપ.
ક્રમાંક વિષય
| પૃષ્ઠ ક્રમાંક વિષય કયા કયા દોષો છે ? ૪૮
દૃષ્ટાંત ૭. આધાકર્મ જાણવા કેવી રીતે | ૬. પ્રાભૃતિકા દોષ પૂછવું ?
૭. પ્રાદુષ્કરણ દોષ ૮. ઉપયોગ રાખવા છતાં કેવી
પ્રકાશ કરવાના પ્રકારો રીતે આધાકર્મનું ગ્રહણ
૮. ક્રિીત દોષ થાય ?
આત્મ દ્રવ્યકતા ૯. ગૃહસ્થના છળથી આધાકર્મી
આત્મ ભાવક્રીત ગ્રહણ કરવા છતાં નિર્દોષ
પરદ્રવ્ય ક્રીત-પરભાવ કેવી રીતે દૃષ્ટાંત
ક્રિીત-દષ્ટાંત ૧૦. શંકા-સમાધાન
૯. પ્રામિત્ય દોષ ૨. ઓદેશિક દોષ
લૌકિક દૃષ્ટાંત વિભાગ ઔદેશિકના બાર | લોકોત્તર પ્રામિત્ય
પs | ૧૦. પરાવર્તિત દોષ બાર ભેદોમાં અવાંતર ભેદો પડ દૃષ્ટાંત ઓઘ ઔદેશિકનું સ્વરૂપ
લોકોત્તર પરાવર્તિત દૃષ્ટાંત
૫૮ | ૧૧. અભ્યાહત દોષ સાધુને કયું કહ્યું અને કહ્યું
અનાચીર્ણના આઠ પ્રકારો ન કલ્પ
બીજા ગામથી લાવવાના ૩. પૂતિકર્મ દોષ ઉપકરણ બાદરપૂતિ
ગામમાંથી લાવવાના પ્રકારો ૮૩ ભક્તપાન બાદરપૂતિ
દૃષ્ટાંત સૂક્ષ્મપૂતિ
ગામમાંથી કેવી રીતે આપી બાદરપૂતિની શુદ્ધિ ક્યારે
જાય ? તેનું દૃષ્ટાંત થાય ?
આશીર્ણ અભ્યાહત ૪. મિશ્ર દોષ
૧૪ | ૧૨. ઉભિન્ન દોષ પ. સ્થાપના દોષ
ઢાંકેલી વસ્તુ ખોલીને
ભેદો
પ્રકારો
Page #20
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૧૦૯
દષ્ટાંત
૧૧૯
ક્રમાંક વિષય પૃષ્ઠ ક્રમાંક વિષય
પૃષ્ઠ આપવામાં રહેલા દોષો ૮૮ ૧. ધાત્રીપિંડ દોષ ૧૩. માલાપહત દોષ
સાધુ ધાત્રીપણું કેવી રીતે દૃષ્ટાંત
કરે ? દૃષ્ટાંત
૧૧૧ ૧૪. આચ્છેદ્ય દોષ
૨. દૂતીપણાના પ્રકારો ૧૧૪ દૃષ્ટાંત
લોકોત્તર ગુપ્ત દૂતીપણું આજેઘ ભિક્ષા લેવામાં થતા
કેવી રીતે થાય ? ૧૧૪ અનર્થો
દૃષ્ટાંત
૧૧૫ ૧૫. અનિકૃષ્ટ દોષ
૩. નિમિત્ત પિંડ દોષ ૧૧૬ સાધારણ અનિસૃષ્ટનું
૧૧૭ ઉદાહરણ
૪. આજીવિકા પિંડ દોષ સાધારણ અને ભોજન
દૃષ્ટાંત
૧૨ અનિસૃષ્ટમાં ફરક ૯૯ ૫. વનપક દોષ
૧૨૧ ૧૧. અધ્યવપૂરક દોષ ૧૦૧ ૯. ચિકિત્સા પિંડ દોષ
૧ ૨૩ મિશ્રદોષ અને અધ્યવપૂરક
૭. ક્રોધ પિંડ દોષ
૧ ૨૫ દોષમાં ફેર શો ? ૧૦૨ ૮. માન પિંડ દોષ
૧ ૨૭ મિશ્ર અને અધ્યવપૂરકની
દૃષ્ટાંત
૧ ૨૭ ઓળખાણ
શ્વેતાંગુલી આદિ છે વિશોધિકોટિ અને
પુરુષોના દૃષ્ટાંત ૧૨૯ અવિશોધિકોટિ ૧૦૨ | ૯. માયા પિંડ દોષ
૧૩૩ વિવેકના ચાર પ્રકારો ૧૦૪ | દૃષ્ટાંત
૧૩૩ અશુદ્ધ (વિશોધિ કોટિ) | ૧૦. લોભ પિંડ દોષ
૧૩૯ આહાર ત્યાગ કરવાનો
દૃષ્ટાંત
૧૩૯ વિધિ ૧૦૪ | ૧૧. સંસવ પિંડ દોષ
૧૪૧ ઉત્પાદનોના દોષો ૧૦૭ | ૧૨. વિદ્યા પિંડ દોષ
૧૪૪ ઉત્પાદનના ચાર નિક્ષેપ ૧૦૭ ૧૩. મંત્ર પિંડ દોષ
૧૪૪ અપ્રશસ્તના સોળ પ્રકારો ૧૦૮ વિદ્યા પિંડ ઉપર દૃષ્ટાંત ૧૪૪
૧૦૨
17
Page #21
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક વિષય
મંત્ર પિંડ ઉપર દૃષ્ટાંત
૧૪. ચૂર્ણ પિંડ દોષ
૧૫. યોગ પિંડ દોષ
૧૭. મૂલકર્મ પિંડ દોષ
ચૂર્ણ પિંડ ઉપર દૃષ્ટાંત
યોગ પિંડ ઉપર દૃષ્ટાંત
મૂલકર્મ પિંડ ઉપર દૃષ્ટાંતો
એષણા
ગ્રહણ એષણા
અપ્રશસ્ત ભાવપિંડના દશ
પ્રકારો
૧. શંકિત દોષ
ભિક્ષા ગ્રહણ કરવામાં
શ્રુતજ્ઞાનની પ્રમાણતા
૨. પ્રક્ષિત દોષ
૩. નિક્ષિપ્ત દોષ
ચતુર્થંગી તથા ભેદો
નિક્ષિપ્તના વિધ્યાત આદિ
સાત પ્રકારો
૪. પિહિત દોષ
૫. સંહત દોષ
૬. દાયક દોષ
૭. ઉન્મિશ્ર દોષ
૮. અપરિણત દોષ
૯. લિપ્ત દોષ
અનુક્રમણિકા
પૃષ્ઠ
૧૪૫
૧૪૭
૧૪૭
૧૪૭
૧૪૮
૧૫૦
૧૫૧
૧૫૫
૧૫૫
૧૫૭
૧૫૮
૧૫૯
૧૬૦
૧૬૧
૧૬૩
૧૭૩
૧૬૬
૧૬૯
૧૭૧
૧૭૩
૧૮૩
૧૮૬
૧૮૮
18
ક્રમાંક વિષય
૧૦. છર્દિત દોષ
૧૯૨
આજ્ઞાભંગ આદિ છ દોષો ૧૯૩
નીચે છાંટો પડે તો કેવા
દોષો સર્જાય તે ઉ૫૨નું
દૃષ્ટાંત
૧૯૩
ગ્રાસએષણા
૧૯૫
મત્સ્યનું દૃષ્ટાંત
૧૯૬
અપ્રશસ્ત ભાવગ્રાસએષણા ૧૯૭
૧૯૮
૧. સંયોજના દોષ
સંયોજના ક૨વાથી થતાં
દોષો
૨. પ્રમાણ દોષ
ઉદરકુક્કુટી-ગલકુટી
આહારનું સ્વરૂપ
મિત આહારનું સ્વરૂપ
પ્રક્રામ આદિ દોષો
ભાવકુક્કુટી
૨૦૦
હિતકારી અને અહિતકારી ૨૦૧
૨૦૧
૨૦૧
૨૦૨
૨૦૩
૨૦૩
૨૦૪
૨૦૭
૨૦૯
૩. અંગાર દોષ
પૃષ્ઠ
૪. ધૂમ્ર દોષ
૫. કારણ દોષ
દોષોના વિભાગ
ઉપસંહાર
પિંડનિર્યુક્તિ પરાગની
મૂલ ગાથાઓ
૧૯૯
૨૦૦
૨૧૩
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | એ નમ | પૂ. આ. શ્રીમદ્ વિજય દાન-પ્રેમ-રામચંદ્રસૂરીશ્વરેભ્યો નમઃ |
પિંડનિર્યુક્તિ પરાગ
शंखेश्वरं क्षेमकरं प्रणम्य, श्री प्रेमजम्बूमुनिपौ च नत्वा । श्रीपिण्डनियुक्तिपरागग्रन्थं, बालावबोधाय नु कीर्तयिष्ये ।।
અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવંતોનો ઉપદેશ છે કે “સર્વ જીવોને સુખ જોઈએ છે. સંપૂર્ણ, સાચું અને અંત વગરનું સુખ તો માત્ર એક મોલમાં છે. મોક્ષની પ્રાપ્તિ સંયમ-ચારિત્ર દ્વારા થઈ શકે છે. પાંચ આશ્રવોને રોકવા, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, ચાર કષાયોનો જય કરવો અને ત્રણ દંડથી અટકવું, આ સત્તર પ્રકારનો સંયમ કહેવાય છે.
આ સંયમ મનુષ્ય શરીરથી સાધી શકાય છે. શરીર આહાર વિના ટકી શકતું નથી. દોષિત આહાર વાપરવાથી સંસારમાં રખડવાનું થાય છે. તેથી શ્રી તીર્થંકર ભગવંતોએ દોષવાળો આહાર વાપરવાનો નિષેધ કર્યો છે. માટે તે દોષોને સારી રીતે જાણી-સમજીને દૂર કરવા જોઈએ.
આ દોષોનું સારી રીતે જ્ઞાન થાય તે માટે ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજીએ શ્રી દશવૈકાલિક સૂત્ર ઉપર જે નિયુક્તિ કરેલી છે, તેમાં તે સૂત્રના પાંચમાં પિંડેષણા નામનાં અધ્યયનની આ નિર્યુક્તિ વધારે શ્લોક પ્રમાણ હોઈ તેને જુદા શાસ્ત્ર તરીકે સ્થાપન કરી તેનું ‘fપઇનિર્યુઝિ' નામ રાખવામાં આવેલું છે.
મૂલ દશવૈકાલિક સૂત્ર-નિર્યુક્તિનું મંગલ થઈ ગયેલું હોવાથી શાસ્ત્રકારે અહીં જુદું મંગલ કર્યું નથી. તેમાં પહેલી વિષયાધિકારની સંગ્રહ ગાથા આ પ્રમાણે છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
૨
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
पिंडे उग्गमउप्पायणेसणा संजोयणा पमाणं च
।
ફંગાજી ધૂમ ારા ગડ્ડવિજ્ઞા પિંક નિવ્રુત્તી ।। ।। (પિં. નિ. ૧) પિંડ એટલે સમૂહ. તેના ચાર પ્રકાર. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. અહીં સંયમ આદિ ભાવપિંડને ઉપકારક દ્રવ્યપિંડ છે. દ્રવ્યપિંડ દ્વારા ભાવપિંડને સાધી શકાય છે.
દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે છે. ૧ આહાર, ૨ શય્યા, ૩ ઉપધિ. આ ગ્રંથમાં મુખ્ય આહારપિંડનો વિચાર કરવાનો છે. શય્યાપિંડ અને ઉપધિપિંડનો વિચાર ઓનિર્યુક્તિ આદિ ગ્રંથમાં કરવામાં આવેલો છે. જિજ્ઞાસુએ તે તે ગ્રંથો જોઈ લેવા.
પિંડ શુદ્ધિ આઠ પ્રકારે વિચારવાની છે. તે આઠ પ્રકારો નીચે પ્રમાણે છે. ૧ ઉદ્ગમ, ૨ ઉત્પાદના, ૩ એષણા, ૪ સંયોજના, ૫ પ્રમાણ, ૭ અંગાર, ૭ ધૂમ્ર અને ૮ કારણ.
૧ ઉદ્ગમ-એટલે આહારની ઉત્પત્તિ એથી ઉત્પન્ન થતા દોષો તે ઉદ્ગમદિ દોષો કહેવાય છે, તે આધાકર્માદિ સોળ પ્રકારે થાય છે, આ દોષો ગૃહસ્થ દ્વારા ઉત્પન્ન થાય છે.
૨ ઉત્પાદના-એટલે આહારને મેળવવો એમાં થતાં દોષો ઉત્પાદનાદિ દોષો કહેવાય છે, તે ધાત્રી આદિ સોળ પ્રકારે થાય છે. આ દોષો સાધુ દ્વારા ઉત્પન્ન થાય છે.
૩ એષણાના-એષણાના ત્રણ પ્રકારો છે. ગવેષણા એષણા, ગ્રહણ એષણા અને ગ્રાસ એષણા.
(૧) ગવેષણા એષણા
આઠ પ્રકારો-૧ પ્રમાણ, ૨ કાલ, ૩ આવશ્યક, ૪ સંઘાટ્ટક, ૫ ઉપકરણ, ૬ માત્રક, ૭ કાઉસ્સગ્ગ, ૮ યોગ અને અપવાદ.
૧ પ્રમાણ-ભિક્ષા માટે ગૃહસ્થોનાં ઘેર બે વાર જવું.
૧. અકાલે ઠલ્લાની શંકા થઈ તો તે વખતે પાણી લેવા. ૨. ભિક્ષા વખતે ગોચરી પાણી લેવા.
૨ કાલ-જે ગામમાં ભિક્ષાનો જે વખત હોય તે ટાઇમે જવું.
૩ આવશ્યક-ઠલ્લા માત્રાદિની શંકા દૂર કરીને ભિક્ષાએ જવું. ઉપાશ્રયની બહાર નીકળતાં ‘આવદિ’ કહેવી.
૪ સંઘાટ્ટક-બે સાધુએ સાથે ભિક્ષાએ જવું.
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૫ ઉપકરણ-ઉત્સર્ગથી સઘળાં ઉપકરણો સાથે લઈને ભિક્ષાએ જાય. બધા ઉપકરણ સાથે લઈને ભિક્ષા ફરવા સમર્થ ન હોય તો પાત્રાં, પડલાં, રજોહરણ, બે વસ્ત્ર (એક સુતરાઉ બીજું ઊનનું) અને દાંડો લઈને ગોચરી જાય.
૬ માત્રક-પાત્રની સાથે બીજું માત્રક લઈને ભિક્ષાએ જાય.
૩
૭ કાઉસ્સગ્ગ-‘૩પયોગ રાળિયું'નો આઠ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ્ગ કરીને આદેશ માંગે. ‘સંવિસદ્દ' આચાર્ય કહે ‘હ્રામ' સાધુ કહે ‘ ંતિ (જ્ન્મ વ્હેતુ) આચાર્ય કહે ‘તદ્ઘત્તિ' (નન્હા હિયં પુવ્વસાહૂઁહિં)
૮ યોગ-પછી કહે કે ‘આસ્સિયા નસ્સ ખોળો' જે જે સંયમને ઉપયોગી હશે તે તે ગ્રહણ કરીશ.
અપવાદો ૧ આચાર્ય, ગ્લાન, બાલ, તપસ્વી આદિ માટે બેથી વધુવાર ગોચરી જાય.
૨ સંઘાટ્ટક સાથે ગોચરી કરતાં ટાઇમ પહોંચે એમ ન હોય તો બન્ને જુદા જુદા થઈ જાય.
જે સાધુ જેમ તેમ જે મળે તે દોષિત આહાર ઉપધિ આદિ ગ્રહણ કરે છે, તે શ્રમણગુણથી રહિત થઈ સંસારને વધારે છે.
જે પ્રવચનથી નિરપેક્ષ આહાર આદિમાં નિ:શુક, લુબ્ધ અને મોહવાળો થાય છે, તેનો અનંતસંસાર શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યો છે. માટે વિધિપૂર્વક નિર્દોષ આહાર આદિની ગવેષણા કરવી.
ગવેષણા બે પ્રકારની છે. એક દ્રવ્યગવેષણા, બીજી ભાવગવેષણા.
દ્રવ્યગવેષણાનું દૃષ્ટાંત
વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજાને ધારિણી નામની રાણી હતી. તે એકવાર ચિત્રસભામાં ગઈ, તેમાં સુવર્ણપીઠવાળું હરણ જોયું. તે રાણી ગર્ભવાળી હતી, આથી તેને સુવર્ણપીઠવાળું મૃગનું માંસ ખાવાનો દોહલો (ઇચ્છા) થયો. તે ઇચ્છા પૂર્ણ નહિ થવાથી રાણીનું શરીર સુકાવા લાગ્યું.
રાણીને દુર્બળ થતી જોઈ, રાજાએ પૂછ્યું કે ‘તું કેમ સુકાય છે ? તારે શું દુ:ખ છે ?’ રાણીએ સુવર્ણપીઠવાળા મૃગનું માંસ ખાવાની ઇચ્છા થયાની વાત કરી.
રાજાએ પોતાનાં માણસોને સુવર્ણમૃગને પકડી લાવવા હુકમ કર્યો. માણસોએ વિચાર કર્યો કે સુવર્ણમૃગને શ્રીપર્ણી (એક જાતના ફળ) ફળ ઘણાં પ્રિય હોય છે,
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
પણ અત્યારે તે ફળોની ઋતું નથી. માટે બનાવટી તેવાં ફળો બનાવીને જંગલમાં ગયાં. ત્યાં તે બનાવટી ફળોના છૂટા છૂટાં ઢગલા કરીને ઝાડની નીચે રાખ્યાં.
હરણીયાઓએ તે ફળો જોયા અને પોતાના નાયકને વાત કરી, બધાં ત્યાં આવ્યા. નાયકે તે ફળો જોયા અને બધા હરણીયાઓને કહ્યું કે “કોઈ ધૂર્ત આપણને પકડવા માટે આ પ્રમાણે કરેલું છે. કેમકે અત્યારે આ ફળોની ઋતુ નથી.” કદાચ તમે એમ કહો કે “અકાલે પણ ફળો આવે.” તો પણ પહેલાં કોઈ વખતે આ રીતે ઢગલા થયા ન હતા. “જો પવનથી આ રીતે ઢગલા થઈ ગયા હશે એમ લાગતું હોય તો પૂર્વે પણ પવન વાતો હતો પણ આ રીતે ઢગલા થયા નથી માટે તે ફળો ખાવા માટે કોઈએ જવું નહિ.”
આ પ્રમાણે નાયકની વાત સાંભળી કેટલાક હરણીયા તે ફળો ખાવા માટે ગયાં નહિ. જ્યારે કેટલાક હરણીયા નાયકની વાત ગણકાર્યા સિવાય તે ફળો ખાવા ગયા, જ્યાં ફળો ખાવા લાગ્યા ત્યાં તો રાજાના માણસોએ તે હરણીયાઓને પકડી લીધાં. આથી તે હરણીયામાંથી કેટલાક બંધાયા અને કેટલાક હરણીયા મરણ પામ્યા. જે હરણીયાઓએ તે ફળો ખાધાં નહિ તે સુખી થયાં, ઇચ્છા પ્રમાણે વનમાં વિચરવા લાગ્યાં.
ભાવગવેષણાનું દષ્ટાંતા કોઈ મહોત્સવ પ્રસંગે ઘણા સાધુઓ આવ્યા હતા. કોઈ શ્રાવકે અથવા તો કોઈ ભદ્રિક માણસે સાધુઓને માટે (આધાકર્મિ) ભોજન તૈયાર કરાવ્યું અને બીજા અનેકને બોલાવીને ભોજન આપવા માંડ્યું. તેના મનમાં એમ હતું કે “આ જોઈને સાધુઓ આહાર લેવા આવશે.”
આચાર્યને આ વાતની કોઈ રીતે ખબર પડી ગઈ. તેથી સાધુઓને કહ્યું કે “ત્યાં આહાર લેવા જવો નહિ. કેમકે તે આહાર આધાર્મિ છે.”
કેટલાક સાધુઓ ત્યાં આહાર લેવા ન ગયા, પણ જે તે કુળોમાંથી ગોચરી લઈ આવ્યા. જ્યારે કેટલાક સાધુઓએ આચાર્યનું વચન ગણકાર્યું નહિ અને તે આહાર લાવીને વાપર્યો.
જે સાધુઓએ આચાર્ય ભગવંતનું વચન સાંભળી, તે આઘાકર્મિ આહારલીધો નહિ, તે સાધુઓ શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાના આરાધક થયા અને પરલોકમાં મહાસુખને મેળવનારા થયા. જ્યારે જે સાધુઓએ આધાર્મિ આહાર વાપર્યો તે સાધુઓ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાના વિરાધક થયા અને સંસાર વધારનારા થયા.
માટે સાધુઓએ નિર્દોષ આહાર-પાણી આદિની ગવેષણા કરવી જોઈએ અને
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
દોષિત આહાર-પાણી આદિનો ત્યાગ કરવો જોઈએ. કેમકે નિર્દોષ આહાર આદિના ગ્રહણથી સંસારનો અંત શીધ્ર થાય છે. (૨) ગ્રહણ એષણા ગ્રહણ એષણા બે પ્રકારે. એક દ્રવ્યગ્રહણ એષણા, બીજી ભાવગ્રહણ એષણા.
દ્રવ્યગ્રહણ એષણાનું દષ્ટાંત. એક વનમાં કેટલાક વાનરો રહેતાં હતાં. એક વખતે ઉનાળામાં તે વનમાં ફળ, પાન વગેરે સુકાઈ ગયેલા જોઈ મુખ્ય વાનરે વિચાર્યું કે “બીજા વનમાં જઈએ.” બીજા સારાં વનની તપાસ કરવા જુદી જુદી દિશામાં કેટલાક વાનરોને મોકલ્યા. તે વાનરો તપાસ કરીને આવ્યા પછી એક સુંદર વનમાં બધા વાનરો ગયા.
તે વનમાં એક મોટો દ્રહ હતો. આ જોઈને વાનરો ખુશ ખુશ થઈ ગયા. મુખ્ય વાનરે તે દ્રહની ચારે તરફ ફરીને તપાસ કરી, તો તે દ્રહમાં જવાનાં પગલાં દેખાતાં હતાં, પણ બહાર આવ્યાનાં પગલાં દેખાતાં ન હતાં. આથી મુખ્ય વાનરે બધા વાનરોને ભેગા કરીને કહ્યું કે “આ દ્રહથી સાવચેતી રાખવી. કિનારા ઉપરથી કે દ્રહમાં જઈને પાણી પીવું નહિ, પણ પોલી નળી વાટે પાણી પીવું
જે વાનરો મુખ્ય વાનરના કહેવા પ્રમાણે વર્યા તે સુખી થયા અને જેઓ દ્રહમાં જઈને પાણી પીવા ગયા તે મરણ પામ્યા.
આ પ્રમાણે આચાર્ય ભગવંત મહોત્સવ વગેરેમાં આધાકર્મિ, ઉસિક આદિ દોષવાળા આહાર આદિનો ત્યાગ કરાવે છે તથા શુદ્ધ આહાર ગ્રહણ કરાવે છે.
જે સાધુઓ આચાર્ય ભગવંતના કહ્યા પ્રમાણે વર્તે છે, તે થોડા જ કાળમાં સઘળા કર્મોનો ક્ષય કરે છે. જેઓ આચાર્ય ભગવંતના વચન પ્રમાણે વર્તતા નથી તેઓ અનેક ભવોમાં જન્મ, જરા, મરણ આદિનાં દુ:ખો પામે છે.
ભાવગ્રહણ એષણા અગિયાર પ્રકારો-૧ સ્થાન, ૨ દાયક, ૩ ગમન, ૪ ગ્રહણ, ૫ આગમન, ૯ પ્રાપ્ત, ૭ પરાવૃત્ત, ૮ પતિત, ૯ ગુરુક, ૧૦ ત્રિવિધ, ૧૧ ભાવ.
૧ સ્થાન-ત્રણ પ્રકારનાં. આત્મ ઉપઘાતિક, પ્રવચન ઉપઘાતિક, સંયમ ઉપઘાતિક.
આત્મ ઉપઘાતિક સ્થાન-ગાય, ભેંસ આદિ જ્યાં હોય, ત્યાં ઊભા રહીને ભિક્ષા ગ્રહણ કરવામાં તે ગાય, ભેંસ આદિ શીંગડું કે લાત મારે, તેથી પડી જવાય, વાગે અથવા
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
પાત્ર ભાંગી જાય તેથી છકાય જીવની વિરાધના થાય. માટે આવા સ્થાનો તથા જ્યાં જીર્ણ ભીંત, કાંટા, દર આદિ હોય ત્યાં પણ ઊભા રહીને ભિક્ષા ગ્રહણ કરવી નહિ.
પ્રવચન ઉપઘાતિક સ્થાન-લઘુનીતિ-વડીનીતિનાં સ્થાન, ગૃહસ્થને સ્નાન કરાવાના સ્થાન, ખાળ આદિ અશુચિવાળા સ્થાન આવા સ્થાને ઊભા રહી ભિક્ષા ગ્રહણ કરતાં, પ્રવચનની હીલના થાય, માટે આવા સ્થાને ઊભા રહીને ભિક્ષા ગ્રહણ કરવી નહિ.
સંયમ ઉપઘાતિક સ્થાન-પૃથ્વી, પાણી, અગ્નિ, બીજ આદિ જ્યાં હોય ત્યાં ઊભા રહીને ભિક્ષા ગ્રહણ કરતાં તે જીવોની વિરાધના થાય, માટે તેવા સ્થાને ઊભા રહીને ભિક્ષા ગ્રહણ કરવી નહિ.
૨ દાયક-આઠ વર્ષથી ઓછી ઉંમરનું બાળક, વૃદ્ધ, નોકર, નપુંસક, ગાંડો, ક્રોધાયમાન આદિ (આનું વર્ણન આગળ દાયક દોષ વખતે કરવામાં આવશે) પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવી. અપવાદે કોઈ જાતનો દોષ થાય એમ ન હોય તો ઉપયોગ પૂર્વક ભિક્ષા ગ્રહણ કરે.
૩ ગમન-ભિક્ષા આપનાર, ભિક્ષા લેવા માટે અંદર જાય, તો તેની ઉપર નીચેની જમીન તથા આજુબાજુ પણ જોવું. જો તે જતાં પૃથ્વી, પાણી, અગ્નિ આદિનો સંઘટ્ટો કરતાં હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. કેમકે તેવી ભિક્ષા ગ્રહણ કરતાં સંયમ વિરાધના થાય અથવા આપનારને અંદરના ભાગમાં જતાં કદાચ સર્પ આદિ કરડે, તો ગૃહસ્થ આદિ મિથ્યાત્વ પામે.
૪ ગ્રહણ-નાનું-નીચું દ્વાર હોય, જ્યાં બરાબર જોઈ શકાતું ન હોય, કબાટ વાસેલું હોય, બારણું બંધ હોય, ઘણા માણસો આવજાવ કરતા હોય, ગાડા વગેરે આડા પડેલાં હોય, ત્યાં ભિક્ષા ગ્રહણ કરવી નહિ. જો બરાબર ઉપયોગ રહી શકે એમ હોય તો ભિક્ષા ગ્રહણ કરવી.
૫ આગમન-ભિક્ષા લઈને આવતાં ગૃહસ્થ પૃથ્વી આદિની વિરાધના કરતો આવતો હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ.
૯ પ્રાપ્ત-આપનારનો હાથ કાચા પાણીવાળો છે કે કેમ ? તે જોવું. આહાર આદિ સંસક્ત છે કે કેમ ? તે જોવું. ભાજન ભીનું છે કે કેમ ? તે જોવું. કાચું પાણી, સંસક્ત કે ભીનું હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ.
૭ પરાવર્ત-આહાર આદિ બીજા વાસણમાં નાંખે તો તે વાસણને કાચું પાણી આદિ લાગેલું છે કે નહિ, તે તપાસવું. જો કાચું પાણી આદિ લાગેલું હોય તો તે વાસણમાંનો આહાર ગ્રહણ કરવો નહિ.
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૮ પતિત-આહાર પાત્રમાં ગ્રહણ કર્યા પછી તપાસવો. યોગવાળો પિંડ છે કે સ્વાભાવિક છે, તે જોવું. જો યોગવાળો કે કૃત્રિમ ભેળસેળ વગેરે લાગે તો તોડીને તપાસવો. ન તપાસે તો કદાચ તેમાં ઝેર ભેળવેલું હોય, કંઈ કાર્પણ કરેલું હોય કે સુવર્ણ આદિ નાખેલું હોય અથવા તો કાંટા આદિ હોય તો સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય. સુવર્ણ આદિ હોય તો પાછું આપે.
૯ ગુરુક-મોટા પત્થર વગેરેથી ઢાંકેલું હોય, તે ખસેડવા જતાં ગૃહસ્થને કદાચ ઇજા થાય. આપવાનું ભાજન ઘણું મોટું હોય કે ભારે વજનદાર હોય, તે ઉપાડીને આપવા જતાં કદાચ હાથમાંથી પડી જાય, તો ગૃહસ્થ દાઝી જાય અથવા પગ આદિને ઈજા થાય તથા તેમાં રહેલી વસ્તુ ઢોળાય તો તેથી છકાય જીવની વિરાધના થાય, માટે તેવા મોટા કે ભારે ભાજનથી ભિક્ષા ગ્રહણ કરવી નહિ.
૧૦ ત્રિવિધ-કાલ ત્રણ પ્રકારે. ૧ ગ્રીષ્મ, ૨ હેમંત, અને ૩ વર્ષાકાલ. તથા આપનાર ત્રણ પ્રકારે. ૧ સ્ત્રી, ર પુરુષ અને ૩ નપુંસક. તે દરેકમાં તરુણ, મધ્યમ અને સ્થવિર. નપુંસક શીત હોય છે, સ્ત્રી ઉષ્માવાળી હોય છે અને પુરુષ શીતોષ્ણ હોય છે. તેઓમાં પુર:કર્મ, ઉદકાર્ટ, સસ્નિગ્ધ ત્રણ હોય છે. તે દરેક સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ પ્રકારે છે.
પુર:કર્મ અને ઉદકાદ્રમાં ભિક્ષા ગ્રહણ ન કરવી.
સસ્નિગ્ધમાં એટલે મિશ્ર અને સચિત્ત પાણીવાળા હાથ હોય, તે હાથમાં આંગળાં, રેખા અને હથેલીને આશ્રયીને સાત ભાગ કરવા. તેમાં કાળ અને વ્યક્તિ ભેદે નીચે મુજબ ભાગ જો સુકાયેલા હોય તો ભિક્ષા ગ્રહણ કરાય.
નામ
| ઉનાળામાં | શિયાળામાં ચોમાસામાં તરુણ સ્ત્રીના | ૧ ભાગ | ૨ ભાગ | ૩ ભાગ મધ્યમ સ્ત્રીના ૨ ભાગ
૩ ભાગ
૪ ભાગ વૃદ્ધ સ્ત્રીના ૩ ભાગ ૪ ભાગ પ ભાગ તરુણ પુરુષના ૨ ભાગ ૩ ભાગ ૪ ભાગ મધ્યમ પુરુષના ૩ ભાગ ૪ ભાગ ૫ ભાગ વૃદ્ધ પુરુષના ૪ ભાગ ૫ ભાગ ભાગ તરુણ નપુંસકના | ૩ ભાગ ૪ ભાગ પ ભાગ મધ્યમ નપુંસકના | ૪ ભાગ ૫ ભાગ ૯ ભાગ વૃદ્ધ નપુંસકના | ૫ ભાગ ૬ ભાગ ૭ ભાગ
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
૧૧ ભાવ-લૌકિક અને લોકોત્તર, બન્નેમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત.
લૌકિક એટલે સામાન્ય માણસોમાં પ્રચલિત. લોકોત્તર એટલે શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં પ્રચલિત. પ્રશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક. અપ્રશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક નહિ.
જે સાધુ સંયમના પાલન માટે આહાર આદિ ગ્રહણ કરે છે, પણ પોતાનાં રૂપ, બળ કે શરીરની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરતો નથી તથા જે આહાર વગેરે લાવે તેનાથી આચાર્ય, બાળ, ગ્લાન, વૃદ્ધ આદિને આપીને પછી પોતે વાપરે છે, તે જ્ઞાન, દર્શન, ચારિત્રનો આરાધક થાય છે, આ લોકોત્તર પ્રશસ્ત ભાવ.
જે સાધુ પોતાના વર્ગ માટે, બળ માટે કે શરીરની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરે, આચાર્ય આદિની ભક્તિ ન કરે તે જ્ઞાનદર્શન ચારિત્રનો આરાધક થઈ શકતો નથી. આ લોકોત્તર અપ્રશસ્ત ભાવ. (3) ગ્રાસએષણા
બેતાલીસ દોષોથી રહિત શુદ્ધ આહારગ્રહણ કરી, તપાસીને વિધિપૂર્વક ઉપાશ્રયમાં આવી, વિધિપૂર્વક ગોચરીની આલોચના કરવી. પછી મુહૂર્ત સુધી સ્વાધ્યાય આદિ કરી, આચાર્ય પ્રાદુર્ણક, તપસ્વી, બાલ, વૃદ્ધ આદિને નિમંત્રણા કરી આસક્તિ વગર વિધિપૂર્વક આહાર વાપરે. વિશેષ વિધિ ઓઘનિર્યુક્તિ આદિ ગ્રંથમાંથી જાણી લેવી.
આહાર શુદ્ધ છે કે નહિ તેની તપાસ કરવી તે ગવેષણાએષણા. તેમાં દોષ ન લાગે તે રીતે આહાર ગ્રહણ કરવો તે ગ્રહણએષણા. અને દોષ ન લાગે તે રીતે વાપરવો તે ગ્રાસએષણા કહેવાય છે. ગવેષણામાં ઉદ્ગમ, ઉત્પાદનોના દોષો જોવાય છે. ગ્રહણમાં શંકિતાદિ દોષો જોવાય છે. અને ગ્રાસમાં સંયોજનાદિ દોષો ન લાગે તેનું ધ્યાન રાખવાનું છે. (૪) સંયોજના-એટલે રસના સ્વાદ માટે પૂરી-શિખંડ આદિ સાથે મેળવવાં તે.
તે દ્રવ્ય સંયોજના અને ભાવ સંયોજના એમ બે પ્રકારે છે. અર્થાત્ ઉદ્દગમ ઉત્પાદનાદિ દોષો કયા કયા છે, તે જાણીને ટાળવાની ગવેષણા કરવી, તેમાંયે
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
અંકિતાદિ દોષો હોય તે ટાળીને આહાર ગ્રહણ કરવો, આહાર ગ્રહણ કર્યા પછી સંયોજનાદિ દોષો ન લાગે તેમ આહાર વાપરવો એ ઉદ્દેશ છે.
(૫) પ્રમાણ-આહાર કેટલો વાપરવો તેનું પ્રમાણ. (૬) અંગાર-સરસ આહારનાં કે આહાર બનાવનારનાં વખાણ કરવાં. (૭) ધુમ્ર-ખરાબ આહારનાં કે આહાર બનાવનારની નિંદા કરવી. (૮) કારણ-કયા કારણે આહાર વાપરવો અને કયા કારણે આહાર ન વાપરવો ?
પિંડનિર્યુક્તિના આ આઠ દ્વારો છે. તેનું ક્રમસર વર્ણન કરવામાં આવશે.
શાસ્ત્રકારે “પિંડ' શબ્દના છ નિક્ષેપા સમજાવ્યા છે, તેમાંથી અહીં પ્રસ્તુત પિંડના બે પ્રકારો કહીશું. ૧ દ્રવ્યપિંડ અને ૨ ભાવપિંડ. તેમા દ્રવ્યપિંડના પ્રકારો -
तिविहो उ दव्वपिंडो सचित्तो मीसओ अचित्तो य ।
hસ્સ ય ો નવ નવ મેગા ૩ જયં || ૨ | (પિ. નિ. ૮) દ્રવ્યપિંડ ત્રણ પ્રકારનો છે. સચિત્ત, મિશ્ર અને અચિત્ત તે દરેકના પાછા નવ નવ પ્રકારો છે.
पुढवी आउक्काओ तेऊ वाऊ वणस्सई चेव ।।
વલિ તૈત્રિા વડો વિલા વેવ / રૂ II (પિ. નિ. ૯) સચિત્તના નવ પ્રકારો-8 પૃથ્વીકાય પિંડ, ૨ અપકાય પિંડ, ૩ તેઉકાય પિંડ, ૪ વાયુકાય પિંડ, ૫ વનસ્પતિકાય પિંડ, ૬ બેઇન્દ્રિય પિંડ, ૭ તે ઇન્દ્રિય પિંડ, ૮ ચઉરિન્દ્રિય પિંડ, અને ૯ પંચેન્દ્રિય પિંડ. મિશ્રમાં અને અચિત્તમાં પણ ઉપર મુજબના નવ ભેદો જાણવા. ૨ – પૃથ્વીકાય પિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે. નિશ્ચયથી સચિત્ત અને વ્યવહારથી સચિત્ત. નિશ્ચયથી સચિત્ત-રત્નપ્રભા, શર્કરા પ્રભા આદિ પૃથ્વી, હિમવંત આદિ મહાપર્વતોના મધ્ય ભાગ આદિ.
વ્યવહારથી સચિત્ત-જ્યાં ગોમય-છાણ વગેરે પડ્યાં ન હોય, સૂર્યનો તાપ કે મનુષ્ય વગેરેની અવર-જવર ન હોય તેવાં જંગલ આદિ.
Page #31
--------------------------------------------------------------------------
________________
- ૧૦
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
મિશ્ર પૃથ્વીકાય-ક્ષીરવૃક્ષ, વડ, ઉદુમ્બર આદિ વૃક્ષોની નીચેનો ભાગ, એટલે ઝાડ નીચેનો છાયવાળો બેસવાનો ભાગ મિશ્ર પૃથ્વીકાય હોય છે, હળથી ખેડેલી જમીન આદ્ર હોય ત્યાં સુધી, ભીની માટી એક, બે, ત્રણ પ્રહર સુધી મિશ્ર હોય
ઇંધન ઘણું હોય પૃથ્વી થોડી હોય તો એક પ્રહર સુધી મિશ્ર. ઇંધન થોડું હોય પૃથ્વી ઘણી હોય તો ત્રણ પ્રહર સુધી મિશ્ર. બન્ને સરખા હોય તો બે પ્રહર સુધી મિશ્ર.
અચિત્ત પૃથ્વીકાય-શીતશસ્ત્ર, ઉષ્ણશસ્ત્ર, તેલ, ક્ષાર, બકરીની લીંડી, અગ્નિ, લવણ, કાંજી, ઘી આદિથી હણાયેલ પૃથ્વી અચિત્ત થાય છે.
અચિત્ત પૃથ્વીકાયનો ઉપયોગ-લૂતા સ્ફોટથી થયેલા દાહને શમાવવા માટે શેક કરવા, સર્પદંશ ઉપર શેક કરવા માટે (દંશ કે ઝેર ચડ્યું હોય ત્યાં અચિત્ત માટીનો પાટો બંધાય છે.) અચિત્ત મીઠાનો તેમજ બીમારી આદિમાં અને કાઉસ્સગ્ન કરવા માટે, બેસવા, ઊઠવા, ચાલવા વગેરે કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે.
૨ – અપૂકાય પિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત.. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત-વનોદધિ આદિ, કરાં, દ્રહ-સમુદ્રનો મધ્ય ભાગ આદિનું પાણી.
વ્યવહારથી સચિત્ત-કૂવા, તળાવ, વરસાદ આદિનું પાણી. મિશ્ર અપકાય-બરાબર નહિ ઉકળેલું પાણી, જ્યાં સુધી ત્રણ ઉકાળા આવે નહિ ત્યાં સુધી મિશ્ર. વરસાદનું પાણી પ્રથમવાર ભૂમિ ઉપર પડતાં મિશ્ર હોય છે.
અચિત્ત અકાય-ત્રણ ઉકાળા આવેલું પાણી તથા બીજાં શસ્ત્ર આદિથી હણાયેલું પાણી અચિત્ત થઈ જાય છે.
અચિત્ત અપકાયનો ઉપયોગ-શેક કરવો, તૃષા છિપાવવી, હાથ, પગ, વસ્ત્ર, પાત્ર આદિ ધોવાં વગેરેમાં ઉપયોગ થાય છે. ૩ – અગ્નિકાય પિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત-ઇંટના નિભાડાના મધ્ય ભાગનો તથા વિજળી વગેરેનો અગ્નિ .
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૧૬
વ્યવહારથી સચિત્ત-અંગારા આદિનો અગ્નિ. મિશ્ર અગ્નિકાય-તણખા, મુર્મુરાદિનો અગ્નિ.
અચિત્ત અગ્નિ-ભાત, કુર, શાક, ઓસામણ, ઉકાળેલું પાણી આદિ અગ્નિથી પરિપક્વ થયેલ.
અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ-ઇંટના ટુકડા, રાખ, અસ્ત્રા આદિનો ઉપયોગ કરાય છે તથા આહાર પાણી આદિનો વાપરવામાં ઉપયોગ કરાય છે.
અગ્નિકાયના શરીરો બે પ્રકારનાં હોય છે. બધેલક અને મુશ્કેલક. બદ્ધલક-એટલે અગ્નિ સાથે સંબંધિત હોય તેવાં. મુલક-અગ્નિરૂપ બનીને છૂટાં પડી ગયાં હોય તેવાં.
આહાર આદિ મુશ્કેલક અગ્નિકાય કહેવાય છે અને તેનો ઉપયોગ વાપરવામાં થાય છે.
૪ – વાયુકાયપિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે. નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત-રત્નપ્રભાદિ પૃથ્વીઓની નીચે વલયાકારે રહેલો ઘનવાત, તનવાત, અતિ ઠંડીમાં જે વાયુ વાય તે, અતિ દુર્દિનમાં વાતો વાયુ આદિ.
વ્યવહારથી સચિત્ત-પૂર્વ આદિ દિશાનો પવન, અતિ ઠંડી અને અતિ દુર્દિન સિવાયનો વાતો વાયુ. મિશ્ર-દત્તિ આદિમાં ભરેલો વાયુ અમુક ટાઇમ પછી મિશ્ર. અચિત્ત-પાંચ પ્રકારે. 1 આક્રાંત-કાદવ આદિ દબાવવાથી નીકળતો વાયુ. 2 ધંત-મસક આદિનો વાયુ. 3 પાલિત-ધમણ આદિનો વાયુ. 4 શરીર અનુગત-શ્વાસોશ્વાસ-શરીરમાં રહેલો વાયુ. 5 મિશ્ર-અમુક ટાઇમ સુધી મિશ્ર પછી સચિત્ત.
અચિત્ત વાયુકાયનો ઉપયોગ-અચિત્ત વાયુ ભરેલી મસક તરવાના કામમાં લેવાય છે તથા ગ્લાન આદિના ઉપયોગમાં લેવાય.
અચિત્ત વાયુ ક્યાં સુધી રહે ? અચિત્ત વાયુ ભરેલી મસક ક્ષેત્રથી સો હાથ
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
સુધી તરે ત્યાં સુધી અચિત્ત, બીજા સો હાથ સુધી એટલે એકસો એકમાં હાથથી બસો હાથ સુધી મિશ્ર, બસો હાથ પછી વાયુ સચિત્ત થઈ જાય છે.
૧૨
સ્નિગ્ધ (ચોમાસું) ઋક્ષ (શિયાળો-ઉનાળો) કાળમાં જધન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અચિત્ત આદિ વાયુ નીચે પ્રમાણે જાણવો.
કાળ
અચિત્ત
ઉત્કૃષ્ટ સ્નિગ્ધકાળ એક પ્રહર સુધી
મધ્યમ સ્નિગ્ધકાળ | બે પ્રહર સુધી
જઘન્ય સ્નિગ્ધકાળ ત્રણ પ્રહર સુધી
જઘન્ય ક્ષકાળ એક દિવસ મધ્યમ લકાળ બે દિવસ ઉત્કૃષ્ટ ઋક્ષકાળ ત્રણ દિવસ
મિશ્ર
ચિત્ત
બીજા પ્રહર સુધી બીજા પ્રહરની શરૂઆતથી
ત્રીજા પ્રહર સુધી ચોથા પ્રહરની શરૂઆતથી
ચાર પ્રહર સુધી | પાંચમાં પ્રહરની
વગેરે.
બીજે દિવસે
ત્રીજે દિવસે
ચોથે દિવસે
શરૂઆતથી
ત્રીજે દિવસે
ચોથે દિવસે
પાંચમે દિવસે
પ્
વનસ્પતિકાયપિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત.
સચિત્ત બે પ્રકારે-નિશ્ચયથી અને વ્યવહારથી.
નિશ્ચયથી સચિત્ત - અનંતકાય વનસ્પતિ.
વ્યવહારથી સચિત્ત-પ્રત્યેક વનસ્પતિ.
મિશ્ર-ચીમળાયેલાં ફળ, પત્ર, પુષ્પ આદિ, ચાળ્યા વગરનો લોટ, ખાંડેલી ડાંગર
અચિત્ત-શસ્ત્ર આદિથી પરિણત થયેલ વનસ્પતિ.
અચિત્ત વનસ્પતિનો ઉપયોગ-સંથારો, કપડાં, ઔષધ આદિમાં ઉપયોગ થાય છે.
૬ બેઇન્દ્રિય પિંડ આ બધા એક સાથે પોતપોતાના
૭ તેઇન્દ્રિય પિંડ સમૂહરૂપ હોય ત્યારે પિંડ કહેવાય
૮ ચઉરિન્દ્રિય પિંડ છે. તે પણ સચિત્ત, મિશ્ર, અને અચિત્ત ત્રણ પ્રકારે હોય છે. અચિત્તનું પ્રયોજન. બેઇન્દ્રિય-ચંદનક, શંખ, છીપ આદિ સ્થાપના ઔષધ વગેરે કાર્યોમાં.
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૧૩
તેઇન્દ્રિય-ઉધેહીની માટી વગેરે.
ચઉરિન્દ્રિય-શરીર આરોગ્ય માટે, ઉલ્ટી વગેરે કાર્યમાં માખીની અઘાર વગેરે. ૯ પંચેન્દ્રિય પિંડ-ચાર પ્રકારે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. નારકીનો વ્યવહાર કોઈ રીતે થઈ શકતો નથી.
તિર્યંચ પંચેન્દ્રિયનો ઉપયોગ – ચામડું, હાડકાં, વાળ, દાંત, નખ, રોમ, શીંગડાં, વિષ્ટા, મૂત્ર આદિનો કારણ પ્રસંગે ઉપયોગ કરાય છે. તથા વસ્ત્ર, દૂધ, દહીં, ઘી આદિનો ઉપયોગ કરાય છે.
મનુષ્યનો ઉપયોગ-સચિત્ત મનુષ્યનો ઉપયોગ દીક્ષા આપવામાં તથા માર્ગ આદિ પૂછવા માટે.
મિશ્ર મનુષ્યનો ઉપયોગ રસ્તો આદિ પૂછવા માટે.
અચિત્ત મનુષ્યની ખોપરી વેશ પરિવર્તન આદિ કરવા માટે કામ પડે તથા ઘસીને ઉપદ્રવ શાંત કરવા માટે.
દેવનો ઉપયોગ-તપસ્વી કે આચાર્ય પોતાનું મૃત્યુ આદિ પૂછવા માટે તથા શુભાશુભ પૂછવા માટે કે સંઘ સંબંધી કોઈ કાર્ય માટે દેવનો ઉપયોગ કરે.
ભાવપિંડ બે પ્રકારે છે-૧ પ્રશસ્ત, ૨ અપ્રશસ્ત.
પ્રશસ્ત એક પ્રકારથી દશ પ્રકાર સુધીનો છે.
અપ્રશસ્ત પણ એક પ્રકારથી દશ પ્રકાર સુધીનો છે. एगविहाइ दसविहो पसत्थओ चेव अपसत्थो अ । संजम' विज्जाचरणे' नाणादितिगं च तिविहो उ ।। ४ ।। नाणं दसणं तव संजमो य "वय पंच छच जाणेज्जा । पिंडेसण पाणेसण उग्गहपडिमा य पिंडम्मि ।। ५ ।। पवयणामाया' नव बंभ' गुत्तिओ तह य " समणधम्मो य । एस सतत्थो पिंडो भणिओ कम्मट्ठमहणेहिं ।। ६ ।। अपसत्थोय असं जम अन्नाणं अविरई यमिच्छत्तं । જોહા યાસવળાવાદ -મ્મમુત્તી' ગઠ્ઠો ?° હૈં ।। ૭ ।। (પિં. નિ. ૬૦, ૬૧, ૬૨, ૬૩.)
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
પ્રશસ્ત ભાવપિંડ :
એક પ્રકાર તે સંયમ. બે પ્રકાર તે જ્ઞાન અને ચારિત્ર. ત્રણ પ્રકાર તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ચાર પ્રકાર તે જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપ.
પાંચ પ્રકાર તે 2-પ્રાણાતિપાત વિરમણ, ૨-મૃષાવાદ વિરમણ, ૩-અદત્તાદાના વિરમણ, ૪-મૈથુન વિરમણ અને પ-પરિગ્રહ વિરમણ.
છ પ્રકાર તે ઉપર મુજબ પાંચ અને ૬-રાત્રિ ભોજન વિરમણ. સાત પ્રકાર તે સાત પિંડેષણા, સાત પારૈષણા, સાત અવગ્રહ પ્રતિમા.
આમાં સાત પિડેષણા તે સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલેપ, અવગૃહીત, પ્રગૃહીત, 1. સંસૃષ્ટ-હાથ અને પાત્ર ખરડાયેલું, 2. અસંસૃષ્ટ-હાથ અને પાત્ર નહિ ખરડાયેલું, 3. ઉદ્ભૂત-તપેલી આદિમાં કાઢેલું, 4. અલ્પલેપ શેકેલા ચણા વગેરે 5. અવગૃહીત-ભોજન માટે લીધેલું, 6. પ્રગહિત-હાથમાં કોળિયો લીધેલો, 7. ઉઝિતધર્મ-નાખી દેવા જેવી.
સાત પારૈષણા તે ઉપર મુજબ પણ અલ્પલેપને બદલે નિર્લેપ-(ઓસામણ કાંજી આદિ).
સાત અવગ્રહ પ્રતિમા તે-વસતિ સંબંધી ગ્રહણ કરવામાં જુદા જુદા અભિગ્રહ રાખે છે. જેમકે-1 “આવા પ્રકારનો ઉપાશ્રય ગ્રહણ કરીશ.” આ પ્રમાણે પહેલાં વિચાર કરીને તેવા પ્રકારનો ઉપાશ્રય યાચીને ઊતરે તે. (આ સામાન્ય અભિગ્રહ બધાને માટે જિનકલ્પી તથા સ્થવિરકલ્પી માટે.)
2 હું બીજાને માટે વસતિ માગીશ અને બીજાએ ગ્રહણ કરેલી વસતિમાં હું રહીશ. (આ ગચ્છાન્તર્ગત સાંભોગિકો આદિનો છે.)
3 હું બીજાને માટે વસતિ માગીશ. પણ બીજાએ માગેલી વસતિમાં હું રહીશ નહિ. (આ વાચનાની ઇચ્છાવાળા યથાલન્ટિકોનો અભિગ્રહ છે.)
4 હું બીજાને માટે અવગ્રહ માગીશ નહિ પરંતુ બીજાના અવગ્રહમાં રહીશ. (આ જિનકલ્પીની તુલના કરનાર અને ઉઘુક્ત વિહારી આદિ માટે છે.)
5 હું મારા માટે અવગ્રહ માગીશ પણ બીજાને માટે નહિ માગું. (જિનકલ્પી આદિ માટે)
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
6 હું જેની પાસેથી અવગ્રહ માગીશ તેના ત્યાંનું જ સંસ્તારક ગ્રહણ કરીશ, નહિતર ઊભા ઊભા અથવા ઉત્કટુક આસને રહીશ. (જિનકલ્પીકાદિ માટે)
7 ઉપરની છઠ્ઠી પ્રમાણે જ, વિશેષમાં શિલાદિ જે પ્રમાણે સંસ્તારક હશે તેનો તે જ પ્રમાણે ઉપયોગ કરીશ, બીજો નહિ.
૧૫
4-5-6-7 આ ચાર પ્રકારના અભિગ્રહો જિનકલ્પી મુનિવરોને હોય છે. સ્થવિરકલ્પીને તો પહેલા ત્રણ અભિગ્રહો હોય છે. આઠ પ્રકાર તે આઠ પ્રવચન માતા. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ.
નવ પ્રકારે તે-નવ બ્રહ્મચર્યની વાડ.
દસ પ્રકારે તે-ક્ષમા આદિ દશ પ્રકારનો યતિધર્મ.
આ દશ પ્રકારનો પ્રશસ્ત ભાવપિંડ શ્રી તીર્થંકર ભગવંતોએ કહેલો છે.
અપ્રશસ્ત ભાવપિંડ
એક પ્રકાર તે અસંયમ (વિરતિના અભાવરૂપ)
બે પ્રકારે તે-અજ્ઞાન અને અવિરતિ.
ત્રણ પ્રકારે તે-મિથ્યાત્ત્વ, અજ્ઞાન અને અવિરતિ.
ચાર પ્રકારે તે-ક્રોધ, માન, માયા અને લોભ.
પાંચ પ્રકારે તે-પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ. છ પ્રકારે તે–પૃથ્વીકાય-અપકાય-તેઉકાય-વાયુકાય વનસ્પતિકાય અને ત્રણકાયની વિરાધના.
સાત પ્રકારે તે-આયુષ્ય સિવાય સાત કર્મોનાં બંધના કારણભૂત અધ્યવસાયો. આઠ પ્રકારે તે-આઠે કર્મોના બંધના કારણભૂત અધ્યવસાયો.
નવ પ્રકારે તે-બ્રહ્મચર્યની નવ ગુપ્તિનું પાલન ન કરવું તે.
દશ પ્રકારે તે-ક્ષમા આદિ દશ યતિધર્મનું પાલન ન કરવું તે. અધર્માચરણ કરવું.
3
અપ્રશસ્ત અને પ્રશસ્ત ભાવપિંડનું લક્ષણ
बज्झइ य जेण कम्भं सो सव्वो होइ अप्पसत्थो उ ।
મુØક્ ય નેળ સો ૩ળ પક્ષથો નરિ વિન્નેને ।।૮।। (પિં. ન. ૬૪)
જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મો (દીર્ઘસ્થિતિવાળાં, સંસા૨ને
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
વધારનારાં અને કટુવિપાકવાળાં) બંધાય તે અપ્રશસ્ત ભાવપિંડ કહેવાય અને જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય થાય આત્મા કર્મોથી મૂકાય મુક્ત થતો જાય તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો.
૧૩
અહીં એકાદિ પ્રકારોને પિંડ શી રીતે કહેવાય ? આ શંકાના સમાધાનમાં સમજવું કે તે તે પ્રકારને આશ્રયીને તેના અવિભાગ્ય અંશસમૂહને પિંડ કહેવામાં આવે છે અથવા આ બધાથી પરિણામભાવે જીવને શુભાશુભ કર્મપિંડ બંધાતો હોવાથી તે ભાવપિંડ કહેવાય છે.
અહીં આપણે પ્રશસ્ત ભાવપિંડ અને શુદ્ધ અચિત્ત દ્રવ્યપિંડથી કાર્ય છે, કારણ કે મોક્ષના અર્થી જીવોને આઠ પ્રકારની કર્મરૂપ બેડીઓ તોડવા માટે પ્રશસ્ત ભાવપિંડ જરૂરી છે. તેમાં અચિત્ત દ્રવ્યપિંડ એને સહાયક બને છે, તેથી એ વિશેષ જરૂરી છે. એ માટે કહે છે.
निव्वाणं खलु क नाणाइतिगं च कारणं तस्स ।
નિવ્વાળારળાનું ચ ારાં દોડ઼ આહારો ।। o ।। (પિં. નિ. ૬૯)
મુમુક્ષુઓને જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય માત્ર મોક્ષ જ છે, તે મોક્ષનું કારણ સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે અને તે મોક્ષના કારણરૂપ દર્શન જ્ઞાન અને ચારિત્રનું કારણ શુદ્ધ આહાર છે.
આહાર વગર ચારિત્રશરીર ટકી શકે નહિ.
ઉદ્ગમાદિ દોષવાળો આહાર ચારિત્રનો નાશ કરનાર છે.
શુદ્ધ આહાર મોક્ષના કારણરૂપ બને છે.
જેમ તંતુ (સૂત૨) વસ્ત્રનું કારણ છે અને તંતુનું કારણ રૂ છે, એટલે રૂમાંથી સૂતર બને છે અને સૂત૨થી વસ્ત્ર વણાય છે, તેમ શુદ્ધ આહારથી દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિ થાય અને દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિથી જીવનો મોક્ષ થાય.
આ માટે સાધુએ ઉદ્ગમ ઉત્પાદનાદિ દોષથી રહિત આહાર ગ્રહણ કરવો જોઈએ, તેમાં ઉદ્દગમના સોળ દોષો છે. તે આ પ્રમાણે -
आहाकम्मुद्दे 'सि' पूईकम्मे ३ य मीसजाए य ।
ठवणा' पाहुडियाए" पाओअर" कीय' पामि' ।। १० ।।
परियट्टिए" अभिहडे" उब्मिन्ने? मालोहडे" इअ ।
*
સચ્છિને મળસફ઼ેશ્ય ગાોય ય સોસમે ।। ।। (પિં. વિ. ૪)
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૧-આધાકર્મ-સાધુને માટે જ જે આહાર આદિ કરવામાં આવ્યો હોય તે. ૨-ઉદ્દેશિક-સાધુ વગેરે બધા ભિક્ષાચરોને ઉદ્દેશીને આહાર આદિ કરવામાં આવેલ હોય તે.
૧૭
૩ પૂતિકર્મ-શુદ્ધ આહારની સાથે અશુદ્ધ આહાર ભેગો કરવામાં આવ્યો હોય તે.
૪ મિશ્ર-શરૂઆતથી ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે તૈયાર કરવામાં આવ્યો હોય તે.
૫ સ્થાપના-સાધુને માટે આહારાદિ રાખી મૂકવા તે.
૬ પ્રાકૃતિકા-સાધુને વહોરાવવાનો લાભ મળે તે હેતુથી લગ્ન વગેરે પ્રસંગ વહેલા કે મોડાં કરવાં તે.
૭ પ્રાદુષ્કરણ-સાધુને વહોરાવવા માટે અંધારું દૂર કરવા બારી, બારણાં કરવાં અથવા વીજળી, દીવા વગેરેનો પ્રકાશ કરવો તે.
૮ ક્રીત-સાધુને વહોરાવવા માટે વેચાતુ લેવું તે.
૯ પ્રામિત્ય-સાધુને વહોરાવવા માટે ઉધારે લાવવું તે.
૧૦ પરિવર્તિત-સાધુને વહોરાવવા માટે વસ્તુનો અદલો બદલો કરવો તે.
૧૧ અભ્યાહૂત-સાધુને વહોરાવવા માટે સામે લઈ જવું તે.
૧૨ ઉભિન્ન-સાધુને વહોરાવવા માટે માટી વગેરે સીલ લગાવેલી હોય તે તોડીને આપવું તે.
૧૩ માલાહત-ભોંયરું કે માળ ઉપરથી લાવીને આપવું તે.
૧૪ આછેદ્ય-પુત્ર, નોકર આદિ પાસેથી બળજબરીથી ઝૂંટવી લઈને આપવું તે. ૧૫ અનિસૃષ્ટ-ઘણાની માલિકીની વસ્તુ બીજાની રજા વગર એક જણે આપવી તે.
૧૫ અધ્યવપૂરક-પોતાના માટે રસોઈની શરૂઆત કર્યા પછી, સાધુને માટે તેમાં અધિક નાંખેલું આપવું તે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૮
૧. આધાકર્મ દોષ આધાકર્મના દ્વારો - ૧ આધાકર્મના એકાર્થિક નામો, ૨ કોના માટે કરેલું આધાકર્મ થાય ? ૩ આધાકર્મનું સ્વરૂપ. ૪ પરપક્ષ (ગૃહસ્થ), સ્વપક્ષ (સાધુ-સાધ્વી) સ્વપક્ષમાં અતિચાર આદિ પ્રકારો. ૧ આધાકર્મનાં એક અર્થવાળાં નામો ૨ આધાકર્મ, ૨ અધઃકર્મ ૩ આત્મન અને ૪ આત્મકર્મ.
૨ આધાકર્મ-એટલે “સાધુને હું આપીશ” આવો સંકલ્પ મનમાં રાખીને તેમને માટે છ કાય જીવની વિરાધના જેમાં થાય તેવી આહાર આદિ તૈયાર કરવાની જે ક્રિયા.
૨ અધ:કર્મ-એટલે આધાકર્મ દોષવાળો આહાર ગ્રહણ કરનાર સાધુને સંયમથી નીચે લઈ જાય, શુભ લેશ્યાથી નીચે પાડે અથવા નરકગતિમાં લઈ જાય માટે અધ:કર્મ. ૩ આત્મબ-એટલે સાધુના ચારિત્રરૂપી આત્માનો નાશ કરનાર. ૪ આત્મકર્મ-અશુભ કર્મનો બંધ કરાવનાર.
આધાકર્મ આહાર ગ્રહણ કરવાથી જો કે સાધુ પોતે છકાય જીવનો વધ નથી કરતો, પરંતુ તેવો આહાર ગ્રહણ કરવાથી અનુમોદના દ્વારા છકાય જીવના
Page #40
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
૧૯
વધના પાપનો ભાગીદાર બને છે, કેમકે સાધુ આધાકર્મી આહાર લે એટલે દાતાર ગૃહસ્થ તેવો આહાર વારંવાર બનાવે, તેથી છકાય જીવની વિરાધનાનો કર્તા પરમાર્થ રીતિએ સાધુ પોતે બને છે. તેથી તે પાપ લાગવાથી સાધુ સંયમથી ભ્રષ્ટ થાય છે અને નરક આદિ દુર્ગતિમાં જાય છે. આથી આધાકર્મનું બીજું નામ “અધ:કર્મ' પણ કહેવાય છે.
વળી સાધુનો આત્મા જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ છે એટલે સાધુના નિમિત્તે જીવની વિરાધનાના યોગે સાધુનો સંયમરૂપી આત્મા હણાય છે, તેથી આઘાકર્મનું ત્રીજું નામ “આત્મદન” પણ કહેવાય છે.
આધાકર્મ આહાર જાણીને ગ્રહણ કરવાથી જ્ઞાનાવરણાદિ આઠ કર્મો અશુભ બાંધે છે. આથી આધાકર્મનું ચોથું નામ “આત્મકર્મ” પણ કહેવાય છે.
જો કે આગામી ભવનું આયુષ્ય જિદંગીમાં એક જ વાર બંધાય છે. આધાકર્મવાળો આહાર ગ્રહણ કરવાથી નરકગતિનું યે આયુષ્ય બાંધે. નરકગતિનું આયુષ્ય બંધાવાથી બાકીના સાત કર્મો પણ નરકગતિને યોગ્ય કરે, તેથી આઠ પ્રકારના કર્મનો બંધક થાય છે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે:_ "आहाकम्मं भुंजमाणे समणे निग्गंथे किं बंधइ किं पकरेइ किं चिणाइ किं चवचिणाइ ? गोयमा ! आहाकम्मं भुंजमाणे आउयवजाओ सत्तकम्मपयडीओ सिठिलबंधणबंधाओ धणियबंधणबद्धाओ पकरेइ, हस्सकालठिईयाओ दीहकालठिईयाओ पकरेइ, मंदाणुभावाओ तिव्वाणुभावाओ पकरेइ, अप्पपएसग्गाओ बहुपएसग्गाओ पकरेइ, आउयं च णं कम्मं सिय बंधइ सिय नो बंधइ, असायावेयणिज्जं च कम्म भुजो उवचिणेइ, अणाइयं च अणवयग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं अणुपरियट्टइ ।
से केणटेणं भंते एवं वुचइ आहाकम्मं भुंजमाणे जाव अणुपरियट्टइ ? । गोयमा ! आहाकम्मं भुंजमाणे आयाए धम्मं अइकम्मइ आयाए धम्म अइक्कमणाणे पुढविकायं नावकंखइ ५ जाव तसकायं नावकंखइ । जेसि पि य णं जीवाणं सरीराइं आहारमाहारेइ ते वि जीवे नावकंखइ, से तेणटेणं गोयमा एवं वुञ्चइ आहाकम्मं भुंजमाणे जाव अणुपरियट्टइति ।।" | શ્રી ગૌતમસ્વામીજી શ્રી મહાવીરસ્વામી ભગવંતને પૂછે છે કે “હે ભગવન્ ! આધાકર્મ દોષવાળો આહાર વાપરનાર શ્રમણ, નિગ્રંથ (સાધુ) શું બાંધે ? શું કરે ? શું ભેગું કરે ? શું એકઠું કરે ?”
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
શ્રી મહાવીરસ્વામીજી ભગવંત જવાબ આપતા કહે છે કે “હે ગૌતમ ! આધાકર્મ આહાર વાપરનાર (સાધુ) આયુષ્ય સિવાય સાતે કર્મની પ્રકૃતિઓ જે ઢીલા બંધનવાળી હોય તે ગાઢ બંધવાળી કરે, ઓછા કાલવાળી હોય તે લાંબા કાલવાળી કરે, મંદરસવાળી હોય તે તીવ્રરસવાળી કરે, અલ્પ પ્રદેશવાળી હોય તે ઘણાં પ્રદેશવાળી કરે છે. આયુષ્ય કર્મ કદાચ તે વખતે બાંધે અગર ન પણ બાંધે, અશાતા વેદનીયકર્મ વારંવાર ઉપાર્જન કરે, અનાદિ અનંત એવા ચારગતિરૂપ અટવીમાં વારંવાર પરિભ્રમણ કરે છે.
પ્રશ્ન-હે ભગવન ! આપ એમ કેમ કહો છો કે “આધાકર્મ આહાર કરનાર યાવત્ સંસારમાં પરિભ્રમણ કરે છે ?”
ઉત્તર-હે ગૌતમ ! આધાકર્મ આહાર વાપરનાર, આત્માનો ધર્મ-ચારિત્રધર્મ અથવા શ્રુતધર્મને ચૂકી જાય છે અર્થાત્ ચારિત્રધર્મને આચરતો નથી તેથી પૃથ્વીકાય, અપુકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય જીવોની દયા કરતો નથી તથા જે કોઈ જીવોના શરીરનો આહાર કરે છે, તે જીવોની પણ દયા કરતો નથી. તેથી હે ગૌતમ ! આધાકર્મ આહાર વાપરનાર યાવત્ ચારગતિરૂપ સંસાર-અટવીમાં વારંવાર ભમે છે. એમ કહું છું.
આધાકર્મી આહાર સંયમસ્થાનોની શ્રેણીને તથા શુભ લેશ્યા વગેરેને હણે છે તે બતાવે છે
संजमठाणाणं कंडगाणं लेसाठिईविसेसाणं ।
ભાવં પદે રે તીં તે માટે |૨૨ || (પિં. નિ. ૯૯) સંયમસ્થાનો-કંડકો-સંયમશ્રેણી, વેશ્યા તથા શાતાવેદનીયાદિરૂપ શુભ પ્રકૃતિમાં વિશુદ્ધ વિશુદ્ધ સ્થાનમાં રહેલા સાધુને આધાકર્મી આહાર જે કારણથી નીચા નીચા સ્થાને લઈ જાય છે, તે કારણથી તે અધ:કર્મ કહેવાય છે.
સંયમસ્થાનનું સ્વરૂપ દેશવિરતિરૂપ પાંચમાં ગુણસ્થાને રહેલા સર્વઉત્કૃષ્ટ વિશુદ્ધ સ્થાનવાળા જીવ કરતાં સર્વવિરતિરૂપ છઠ્ઠા ગુણસ્થાને રહેલા સૌથી જઘન્ય વિશુદ્ધિ સ્થાનવાળા જીવની વિશુદ્ધિ અનંતગુણ અધિક છે. અર્થાત્ નીચામાં નીચા વિશુદ્ધિ સ્થાને રહેલો સાધુ, ઊંચામાં ઊંચા વિશુદ્ધિ સ્થાને રહેલા શ્રાવક કરતાં અનંતગુણ અધિક છે.
જઘન્ય એવા તે સર્વવિરતિનાં વિશુદ્ધિ સ્થાનને કેવળજ્ઞાનીની દૃષ્ટિએ-બુદ્ધિથી વિભાગ કરવામાં આવે અને જેનો બીજો ભાગ ન થઈ શકે તેવા અવિભાજ્ય ભાગ
Page #42
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
કરવામાં આવે તેવા ભાગોની સર્વ સંખ્યાનો વિચાર કરવામાં આવે તો, દેશવિરતિના સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનના જે એવા અવિભાજ્ય ભાગો હોય તેની સર્વ સંખ્યાને સર્વ જીવોની જે અનંત સંખ્યા છે, તેના અનંતમાં ભાગે જે સંખ્યા આવે તે સંખ્યાથી ગુણીએ અને જેટલી સંખ્યા થાય તેટલા ભાગો સર્વવિરતિના સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનમાં હોય છે.
બુદ્ધિ-(અસત્ કલ્પના)થી ધારો કે “દેશવિરતિના સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનમાં ભાગ ન થઈ શકે તેવા ૧0000 (દશ હજાર) ભાગો છે, તેને સર્વ જીવની અનંત સંખ્યા ધારો કે ૧૦૦ (સો) છે. તેનાથી ગુણતાં એટલે ૧OOOOK૧૦૦ 1000000 (દશ લાખ) થયા. એટલે સર્વવિરતિના જઘન્ય વિશુદ્ધિ સંયમ સ્થાનમાં દશ લાખ અવિભાજ્ય અંશો રહ્યાં છે.
સર્વવિરતિ ગુણસ્થાનના આ સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનથી બીજું અનંત ભાગ વૃદ્ધિવાળું હોય છે. (સર્વ જીવોની સંખ્યાના અનંતમાં ભાગ પ્રમાણ સંખ્યા ઉમેરતાં જેટલી સંખ્યા થાય તે અનંતભાગ વૃદ્ધિ કહેવાય.) એટલે પહેલાં સંયમસ્થાનમાં અનંતભાગ વૃદ્ધિ કરીએ એટલે બીજું સંયમસ્થાન આવે, તેમાં અનંતભાગ વૃદ્ધિ કરતાં જે આવે તે ત્રીજું સંયમસ્થાન, તેમાં અનંતભાગ વૃદ્ધિ કરતાં જે આવે તે ચોથું. સંયમસ્થાન, આ પ્રમાણે અનંતભાગ અનંત ભાગ વૃદ્ધિ ત્યાં સુધી કરવી કે
જ્યાં સુધી એ સ્થાનોની સંખ્યા એક અંગુલના અસંખ્યાતભાગમાં રહેલા પ્રદેશની સંખ્યા જેટલી થાય. અંગુલના અસંખ્યાતભાગ પ્રમાણ આકાશ પ્રદેશમાં રહેલા પ્રદેશોની સંખ્યા જેટલાં સંયમ સ્થાનોને, શાસ્ત્રની પરિભાષામાં એક કંડક કહેવાય છે. એક કંડકમાં અસંખ્યાતા સંયમસ્થાનોનો સમૂહ હોય છે.
આ પ્રમાણે થયેલા પ્રથમ કંડકના છેલ્લા સંયમસ્થાનમાં જેટલા અવિભાજ્ય અંશો છે તેમાં અસંખ્યભાગ વૃદ્ધિ કરતાં જે સંખ્યા થાય તેટલી સંખ્યાનું બીજા કંડકનું પહેલું સ્થાન બને છે.
* ૧ અનંતભાગ વૃદ્ધિ-એટલે સર્વ જીવોની અંત સંખ્યાથી ભાગાકાર કરતાં જે અનંતભાગ
સંખ્યા આવે તે વિવક્ષિત સંખ્યામાં ઉમેરવી. ૨ અસંખ્યભાગ વૃદ્ધિ-એટલે અસંખ્ય લોકાકાશ પ્રદેશોની સંખ્યાએ ભાગાકાર કરતાં જે સંખ્યા
આવે તે વિવક્ષિત સંખ્યામાં ઉમેરવી. ૩ સંખ્યાતભાગ વૃદ્ધિ-એટલે ઉત્કૃષ્ટ સંખ્યાની સંખ્યાએ ભાગાકાર કરતાં જે સંખ્યા આવે તે વિવણિત સંખ્યામાં ઉમેરવી.
જ્યાં અનંત ગુણ, અસંખ્ય ગુણ, સંખ્યાત ગુણ આવે ત્યાં ભાગાકારને બદલે ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તે સંખ્યા વિવક્ષિત સંખ્યામાં ઉમેરવી (આ ષ સ્થાન કહેવાય છે.)
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
ત્યાર બાદ તેનાથી બીજું સ્થાન અનંતભાગ અધિક કરતાં આવે એમ અનંતભાગ અધિક અનંતભાગ અધિકની વૃદ્ધિ કરતાં આખુ કંડક થાય, તે પછી અસંખ્યભાગ અધિક ઉમેરતાં બીજા કંડકનું બીજું સ્થાન આવે. તેના પછી પાછું અનુક્રમે અનંતભાગ વૃદ્ધિનું એક કંડક, પછી અસંખ્યાત ભાગ વૃદ્ધિનું ત્રીજું સ્થાન. આ રીતે એક કંડકાન્તરિત અસંખ્યાતભાગ વૃદ્ધિવાળા સંયમસ્થાનો એક કંડક પ્રમાણ બને તે પછી, સંખ્યાતભાગ અધિક વૃદ્ધિ કરતાં સંખ્યાત ભાગ અધિકનું પહેલું સંયમસ્થાન આવે.
ત્યાર પછી અનંતભાગ અધિક એક કંડક પ્રમાણ કરતા એક એક અસંખ્યભાગ અધિકનું સંયમસ્થાન આવે, તે પણ કંડક પ્રમાણ થાય એટલે સંખ્યાતભાગ અધિકનું બીજું સંયમસ્થાન આવે. તેમ ક્રમેક્રમે વચમાં અનંતભાગ અધિક કંડકો તેની વચ્ચે અસંખ્યાતભાગ અધિક સ્થાનો આવતા જાય. જ્યારે સંખ્યાતભાગ અધિક સંયમસ્થાનોની સંખ્યા પણ કંડક પ્રમાણ થાય. તે પછી સંખ્યાતગુણ અધિક પહેલું સંયમસ્થાન આવે ત્યાર પછી કંડક સંખ્યા પ્રમાણ અનંતભાગ વૃદ્ધિવાળા સંયમસ્થાનો આવે, ત્યાર પછી એક અસંખ્યભાગ વૃદ્ધિવાળા સંયમ સ્થાન આવે, એમ અનંતભાગ અધિક કંડકોની વચ્ચે વચ્ચે અસંખ્યાતભાગ અધિકવાળા કંડક પ્રમાણ થાય.
તે પછી પૂર્વના ક્રમે સંખ્યાતભાગ અધિક સંયમસ્થાનોનું કંડક કરવું. તે કંડક પૂરું થયા પછી બીજું સંખ્યાતગુણ અધિકનું સંયમસ્થાન આવે. ત્યાર બાદ અનંતભાગ અધિક સંયમસ્થાનો કંડક પ્રમાણ, તેની વચ્ચે વચ્ચે અસંખ્યાતભાગ અધિક સંયમસ્થાનો કંડક પ્રમાણ, તે બેની વચ્ચે વચ્ચે સંખ્યામભાગ અધિક સંયમસ્થાન આવે તે પણ કંડક પ્રમાણ થાય, ત્યારે પછી અસંખ્ય ગુણ અધિકનું પહેલું સંયમસ્થાન આવે.
ત્યાર બાદ પૂર્વક્રમથી કંડક પ્રમાણ અનંતભાગ અધિક સંયમસ્થાનો તથા અનંતભાગ અધિક સંયમસ્થાનોની વચ્ચે વચ્ચે કંડક પ્રમાણ અસંખ્યાતભાગ અધિક સંયમસ્થાનો આવે, તે પછી બન્નેની વચ્ચે વચ્ચે કંડક પ્રમાણ સંખ્યાતભાગ અધિક સંયમ- સ્થાનો આવે, તે પછી ત્રણેની વચ્ચે વચ્ચે કંડક પ્રમાણ સંખ્યાત ગુણ અધિક સંયમસ્થાનો આવે, તે પછી અસંખ્યાતગુણ અધિકનું બીજું સંયમસ્થાન આવે. આ જ ક્રમે ચારેથી અંતરિત થયેલું અસંખ્યગુણ અધિકના સંયમસ્થાનો કંડક પ્રમાણ કરવાં. તે પછી અનંતગુણ અધિકનું પહેલું સંયમસ્થાન આવે.
Page #44
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
૨૩
ત્યારબાદ પાંચે વૃદ્ધિના સંયમસ્થાનો આવે, એટલે પ્રથમની જેમ અનંતભાગ અધિક કંડક પ્રમાણ સંયમ સ્થાનો આવે. તે પછી એક અસંખ્યાતભાગ અધિકનું સંયમસ્થાન આવે, તે જ રીતે અનંતભાગ અંતરિત અસંખ્યાતભાગ અધિકનું કંડક પ્રમાણ થાય, તે પછી એના આંતરાવાળું સંખ્યાતભાગ અધિકનું કડુંક પ્રમાણ થાય, તે પછી ત્રણના આંતરાવાળુ સંખ્યાતગુણ અધિકનું કંડક પ્રમાણ થાય, તે પછી ચારેના આંતરાવાળું અસંખ્યાત ગુણ અધિકનું કંડક પ્રમાણ થાય. તે પછી અનંતગુણ અધિકનું બીજું સંયમસ્થાન આવે.
આ ક્રમ પ્રમાણે અનંતગુણ અધિકના સ્થાનો પણ કંડક પ્રમાણ કરવાં. તે પછી ઉપર પ્રમાણે અનંતભાગ અધિકનું સંયમસ્થાન તેની વચ્ચે વચ્ચે અસંખ્યભાગ અધિકનું, તે પછી બન્ને વચ્ચે વચ્ચે સંખ્યાતભાગ અધિકનું, તે પછી ત્રણના આંતરાવાળુ સંખ્યાતગુણ અધિકનું અને તે પછી ચારના આંતરાવાળું અસંખ્યાતગુણ અધિકનું કંડક કરવું. એટલે પત્યું સ્થાનક પરિપૂર્ણ થાય. આવા અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ ષ સ્થાનકો સંયમ શ્રેણીમાં બને છે.
આ પ્રમાણે સંયમશ્રેણીનું સ્વરૂપ શાસ્ત્રમાં જણાવેલું છે.
આધાકર્મી આહાર ગ્રહણ કરનાર વિશુદ્ધ સંયમસ્થાનથી નીચે નીચે પડતો હીન હીન ભાવમાં આવતો યાવતુ રત્નપ્રભાદિ નરકાદિનું આયુષ્ય બાંધે છે તથા બાકીના સાત કર્મો પણ અધોગતિને અનુસાર બાંધે છે.
શંકા-આહાર તૈયાર કરતાં છ કાયાદિનો આરંભ ગૃહસ્થ કરે છે, તો તે આરંભ આદિનું જ્ઞાનાવરણાદિ પાપકર્મ સાધુને આહારગ્રહણ કરતાં કેમ લાગે ? કેમકે એકે કરેલું કર્મ બીજામાં સંક્રમ થતું નથી. જો એકે કરેલું કર્મ બીજામાં સંક્રમ થતું હોત તો ક્ષપકશ્રેણી ઉપર ચઢેલા મહાત્મા કૃપાલુ અને સઘળા જગતના જીવોના કર્મોનો નાશ કરવામાં સમર્થ છે; તેથી સઘળાંય પ્રાણીઓના જ્ઞાનાવરણાદિ કર્મોને પોતાની ક્ષપકશ્રેણીમાં સંક્રમાવીને ખપાવી નાખે તો બધાનો એક સાથે મોક્ષ થાય. કહ્યું
'क्षपकश्रेणिपरिगतः स समर्थः सर्वकर्मिणां कर्म । क्षपयितुमेको यदि कर्मसंक्रमः ચાતરવૃતસ્ય ||” “જો બીજાએ કરેલા કર્મોનો સંક્રમ થઈ શકે તો, ક્ષપકશ્રેણીમાં રહેલ એક આત્મા સઘળાં પ્રાણીઓના કર્મને ખપાવી નાખવા સમર્થ છે. પરંતુ આમ બનતું નથી, તેથી બીજાએ કરેલું કર્મ બીજામાં સંક્રમી ન શકે.
સમાધાન-જે સાધુ પ્રમત્ત હોય અને હોશિયાર નથી હોતો તે સાધુ કર્મથી બંધાય
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
છે, પરંતુ જે અપ્રમત્ત અને હોશિયાર હોય છે તે કર્મથી બંધાતો નથી. આધાકર્મી આહાર ગ્રહણ કરવાની ઇચ્છા કરવી તે અશુભ પરિણામ છે. અશુભ પરિણામ થવાથી તે અશુભ કર્મબંધ કરે છે. જે સાધુ આધાકર્મી આહાર ગ્રહણ કરતા નથી, તેમના પરિણામ અશુભ થતા નથી, એટલે તેઓને અશુભ કર્મબંધ થતો નથી. માટે આધાકર્મી આહાર ગ્રહણ કરવાની ઇચ્છા પ્રયત્નપૂર્વક સાધુએ કરવી નહિ.
બીજાએ કરેલું કર્મ પોતાને ત્યારે જ બંધાય કે જ્યારે આધાકર્મી આહાર ગ્રહણ કરે અને ગ્રહણ કરેલો તે આહાર વાપરે. ઉપચારથી અહીં આધાકર્મને આત્મકર્મ કહેવામાં આવ્યું છે. આધાકર્મ દોષનું સ્વરૂપ જણાવ્યું. હવે તેનું વિસ્તારપૂર્વક સ્વરૂપ જણાવેલ છે.
तं पुण जं जस्स जहा जारिसमसणे य तस्स जे दोसा ।
રા ય ન પુછી છUT સુદ્ધી યાદ વોરું પારણા (પિ.વિ.૮) આધાકર્મનું સ્વરૂપ વિસ્તારથી જાણવા માટે દશ દ્વારો છે. ૧. કઈ વસ્તુ આધાકર્મી બને ? ૨. કોના માટે બનાવેલું આધાકર્મી કહેવાય ? ૩. કયા કયા પ્રકારે વાપરવાથી આધાકર્મ કર્મ બંધાય ? ૪. આધાકર્મ કોના જેવું છે ? ૫. આધાકર્મ વાપરવામાં કયા કયા દોષો છે ? ૯. આધાકર્મ આપવામાં કયા કયા દોષો છે ? ૭. આધાકર્મ જાણવા માટે કેવી રીતે પૂછવું ? ૮. ઉપયોગ રાખવા છતાં સાધુને કેવી રીતે આધાકર્મનું ગ્રહણ થાય ? ૯. ગૃહસ્થના છળથી આધાકર્મ ગ્રહણ કરવા છતાં નિર્દોષતા કેવી રીતે ? ૧૦. આધાકર્મના ગ્રહણમાં નિર્દોષતા તથા દોષના સ્વરૂપ અંગે શંકા સમાધાન.
દ્વાર પહેલું કઈ વસ્તુ આધાકર્મી બને ?
असणाइ चउब्भेयं आहाकम्ममिह बिन्ति आहारं ।
પઢમં વિર નરૂનો જીવંત નિષેિ ર દિં ા૨૪ા (પિ. વિ. ૯) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. આ ચાર પ્રકારનો આહાર આધાકર્મી બને છે. આ પ્રમાણે પ્રવચનમાં શ્રી તીર્થકર ભગવંતો કહે છે. કેવા પ્રકારનું આધાકર્મી બને છે ? તો ધાન્યાદિની ઉત્પત્તિથી માંડીને ચારે પ્રકારનો આહાર અચિત્તપ્રાસુક
Page #46
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
૨૫
થાય ત્યાં સુધી જો સાધુનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હોય, તો તે તૈયાર થયેલ આહાર સુધીનું બધું આધાકર્મી કહેવાય છે.
વસ્ત્રાદિ પણ સાધુ નિમિત્તે કરવામાં આવે તો સાધુને તે પણ બધું આધાકર્મીઅકથ્ય બને છે. પરંતુ અહીં પિંડનો અધિકાર હોવાથી અશનાદિ ચાર પ્રકારના આહારનો જ વિષય કહ્યો છે.
અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચારે પ્રકારનો આહાર આધાકર્મી બની શકે છે. તેમાં કૃત અને નિષ્ઠિત એમ ભેદ થાય.
કત-એટલે સાધુને ઉદ્દેશીને તે અશનાદિ કરવાની શરૂઆત કરવી. નિષ્ઠિત-એટલે સાધુને ઉદ્દેશીને તે અશનાદિ પ્રાસુકઅચિત્ત બનાવવું. શંકા-શરૂઆતથી માંડીને અશનાદિ આધાકર્મી કેવી રીતે સંભવે ?
સમાધાન-સાધુને આધાકર્મી કલ્પ નહિ એમ જાણતો હોય કે ન જાણતો હોય તેવો કોઈ ગૃહસ્થ સાધુ ઉપરની અતિ ભક્તિથી કોઈ રીતે તેના જાણવામાં આવે કે “સાધુઓને આવા પ્રકારના આહાર આદિની જરૂર છે.” એટલે તે ગૃહસ્થ તેવા પ્રકારના ધાન્ય વગરે પોતે, અગર બીજા પાસે ખેતરમાં વાવીને તે વસ્તુ તૈયાર કરાવે. તો આ રીતે તૈયાર કરવાથી શરૂઆતથી તે વસ્તુ આધાકર્મી કહેવાય.
દષ્ટાંત સંકુલ નામના એક ગામમાં જિનદત્ત નામનો શ્રાવક રહેતો હતો, તેને જિનમતી નામની પત્ની હતી.
તે સંકુલ ગામમાં કોદ્રાની ઉત્પત્તિ વધારે હોવાથી લોકો ઘરેઘર કોદ્રા ખાતા હતા, તેથી સાધુઓને પણ ગોચરીમાં કોદ્રા વિશેષ મળતા હતા. સાધુઓને રહેવા માટે સ્થાન અને સ્વાધ્યાયભૂમિ સુંદર અને શુદ્ધ હતી. પરંતુ આચાર્ય ભગવંતને યોગ્ય શાલિકર (ચોખા) ગોચરીમાં મળતાં નહિ હોવાથી કોઈ આચાર્ય ત્યાં સ્થિરતા કરતા નહિ.
એક વખત ક્ષેત્રની તપાસ કરવા માટે સાધુ તે ગામમાં આવ્યા, ત્યાં જિનદત્તે તેમને ઊતરવા માટે સુંદર વસતિ આપી. સાધુઓએ બધી તપાસ કરી લીધી, એટલે જિનદત્તે સાધુને પૂછ્યું કે “ભગવદ્ ! આપને ક્ષેત્ર પસંદ પડ્યું ? આચાર્ય ભગવંત અહીં પધારશે ? સાધુએ જે જવાબ આપ્યો તેના ઉપરથી જિનદત્તને લાગ્યું કે આચાર્ય ભગવંત અહીં નહિ પધારે.”
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
જિનદત્ત શ્રાવક વિચારવા લાગ્યા કે ‘આ ગામમાં આચાર્ય ભગવંત નહિ પધા૨વાનું શું કારણ હશે ? કોઈ રીતે કારણ જાણવું જોઈએ.' કારણ જાણવા માટે એક સ૨ળ સાધુને પૂછ્યું તો જાણવા મળ્યું કે ‘આ ક્ષેત્રમાં બધી અનુકૂળતા છે, પરંતુ આચાર્ય ભગવંતને યોગ્ય શાલિકૂર મળતા નહિ હોવાથી તેઓ પધારતા નથી.’
૨૬
કારણ જાણવામાં આવતા જિનદત્તે બીજાને ગામથી શાલિકૂરનાં બી મંગાવ્યાં. ખેતરમાં તે બી વવરાવ્યાં એટલે ઘણા શાલિકૂર તૈયા૨ થયા એટલે મંગાવીને પોતાના ઘરમાં રાખ્યા.
એક વખત સાધુઓ ક્ષેત્રની તપાસ ક૨વા તે ગામમાં આવ્યા. જિનદત્તે વિચાર્યું કે ‘આ સાધુઓને હું શાલિકૂર આપીશ, જેથી તેઓ આચાર્યને પ્રાયોગ્ય વસ્તુ મળતી જાણી આચાર્યને અહીં લાવશે. પરંતુ હું એકલો શાલિકૂર આપું અને બીજા ઘરમાંથી કોદ્રા મળે તો સાધુઓ શાલિકૂર આધાકર્મી જાણીને આચાર્યને અહીં લાવે નહિ.’ માટે સગાસંબંધીઓને ત્યાં શાલિકૂર મોકલાવું અને કહેવરાવું કે ‘સાધુ ભિક્ષા માટે આવે ત્યારે તમારે શાલિકૂર આપવા.’
આ પ્રમાણે વિચાર કરીને સગાસંબંધીઓને ત્યાં શાલિકૂર મોકલાવીને કહેવરાવ્યું કે ‘આ શાલિકૂર રાંધીને તમે પણ ખાજો અને સાધુને પણ આપજો.’
આથી ઘણાં ઘેર શાલિકૂર તૈયાર થયા. સાધુઓ ભિક્ષાએ નીકળ્યાં, ત્યાં બાળકો બોલતા હતા, તેમાં એક બાળકે કહ્યું કે ‘આ સાધુઓને આપવા માટે શાલિકૂર રાંધ્યો છે.' બીજાએ કહ્યું કે ‘મારી બાએ સાધુને શાલિકૂર આપ્યો હતો,' ત્રીજો બોલ્યો કે ‘સાધુના નિમિત્તે અમને પણ આજે શાલિકૂર ખાવા મળશે.' આ પ્રમાણે સાંભળવામાં આવતા સાધુઓ સમજી ગયા કે ‘શાલિકૂર તો આધાકર્મી છે.’ તેથી શાલિકૂર ગ્રહણ કર્યા નહિ. ખૂટતો આહાર બાજુના ગામમાંથી લઈ આવ્યા.
આ રીતે સાધુ માટે શરૂઆતથી આધાકર્મી બને. તે પ્રમાણે પાણી માટે કૂવો વગેરે ખોદાવવાનું પણ બને, ખાદિમ અને સ્વાદિમમાં પણ બને.
અશનાદિ શરૂઆતથી માંડીને જ્યાં સુધી અચિત્ત ન બને ત્યાં સુધી તે ‘ત’ કહેવાય છે અને અચિત્ત બન્યા પછી તે ‘નિષ્ઠિત’ કહેવાય છે.
કૃત અને નિષ્ઠિતમાં ચતુર્થંગી ગૃહસ્થ અને સાધુને ઉદ્દેશીને થાય.
? સાધુને માટે કૃત (શરૂઆત) અને સાધુ માટે નિષ્ઠિત (સમાપ્તિ)
ર સાધુને માટે કૃત (શરૂઆત) અને ગૃહસ્થ માટે નિષ્ઠિત
Page #48
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
૩ ગૃહસ્થ માટે કૃત (શરૂઆત) અને સાધુ માટે નિષ્ઠિત ૪ ગૃહસ્થ માટે કૃત (શરૂઆત) અને ગૃહસ્થ માટે નિષ્ઠિત
આ ચાર ભાંગામાં બીજા અને ચોથા ભાંગામાં તૈયાર થયેલ આહારાદિ સાધુને કલ્પી શકે છે. પહેલો અને ત્રીજો ભાંગો સાધુ માટે અકથ્ય છે.
साहुनिमित्तं ववियाइ ता कडा जाव तंडुला दुछडा ।
તિછડા ૩ નિક્રિયા પરૂ નહટ્સમવં ને પાપા (પિ. વિ. ૧૧) સાધુને ઉદ્દેશીને ડાંગર વાવવી, ક્યારામાં પાણી ભરવું, ઉગ્યા પછી લણવી, ધાન્ય જુદું પાડવું અને ચોખા જુદા પાડવા માટે બે વખત છડે, ત્યાં સુધીનું બધું કૃત કહેવાય. જ્યારે ત્રીજી વાર છડીને ચોખા છૂટા પાડવામાં આવે ત્યારે તે નિષ્ઠિત કહેવાય. આ જ પ્રમાણે પાણી, ખાદિમ અને સ્વાદિમ માટે સમજી લેવું.
ત્રીજી વાર પણ સાધુને નિમિત્તે છડીને તૈયાર કરવામાં આવેલા ચોખા ગૃહસ્થ પોતાના માટે રાંધ્યા હોય તો પણ સાધુને તે ચોખા-ભાત કહ્યું નહિ, એટલે તે આધાકર્મી જ ગણાય. પરંતુ ડાંગર બીજીવાર છડતા સુધી સાધુનો ઉદ્દેશ હોય અને ત્રીજી વાર ગૃહસ્થ પોતાના ઉદ્દેશથી છડ્યા હોય અને પોતાના માટે રાંધ્યા હોય તો તે ભાત સાધુને કલ્પી શકે છે.
જે ડાંગર ત્રીજી વાર સાધુને નિમિત્તે છડીને ચોખા કરેલા હોય, તે ચોખા ગૃહસ્થ પોતાના માટે રાંધ્યા હોય તો તે તૈયાર થયેલા ભાત એક બીજાને આપ્યા, બીજાએ ત્રીજાને આપ્યા, ત્રીજાએ ચોથાને આપ્યા એમ યાવતું એક હજાર સ્થાને આપવામાં આવ્યા હોય ત્યાં સુધી તે ભાત સાધુને કહ્યું નહિ, પરંતુ એક હજાર પછીના સ્થાને ગયા હોય તો તે ભાત સાધુને કલ્પી શકે. કેટલાક આચાર્ય એમ કહે છે કે લાખો ઘેર જાય તો પણ કહ્યું નહિ.
પાણી માટે-સાધુને ઉદ્દેશીને પાણી માટે કુવો ખોદવાની ક્રિયાથી માંડીને છેવટે ત્રણ ઉકાળા થયા પછી જ્યાં સુધી નીચે ઊતરવામાં ન આવે ત્યાં સુધીની ક્રિયાને કત કહેવાય અને નીચે ઉતારવાની ક્રિયાને નિષ્ઠિત કહેવામાં આવે છે.
આથી એમ નક્કી થાય છે કે “સચિત્ત વસ્તુને અચિત્ત બનાવવાની શરૂઆત કર્યા પછી છેવટે અચિત્ત બને ત્યાં સુધી જો સાધુનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હોય તો તે વસ્તુ સાધુને કલ્પી શકતી નથી, પરંતુ જો સાધુને ઉદ્દેશીને શરૂ કર્યા પછી અચિત્ત બનતાં પહેલાં સાધુનો ઉદ્દેશ ફેરવીને ગૃહસ્થ પોતાના માટે વસ્તુ તૈયાર કરે-અચિત્ત કરે તો તે વસ્તુ સાધુને કલ્પી શકે.
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-૫રાગ
વળી અચિત્ત વસ્તુને અગ્નિ વગેરેના આરંભથી સાધુને ઉદ્દેશીને પકવવામાં આવે તો તે વસ્તુ સાધુને કલ્પે નહિ, પરંતુ તે અચિત્ત વસ્તુ પકવવાની શરૂઆત સાધુને ઉદ્દેશીને કરી હોય અને પકાવી, પણ પકાવીને તૈયાર કર્યા પછી ચૂલા ઉપરથી ગૃહસ્થે પોતાના માટે નીચે ઉતારી હોય તો તે વસ્તુ સાધુને કલ્પી શકે. પરંતુ અચિત્ત વસ્તુ ગૃહસ્થે પોતાના માટે પકવવાની શરૂઆત કરી હોય અને પકાવી હોય પણ સાધુ આવવાના કે આવ્યાના સમાચાર જાણી સાધુને વહોરાવવાના નિમિત્તે તે તૈયા૨ થયેલી વસ્તુ ચૂલા ઉપરથી નીચે ઉતારે તો તે વસ્તુ સાધુને કલ્પે નહિ.
૨૮
દ્વાર બીજું
કોના માટે બનાવેલું આધાકર્મી કહેવાય ? साहम्मियस्स पवयणलिंगेहिं कए कयं हवइ कम्मं । પત્તવનુ નિદતિત્થવરટ્ઠાણ પુળ બ્વે ।।૬।। (પિં. વિ. ૧૨) પ્રવચન અને લિંગ-વેષથી જે સાધુનો સાધર્મિક હોય, તેમને માટે બનાવેલી વસ્તુ સાધુને માટે આધાકર્મી દોષવાળી છે, એટલે તે વસ્તુ સાધુને કલ્પે નહિ. પરંતુ પ્રત્યેક બુદ્ધ, નિહ્નવ, તીર્થંકર આદિ માટે બનાવેલ વસ્તુ સાધુને કલ્પે.
સાધર્મિકના પ્રકાર જણાવે છે.
नामं ठवणा दविए खेत्ते काले अ पवयणे लिंगे ।
હંસા નાળ ચરિત્તે અમિત્તે ભાવળાને ય ।।૨૭।। (પિં. નિ. ૧૩૮)
o નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય, ૪ ક્ષેત્ર, ૫ કાલ, ૬ પ્રવચન, ૭ લિંગ, ૮ દર્શન, ૯ જ્ઞાન, ૨૦ ચારિત્ર, ?? અભિગ્રહ, અને ૨૨ ભાવના. આ બાર પ્રકારે સાધર્મિક હોય.
2. નામસાધર્મિક-સાધુનું જે નામ હોય તે નામ બીજાનું હોય તે નામસાધર્મિક ૨. સ્થાપનાસાધર્મિક-સાધુની મૂર્તિ, ચિત્ર કે કાષ્ઠાદિમાં સ્થાપના કરી હોય તે સ્થાપનાસાધર્મિક.
૩. દ્રવ્યસાધર્મિક-સાધુ થવાને યોગ્ય. ભવિષ્યમાં સાધુ થનાર દ્રવ્યસાધર્મિક, અથવા કાળધર્મ પામેલા સાધુનું શરી૨.
૪. ક્ષેત્રસાધર્મિક-એક જ ગામમાં જન્મેલા તે ક્ષેત્રસાધર્મિક.
૫. કાલસાધર્મિક-સરખી ઉંમરના હોય તે કાલસાધર્મિક.
Page #50
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
૨૯
૬. પ્રવચનસાધર્મિક-સાધુ, સાધ્વી, શ્રાવક-શ્રાવિકા. એટલે સાધુ સાધુના સાધર્મિક, સાધ્વી સાધ્વીને સાધર્મિક, શ્રાવક શ્રાવકને સાધર્મિક, શ્રાવિકા શ્રાવિકાને સાધર્મિક અથવા સાધુને સાધુ અને સાધ્વી સાધર્મિક, સાધ્વીને સાધ્વી અને સાધુ સાધર્મિક, શ્રાવકને શ્રાવક અને શ્રાવિકા સાધર્મિક, શ્રાવિકાને શ્રાવિકા અને શ્રાવક સાધર્મિક કહેવાય તે પ્રવચનસાધર્મિક.
૭. લિંગસાધર્મિક-રજોહરણ-ઓઘો, મુહપત્તિ વગેરે સરખા વેષવાળા લિંગ સાધર્મિક.
૮. દર્શનસાધર્મિક-સમાન દર્શનવાળા, એટલે ક્ષાયિક સમ્યગદર્શનવાળા (ક્ષાયિક સમકિતી)ના ક્ષાયિક સમ્યગદર્શનવાળાના સાધર્મિક, ક્ષયોપથમિક સમ્યગદર્શનવાળા (ક્ષયોપથમિક સમકિતી)ના ક્ષયોપથમિક સમ્યકત્વવાળા સાધર્મિક, ઔપથમિક સમ્યકત્વવાળાના ઔપશમિક સમ્યકત્વવાળા સાધર્મિક કહેવાય તે દર્શન સાધર્મિક.
૯. જ્ઞાનસાધર્મિક-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. સરખા જ્ઞાનવાળાના સરખા જ્ઞાનવાળા સાધર્મિક કહેવાય તે જ્ઞાનસાધમિક.
૨૦. ચારિત્રસાધર્મિક-સામાયિક, છેદોપસ્થાપનિય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ચારિત્રવાળા,પરસ્પરના સાધર્મિક અથવા ક્ષાયિક ચારિત્રી, ક્ષયોપથમિક ચારિત્રી, ઔપથમિક ચારિત્રી પરસ્પરના સાધર્મિક કહેવાય તે ચારિત્રસાધર્મિક.
22. અભિગ્રહ સાધર્મિક-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ અભિગ્રહવાળા પરસ્પર સાધર્મિક, એટલે જે દ્રવ્ય વિષયક અભિગ્રહ રાખ્યો હોય તે સાધુને તે જ દ્રવ્યવિષયક અભિગ્રહવાળા સાધુ સાધર્મિક કહેવાય. એ જ પ્રમાણે ક્ષેત્ર અભિગ્રહવાળા ક્ષેત્ર અભિગ્રહવાળાના સાધર્મિક, કાલ અભિગ્રહવાળા કાલ અભિગ્રહવાળાના સાધર્મિક, ભાવ અભિગ્રહવાળા ભાવ અભિગ્રહવાળાના સાધર્મિક કહેવાય, તે અભિગ્રહ સાધર્મિક.
૨૨. ભાવના સાધર્મિક - અનિત્યાદિ બાર ભાવના. સરખી ભાવનાવાળા પરસ્પરના સાધર્મિક તે ભાવના સાધર્મિક.
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
સાધર્મિકનું વિસ્તારથી સ્વરૂપ અને
તેમાં કલધ્ય અકથ્યપણું 2. નામ સાધર્મિક-કોઈ માણસ પોતાના પિતા જીવતા હોય ત્યારે કે મૃત્યુ પામ્યા બાદ તેમના અનુરાગથી તે નામવાળાને આહાર આપવાની ઇચ્છા કરે, એટલે તે સંકલ્પ કરે કે “જે કોઈ દેવદત્ત નામના ગૃહસ્થ કે ત્યાગી હોય તે બધાને મારે ભોજન તૈયાર કરીને આપવું.”
જ્યાં આવો સંકલ્પ હોય તો દેવદત્ત નામના સાધુને તે ભોજન કલ્પે નહિ, પરંતુ તે નામ સિવાયના બીજા નામવાળા સાધુઓને કહ્યું.
જો તે ગૃહસ્થ એવો સંકલ્પ કર્યો હોય કે “મારે દેવદત્ત નામના ગૃહસ્થોને ભોજન આપવું.' તો દેવદત્ત નામના સાધુઓને પણ તે ભોજન કલ્પી શકે.
આ પ્રમાણે “દેવદત્ત નામના શ્રમણ, પાખંડી, સૌગતા, સરજસ્કોને ભોજન આપવું.” એવો સંકલ્પ હોય તો, આમાં સાધુનું પણ ભેગું આવી જતું હોવાથી દેવદત્ત નામના સાધુઓને ન કહ્યું. પરંતુ “શ્રમણ-જૈન સાધુ સિવાયનાં દેવદત્તા નામના પાખંડી, સરજસ્ક, સૌગતોને આપવું.” એવો સંકલ્પ હોય તો દેવદત્ત નામના સાધુને કલ્પી શકે. સાધુનો જુદો કે મિશ્રમાં ઉદ્દેશ આવી જતો હોય તો ન કહ્યું. તે સિવાય કલ્પ.
જો તેણે એવો સંકલ્પ કર્યો હોય કે “દેવદત્ત નામના જૈન સાધુને મારે આહાર આપવો.” તો દેવદત્ત નામના સાધુને તો ન કલ્પે ઉપરાંત બીજા નામવાળા કોઈ પણ સાધુઓને પણ ન કલ્પે. કેમકે પહેલા અને છેલ્લા શ્રી તીર્થકર ભગવંતના સાધુઓ માટે તો, “એક સાધુને ઉદ્દેશીને કરેલો આહાર બીજા સાધુને પણ કહ્યું નહિ.” આવી શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞા છે.
જો તીર્થકર, પ્રત્યેક બુદ્ધનો સંકલ્પ કર્યો હોય તો સાધુને કલ્પી શકે. કેમકે તીર્થકર, પ્રત્યે બુદ્ધ એ સાધુના સાધર્મિક નથી.
૨. સ્થાપના સાધર્મિક-કોઈના સંબંધીએ દીક્ષા લીધી હોય અને તેમના રાગથી તે સંબંધી સાધુની મૂર્તિ કે ચિત્ર બનાવીને તેની આગળ મૂકવા ભોજન તૈયાર કરાવે અને પછી સંકલ્પ કરે કે “આવા વેષવાળાને મારે આ ભોજન આપવું.” તો સાધુને કલ્પ નહિ. પરંતુ મૂર્તિ કે ચિત્ર આગળ મૂકવા માટે ભોજન બનાવ્યું હોય, પણ સાધુને આપવા માટેનો સંકલ્પ કર્યો ન હોય તો, તે આહાર સાધુને કલ્પી તો શકે.
Page #52
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
૩૧
પરંતુ પ્રવૃત્તિદોષ થવાનો સંભવ હોવાથી આચાર્ય ભગવંતોએ આવો આહાર લેવાનો નિષેધ કર્યો છે.
૩ દ્રવ્ય સાધર્મિક-સાધુ કાળધર્મ પામ્યા હોય અને તેમના નિમિત્તે આહાર બનાવીને સાધુને આપવાનો સંકલ્પ કર્યો હોય તો સાધુને તે આહાર લેવો કલ્પ નહિ. વળી સંકલ્પ ન પણ કર્યો હોય તો પણ એવો આહાર ન કલ્પે. કેમકે જો તેવો આહાર સાધુ ગ્રહણ કરે તો લોકમાં નિંદા થાય કે “આ સાધુઓ કેવા છે કે મરેલાનું ભોજન પણ છોડતા નથી.”
૪. ક્ષેત્ર સાધર્મિક-સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મારવાડ, મહારાષ્ટ્ર, બંગાળ આદિ પ્રદેશને ક્ષેત્ર કહેવાય. તેમજ ગામ, નગર, પોળ, મહોલ્લો આદિ પણ ક્ષેત્ર કહેવાય.
સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા સાધુને મારે આહાર આપવો.” આવો સંકલ્પ કર્યો હોય તો સૌરાષ્ટ્ર દેશમાં જન્મેલા સાધુઓને ન કલ્પ, બીજા સાધુઓને કહ્યું. ૫. કાલ સાધર્મિક-મહિનો, દિવસ, પ્રહર આદિ કાલ કહેવાય.
અમુક તિથિ, અમુક વાર કે અમુક પ્રહરમાં જન્મેલાને મારે ભોજન આપવું.” આવો સંકલ્પ કર્યો હોય તો, તે મહિનો, તિથિ, વાર, પ્રહરમાં જન્મેલા સાધુને તે આહાર કહ્યું નહિ. તે સિવાયના સાધુને કહ્યું.
ક્ષેત્ર અને કાલમાં “જૈન સાધુ સિવાયને મારે આપવું.” એવો સંકલ્પ હોય તો સાધુને કલ્પી શકે.
૬. થી ૨ પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ અને ભાવના. આ સાત પ્રકારના સાધર્મિકમાં દ્વિસંયોગી ૨૧ ભાંગા થાય છે. તે આ પ્રમાણે
2. પ્રવચન અને લિંગ. ૨. દર્શન અને જ્ઞાન. ૨. પ્રવચન અને દર્શન. ૩. દર્શન અને ચારિત્ર. ૩. પ્રવચન અને જ્ઞાન. ૨૪. દર્શન અને અભિગ્રહ. ૪. પ્રવચન અને ચારિત્ર. ૫. દર્શન અને ભાવના. ૫. પ્રવચન અને અભિગ્રહ ૨૬. જ્ઞાન અને ચારિત્ર. ૬. પ્રવચન અને ભાવના. ૭. જ્ઞાન અને અભિગ્રહ ૭. લિંગ અને દર્શન. ૨૮. જ્ઞાન અને ભાવના. ૮. લિંગ અને જ્ઞાન. ૨૯. ચારિત્ર અને અભિગ્રહ. ૯. લિંગ અને ચારિત્ર. ૨૦. ચારિત્ર અને ભાવના. ૨૦. લિંગ અને અભિગ્રહ ૨૨. અભિગ્રહ અને ભાવના.
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૨. લિંગ અને ભાવના.
ઉપર મુજબના એકવીસે ભેદોમાં ચાર ચાર ભાંગા નીચે મુજબ થાય.
? પ્રવચનથી સાધર્મિક, લિંગ (વેષ)થી નહિ.
૨ લિંગથી સાધર્મિક પ્રવચનથી નહિ.
૩ પ્રવચનથી સાધર્મિક અને લિંગથી સાધર્મિક.
૪ પ્રવચનથી નહિ અને લિંગથી નહિ.
આ પ્રમાણે બાકીના વીસ-ભેદોમાં ૪-૪ ભાંગા સમજી લેવાં.
o પ્રવચનથી સાધર્મિક પણ લિંગથી સાધર્મિક નહિ-અવિરતિ સમ્યગ્દષ્ટિથી માંડીને શ્રાવકની દશમી પ્રતિમા વહન કરનાર શ્રાવક સુધીના લિંગથી સાધર્મિક નથી.
૨ લિંગથી સાધર્મિક પણ પ્રવચનથી સાધર્મિક નહિ-શ્રાવકની અગિયારમી પ્રતિમા વહન કરનાર (મુંડન કરાવેલું હોય છે) શ્રાવક એ લિંગથી સાધર્મિક છે પણ પ્રવચનથી સાધર્મિક નથી. તેના માટે બનાવેલો આહાર સાધુને કલ્પી શકે.
નિષ્નવો સંઘ બહાર હોવાથી પ્રવચનથી સાધર્મિક નથી પણ લિંગથી રજોહરણ વગેરે હોવાથી સાધર્મિક કહેવાય છે. તેમના માટે કરેલું સાધુને કલ્પી શકે. પરંતુ જો તેને નિહ્નવ તરીકે લોકો જાણતાં ન હોય તો તેવા નિહ્નવ માટે કરેલું પણ સાધુને કલ્પે નહિ.
૩ પ્રવચનથી સાધર્મિક અને લિંગથી પણ સાધર્મિક-સાધુ અથવા અગિયારમી પ્રતિમા વહન કરનાર શ્રાવક. સાધુ માટે કરેલું ન કલ્પ, શ્રાવક માટે કરેલું કલ્પે.
૪ પ્રવચનથી સાધર્મિક નહિ અને લિંગથી પણ સાધર્મિક નહિ-ગૃહસ્થ, પ્રત્યેકબુદ્ધ અને તીર્થંકર. તેમના માટે કરેલું સાધુને કલ્પે. કેમકે પ્રત્યેકબુદ્ધો અને શ્રીતીર્થંકર લિંગ અને પ્રવચનથી અતીત છે.
ર
પ્રવચન અને દર્શનની ચતુર્થંગી
૧ પ્રવચન સાધ૦ દર્શન સાધ૰ નહિ પ્ર૦ સા૦ સાધુ-શ્રાવક.
૨ દર્શન સાધ૦ પ્રવચન સાધ૰ નહિ ૬૦ સા૰ તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ, ક્ષાયિકાદિ દર્શનવાળા.
૩ પ્રવચન સાધ૦ દર્શન સાધ૦
પ્ર૦ સા૦ અને ૬૦ સા૦ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને સરખા દર્શનવાળા.
Page #54
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
જ પ્રવચન સાધવ નહિ દર્શન સાધવ વિશદશ દર્શનવાળા, તીર્થકર, પ્રત્યેકબુદ્ધ,
નહિ અને મિથ્યાદૃષ્ટિ નિહ્યવો.
૩ - પ્રવચન અને જ્ઞાનની ચતુર્ભગી ૧ પ્રવચન સાધo જ્ઞાન સાધ0 નહિ. પ્ર. સાવ સાધુ-શ્રાવક. ૨ જ્ઞાન સાધતુ પ્રવચન સાધવ નહિ. જ્ઞાન સાવ તીર્થંકર પ્રત્યેકબુદ્ધ,
સમાન જ્ઞાનવાળા. ૩ પ્રવચન સાધતુ જ્ઞાન સાધ0 સાધુ અને શ્રાવક, પરસ્પર મત્યાદ્ધિ
સમાન જ્ઞાનવાળા. ૪ પ્રવચન સાધવ નહિ જ્ઞાન સાધવ વિસદશ જ્ઞાનવાળા, તીર્થકર, નહિ
પ્રત્યેકબુદ્ધ અને અજ્ઞાની, નિદ્ભવો.
૪ - પ્રવચન અને ચારિત્રની ચતુર્ભગી ૧ પ્રવચન સાધ0 ચારિત્ર સાધવ નહિ પ્ર0 સાવ સાધુ, શ્રાવક, જુદા
ચારિત્રવાળા સાધુ, શ્રાવક અવિરતિ
સમ્યગ્દષ્ટિવાળા. ૨ ચારિત્ર સાધવ પ્રવચન સાધવ નહિ ચાવ સાવ તીર્થકર, પ્રત્યેકબુદ્ધ,
સમાન ચારિત્રવાળા. ૩ પ્રવચન સાધ, ચારિત્ર સાધ0 પરસ્પર સરખા ચારિત્રવાળા સાધુ. ૪ પ્રવચન સાધવ નહિ ચારિત્ર સાધ0 વિસદશ ચારિત્રવાળા, તીર્થકર
પ્રત્યેકબુદ્ધ, અચારિત્રી નિહ્નવો.
(મિથ્યાત્વે હોવાથી) ૫ – પ્રવચન અને અભિગ્રહની ચતુર્ભાગી ૧ પ્રવચન સાવ અભિગ્રહ સાવ નહિ પ્ર. સાવ સાધુ-શ્રાવક, જુદા જુદા
અભિગ્રહવાળા સાધુ. ૨ અભિગ્રહ સા પ્રવચન સાવ અભિo સાવ તીર્થકર, પ્રત્યેકબુદ્ધ,
નિહ્નવ. ૩ પ્રવચન સાવ અભિગ્રહ સાધo. શ્રાવક-સાધુ, સરખા અભિગ્રહવાળા
સાધુ. ૪ પ્રવચન સાવ નહિ અભિગ્રહ સાધ0 તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ અને નિહ્નવ,
Page #55
--------------------------------------------------------------------------
________________
३४
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
ભિન્ન ભિન્ન અભિગ્રહવાળા અને !
અભિગ્રહ વિનાના નિર્નવો. ૬ - પ્રવચન અને ભાવનાની ચતુર્ભગી ૧ પ્રવચન સાવ ભાવના સાવ નહિ પ્ર. સાવ સાધુ અને શ્રાવક,
અનિત્યસ્વાદિ જુદી જુદી ભાવનાવાળા ૨ ભાવના સા૦ પ્રવચન સાવ નહિ ભાઇ સાવ નિહ્નવ, તીર્થંકર પ્રત્યેકબુદ્ધ ૩ પ્રવચન સાવ ભાવના સાધવ સાધુ અને શ્રાવક, સમાન ભાવનાવાળા ૪ પ્રવચન સાવ નહિ ભાવના સાધ0 તીર્થ પ્રત્યેકબુદ્ધ અને નિહ્નવો, | નહિ
જુદી જુદી ભાવનાવાળા. ૭ - લિંગ અને દર્શનની ચતુર્ભગી ૧ લિંગ સાવ દર્શન સાધવ નહિ દર્શન સાધવ નહિ ક્ષાયિકાદિ ભિન્ન
ભિન્ન દર્શનવાળા સાધુ, ૧૧ મી પ્રતિમા
વહન કરનાર શ્રાવકો અને નિત્સવ. || ૨ દર્શન સાવ લિંગ સાધવ નહિ સમાન દર્શનવાળા, તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ
૧૧ મી પ્રતિમા વહન કરનાર શ્રાવકો
સિવાયના શ્રાવકો. ૩ લિંગ સાવ દર્શન સાધવ સરખા દર્શનવાળા સાધુ અને ૧૧ મી
પ્રતિમા વહન કરનાર શ્રાવકો. સાવ નહિ દર્શન સાધવ જુદા જુદા દર્શનવાળા, તીર્થંકર, નહિ
પ્રત્યેકબુદ્ધ, ૧૧ મી પ્રતિમાધારી શ્રાવકો
સિવાયના શ્રાવકો. ૮ – લિંગ અને જ્ઞાનની ચતુર્ભગી ૧ લિંગ સાધતુ જ્ઞાન સાધવ નહિ જુદા જુદા જ્ઞાનવાળા સાધુ, ૧૧ મી
પ્રતિમાધારી શ્રાવકો, નિહ્નવો. ૨ જ્ઞાન સાધવ લિંગ સાધવ નહિ સરખા જ્ઞાનવાળા, તીર્થકર,
પ્રત્યેકબુદ્ધ, ૧૧ મી પ્રતિમા ધારી સિવાયના
શ્રાવકો. ૩ લિંગ સાધ, જ્ઞાન સાધ0 સરખા જ્ઞાનવાળા, સાધુ, ૧૧મી
પ્રતિસાધારી શ્રાવક,
Page #56
--------------------------------------------------------------------------
________________
૪ લિંગ સાધ∞ નહિ જ્ઞાન સાધ૦ નહિ
-
G લિંગ અને ચારિત્રની ચતુર્થંગી
આધાકર્મ દોષ
૧ લિંગ સા૦ ચારિત્ર સાધ૰ નહિ
૨ ચારિત્ર સાધ૦ લિંગ સાધ૦ નહિ ૩ લિંગ સાધ૦ ચારિત્ર સાધ૦
૪ લિંગ સાધ૦ નહિ ચારિત્ર સાધ∞ નહિ
१०
૧ લિંગ સાધ૦ અભિગ્રહ સા૰ નહિ
૨ અભિગ્રહ સાધ૦ લિંગ સા૦ નહિ ૩ લિંગ સાધ૦ અભિગ્રહ સાધ૦ ૪ લિંગ સાધ૦ નહિ અભિ૦ સાધ∞ નહિ
જુદા જુદા જ્ઞાનવાળા, પ્રત્યેકબુદ્ધ, તીર્થંકર ૧૧ મી પ્રતિમાધારી સિવાયના શ્રાવક.
લિંગ અને અભિગ્રહથી ચતુર્થંગી
૧ લિંગ સાધ૰ ભાવના સાધ૦ નહિ
૨ ભાવના સાધ૦ લિંગ સાધ૰ નહિ ૩ લિંગ સાધ૰ ભાવના સાધ ૪ લિંગ સાધ૦ નહિ ભાવના સાધ∞ નહિ
૧ દર્શન સાધ૦ જ્ઞાન સાધ∞ નહિ
22 લિંગ અને ભાવનાની ચતુર્થંગી
?? દર્શન અને
૨ જ્ઞાન સાધ૦ દર્શન સાધ૰ નહિ ૩ દર્શન સાધ૦ દર્શન જ્ઞાન સાધ૦
-
૪ દર્શન સાધ૦ નહિ જ્ઞાન સાધ∞ નહિ
૨૩ દર્શન અને
ઉપર પ્રમાણે જ્ઞાનને બદલે ચારિત્ર.
૧ દર્શન સાધ૦ ચારિત્ર સાધ૰ નહિ
૩૫
ઉ૫૨ પ્રમાણે જ્ઞાનને બદલે અભિગ્રહ.
ઉપર પ્રમાણે જ્ઞાનને બદલે ભાવના.
જ્ઞાનની ચતુર્થંગી સ૨ખા દર્શનવાળા સાધુ અને શ્રાવક અને જુદા જુદા જ્ઞાનવાળા. સ૨ખા જ્ઞાનવાળા અને જુદા દર્શનવાળા. સરખા દર્શનવાળા સાધુ અને શ્રાવક. અને સરખા જ્ઞાનવાળા.
જુદા દર્શનવાળા અને જુદા જ્ઞાનવાળા. ચારિત્રની ચતુર્થંગી
સરખા દર્શનવાળા શ્રાવક, જુદા ચારિત્રવાળા સાધુ
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
૨ ચારિત્ર સાધવ દર્શન સાધવ નહિ સરખા ચારિત્રવાળા સાધુ, જુદા દર્શનવાળા ૩ દર્શન સાધ0 ચારિત્ર સાધ૦ સરખા દર્શનવાળા અને સરખા ચારિત્રવાળા, ૪ દર્શન સાધવ નહિ ચારિત્ર સાધ0 જુદા દર્શનવાળા અને જુદા ચારિત્રવાળા નહિ
સાધુ, જુદા દર્શનવાળા શ્રાવક અને નિહ્નવો
૨૪ – દર્શન અને અભિગ્રહની ચતુર્ભગી ૧ દર્શન સાધવ અભિગ્રહ સાધ0 નહિ સરખા દર્શનવાળા અને જુદા
અભિગ્રહવાળા સાધુ અને શ્રાવક. ૨ અભિગ્રહ સાધવ દર્શન સાધવ નહિ સરખા અભિગ્રહવાળા અને જુદા
દર્શનવાળા સાધુ અને શ્રાવક. ૩ દર્શન સાધવ અભિગ્રહ સાધ0 સરખા દર્શનવાળા સાધુ અને શ્રાવક
અને સરખા અભિગ્રહવાળા. ૪ દર્શન સાધવે નહિ અભિગ્રહ સાધવ નહિ જુદા દર્શનવાળા સાધુ, શ્રાવક અને
નિદ્ભવ અને જુદા અભિગ્રહવાળા.
૨૫ – દર્શન અને ભાવનાની ચતુર્ભગી ૧ દર્શન સાધવ ભાવના સાધવ નહિ ૨ ભાવના સાધવ દર્શન સાધનહિ ઉપર પ્રમાણે અભિગ્રહને બદલે ભાવના ૩ દર્શન સાધવ ભાવના સાધવ ૪ દર્શન સાધવ નહિ ભાવના સાધવ નહિ
૬ – જ્ઞાન અને ચારિત્રની ચતુર્ભગી ૧ જ્ઞાન સાધ0 ચારિત્ર સાધ0 નહિ સરખા જ્ઞાનવાળા અને જુદા
ચારિત્રવાળા સાધુ. ૨ ચારિત્ર સાધ, જ્ઞાન સાધવ નહિ સરખા ચારિત્રવાળા અને જુદા
જ્ઞાનવાળા સાધુ. ૩ જ્ઞાન સાધ0 ચારિત્ર સાધ0
સરખા જ્ઞાનવાળા અને સરખા
ચારિત્રવાળા સાધુ. ૪ જ્ઞાન સાધવ નહિ ચારિત્ર સાધવ નહિ જુદા જ્ઞાનવાળા અને જુદા
ચારિત્રવાળા સાધુ.
Page #58
--------------------------------------------------------------------------
________________
૨૭ જ્ઞાન અને અભિગ્રહની ચતુર્થંગી
આધાકર્મ દોષ
૧ જ્ઞાન સાધ૦ અભિગ્રહ સાધ૰ નહિ
૨ અભિ૦ સાધ૦ જ્ઞાન સાધ૦ નહિ
૩ જ્ઞાન સાધ૦ અભિ૦ સાધ૦
૪ જ્ઞાન સાધ૦ નહિ અભિ સાધ૦ નહિ
१८ જ્ઞાન અને
૧ જ્ઞાન સાધ૦ ભાવના સાધ૦ નહિ ૨ ભાવના સાધ૦ જ્ઞાન સાધ૦ નહિ
૩ જ્ઞાન સાધ૦ ભાવના સાધ૦
૪ જ્ઞાન સાધ૦ નહિ ભાવના સાધ૦ નહિ
સરખા જ્ઞાનવાળા અને જુદાઅભિગ્રહવાળા સાધુ અને શ્રાવકો. સ૨ખા અભિગ્રહવાળા અને જુદા જ્ઞાનવાળા સાધુ અને શ્રાવકો તથા સરખ અભિગ્રહવાળા નિહ્નવો.
સરખા જ્ઞાનવાળા અને સરખા અભિગ્રહવાળા સાધુ અને શ્રાવકો.
જુદા જ્ઞાનવાળા અને જુદા અભિગ્રહવાળા સાધુ, શ્રાવકો અને નિહ્નવો.
ભાવનાની ચતુર્થંગી
૨૯ ચારિત્ર અને
૧ ચારિત્ર સાધ૦ અભિગ્રહ સાધ∞ નહિ
અભિગ્રહની ચતુર્થંગી
સરખા ચારિત્રવાળા અને જુદા અભિગ્રહવાળા સાધુ.
૨ અભિગ્રહ સાધ૦ ચારિત્ર સાધ∞ નહિ સરખા અભિગ્રહવાળા શ્રાવકો અને
નિહ્નવો, જુદા ચારિત્રવાળા સાધુ. સરખા ચારિત્રવાળા અને સરખા અભિગ્રહવાળા સાધુ.
૪ ચારિત્ર સાધ૦ નહિ અભિગ્રહ સાધ૰ જુદા ચારિત્રવાળા અને જુદા નહિ.
૩ ચારિત્ર સાધ૦ અભિગ્રહ સાધ૦
ઉપર પ્રમાણે અભિગ્રહને બદલે
ભાવના.
૩૭
૨૦
ચારિત્ર અને
૧ ચારિત્ર સાધ૦ ભાવના સાધ∞ નહિ
૨ ભાવના સાધ૦ ચારિત્ર સાધ૰ નહિ ૩ ચારિત્ર સાધ0 ભાવના સાધ૦ ૪ ચારિત્ર સાધ૦ નહિ ભાવના સાધજ નહિ.
અભિગ્રહવાળા સાધુ તથા જુદા અભિગ્રહવાળા શ્રાવક અને નિષ્નવો. ભાવનાની ચતુર્થંગી
ઉપર પ્રમાણે અભિગ્રહને બદલે ભાવના.
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૨૨ - અભિગ્રહ અને ભાવનાની ચતુર્ભગી. ૧ અભિગ્રહ સાધવભાવના સાધનહિ સરખા અભિગ્રહવાળા અને જુદી
ભાવના વાળા સાધુ, શ્રાવકો અને
નિહ્નવો. ૨ ભાવના સાધ0 અભિગ્રહ સાધવ નહિ સરખી ભાવનાવાળા અને જુદા
અભિગ્રહવાળા સાધુ, શ્રાવક અને
નિહ્નવો. ૩ અભિગ્રહ સાધવ ભાવના સાધવ સરખા અભિગ્રહવાળા અને સરખી
ભાવનાવાળા સાધુ, શ્રાવક અને
નિહ્નવો. ૪ અભિગ્રહ સાધવ નહિ ભાવના સાધ0 જુદા અભિગ્રહવાળા અને જુદી નહિ
ભાવનાવાળા સાધુ, શ્રાવક અને
નિહ્નવો. ઉપર મુજબના દરેક ભંગમાં સાધુ માટે કરેલું હોય તો સાધુને ન કહ્યું. તીર્થકર, પ્રત્યેકબુદ્ધ, નિદ્ભવો અને શ્રાવક માટે કરેલું હોય તો સાધુને કહ્યું.
તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ સિવાય સાધુ માટે કરેલો આહાર સાધુઓને તથા કેવળજ્ઞાની સાધુઓને પણ કહ્યું નહિ. જ્યારે તીર્થકર, પ્રત્યેકબુદ્ધ માટે કરેલું કેવળજ્ઞાની સાધુને પણ કહ્યું.
જો તીર્થકર, પ્રત્યેકબુદ્ધ, નિદ્ભવો અને શ્રાવકો માટે આહાર આદિ કરેલા હોય તો સાધુને કહ્યું. પરંતુ સાધુ માટે કરેલ હોય તો કહ્યું નહિ. આ પ્રમાણે બધે સમજી લેવું.
દ્વાર ત્રીજું કયા કયા પ્રકારે વાપરવાથી આધાકર્મ બંધાય ? पडिसेवणापडिसुणणा संवासणुमोयणेहिं तं होइ ।
ફુદ તેર વસુવાણિરાયહિં વિદ્યુતા | ૮ | (પિં. વિ. ૧૩) ૨ પ્રતિસેવના એટલે આધાકર્મી દોષવાળા આહારાદિનું વાપરવું. ૨ પ્રતિશ્રવણા એટલે આધાકર્મી આહારના નિમંત્રણનો સ્વીકાર કરવો. ૩ સંવાસ એટલે આધાકર્મી આહાર વાપરતા હોય તેમની સાથે રહેવું. ૪ અનુમોદના એટલે આધાકર્મી આહાર વાપરતા હોય તેની પ્રશંસા કરવી.
Page #60
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
આ ચારે પ્રકારના વર્તનથી આધાકર્મ દોષનો કર્મબંધ થાય છે. આ માટે ચોર, રાજપુત્ર, ચોરની પલ્લી અને રાજદુષ્ટ માણસનું; એમ ચાર દૃષ્ટાંતો છે.
૩૯
૧ પ્રતિસેવના-બીજાએ લાવેલો આધાકર્મી આહાર વાપરવો. બીજાએ લાવેલો આધાકર્મી આહાર વાપરતા સાધુને, કોઈ સાધુ કહે કે ‘તમે સંયત થઈને આધાકર્મી આહાર કેમ વાપરો છો ?' આ પ્રમાણે સાંભળીને તે જવાબ આપે કે ‘આમા મને કંઈ દોષ નથી, કેમ કે હું કંઈ આધાકર્મી આહાર લાવ્યો નથી, એ તો જે લાવે તેને દોષ લાગે. જેમ અંગારા બીજા પાસે કઢાવે તો પોતે બળતો નથી, તેમ આધાકર્મી લાવે તેને દોષ લાગે. એમાં મને શું ?’ આ પ્રમાણે ઊંધું દૃષ્ટાંત આપે અને બીજાએ લાવેલો આધાકર્મી આહાર પોતે વાપરે તેનું નામ પ્રતિસેવના કહેવાય. બીજાએ લાવેલો આધાકર્મી આહાર સાધુ વાપરે તો તે વા૫૨વાથી આત્મા પાપકર્મથી બંધાય છે. તે સમજવા માટે ચોરનું દૃષ્ટાંત.
ચોરનું દૃષ્ટાંત
કોઈ એક ગામમાં ઘણા ચોર લોકો રહેતા હતા. એક વખત કેટલાક ચોરો નજીકના કોઈ ગામમાં જઈને કેટલીક ગાયો ઉઠાવીને પોતાના ગામ તરફ આવતા હતા, ત્યાં રસ્તામાં બીજા કેટલાક ચોરો અને મુસાફરો મળ્યા. બધા સાથે સાથે આગળ ચાલે છે. એમ કરતાં પોતાના દેશની હદ આવી ગઈ એટલે તેઓ નિર્ભય બની કોઈ વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા અને ભોજન વખતે કેટલીક ગાયોને મારી નાખી તેનું માંસ પકાવવા લાગ્યા. તે વખતે બીજા કેટલાક મુસાફરો આવ્યા. ચોરોએ તેમને પણ નિમંત્રણ કરીને બેસાડ્યા. પકાવેલું માંસ જમવા માટે આપવા લાગ્યા. તેમાંથી કેટલાકે ‘ગાયના માંસનું ભક્ષણ બહુ પાપકારી છે.' એમ સમજી તે માંસ ખાધું નહિ, કેટલાક પીરસતા હતા, કેટલાક ખાતા હતા. એટલામાં સિપાઈઓ આવી પહોંચ્યા અને બધાને ઘેરી લઈને પકડી લીધા. જે રસ્તામાં ભેગા થયા હતા તે કહેવા લાગ્યા કે ‘અમે ગાયો ચોરી નથી, અમે તો રસ્તામાં ભેગા થયા હતા, મુસાફરોએ કહ્યું કે ‘અમે તો આ બાજુથી આવીએ છીએ અને અહીં વિસામો લેવા બેઠા છીએ’ સિપાઈઓએ તેમનું કંઈ સાંભળ્યું નહિ અને બધાને મારી નાંખ્યા. ચોરી નહિ કરવા છતાં રસ્તામાં ભેગા થયેલા પણ ચોરોની સાથે મૃત્યુ પામ્યા.
આ દૃષ્ટાંતમાં ચોરોને રસ્તામાં અને ભોજન વખતે જે મુસાફરો મળ્યાં તેમાં પણ જે ભોજન ક૨વામાં ન હતા, પરંતુ માત્ર પીરસવામાં હતા, તેઓને પણ સિપાઈઓએ પકડ્યા અને મારી નાખ્યા. તેમ અહીં પણ જે સાધુઓ બીજા સાધુઓને આધાકર્મી
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
આહાર આપે છે, તે સાધુઓ નરકાદિ ગતિના હેતુભૂત કર્મથી બંધાય છે. તો પછી જેઓ આધાકર્મી આહાર વાપરે તેમને બંધ થાય તે માટે શું કહેવું ?
નરકગતિના કારણરૂપ કર્મબંધથી બચવા માટે આધાકર્મી આહાર સાધુએ જાતે વહેંચવો પણ ન જોઈએ.
ચોરના સ્થાને, આધાકર્મી આહારનું નિમંત્રણ કરનાર સાધુઓ.
ગાયના માંસનું ભક્ષણ કરનાર ચોરો અને મુસાફરોના સ્થાને, જાતે આધાકર્મી આહાર ગ્રહણ કરેલ સાધુ અને નિમંત્રણાથી વાપરવા બેઠેલા સાધુઓ.
ગાયના માંસને પીરસનારના સ્થાને, આધાકર્મ આહાર વહેંચનાર સાધુઓ. ગાયના માંસને સ્થાને આધાકર્મી આહાર. રસ્તાના સ્થાને મનુષ્ય જન્મ. સિપાઈના સ્થાને કર્મ. મરણના સ્થાને નરકાદિમાં ગમન.
૨ પ્રતિશ્રવણા-આધાકર્મી લાવનાર સાધુને ગુરુ દાક્ષિણ્યતાદિથી ‘લાભ” કહે, આધાક આહાર લઈને કોઈ સાધુ ગુરુ પાસે આવે અને આધાકર્મી આહારની આલોચના કરે. ત્યાં ગુરુ “સારું થયું તમને આ મળ્યું.” એમ કહે, આ પ્રમાણે સાંભળી લેવું. પરંતુ નિષેધ ન કરે તો પ્રતિશ્રવણા કહેવાય. તેના ઉપર રાજપુત્રનું દૃષ્ટાંત.
રાજપુત્રનું દૃષ્ટાંત ગુણસમૃદ્ધ નામના નગરમાં મહાબલ નામના રાજા રાજ્ય કરે છે. તેમને શીલા નામની મહારાણી છે. તેમની કુખે એક પુત્ર થયો તેનું નામવિજિતસમરપાડવામાં આવ્યું.
ઉમરલાયક થતાં કુમારને રાજ્ય મેળવવાની ઇચ્છા થઈ અને મનમાં વિચારવા લાગ્યો કે “મારા પિતા ઘરડા થયા છતાં હજુ મરતાં નથી, તેથી લાંબા આયુષ્યવાળા લાગે છે. માટે મારા સુભટોની સહાય મેળવીને મારા પિતાને મારી નાખ્યું અને હું રાજા બનું.
આ પ્રમાણે વિચાર કરી ગુપ્તસ્થાનમાં પોતાના સુભટોને બોલાવીને પોતાનો અભિપ્રાય જણાવ્યો. તો તેમાંથી કેટલાકે કહ્યું કે “કુમાર ! તમારો વિચાર ઉત્તમ છે. અમે તમારા કામમાં સહાયક થઈશું.” કેટલાકે કહ્યું કે “આ પ્રમાણે કરો.” કેટલાક મૂંગા રહ્યા કંઈ પણ જવાબ આપ્યો નહિ. કેટલાક સુભટોને કુમારની વાત રૂચિ નહિ. એટલે રાજા પાસે જઈને ખાનગીમાં બધી વાત જાહેર કરી દીધી.
Page #62
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
૪૧
આ વાત સાંભળતાં રાજા કોપાયમાન થયો અને રાજકુમાર અને સુભટોને કેદ કર્યા. પછી જેઓએ “સહાય કરીશું' એમ કહેલું. “એમ કરો” એમ કહ્યું હતું અને જેઓ મૂંગા રહ્યા હતા તે બધા સુભટોને અને રાજકુમારને મારી નાખ્યા. જેઓએ રાજાને સમાચાર જણાવ્યા હતા તે સુભટોનો પગાર વધાર્યો, માન વધાર્યું અને સારું ઇનામ આપ્યું.
કોઈ સાધુએ ચાર સાધુઓને આધાકર્મી આહાર વાપરવા માટે નિમંત્રણ કર્યું. આ નિમંત્રણ સાંભળીને એક સાધુએ તે આધાકર્મી આહાર વાપર્યો. બીજાએ કહ્યું કે “હું નહિ વાપરું. તમે વાપરો.' ત્રીજો સાધુ કંઈ બોલ્યો નહિ. જ્યારે ચોથા સાધુએ કહ્યું કે “સાધુઓને આધાકર્મી આહાર વાપરવો કલ્પ નહિ, માટે હું તે આહાર વાપરીશ નહિ.' આમાં પહેલા ત્રણને પ્રતિશ્રવણા' દોષ લાગે. જ્યારે ચોથા સાધુએ નિષેધ કરવાથી તેને “પ્રતિશ્રવણા' દોષ લાગતો નથી.
૩ સંવાસ-આધાકર્મી આહાર વાપરતા હોય તેમના ભેગા રહેવું. અત્યંત રૂક્ષવૃત્તિથી નિર્વાહ કરનાર સાધુને પણ આધાકર્મી આહાર વાપરનાર સાથેનો સહવાસ, આધાકર્મી આહારનું દર્શન, ગંધ તથા એની વાતચીત પણ સાધુને લલચાવીને નીચો પાડનારી છે. માટે આધાકર્મી આહાર વાપરનાર સાધુઓ સાથે રહેવું પણ ન કહ્યું. તેના ઉપર ચોરપલ્લીનું દૃષ્ટાંત.
ચોરપલ્લીનું દૃષ્ટાંત વસંતપુર નામના નગરમાં અરિમર્દન નામના રાજા રાજ્ય કરે છે. તેમને પ્રિયદર્શના નામે રાણી છે.
વસંતપુર નગરની નજીકમાં થોડે દૂર ભીમ નામની પલ્લી આવેલી છે. તે પલ્લીમાં કેટલાક ભીલ જાતિના ચોરો રહે છે અને કેટલાક વાણિયા રહે છે.
ભીલ લોકો પોતાની પલ્લીમાંથી નીકળી નજીકના ગામોમાં જઈ લૂંટફાટ કરે છે અને લોકોને હેરાન પણ કરે છે. ભીલ લોકો બળવાન હોવાથી કોઈ સામંત રાજા કે માંડલિક રાજા તેઓને પકડી શકતા નથી. દિવસે દિવસે ભીલ લોકોનો રંજાડ વધવા લાગ્યો એટલે માંડલિક રાજાએ અરિમર્દન રાજાને આ હકીકત જણાવી.
આ સાંભળી અરિમર્દન રાજા કોપાયમાન થયો અને ઘણા સુભટો વગેરે સામગ્રી સજ્જ કરીને ભીલ લોકોની તે ભીમપલ્લી પાસે આવી પહોંચ્યો. ભીલોને ખબર પડતાં તે પણ સામા થયા. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ શરૂ થયું. તેમાં કેટલાક ભીલો મૃત્યુ
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
પામ્યા, કેટલાક ભીલો નાશી ગયા. રાજાએ આખી પલ્લી ઘેરી લીધી અને બધાને કેદ કર્યા.
ત્યાં રહેતા વાણિયાઓએ વિચાર્યું કે “અમે ચોર નથી, એટલે રાજા અમને કંઈ કરશે નહિ.” આમ વિચારીને તેઓએ નાશભાગ કરી નહિ પણ ત્યાં જ રહ્યા હતા. પરંતુ રાજાના હુકમથી સૈનિકોએ તો બધાને કેદ કર્યા અને બધાને રાજા પાસે હાજર કર્યા. વાણિયાઓએ ઘણું કહ્યું કે અમે તો વાણિયા છીએ પણ ચોર નથી.” રાજાએ કહ્યું કે “તમે ભલે ચોર નથી પણ તમે તો ચોર કરતાં પણ વધારે શિક્ષાને પાત્ર છો, કેમકે અમારા અપરાધી એવા ભીલ લોકોની સાથે રહ્યા છો.” આમ કહી બધાને શિક્ષા કરી.
વાણિયા ભીલ લોકોની સાથે રહ્યા તેથી તેમને શિક્ષા સહન કરવી પડી, તેમ સાધુ પણ આધાકર્મી આહાર વાપરનારની સાથે રહે તો તેને પણ દોષ લાગે છે. માટે આધાકર્મી આહાર વાપરતા હોય તેવા સાધુઓની સાથે રહેવું ન જોઈએ. પરંતુ જુદા રહેવું જોઈએ.
૪ અનુમોદના-આધાકર્મી આહાર વાપરનારની પ્રશંસા કરવી. “આ પુણ્યશાળી છે. સારું સારું મળે છે અને રોજ સારું સારું વાપરે છે. અથવા કોઈ સાધુ એમ બોલે કે “અમને ક્યારેય ઇચ્છિત આહાર મળતો નથી, જ્યારે આમને તો હંમેશાં ઇચ્છિત આહાર મળે છે, તે પણ પૂરેપૂરો, આદરપૂર્વક, ટાઇમસર અને ઋતુચ્છતને યોગ્ય મળે છે, આથી આ સુખપૂર્વક જીવે છે, સુખી છે.” આ પ્રમાણે આધાકર્મી આહાર વાપરનારની પ્રશંસા કરવાથી અનુમોદનાનો દોષ લાગે છે. તેના ઉપર રાજદુષ્ટ માણસનું દૃષ્ટાંત.
રાજદુષ્ટ માણસનું દષ્ટાંત શ્રીનિલય નામના નગરમાં ગુણચંદ્ર નામના રાજા રાજ્ય કરે છે. તેમને ગુણવતી આદિ ઘણી રાણીઓ છે.
તે નગરમાં સુંદર રૂપવાળો સુરૂપ નામનો એક વણિક રહે છે. તે એક દિવસ રાણીના મહેલ પાસેથી જતો હતો, ત્યાં રાણીઓએ તેને જોયો. કામદેવ સમાન તેનું રૂપ જોઈને રાણીઓ તેના ઉપર મોહ પામી અને તેના રૂપને એકીટશે જોવા લાગી. સુરૂપની નજર પણ રાણીઓ ઉપર પડી. પરસ્પર પ્રેમ ઉત્પન્ન થયો.
રાણીઓએ પોતાની વિશ્વાસુ દાસી મોકલીને અંત:પુરમાં આવવાનો ઉપાય જણાવ્યો. યોજના પ્રમાણે સુરૂપ અંત:પુરમાં આવવા લાગ્યો અને રાણીઓ સાથે
Page #64
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
ઇચ્છા પ્રમાણે ભોગ ભોગવવા લાગ્યો. આમને આમ કેટલોક સમય પસાર થઈ ગયો, રાજાને કશીયે ખબર પડી નહિ.
કેટલાક ટાઈમે રાજાને આ વાતની ખબર પડી. એટલે એક દિવસે સુરૂપ જેવો અંત:પુરમાં આવ્યો કે તુરત રાજાએ તેને પકડી લીધો. તેની ખૂબ વિટંબના કરી નગરમાં ફેરવીને મારી નંખાવ્યો.
સુરૂપને મારી નાખવા છતાં રાજાનો ગુસ્સો ઓછો થયો નહિ, એટલે ચરપુરુષોને જણાવ્યું કે “નગરમાં જાવ અને કોણ કોણ સુરૂપની પ્રશંસા કરે છે અને કોણ કોણ સુરૂપની નિંદા-તિરસ્કાર કરે છે તેની તપાસ કરીને મને જણાવો.”
ચરપુરુષો ગુપ્ત વેશમાં નગરમાં ફરવા લાગ્યા તો કેટલાક લોકો બોલે છે કે ધન્ય છે સુરૂપને. જે રાણીઓને અમે જિંદગીમાં કોઈ દિવસ નજરે જોઈ નથી, તે રાણીઓ સાથે ઇચ્છિત ભોગો ભોગવીને પછી મર્યો. મનુષ્યને એકવાર મરવાનું તો આવે છે. સુરૂપ તો ભવ સફળ કરી ગયો.” જ્યારે કેટલાક બોલતા હતા કે સુરૂપ કેવો ? જેણે આલોક અને પરલોક વિરુદ્ધ આચરણ કર્યું. રાજાની રાણીઓ તો માતાતુલ્ય ગણાય. તેમની સાથે ભોગ ભોગવતાં શરમ ન આવી. અંતે ક્રૂર રીતે મરવું પડ્યું. આવા માણસની કોણ પ્રશંસા કરે. એ તો નિંદાને પાત્ર છે.”
ચરપુરુષોએ પ્રશંસા કરનાર અને નિંદા કરનારનાં નામો રાજાને જણાવ્યાં. એટલે રાજાએ સુરૂપની પ્રશંસા કરનારાઓને પકડીને મારી નંખાવ્યા, અને સુરૂપની નિંદા કરનારને માન આપ્યું.
કોઈ સાધુઓ આધાકર્મી આહાર વાપરતા હોય તે જોઈને કોઈ તેમની પ્રશંસા કરે કે ધન્ય છે, આ સુખે જીવે છે. જ્યારે બીજા કહે કે ધિક્કાર છે આમને, કે શાસ્ત્રમાં નિષેધ કરેલા આહારને વાપરે છે. જે સાધુઓ અનુમોદના કરે છે તે સાધુઓને અનુમોદનાનો દોષ લાગે છે, તે સંબંધી કર્મ બાંધે છે. જ્યારે બીજાને તે દોષ લાગતો નથી.
પ્રતિસેવના દોષમાં પ્રતિશ્રવણા, સંવાસ અને અનુમોદના સાથે ચારે દોષો લાગે છે. પ્રતિશ્રવણા દોષમાં સંવાસ અને અનુમોદના સાથે ત્રણ દોષો લાગે છે. સંવાસ દોષમાં સંવાસ અને અનુમોદના બે દોષ લાગે છે. અનુમોદના દોષમાં એક અનુમોદના દોષ લાગે છે. માટે સાધુઓએ આ ચારે દોષોમાંથી કોઈ દોષ ન લાગે તેની કાળજી રાખવી.
Page #65
--------------------------------------------------------------------------
________________
४४
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
દ્વાર ચોથું
આધાકર્મ કોના જેવું છે ? वंतुञ्चारसुरागोमांससममिमंति तेण तज्जुत्तं ।
પત્ત પિ તિરુખે વપૂરૂ પુત્રં રિસાદું | ૨૨ || (પિ. વિ. ૧૭) આધાકર્મી આહાર વસેલું ભોજન, વિષ્ટા, મદિરા અને ગાયના માંસ સમાન છે. (માટે આધાકર્મી આહાર વાપરવો ન જોઈએ, એટલું જ નહિ પણ) આધાકર્મી આહાર જે પાત્રમાં લાવેલા હોય કે મૂકેલો હોય તે પાત્રને છાણ આદિથી ઘસીને પછી ત્રણ વાર પાણીથી ધોઈને કોરું કર્યા પછી, તેમાં બીજો શુદ્ધ આહાર લેવો કહ્યું. આ સંબંધી નીચે મુજબ દષ્ટાંત સમજાવે છે.
દષ્ટાંત વક્રપુર નામના નગરમાં ઉગ્રતેજ નામનો એક સૈનિક રહેતો હતો. તેને રૂક્મિણી નામની બીજીવારની પત્ની હતી. એકવાર નજીકના ગામેથી ઉગ્રતેજના મોટાભાઈ સોદાસ આવ્યા.
ઉગ્રતેજે બજારમાંથી માંસ લાવીને, રાંધવા માટે રૂક્મિણીને આપ્યું અને પોતે પોતાના કામ ઉપર ગયો.
આ બાજુ રૂક્મિણી કામમાં હતી ત્યાં એક બિલાડો આવ્યો, તે કેટલુંક માંસ ખાઈ ગયો. રૂક્મિણી માંસ લેવા ગઈ તો થોડુંક જ માંસ રહેલું જોયું અને આ બાજુ પોતાના પતિ અને જેઠને જમવા આવવાનો વખત પણ થઈ જવા આવ્યો હતો. એટલે તે વિચારમાં પડી કે “બજારમાંથી બીજું માંસ વેચાતું લાવીને રાંધવામાં ઘણો સમય થઈ જાય. હવે શું કરવું ? જો ભોજન ટાઈમસર તૈયાર નહિ હોય તો માર ખાવો પડશે.”
ઘરના ઓટલાના એક ખૂણામાં એક કાર્પટિક આવેલો હતો. તેને ઝાડા થયેલા તેમાં માંસના ટુકડા પડેલા હતા, તે રૂક્મિણીના જોવામાં આવતા તે ટુકડા લઈ લીધા અને પાણીથી સાફ કરી વધેલા માંસ ભેગો તેનો સંસ્કાર કરી માંસ તૈયાર
૧ કોઈ એમ કહે છે કે “કોઈ કૂતરાએ મરેલા કાપેટિકનું થોડું માંસ ખાધેલું તે એના ઘરના
આંગણામાં ઉલટી કરેલી તેમાં માંસના ટુકડા પડેલા તે લઈ લીધા.” ૨ કોઈ કહે છે કે ભાણામાં ખરાબ ગંધ આવતા અને માંસનો વર્ણ જુદો જોઈને ઉગ્રતેજને વહેમ
પડ્યો, એટલે ક્રોધથી તેણે રૂક્મિણીને ધમકાવી.
Page #66
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
૪૫
કર્યું. પછી જ્યારે પોતાના પતિ અને જેઠ જમવા બેઠા, ત્યારે તેમની થાળીમાં તે માંસ પીરસ્યું.
આ હકીકત તેની શોકનો પુત્ર ગુણમિત્ર જોઈ ગયો હતો, તેથી પોતાના કાકા તથા પિતાને તે માંસનું ભોજન કરતાં રોક્યા અને બધી વાત કરી. આ સાંભળી ઉગ્રતેજ એકદમ કોપાયમાન થઈ ગયો. રૂક્મિણી ભયથી ધ્રૂજવા લાગી અને બધી સાચી વાત કહી દીધી.
હવે તે બધું ભોજન કાઢી નાંખ્યું અને બીજું ભોજન કર્યું.
જેમ વસેલું ભોજન ખાવા લાયક નથી, તેમ આધાકર્મી આહાર પણ વાપરવા લાયક નથી. સાધુએ અસંયમનો ત્યાગ કરેલો છે, જ્યારે આધાકર્મી આહાર અસંયમકારી છે, તેથી વસેલું ગમે તેવું સુંદર હોય છતાં ન ખવાય.
વેદાદિ લૌકિક શાસ્ત્રોમાં ઘેટીનું દૂધ, ઊંટડીનું દૂધ, લસણ, ડુંગળી, મદિરા અને ગાયના માંસનો નિષેધ કરેલો છે. તે માન્ય રાખીને મિથ્યાષ્ટિ લોકો પણ તેનું પાલન કરે છે. તો પછી શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાની શ્રદ્ધાવાળા સાધુઓએ આધાકર્મી આહાર સુતરાં વાપરવો જોઈએ નહિ.
વળી તલનો લોટ, નાળિયેર (શ્રીફળ) આદિ ફળ વિષ્ટામાં કે અશુચિમાં પડી જાય કે તેમાં વિષ્ટા કે અશુચિ પડે તો તે વસ્તુ ખાવા લાયક રહેતી નથી, તેમ શુદ્ધ આહારમાં આધાકર્મી આહાર પડી જાય કે તેના ભેગો થાય તો તે શુદ્ધ આહાર પણ વાપરવા યોગ્ય રહેતો નથી અને તે પાત્રને પણ છાણ આદિ ઘસીને સાફ કરી ત્રણ વાર ધોયા પછી તે પાત્રમાં બીજો આહાર લાવવા કહ્યું છે.
દ્વાર પાંચમું આધાકર્મ વાપરવામાં કયા કયા દોષો છે ? कम्मग्गहणे अइक्कमवइक्कमा तहऽइयारऽणायारा ।
નામ SUવસ્થા મછત્ત-વિરાદ ર મ પાર પા (પિ. વિ. ૧૭) આધાકર્મી આહાર ગ્રહણ કરવામાં 2 અતિક્રમ, ૨ વ્યતિક્રમ, ૩ અતિચાર, ૪ અનાચાર, ૫ આજ્ઞાભંગ, ૬ અનવસ્થા, ૭ મિથ્યાત્વ અને ૮ વિરાધના દોષો લાગે છે.
2 અતિક્રમ-આધાકર્મી આહાર માટેનું નિમંત્રણ સાંભળે, ગ્રહણ કરવાની
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
ઇચ્છા જણાવે અથવા નિષેધ કરે નહિ અને લેવા જવા માટે પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ નામનો દોષ લાગે છે.
૪૩
૨ વ્યતિક્રમ-આધાકર્મી આહાર લેવા માટે વસતિ ઉપાશ્રયમાંથી નીકળી ગૃહસ્થને ત્યાં જાય અને જ્યાં સુધી આહાર ગ્રહણ ન કરે ત્યાં સુધી વ્યતિક્રમ નામનો દોષ લાગે છે.
૩ અતિચાર-આધાકર્મી આહાર ગ્રહણ કરીને વસતિમાં આવે, વા૫૨વા બેસે અને જ્યાં સુધી કોળિયો કરી મોઢામાં ન નાખે ત્યાં સુધી અતિચાર નામનો દોષ લાગે છે.
૪ અનાચાર-આધાકર્મી આહારનો કોળિયો મોઢામાં નાખીને ગળી જાય ત્યારે અનાચાર નામનો દોષ લાગે છે.
અતિક્રમાદિ દોષો ઉત્તરોત્ત૨ વધારે વધારે ચારિત્રધર્મનું ઉલ્લંઘન કરનાર ઉગ્રદોષો છે.
૫ આજ્ઞાભંગ-વિના કારણે, સ્વાદની ખાતર આધાકર્મી વાપરવાથી આજ્ઞાભંગ દોષ લાગે છે. શ્રી તીર્થંકર ભગવંતોએ કારણ વગર આધાકર્મી આહાર વા૫૨વાનો નિષેધ કરેલો છે.
૬ અનવસ્થા-એક સાધુ બીજા સાધુને આધાકર્મી આહાર વાપરતા જુએ એટલે તેને પણ આધાકર્મી આહાર વા૫૨વાની ઇચ્છા થાય, તેને જોઈને ત્રીજા સાધુને ઇચ્છા થાય એમ પરંપરા વધે. સામાન્ય રીતે જીવ સુખશીલીઓ હોવાથી આધાકર્મી ઇષ્ટ મિષ્ટ જોઈને ઇચ્છા થાય. એમ પરંપરા વધવાથી સંયમનો સર્વથા ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે. આથી અનવસ્થા નામનો દોષ લાગે છે.
૭ મિથ્યાત્વ-દીક્ષા ગ્રહણ કરે ત્યારે સાધુએ સઘળાં સાવદ્ય યોગોની પ્રતિજ્ઞા ત્રિવિધે ત્રિવિધે કરી હોય છે, આધાકર્મી આહાર વાપરવામાં પ્રાણીવધની અનુમતિ આવી જાય છે. માટે આધાકર્મી આહાર વા૫૨વો ન જોઈએ. જ્યારે તે સાધુ બીજા સાધુને આધાકર્મી આહાર વાપરતા જુએ તેથી તેના મનમાં એમ થાય કે ‘આ સાધુઓ અસત્યવાદી છે, બોલે છે જુદું અને આચરે છે જુદું.' આથી તે સાધુની શ્રદ્ધા ચલાયમાન થાય અને મિથ્યાત્ત્વ પામે. આ કારણથી આધાકર્મી આહાર વાપરનારને મિથ્યાત્ત્વ નામનો દોષ લાગે છે.
૮ વિરાધના-વિરાધના ત્રણ પ્રકારે. ૧ આત્મવિરાધના, ૨ સંયમવિરાધના, ૩ પ્રવચનવિરાધના.
Page #68
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
૪૭
મહેમાનની જેમ સાધુ માટે આધાકર્મી આહાર, ગૃહસ્થ ગૌરવપૂર્વક બનાવે તેથી સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ હોય અને તેથી તેવો આહાર સાધુ વધારે વાપરે. વધારે વા૫૨વાથી બીમારી આવે, બીમારી આવે એટલે સ્વાધ્યાય થાય નહિ, સ્વાધ્યાય થાય નહિ એટલે સૂત્ર-અર્થનું વિસ્મરણ થાય-ભૂલી જવાય. શરીર વિશ્વલ થવાથી ચારિત્રની શ્રદ્ધા ઓછી થાય. દર્શનનો નાશ થાય. પ્રત્યુપ્રેક્ષણાનો અભાવ એટલે ચારિત્રનો નાશ. આમ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સંયમી આત્માની વિરાધના થઈ.
બીમારીમાં સારવાર કરવામાં છકાય જીવની વિરાધના અને વૈયાવચ્ચ કરનાર સાધુને સૂત્ર અર્થની હાનિ થાય, તેથી સંયમવિરાધના.
લાંબા કાળની માંદગીમાં ‘આ સાધુઓ બહુ ખાનારા છે, પોતાના પેટને પણ જાણતા નથી, એટલે બીમાર થાય છે.' વગેરે બીજા લોકો બોલે. આથી પ્રવચન- વિરાધના.
આધાકર્મી આહાર વાપરવામાં આ પ્રમાણે દોષો રહેલા છે. માટે આધાકર્મી આહાર વાપરવો ન જોઈએ.
શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંગ કરીને જે સાધુ આધાકર્મી આહાર વાપરે છે, તે સાધુને સદ્ગતિ અપાવનાર અનુષ્ઠાનરૂપ સંયમની આરાધના થતી નથી, પરંતુ સંયમનો ઘાત થવાથી નરક આદિ દુર્ગતિમાં જવાનું થાય છે.
આ લોકમાં રાજાની આજ્ઞાનો ભંગ કરવાથી વધ, બંધ, દંડ વગેરે અનર્થની પરંપરા થાય છે, તેમ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંગ કરવાથી જીવને ભારે દંડાવું પડે છે. અર્થાત્ જન્મ-મરણાદિ અનેક પ્રકારના દુ:ખો ભોગવવા પડે છે.
દૃષ્ટાંત
ચંદ્રાનના નામની નગરીમાં ચંદ્રાવતંસ નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને ત્રિલોકરેખા આદિ ઘણી રાણીઓ હતી.
તે રાજાને સુંદર બે ઉદ્યાનો હતાં, પૂર્વ દિશામાં સૂર્યોદય નામનું અને પશ્ચિમ દિશામાં ચંદ્રોદય નામનું.
બન્ને દિશામાં કઠિયારા વગેરે લોકો કાષ્ઠ આદિ લેવા માટે જતા-આવતા.
વસંતઋતુમાં એક વખત રાજાને રાણીઓ સાથે સૂર્યોદય ઉદ્યાનમાં આનંદપ્રમોદ કરવા જવાની ઇચ્છા થઈ. આથી રાજાએ સેવકો દ્વારા નગ૨માં પડહ વગડાવીને લોકોને જાણ કરાવી કે ‘આવતી કાલે સવારે રાજા અંત:પુર સહિત સૂર્યોદય
5
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
નામના ઉદ્યાનમાં જવાના છે અને આખો દિવસ રોકાવાના છે, માટે કોઈ પણ માણસે તે દિશામાં લાકડાં આદિ લેવા માટે જવું નહિ, પરંતુ ચંદ્રોદય નામના ઉદ્યાન તરફ જવું.”
આ પ્રમાણે લોકોને જણાવ્યા બાદ સૂર્યોદય ઉદ્યાનમાં કોઈ છુપાઈ ન જાય તે માટે ઉઘાન પાસે ચોકીપહેરો ગોઠવાઈ ગયો.
રાત્રે રાજાને વિચાર આવ્યો કે “સવારે સૂર્યોદય ઉદ્યાનમાં જતાં સામો સૂર્યનો તાપ આવશે અને સાંજે પાછા આવતાં પણ સામો સૂર્યનો તાપ લાગશે. માટે ચંદ્રોદય ઉદ્યાનમાં જવું. જેથી જતાં અને આવતાં સૂર્ય પાછળ રહે.”
સવારે રાજા અંત:પુર સહિત સૂર્યોદય ઉદ્યાનમાં નહિ જતાં ચંદ્રોદય ઉદ્યાનમાં ગયા.
પડહ સાંભળ્યા બાદ કેટલાક દુરાચારી માણસોએ વિચાર કર્યો કે “અમે કોઈ દિવસ રાજાની રાણીઓ જોઈ નથી, સવારે રાજા સૂર્યોદય ઉદ્યાનમાં જવાના છે, તો ત્યાં જઈને જો છૂપાઈ જઈએ તો રાણીઓ બરાબર જોઈ શકાય.” આવો વિચાર કરી કેટલાક લોકો ઝાડ વગેરેના સ્થાને કોઈ દેખી ન જાય તે રીતે છુપાઈ ગયા.
તપાસ કરતાં ઉદ્યાનપાલકોએ છુપાઈ ગયેલા લોકોને પકડી લીધા અને દોરડાથી બાંધી લીધા.
જે લોકો ચંદ્રોદય ઉદ્યાનમાં ગયા હતા તે લોકો રાણીઓ સાથે ક્રિીડા કરતા રાજાને ઇચ્છા મુજબ જોવા લાગ્યા. તેઓને પણ રાજાના માણસોએ પકડ્યાં.
બીજે દિવસે પકડાયેલા લોકોને રાજા પાસે હાજર કરવામાં આવ્યા અને હકીકત જણાવી.
સૂર્યોદય ઉદ્યાનમાંથી જે લોકો પકડાયા હતા તેઓએ આજ્ઞાભંગ કરેલો હોવાથી રાજાએ તેમને મોતની સજા કરી અને ચંદ્રોદય ઉદ્યાનમાંથી પકડાયેલા હતા તેમણે આજ્ઞાનું પાલન કરેલું હોવાથી છોડી મૂક્યાં.
આજ્ઞાનો ભંગ કરનારને જેમ રાજાએ મોતની સજા કરી અને આજ્ઞાનું પાલન કરનારને મુક્ત કર્યા, તેમ આધાકર્મી આહાર વાપરવાની બુદ્ધિવાળા શુદ્ધ આહાર વાપરવા છતાં આજ્ઞાભંગના દોષથી દંડાય છે અને શુદ્ધ આહારની ગવેષણા કરનારને કદાચ આધાકર્મી આહાર વાપરવામાં આવી જાય તો પણ તેઓ દંડાતા નથી કેમકે તેઓએ શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનું પાલન કરેલું છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
૪૯
દ્વાર છઠું આધાકર્મી આહાર આપવામાં કયા દોષો છે ? संथरणंभि असद्धं, दोण्हं वि गेण्हंतदेंतयाणऽहियं ।
આ વિદ્યુતે, તે ચેવ દિઈ સંથર મારા (પિં. વિ. ૨૧) નિર્વાહ થતો હોય તે વખતે આધાકર્મી-અશુદ્ધ આહાર આપવાથી, આપનાર અને લેનાર બન્નેનું અહિત થાય છે. પરંતુ નિર્વાહ થતો ન હોય (એટલે ગ્લાનાદિ કારણે) તો આપવામાં અને લેવામાં બન્નેને હિતકારી થાય છે.
આધાકર્મી આહાર ચારિત્રનો નાશ કરનારો છે, એથી ગૃહસ્થો માટે ઉત્સર્ગથી સાધુને આધાકર્મી આહારનું દાન કરવું યોગ્ય માન્યું નથી, છતાં ગ્લાનાદિ કારણે કે દુકાળાદિના વખતે આપે તે વાંધાજનક નથી બલ્ક ઉચિત છે અને લાભકારી છે.
જેમ તાવથી પીડાતા દર્દીને ઘેબરાદિ આપનાર વૈદ્ય બન્નેનું અહિત કરે છે અને ભસ્મકવાતાદિના રોગમાં ઘેબરાદિ બન્નેનું હિત કરે છે, તેમ કારણ વિના આપવાથી આપનાર અને લેનાર બન્નેને અહિતકર થાય છે, જ્યારે કારણે આપવાથી બન્નેને લાભ થાય છે.
હાર સાતમું આધાકર્મ જાણવા કેવી રીતે પૂછવું ? अणुचिय देसं दव्वं कुलमप्पं आयरो य तो पुच्छा ।
વૈદુવિ નત્સ્યિ પુછી રવિણ સમાવે વિ પારરા (પિ. નિ. ૨૦૪) આધાકર્મી આહારગ્રહણ થઈ ન જાય તે માટે પૂછવું જોઈએ. તે વિધિપૂર્વક પૂછવું જોઈએ પણ અવિધિપૂર્વક ન પૂછવું. આમાં જે એક વિધિપૂર્વક પૂછવાનું અને બીજું અવિધિપૂર્વક પૂછવાનું તેમાં અવિધિપૂર્વક પૂછવાથી નુકશાન થાય છે તે ઉપર દૃષ્ટાંત.
શાલી નામના ગામમાં એક ગ્રામણી નામનો વણિક રહેતો હતો. તેને પત્ની પણ ગ્રામણી નામની હતી.
એક વાર વણિક દુકાને ગયો હશે તે વખતે તેના ઘેર એક સાધુ ભિક્ષા માટે આવ્યા. ગ્રામણી સાધુને શાલિજાતના ભાત વહોરાવવા લાવી. ભાત આધાકર્મી છે કે શુદ્ધ ? તે જાણવા સાધુએ તે સ્ત્રીને પૂછ્યું કે “હે શ્રાવિકા ! આ ચોખા ક્યાંના છે ?' તે સ્ત્રીએ કહ્યું કે “મને ખબર નથી, મારા પતિ જાણે, દુકાને જઈને પૂછી જુઓ.”
આથી સાધુએ દુકાને જઈને પૂછ્યું.
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
વણિકે કહ્યું કે “મગધ દેશના સીમાડાના ગોમ્બર ગામથી આવ્યા છે.”
આ પ્રમાણે સાંભળી તે સાધુ ગોબ્બર ગામ જવા તૈયાર થયો. ત્યાં પણ તેને શંકા થઈ કે “આ રસ્તો કોઈ શ્રાવકે સાધુ માટે બનાવ્યો હોય તો ?' એ શંકાથી રસ્તો મૂકીને ઊંધા માર્ગે ચાલવા લાગ્યો. તેથી પગમાં કાંટા-કાંકરા વાગ્યા, કૂતરા વગેરેએ બચકાં ભર્યા, સૂર્યનો તાપ પણ વધવા લાગ્યો. આધાકર્મની શંકાથી વૃિક્ષની છાયામાં પણ બેસતો નથી. આથી તાપ ખૂબ લાગવાથી તે સાધુને મૂર્છા આવી ગઈ, ખૂબ ખૂબ હેરાન થઈ ગયો.
આ પ્રમાણે કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના થઈ શકતી નથી. આ અવિધિપૃચ્છા છે, એ રીતે પૂછવું ન જોઈએ, પરંતુ વિધિપૂર્વક પૂછવું તે બતાવે છે –
તે દેશમાં વસ્તુનો અભાવ હોય અને ત્યાં તે ઘણી જોવામાં આવે, ઘરમાં માણસો થોડા હોય અને રસોઈ વધારે દેખાય, ઘણો આગ્રહ કરતા હોય તો ત્યાં પૂછવું કે આ વસ્તુ કોના માટે અને કોના નિમિત્તે બનાવી છે ?,
તે દેશમાં તે વસ્તુ ઘણી થતી હોય, તો ત્યાં પૂછવાની જરૂર નથી. પરંતુ ઘરમાં માણસો ઓછા હોય અને આગ્રહ કરે તો પૂછવું. અનાદર એટલે બહુ આગ્રહ ના હોય અને ઘરમાં માણસો ઘણા હોય તો પૂછવાની જરૂર નથી. કેમકે આધાકર્મી હોય તો આગ્રહ કરે.
આપનાર સરળ હોય તો પૂછવામાં જેવું હોય તેવું કહી દે કે “ભગવદ્ ! આ તમારે માટે બનાવેલું છે.” માયાવી હોય તો “આ ગ્રહણ કરો. તમારે માટે કંઈ બનાવ્યું નથી.” આમ કહીને ઘરમાં બીજાની સામું જુએ કે હસે. મુખ ઉપરના ભાવથી ખબર પડી જાય કે “આ આધાકર્મી છે.'
આ કોના માટે બનાવ્યું છે ?' એમ પૂછતાં આપનાર રોપાયમાન થાય અને કહે કે “તમારે શી પંચાત ?' તો ત્યાં આહાર ગ્રહણ કરવામાં શંકા ન રાખવી.
દ્વાર આઠમું ઉપયોગ રાખવા છતાં કેવી રીતે આધાકર્મનું ગ્રહણ થાય ?
गूढायारा न करेंति आयरं पुच्छियावि न कहेंति । થોવંતિ વ નો મુદ્દા નં ૨ મસુદ્ધ વરં તત્ય ? પારણા (પિં. નિ. ૨૦૬)
* સાધુ માટે વૃક્ષ વાવેલું હોય તો તે વૃક્ષના ફળ આદિ સાધુને કહ્યું નહિ, પરંતુ સાધુ માટે વૃક્ષ
વાવેલું હોય તેથી તેની છાયા આધાકર્મી બનતી નથી. પણ આ સાધુએ તો વૃક્ષની છાયાને પણ આધાકર્મી માની તેની છાયામાં બેઠો નહિ.
Page #72
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
૫૧
જે કોઈ શ્રાવક-શ્રાવિકા અતિશય ભક્તિવાળા અને ગૂઢ આચારવાળા હોય તે આધાકર્મી આહાર બનાવીને વહોરાવવામાં બહુ આદર બતાવે નહિ, પૂછવા છતાં સાચું કહે નહિ અથવા વસ્તુ થોડી હોય એટલે અશુદ્ધ કેમ હોય ? તેથી સાધુએ પૂછ્યું ન હોય. આ કારણોથી તે આહાર આધાકર્મી હોવા છતાં, શુદ્ધ જાણીને ગ્રહણ કરવાથી સાધુ ઠગાઈ જાય.
દ્વાર નવમું ગૃહસ્થના છળથી આધાકર્મી ગ્રહણ કરવા છતાં નિર્દોષતા કેવી રીતે ?
आहाकम्मपरिणओ फासुयभोईवि बंधओ होइ ।।
સુદ્ધ સમાજે ગાદીષ્મ વિ સો સુદ્ધો I ૨૪ ૫ (પિં. નિ. ૨૦૭) ગાથામાં ‘સુમોડું' એનો અર્થ અહીંયા ‘સર્વ દોષથી રહિત શુદ્ધ આહાર વાપરનાર' કરવાનો છે. સાધુનો આચાર છે કે ગ્લાનાદિ પ્રયોજન વખતે નિર્દોષ આહારની ગવેષણા કરવી. નિર્દોષ ન મળે તો ઓછાઓછા દોષવાળી વસ્તુ લેવી, તે ન મળે તો શ્રાવક આદિને સૂચના કરીને દોષવાળી લેવી. શ્રાવકના અભાવે શાસ્ત્રની વિધિપૂર્વક ગ્રહણ કરવું, પણ અપ્રાસુક એટલે સચિત્ત વસ્તુ તો કદી પણ ન લેવી.
આધાકર્મી આહાર વાપરવાના પરિણામવાળો સાધુ શુદ્ધ આહાર વાપરવા છતાં, કર્મબંધથી બંધાય છે, જ્યારે શુદ્ધ આહારની ગવેષણા કરવાવાળાને કદાચ આધાકર્મી આહાર આવી જાય અને તે અશુદ્ધ આહાર વાપરવા છતાં તે કર્મબંધથી બંધાતો નથી. કેમકે તેને આધાકર્મી આહાર વાપરવાની ભાવના નથી.
શુદ્ધમાં અશુદ્ધ બુદ્ધિથી વાપરનાર સાધુ કર્મથી બંધાય છે તેનું દૃષ્ટાંત નીચે મુજબ છે.
દૃષ્ટાંત-૧ શતમુખ નામના નગરમાં ગુણચંદ્ર નામના શેઠ રહે છે, તેમને ચંદ્રિકા નામે પત્ની છે.
શેઠ ઘણા ધર્મી હતા, તેથી એક સુંદર વિશાળ શ્રી જિનમંદિર બંધાવ્યું અને તેમાં શ્રી ઋષભદેવ ભગવંતની પ્રતિષ્ઠા કરાવી.
પ્રતિષ્ઠા પ્રસંગે આહાર આદિથી સંઘની ખૂબ ભક્તિ કરવા લાગ્યા. નજીકના ગામમાં એક વેષધારી સાધુ હતો, તેણે સાંભળ્યું કે “શતમુખ નગરમાં ગુણચંદ્ર શેઠ સંઘને ભોજન આપે છે. આથી તે સાધુ ભોજન માટે શતમુખ નગરમાં આવ્યો.
Page #73
--------------------------------------------------------------------------
________________
પર
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
ટાઇમ થઈ જવાથી આપવાની વસ્તુ અપાઈ ગઈ હતી, આથી તે સાધુએ ગુણચંદ્ર શેઠ પાસે આહારની માંગણી કરી. શેઠે પોતાની પત્ની ચંદ્રિકાને કહ્યું કે આ સાધુને ભોજન આપો.' ચંદ્રિકાએ શેઠને કહ્યું કે હવે કાંઈ બાકી નથી, બધું આપવાનું અપાઈ ગયું છે.” શેઠે કહ્યું કે “આપણા માટેનું જે ભોજન છે, તેમાંથી આ સાધુને આપો.” ચંદ્રિકાએ સાધુની ઇચ્છા મુજબ લાડવા, ભાત, દાળ, શાક વગેરે ભોજન આપ્યું.
સાધુએ તો “આ આહાર સાધુ માટે બનાવેલો મને આપ્યો છે.” એમ વિચારીને તે આહાર પોતાના સ્થાનમાં લાવી વાપર્યો. આથી આહાર શુદ્ધ હોવા છતાં આ સાધુને આધાકર્મીની બુદ્ધિથી ગ્રહણ કરી વાપરવાના પરિણામે આધાકર્મી આહાર વાપરવાથી જે કર્મબંધ થાય તે કર્મબંધ થયો.
શુદ્ધની ગવેષણા કરતાં અશુદ્ધ આવી જાય તો પણ ભાવ શુદ્ધિથી સાધુને નિર્જરા થાય છે, તેના ઉપર હવે દૃષ્ટાંત કહે છે.
દિષ્ટાંત-૨ આચાર્ય ભગવંત શ્રી રત્નાકરસૂરીશ્વરજી મહારાજ ૫૦૦ શિષ્યથી પરિવરેલા શાસ્ત્રની વિધિપૂર્વક વિહાર કરતા કરતા પોતનપુર નામના નગરમાં આવ્યા.
પ00 શિષ્યોમાં એક પ્રિયંકર નામના સાધુ માસખમણને પારણે માસખમણની તપશ્ચર્યા કરનારા હતા.
પારણાના દિવસે તે સાધુએ વિચાર્યું કે “મારું પારણું જાણીને કોઈએ આધાકર્મી આહાર કર્યો હોય માટે, નજીકના બીજા ગામમાં ગોચરી જઉં, કે જેથી શુદ્ધ આહાર મળે.”આમ વિચાર કરી તે ગામમાં ગોચરી નહિ જતાં નજીકના કોઈ એક ગામમાં ગયા.
તે ગામમાં યશોમતી નામની વિચક્ષણ શ્રાવિકા રહેતી હતી. માણસોના મુખથી તપસ્વી મુનિના પારણાનો દિવસ તેના જાણવામાં આવ્યો હતો, એટલે તેણીએ વિચાર્યું કે કદાચ તે તપસ્વી મહાત્મા પારણા માટે આવે તો મને લાભ મળે, એ હેતુથી અત્યંત ભક્તિપૂર્વક ખીર વગેરે ઉત્તમ રસોઈ તૈયાર કરી.
ખીર વગેરે ઉત્તમ દ્રવ્યો જોઈને સાધુને આધાકર્મીની શંકા ન પડે, એટલા માટે પાંદડાંના પડિયામાં બાળકો માટેની થોડી થોડી ખીર નાખી રાખી અને બાળકોને શીખવી રાખ્યું કે જો આવા પ્રકારના સાધુ અહીં આવે તો બોલવું કે “હે મા ! અમને આટલી બધી ખીર કેમ આપી? અમારાથી આટલી બધી ખીર ખાઈ શકાશે નહિ.'ત્યારે હું તમને ઠપકો આપીશ, એટલે તમારે બોલવું કે “કેમ રોજ રોજ ખીર બનાવે છે ?'
Page #74
--------------------------------------------------------------------------
________________
આધાકર્મ દોષ
પ૩
બનવા જોગે તે તપસ્વી સાધુ ફરતાં ફરતાં સૌથી પહેલાં યશોમતી શ્રાવિકાને ઘેર આવી પહોંચ્યા. યશોમતિ અંતરથી ખૂબ ઉલ્લાસ પામી, પરંતુ સાધુને શંકા ન પડે એટલે બહારથી ખાસ કોઈ આદર બતાવ્યો નહિ, બાળકો શીખવાડ્યા પ્રમાણે બોલવા લાગ્યા, એટલે યશોમતીએ બાળકોને ઠપકો આપ્યો અને બહારથી અનાદર અને રોષપૂર્વક સાધુને કહ્યું કે “આ બાળકો ગાંડા થઈ ગયા છે. ખીર પણ એમને રુચતી નથી. જો તમને રુચતી હોય તો લો નહિતર બીજે જાવ.”
મુનિને આધાકર્મી આદિ વિષે શંકા નહિ લાગવાથી પાતરું કાઢ્યું. યશોમતીએ ખૂબ ભક્તિપૂર્વક પાતરું ભરી દીધું અને બીજું ઘી, ગોળ વગેરે ભાવથી વહોરાવ્યું.
સાધુ આહાર લઈને વિશુદ્ધ અધ્યવસાયપૂર્વક ગામ બહાર નીકળ્યા અને કોઈ એક વૃક્ષ નીચે ગયા, ત્યાં વિધિપૂર્વક ઇરિયાવહિ આદિ કરી, પછી કેટલોક સ્વાધ્યાય કર્યો અને વિચારવા લાગ્યા કે “આજે ગોચરીમાં ખીર વગેરે ઉત્તમ દ્રવ્ય મળેલ છે, તો કોઈ સાધુ આવીને મને લાભ આપે તો હું સંસાર સમુદ્રને તરી જાઉં. કેમકે સાધુઓ નિરંતર સ્વાધ્યાયમાં રક્ત હોય છે અને સંસારસ્વરૂપને યથાવસ્થિત જેવું છે તેવું નિરંતર વિચારે છે, આથી તેઓ દુ:ખરૂપ સંસારથી વિરક્ત થઈ મોક્ષની સાધનામાં એક ચિત્ત રહે છે, આચાર્યાદિની શક્તિ મુજબ વૈયાવચ્ચમાં ઉઘુક્ત રહે છે, વળી દેશના લબ્ધિવાળા ઉપદેશ આપીને ઘણો ઉપકાર કરે છે તથા સારી રીતે સંયમને પાળનારા છે. આવા મહાત્માઓને સારો આહાર જ્ઞાનાદિમાં સહાયક બને, આ મારો આહાર તેમને જ્ઞાનાદિકમાં સહાયક થાય તો મને મોટો લાભ મળે. જ્યારે આ મારું શરીર અસાર પ્રાય: અને નિરુપયોગી છે, મારે તો જે તે આહારથી પણ નિર્વાહ થઈ શકે એમ છે.” આ ભાવનાપૂર્વક મૂર્છારહિત તે આહાર વાપરતાં વિશુદ્ધ અધ્યવસાય થતાં ક્ષપકશ્રેણી માંડી અને વાપરી રહેતાં તો કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
આ રીતે ભાવથી શુદ્ધ આહારની ગવેષણા કરતાં આધાકર્મી આહાર આવી જાય તે વાપરવા છતાં તે આધાકર્મીના કર્મબંધથી બંધાતો નથી, કેમકે તેણે ભગવંતની આજ્ઞાનું પાલન કરેલ છે.
હાર દશમું
શંકા-સમાધાન શંકા-જે અશુદ્ધ આહારાદિને સાધુએ પોતે બનાવ્યો નથી, તેમ બનાવરાવ્યો નથી, તેમ જ બનાવનારની અનુમોદના કરી નથી તે આહારને ગ્રહણ કરવામાં દોષ શો ?
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
સમાધાન
कामं सयं न कुब्वइ जाणंतो पुण तहावि तग्गाही ।
વરુ તપ્પા શિપમાળો ૩ વારે રડા (પિ. નિ. ૧૧૧) તમારી વાત બરાબર છે. જો કે જાતે તે આહારાદિ નથી કરતો, બીજા પાસે નથી કરાવતો તો પણ “આ આહારાદિ સાધુ માટે બનાવેલો છે.” એમ જાણવા છતાં જો તે આધાકર્મી આહાર ગ્રહણ કરે છે, તો આપનાર ગૃહસ્થ અને બીજા સાધુઓને એમ થાય કે “આધાકર્મી આહારાદિ આપવામાં અને લેવામાં કોઈ જાતનો દોષ નથી, જો દોષ હોય તો આ સાધુ જાણવા છતાં કેમ ગ્રહણ કરે ?”
આમ થવાથી આધાકર્મી આહારમાં લાંબા ટાઇમ સુધી છે જીવનિકાયનો ઘાત ચાલુ રહે છે. જે સાધુઓ આધાકર્મી આહારનો નિષેધ કરે કે “સાધુને આધાકર્મી આહાર કહ્યું નહિ.' અને આધાકર્મી આહાર ગ્રહણ ન કરે તો ઉપર મુજબનો દોષ તે સાધુઓને લાગતો નથી. પણ આધાકર્મી આહાર જાણવા છતાં, જેઓ તે આહાર વાપરે તો ચોક્કસ તેઓને અનુમોદનાનો દોષ લાગે છે. “અપ્રતિષિદ્ધમનુસ્મૃતિમ્' નિષેધ નહિ કરવાથી અનુમતિ આવી જાય છે. વળી આધાકર્મી આહાર વાપરવાનો ચસકો લાગી જાય, તો તેવો આહાર ન મળે તો જાતે પણ તૈયાર કરવા લાગી જાય એવું પણ બને, માટે સાધુએ આધાકર્મી આહારાદિ વાપરવો ન જોઈએ.
आहाकम्मं भुंजइ न पडिक्कमए य तस्स ठाणस्स ।
મેવ ડડુ વોડો સુવિહુ ને વયવો પારદા (પિં. નિ. ૨૧૭) જે સાધુ આધાકર્મી આહાર વાપરે અને તેનું પ્રાયશ્ચિત્ત કરે નહિ, તો તે સાધુ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંજક હોવાથી તે સાધુનું લોચ કરવો-કરાવવો, વિહાર કરવો વગેરે બધું નિષ્ફળ-નિરર્થક છે. જેમ કબૂતર પોતાનાં પીંછાં તોડે છે અને બધે ફરે છે. પરંતુ તેને ધર્મ માટે થતું નથી. તેમ આધાકર્મી આહાર વાપરનારનું લોચ, વિહાર વગેરે ધર્મ માટે થતા નથી.
ઇતિ પ્રથમ આધાકર્મી દોષ નિરૂપણ.
Page #76
--------------------------------------------------------------------------
________________
૨. ઓદેશિક દોષ ओहेण विभागेण य आहे ठप्पं तु बारस विभागे । ઉદ્દે વડે રાખ્યું પ્રવિ ર૩ો મેમો પારકા (પિં. નિ. ૨૧૯) ઔદેશિક દોષ બે પ્રકારે છે. ૧ ઓઘથી અને ૨ વિભાગથી. ઓઘ એટલે સામાન્ય અને વિભાગ એટલે જુદું જુદું.
ઓઘદેશિકનું વર્ણન આગળ આવશે, એટલે અહીં કરતા નથી. | વિભાગ ઔદેશિક બાર પ્રકારે છે. તે ૧. ઉદ્દિષ્ટ, ૨. કત અને ૩. કર્મ. તે દરેકનાં પાછા ચાર ચાર પ્રકાર એટલે બાર પ્રકારે થાય છે.
ઓઘદેશિક-‘પૂર્વભવમાં કંઈ પણ આપ્યા વિના આ ભવમાં મળતું નથી. માટે કેટલીક ભિક્ષા આપણે આપીશું.” આ બુદ્ધિથી ગૃહસ્થ કેટલાક ચોખા વગેરે વધારે નાખીને જે આહારાદિ તૈયાર કરે, તે ઓઘઔદેશિક કહેવાય છે.
ઓઘ-એટલે “આટલું અમારું, આટલું ભિક્ષુકનું.” આવો વિભાગ કર્યા સિવાય સામાન્ય રીતે કોઈ પણ ભિક્ષુકને આપવાની બુદ્ધિથી તૈયાર કરવામાં આવેલ અશનાદિ ઓઘઔદેશિક કહેવાય.
વિભાગ-એટલે વિવાહ-લગ્નાદિ પ્રસંગોમાં કરેલી વસ્તુ વધી હોય, તેમાંથી જે ભિક્ષુકને ઉદ્દેશી આપવા માટે જુદી કરવામાં આવી હોય તે, વિભાગ ઔદેશિક કહેવાય. તેના બાર ભેદો છે. તે નીચે પ્રમાણે જાણવા.
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
વિભાગ દેશિકના બાર ભેદો ઉદિષ્ટ-પોતાને માટે જ બનાવેલા આહારમાંથી કોઈપણ ભિક્ષુકને આપવા માટે જુદી કલ્પના કરે કે “આટલું સાધુને આપીશું તે.
કૃત-પોતાને માટે બનાવેલું, તેમાંથી વાપરતાં જે વધેલું હોય તે ભિક્ષુકને દાન કરવા માટે છે કાયાદિનો આરંભ કરી, ભાતનો કરબો વગેરે કરવારૂપ સંસ્કાર કરી રાખે તે.
કર્મ-વિવાદાદિ જમણમાં વધેલ લાડવા, પકવાન્ન વગેરેના ભૂકા આદિને કોઈપણ ભિક્ષુકને આપવા માટે ગરમ કરેલા ઘી, ગોળની અંદર નાંખી ફરીથી લાડવા વગેરે બનાવવામાં આવે અથવા તો બીજા કોઈ અચિત્ત આહારાદિને કોઈપણ ભિક્ષુકને આપવા માટે સચિત્ત પાણી, કાચું મીઠું આદિ નાખી હિંગ વગેરેનો વઘાર કરી સંસ્કારિત કરવામાં આવે તે.
ઉદિષ્ટ, કૃત અને કર્મ, દરેકના ચાર ચાર ભેદો. 2 ઉદ્દેશ-કોઈપણ ભિક્ષુકને આપવા માટે કલ્પેલું. ૨ સમુદેશ-પાંખડીઓને આપવા માટે કલ્પેલું. ૩ આદેશ-શ્રમણોને આપવા માટે કલ્પેલું. ૪ સમાદેશ-નિગ્રંથોને આપવા માટે કલ્પેલું. આ પ્રમાણે ૩ દ ૪ ઇં બાર ભેદો થયા.
બાર ભેદોમાં અવાંતર ભેદો ઉદ્દિષ્ટઉદ્દેશિક-છિન્ન અને અછિન્ન. છિન્ન એટલે નિયમિત કરેલું એટલે જે વધેલું છે તેમાંથી આપવા માટે જુદું કાઢ્યું હોય તે. અછિન્ન જુદું કાઢ્યું ન હોય પરંતુ આમાંથી ભિક્ષાચરોને આપવું એવો ઉદ્દેશ રાખેલો હોય. છિન્ન અને અછિન્ન બન્નેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ આઠ ભેદો થાય.
કૃતઉદ્દેશિક-છિન્ન અને અછિન્ન બન્નેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ આઠ ભેદો. કર્મઉદેશિક-ઉપર મુજબ આઠ ભેદો. દ્રવ્યઅછિન્ન-વધેલી વસ્તુઓ આપવાની નક્કી કરે તે. ક્ષેત્રઅછિન્ન-ઘરની અંદર રહીને કે ઘરની બહાર ગમે ત્યાંથી આપવું. કાલઅછિન્ન-જે દિવસે વધ્યું હોય તે જ દિવસે કેગમેતે દિવસે આપવાનું નક્કી કરે તે.
Page #78
--------------------------------------------------------------------------
________________
ઔદેશિક દોષ
ભાવઅછિન્ન-ગૃહનાયક-ઘરના માલિક આપનાર ઘરની સ્ત્રી આદિને કહે કે તને રુચે તો પણ આપવું અને ન રુચે તો પણ આપવું.' દ્રવ્યછિન્ન-અમુક વસ્તુ કે આટલી વસ્તુ આપવાનું નક્કી કર્યું હોય તે.
ક્ષેત્રછિન્ન-ઘરની અંદરથી કે બહાર ગમે તે એક સ્થાનેથી જ આપવાનું નક્કી કર્યું હોય તે.
કાલછિન્ન-અમુક ટાઇમથી અમુક ટાઇમ સુધી જ આપવાનું નક્કી કર્યું હોય તે. ભાવછિન્ન-“તને રુચે તેટલું જ આપજે.' એમ કહેલું હોય તે. ઓઘઔદેશિકનું સ્વરૂપ :
सा उ अविसेसियं चिय मियंमि भत्तंभि तंडुले छुहइ ।
પાર્સીન નદીના 7 નો દિફ ત મિg iારા (પિ. નિ. ૨૨૧) દુકાળ પૂરો થઈ ગયા બાદ કોઈ ગૃહસ્થો વિચાર કરે કે “આપણે મહામુશીબતે જીવી ગયા, તો રોજ કેટલીક ભિક્ષા (રોજ અમુક ભિક્ષુકને) આપીશું. ગયા ભવમાં જો આપ્યું ન હોત તો આ ભવમાં મળત નહિ, જો આ ભવમાં નહિ આપીએ તો આવતા ભવમાં મળશે નહિ. એટલે આવતા ભવમાં આપણને મળે માટે ભિક્ષુક વગેરેને ભિક્ષા આદિ આપીને શુભકર્મનું ઉપાર્જન કરીએ.'
આ કારણથી ઘરની મુખ્ય સ્ત્રી આદિ જેટલી રસોઈ કરતા હોય તેમાં પાખંડી, ગૃહસ્થ આદિ આવી જાય તો તેમને આપવા માટે ચોખા આદિ વધારે પકાવે. આ રીતે રસોઈ પકાવતાં તેમનો એવો ઉદ્દેશ નથી હોતો કે “આટલું અમારું અને આટલું ભિક્ષુકનું.' વિભાગરહિત હોવાથી આ ઓઘઔદેશિક કહેવાય છે.
શંકા-છદ્મસ્થ સાધુને “આ આહારાદિ ઓઘઔદેશિક છે કે શુદ્ધ આહારાદિ છે” તેની શી ખબર પડે ?
સમાધાન-ઉપયોગ રાખવામાં આવે તો છબસ્થ પણ જાણી શકે કે “આ આહાર ઓઘદેશિક છે કે શુદ્ધ છે.”
જો ભિક્ષા આપવાના સંકલ્પપૂર્વક વધારે રસોઈ કરેલી હોય તો પ્રાય: ગૃહસ્થ આપનારની આ જાતની ભાષા, ચેષ્ટા વગેરે હોય.
કોઈ સાધુ ભિક્ષા માટે ઘરમાં પ્રવેશ કરે ત્યારે ઘરનો નાયક પોતાની પત્ની આદિ પાસે ભિક્ષા અપાવતાં કહે અથવા સ્ત્રી બોલે કે “રોજની નક્કી કર્યા મુજબ પાંચ જણને ભિક્ષા અપાઈ ગઈ છે. અથવા ભિક્ષા આપતાં ગણતરી રાખવા માટે ભીંત ઉપર ખડી કે કોલસા વડે લીટા કરેલા હોય કે કરતી હોય અથવા તો “આ એકને આપ્યું.” “આ
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
બીજાને આપ્યું' એમ ગણતી હોય અથવા ધણી કે બીજી બાઈ આપનારીને કહે કે ‘આપવા માટે આ રાખ્યું છે, તેમાંથી આપજે પણ આમાંથી ન આપીશ.”
અથવા ઘરમાં પ્રવેશ કરતા સાધુને સાંભળવામાં આવે કે “આ રસોઈમાંથી ભિક્ષાચરોને આપવા માટે આટલી વસ્તુ જુદી કરો.”
આ પ્રમાણે બોલતા સાંભળવાથી, ભીંત ઉપરના લીટા વગેરે ઉપરથી છદ્મસ્થ સાધુ - “આ આહારઓઘઔદેશિક છે.' ઇત્યાદિ જાણી શકે અને તેવી ભિક્ષા ગ્રહણ કરે નહિ.
અહીં વૃદ્ધ સંપ્રદાયથી એટલું ધ્યાન રાખો કે ઉદ્દેશ પ્રમાણે આપવાની ભિક્ષા અપાઈ ગયા પછી અથવા ઉદ્દેશ અનુસાર જુદી કાઢી લીધી હોય તે સિવાયની બાકી રહેલી રસોઈમાંથી સાધુને વહોરવું કલ્પી શકે, કેમકે તે શુદ્ધ છે.
ઉપયોગવાળો જ સાધુ આહાર શુદ્ધ છે કે અશુદ્ધ, તે જાણી શકે છે, પણ ઉપયોગ વગરનો સાધુ જાણી શકતો નથી. સાધુએ ગોચરી વખતે ઉપયોગ કેવો રાખવો જોઈએ ? તે શાસ્ત્રકાર કહે છે
सद्दाइएसु साहू मुच्छं न करेज गोयरगओ य ।
પસનુત્તો દો જળવચ્છો વિત્તિ ત્ર || ર૧ || (પિં. નિ. ૨૨૪) ગોચરી માટે ગયેલા સાધુએ શબ્દ-રૂપ-રસ વગેરેમાં મૂચ્છ આસક્તિ કરવી ન જોઈએ. પરંતુ ઉદ્ગમાદિ દોષોની શુદ્ધિ માટે, તત્પર રહેવું. ગાયનો વાછરડો જેમ પોતાના ખાણા ઉપર લક્ષ રાખે તેમ સાધુએ આહારની શુદ્ધિ ઉપર લક્ષ રાખવું. આ સંબંધી દૃષ્ટાંત બતાવે છે –
દષ્ટાંત ગુણાલય નામના નગરમાં સાગરદત્ત શેઠ હતા. તેમને શ્રીમતી નામની પત્ની હતી. પોતાનું જિનમંદિર જીર્ણ થઈ જતાં શેઠે તે મંદિર નવું બંધાવ્યું. શેઠને ચાર પુત્રો હતા, તે ઉંમરલાયક થતાં ગુણચંદ્રનું લગ્ન પ્રિયંગુલતિકા સાથે, ગુણસેનનું લગ્ન પ્રિયંગુરુચિકા સાથે, ગુણચૂડનું લગ્ન પ્રિયંગસુંદરી સાથે અને ગુણશેખરનું લગ્ન પ્રિયંગુસારિકા સાથે કર્યા હતાં.
સમય જતાં શેઠનાં પત્ની શ્રીમતી ગુજરી ગયા.
શેઠે ઘરની સારસંભાળ પ્રિયંગુલતિકાને સોંપી હતી. શેઠના ઘેર વાછરડાવાળી ગાય હતી. દિવસે ચરવા જાય અને વાછરડો ઘેર રહેતો. તેને ચારો-પાણી ચાર પુત્રવધૂઓ યથાયોગ્ય આપતી હતી.
એક વખત ગુણચંદ્રના પુત્ર ગુણસાગરનો લગ્ન-દિવસ આવ્યો, એટલે બધી
Page #80
--------------------------------------------------------------------------
________________
ઔદ્દેશિક દોષ
સ્ત્રીઓએ સારાં સારાં કીમતી વસ્ત્રો, અલંકારો પહેર્યા હતા અને એક-બીજાને શણગારવા વગેરે કામમાં બધા રોકાઈ ગયાં હતાં. એટલે તે દિવસે વાછરડાને ચારો-પાણી આપવાનું ભુલાઈ ગયું. મધ્યાહ્ન વખતે શેઠ કોઈ કાર્ય પ્રસંગે વાછરડો બાંધ્યો હતો ત્યાં આવ્યા. શેઠને જોતાં વાછરડો બરાડવા લાગ્યો. આથી શેઠને લાગ્યું કે ‘વાછરડો ભૂખ્યો હશે.'
૫૯
શેઠને ગુસ્સો આવ્યો અને ઘરમાં જઈ પુત્રવધૂઓને ઠપકો આપ્યો. એટલે પુત્રવધૂઓ એકદમ ચારોપાણી લઈ વાછરડો હતો ત્યાં જવા લાગી. વાછરડો તો અપ્સરા જેવી સ્ત્રીઓને, તેમણે પહેરેલાં અલંકારો કે, વસ્ત્રો તથા શોભાયમાન ઘરને પણ જોતો નથી, પણ તેનું લક્ષ તો તેઓ જે ચારોપાણી લાવે છે તેના ઉપર છે.
આ પ્રમાણે ભિક્ષાએ ગેયલા સાધુએ રૂપવાળી સ્ત્રીને નીરખવી નહિ, સુંદર ગીતાદિને વિષે પણ ધ્યાન આપવું નહિ; પરંતુ ભિક્ષા આદિ કેમ કેવી રીતે આપે છે, તે તરફ જ લક્ષ રાખવું જોઈએ જેથી ભિક્ષા શુદ્ધ છે કે અશુદ્ધ છે તે જાણી શકાય. સાધુને કયું કલ્પે અને કયું ન કલ્પે ?
ઉદ્દિષ્ઠ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આ ચારેમાં આપવાનું નક્કી કર્યું હોય તે કલ્પે નહિ, તે સિવાયનું કલ્પે.
અમુકને આપવું અને અમુકને ન આપવું એ પ્રમાણે વિભાગ કરેલો હોય તો એમાંના કોઈ સંક્લ્પમાં જો સાધુ આવી જતા હોય તો તે ન કલ્પ, સાધુ ન આવી જતા હોય તો તે કલ્પે.
ઓઘઔદેશિક કે વિભાગઔદ્દેશિક વસ્તુમાં જો ગૃહસ્થ પોતાનો સંકલ્પ કરી દે તો તે વસ્તુ સાધુને કલ્પી શકે. પરંતુ કર્મઔદેશિકમાં યાવદર્થિક કોઈપણ ભિક્ષુઓને છોડીને બીજા પ્રકારના કર્મઔદેશિકોમાં પોતાનો સંકલ્પ કરી દીધા પછી પણ સાધુને બિલકુલ ખપે નહિ.
શંકા-આધાકર્મ અને કર્મઔદ્દેશિક આ બે દોષો તો સરખા લાગે છે, તો પછી તેમાં ફેર શો ?
સમાધાન-જે પ્રથમથી જ સાધુને માટે બનાવેલું હોય તે આધાકર્મી કહેવાય છે અને કર્મઔદેશિકમાં તો પહેલા પોતાને માટે વસ્તુ બનાવેલી છે, પણ પછી સાધુ વગેરેને આપવા માટે તેને પાક વગેરેનો સંસ્કાર કરી ફરી બનાવે. તે કર્મઔદ્દેશિક કહેવાય છે. બન્નેમાં આટલો ફરક છે.
ઇતિ દ્વિતીય ઔદ્દેશિકદોષ નિરૂપણ.
Page #81
--------------------------------------------------------------------------
________________
૩. પૂતિકર્મ દોષ
बायरं सुहुमं भावे उ पूइयं सुहुममुवरि वोच्छामि ।
વારા મત્તપાળે સુવિદં પુખ્ત વાવરું પૂરૂં ।।।। (પિં. નિ. ૨૪૯)
પૂતિકર્મ બે પ્રકારે છે. એક સૂક્ષ્મપૂતિ અને બીજી બાદરપૂતિ. સૂક્ષ્મપૂતિ આગળ કહીશું. બાદરપૂતિ બે પ્રકારે. ઉપકરણપૂતિ અને ભક્તપાનપૂતિ.
પૂતિકર્મ-એટલે શુદ્ધ આહારમાં આધાકર્મી આહારનું ભેગું થવું. એટલે શુદ્ધ આહાર પણ અશુદ્ધ બનાવે.
પૂતિ ચાર પ્રકારે. નામપૂતિ, સ્થાપનાપૂતિ, દ્રવ્યપૂતિ અને ભાવપૂતિ. નામપૂતિ-પૂતિ નામ હોય તે.
સ્થાપનાપૂતિ-પૂતિની સ્થાપના કરી હોય તે. દ્રવ્યપૂતિ-છાણ, વિષ્ટા આદિ ગંધાતા-અશુચિ પદાર્થો.
ભાવપૂતિ-બે પ્રકારે. સૂક્ષ્મભાવપૂતિ અને બાદરભાવપૂતિ. તે દરેકના ઉપરના બતાવેલ બે ભેદ-ઉપકરણ અને ભક્તપાન, એમ ચાર પ્રકારે ભાવપૂતિ.
જે દ્રવ્ય, ભાવને ખરાબ કરે તે દ્રવ્ય ઉપચારથી ભાવપૂતિ કહેવાય.
ઉપકરણ બાદરપૂતિ-આધાકર્મી ચૂલા ઉપર રાંધેલું કે મૂકેલું અથવા આધાકર્મી ભાજન, કડછી, ચમચા આદિમાં રહેલો શુદ્ધ આહાર પણ આધાકર્મી ઉપકરણના સંસર્ગવાળો હોવાથી તે ઉપકરણ બાદરપૂતિ કહેવાય છે.
ચૂલો વગેરે રાંધવા વગેરેનાં સાધનો હોવાથી ઉપકરણ કહેવાય છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
પૂતિકર્મ દોષ
ઉ૧
આવો દોષવાળો આહાર સાધુને કલ્પી શકે નહિ. પરંતુ તે શુદ્ધ આહારને તે આધાકર્મી ઉપકરણ આદિ ઉપરથી લઈને ગૃહસ્થ પોતાને માટે બીજે મૂકેલો હોય તો તે આહારાદિ સાધુને કલ્પી શકે છે.
ભક્તપાન બાદરપૂતિ-આધાકર્મી અંગારા ઉપર જીરૂ, હિંગ, રાઈ વગેરે નાખીને બાળવાથી જે ધુમાડો થાય તેના ઉપર ઊંધું વાસણ મૂકીને વાસણ ધુમાડાની વાસનાવાળુ કર્યું હોય અર્થાત્ વઘાર દીધો હોય તે આધાકર્મી વાસણ વગેરેમાં શુદ્ધ આહાર નાખેલો હોય અથવા તો આધાક આહારથી ખરડાયેલા વાસણમાં બીજો શુદ્ધ આહાર નાખ્યો હોય અથવા તો આધાકર્મી આહારથી ખરડાયેલા હાથ કે ચમચા વગેરેથી અપાતો શુદ્ધ આહાર, તે ભક્તપાન બાદરપૂતિ દોષવાળો ગણાય છે. આવો આહાર સાધુને કહ્યું નહિ.
સૂક્ષ્મપૂતિ-આધાકર્મી સંબંધી ઇંધન-લાકડાં અંગારા વગેરે કે તેની વરાળ, ધુમાડો, ગંધ વગેરે શુદ્ધ આહારાદિને લાગે તે સૂક્ષ્મપૂતિ.
સૂક્ષ્મપૂતિવાળું અકથ્ય બનતું નથી, કેમકે વરાળ, ધુમાડો, ગંધ સકલ લોકમાં પણ ફેલાઈ જાય, તેથી તે સૂક્ષ્મપૂતિ ટાળવી અશક્ય હોવાથી તેનો ત્યાગ કરવાનું આગમમાં કહ્યું નથી.
શંકા-શિષ્ય કહે છે કે “સૂક્ષ્મપૂતિ અશક્ય પરિહાર કેમ ? તમે જો જે પાત્રમાં આધાકર્મી આહાર ગ્રહણ કર્યો હોય, તે આધાકર્મી આહાર પાત્રમાંથી કાઢી નાંખવામાં આવે તથા આંગળી કે હાથ ઉપર ચોંટેલું પણ કાઢી નાખવામાં આવે, તે પછી તે પાત્ર ત્રણ વાર પાણીથી ધોયા વિના તેમાં શુદ્ધ આહાર ગ્રહણ કરવામાં
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
આવે તે સૂક્ષ્મપૂતિ માનો, તો આ સૂક્ષ્મપૂતિ દોષ તે પાત્રને ત્રણવાર ધોવાથી દૂર કરી શકાશે. એટલે સૂક્ષ્મપૂતિ શક્ય પરિહાર બની જશે.”
સમાધાન-આચાર્ય શિષ્યને ખુલાસો કરે છે કે “તું જે સૂક્ષ્મપૂતિ માનવાનું કહે છે, તે સૂક્ષ્મપૂતિ નથી પણ બાદરપૂતિ જ દોષ રહે છે. કેમકે ધોયા વિનાના પાત્રમાં તે આધાકર્મીના સ્થૂલ અવયવો રહ્યા હોય છે, વળી પાત્ર ત્રણ વાર ધોવા માત્રથી પાત્ર સંપૂર્ણ નિરવયવ બનતું નથી, તે પાત્રમાં ગંધની વાસ આવે છે. ગંધ એ ગુણ છે અને ગુણ દ્રવ્ય વિના રહી શકતા નથી. માટે તારા કહેવા મુજબ તો એ પણ સૂક્ષ્મપૂતિ થશે નહિ. મતલબ કે આથી સૂક્ષ્મપૂતિ સમજવારૂપ છે પણ એનો ત્યાગ અશક્ય છે.
વ્યવહારમાં પણ દૂરથી અશુચિની ગંધ આવતી હોય તો લોકો તેનો બાધ ગણતા નથી, તેમ વસ્તુનો પરિહાર કરતા નથી. જો અશુચિ પદાર્થ કોઈ વસ્તુને લાગી જાય તો તે વસ્તુનો ઉપયોગ કરતા નથી, પણ ગંધ માત્રથી તેનો ત્યાગ કરાતો નથી. ઝેરની ગંધ દૂરથી આવે તેથી માણસ મરી જતો નથી. તેમ ગંધ, ધુમાડા વગેરેથી સૂક્ષ્મપૂતિ બનેલ આહાર સંયમી આત્માને ત્યાગ કરવા યોગ્ય થતો નથી, કેમકે તે નુકશાન કરતો નથી.
બાદરપૂતિની શુદ્ધિ ક્યારે થાય ?-ઇંધન, ધુમાડો, વરાળ, ગંધ તે સિવાય સમજો કે એકમાં આધાકર્મી રાંધ્યું, પછી એમાંથી તે આધાકર્મી કાઢી નાખ્યું, તેને ધોયું નથી, એટલે તે આધાકર્મીથી ખરડાયેલું છે, એમાં બીજી વખત શુદ્ધ આહાર રાંધ્યો હોય કે શુદ્ધ શાક વગેરે મૂક્યું હોય, બાદ તે વાસણમાંથી તે આધાકર્મી આહાર આદિ દૂર કર્યા પછી ધોયા વિના ત્રીજી વખત પણ એવું કર્યું તો આ ત્રણ વખત રાંધેલ પૂતિકર્મ થયું. પછી તે કાઢી નાખીને એ જ વાસણમાં ચોથીવાર રાંધવામાં આવે તો તે આહારપૂતિ થતો નથી, માટે કલ્પી શકે છે. હવે જો ગૃહસ્થી પોતાના ઉદ્દેશથી એ વાસણને જો નિરવયવ કરવા માટે ત્રણ વખત બરાબર ધોઈને પછી તેમાં રાંધે તો તે સુતરાં કલ્પી શકે, એમાં શંકા જ શું ?
पढमे दिणम्मि कम्मं तिन्नि उ पुइ कयकम्मपायधरं ।
પૂરૂ તિરુંd વીર પૂરૂ પાચં વતિષ્પ પારા (પિં. નિ. ૩૬) જે ઘેર આધાકર્મી આહાર રંધાયો હોય તે દિવસે તે ઘરનો આહાર આધાકર્મી ગણાય છે. ત્યાર પછીના ત્રણ દિવસ સુધી રંધાયેલો આહાર પૂતિ દોષવાળો
Page #84
--------------------------------------------------------------------------
________________
પૂતિકર્મ દોષ
૧૩
ગણાય છે, તેથી ચાર દિવસ સુધી તે ઘરનો આહાર આદિ કલ્પ નહિ, પરંતુ પાંચમા દિવસથી તે ઘરનો શુદ્ધ આહાર કહ્યું, પછી તેમાં પૂતિની પરંપરા ચાલતી નથી, પણ જો પૂતિ દોષવાળું ભાજન તે દિવસે કે બીજે દિવસે ગૃહસ્થ પોતાના ઉપયોગ માટે ત્રણવાર ધોયા પછી તેમાં શુદ્ધ આહાર રાંધ્યો હોય તો તે તુરત કલ્પી શકે. - સાધુના પાત્રમાં શુદ્ધ આહાર ભેગો આધાકર્મી આહાર આવી ગયો હોય તો તે આહાર કાઢી નાખી, ત્રણવાર પાણીથી ધોયા બાદ બીજો આહાર લેવો કલ્પી શકે.
ગોચરી ગયેલા સાધુને ઘરમાં જમણ વગેરે થયાની નિશાની દેખાય ત્યાં મનમાં પૂતિકર્મની શંકા પડે, હોશિયારી પૂર્વક ગૃહસ્થને અથવા તેની સ્ત્રી આદિને પૂછવું કે “જમણ થયે-સાધુ માટે આહાર આદિ કર્યાને કેટલા દિવસ થયા ?' અથવા તો તેઓની વાત ઉપરથી જાણી લેવું. ત્રણ દિવસથી વધારે દિવસ થયા હોય તો પૂતિ થતી નથી. આ રીતે જાણીને પતિદોષનો પરિહાર કરી શુદ્ધ આહારની ગવેષણા કરવી.
ઇતિ તૃતીય પૂતિદોષ નિરૂપણ.
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૪
૪. મિશ્ર દોષ मीसजायं जावंतियं च पासंडिसाहुमीसं च ।
સરસંત્તરે ન પર પૂરું કણે તિલુને રૂરા (પિ. નિ. ૨૭૧) - મિશ્રદોષ ત્રણ પ્રકારે ૧. કોઈપણ ભિક્ષાચર માટે, ૨. પાખંડી માટે અને ૩. સાધુ માટે.
પોતાના માટે અને યાવત્ સાધુ વગેરે માટે પહેલેથી ભેગું રાંધ્યું હોય તો તે મિશ્રદોષ કહેવાય છે. મિશ્રદોષવાળો આહાર એક હજાર ઘરે ફરતો ફરતો જાય તો પણ તે શુદ્ધ થતો નથી.
મિશ્રદોષવાળો આહાર પાત્રમાં આવી ગયો હોય તો તે આહાર અંગુલિ કે રાખ વડે દૂર કર્યા પછી તે પાત્ર ત્રણવાર ધોયા પછી તડકે સૂકવ્યા બાદ તે પાત્રમાં બીજો આહાર લાવવા કહ્યું. કોઈ આચાર્ય કહે છે કે માત્ર ચારવાર ધોયા પછી આહાર લાવવા કહ્યું.
કોઈપણ એટલે તમામ ભિક્ષુકો માટે કરેલું જાણવાનો ઉપાય-બકોઈ સ્ત્રી કોઈ સાધુને ભિક્ષા આપવા જાય ત્યાં ઘરનો માલિક કે બીજા કોઈ તેને નિષેધ કરે કે આમાંથી આપશો નહિ. કેમકે આ રસોઈ બધા માટે કરી નથી, માટે આ બીજી રસોઈ જે બધાને આપવા માટે બનાવી છે, તેમાંથી આપો.'
રસોઈ કરવાનું શરૂ કરતા હોય ત્યાં કોઈ કહે કે “આટલું રાંધવાથી પૂરું નહિ થાય, વધારે રાંધો જેથી બધા ભિક્ષુકને આપી શકાય.” આ પ્રમાણે સાંભળવામાં આવે તો જાણી શકાય કે આ રસોઈ યાવદર્થિક-તમામ ભિક્ષુકો માટેની મિશ્ર દોષવાળી છે. આવો આહાર સાધુને લેવો કલ્પ નહિ.
Page #86
--------------------------------------------------------------------------
________________
મિશ્ર દોષ
૬૫
પાખંડીમિશ્ર-ગૃહનાયક રસોઈ કરનારને કહે કે “પાખંડીઓને આપવા માટે ભેગું વધારે રાંધજે.' તે પાખંડી મિશ્રદોષવાળું થયું, તે સાધુને લેવું કહ્યું નહિ. કેમકે પાખંડીમાં સાધુ પણ આવી જાય છે. શ્રમણમિશ્ર જુદું કહ્યું નથી કારણ પાખંડી કહેવાથી શ્રમણ આવી જાય છે.
નિગ્રંથમિશ્ર-કોઈ એમ કહે કે “નિગ્રંથ સાધુને આપવા માટે ભેગી વધારે રસોઈ બનાવજે.” તે નિગ્રંથ મિશ્ર કહેવાય. તે ભિક્ષા પણ સાધુને કલ્પ નહિ.
ગૃહસ્થી પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરતાં પહેલાં જ પોતાના માટે જોઈતા અનાજ આદિમાં બીજા સઘળા ભિક્ષાચરો અથવા સામાન્ય દર્શનીઓ કે કેવળ જૈન સાધુઓને આપવા માટે જે કાંઈ વધારે અનાજ આદિ નાખીને આહારાદિ તૈયાર કરે કે કરાવે તે મિશ્રદોષવાળું કહેવાય છે.
ઇતિ ચતુર્થ મિશ્ર દોષ નિરૂપણ.
Page #87
--------------------------------------------------------------------------
________________
૫. સ્થાપના દોષ सट्ठाणपरट्ठाणे परंपराणंतरं चिरित्तरियं ।
વિદ નિવિદા વિવVISHVrફ નં વરસાદુઈ ચારૂરૂાા (પિ.વિ. ૩૮) ગૃહસ્થ પોતાના માટે આહાર બનાવ્યો હોય તેમાંથી સાધુને આપવા માટે રાખી મૂકે તે સ્થાપનાદોષવાળો આહાર કહેવાય.
સ્થાપનાના છ પ્રકાર-સ્વસ્થાન સ્થાપના, ૨ પરસ્થાની સ્થાપના, ૩ પરંપર સ્થાપના, ૪ અનંતર સ્થાપના, ૫ ચિરકાલ સ્થાપના અને ૬ ઇત્તરકાલ સ્થાપના.
૨ સ્વસ્થાની સ્થાપના-આહારાદિ જ્યાં તૈયાર કર્યો હોય ત્યાં જ ચૂલો કે હોલા ઉપર સાધુને આપવા માટે રાખી મૂકવો.
૨ પરસ્થાની સ્થાપના-જ્યાં આહાર પકાવ્યો હોય ત્યાંથી લઈને બીજે સ્થાને છાજલી, શીકું આદિ જગ્યાએ સાધુને આપવા માટે રાખી મૂકવો.
સ્થાપના રાખવાના દ્રવ્યો બે પ્રકારના હોય છે. કેટલાક વિકારી અને કેટલાક અવિકારી.
જે દ્રવ્યોનો ફેરફાર થઈ શકે તે વિકારી. દૂધ, શેરડી વગેરે તથા ભાત અને દહીં વગેરે, દૂધમાંથી દહીં, છાસ, માખણ, ઘી વગેરે થાય છે. શેરડીમાંથી રસ, સાકર, ખાંડ, ગોળ વગેરે બને છે.
જે દ્રવ્યોમાં ફેરફાર થઈ શકે નહિ તે અવિકારી. ઘી, ગોળ વગેરે.
૩ પરંપર સ્થાપના-વિકારી દ્રવ્યો, દૂધ, દહીં, છાશ વગેરે સાધુને આપવા માટે રાખી મૂકે.
Page #88
--------------------------------------------------------------------------
________________
સ્થાપના દોષ
૪ અનંતર સ્થાપના-અવિકારી દ્રવ્યો, ઘી, ગોળ વગેરે સાધુને આપવા માટે રાખી મૂકે.
પ ચિરકાલ સ્થાપના – ઘી વગેરે પદાર્થ, જે તેના સ્વરૂપમાં ફેરફાર થયા વગર જ્યાં સુધી રહી શકે ત્યાં સુધી સાધુને આપવા માટે રાખી મૂકે. આ ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી વર્ષ સુધીની હોય.
દષ્ટાંત આઠ વર્ષની ઉંમરના અને ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા કોઈ સાધુએ કોઈને ઘેર ઘી આદિ કોઈ વસ્તુ માગી. વહોરાવનારે કહ્યું કે “થોડીવાર પછી આપીશ.” સાધુને બીજા કોઈ ઘેરથી ઘી આદિ જરૂર હતી તે વસ્તુ મળી ગઈ, એટલે પ્રથમના ઘેર તેઓ પાછા આવ્યા નહિ.
થોડીવાર પછી આપીશ” એમ કહેનારને એમ થયું કે મેં આપવાનું કહ્યું છે, માટે જ્યાં સુધી ન આપું ત્યાં સુધી મારે માથે સાધુનું દેવું ગણાય. આથી તે ઘી આદિ સાધુને આપવા માટે રાખી મૂકે. યાવત્ તે સાધુ પૂર્વક્રોડ વર્ષ સુધી જીવે ત્યાં સુધી રાખી મૂકે તો આ પ્રમાણે ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોડ વર્ષની પણ થાય.
અહીં ધ્યાન રાખવું કે (ગર્ભથી કે જન્મથી પણ) આઠ વર્ષ પૂરાં થયા ન હોય તેને ચારિત્ર હોતું નથી અને પૂર્વક્રોડ વર્ષથી અધિક આયુષ્યવાળાને પણ ચારિત્ર હોતું નથી. એ કારણથી ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટ આઠ વર્ષ જૂન પૂર્વક્રોડ વર્ષની શાસ્ત્રકારે કહી છે.
૬ ઇત્તરકાલ સ્થાપના-હારબંધ રહેલા ઘર કે ઘરોમાંથી જ્યારે એક ઘેરથી સાધુ ભિક્ષા લેતા હોય ત્યારે તે સાધુની સાથેનો બીજો સંઘાટક સાધુ પાસેના જે બે ઘરોમાં દોષનો ઉપયોગ રાખી શકાય તેમ હોય તેવા બે ઘરોમાંથી ગૃહસ્થ સાધુને વહોરાવવા માટે આહારાદિ હાથમાં લઈને ઊભા રહે તે ઇન્દ્રરકાલ સ્થાપના કહેવાય. આ સ્થાપનામાં ઉપયોગ રહેવાથી (જો આધાકર્માદિ બીજા દોષ ન હોય તો) સાધુને કહ્યું. એમાં સ્થાપના દોષ ગણાય નહિ, પરંતુ તે ઉપરાંતના ત્રીજા આદિ ઘરોમાં આહાર લઈને ઊભા રહ્યા હોય તો તે સ્થાપનાદોષવાળો આહાર સાધુને કહ્યું નહિ.
સાધુને આપવા માટે આહારાદિ રાખી મૂકેલ હોય અને સાધુ આવ્યા નહિ, આથી ગૃહસ્થને એમ થાય કે “સાધુ આવ્યા નહિ માટે આપણા ઉપયોગમાં લઈ લો.' આ રીતે જો તે આહારાદિમાં પોતાના ઉપયોગનો સંકલ્પ કરી દે તો તેવો આહાર સાધુને કલ્પી શકે.
ઇતિ પંચમ સ્થાપના દોષ નિરૂપણ.
Page #89
--------------------------------------------------------------------------
________________
૬. પ્રાભૃતિકા દોષ पाहुडियावि हु दुविहा बायर सुहुमा य होइ नायव्वा ।
મોસામુનિ સિમોસર પારૂ૪ (પિ. નિ. ૨૮૫) સાધુને વહોરાવવાની ભાવનાથી આહારાદિ વહેલા કે મોડા બનાવવા તે પ્રાભૃતિકા કહેવાય.
આ પ્રાભૃતિકા બે પ્રકારની છે. ૧ બાદર અને ૨ સૂક્ષ્મ. તે બન્નેના બબ્બે ભેદ છે. ૧ અવસર્ષણ એટલે વહેલું કરવું અને ૨ ઉત્સર્ષણ એટલે મોડું કરવું. તે સાધુસમુદાય આવેલ હોય કે આવવાના હોય તે કારણથી પોતાને ત્યાં લીધેલા લગ્નાદિ પ્રસંગ મોડો આવતો હોય તો વહેલો કરવો અને વહેલો આવતો હોય તો મોડો કરવો. જેમકે -
બાદર અવસર્પણ-સાધુસમુદાય વિહાર કરતા પોતાના ગામ આવ્યા. શ્રાવક વિચાર કરે કે “સાધુ મહારાજ થોડા દિવસમાં વિહાર કરીને પાછા જતા રહેશે, તો મને લાભ મળશે નહિ. માટે મારા પુત્ર-પુત્રીના વિવાહ વહેલા કરું. જેથી વહોરાવવાનો લાભ મળે. આમ વિચાર કરી વિવાહ વહેલો કરે. તેમાં જે રસોઈ વગેરે બનાવવામાં આવે તે સાધુને કહ્યું નહિ.
બાદર ઉત્સર્પણ-સાધુ મોડા આવવાની ખબર પડે એટલે વિચારે કે ‘વિવાહ થઈ ગયા પછી મને કાંઈ લાભ મળશે નહિ માટે વિવાહ મોડા કરું, જેથી મને ભિક્ષા આદિનો લાભ મળે.’ આમ સમજી લગ્ન મોડા રાખે. તેમાં જે રસોઈ બનાવવામાં આવે તે સાધુને કહ્યું નહિ.
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રાભૃતિકા દોષ
સૂક્ષ્મ અવસર્પણ-કોઈક સ્ત્રી કાંતતી હોય, ખાંડતી હોય કે કોઈ કામ કરતી હોય, ત્યારે બાળક રોતું રોતું ખાવા માગે ત્યારે તે સ્ત્રી બાળકને કહે કે “હમણાં હું આ કામ કરું છું, તે પૂરું થયા પછી તને ખાવા આપીશ, માટે રડ નહિ.” આ ટાઇમે ગોચરી માટે આવી પહોંચેલા સાધુ સાંભળે, તો તે ઘેર ગોચરી જાય નહિ. કેમકે જો તે જાય તો તે સ્ત્રી ગોચરી આપવા ઊઠે અને સાધુ તે ગોચરી લે તો સૂક્ષ્મ અવસર્પણ પ્રાભૃતિકા નામનો દોષ લાગે.
આમાં છોકરાને મોડું આપવાનું હતું તે સાધુને માટે આહાર આપવા સ્ત્રી ઊઠે, સાધુને વહોરાવીને તે બાળકને પણ ખાવા આપે એટલે વહેલું થયું. પછી હાથ વગેરે ધોઈને કામ કરવા બેસે, આથી હાથ ધોવા વગેરેનો આરંભ સાધુ નિમિત્તે થાય અથવા સાધુએ સાંભળ્યું ન હોય અને એમને એમ ગયા ત્યાં બાળક બોલે કે કેમ ! તું પછી કહેતી હતી ને વહેલી ઊઠી ?' ત્યાં સૂક્ષ્મ અવસર્પણ સમજી સાધુએ લેવું નહિ. તેવા ઘેર સાધુ ભિક્ષા માટે જાય નહિ.
સૂમ ઉત્સર્પણ-ભોજન માગતાં બાળકને કોઈ સ્ત્રી કહે કે “હમણાં ચૂપ રહે, સાધુ ફરતા ફરતા અહીં ભિક્ષાએ આવશે ત્યારે ઊઠીશ એટલે તને ખાવા આપીશ.” આ સાંભળીને પણ ત્યાં સાધુ જાય નહિ. આમાં વહેલું આપવાનું હતું તે સાધુના નિમિત્તે મોડું થાય છે અને સાધુના નિમિત્તે આરંભ થાય છે. સાધુએ સાંભળ્યું ન હોય અને બાળક સાધુની આંગળી પકડી પોતાના ઘેર લઈ જવા માગે, સાધુ એને રસ્તામાં પૂછે. બાળક સરળપણે ઉપલી વાત કહે. ત્યાં સૂક્ષ્મ ઉત્સર્પણ પ્રાભૃતિકા દોષ સમજી સાધુએ ભિક્ષા લેવી નહિ. પ્રશ્ન-ગૃહસ્થ શા માટે વિવાહાદિ કાર્ય વહેલું કે મોડું કરે ?
ઉત્તર-સાધુને ગોચરી આદિ વહોરાવવાનો લાભ લેવા માટે અથવા તો લગ્નાદિ પ્રસંગે સાધુનાં પગલાં ઘેર થાય તો મંગલ થાય. માટે વિવાહાદિ વખતે લાભ લેવા માટે વહેલું કે મોડું કરે.
કોઈ સરળ હોય તો જાહેર કરી દે કે “સાધુનો લાભ મળે, માટે અમે લગ્નાદિનો દિવસ ફેરફાર કર્યો છે. જ્યારે કોઈ, બીજાને ખબર ન પડે તેમ લગ્ન આદિ વહેલા કે મોડા કરે.
વાત કરતા માણસોના મુખેથી સાંભળવાથી તેવી ભિક્ષાનો ત્યાગ કરે. સારી રીતે તપાસ કરવા છતાં ખબર ન પડે તો પરિણામ શુદ્ધ હોવાથી તેવો આહાર ગ્રહણ થઈ જાય તેમાં દોષ લાગતો નથી.
ઇતિ ષષ્ઠ પ્રાભૃતિકા દોષ નિરૂપણ.
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૦
૭. પ્રાદુષ્કરણ દોષ पाओकरणं दुविहं पागडकरणं पगासकरणं च । पागड संकामण कुड्डदारपाए य छिन्ने व ।। ३५ ।। रयणपईवे जोई न कप्पइ पगासणा सुविहियाणं ।
સદ્ધિ અપરિપુર્જા ગઝvi ll રૂદ II (પિ.નિ.૨૯૮-૨૯૯) સાધુને વહોરાવવા માટે પ્રકાશ કરીને વહોરાવવું તે પ્રાદુષ્કરણ દોષ. પ્રાદુષ્કરણ બે પ્રકારે. ૧. પ્રકટ કરવું અને ૨. પ્રકાશ કરવો. પ્રકટ કરવું એટલે, આહારાદિ અંધારામાંથી લઈને અજવાળામાં મૂકવા.
પ્રકાશ કરવો એટલે, રાંધવાનું કે જે સ્થાન હોય ત્યાં જાળી, બારણું આદિ મૂકીને અજવાળું આવે તેવું કરવું અથવા ભીંત તોડી નાખીને અજવાળું કરવું તથા રત્ન, દીવો, જ્યોતિ વડે કરીને અજવાળું કરવું કે અજવાળું કરીને અંધારામાં રહેલી વસ્તુને બહાર લાવવી.
આ રીતે પ્રકાશ કરીને આપવામાં આવતી ગોચરી સાધુને કહ્યું નહિ. પરંતુ જો ગૃહસ્થ પોતાના માટે પ્રકટ કરી હોય કે પ્રકાશ કર્યો હોય તો સાધુને તે ભિક્ષા કલ્પી શકે. તેમાં જો દીવા કે લાઇટનો પ્રકાશ શરીર ઉપર પડતો હોય તેની ઉજેહી લાગતી હોય તો આહાર લેવો કલ્પ નહિ. કેમકે તેજસ્કાયનો સ્પર્શ થવાથી તેની વિરાધના થાય.
પ્રાદુષ્કરણદોષવાળી ગોચરી કદાચ અજાણ્ય આવી ગઈ હોય અને પછી ખબર પડે તે વખતે વાપરી ન હોય કે અડધી વાપરી હોય તો પણ તે આહાર પરઠવીને
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રાક્રુષ્કરણ દોષ
પછી તે પાત્ર ત્રણવાર પાણીથી ધોઈ, કોરું કર્યા બાદ તેમાં બીજો આહાર લાવવો કલ્પે. કદાચ ધોવું રહી જાય અને એમાં બીજો શુદ્ધ આહાર લાવે તો આ વિશુદ્ધકોટિ હોવાથી બાધ નથી.
વિશેષ અર્થ-ચૂલો ત્રણ પ્રકારનો હોય. ૧. છૂટો ચૂલો. જ્યાં ફેરવવો હોય ત્યાં ફેરવી શકાય તેવો, સાધુને માટે બનાવેલો હોય. ૨. સાધુ માટે ઘરની બહાર પ્રકાશવાળા ભાગમાં બનાવેલો ચૂલો હોય. ૩. ચૂલો પોતાના માટે બનાવેલો હોય પરંતુ સાધુનો લાભ મળે એ હેતુથી અંધારામાંથી તે ચૂલો બહાર અજવાળામાં લાવેલો હોય.
૭૧
જો ગૃહસ્થે આ ત્રણ પ્રકારના ચૂલામાંથી ગમે તે ચૂલા ઉપર ભોજન પકાવ્યું હોય તો બે દોષ લાગે. એક પ્રાદુષ્કરણ અને બીજો પૂતિદોષ. ચૂલો પોતાના માટે બનાવેલો હોય અને તે ચૂલો બહાર લાવીને રાંધ્યું હોય તો એક જ પ્રાદુષ્કરણદોષ લાગે.
ચૂલો બહાર રાખીને રસોઈ તૈયાર કરી હોય ત્યાં સાધુ ભિક્ષા માટે જાય અને પૂછે કે ‘બહાર રસોઈ કેમ કરી છે ?' સરળ હોય તો કહી દે કે ‘અંધારામાં તમો ભિક્ષા લો નહિ, એટલે ચૂલો બહાર લાવીને રસોઈ બનાવી છે.' આવો આહાર સાધુને કલ્પે નહિ. જો ગૃહસ્થે પોતાના માટે અંદર ગરમી લાગતી હોય કે ઘણી માખીઓ હોય, તેથી ચૂલો બહાર લાવ્યા હોય અને રસોઈ કરી હોય તો સાધુને કલ્પી શકે.
પ્રકાશ કરવાના પ્રકારો
o. ભીંતમાં બાકોરું પાડીને.
૨. બારણું નાનું હોય તો મોટું કરીને.
નવું બારણું કરીને.
3.
૪. છાપરામાં બાકોરું પાડીને કે પ્રકાશ આવે એવું કરીને એટલે નળિયા ખસેડીને.
૫. પ્રકાશવાળું રત્ન મૂકે, જેથી અજવાળું થાય.
૬.
દીવો કે લાઇટ સળગાવીને રાખે.
આ પ્રમાણે ગૃહસ્થે પોતાની સગવડ માટે કર્યું હોય તો ત્યાંથી આહાર લેવો કલ્પે. પણ જો સાધુનો લાભ મળે તે માટે કર્યું હોય તો સાધુને આહાર લેવો કલ્પે નહિ. કેમકે પ્રકાશ આદિ કરવામાં કે અંદરથી બહાર લાવવા વગેરેમાં પૃથ્વીકાયાદિ જીવની વિરાધના સાધુ નિમિત્તે થાય, માટે તેવો પ્રાદુષ્કરણ દોષવાળો આહાર સાધુએ વહોરવો ન જોઈએ.
ઇતિ સપ્તમ પ્રાદુષ્કરણ દોષ નિરૂપણ.
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૨
૮. ક્રીત દોષ
कीयगपि य दुविहं दव्वे भावे य दुविहमेक्वेकं ।
આયવિં ચ પરજિય પવન્દ્વ તિવિદ્વં ચિત્તાફ ।।રૂ૭।। (પિં. નિ. ૩૦૬) સાધુ માટે વેચાતું લાવીને આપવું તે ક્રીતદોષ કહેવાય છે.
ક્રીતદોષ બે પ્રકારે છે. ૧ દ્રવ્યથી અને ૨ ભાવથી. દ્રવ્યના અને ભાવના બે બે પ્રકાર. આત્મક્રીત અને પરક્રીત. પરદ્રવ્યક્રીત ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુથી ખરીદેલ.
? આત્મદ્રવ્યક્રીત, ૨ આત્મભાવક્રીત, ૩ પરદ્રવ્યક્રીત, ૪ ૫૨ભાવક્રીત. આ પ્રમાણે ચાર પ્રકાર થાય છે.
૨. આત્મદ્રવ્યક્રીત-સાધુ પોતાની પાસેનું નિર્માલ્યતીર્થાદિ સ્થાનમાં રહેલ પ્રભાવશાળી પ્રતિમાની 1-શેષ-ચોખા વગેરે, 2-ગંધ-સુગંધી દ્રવ્ય વાસક્ષેપ આદિ, ૩-ગુટિકા-તે રૂપપરાવર્તનકારી, જડીબુટ્ટી વગેરે, 4-ચંદન, 5-વસ્ત્રનો કકડો આદિ ગૃહસ્થને આપવાથી ગૃહસ્થ ભક્ત બને અને આહારાદિ સારો સારો અને વધારે આપે. તે આત્મદ્રવ્યક્રીત ગણાય. આવો આહાર સાધુને કલ્પે નહિ. કેમકે વસ્તુ આપ્યા પછી કોઈ માંદો પડી જાય તો શાસનનો ઉડ્ડાહ થાય. ‘આ સાધુએ અમને માંદા કર્યા,' કોઈ માંદો હોય અને સારો થઈ જાય તો અનેકને કહેતો ફરે કે ‘અમુક સાધુએ મને અમુક વસ્તુ આપી, તેના પ્રભાવે મને સારું થઈ ગયું.’ તો આથી અધિકરણ થાય.
૨. આત્મભાવક્રીત-આહારાદિ સારો મળે તે માટે વ્યાખ્યાન કરે. વાકૂછટાથી
Page #94
--------------------------------------------------------------------------
________________
ક્રીત દોષ
સાંભળનારને આકર્ષે, પછી તેમની પાસે માગણી કરે અથવા સાંભળનારા વર્ષમાં આવી ગયા હોય ત્યારે માગણી કરે. આ આત્મભાવકીત.
કોઈ પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર હોય તેમના જેવા આકારવાળા સાધુને જોઈને કોઈ પૂછે કે “પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર કહેવાય છે તે તમો જ છો ?' ત્યારે તે મૌન રહે, અથવા તો કહે કે “સાધુઓ જ વ્યાખ્યાન આપે બીજા નહિ.” આથી તેઓ સમજે કે “આ તે જ સાધુ છે, ગંભીર હોવાથી પોતાની ઓળખાણ આપતા નથી.' આ રીતે ગૃહસ્થો ભિક્ષા વધારે અને સારી આપે. પોતે વક્તા નહિ હોવા છતાં વક્તાપણું જણાવવાથી આત્મભાવક્રીત થાય.
કોઈ પૂછે કે “હોશિયાર વક્તા કહેવાય છે, તે તમો છો ?' તો કહે કે “શું ત્યારે ભિખારા ઉપદેશ આપતા હશે ?' અથવા તો કહે કે “શું ત્યારે માછીમાર, ગૃહસ્થ, ભરવાડ, માથું મુંડાવ્યું હોય અને કુટુંબી હોય તેઓ વક્તા હશે ?' આ રીતે જવાબ આપે એટલે પૂછનાર તેમને જ વક્તા ધારી લે અને ભિક્ષા વધારે આપે. આ પણ આત્મભાવકીત કહેવાય.
આ પ્રમાણે વાદી, તપસ્વી, નિમિત્તક વિષે પણ ઉપર મુજબ જવાબ આપે અથવા આહારાદિના માટે લોકોને કહે કે “અમે આચાર્ય છીએ, અમે ઉપાધ્યાય છીએ” વગેરે. આ રીતે મેળવેલો આહાર આદિ આત્મભાવક્રીત કહેવાય છે. આવો આહાર સાધુને કહ્યું નહિ.
૩. પારદ્રવ્યક્રત-સાધુ માટે કોઈ આહારાદિ વેચાતો લાવીને આપે છે. તે સચિત્ત વસ્તુ આપીને ખરીદ કરે, અચિત્ત વસ્તુ આપીને ખરીદ કરે કે મિશ્ર વસ્તુ આપીને ખરીદ કરે તે પરદ્રવ્યકત કહેવાય. આ રીતે લાવેલો આહાર સાધુને કહ્યું નહિ.
૪. પરભાવક્રીત-જે ચિત્ર બતાવીને ભિક્ષા માગનારા આદિ છે તેઓ સાધુને માટે પોતાનું ચિત્ર આદિ બતાવીને વસ્તુ ખરીદે તે પરભાવક્રીત છે. આ દોષમાં ત્રણ દોષો લાગે. ક્રીત, અભ્યાહત અને સ્થાપના.
દષ્ટાંત શાલીગ્રામમાં દેવશર્મા નામનો એક મંખ રહેતો હતો. એક વખત કેટલાક સાધુ તેની જગ્યામાં ચોમાસું રહ્યા. દેવશર્મા મુનિવરોની ક્રિયા વગેરે જોઈને તેમના પ્રત્યે ભક્તિવાળો થયો. સાધુને આહાર લેવા માટે રોજ વિનંતિ કરે છે. પરંતુ તે શય્યાતર હોવાથી સાધુ આહાર લેવાનો નિષેધ કરે છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
દેવશર્મા વિચારવા લાગ્યો કે ‘આ સાધુઓ મારા ઘેરથી આહારાદિ લેતા નથી, બીજાને ત્યાં જઈને આપીશ તો પણ લેશે નહિ. માટે ચોમાસું ઊતરે સાધુ જશે ત્યારે ત્યાં જઈને કોઈ રીતે તેમને આહાર આપીશ.'
૭૪
વર્ષાઋતુના થોડા દિવસો બાકી રહ્યા, ત્યારે દેવશર્માએ સાધુને પૂછીને જાણી લીધું કે ચોમાસું ઊતરે સાધુ અમુક દિશામાં જવાના છે. આથી દેવશર્મા તે દિશામાં કોઈ ગોકુલમાં જઈને પોતાના ચિત્ર વગેરે બતાવીને અને પોતાની વચન ચાતુરીથી લોકોને ખુશ કરી દીધા. આથી લોકો તેને ઘી, દૂધ વગેરે આપવા લાગ્યા, ત્યારે દેવશર્માએ કહ્યું કે ‘હું જ્યારે માગું ત્યારે આપજો.’
ચોમાસું ઊતર્યું એટલે સાધુઓએ વિહાર કર્યો. તેઓ ક્રમે કરીને તે ગોકુળમાં આવ્યા. એટલે દેવશર્માએ પણ ત્યાં આવીને જ્યાં જ્યાં પછી લેવાનું કહ્યું હતું ત્યાંથી ઘી, દૂધ વગેરે લાવીને એક ઘેર રાખ્યું અને સાધુને ભિક્ષા માટે વિનંતિ કરી, સાધુઓએ છદ્મસ્થ દૃષ્ટિથી વિચાર કર્યો પણ કંઈ દોષ દેખાયો નહિ એટલે શુદ્ધ આહાર જાણીને ગ્રહણ કર્યો. આ રીતે ઉપયોગ પૂર્વક તપાસ કરીને ગ્રહણ કરવામાં સાધુને કોઈ દોષ લાગતો નથી. કેમકે ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું છે. પરંતુ જો કોઈ રીતે ખબર પડી જાય તો તે આહાર લેવો કલ્પે નહિ. કેમકે તે આહાર પરભાવક્રીત દોષવાળો છે, ઉપરાંત જુદા જુદા ઘેરથી ત્યાં લાવેલો છે, તેથી અભ્યાહૃતદોષ પણ છે અને સાધુને આપવા માટે એક સ્થાને રાખી મૂકેલો છે. તેથી સ્થાપનાદોષ પણ છે. આમ તે આહાર ત્રણ દોષવાળો થાય છે.
ઇતિ અષ્ટમ ક્રીત દોષ નિરૂપણ.
Page #96
--------------------------------------------------------------------------
________________
૭૫
૯. પ્રાનિત્ય દોષ पामिपि य दुविहं लोइय लोगुत्तरं समासेण ।
સ્ટોર સબ્સિ II રોપુર વલ્યમારું રૂટા (પિં. નિ. ૩૧૬) પ્રામિત્વ એટલે સાધુ માટે ઉધાર લાવીને આપવું. ઉધાર લાવવાનું બે પ્રકારે. ૧ લૌકિક અને ૨ લોકોત્તર.
લૌકિકમાં બહેન આદિનું દૃષ્ટાંત અને લોકોત્તરમાં સાધુ-સાધુઓમાં વસ્ત્ર વગેરેનું
લૌકિક દષ્ટાંત કોશલ દેશના કોઈ એક ગામમાં દેવરાજ નામનો કુટુંબી રહેતો હતો. તેને સારિકા નામની પત્ની હતી. તથા સમ્મત આદિ ઘણા પુત્રો અને સમ્મતિ આદિ ઘણી પુત્રીઓ હતી. બધા જૈનધર્મી હતા.
તે ગામમાં શિવદેવ નામના શેઠ હતા. તેમને શિવા નામની ભાર્યા હતી. તે શેઠ દુકાને બધી વસ્તુઓ રાખતા અને વેપાર કરતા હતા.
એક વાર તે ગામમાં શ્રી સમુદ્રઘોષ નામના આચાર્ય શિષ્યો સાથે પધાર્યા. બધા ધર્મ સાંભળતા, તેમના ઉપદેશથી સમ્મત નામના પુત્રે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી.
સમ્મત સાધુ ગીતાર્થ બન્યા. પોતાના કુટુંબનું કોઈ દીક્ષા લે તો સારું, એ જ ખરો ઉપકાર છે. આ ભાવનાથી આચાર્ય ભગવંતની આજ્ઞા લઈને પોતાના ગામમાં આવ્યા. ત્યાં કોઈને પૂછયું કે “દેવશર્મા કુટુંબનું કોઈ છે ખરું ?'
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૩
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
તે માણસે કહ્યું કે તેમના ઘરના બધા ગુજરી ગયા છે, માત્ર સમ્મતિ નામની વિધવા પુત્રી અમુક સ્થાને રહે છે.”
સાધુ બહેનના ઘેર આવ્યા. ભાઈ-મુનિને આવેલા જોઈ બહેનને ખૂબ આનંદ થયો અને ઊતરવાનું સ્થાન આપ્યું. પછી સાધુ નિમિત્તે રસોઈ કરવા જતી હતી ત્યાં મુનિએ નિષેધ કર્યો કે “અમારા માટે કરેલું અમોને કહ્યું નહિ.'
સમ્મતિ પાસે પૈસા નહિ હોવાથી શિવદેવ શેઠની દુકાનેથી દિવસે દિવસે ડબલ આપવાની કબૂલાત કરી બે પળી તેલ લાવી સાધુને વહોરાવ્યું. ભાઈ-મુનિએ તે નિર્દોષ ધારીને ગ્રહણ કર્યું.
સાધુ પાસે ધર્મ સાંભળવા વગેરેના કારણે બીજાનું કામ કરવા જઈ શકી નહિ. બીજે દિવસે ભાઈ મુનિએ વિહાર કર્યો. એટલે તેમને વોળાવા ગઈ અને ઘેર આવતા તેમના વિયોગના દુ:ખે બીજે દિવસે પણ પાણી ભરવા વગેરેનું બીજાનું કામ થઈ શક્યું નહિ. એટલે ચાર પળી જેટલું તેલ ચઢ્યું. ત્રીજે દિવસે આઠ પલી થયું. તેટલું એક દિવસમાં કામ કરીને મેળવી શકી નહિ. રોજ ખાવાનો નિર્વાહ પણ મજૂરી કરવા ઉપર હતો. આમ દિવસે દિવસે તેલનું પ્રમાણ વધતું ચાલ્યું. કેટલાક ઘડા પ્રમાણ તેલનું દેવું થઈ ગયું. શિવદેવ શેઠે કહ્યું કે “કાં તો મારું ચઢેલું તેલ આપ અથવા મારા ઘેર દાસી થઈને રહે.”
સમ્મતિ તેલ આપી શકી નહિ એટલે શેઠને ઘેર દાસી થઈને રહી. શેઠનું બધું કામ કરે છે અને દુ:ખે દિવસો પસાર કરે છે.
સમ્મત મુનિ પાછા કેટલાક વર્ષે તે ગામમાં આવી પહોંચ્યા. તેના ઘેર બહેનને દેખી નહિ, એટલે પાછા ફર્યા રસ્તામાં બહેન જોવામાં આવી, એટલે મુનિએ પૂછ્યું. બહેને રોતા રોતા બધો વૃત્તાંત કહ્યો.
આ સાંભળી મુનિને ખેદ થયો. મારા નિમિત્તે ઉધારે લાવેલી વસ્તુ મેં પ્રમાદથી લીધી, જેથી બહેનને દાસી થવાનો વખત આવ્યો.
મુનિએ બહેનને કહ્યું કે “તું રડીશ નહિ, થોડા દિવસમાં તને દાસીપણામાંથી છોડાવીશ.” તેને છોડાવવાના ઉપાયનો વિચાર કરી, શિવદેવ શેઠને ત્યાં જ પહેલા ભિક્ષાએ ગયા, ત્યાં શેઠની પત્ની શિવા ભિક્ષા આપવા માટે હાથ ધોવા લાગી એટલે સાધુએ નિષેધ કર્યો કે “હાથ ધોઈને ભિક્ષા આપો તે અમોને કહ્યું નહિ.” શેઠ ત્યાં બેઠા હતા. તેમણે પૂછ્યું કે “આમ દોષ શો ?' સાધુએ કહ્યું કે “અપૂકાય આદિ જીવની વિરાધનાનો દોષ લાગે.”
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રામિત્ય દોષ
66
શેઠે પૂછ્યું કે ‘તમો ક્યાં ઊતર્યા છો ?'
સાધુએ કહ્યું કે ‘હજુ કોઈ જગ્યા મલી નથી.’
શેઠે પોતાના મકાનનો એક ભાગ સાધુને ઊતરવા માટે આપ્યો.
મુનિ રોજ શેઠ આદિને ધર્મનો ઉપદેશ આપે છે, ઉપદેશ સાંભળી શેઠે સમ્યક્ત્વ સહિત શ્રાવકનાં વ્રતો ગ્રહણ કર્યા. શેઠ શ્રાવક બન્યા.
એક વખત ધર્મદેશના આપતાં મુનિએ વાસુદેવ આદિ પુરુષોના અનેક પ્રકારના અભિગ્રહોનું વર્ણન કર્યું. જેમાં કૃષ્ણ વાસુદેવે નિયમ લીધો હતો કે ‘મારા પુત્ર આદિ જે કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તેને મારે રોકવા નહિ. તેમના કુટુંબને જે પ્રકારની સહાયની જરૂર હશે તે મારે પૂરી પાડવી.' ઇત્યાદિ ઉપદેશ આપ્યો.
આ સાંભળી શિવદેવ શેઠે પણ અભિગ્રહ લીધો કે ‘મારા ઘરમાંથી પણ જો કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તો હું રોકીશ નહિ.'
શેઠે નિયમ લીધો એટલે શેઠનો મોટો પુત્ર અને મુનિની બહેન (જેને શેઠની દાસી તરીકે રહેવું પડ્યું હતું.) દીક્ષા લેવા માટે તૈયાર થયાં. શેઠે બન્નેને દીક્ષા અપાવી.
પ્રામિત્ય દોષવાળી ભિક્ષા લેવાથી દાસત્વાદિ અનેક પ્રકારના દોષો રહેલા છે, માટે સાધુએ ઉધારે લાવેલી ભિક્ષા વહોરાવી નહિ.
શંકા-આવી પ્રામિત્ય એટલે ઉધારે લાવેલી ભિક્ષા તો ખાસ લેવી જોઈએ. કેમકે પરંપરાએ તે દીક્ષાનું કારણ બને.
સમાધાન-સમ્મત સાધુ જેવા ગીતાર્થ, વિશિષ્ટ જ્ઞાનવાળા, દેશના આપવામાં કુશળ કોઈક જ હોય, બધા ન હોય તથા દીક્ષા લેનાર પણ કોઈક જ હોય બધા ન હોય. માટે ઉધારે લાવેલી વસ્તુ લેવાથી દાસત્વ આદિ દોષો રહેલા છે. તેથી તેવો આહાર લેવો ન જોઈએ.
તેલની માફક વસ્ત્ર વગેરે પણ ઉધારે લાવેલા લેવામાં વિશેષ દોષો રહેલા છે, માટે તેવાં વસ્ત્રાદિ પણ લેવાં નહિ.
લોકોત્તર પ્રામિત્વ સાધુસંબંધી
લોકોત્તર પ્રામિત્ય બે પ્રકારે ૧. અમુક ટાઇમ પછી પાછું આપવાની શરતે વસ્ત્ર-પાત્ર વગેરે સાધુ પાસેથી વા૫૨વા લેવું. અને ૨. આના જેવું બીજું વસ્ત્ર આદિ પાછું આપવાની કબૂલાત કરીને વસ્ત્ર આદિ લેવું.
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
૧. અમુક ટાઇમ પછી વસ્ત્ર આદિ પાછું આપવાનું નક્કી કરીને વસ્ત્ર આદિ લીધું હોય તો તે વસ્ત્ર આદિ પાછા આપવાના ટાઇમમાં જીર્ણ થઈ જાય, ફાટી જાય કે ખોવાઈ જાય કે કોઈ લઈ જાય તેથી તેને પાછું નહિ આપવાથી બોલાચાલી વગેરે થાય, માટે આ રીતે વસ્ત્ર આદિ લેવું નહિ.
૨. તેના જેવું બીજું આપવાનું નક્કી કરીને લીધું હોય, પછી તે સાધુને તે વસ્ત્ર કરતાં પણ સારુ વસ્ત્ર આપતાં તે સાધુને પસંદ ન પડે. હતું તેવું જ માગે અને તેથી ઝઘડો આદિ થાય. માટે આ રીતે વસ્ત્રાદિ લેવું ન જોઈએ.
વસ્ત્ર આદિની ખેંચ હોય તો સાધુએ પાછું આપવાની શરતે લેવું કે આપવું નહિ, પણ એમને એમ લેવું કે આપવું. ગુરુની સેવા વગેરેમાં આળસુ સાધુને વૈયાવચ્ચ કરવા માટે વસ્ત્ર આદિ આપવાનું નક્કી કરી શકાય. એવે ટાઇમે તે વસ્ત્ર આદિ પોતે સીધું આપવું નહિ, પણ આચાર્યને આપવું. પછી આચાર્ય આદિ વડીલ તે સાધુને આપે. જેથી કોઈ વખતે કલહ આદિ થવાનો સંભવ ન રહે.
ઇતિ નવમ પ્રાનિત્ય દોષ નિરૂપણ.
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૦. પરાવર્તિત દોષ परियट्टियं पि दुविहं लोइय लोगुत्तरं समासेणं
પhપ સુવિદં તત્રે અત્રે ય ારૂ (પિં. નિ. ૩૨૩) સાધુને માટે વસ્તુનો અદલાબદલો કરીને આપવું તે પરાવર્તિત. પરાવર્તિત બે પ્રકારે. લૌકિક અને લોકોત્તર.
લૌકિકમાં એક વસ્તુ આપીને તેવી જ વસ્તુ બીજા પાસેથી લેવી અથવા એક વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુ લેવી.
લોકોત્તરમાં પણ ઉપર મુજબ. તે વસ્તુ આપીને તે વસ્તુ લેવી અથવા વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુ લેવી.
લોકિકતદ્રવ્ય એટલે ખરાબ ઘી આદિ આપીને બીજાને ત્યાંથી સાધુ નિમિત્તે સુગંધીવાળું સારું ઘી આદિ લાવીને સાધુને આપવું.
લૌકિક અન્યદ્રવ્ય એટલે કોદ્રવ આદિ આપીને સાધુનિમિત્તે સારા ચોખા આદિ લાવીને સાધુને આપવા. આ વિષયમાં દૃષ્ટાંત કહે છે.
. દષ્ટાંત વસંતપુર નગરમાં નિલય નામના શેઠ રહેતા હતા. તેમને સુદર્શના નામે ભાર્યા હતી. ક્ષેમકર અને દેવદત્ત નામના બે પુત્રો અને લક્ષ્મી નામની પુત્રી હતી.
તે જ નગરમાં બીજા તિલક નામના શેઠ હતા. તેમને સુંદરી નામની પત્ની, ધનદત્ત નામનો પુત્ર અને બંધુમતી નામની પુત્રી હતી.
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
લક્ષ્મી તિલક શેઠના પુત્ર ધનદત્ત સાથે પરણાવી હતી.
બંધુમતી નિલય શેઠના પુત્ર દેવદત્ત સાથે પરણાવી હતી.
એક વખતે તે નગરમાં શ્રી સમિતસૂરિ નામના આચાર્ય પધારતાં તેમનો ઉપદેશ સાંભળી ક્ષેમંકરે દીક્ષા લીધી.
८०
કર્મસંયોગે ધનદત્ત દરિદ્ર થઈ ગયો, જ્યારે દેવદત્ત પાસે ઘણું દ્રવ્ય હતું.
શ્રી ક્ષેમંકરમુનિ વિચરતા વિચરતા, તે નગરમાં આવ્યા. તેમને બધા સમાચાર મળ્યા એટલે વિચાર કર્યો કે ‘જો હું ભાઈના ઘેર જઈશ તો મારી બહેનને એમ થશે કે ‘ગરીબ હોવાથી ભાઈમુનિ મારા ઘેર ન આવ્યા અને ભાઈને ઘેર ગયા. આથી તેના મનને દુઃખ થશે.'
આમ વિચા૨ ક૨ી અનુકંપાથી ભાઈને ત્યાં નહિ જતાં, બહેનને ત્યાં ગયા.
ભિક્ષા વખત થતાં બહેન વિચા૨વા લાગી કે ‘એક તો ભાઈ, બીજા સાધુ અને ત્રીજા મહેમાન છે. જ્યારે મારા ઘેર તો કોદ્રા રાંધેલા છે, તે ભાઈમુનિને કેમ અપાય ? શાલી ડાંગરના ભાત મારે ત્યાં નથી. માટે મારી ભાભીને ઘેર કોદ્રા આપીને ભાત લઈ આવું અને મુનિને આપું.' આ પ્રમાણે વિચાર કરીને કોદ્રા લઈને બંધુમતી ભાભીના ઘેર ગઈ અને કોદ્રા આપીને ભાત લઈને આવી. તે ભાત ભાઈમુનિને વહોરાવ્યા.
દેવદત્ત જમવા બેઠો ત્યારે બંધુમતીએ કહ્યું કે ‘આજ તો કોદ્રા ખાવાના છે,’ દેવદત્તને ખબર નહિ કે ‘મારી બહેન લક્ષ્મી કોદ્રા આપીને ભાત લઈ ગઈ છે.' આથી દેવદત્ત સમજ્યો કે ‘આને કૃપણતાથી આજે કોદ્રા રાંધ્યા છે.' આથી દેવદત્ત ગુસ્સામાં આવીને બંધુમતીને મારવા લાગ્યો અને બોલવા લાગ્યો કે ‘આજ ભાત કેમ રાંધ્યા નહિ.’
બંધુમતી બોલી કે ‘મને મારો છો શાના ? તમારી બહેન કોદ્રા મૂકીને ભાત લઈ ગઈ છે.’
આ તરફ ધનદત્ત જમવા બેઠો ત્યારે સાધુને વહોરાવતા ભાત વધેલા તે ધનદત્તની થાળીમાં પીરસ્યા. ભાત જોતાં ધનદત્તે પૂછ્યું કે ‘આજે ભાત ક્યાંથી ?’
લક્ષ્મીએ કહ્યું કે ‘આજે મારા ભાઈમુનિ આવેલા છે, તેમને કોદ્રા કેમ અપાય ? આથી મારી ભાભીને કોદ્રા આપીને ભાત લઈ આવી હતી. સાધુને વહોરાવતા વધ્યા તે તમને પીરસ્યા છે.’
Page #102
--------------------------------------------------------------------------
________________
પરાવર્તિત દોષ
૮૧
આ સાંભળતાં ધનદત્તને ગુસ્સો આવ્યો કે ‘આ પાપિણીએ મારી લઘુતા કરી' અને લક્ષ્મીને મારવા લાગ્યો.
લોકના મુખથી બન્ને ઘરનો વૃત્તાંત ક્ષેમંકર મુનિના જાણવામાં આવ્યો. એટલે બધાને બોલાવીને પ્રતિબોધ કરતાં કહ્યું કે વસ્તુનો અદલોબદલો કરીને લાવેલો આહાર સાધુને કલ્પે નહિ. મેં તો અજાણતા ગ્રહણ કર્યું હતું પણ અદલોબદલો કરીને લેવામાં કલહ આદિ દોષો રહેલા હોઈ શ્રી તીર્થંકર ભગવંતોએ તેવો આહાર લેવાનો નિષેધ કરેલો છે.’ એમ વિસ્તારપૂર્વક જૈનધર્મનું સ્વરૂપ સમજાવ્યું. આ સાંભળી બધા પ્રતિબોધ પામ્યા અને બધાએ દીક્ષા લીધી.
શંકા-પરિવર્તન કરીને આપવામાં આવેલ આહાર આ રીતે દીક્ષાનું કારણ બન્યો, માટે પરાવર્તિત ભિક્ષા ખાસ ગ્રહણ કરવી જોઈએ.
સમાધાન-ક્ષેમંકર મુનિ જેવા સાધુ કેટલા હોય કે જેમણે પરિવર્તન કરવાથી થયેલો કલહ મિટાવ્યો અને બધાને પ્રતિબોધ ક૨ી દીક્ષા અપાવી. માટે પરાવર્તન કરેલો આહાર આદિ લેવો સાધુને કલ્પે નહિ.
લોકોત્તર પરાવર્તિત-સાધુ પરસ્પર વસ્ત્રાદિનું પરિવર્તન કરે તે તદ્રવ્ય પરાવર્તન કહેવાય. એનાથી કોઈને એમ થાય કે ‘મારું વસ્ત્ર પ્રમાણસર અને સારું હતું, જ્યારે આતો મોટું અને જીર્ણ છે, જાડું છે, કર્કશ છે, વજનદાર છે, ફાટેલું છે, મેલું છે, ઝાંખું છે, ઠંડી રોકે નહિ એવું છે આવું જાણીને મને આપી ગયો અને મારું સારું વસ્ત્ર લઈ ગયો.' આથી પરસ્પર કલહ થાય.
એકને લાંબુ હોય અને બીજા પાસે ટૂંકુ હોય તો બારોબાર અદલો-બદલો નહિ કરતાં આચાર્ય કે ગુરુ પાસે બન્નેએ વાત કરીને પોતપોતાનાં વસ્ત્ર મૂકવાં. એટલે ગુરુ જાતે જ અદલોબદલો કરી આપે, જેથી પાછળથી કલહ વગેરે થાય નહિ. આ રીતે અમુક વસ્ત્ર આપીને તેના બદલે પાત્રાદિનો અદલો-બદલો કરે તે અન્યદ્રવ્ય લોકોત્તર પરાવર્તિત કહેવાય.
ઇતિ દશમ પરાવર્તિત દોષ નિરૂપણ.
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૨
૧૧. અભ્યાહત દોષ
गिहिणा सपरग्गाभाइ आणिअं अभिहडं जइट्ठा ।
તં વહુવોસ નેવં પાવડછન્નાવદુમેવ ।। ૪૦ ।। (પિં. વિ. ૪૬) સાધુને વહોરાવવા માટે સામે લાવેલો આહાર આદિ તે અભ્યાહતદોષવાળો કહેવાય.
સાધુ રહેલા હોય તે ગામમાંથી કેબીજા ગામથી ગૃહસ્થ સાધુને આપવા માટે ભિક્ષાદિ લાવે તેમાં ઘણા દોષો રહેલા છે. લાવવાનું પ્રગટ, ગુપ્ત વગેરે ઘણા પ્રકારે હોય.
મુખ્ય બે ભેદ. ૧. અનાચીર્ણ અને ૨. આચીર્ણ.
અનાચીર્ણ એટલે સાધુને લેવો ન કલ્પે તે રીતે સામે લાવેલો.
આચીર્ણ એટલે સાધુને કલ્પે તે રીતે સામે લાવેલો.
અનાચીર્ણના આઠ પ્રકારો
૨. સાધુને ખબર ન પડે તે રીતે લાવેલો.
૨. સાધુને ખબર પડે તે રીતે લાવેલો.
૩. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહેલા છે તે ગામમાંથી લાવેલો. ૪. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહ્યા છે તે સિવાયના બીજા ગામથી લાવેલો.
૫. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે સિવાયના બીજા દેશના બીજા ગામથી લાવેલો.
Page #104
--------------------------------------------------------------------------
________________
અભ્યાહત દોષ
૬. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે દેશના બીજા ગામથી લાવેલો.
બીજા ગામથી લાવવાના પ્રકારો 1 જળમાર્ગે-૧ પાણીમાં ઊતરીને, ૨. પાણીમાં તરીને, ૩. ત્રાપામાં બેસીને, ૪. હોડી આદિમાં બેસીને લાવેલા.
જળમાર્ગે લાવવામાં અપકાયાદિ જીવોની વિરાધના થાય તથા ઊતરીને આવવામાં પાણીની ઊંડાઈનો ખ્યાલ ન રહે તો ડૂબી જાય અથવા તો જલચર જીવ પકડી લે કે મગર પાણીમાં ખેંચી જાય, કાદવમાં ખેંચી જાય વગેરે. આથી કદાચ મૃત્યુ થઈ જાય.
2 જમીન માર્ગે-પગે ચાલીને, ગાડામાં બેસીને, ઘોડા, ખચ્ચર, ઊંટ, બળદ, ગધેડા આદિ ઉપર બેસીને લાવેલા.
જમીનમાર્ગે આવવામાં પગમાં કાંટા વાગી જાય, કૂતરા આદિ જનાવર કરડે, ચાલવાના યોગે તાવ આવી જાય, ચોર વગેરે લૂંટી લે, વનસ્પતિ આદિની વિરાધના પણ થાય.
૭. સાધુને ખબર પડે તે રીતે બીજા ગામથી લાવેલો. ૮. સાધુને ખબર પડે તે રીતે તે જ ગામથી લાવેલો.
ગામમાંથી લાવવાના પ્રકારો સાધુ ગામમાં ભિક્ષાએ ગયા હોય ત્યારે. ૨. ઘર બંધ હોય તેથી વહોરાવવાનો લાભ મળ્યો ન હોય. ૨. રસોઈ થઈ ન હોય તેથી લાભ મળ્યો ન હોય. ૩. રસોઈ રાંધતા હોય તેથી લાભ મળ્યો ન હોય. ૪. સ્વજન આદિ ભોજન કરતા હોય તેથી લાભ મળ્યો ન હોય. ૫. સાધુ ગયા બાદ કોઈ સારી વસ્તુ આવી હોય એટલે લાભ લેવાનું મન થાય.
૬. શ્રાવિકા નિદ્રામાં હોય કે કોઈ કામમાં હોય વગેરે કારણોએ શ્રાવિકા આહાર લઈને ઉપાશ્રયે આવે અને જણાવે કે “આ કારણથી મને લાભ મળ્યો નથી, માટે હવે મને લાભ આપો.”
આમ સાધુને ખબર પડે તે રીતે તે તે ગામમાંથી લાવેલ કહેવાય.
Page #105
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
આ પ્રમાણે બહારગામથી લાભ લેવાની ઇચ્છાથી આવીને વિનંતિ કરે. તે સાધુને ખબર પડે તે રીતે બીજા ગામથી લાવેલું કહેવાય.
સાધુને ખબર પડે તેમ શી રીતે લાવે ? તે સમજાવવા દૃષ્ટાંત કહે છે.
૮૪
દૃષ્ટાંત
કોઈ ગામમાં ધનાવહ આદિ ઘણા શ્રાવકો અને ધનવતી આદિ ઘણી શ્રાવિકાઓ રહેતી હતી. આ બધા એક જ કુટુંબના હતા.
એક વખતે લગ્નપ્રસંગ પતી ગયા બાદ લાડવા આદિ ઘણી મીઠાઈ વધી. આથી તેઓએ વિચાર કર્યો કે ‘સાધુને આપવામાં આવે તો ઘણું પુણ્ય થાય, કેટલાક સાધુઓ દૂર રહેલા છે. જ્યારે કેટલાક સાધુ નજીકના ગામમાં રહેલા છે પણ વચમાં નદી છે એટલે અહીં ભિક્ષા માટે આવી શકે નહિ. કદાચ આવી જાય તો ઘણી મીઠાઈ જુએ, એટલે સાચું કહેવા છતાં આધાકર્મી માનીને લે નહિ, માટે સાધુ રહેલા છે તે ગામમાં જઈને સાધુને ખબર ન પડે કે ‘આ મીઠાઈ વહોરાવવા માટે લાવેલા છે.' એ રીતે સાધુને વહોરાવીએ.'
આવો વિચાર કરીને તે લાડવા આદિ લઈને તેઓ સાધુ રહેલા હતા તે ગામમાં આવ્યા. આવીને વિચાર કર્યો કે ‘જો સાધુને બોલાવીને આપશું તો અશુદ્ધ ધારીને લેશે નહિ, વળી બ્રાહ્મણ આદિને આપવા માંડીએ તો તે સાધુના જોવામાં ન આવે અથવા તો શંકા પડે તોય ન લે. માટે જે રસ્તે સાધુઓ થંડીલ આદિ માટે જાવઆવ કરતા હોય ત્યાં સાધુઓ જોઈ શકે તે રીતે બ્રાહ્મણ આદિને આપીએ.’
આવો વિચાર કરીને જે રસ્તે સાધુઓનું જવું-આવવું હતું તે રસ્તે કોઈ એક સ્થાને જઈને બ્રાહ્મણ આદિને થોડું થોડું આપવા લાગ્યા.
કેટલાક સાધુઓ તે રસ્તે નીકળ્યા ત્યારે તેમણે કહ્યું કે ‘અરે ! સાધુઓ ! અમારે લાડવા આદિ ઘણું વધેલું છે, જો તમારે ઉપયોગમાં આવતું હોય તો ગ્રહણ કરો.'
આ પ્રમાણે કહેવાથી સાધુઓને લાગ્યું કે ‘આ શુદ્ધ આહાર છે.' એમ સમજી ગ્રહણ કર્યો, બીજા સાધુઓને પણ ખબર આપ્યા કે ‘અમુક સ્થાને શુદ્ધ આહાર મળે છે.’ આથી બીજા સાધુઓ પણ ત્યાં ભિક્ષા લેવા ગયા.
એક શ્રાવક વધારે આપવા લાગ્યો, એટલે બીજા શ્રાવકો પરસ્પર કપટપૂર્વક બોલવા લાગ્યા.
એકે કહ્યું કે ‘થોડું થોડું આપો, વધારે ન આપો. આપણને ખાવા કામ લાગશે.’
Page #106
--------------------------------------------------------------------------
________________
અભ્યાહત દોષ
૮૫
ત્યારે બીજો બોલ્યો કે ‘અમે બધાએ ભોજન કર્યું છે, માટે થોડું રહેશે તો ચાલશે, સાધુને જોઈએ તે મુજબ આપો.'
આ સાંભળી સાધુઓને કોઈ શંકા ન લાગવાથી જરૂર મુજબ મોદક આદિ લીધા અને ઉપાશ્રયે આવ્યા. ત્યાં કેટલાક મુનિઓએ વાપર્યું, કેટલાક વાપરતા હતા, કેટલાક સાધુને પચ્ચક્ખાણ પારવાની વાર હતી તેથી આહાર મૂકી રાખ્યો હતો અને સ્વાધ્યાય કરતા હતા.
આ તરફ શ્રાવકોને પૂરો લાભ મળી ગયો. કેટલોક સમય પસાર થયા બાદ તેઓએ વિચાર કર્યો કે ‘હવે સાધુઓએ વાપરી લીધું હશે, માટે સાધુ ભગવંતોને વંદન કરીને આપણા ગામ પાછા જઈએ.'
આમ વિચાર કરીને શ્રાવકો ઉપાશ્રયે આવ્યા અને સાધુઓને વિધિપૂર્વક વંદન કરીને સુખશાતા પૂછી.
સાધુઓને લાગ્યું કે ‘આ શ્રાવકો ઘણા વિવેકી છે.’
શ્રાવકો વંદન કરીને પોતાના ગામ ગયા.
આ ત૨ફ કોઈના કહેવાથી જાણવામાં આવ્યું કે ‘અમુક ગામના શ્રાવકો આવ્યા હતા.' વિચાર કરતાં સાધુઓને લાગ્યું કે ‘નક્કી આ શ્રાવકો મોદક આદિ વહોરાવવા માટે જ અહીં આવેલા અને શંકા ન પડે એટલે આ રીતે તેમણે આપણને મોદક આદિ વહોરાવી દીધા. આથી આ ભિક્ષા અભ્યાહત દોષવાળી છે.’
જેઓએ વાપર્યું હતું તેઓએ તો નિર્દોષભાવે વાપરી લીધું, તેમાં તેમને કોઈ દોષ લાગે નહિ. કેમકે શુદ્ધ જાણીને લાવ્યા હતા. હવે જેઓ વાપરતા હતા તેઓએ હાથમાં લીધેલો કોળિયો પાછો પાત્રામાં મૂકી દીધો. મોઢામાં હતો તે રાખીને કુંડીમાં કાઢી નાખ્યો અને બીજું જે અભ્યાહત દોષવાળું હતું તે બધું પરઠવી દીધું.
જેઓએ વાપરી લીધું હતું તથા જેઓએ અડધું વાપર્યું હતું, તે બધાનો આશય શુદ્ધ હોવાથી તેઓ શુદ્ધ છે. જાણ્યા પછી વાપરે તો દોષના ભાગીદાર થાય.
ગામમાંથી કેવી રીતે આપી જાય ? તેનું દૃષ્ટાંત
ગામમાં રહેલી કોઈ સ્ત્રી, સાધુને અભ્યાહતની શંકા ન પડે તે માટે વહોરાવવાની વસ્તુ લઈને કોઈ ઘ૨ તરફ જાય, પછી પાછી ફરતાં ઉપાશ્રયમાં પ્રવેશ કરે, સાધુને વંદનાદિ કરીને વિનંતિ કરે કે ‘ભગવન્ ! અમુકના ઘેર ગઈ હતી ત્યાંથી આ લહાણી મળી છે અથવા તો કહે કે જમણવાર હતો તેથી આપ્યું
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૬
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
છે, વળતાં આપશ્રીને વંદન કરવા આવી. આપશ્રીને કંઈ ઉપયોગમાં આવે તો ગ્રહણ કરો.”
અથવા તો કોઈ એમ કહે કે “મારા સંબંધીને ત્યાં આ લહાણી આપવા ગઈ હતી, પણ તેમણે રાખ્યું નહિ, એટલે પાછા ફરતાં આપશ્રીને વંદન કરવા આવી છું. આપને ઉપયોગમાં આવે તો મને લાભ આપો.'
અથવા તો ઉપાશ્રયમાં પ્રવેશ કરતા પહેલાં પૂર્વ સંકેત કરી રાખ્યા મુજબ સાધુઓ સાંભળે તેમ નજીકના ઘેર જઈને કહે કે “લો આ લાપસી લહાણી આપવા આવી છું.”
ત્યારે પેલી સ્ત્રી કહે કે “હું તારી વસ્તુ લેવાની નથી, અમુક દિવસે તેં મારી લહાણી કેમ લીધી ન હતી ?
આ સાંભળી પહેલી સ્ત્રી જરા ઊંચે સ્વરે લેવા માટે કહે, ત્યારે બીજી સ્ત્રી ના પાડે. આમ પરસ્પર દેખાવ ખાતર કલહ કરે. પછી પહેલી સ્ત્રી રોષમાં હોય તેવો દેખાવ કરી ઉપાશ્રયમાં આવે. સાધુઓને વંદન કરીને બાજુવાળી સ્ત્રીએ લહાણી લીધી નહિ, વગેરે કહી સંભળાવી, વહોરવા માટે વિનંતિ કરે.
આવા પ્રસંગે સાધુ તે વાત સાચી માની લે અને આહાર નિર્દોષ જાણીને ગ્રહણ કરે.
જો પાછળથી અભ્યાહતની ખબર પડે તો આહાર વાપર્યો ન હોય તો પરઠવી દે. વાપરી ગયા હોય તો કાંઈ દોષ નથી. જાણ્યા પછી વાપરે તો દોષના ભાગીદાર થાય.
આચીર્ણ અભ્યાહતા आइन्नं तुक्कोसं इत्थसयंतो घरेउ तिन्नि तहिं ।
ત્ય મિરાણી વીરોનું પરૂ વસો ઇશા (પિ. વિ. ૪૭) ગીતાર્થ સાધુ ભગવંતોએ જે લેવાનું આચરણ કર્યું હોય તે આચીર્ણ કહેવાય. આશીર્ણ બે પ્રકારે. ૨. ક્ષેત્રની અપેક્ષાએ અને ૨. ઘરની અપેક્ષાએ. ૨. ક્ષેત્ર અપેક્ષાએ ત્રણ ભેદ. ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. ક્ષેત્રથી ઉત્કૃષ્ટ સો હાથ સુધીનું.
ક્ષેત્રથી જઘન્ય, બેઠા બેઠા કે ઊભા હાથથી ઊંચું રહેલું વાસણ લઈને, ઉચું કરીને કે આવુંપાછુ કરીને આપે તે.
બાકીનું મધ્યમ. આમાં સાધુનો ઉપયોગ રહી શકતો હોય તો કલ્પ.
Page #108
--------------------------------------------------------------------------
________________
અભ્યાહત દોષ
ઉત્કૃષ્ટ સો હાથ ક્ષેત્રની સંભાવના-જ્યાં ઘણા માણસો જમવા માટે બેઠેલા હોય, વચ્ચે લાંબી છીંડી હોય, ધર્મશાળા કે વાડી હોય ત્યાં ભોજનની સામગ્રી સો હાથ પ્રમાણ દૂર છે અને ત્યાં જવામાં સંઘટ્ટો આદિ થઈ જાય એવું હોવાથી જઈ શકાય એમ ન હોય, ત્યારે સો હાથ દૂર રહેલી વસ્તુ લાવે તો તે સાધુને લેવી કલ્પી શકે.
જઘન્ય ક્ષેત્ર-આપનાર ઊભી હોય કે બેઠેલી હોય, થાળી, તપેલી આદિ વાસણ પોતાના હાથમાં હોય અને તેમાંથી ભોજન આપે તો જઘન્ય ક્ષેત્ર આશીર્ણ કહેવાય. તેમાં થોડું પણ હલન-ચલન રહેલું છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનું મધ્યમ આચર્ણ કહેવાય. ૨. ઘરની અપેક્ષાએ-ત્રણ ઘર સુધીનું લાવેલું. લાઇનસર ત્રણ ઘરો હોય, ત્યાં એક સાધુ એક ઘેર ભિક્ષા લેતા હોય અને બીજો સંઘાટ્ટક સાધુ બીજા ઘરોમાં એષણાનો ઉપયોગ રાખતો હોય, ત્યારે ત્રણ ઘરનું લાવેલું પણ કલ્પી શકે. તે સિવાય આહાર લેવો કલ્પ નહિ.
ઇતિ એકાદશ અભ્યાહત દોષ નિરૂપણ.
Page #109
--------------------------------------------------------------------------
________________
८८
૧૨. ઉભિન્ન દોષ
पिहिउब्भिन्नकवाडे फासुय आप्कासुए य बोद्धव्वे ।
ઞાસુ પુદ્ધવિમા પાસુય છેાળાધર ।।૪૨।। (પિં. નિ. ૩૪૭) સાધુને માટે કબાટ આદિ ઉઘાડીને કે તોડીને આપે તે ઉભિન્નદોષ. ઉભિન્ન-એટલે સીલ વગેરે તોડીને કે બંધ હોય તે ઉઘાડીને ખોલવું. તે બે પ્રકારે. ? બરણી આદિ ઉપર બંધ કરેલું કે ઢાંકેલી વસ્તુ ઉપાડી લઈને તેમાં રહેલી વસ્તુ આપવી.
૨ કબાટ વગેરે ઉઘાડીને આપવું.
ઢાંકણ બે પ્રકારના-૧ સચિત્ત-માટી આદિથી પૅક કરેલ, બાંધેલ કે ઢાંકેલ. ૨ અચિત્ત-સૂકું છાણ, કપડાં વગેરેથી બાંધેલ.
ઢાંકેલી વસ્તુ ખોલીને આપવામાં રહેલા દોષો
ઢાંકેલી વસ્તુ ખોલીને આપવામાં છકાય જીવોની વિરાધના રહેલી છે.
બરણી આદિ વસ્તુ ઉપર પત્થર મૂકેલો હોય, કે સચિત્ત પાણી નાખીને તેનાથી વસ્તુ પેક કરેલી હોય. જે લાંબા ટાઈમ સુધી પણ સચિત્ત રહે, વળી જીવો ત્યાં આવીને રહ્યા હોય.
સાધુ માટે આ વસ્તુ ખોલીને તેમાં રહેલું ઘી, તેલ આદિ સાધુને આપે તો. ? પૃથ્વીકાય, અપ્કાય આદિનો નાશ થાય.
૨ તેની નિશ્રાએ ત્રસ જીવો રહેલા હોય તો તેની પણ વિરાધના થાય.
Page #110
--------------------------------------------------------------------------
________________
ઉભિન્ન દોષ
૮૯
૩ ફરીથી પાછું પૅક કરે તેમાં પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય આદિની વિરાધના થાય. લાખતી પેક કરે તેમાં લાખ ગરમ કરતાં તેઉકાયની વિરાધના, જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ અવશ્ય હોય એટલે વાયુકાયની વિરાધના, પૃથ્વી આદિમાં અનાજના દાણા કે ત્રસ જીવો રહેલા હોય તેથી વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધના, પાણી નાખે તેમાં અપૂકાયની વિરાધના. આમ છએ કાયની વિરાધના થાય.
૪ વસ્તુ ખોલ્યા પછી તેમાં રહેલી વસ્તુ પુત્રાદિને આપે, વેચે કે નવું લઈને તેમાં નાંખે, આથી પાપપ્રવૃત્તિઓ સાધુના નિમિત્તે થાય.
પ બરણી આદિ પેક ન કરે અને ઉઘાડી રહી જાય તો તેમાં કીડી, માખી, ઉંદર આદિ પડી જાય તો તેની વિરાધના થાય.
કબાટ આદિ ઉઘાડી આપવામાં ઉપર મુજબના દોષો લાગે, ઉપરાંત બારણું ઉઘાડતાં પાણી વગેરે ભરેલી વસ્તુ અંદર હોય તો નીચે ઢોળાઈ જાય અથવા તો ફૂટી જાય, પાસે ચૂલો હોય તો પાણીનો રેલો તેમાં જાય તો અગ્નિકાય અને વાયુકાયની વિરાધના થાય, ઉપરાંત ત્યાં રહેલ પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય, ત્રસકાયની પણ વિરાધના થાય. બારણું બંધ કરતાં ગીરોલી, ઉદર કે કોઈ જીવજંતુ તેમાં દબાઈ જાય કે મરી જાય. આ વગેરે સંયમવિરાધના રહેલી છે.
વળી બરણી આદિ ઉઘાડવા જતાં ત્યાં કદાચ સર્પ, વીંછી આદિ રહેલ હોય તો ઉઘાડનારને કરડે. આથી લોકો બોલે કે “આ સાધુઓ ભક્તાદિમાં આસક્ત થયેલા, આગળ-પાછળનો અનર્થનો વિચાર કરતા નથી.” આથી પ્રવચનવિરાધના થાય. કોઈ રોષમાં આવી જઈને સાધુને મારે-કૂટે તો તેથી આત્મવિરાધના થાય. માટે સાધુઓએ ઉભિન્ન દોષવાળી ભિક્ષા ગ્રહણ કરવી ન જોઈએ.
શંકા-જો આ બધું જોવા જઈએ તો સાધુને ભિક્ષા મળે નહિ, કેમકે પ્રાય:દરેક સ્થળે કબાટ આદિ ઉઘાડીને આપવાનું હોય.
સમાધાન-જે કબાટ વગેરે ઘણા દિવસે ઊઘડતું હોય કે, જે વસ્તુ પેક કરી રાખેલાને કેટલાય દિવસો થયેલા હોય, ત્યાં ઉઘાડવામાં કે ખોલવામાં ઉપર કહ્યા તે દોષો રહેલા છે, જ્યારે વિકલ્પી સાધુને તો જે કબાટમાં પાછળ ઉલાળો ન હોય, બારણું ઉઘાડતાં કીચડ કિચુડ અવાજ થતો ન હોય, તાળું ઉઘાડવાનું ન હોય અને બરણી વગેરે ઉપર માત્ર ખાલી ઢાંકણ કે કપડાથી મોટું બાંધેલું હોય, ત્યાંથી લેવામાં બાધ નથી અર્થાત્ ત્યાંથી લેવું કલ્પી શકે. કેમકે રોજનો વપરાશ હોવાથી ખોલવાનું કે બંધ કરવાનું અથવા તો બાંધવા કે છોડવાનું હોય ત્યાં પ્રાય: જીવો રહેતા નથી. લાંબા વખતથી બંધ હોય તો ત્યાં જીવો આવીને રહે છે.
ઇતિ દ્વાદશ ઉભિન્ન દોષ નિરૂપણ.
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૩. માલાપહત દોષ मालोहडंपि दुविहे जहन्नमुक्कोसगं च बोधव्वं ।
ગતિદિનતંત્ર ત્રિવરીયં તુ ૩%ોસં ારા (પિં. નિ. ૩૫૭) માલાપહત બે પ્રકારે છે. ૧ જઘન્ય અને ૨ ઉત્કૃષ્ટ, પગની પાની ઊંચી કરીને શીકા વગેરેમાં રહેલી વસ્તુ આપે તે જઘન્ય અને તે સિવાયનું કોઠી મોટા ઘડા વગેરેમાંથી કે નિસરણી વગેરે ઉપર ચઢીને લાવીને આપે તે ઉત્કૃષ્ટ માલાપહત કહેવાય. અથવા ચાર ભેદો પણ કહ્યા છે –
उड्ढमहे तिरियपि य अहवा मालोहडं भवे तिविहं ।
૩ ૨ મદાર માિં હું મારૂતુ માં ૪૪ (પિં. નિ. ૩૬૩) ૨ ઉર્ધ્વ માલાપહત-શકું, છાજલી, માળિયું કે મેડા ઉપરથી લાવીને આપે છે. ૨ અધો માલાપહત-ભોંયરામાંથી લાવીને આપે છે.
૩ ઉભય માલાપહત-ઊંચી કોઠી હોય તેમાંથી વસ્તુ કાઢતાં પગની પાનીથી ઊંચા થઈ પછી વાંકા વળીને વસ્તુ કાઢીને આપે છે.
૪ તિર્યફ માલાપહત-જમીન ઉપર બેઠા બેઠા ગોખલા વગેરેમાંથી કષ્ટપૂર્વક હાથ લાંબો કરી વસ્તુ લઈને આપે છે.
માલાપહત ભિક્ષા ગ્રહણ કરવામાં આપનારને માલ-મેડા ઉપર ચઢતાં, ભોયરામાં જતાં-ઊતરતાં કષ્ટ પડતું હોવાથી, ચઢતાં-ઊતરતા કદાચ પડી જાય
Page #112
--------------------------------------------------------------------------
________________
માલાપહત દોષ
૯૧
તથા શીકા વગેરેમાં પોતે દેખી શકે એમ ન હોવાથી ત્યાં કદાચ સર્પ આદિ હોય તો કરડે, તો જીવવિરાધના (સંયમવિરાધના) પ્રવચનવિરાધના, આત્મવિરાધના આદિ દોષો રહેલા છે.
દૃષ્ટાંત જયંતપુર નગરમાં યક્ષદિન નામના ગૃહપતિ રહેતા હતા. તેમને વસુમતી નામની પત્ની હતી.
એકવાર ધર્મરૂચી નામના મુનિ તેમના ઘેર ભિક્ષા લેવા માટે આવ્યા. ત્યારે લક્ષદિન્ને વસુમતીને લાડવા આપવા કહ્યું. લાડવા ઊંચે શીકામાં મૂકેલા હોવાથી તે શીંકામાંથી લેવા લાગી એટલે સાધુ તે ભિક્ષા લીધા સિવાય પાછા નીકળી ગયા.
સાધુના ગયા પછી કોઈક ભિક્ષુક ભિક્ષા માટે આવ્યો, ત્યારે યક્ષદિને તે ભિક્ષુકને પૂછયું કે “થોડીવાર પહેલાં એક સાધુ અહીં આવ્યા હતા, તેમને અમે શીકામાંથી લાડવા આપવા લાગ્યા પરંતુ તે લીધા સિવાય ચાલ્યા ગયા, તેનું શું કારણ ?'
ભિક્ષક જૈનશાસનનો દ્વેષી હતો એટલે કહ્યું કે “તે બિચારા રાંકડા પૂર્વકર્મના યોગે તમારા જેવા શ્રીમંતના ઘરોમાંથી સ્નિગ્ધ, મધુર એવી ભિક્ષા મળવા છતાં ખાઈ શકતા નથી, તેઓ તો ગરીબના ઘરેથી મળેલું સૂકું પાકું ખાવાને લાયક છે.”
યક્ષદિને પોતાની પત્નીને લાડવા આપવા કહ્યું એટલે તે શીકામાં મૂકેલા ઘડામાંથી લાડવા લેવા ગઈ. લાડવાની સુગંધીથી એક સર્પ કોઈ રીતે ત્યાં આવીને બેઠો હતો, જ્યાં વસુમતીએ લાડવા લેવા અંદર હાથ નાખ્યો ત્યાં જ સર્પે ડંખ દીધો. સર્પ કરડતાં વસુમતી એકદમ બૂમ પાડી ઊઠી કે “મને સર્પ કરડ્યો, મને સર્પ કરડ્યો.' આમ બૂમ પાડતાં બેભાન થઈને નીચે ઢળી પડી.
વસુમતીને સર્પ કરડ્યો જાણી લક્ષદિને તરત ગામમાંથી સર્પના ઝેરને ઉતારનાર માણસને બોલાવીને ઝેર ઊતરાવ્યું. વસુમતીની જિંદગી બચી ગઈ.
કેટલાક દિવસે ધર્મરૂચી અનગાર તેના ઘેર ભિક્ષાએ આવ્યા, ત્યારે યક્ષદિને સાધુને ઠપકો આપતાં કહ્યું કે “તમારો ધર્મ દયાપ્રધાન હોવા છતાં તમોએ તે દિવસે સર્પ જોવા છતાં શા માટે અમને કહ્યું નહિ અને ઉપેક્ષા કરી ?'
સાધુએ કહ્યું કે “મેં કાંઈ તે દિવસે શીકામાં સર્પ જોયો ન હતો, પરંતુ અમારા શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા છે કે “શીંકા આદિ ઉપરથી ભિક્ષા લઈને આપે તો
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૨
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
“માલાપહૃત” નામનો દોષ લાગે. તેથી તેવી ભિક્ષા ગ્રહણ ન કરવી.” માટે હું ભિક્ષા લીધા સિવાય પાછો ગયો હતો.'
આ સાંભળતા યદિન વિચારવા લાગ્યો કે “આમના ભગવાને કેવો નિર્દોષ સાધુનો ધર્મ બતાવ્યો. જે આવો ધર્મ બતાવી શકે તે ખરેખર સર્વજ્ઞ હોવા જોઈએ.” યક્ષદિને મુનિ મહારાજને ધર્મનું સ્વરૂપ પૂછ્યું. સાધુએ સંક્ષેપમાં ધર્મ કહ્યો. તે સાંભળી બન્નેનું મિથ્યાત્વરૂપ ઝેર નીકળી ગયું અને મધ્યાહ્ન વખતે મુનિ પાસે જઈને વિશેષ ધર્મ સાંભળ્યો. વૈરાગ્ય પામી યશદિન અને વસુમતીએ દીક્ષા લીધી.
માલાપહ્યત દોષવાળી ભિક્ષા સાધુએ ગ્રહણ કરવી નહિ. કેમકે શીકા વગેરે ઉપરથી ભિક્ષા લેવા માટે પગ ઊંચા કરતાં કે સીડી ઉપર ચઢતાં ઊતરતા પગ ખસી જાય તો નીચે પડી જાય તો તેના હાથ-પગ ભાંગે કે મૃત્યુ પામે, નીચે કીડી આદિ જીવજંતુ હોય તો તે દબાતા મરી જાય. આથી સંયમવિરાધના થાય. લોકો નિંદા કરે કે “આ સાધુઓ કેવા કે આને નીચે પાડી.” આથી પ્રવચનવિરાધના થાય અને કોઈ ગૃહસ્થ ગુસ્સે થઈને સાધુને મારે જેથી આત્મવિરાધના થાય.
મજબૂત લાકડાની-પત્થરની નિસરણી હોય અને જ્યાં સાધુ એષણાની શુદ્ધિ માટે મકાનના ઉપર ચઢી શકે એમ હોય તો દાતાર નીચેથી ઉપર જાય અને સાધુ પણ એષણાશુદ્ધિ માટે ઉપર જઈને ગ્રહણ કરે તો અથવા આગળથી નીચે લાવેલી વસ્તુ હોય તથા શીંકા આદિ કે તીચ્છ રહેલી વસ્તુ સહેલાઈથી લઈ શકાય એમ હોય તો તેવી વસ્તુ ગ્રહણ કરવામાં માલાપહૃતદોષ લાગતો નથી, તેવી ભિક્ષા સાધુને લેવી કલ્પી શકે.
ઇતિ ત્રયોદશ માલાપહત દોષ નિરૂપણ.
Page #114
--------------------------------------------------------------------------
________________
૯૩
૧૪. આચ્છેદ્ય દોષ બીજા પાસેથી બલાત્કારે જે અશનાદિ ઝૂંટવીને સાધુને આપવામાં આવે તે આચ્છેદ્યદોષ કહેવાય.
अच्छिMपि य तिविहं पभू य सामी य तेणए चेव ।
ચ્છિi પહિન્દુ સમUT US ઘેનું ૪થા (પિં. નિ. ૩૬૯) - આચ્છેદ્ય ત્રણ પ્રકારે છે. પ્રભુ ઘરનો નાયક, સ્વામી-રાજા કે ગામનો મુખી, નાયક અને સ્તન-ચોર. આ ત્રણે, બીજા પાસેથી બલાત્કારે ઝૂંટવીને આહાર આદિ આપે તો તેવા અશનાદિ સાધુને લેવા કહ્યું નહિ.
૨. પ્રભુ આચ્છેદ્ય-મુનિનો ભક્ત ઘરનો નાયક આદિ પોતાના પુત્ર, પુત્રી, પત્ની, પુત્રવધૂ આદિ પાસેથી અશનાદિ ઝૂંટવીને તેમની ઇચ્છાવિરુદ્ધ સાધુને આપે તે.
૨. સ્વામી આચ્છેદ્ય-મુનિનો ભક્ત ગામનો માલિક આદિ પોતાના આશ્રિતની માલિકીના અશનાદિ ઝૂંટવીને તેમની ઇચ્છાવિરુદ્ધ સાધુને આપે તે.
૩. સ્ટેન આચ્છેદ્ય-સાધુનો ભક્ત કે લાગણીવાળો કોઈ ચોર મુસાફરો પાસેથી તેમની ઇચ્છાવિરુદ્ધ અશનાદિ ઝૂંટવીને સાધુને આપે છે.
આવો આહારાદિ ગ્રહણ કરવાથી તે વસ્તુનો માલિક સાધુ ઉપર દ્વેષ રાખે અને તેથી તાડન મારણ આદિનો પ્રસંગ આવે. માટે આચ્છઘદોષવાળી ભિક્ષા સાધુએ લેવી ન જોઈએ.
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૪
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
દષ્ટાંત વસંતપુર નામના નગરમાં જિનદાસ નામે શ્રાવક વસતો હતો. તેમને રૂક્ષ્મણી નામની પત્ની હતી.
ગાયો વગેરેનું પાલન કરવા માટે વત્સરાજ નામનો ગોવાળ રાખ્યો હતો. મહેનતના બદલામાં દર આઠ દિવસે ગાયો વગેરેનું દૂધ ગોવાળને આપવામાં આવતું હતું.
જે દિવસે દૂધ લેવાનો ગોવાળનો વારો હતો, તે દિવસે કોઈ સાધુ તે શ્રાવકને ઘેર ભિક્ષા માટે આવી પહોંચ્યા. જિનદાસે ભક્તિપૂર્વક ગોચરી વહોરાવી પછી ગોવાળની ઇચ્છા નહિ હોવા છતાં બલાત્કારે દૂધના વાસણમાંથી દૂધ લઈને સાધુને વહોરાવ્યું.
શેઠની આગળ ગોવાળ કંઈ બોલી શક્યો નહિ, પણ સાધુ પ્રત્યે મનમાં દ્વેષ ઉત્પન્ન થયો. વત્સરાજ બાકીનું દૂધ લઈને પોતાના ઘેર ગયો. દૂધનું વાસણ અધૂરું હોવાથી ગોવાળની પત્નીએ ગોવાળને પૂછ્યું કે “આજે દૂધ ઓછું કેમ લાવ્યો ?'
ગોવાળે કહ્યું કે “શેઠે આમાંથી દૂધ લઈને સાધુને આપી દીધું, એટલે દૂધ ઓછું છે.'
આ સાંભળીને ગોવાળની પત્નીને પણ સાધુ પ્રત્યે ગુસ્સો આવ્યો અને સાધુ પ્રત્યે જેમતેમ બોલવા મંડી પડી, દૂધ ઓછું જોતાં બાળકોને પણ લાગ્યું કે “આટલા દૂધમાં અમારે શું થશે ?' આથી બાળકો રુદન કરવા લાગ્યા.
ઘરમાં આવી પરિસ્થિતિ થતાં ગોવાળનો ગુસ્સો વધી પડ્યો અને સાધુને મારવા માટે ઘરમાંથી નીકળ્યો. સાધુ જે માર્ગે ગયા હતા તે માર્ગે ઝડપથી જવા લાગ્યો.
મુનિ તો ઇર્યાસમિતિને શોધતાં આગળ જઈ રહ્યા છે, કોઈ કારણ પ્રસંગે મુનિએ પાછળ નજર કરી તો ક્રોધથી ધમધમતો ગોવાળ આવતો જોયો. મુનિ વસ્તુપરિસ્થિતિ સમજી ગયા કે “ગોવાળિયાની મરજી વિરુદ્ધ દૂધ લીધું છે એટલે મારવા માટે આવતો લાગે છે.
ગોવાળિયો જેવો નજીક આવ્યો એટલે મુનિએ કહ્યું કે ભાગ્યવાનું ! તારા શેઠના આગ્રહથી તે વખતે મેં દૂધ લીધું હતું, પરંતુ તારું જેટલું દૂધ હોય તેટલું ખુશીથી આમાંથી પાછું લઈ લે.”
Page #116
--------------------------------------------------------------------------
________________
આચ્છેદ્ય દોષ
૯૫
મુનિના મધુર વચન સાંભળતા ગોવાળિયાનો ગુસ્સો શાંત થઈ ગયો.
ગોવાળિયાએ મુનિને કહ્યું કે “હે સાધુ ! હું તમને મારવા માટે આવ્યો હતો, પરંતુ તમારા વચનરૂપી અમૃતનું સિંચન થવાથી મારો ગુસ્સો શાંત થઈ ગયો છે, માટે ખુશીથી આ દૂધ તમે વાપરજો, પરંતુ બીજી વાર આવી રીતે કોઈની ઇચ્છાવિરુદ્ધ કોઈ વસ્તુ લેશો નહિ.”
આમ કહીને ગોવાળિયો પોતાના સ્થાને પાછો ગયો. સાધુ પોતાની વસતિમાં ગયા.
આચ્છધ ભિક્ષા લેવામાં થતા અનર્થો માલિક બલાત્કારે પોતાના આશ્રિત આદિ પાસેથી વસ્તુ લઈને સાધુને આપે તો વસ્તુનો માલિક નીચે પ્રમાણે વર્તાવ કરે.
2 માલિક પ્રત્યે રોષાયમાન થાય અને જેમતેમ બોલવા લાગે અથવા સાધુ પ્રત્યે રોષાયમાન થાય.
૨ માલિકને કહે કે “આ વસ્તુ દૂધ વગેરે મારા હક્કનું છે, શા માટે બલાત્કારે લઈ લો છો ? મેં મહેનત કરીને બદલામાં આ દૂધ મેળવેલું છે. મહેનત કર્યા વિના તમે કંઈ આપતા નથી. તો તમે શા માટે દૂધ છીનવી લો છો ? ઓછા દૂધમાં અમારું પોષણ શી રીતે થાય. માટે આ દૂધ લેવા નહિ દઉં વગેરે બોલે.”
આથી પરસ્પર ઝગડો થાય. દ્વેષ વધે, ગોવાળિયા આદિ શેઠ આદિને ત્યાં ધન આદિની ચોરી કરે. શેઠ આદિને કદાચ મારીયે નાખે વગેરે સાધુ નિમિત્તે દોષો થાય. ૩ મુનિ પ્રત્યે દ્વેષ રાખે, મુનિને તાડન કરે કે મારી નાખે. ૪ વસ્તુના માલિકને અપ્રીતિ થાય.
પ તે વસ્તુ નહિ મળવાથી તેને અંતરાય થાય, તેથી સાધુને તેનો દોષ લાગે. ઉપરાંત અદત્તાદાનનો દોષ પણ લાગે, તેથી મહાવ્રતનું ખંડન થાય.
૬ બીજા કોઈ વખતે સાધુને જોતા તેને એમ થાય કે “આવા વેષવાળાએ બલાત્કારે મારી વસ્તુ લીધી હતી, માટે આવાને આપવું ન જોઈએ.” આથી ભિક્ષાનો વિચ્છેદ થાય.
૭ ઊતરવા માટે સ્થાન આપેલું હોય તો તે રોષમાં આવવાથી સાધુને ત્યાંથી
Page #117
--------------------------------------------------------------------------
________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
કાઢી મૂકે કે કઠોર શબ્દો સંભળાવે. વગેરે વગેરે દોષો રહેલા છે.
આ પ્રમાણે ગામનો માલિક કે ચોર બીજા પાસેથી બલાત્કારે લઈને ભિક્ષા આપે તો તે પણ સાધુને કહ્યું નહિ.
આમાં વિશેષતા એટલી કે કોઈ ભદ્રિક ચોર સાધુને જોતાં મુસાફરો પાસેથી ભોજન આદિ ઝૂંટવીને સાધુને આપે. તે વખતે જો તે મુસાફરો એમ બોલે કે અમારે સારું થયું કે “ઘી ખીચડીમાં ઢોળાયું.” અમારી પાસેથી લઈને તમને આપે છે, તો બહુ સરસ થયું. અમને પણ પુણ્યનો લાભ મળશે. આ પ્રમાણે બોલે તો સાધુ તે વખતે તે ભિક્ષા ગ્રહણ કરે. પરંતુ ચોરોના ગયા પછી સાધુ તે મુસાફરોને કહે કે “આ તમારી ભિક્ષા તમે પાછી લઈ લો, કેમકે તે વખતે અમે ચોરોના ભયથી ભિક્ષા લીધી હતી, ન લેત તો ચોર કદાચ અમને શિક્ષા કરત.”
આ પ્રમાણે કહેવાથી જો મુસાફરો એમ કહે કે “આ ભિક્ષા તમે જ રાખો, તમે જ વાપરજો, અમારી રજા છે.” તો તે ભિક્ષા સાધુને વાપરવી કલ્પ. જો ૨જા ન આપે તો વાપરવી કહ્યું નહિ.
ઇતિ ચતુર્દશ આચ્છેદ્ય દોષ નિરૂપણ.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૫. અનિસૃષ્ટ દોષ માલિકે રજા નહિ આપેલું ગ્રહણ કરવું તે અનિષ્ટદોષ કહેવાય. अणिसिटुं पडिकुटुं अणुनायं कप्पए सुविहियाणं ।
ચોr નો સંદર રાવ, ઝા (પિ. નિ. ૩૭૭) શ્રી તીર્થંકર ભગવંતોએ જણાવ્યું છે કે “રજા નહિ આપેલું ભક્તાદિ સાધુને લેવું કલ્પ નહિ, પરંતુ રજા આપેલી હોય તો લેવું કહ્યું.'
રજા નહિ આપેલાના અનેક પ્રકારો છે. તે ૧. મોદક સંબંધી, ૨. ભોજન સબંધી ૩. શેલડી પીલવાનું યંત્ર કોળા ઘાણી વગેરે સંબંધી, ૪. લગ્નાદિ સંબંધી, ૫. દૂધ. . દુકાન-ઘર વગેરે સંબંધી.
સામાન્ય રીતે રજા નહિ આપેલાના બે પ્રકારો છે. ૧. સાધારણ અનિસૃષ્ટબધાએ રજા નહિ આપેલી અને ૨. ભોજન અનિસૃષ્ટ-જેના હકનું હોય તેણે રજા નહિ આપેલી.
2. સાધારણ અનિસૃષ્ટ-વસ્તુના ઘણા માલિક હોય તેવું. તેમાંથી એક જણ આપતો હોય પણ બીજાઓની રજા ન હોય; તેવું સાધારણ અનિવૃષ્ટ કહેવાય
૨. ભોજન અનિસુષ્ટ-જેના હકનું હોય તેની રજા સિવાય આપતા હોય તે ભોજન અનિકૃષ્ટ કહેવાય.
આમાં ચોલ્લક એ ભોજન અનિવૃષ્ટ કહેવાય અને બાકી મોદક, યંત્ર, સંખડિ વગેરે સાધારણ અનિવૃષ્ટ કહેવાય છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રી પિડનિયુક્તિ-પરાગ
સાધારણ અનિસૃષ્ટિનું ઉદાહરણ રત્નપુર નગરમાં માણિભદ્ર આદિ બત્રીસ મિત્રો ઉજાણી કરવા ઉદ્યાનમાં ગયા હતા. ઉજાણીમાં ખાવા માટે બત્રીસ લાડવા બનાવ્યા. એક મિત્રને તે લાડવા સાચવવા માટે મૂકીને બાકીના એકત્રીસ મિત્રો સ્નાન કરવા માટે નદી ઉપર ગયા.
એટલામાં રસનાના લાલચુ કોઈ સાધુએ લાડવા જોયા. લાડવા મેળવવા માટે તે માણસ પાસે આવીને “ધર્મલાભ આપ્યો અને લાડવાની માગણી કરી.
લાડવા સાચવનારે કહ્યું કે “ભગવદ્ ! આ લાડવા મારા એકલાના નથી, પરંતુ બીજા પણ એકત્રીસ મારા મિત્રોના છે, માટે તેમની રજા સિવાય હું કેવી રીતે આપી શકું ?' સાધુએ કહ્યું કે તે તારા મિત્રો ક્યાં ગયા છે ? નદીએ સ્નાન કરવા ગયા છે.” “તો શું બીજાના લાડવામાંથી તું પુણ્ય કરી શકતો નથી ?'
છતાં પણ પેલો આપતો નથી. એટલે સાધુએ કહ્યું કે “તું તો મૂર્ખ છે, બીજાના લાડવા પણ મને આપીને તું પુણ્ય કરતો નથી, પરંતુ તે વિચાર કર કે બત્રીસ લાડવામાંથી તારા ભાગમાં તો એક જ લાડવો આવશે, તને તો એક લાડવાના બદલામાં કેટલો બધો લાભ મળશે ? આ વાત તું હૃદયમાં બરાબર વિચારી શકતો હોય તો બધા લાડવા મને આપી દે.”
પેલાએ બધા લાડવા મુનિને આપી દીધા.
પાત્રામાં લાડવા ભરીને હર્ષ પામતા મુનિ પોતાના સ્થાન તરફ જવા લાગ્યા. થોડું ગયા હશે ત્યાં સામેથી પેલા એકત્રીસ મિત્રો મળ્યા. તેઓએ પૂછ્યું કે “ભગવન્! તમને શું મળ્યું ?'
સાધુ વિચારવા લાગ્યા કે “આ બધા લાડવાના માલિક છે, જો હું એમ કહ્યું કે મને લાડવા મળ્યા” તો આ લોકો બધા લાડવા પાછા લઈ લેશે. માટે એમ કહ્યું કે મને કંઈ મળ્યું નથી.' સાધુએ કહ્યું કે “મને કંઈ મળ્યું નથી.'
સાધુની ઝોળી ભારે દેખવાથી, માણિભદ્ર વગેરેને શંકા પડી એટલે સાધુને કહ્યું કે “તમારી ઝોળી બતાવો.”
સાધુ ઝોળી બતાવતા નથી, એટલે માણિભદ્ર વગેરેએ બલાત્કારે ઝોળી જોઈ
Page #120
--------------------------------------------------------------------------
________________
અનિકૃષ્ટ દોષ
તો અંદર પાત્રામાં લાડવા દેખ્યા. એટલે સાધુ ઉપર ગુસ્સે થયા. પકડીને લાડવા સાચવનાર પાસે લઈ ગયા અને પૂછ્યું કે “તેં બધા લાડવા મુનિને આપી દીધા ?'
પેલાને ભય લાગ્યો એટલે જવાબ આપ્યો કે “મેં એને લાડવા આપ્યા નથી.”
માણિભદ્ર વગેરે સાધુને કહેવા લાગ્યા કે “અરે પાપી ! વેશવિડંબક ! આવી રીતે ઉઠાવગિરિ કરે છે ? મુદ્દામાલ સાથે ચોર બરાબર હાથમાં આવ્યો છે, હવે તું ક્યાં જવાનો છે ?' આમ કહી બધા લાડવા પાછા લઈ લીધા, ઉપરાંત સાધુને વેશઓઘો, કપડાં વગેરે ઝૂંટવી લીધા અને ગૃહસ્થી બનાવીને રાજદરબારમાં લઈ ગયા અને બધો વૃત્તાંત કહ્યો.
ન્યાયાધીશે સાચી હકીકત પૂછી. સાધુ લજ્જાથી કંઈ બોલી શક્યો નહિ.
ન્યાયાધીશે ‘આ સાધુ વેશધારી છે” એમ માની મારી નહિ નાખતાં દેશનિકાલની શિક્ષા કરી.
ઘણાની માલિકીની વસ્તુ બધાની રજા સિવાય ગ્રહણ કરવામાં ઉપર પ્રમાણેના દોષ રહેલા છે. માટે સાધુએ તેવી ભિક્ષા ગ્રહણ કરવી ન જોઈએ.
ભોજન અનિસૃષ્ટ-બે પ્રકારે. ૧. છિન્ન અને ૨. અછિન્ન. છિન્ન-એટલે ખેતર આદિમાં કામ કરતાં મજુરો આદિ માટે ભોજન તૈયાર કરાવ્યું હોય અને ભોજન દરેકને આપવા માટેનું જુદું જુદું કરી રાખ્યું હોય તે. ભાગ પાડેલું.
અછિન્ન-એટલે બધાને આપવા માટેનું ભેગું હોય, પણ ભાગ નહિ પાડેલું. ભાગ નહિ પાડેલામાં-૧. બધાએ રજા આપેલી અને ૨. બધાએ રજા નહિ આપેલી. બધાએ રજા આપેલી હોય તો સાધુએ લેવું કહ્યું. બધાએ રજા ન આપી હોય તો ન કલ્પે.
ભાગ પાડેલું હોય-તેમાં જેના ભાગમાં આવેલું હોય તે વ્યક્તિ સાધુને આપે તો સાધુને લેવું કલ્પે. તે સિવાય ન કલ્પે.
સાધારણ અને ભોજન અનિસૃષ્ટમાં ફરક-સાધારણ અને ભોજન અનિસૃષ્ટમાં વાસ્તવિક રીતે પિંડનો જ અધિકાર છે, તેથી લાડુ હોય કે દૂધ હોય, રસોઈ હોય કે શેલડીનો રસ હોય કે કોઈ પણ ભોજન હોય, જેની અંદર તે તે વસ્તુ ઉપર દરેકની માલિકી તુલ્ય અને મુખ્ય હોય તે સાધારણ કહેવાય, જ્યારે ભોજન
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
અનિસૃષ્ટમાં તે તે ચીજનો રાજા, કૌટુમ્બિક આદિ મુખ્ય એક માલિક અને ગૌણથી એટલે હક તરીકે બીજા પણ ઘણા હોય છે.
સાધારણ અનિસૃષ્ટમાં પહેલા દરેક સ્વામીએ ભોજન આપવાની હા ન પાડી હોય પરંતુ પાછળથી પરસ્પર સમજાવટ આદિથી દરેક અનુજ્ઞા આપે તો તે આહાર સાધુને લેવો કલ્પી શકે.
જો એકને વહોરાવવા માટે રજા આપીને સર્વ માલિક અન્ય સ્થળે ગયા હોય તો તેવા કારણે તેઓની ભિક્ષા માલિકની ગેરહાજરીમાં પણ ગ્રહણ કરી શકાય.
હાથીને ખાવા માટે વસ્તુ બનાવેલી હોય. હાથીનો મહાવત તે વસ્તુ મુનિને આપે તો મુનિને તે લેવું કહ્યું નહિ. જો ગ્રહણ કરે તો નીચેના દોષો લાગે.
૨. હાથીનું ભોજન એ રાજાનું ભોજન એટલે તે રાજપિંડ કહેવાય.
૨. રાજાની આજ્ઞા નહિ હોવાથી મુનિએ લીધું હોય તો રાજા સાધુને કેદ કરે, મારે કે કપડાં ઉતારી લે.
૩. હાથીના આહારમાં એટલો અંતરાય લાગે. તેથી અંતરાય જન્ય પાપ લાગે. ૪. હાથીના મહાવત ઉપર રાજા ગુસ્સે થાય. મારી આજ્ઞા સિવાય સાધુને કેમ આપ્યું ?” તેથી કદાચ મહાવતને રજા આપે કે દંડ કરે, સાધુનિમિત્તે મહાવતની નોકરી જાય.
૫. અદત્તાદાનનો દોષ સાધુને લાગે.
૬. મહાવત પોતાનો પિંડ પણ હાથીના દેખતા આપે તો હાથીને એમ થાય કે “મારા ભોજનમાંથી આ મુંડિયો રોજ ગ્રહણ કરે છે.” એ કારણે હાથી રોપાયમાન થાય અને રસ્તામાં કોઈ વખતે સાધુને જોતાં સાધુને મારી નાંખે કે ઉપાશ્રય ભાંગી નાખે.
મહાવતની માલિકીનું હોય તો પણ હાથીના દેખતા સાધુને આહાર લેવો કલ્પ નહિ.
ઇતિ પંચદશ અનિકૃષ્ટ દોષ નિરૂપણ.
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૧
૧૬. અધ્યવપૂરક દોષ
પ્રથમ પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય, પછી સાધુ આવેલા જાણી તે રસોઈમાં બીજું ઉમેરવામાં આવે તે અધ્યવપૂરક દોષવાળું કહેવાય. अज्झोयरओ तिविहो जावंतिय सघरमीसपासंडे ।
મૂમિ ય પુત્વરે ઓવરડ્ તિરૂં અટ્ઠા ।।૪૭।। (પિં. નિ. ૩૮૮)
પ્રથમ પોતાને માટે રાંધવા આદિની શરૂઆત કરી હોય પછી પાછળથી ત્રણે પ્રકારમાંથી કોઈના માટે ચોખા આદિનો ઉમેરો કરે તો તે તે આહારાદિ અધ્યવપૂરક દોષવાળું થાય છે.
અધ્યવપૂરકના ત્રણ પ્રકારો છે. ૧ સ્વગૃહ યાવદર્થિકમિશ્ર, ૨ સ્વગૃહ સાધુમિશ્ર, ૩ સ્વગૃહ પાખંડીમિશ્ર.
૯. સ્વગૃહ યાવદર્થિકમિશ્ન-સ્વગૃહ એટલે પોતાના ઘર માટે અને યાવદર્થિક એટલે કોઈ પણ ભિક્ષુઓ માટે. પ્રથમ પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય અને પછી ગામમાં અનેક યાચકો, સાધુઓ, પાખંડીઓ વગેરે આવ્યાની ખબર પડતાં, પૂર્વની શરૂઆત કરેલી રસોઈમાં જ પાણી, ચોખા વગેરે ઉમેરીને સર્વને માટે બનાવેલ ભોજન.
૨. સ્વગૃહ સાધુમિશ્ર-પ્રથમ પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય અને પછી સાધુઓ આવ્યાની ખબર પડતાં, રસોઈમાં પાણી, ચોખા આદિ સામગ્રી ઉમેરીને પોતાના માટે અને સાધુ માટે રસોઈ તૈયાર કરવામાં આવે.
૩. સ્વગૃહ પાખંડીમિશ્ર-પ્રથમ પોતાના માટે રસોઈ બનાવવાની શરૂઆત કરી
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
હોય અને પછી પાખંડીને આપવા માટે પાછળથી વધારો કરીને તૈયાર કરેલ ભોજન.
યાવદર્થિક માટે નાખેલું ભોજન તેમાંથી દૂર કરવામાં આવે તો બાકી રહેલું ભોજન સાધુને લેવું કલ્પી શકે, જ્યારે સ્વગૃહ અને સાધુમિશ્ર તથા સ્વગૃહ અને પાખંડી મિશ્રમાં નાંખેલું જુદું કરવા છતાં બાકી રહેલાં ભોજનમાંથી સાધુને લેવું કલ્પ નહિ, કેમકે તે બધો આહાર પૂતિદોષથી દોષિત ગણાય છે. મિશ્રદોષ અને અધ્યપૂરકદોષમાં ફેર શો ? મિશ્ર નામના દોષમાં પહેલેથી જ પોતાના માટે અને ભિક્ષુક આદિને માટે એમ બન્નેનો ઉદ્દેશ રાખીને રાંધવાની શરૂઆત કરે, જ્યારે આ અધ્યવપૂરક નામના દોષમાં પ્રથમ ગૃહસ્થ પોતાને માટે રાંધવાની શરૂઆત કરે અને પાછળથી તેમાં ભિક્ષુક આદિ માટે ઉમેરો કરે. મિશ્રદોષ અને અધ્યવપૂરકદોષમાં આટલો તફાવત છે.
મિશ્ર અને અધ્યવપૂરકની ઓળખાણ-મિશ્ર અને અધ્યપૂરક દોષની પરીક્ષા રસોઈના વિચિત્ર પરિણામ ઉપરથી કરી શકાય છે. જેમકે મિશ્રજાતમાં તો પ્રથમથી જ સાધુ માટે પણ કલ્પના હોય છે, તેથી માપસર જેટલા મસાલા, પાણી, અન્ન આદિ જોઈએ તે પ્રમાણે નાખી અધિક રસોઈ બનાવેલ હોય છે, તેથી ભોજનના સૌષ્ઠવમાં ક્ષતિ હોતી નથી. પરંતુ ઘરના માણસ થોડા છે અને આટલી બધી રસોઈ કેમ ? તે વિચારવાથી મિશ્રજાત દોષનું જ્ઞાન થઈ શકે છે.
જ્યારે અધ્યવપૂરકમાં પાછળથી પાણી, મસાલા, અનાજ, શાક આદિ ભેળવેલ હોવાથી, ભાત પાણીપચા, દાળ આદિના વર્ણ, ગંધ, રસમાં તફાવત-પાતળાપણા આદિનો ફેરફાર હોય છે, તેથી તે રીતે અધ્યવપૂરકદોષનો નિર્ણય કરી શકાય છે.
આ પ્રમાણે ઉદ્ગમના સોળ દોષો થયા. તેમાં કેટલાક વિશોધિકોટિના છે અને કેટલાક અવિશોધિકોટિના છે.
વિશોધિ કોટિ અને અવિશોધિ કોટિ વિશોધિકોટિ-એટલે જેટલું સાધુ માટે કલ્પેલું કે રાંધેલું હોય તેટલું દૂર કરવામાં આવે તો બાકી રહેલામાંથી સાધુ ગ્રહણ કરી શકે અર્થાત્ સાધુને લેવું કલ્પી શકે.
અવિશોધિકોટિ-એટલે તેટલો ભાગ જુદો કરવા છતાં પણ સાધુ ગ્રહણ ન કરી શકે તેવું. અર્થાત્ સાધુને લેવું કલ્પી ન શકે. જે પાત્રમાં તેવો એટલે અવિશોધિ કોટિનો આહાર ગ્રહણ થઈ ગયો હોય તો તે પાત્રમાંથી તેવો આહાર કાઢી નાખી
Page #124
--------------------------------------------------------------------------
________________
અધ્યવપૂરક દોષ
૧૦૩
તે પાત્રને રાખ આદિથી ત્રણવાર સાફ કર્યા પછી તે પાત્રમાં બીજો શુદ્ધ આહાર લેવો કલ્પી શકે.
अहाकम्मुद्देसिय चरमतिगं पूई मीसजाए य ।
વાયરપાડિયા વિ ર ગોવર, ચરિમir u૪૮ાા (પિં. નિ. ૩૯૩) અવિશોધિકોટિ-૧. આધાકર્મ સર્વભેદ, ૨. વિભાગ ઉદ્દેશના છેલ્લા ત્રણ ભેદ, સમુદ્દેશ, આદેશ અને સમાદેશ, ૩. બાદર ભક્તપાન પૂતિ, ૪. મિશ્રદોષના છેલ્લા બે ભેદ પાખંડી મિશ્ર અને સાધુમિશ્ર, પ. બાદર પ્રાકૃતિકા, ૭. અધ્યવપૂરકના છેલ્લા બે સ્વગૃહ પાખંડી અધ્યવપૂરક અને સાધુ અધ્યવપૂરક, મૂલ છ દોષમાંથી દશ ભેદો અવિશોધિકોટિના છે. એટલે તેટલો ભાગ જુદો કરવા છતાં બાકીનું પણ સાધુને લેવું કે વાપરવું કલ્પી શકે નહિ. બાકીના બીજા દોષો વિશોધિકોટિના છે.
વિશોધિ કોટિની ગાથા उद्देसियंमि नवगं अवगरणे जं च पूईंयं होई । જાવંતિ મીસ યં અશ્લોયર ય પમપ ા ૪૨ ૫ (૨) परियट्टिए अभिहडे अब्भिन्ने मालोहडे इय । ચ્છિ િિસદ્ પોયર ફ્રીય પાકિસ્સે |૧૦ | (૨) सहुमा पाहुडिया वि य ठवियगपिंडो य जो भवे दुविहो । સવો વિ રાસી વિસક્રિોહી મુત્રો | પ૨ | (રૂ)
| (પિ. નિ. ગાથા ૩૯૫ની ટીકા) ઉદ્દેસિકના નવ ભેદો, પૂતિદોષ યાવદર્થિકમિશ્ર, યાવદર્થિક અધ્યવપૂરક, પરિવર્તિત, અભ્યાહત, ઉભિન્ન, માલાપહત, આચ્છેદ્ય, અનિસૃષ્ટ, પ્રાદુષ્કરણ, ક્રત, પ્રામિત્ય, સૂક્ષ્મપ્રાભૃતિકા, સ્થાપનાના બે પ્રકારો. આ બધા વિશોધિકોટિના જાણવા.
ભિક્ષાએ ફરતાં પાત્રમાં પહેલાં શુદ્ધ આહાર ગ્રહણ કર્યો હોય, ત્યાર બાદ અનાભોગ આદિના કારણે વિશોધિકોટિ દોષવાળું ગ્રહણ કર્યું હોય, પાછળથી તેની ખબર પડે કે “આ તો વિશોધિકોટિ દોષવાળું હતું,' તો ગ્રહણ કરેલા આહાર વિના જો નિર્વાહ થઈ શકે એમ હોય તો તે બધો (શુદ્ધ આહાર અને વિશોધિ દોષવાળો) આહાર પરઠવી દે. જો નિર્વાહ થઈ શકે એમ ન હોય તો જેટલો આહાર વિશોધિ દોષવાળો હોય તેટલો બરાબર જોઈને કાઢી નાખે. હવે જો સરખા વર્ણ અને ગંધવાળો હોય એટલે ઓળખી શકાય એવો ન હોય કે ભેગો થઈ ગયેલો હોય
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
અથવા તો પ્રવાહી હોય તો તે બધો પરઠવી દે. છતાં કોઈ સૂક્ષ્મ અવયવો પાત્રમાં રહી ગયા હોય તો પણ બીજો શુદ્ધ આહાર તે પાત્રમાં લાવવો કલ્પી શકે છે. કેમકે તે આહાર વિશોધિકોટિનો હતો માટે. વિવેક (પરઠવવું) ના ચાર પ્રકારો-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. ૨ દ્રવ્યવિવેક-દોષવાળા દ્રવ્યનો ત્યાગ કરવો તે. ૨ ક્ષેત્રવિવેક-જે ક્ષેત્રમાં તે દ્રવ્યનો ત્યાગ કરવો તે. ૩ કાલવિવેક-ખબર પડે કે તરત વિલંબ કર્યા વિના ત્યાગ કરવો તે.
૪ ભાવવિવેક-ભાવથી મૂર્છા રાખ્યા સિવાય તેનો ત્યાગ કરવો તે અથવા અસઠ સાધુ જેને દોષવાળું જુએ ને તેનો ત્યાગ કરે.
પાત્રમાં ભેગી થઈ ગયેલી ગોચરી વગર નિર્વાહ થઈ શકે એમ હોય તો બધો શુદ્ધ અને દોષવાળા આહારનો ત્યાગ કરવો. નિર્વાહ થઈ શકે એમ ન હોય તો દોષવાળા આહારનો ત્યાગ કરવો.
અશુદ્ધ (વિશોધિકોટિ) આહાર ત્યાગ કરવાનો વિધિ અશુદ્ધ આહાર ત્યાગ કરવામાં નીચે મુજબ ચતુર્ભાગી થાય. શુષ્ક અને આદ્ર, સરખે સરખી વસ્તુમાં પડેલું અને જુદી વસ્તુમાં પડેલું તેમાં ચાર પ્રકાર પડે. ? શુષ્કમાં શુષ્ક, ૨ શુષ્કમાં આદ્ર, ૩ આદ્રમાં શુષ્ક, ૪ આદ્રમાં આદ્ર,
2. શુષ્કમાં શુષ્ક-શુષ્ક વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હોય. એટલે વાલ, ચણા વગેરે સૂકા કહેવાય. હાલમાં ચણા પડ્યાં હોય તો કે ચણામાં વાલ પડ્યાં હોય તો તે સુખપૂર્વક જુદા કાઢી શકાય છે. ચણામાં ચણા કે વાલમાં વાલ પડ્યાં હોય તો જે જેટલા દોષવાળા હોય તેટલા પ્રમાણમાં (ખ્યાલ હોય તેટલા) કપટ વિના જુદા કાઢી નાખવા, બાકીના કલ્પી શકે.
૨. શુષ્કમાં આર્દ્ર-શુષ્ક વસ્તુમાં આર્ટ વસ્તુ પડી હોય. એટલે વાલ, ચણા આદિ ભેગું ઓસામણ, દાળ આદિ પડ્યું હોય તો, પાત્રમાં પાણી નાખીને પાત્રુ નમાવીને બધું પ્રવાહી કાઢી નાખવું, બાકીનું કલ્પી શકે.
૩. આર્ટ્સમાં શુષ્ક-આદ્ર વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હોય. એટલે ઓસામણ, પયસ, ખીર આદિમાં ચણા, વાલ વગેરે પડ્યું હોય તો પાત્રમાં હાથ નાખીને ચણા વગેરે કઢાય તેટલા કાઢી નાખવા, બાકીનું કલ્પી શકે.
Page #126
--------------------------------------------------------------------------
________________
અધ્યવપૂરક દોષ
૧૦૫
૪. આર્ટ્સમાં આર્ટૂ-આદ્ર વસ્તુમાં આર્ટ વસ્તુ પડી હોય. એટલે ઓસામણ આદિમાં ઓસામણ આદિ પડ્યું હોય તો, જો તે દ્રવ્ય દુર્લભ હોય અર્થાત્ બીજું મળી શકે તેમ ન હોય અને તે વસ્તુની જરૂર હોય તો જેટલા પ્રમાણને દોષવાળું હોય તેટલું કાઢી નાખવું, બાકીનું કલ્પી શકે.
નિર્વાહ થઈ શકે એમ ન હોય તો આ ચાર ભાંગાનો ઉપયોગ કરી શકાય. જો નિર્વાહ થઈ શકે એમ હોય કે બીજો શુદ્ધ આહાર મળી શકે એમ હોય તો પાત્રમાં આવેલું બધું પરઠવી દેવું જોઈએ.
संथरे सव्वमुझंति चउभंगो असंथरे ।
અસરો સુ ને માયાવી મેતુ વર્ષ | પરા (પિં. નિ. ૪૦૦) નિર્વાહ થાય એમ હોય તો પાત્રમાં વિશોધિકોટિથી સ્પર્શ થયેલા બધા આહારનો ત્યાગ કરવો, નિર્વાહ ન થાય તેમ હોય તો ચાર ભાગમાં બતાવ્યા પ્રમાણે ત્યાગ કરવો કપટરહિત જે ત્યાગ કરે તે સાધુ શુદ્ધ રહે છે અર્થાત્ તેને અશુભકર્મનો બંધ થતો નથી, પરંતુ જે માયાવી હોય એટલે માયાપૂર્વક ત્યાગ કર્યો હોય તો તે સાધુ કર્મબંધથી બંધાય છે. જે ક્રિયામાં માયાવી બંધાય છે તેમાં માયારહિત કરનારો શુદ્ધ રહે છે.
હવે બીજી રીતે વિશોધિકોટિ અવિશોધિકોટિ સમજાવે છે. કોટિકરણ બે પ્રકારે. ઉદ્ગમકોટિ અને વિશોધિકોટિ. ઉદ્ગમકોટિ છ પ્રકારે, આગળ કહ્યા પ્રમાણે. વિશોધિકોટિ અનેક પ્રકારે ૯-૧૦-૨૭-૫૪-૯૦ અને ૨૭૦ ભેદો થાય છે. ૯ પ્રકાર- ૩. હણવું, હણાવવું અને અનુમોદવું.
૩. રાંધવું, રંધાવવું અને અનુમોદવું. ૩. વેચાતું લેવું, લેવરાવવું અને અનુમોદવું.
પહેલા છ ભાંગા અવિશોધિકોટિના અને છેલ્લા ત્રણ વિશોધિકોટિના જાણવા. ૧૮ પ્રકાર-નવકોટિને કોઈ રાગથી કે કોઈ દ્વેષથી સેવે. ૯દરV૧૮.
૨૭ પ્રકાર-(નવ કોટિને) સેવનાર કોઈ મિથ્યાષ્ટિ નિઃશંકપણે સેવે, કોઈ સમ્યગુદૃષ્ટિ વિરતિવાળો આત્મા અનાભોગથી અજ્ઞાનથી સેવે, કોઈ સમ્યગુદૃષ્ટિ અવિરતિપણાને લીધે ગૃહસ્થપણાનું અવલંબન કરતો સેવે. મિથ્યાત્વ, અજ્ઞાન અને
Page #127
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
અવિરતિરૂપથી સેવતા ૯૬૩Ū૨૭ પ્રકાર થાય.
૫૪ પ્રકાર-૨૭ પ્રકારને કોઈ રાગથી સેવે, કોઈ દ્વેષથી સેવે ૨૭૪૨ ́૫૪
પ્રકાર થાય.
૧૦૬
૯૦ પ્રકાર-નવ કોટિને કોઈ પુષ્ટ આલંબનથી દુકાળ, અરણ્ય આદિ વિકટ દેશ કાળમાં ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું પાલન કરવા માટે સેવે. ૯૬૧૦ ́૯૦
પ્રકાર થાય.
૨૭૦ પ્રકાર-આમાં કોઈ વિશિષ્ટ ચારિત્રનિમિત્તે સેવે, કોઈ ચારિત્રમાં વિશિષ્ટ જ્ઞાનનિમિત્તે સેવે, કોઈ ચારિત્રમાં ખાસ દર્શનની સ્થિરતાનિમિત્તે દોષ સેવે ૯૦૪૩ઇં૨૭૦ પ્રકાર થાય.
सोलस उग्गमदोसे गिहिणो उ समुट्ठिए वियाणाहि ।
૩પ્પાયળાણ ઢોસે સાહૂ ૩ સમુદ્ગિ" નાળ ।। બરૂ ।। (પિં. નિ. ૪૦૩) ઉપર જે કહી ગયા તે સોળ ઉદ્ગમનાના દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થયેલા જાણવા અર્થાત્ ગૃહસ્થ કરે છે. હવે કહેવામાં આવે છે તે ઉત્પાદનાના (૧૬) દોષો સાધુથી થતા જાણવા, અર્થાત્ સાધુ પોતે દોષ ઊભા કરે છે.
ઇતિ ષોડશ અધ્યવપૂરક દોષ નિરૂપણ. ઉદ્ગમદોષો સમાપ્ત.
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૭
ઉત્પાદનાના દોષો ઉત્પાદનના ચાર નિક્ષેપા છે. ૧ નામઉત્પાદના, ૨ સ્થાપનાઉત્પાદના, ૩ દ્રવ્યઉત્પાદના, ૪ ભાવઉત્પાદના.
૨ નામઉત્પાદના-ઉત્પાદના એવું કોઈનું પણ નામ હોવું તે. ૨ સ્થાપનાઉત્પાદના-ઉત્પાદનોની સ્થાપના-આકતિ કરી હોય તે. ૩ દ્રવ્યઉત્પાદના-ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત અને મિશ્રદ્રવ્ય ઉત્પાદના. ૪ ભાવઉત્પાદના-બે પ્રકારે. આગમ ભાવઉત્પાદન અને નોઆગમ ભાવઉત્પાદના.
આગમથી ભાવઉત્પાદના-એટલે ઉત્પાદનના શબ્દના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમથી ભાવઉત્પાદના-બે પ્રકારે. પ્રશસ્ત અને અપ્રશસ્ત.
પ્રશસ્તઉત્પાદના-એટલે આત્માને લાભ કરનાર જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી ઉત્પાદના.
અપ્રશસ્તઉત્પાદના-એટલે આત્માને નુકશાન કરનારી-કર્મબંધ કરનારી ઉત્પાદના. તે સોળ પ્રકારની અહીં પ્રસ્તુત છે. તે આ પ્રમાણે
धाई दूइ निमित्ते आजीव वणीमगे तिगिच्छा य । कोहे माणे माया लोभे य हवंति दस एए ।।५४।। पुब्बिंपच्छासंथव विजा मंते य चुन जोगे य । ૩MાયDI રોણા સોલ્ટને મૂરુખે વ ાપી (પિ.નિ.૪૦૮-૪૦૯)
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૧. ધાત્રીદોષ-ધાત્રી એટલે બાળકનું પરિપાલન કરનાર સ્ત્રી. ભિક્ષા મેળવવા માટે તેના જેવું ધાત્રીપણું કરવું. જેમકે - ગૃહસ્થના બાળકને રમાડવા, હવરાવવા વગેરે. ૨. દૂતીદોષ-ભિક્ષા માટે જ સામાસામી ગૃહસ્થના સંદેશા લાવવા-લઈ જવા.
૩. નિમિત્તદોષ-વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળનાં આઠ પ્રકારમાંથી કોઈ પણ નિમિત્ત હેવું.
૪. આજીવિકાદોષ-સામાની સાથે પોતાની સમાન કુલ, કળા, જાતિ વગેરે જે હોય તે પ્રગટ કરવું.
૫. વનપકદોષ-ભિખારીના જેવું દીન આચરણ કરવું. ૭. ચિકિત્સાદોષ-દવા આપવી કે બતાવવી.. ૭. ક્રોધદોષ-ક્રોધ કરીને ભિક્ષા લેવી. ૮. માનદોષ-માન કરીને ભિક્ષા લેવી. ૯. માયાદોષ-માયા કરીને ભિક્ષા લેવી. ૧૦. લોભદોષ-લોભ રાખીને ભિક્ષા લેવી.
૧૧. સંસ્તવદોષ-પૂર્વસંસ્તવ-માતા આદિનો સંબંધ કાઢીને ભિક્ષા લેવી તે. પશ્ચાતું સંસ્તવ-સસરા પક્ષના સાસુ આદિનો સંબંધ કાઢીને ભિક્ષા લેવી તે.
૧૨. વિદ્યાદોષ-જેની સ્ત્રીરૂપ-દેવી અધિષ્ઠાત્રી હોય તે વિદ્યા કહેવાય, તેના પ્રયોગ વગેરેથી ભિક્ષા લેવી તે.
૧૩. મંત્રદોષ-જેનો પુરુષરૂપ-દેવ અધિષ્ઠાયક હોય તે મંત્ર કહેવાય તેના પ્રયોગ વગેરેથી ભિક્ષા લેવી તે. ૧૪. 'ચૂર્ણદોષ-સૌભાગ્ય આદિ કરનાર ચૂર્ણ વગેરેના પ્રયોગથી ભિક્ષા લેવી. ૧૫. યોગદોષ-આકાશ ગમનાદિ સિદ્ધિ વગેરેના પ્રયોગથી ભિક્ષા લેવી તે. ૧૯.મૂલકર્મદોષ-વશીકરણ,ગર્ભશાટનવગેરેમૂલકર્મના પ્રયોગથી ભિક્ષા લેવી તે.
ધાત્રીપણું જાતે કરે કે બીજા પાસે કરાવે, દૂતીપણું પોતે કરે કે બીજા પાસે કરાવે થાવત્ વશીકરણાદિ પણ પોતે કરે કે બીજા પાસે કરાવે અને તેથી ભિક્ષા મેળવે તે ધાત્રીપિંડ “દૂતીપિંડ' આદિ ઉત્પાદનના દોષો કહેવાય છે. તેનું વિશેષ વર્ણન જણાવાય છે. ૧. કેટલેક ઠેકાણે ચૂર્ણદોષ અને યોગદોષ એક કહ્યો હોય છે, ત્યાં પૂર્વસંસ્તવ દોષ અને પશ્ચાત્સસ્તવદોષ જુદો કહેલ હોય છે. એટલે ઉત્પાદનના સોળ દોષોની સંખ્યા બરાબર રહે છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૯
૧. ધાત્રીપિંડ દોષ खीरे य मजणे मंडणे य कीलावणंकटाई य ।
પ્રોડા વિવિદ ર રાવને વેવ ા પદ (પિ. નિ. ૪૧૦) બાળકનું રક્ષણ કરવા રાખેલી સ્ત્રી તે ધાત્રી કહેવાય. તે પાંચ પ્રકારની હોય છે. 2. બાળકને સ્તનપાન કરાવનારી, ૨. બાળકને સ્નાન કરાવનારી, ૩. બાળકને વસ્ત્ર આદિ પહેરાવનારી, ૪. બાળકને રમાડનારી અને ૫. બાળકને ખોળામાં રાખનારી-આરામ કરાવનારી. દરેકમાં બે પ્રકારો. એક પોતે કરે, બીજો બીજા પાસે કરાવરાવે.
પૂર્વકાળમાં રાજાઓ શ્રીમતી વગેરે પોતાના વૈભવને અનુસાર પાંચે ય કે તેથી ઓછી ધાત્રીઓ રાખતા હતા. હાલમાં તેવા પ્રકારનો વૈભવ નહિ હોવાથી કોઈને ત્યાં તેવી ધાત્રીઓ વિશેષ જોવામાં આવતી નથી. સાધુ ધાત્રીપણું કેવી રીતે કરે ? તે બતાવે છે.
खीराहारो रोवइ मज्झ कयासाय देहि णं पिज्जे ।
પછી ૩ માછી મુઝો વ મ પાપકા (પિ. નિ. ૪૧૨) પૂર્વ પરિચિત ઘરમાં સાધુ ભિક્ષા માટે ગયા હોય, ત્યાં બાળકને રડતો જોઈને બાળકની માતાને કહે કે “આ બાળક હજી સ્તનપાન ઉપર જીવે છે, ભૂખ લાગી હશે એટલે રુદન કરે છે, માટે જલદી મને વહોરાવો, પછી બાળકને ધવરાવજો” અથવા એમ કહે કે “પહેલા બાળકને સ્તનપાન કરાવો પછી મને વહોરાવો,” અથવા તો કહે કે “હમણાં બાળકને ધવરાવી લો પછી હું વહોરવા આવીશ.”
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
વળી કહે કે “બાળકને સારી રીતે રાખવાથી, બુદ્ધિશાળી, નિરોગી અને દીર્ઘ આયુષ્યવાળો થાય છે, જ્યારે બાળકને સારી રીતે નહિ રાખવાથી મૂર્ખ, રોગી અને અલ્પ આયુષ્યવાળો થાય.' લોકમાં પણ કહેવત છે કે “પુત્રનું મુખ દુર્લભ' અર્થાત્ પુત્રની પ્રાપ્તિ થવી દુર્લભ છે માટે બીજા બધા કામ મૂકીને બાળકને સ્તનપાન કરાવો. જો તમે સ્તનપાન નહિ કરાવો તો હું બાળકને દૂધ પીવરાવું કે બીજા પાસે સ્તનપાન કરાવરાવું.” આ પ્રમાણે બોલીને ભિક્ષા લેવી તે ધાત્રીપિંડ કહેવાય.
આ પ્રકારનાં વચનો સાંભળી, જો તે સ્ત્રી ધર્મિષ્ઠ હોય તો ખુશ થાય અને સાધુને સારો સારો આહાર આપે, પ્રસન્ન થયેલી તે સ્ત્રી સાધુ માટે આધાકર્માદિ આહાર પણ બનાવે.
તે સ્ત્રી ધર્મની ભાવનાવાળી ન હોય તો સાધુના આવા વચનો સાંભળી સાધુ પ્રત્યે ગુસ્સો કરે. કદાચ બાળક માંદો પડી જાય તો સાધુની નિંદા કરે, શાસનનો ઉડ્વાહ કરે, લોકોને કહે કે “તે દિવસે સાધુએ બાળકને બોલાવ્યો હતો કે દૂધ પીવરાવ્યું હતું કે બીજે જઈને સ્તનપાન કરાવી આવ્યો હતો એટલે મારું બાળક બીમાર થઈ ગયું. અથવા તો કહે કે “આ સાધુ બાઈઓ આગળ મીઠું મીઠું બોલે છે.” અથવા પોતાના પતિને કે બીજા લોકોને કહે કે “આ સાધુ ખરાબ આચરણવાળો છે, મૈથુનની અભિલાષા રાખે છે.' વગેરે વાતો કરીને શાસનની હીલના કરે વગેરે ધાત્રીપિંડ ગ્રહણ કરવામાં દોષો રહેલા છે.
ધાત્રીપણું કરવાનો બીજો પ્રકાર-ભિક્ષાએ ફરતાં કોઈ ઘરમાં સ્ત્રીને ચિંતાતુર જોઈને પૂછે કે “કેમ આજે ચિંતાતુર દેખાઓ છો ?
સ્ત્રી કહે કે “જે દુ:ખમાં સહાયક થઈ શકે તેમ હોય તેમને દુ:ખ કહ્યું હોય તો દુ:ખ દૂર થાય. તમને કહેવાથી શું ?'
સાધુ કહે કે “હું તમારા દુ:ખમાં સહાયક થઈશ, માટે તમારે જે દુ:ખ હોય તે મને કહો.”
સ્ત્રી કહે કે “મારે ઘેર ધાત્રી હતી તેને અમુક શેઠ પોતાના ઘેર લઈ ગયા છે, હવે બાળકને હું કેવી રીતે સાચવી શકાશ તેની ચિંતા છે.”
આ પ્રમાણે સાંભળી સાધુ તેની આગળ પ્રતિજ્ઞા કરે કે તમે જરા પણ ચિંતા કરશો નહિ, હું એવું કરીશ કે તે ધાત્રીને શેઠ રજા આપી દેશે અને પાછી તમારી પાર્સ આવી જશે. હું થોડા ટાઇમમાં જ તમને ધાત્રી પાછી લાવી આપીશ.
પછી સાધુ તે સ્ત્રી પાસેથી તે ધાત્રીની ઉંમર, શરીરનો બાંધો, સ્વભાવ, દેખાવ
Page #132
--------------------------------------------------------------------------
________________
ધાત્રીપિંડ દોષ -
-
૧૧૧
વગેરે જાણી લઈને, તે શેઠને ત્યાં જઈ શેઠની આગળ ધાત્રીના ગુણ-દોષો એવા પ્રકારે બોલે કે શેઠ પેલી ધાત્રીને છૂટી કરી દે.
છૂટી થયેલી તે ધાત્રી સાધુ પ્રત્યે દ્વેષ કરે, ઉડાહ કરે કે સાધુને મારી પણ નાખે વગેરે દોષો રહેલા હોવાથી સાધુએ ધાત્રીપણું કરવું ન જોઈએ.
આ ક્ષીર ધાત્રીપણું કહ્યું. તે પ્રમાણે બાકીના ચાર ધાત્રીપણાં પણ સમજી લેવાં. બાળકને રમાડવા, ખેલાવવા વગેરે કરવાથી સાધુને ધાત્રીદોષ લાગે છે.
દષ્ટાંત શ્રી સંગમ નામના આચાર્ય હતા. વૃદ્ધાવસ્થા આવતાં તેઓનું જંઘાબળ ક્ષણ થતાં અર્થાત્ ચાલવાની શક્તિ નહિ રહેવાથી, કોલ્લેકિર નામના નગરમાં સ્થિરવાસ કર્યો હતો.
એક વખત તે પ્રદેશમાં દુકાળ પડવાથી શ્રી સંગમસૂરિજીએ સિંહ નામના પોતાના શિષ્યને આચાર્ય પદવી આપી, ગચ્છ સાથે સુકાળવાળા પ્રદેશમાં વિહાર કરાવ્યો અને પોતે એકલા જ તે નગરમાં રોકાયા.
આચાર્ય ભગવંતે નગરમાં નવ ભાગો કલ્પી, યતનાપૂર્વક માસકલ્પ સાચવતા હતા. (ચોમાસાના ચાર મહિનાનો એક કલ્પ અને આઠ મહિના મહિને મહિને એક એક કલ્પ) આ પ્રમાણે વિધિપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવપૂર્વક મમતા વગર સંયમનું શુદ્ધ રીતે પાલન કરતા હતા.
એક વખતે શ્રી સિંહસૂરિજીએ આચાર્ય મહારાજની ખબર લેવા દત્ત નામના શિષ્યને મોકલ્યો. દત્તમુનિ આવ્યા અને જે ઉપાશ્રયમાં આચાર્ય મહારાજને મૂકીને તે ગયા હતા, તે જ ઉપાશ્રયમાં આચાર્ય મહારાજને જોતાં મનમાં વિચારવા લાગ્યા કે “આ આચાર્ય ભાવથી પણ માસિકલ્પ સાચવતા નથી, શિથિલ સાથે રહેવું નહિ.' આમ વિચાર કરીને આચાર્ય મહારાજની સાથે ઊતર્યો નહિ પણ બહારની ઓસરીમાં મુકામ કર્યો.
ત્યાર પછી આચાર્ય મહારાજને વંદના આદિ કરી સુખશાતાના સમાચાર પૂછ્યા અને કહ્યું કે “આચાર્ય શ્રી સિંહસૂરિજીએ આપની ખબર લેવા મને મોકલ્યો છે.” આચાર્ય મહારાજે પણ સુખશાતા જણાવી અને કહ્યું કે “અહીં કોઈ જાતની તકલીફ નથી આરાધના સારી રીતે થઈ રહી છે.' ભિક્ષાવેળા થતાં આચાર્ય ભગવંત દસ્તમુનિને સાથે લઈને ગોચરી નીકળ્યા. અંત
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
પ્રાંત કુલમાં ભિક્ષાએ જતાં અનુકૂળ ગોચરી પ્રાપ્ત નહિ થવાથી દત્તમુનિનું મુખ ઝાંખું પડી ગયું. તેના ભાવ જાણીને આચાર્ય ભગવંત દત્તમુનિને કોઈ ધનવાનને ઘેર ભિક્ષા માટે લઈ ગયા.
તે ઘરમાં શેઠના બાળકને વ્યંતરી વળગેલી હોવાથી, બાળક હંમેશાં રુદન કર્યા કરતો હતો. આથી આચાર્યે તે બાળકની સામે જોઈને ચપટી વગાડવા પૂર્વક બોલાવતાં કહ્યું કે “વત્સ ! રુદન કર નહિ.”
આચાર્યના પ્રભાવથી તે વ્યંતરી ચાલી ગઈ. એટલે બાળક શાંત થઈ ગયો. આ જોતાં ગૃહનાયક ખુશ થઈ ગયો અને ભિક્ષામાં ઘણા લાડવા આદિ વહોરાવ્યા. દત્તમુનિ ખુશ થઈ ગયા, એટલે આચાર્યે તેને ઉપાશ્રયે મોકલી દીધો અને પોતે અંતપ્રાંત ભિક્ષા વહોરીને ઉપાશ્રયે આવ્યા.
પ્રતિક્રમણ વખતે આચાર્યે દત્તમુનિને કહ્યું કે “ધાત્રીપિંડ અને ચિકિત્સાપિંડની આલોચના કરો.”
દત્તમુનિએ કહ્યું કે “તો તમારી સાથે ભિક્ષાએ આવ્યો હતો. ધાત્રીપિંડાદિનો પરિભોગ કેવી રીતે લાગ્યો !
આચાર્યે કહ્યું કે “નાના બાળકને રમાડ્યો તેથી ક્રીડન ધાત્રીપિંડદોષ અને ચપટી વગાડી બંતરીને ભગાડી એટલે ચિકિત્સાપિંડદોષ, માટે તે દોષોની આલોચના કરી
લો.”
આચાર્યનું કહેવું સાંભળી દત્તમુનિને મનમાં દ્વેષ આવ્યો અને વિચારવા લાગ્યો કે “આ આચાર્ય કેવા છે ? પોતે ભાવથી માસકલ્પનું યે આચરણ કરતા નથી, વળી હંમેશાં આવો મનોજ્ઞ આહાર વાપરે છે. જ્યારે મેં એક દિવસ તેવો આહાર લીધો તેમાં મને આલોચના કરવાનું કહે છે.” ગુસ્સે થઈને આલોચના કર્યા સિવાય ઉપાશ્રયની બહાર જતો રહ્યો.
એક દેવ આચાર્યશ્રીના ગુણોથી તેમના પ્રત્યે બહુમાનવાળો થયો હતો. તે દેવે દત્તમુનિનું આવા પ્રકારનું આચરણ અને દુષ્ટ ભાવ જાણી તેના પ્રત્યે કોપાયમાન થયો અને શિક્ષા કરવા માટે વસતિમાં ગાઢ અંધકાર વિક્ર્લો, પછી પવનનો વાવંટોળ અને વરસાદ શરૂ કર્યો.
દત્તમુનિ તો ભયભીત થઈ ગયા. કંઈ દેખાય નહિ. વરસાદમાં ભીંજાવા લાગ્યો, પવનથી શરીર કંપવા લાગ્યું. એટલે બૂમો પાડવા લાગ્યા અને આચાર્યને કહેવા લાગ્યો કે “ભગવદ્ ! ક્યાં જઉં ? કશું જ દેખાતું નથી.”
Page #134
--------------------------------------------------------------------------
________________
ધાત્રીપિંડ દોષ
૧૧૩
ક્ષીરોદધિ જળના જેવા નિર્મળ હૃદયવાળા આચાર્યે કહ્યું કે “વત્સ ! ઉપાશ્રયની અંદર આવી જા.'
દત્તમુનિએ કહ્યું કે “ભગવન્! કશું જ દેખાતું નથી, કેવી રીતે અંદર આવું. અંધકાર હોવાથી બારણું પણ દેખાતું નથી.
અનુકંપાથી આચાર્યે પોતાની આંગળી ઘૂંકવાળી કરીને ઊંચી કરી, તો તેનો દીવાની જ્યોત જેવો પ્રકાશ ફેલાયો.
દુરાત્મા દત્તમુનિ વિચારવા લાગ્યો કે “અહો ! આ તો પરિગ્રહમાં અગ્નિ-દીવો પણ પાસે રાખે છે ?'
આચાર્ય પ્રત્યે દત્તે આવો ભાવ કર્યો, ત્યાં દેવે તેની નિર્ભર્સના કરીને કહ્યું કે દુષ્ટ, અધમ ! આવા સર્વ ગુણ રત્નાકર આચાર્ય ભગવંત પ્રત્યે આવો દુષ્ટ વિચાર કરે છે ? તારી પ્રસન્નતા માટે કેટલું કર્યું, છતાં તું આવું દુષ્ટ ચિતવે છે ?' એમ કહી ગોચરી વગેરેની હકીકત જણાવી અને કહ્યું કે “આ જે પ્રકાશ છે તે દીવાનો નથી, પણ તારી ઉપર અનુકંપા આવવાથી પોતાની આંગળી ઘૂંકવાળી કરી, તેમના પ્રભાવથી તે પ્રકાશવાળી થઈ છે. - શ્રી દત્તમુનિને પોતાની ભૂલ સમજાઈ, પશ્ચાત્તાપ થયો, તુરત આચાર્યના પગમાં પડી ક્ષમા માગી. આલોચના કરી. આ રીતે સાધુને ધાત્રીપિંડ લેવો કલ્પ નહિ.
ઇતિ પ્રથમ ધાત્રીપિંડ દોષ નિરૂપણ.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૪
૨. દૂતીપિંડ દોષ सग्गामे परग्गामे दुविहा दुई उ होइ नायव्वा ।
સા વા સો વા મા મારૂ તું છત્રવેયને પાલ૮ાા (પિ. નિ. ૪૨૮) દૂતીપણું બે પ્રકારે થાય છે-૧ જે ગામમાં રહ્યા હોય તે જ ગામમાં અને ર બીજા ગામમાં. ગૃહસ્થનો સંદેશો સાધુ લઈ જાય કે લાવે અને તે દ્વારા ભિક્ષા મેળવે તે દૂતીપિંડ કહેવાય.
સંદેશો બે પ્રકારે જાણવો -૧ પ્રગટ રીતે જણાવે અને ર ગુપ્ત રીતે જણાવે. તે પણ બે પ્રકારે. લૌકિક અને લોકોત્તર.
લૌકિક પ્રગટ દૂતીપણું-બીજા ગૃહસ્થ જાણી શકે તે રીતે સંદેશો જણાવે.
લૌકિક ગુપ્ત દૂતીપણું-બીજા ગૃહસ્થ આદિને ખબર ન પડે તે રીતે સંકેતથી જણાવે.
લોકોત્તર પ્રગટ દૂતીપણું-સંઘાક સાધુને ખબર પડે તે રીતે જણાવે. લોકોત્તર ગુપ્ત દૂતીપણું-સંઘાક સાધુને ખબર ન પડે તે રીતે જણાવે.
લોકોત્તર ગુપ્ત દૂતીપણું કેવી રીતે થાય?-કોઈ સ્ત્રીએ પોતાની માતાને કહેવા સંદેશો સાધુને કહ્યો. હવે સાધુ વિચાર કરે કે જો પ્રગટ રીતે સંદેશો કહીશ તો સંઘાટ્ટક સાધુને એમ થશે કે “આ સાધુ તો દૂતીપણું કરે છે. માટે એવી રીતે કહું કે “આ સાધુને ખબર ન પડે કે “આ દૂતીપણું કરે છે.” આમ વિચારીને તે સાધુ તે સ્ત્રીની માતાની આગળ જઈને કહે કે “તમારી પુત્રી જૈનશાસનની મર્યાદા સમજતી નથી. મને કહ્યું કે “મારી માતાને આટલું કહેજો. આમ કહીને જે કહ્યું હોય તે બધું
Page #136
--------------------------------------------------------------------------
________________
દૂતીપિંડ દોષ
૧૧૫
કહી દે.' આ સાંભળી તે સ્ત્રીની માતા સમજી જાય અને બીજા સંઘાટ્ટક સાધુને બીજો વિચાર ન આવે તેથી તે પણ સાધુને કહે “મારી પુત્રીને હું કહી દઈશ કે આવી રીતે સાધુને કહેવાય નહિ.' આ રીતે બોલવાથી સંઘાટ્ટક સાધુને દૂતીપણાની ખબર ન પડે.
સાંકેતિક ભાષામાં કહે તો તેમાં બીજાને ખબર ન પડે. દૂતીપણું કરવામાં અનેક દોષો રહેલા છે.
દષ્ટાંત વિશાલપુર નામના નગરમાં ધનદત્ત નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને પ્રિયમતી નામની પત્ની અને દેવકી નામની પુત્રી હતી.
દેવકીને તે જ ગામમાં સુંદર સાથે પરણાવી હતી. તેને બલિષ્ઠ નામનો પુત્ર અને રેવતી નામની પુત્રી હતી.
રેવતીને વિશાલપુરની નજીકમાં ગોકુલ ગામમાં સંગમ સાથે પરણાવી હતી. પ્રિયમતી મૃત્યુ પામતાં ધનદત્તે દીક્ષા લીધી હતી અને ગુરુની સાથે વિચરતા હતા.
કોઈ એક વખતે ધનદત્તમુનિ વિશાલપુર નગરમાં આવ્યા અને દેવકીની વસતિમાં ઊતર્યા.
તે વખતે વિશાલપુરના લોકો અને ગોકુલ ગામના લોકોને પરસ્પર વૈરભાવ ચાલતો હતો. આથી વિશાલપુરવાળા લોકોએ મંત્રણા કરેલી કે “અમુક દિવસે ગુપ્ત રીતે ગોકુલગામ ઉપર હુમલો કરવો.”
દેવકીને પણ આ વાતની ખબર હતી. તેથી જ્યારે ધનદત્ત મુનિ ભિક્ષાએ જવા તૈયાર થયા એટલે દેવકીએ પોતાના પિતા ધનદત્ત મુનિને કહ્યું કે “તમો ગોકુલ ગામમાં જાવ છો તો તમારી પૌત્રી અને મારી પુત્રી રેવતીને કહેજો કે આ ગામવાળા અમુક દિવસે ગુપ્ત રીતે તમારા ગામ ઉપર હુમલો કરવાના છે. માટે તારી કીમતી વસ્તુઓ વગેરે સંતાડીને રાખજે.”
ધનદત્ત મુનિએ તે સંદેશો રેવતીને ત્યાં જઈને કહ્યો. રેવતીએ પોતાના પતિને વાત કરી. તેના પતિએ ગામલોકોને વાત કરી. આથી આખું ગોકુલગામ સામનો કરવા માટે તૈયાર થઈને રહ્યું.
Page #137
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
વિશાલપુરના લોકો હલ્લો લઈને આવ્યા, ત્યારે ગોકુલ ગામવાળાઓએ સામનો કર્યો. પરસ્પર ભારે ૨મખાણ મચી ગયું. ઘણા માણસો મૃત્યુ પામ્યા. તેમાં દેવકીનો પતિ સુંદર અને પુત્ર બલિષ્ઠ તથા રેવતીનો પતિ સંગમ, જે દેવકીનો જમાઈ થતો હતો તે મૃત્યુ પામ્યા.
૧૧૩
દેવકીનો પતિ, પુત્ર અને જમાઈ ત્રણે આ રીતે મૃત્યુ પામ્યાના સમાચાર મળતાં દેવકી ખૂબ વિલાપ કરવા લાગી. લોકો તેને સાત્ત્વન આપવા લાગ્યા અને કહ્યું કે ‘જો ગોકુલ ગામના લોકોને ખબર ન પડી હોત તો, યુદ્ધ થાત નહિ અને તારા પતિ, પુત્ર અને જમાઈ મૃત્યુ પામત નહિ. કયા દુરાત્માએ ત્યાં જઈને ખબર આપી દીધી હશે કે જેથી ઘણા મૃત્યુ પામ્યા.'
આ સાંભળી દેવકી ગુસ્સામાં બોલી - મેં જ અભાગણીએ અજાણતા મારા પિતામુનિ સાથે સંદેશો કહેવરાવી મારી પુત્રીને ખબર અપાવ્યા હતા. પરંતુ તે સાધુ વેવિડંબકે બધાનાં મોત કરાવ્યાં.
આથી ધનદત્ત મુનિ સ્થાને સ્થાને ધિક્કાર પામ્યા અને તેમણે જૈનશાસનનો ઉડ્ડાહ કરાવ્યો. માટે સાધુએ દૂતીપણું કરવું ન જોઈએ.
ઇતિ દ્વિતીય દૂતીપિંડ દોષ નિરૂપણ.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૭
૩. નિમિત્તપિંડ દોષ जो पिंडाइ निमित्तं कहइ निमित्तं तिकाल विसयंपि ।
માહ્યામસુસુદ-નીવિગભરVI૬ સો પાવો પાકા (પિ.વિ. ૯૨) જે કોઈ સાધુ આહારાદિ માટે ગૃહસ્થોને વર્તમાનકાલ, ભૂતકાલ, ભવિષ્યકાલનાં લાભ, નુકશાન, સુખ, દુ:ખ, આયુષ્ય, મરણ વગેરે સંબંધી નિમિત્તજ્ઞાનથી કથન કરે, તે સાધુ પાપી છે. કેમકે નિમિત્તે કહેવું તે પાપનો ઉપદેશ છે. તેથી કોઈ વખતે પોતાનો ઘાત થાય, બીજાનો ઘાત થાય કે ઉભયનો ઘાત આદિ અનર્થો થવા સંભવ છે. માટે સાધુએ નિમિત્ત આદિ કહીને ભિક્ષા મેળવવી ન જોઈએ.
દષ્ટાંત એક મુખી પોતાની પત્નીને ઘેર મૂકીને રાજાની આજ્ઞાથી બહારગામ ગયો હતો. તે દરમ્યાન કોઈ સાધુએ નિમિત્ત વગેરે કહેવાથી મુખીની સ્ત્રીને ભક્ત બનાવી હતી. તેથી તે સારો સારો આહાર બનાવીને સાધુને આપતી હતી.
બહારગામ ગયાને ઘણા દિવસ થયા છતાં પોતાનો પતિ પાછો નહિ આવવાથી શોક કરતી હતી. આથી સાધુએ મુખીની સ્ત્રીને કહ્યું કે “તું શોક શા માટે કરે છે ? તારા પતિ ગામ બહાર આવી ગયા છે, આજે જ તને મળશે.”
સ્ત્રી હર્ષ પામી. પોતાના સંબંધીઓને તેમને લેવા માટે સામા મોકલ્યા. આ બાજુ મુખીએ વિચાર કર્યો હતો કે “છાનોમાનો મારા ઘેર જાઉં અને મારી
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
સ્ત્રીનું ચારિત્ર જોઉં કે સુશીલા છે કે દુશીલા છે ?' પરંતુ સંબંધીઓ સામા મળ્યા એટલે મુખી આશ્ચર્ય પામ્યો. પૂછ્યું કે “મારા આગમનની તમને શી રીતે ખબર પડી ?'
સંબંધીઓએ કહ્યું કે તમારી પત્નીએ કહ્યું એટલે અમે આવ્યા. બીજું કંઈ અમે જાણતા નથી.”
મુખી ઘેર આવ્યો અને પોતાની પત્નીને પૂછ્યું કે “મારા આગમનની તને શી રીતે ખબર પડી ?'
સ્ત્રીએ કહ્યું કે “અહીં મુનિ આવ્યા છે તેમણે નિમિત્તના બળે મને કહ્યું હતું.” મુખીએ પૂછ્યું કે “એના જ્ઞાનની બીજી પણ કાંઈ ખાતરી છે ?”
સ્ત્રીએ કહ્યું કે “તમે મારી સાથે જે ચેષ્ટાઓ કરેલી, જે વાતચીત કરેલી તથા મેં જે સ્વપ્ન જોયેલાં તથા મારા ગુપ્ત ભાગમાં રહેલું તલ વગેરે મને કહેલું, તે બધું સાચું હોવાથી તમારું આગમન પણ સાચું હશે, એમ મેં નિર્ણય કર્યો હતો અને તેથી તમને લેવા માટે બધાને સામે મોકલ્યા હતા.'
આ સાંભળતાં મુખીને ઇર્ષ્યા આવી અને રોપાયમાન થયો. સાધુ પાસે આવીને રોષપૂર્વક પૂછયું કે “બોલ ! આ ઘોડીના પેટમાં વછેરો છે કે વછેરી છે ?'
સાધુએ કહ્યું કે “તેના પેટમાં પાંચ લક્ષણવાળો વછેરો છે.”
મુખીએ મનમાં વિચાર્યું કે “જો આ સાચું પડશે તો મારી સ્ત્રીએ કહેલું બધું સાચું માનીશ, નહિતર આ દુરાચારી બન્નેને મારી નાખીશ.”
મુખીએ ખાતરી કરવા માટે ઘોડીનું પેટ ચીરી નાંખ્યું અને જોયું તો મુનિના કહેવા પ્રમાણે પાંચ લક્ષણવાળો ઘોડો હતો, આ જોતાં તેનો ક્રોધ શાંત થઈ ગયો અને મુનિને કહ્યું કે “જો તમારા કહ્યા પ્રમાણે ન હોત તો આજે તમે જીવતા રહ્યા ન હોત.'
આ રીતે નિમિત્ત કહેવામાં અનેક દોષો રહેલા છે. એટલે નિમિત્ત કહી પિંડ લેવો કલ્પ નહિ.
ઇતિ તૃતીય નિમિત્તપિંડ દોષ નિરૂપણ.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૯
૪. આજીવિકાપિંડ દોષ
जाई कुल गण कम्मे सिप्पे आजीवणा उ पंचविहा । સૂયાણ અસૂયા! વ ગપ્પાળ દેહિ ને ।।૬।। (પિં. નિ. ૪૩૭)
આજીવિકા પાચ પ્રકારે થાય છે. ૧ જાતિસંબંધી, ૨ કુલસંબંધી, ૩ ગણસંબંધી, ૪ કર્મસંબંધી, ૫ શીલ્પસંબંધી. આ પાંચે પ્રકારમાં સાધુ એવા પ્રકારે બોલે કે જેથી ગૃહસ્થ સમજે કે ‘આ અમારી જાતિ આદિનો છે અથવા તો સ્પષ્ટ ભાષામાં કહે કે ‘હું બ્રાહ્મણ આદિ છું.’ આ રીતે પોતાને તેવા ઓળખાવવાપૂર્વક ભિક્ષા લેવી, તે
આજીવિકા દોષવાળી કહેવાય છે.
? જાતિ-બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ અથવા માતૃપક્ષની-માતાનાં સગાંવહાલાં જાતિ કહેવાય.
ર કુલ-ઉગ્રકુલ, રાજન્યકુલ, ભોગકુલ આદિ અથવા પિતાપક્ષનું-પિતાનાં સગાંવહાલાં સંબંધી કુલ કહેવાય.
૩ ગણ-મલ્લ આદિનો સમૂહ.
૪ કર્મ-ખેતી આદિનું કાર્ય અથવા અપ્રીતિને ઉત્પન્ન કરનાર.
૫ શિલ્પ-તૂણવું, સીવવું, વણવું વગેરે અથવા પ્રીતિને ઉત્પન્ન કરનાર.
કોઈ એમ કહે છે કે ‘ગુરુ વિના ઉપદેશ કરાયું-શીખેલું હોય તે કર્મ અને ગુરુએ ઉપદેશેલું-કહેલું-બતાવેલું-શીખવેલું તે શિલ્પ.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
દષ્ટાંત
કોઈ સાધુએ ભિક્ષા ભમતાં કોઈ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં બ્રાહ્મણના પુત્રને હોમાદિ ક્રિયા બરાબર કરતો જોઈને પોતાની જાતિ બતાવવા માટે બ્રાહ્મણને કહે કે “તમારો પુત્ર હોમાદિ ક્રિયા બરાબર કરે છે. અથવા એમ કહે કે “ગુરુકુલમાં સારી રીતે રહ્યો હોય એમ લાગે છે અથવા તો કહે કે “તમારા આ પત્રમાં આચાર્યના ગુણો દેખાય છે તેથી નક્કી મહાન આચાર્ય થશે.”
આ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણ કહે કે “તમે હોમાદિ ક્રિયા વગેરે બરાબર જાણો છો તેથી નક્કી તમે બ્રાહ્મણ જાતિના લાગો છો. જો બ્રાહ્મણ ન હો તો આ બધું બરાબર શી રીતે જાણી શકો ?”
સાધુ મૌન રહે. આ પ્રમાણે સાધુએ આડકતરું કહીને જે પોતાની જાતિ જણાવી તે બોલવાની કળા વડે જણાવી કહેવાય અથવા તો સાધુ સ્પષ્ટ કહે કે “હું બ્રાહ્મણ છું.'
જો તે બ્રાહ્મણ ભદ્રિક હોય તો “આ અમારી જાતિનો છે.” એમ સમજી સારો સારો અને વધારે પ્રમાણમાં આહાર આપે. જો તે બ્રાહ્મણ દ્વેષી હોય તો “આ પાપાત્મા ભ્રષ્ટ થયો, તેણે બ્રાહ્મણપણાનો ત્યાગ કર્યો છે.” આમ વિચારી પોતાના ઘરમાંથી કાઢી મૂકે.
આ પ્રમાણે કુલ, ગુણ, કર્મ, શિલ્પમાં દોષો સમજી લેવા. આ રીતે ભિક્ષા લેવી તે આજીવિકાપિંડ દોષવાળી કહેવાય. સાધુને આવો પિંડ લેવો કલ્પ નહિ.
ઇતિ ચતુર્થ આજીવિકાપિંડ દોષ નિરૂપણ.
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૧
૫. વનીપકપિંડ દોષ
समणे माहणि किवणे अतिही साणे य होइ पंचमए । વળિ ખાવળત્તિ નિઓ પાયખાનું વનેત્તિ ।।૬।। (પિં.નિ. ૪૪૩)
આહારાદિને માટે સાધુ શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ, શ્વાન આદિના ભક્તની આગળ-એટલે જે જેનો ભક્ત હોય તેની આગળ તેની પ્રશંસા કરીને પોતે આહારાદિ મેળવે તે વનીપકપિંડ કહેવાય.
શ્રમણના પાંચ ભેદો છે. નિગ્રંથ, બૌદ્ધ, તાપસ, પરિવ્રાજક અને ગોશાળાના મતને અનુસરનારા.
કૃપણથી દરિદ્ર, અંધ, કુંઠા, લંગડા, રોગી, જુંગિત વગેરે સમજવા. શ્વાનથી કૂતરા, કાગડા, ગાય, યક્ષની પ્રતિમા વગેરે સમજવા. જે જેના ભક્ત હોય તેની આગળ પોતે તેના વખાણ આદિ કરે. જેમકે-કોઈ સાધુ ભિક્ષાએ ગયો હોય ત્યાં ભિક્ષા મેળવવા માટે. નિગ્રંથને ઉદ્દેશીને શ્રાવકની આગળ બોલે કે ‘હે ઉત્તમ શ્રાવક ! તારા આ ગુરુ તો અતિશય જ્ઞાનવાળા છે, શુદ્ધ ક્રિયા અને અનુષ્ઠાન પાળવામાં તત્પર છે, મોક્ષના અભિલાષી છે.'
બૌદ્ધના ભક્તની આગળ ત્યાં બૌદ્ધ ભિક્ષુકો ભોજન કરતા હોય તો તેમની પ્રશંસા કરતા બોલે કે ‘અહો ! આ બૌદ્ધો કેવા શાંત રીતે સ્થિરતાપૂર્વક ભોજન કરે છે, જાણે ચિત્રમાં ચિતરેલા ન હોય ? ભોજન તો આમ કરવું જોઈએ. આ દયાળુ અને દાનશીલવાળા છે. સ્ત્રીમાં અત્યંત આસક્ત એવા બ્રાહ્મણ આદિને આપેલું ભોજન વગેરે પણ નિષ્ફળ જતું નથી, તો પછી આમને આપેલું કેમ નિષ્ફળ જાય ?'
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
આ પ્રમાણે તાપસ, પરિવ્રાજક અને ગોશાળાના મતના અનુયાયીઓ આગળ તેમની તેમની પ્રશંસા કરે.
બ્રાહ્મણના ભક્તની આગળ કહે કે “બ્રાહ્મણને દાન કરવાથી આવા આવા લાભ મળે. બ્રાહ્મણ કુળમાં જન્મેલાને પણ આપવામાં ફળ મળે છે. તો પછી જે બ્રાહ્મણો પકર્મમાં રત છે, ધર્મકથા-કીર્તન કરે છે, તેમને આપવાથી તો લાંબાકાળ સુધીનાં સુખો મળે છે.”
કૃપણના ભક્તની આગળ કહે કે “બિચારા આ લોકોને કોણ આપવાનું હતું. આમને આપવાથી તો જગતમાં દાનની જયપતાકા મળે છે વગેરે.”
શ્વાન આદિના ભક્તની આગળ કહે કે “બળદ વગેરેને તો ઘાસ વગેરે મળી રહે છે, જ્યારે કૂતરા વગેરેને તો લોકો હહ કરીને કે લાકડી વગેરે મારીને કાઢી મૂકે છે. એટલે બિચારાને સુખે ખાવાનું પણ મળતું નથી. આ તો કૈલાસ પર્વત ઉપર જ્યાં ગૌરી અને મહાદેવ રહેતા હતા ત્યાં વસનારા હતા. ત્યાંથી આવેલા ગુહ્યકદેવ વિશેષ કૂતરાનારૂપે પૃથ્વી ઉપર ફરી રહ્યા છે. તેથી તેમને ખાવાનું આપનારની ઇચ્છા પૂર્ણ કરે છે. માટે આ કૂતરા પૂજ્ય છે. કાક, પોપટ આદિ શુભાશુભ જણાવે છે. યક્ષની મૂર્તિના ભક્તની આગળ યક્ષના પ્રભાવ આદિનું વર્ણન કરે.
આ પ્રમાણે આહાર મેળવવો એ ઘણા દોષનું કારણ છે. કેમકે સાધુ આ રીતે દાનની પ્રશંસા કરે તેથી અપાત્રમાં દાનની પ્રવૃત્તિ થાય, વળી બીજાને એમ થાય કે “આ સાધુ બૌદ્ધ આદિની પ્રશંસા કરે છે માટે જરૂર આ ધર્મ ઉત્તમ છે.” આથી જીવો મિથ્યાત્વમાં સ્થિર થાય, કે શ્રદ્ધાવાળો હોય તે મિથ્યાત્વ પામે. વગેરે અનેક દોષો રહેલા છે. વળી જો તે બૌદ્ધ આદિનો ભક્ત હોય તો સાધુને આધાકર્માદિ સારો સારો આહાર બનાવીને આપે. આ રીતે સાધુ ત્યાં રોજ જવાથી, બૌદ્ધની પ્રશંસા કરવાથી તે સાધુ પણ કદાચ બૌદ્ધ થઈ જાય.
ખોટી પ્રશંસા આદિ કરવાથી મૃષાવાદ પણ લાગે.
જો તે બ્રાહ્મણ આદિ સાધુના દ્વેષી હોય તો બોલે કે “આને ગયા ભવમાં કંઈ આપ્યું નથી એટલે આ ભવમાં મળતું નથી, તેથી આવા પ્રકારનું મીઠું મીઠું બોલે છે, કૂતરાની જેમ દીનતા બતાવે છે વગેરે બોલે. તેથી પ્રવચનવિરાધના થાય, ઘરમાંથી કાઢી મૂકે કે ફરીથી ઘરમાં આવે નહિ એટલા માટે ઝેર આદિ આપે. આથી સાધુનું મૃત્યુ આદિ થાય. આથી આત્મવિરાધના વગેરે દોષો રહેલા છે.
ઇતિ પંચમ વનપકપિંડ દોષ નિરૂપણ.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૩
૬. ચિકિત્સાપિંડ દોષ
भइ य नाहं वेज्जो अहवावि कहेइ अप्पणो किरियं । અન્નવા વિ વિષ્રયાણ તિવિજ્ઞા તિનિચ્છા મુળેવન્દ્રા ।।૬।। (પિં.નિ. ૪૫૬)
કોઈના ઘેર સાધુ ભિક્ષાએ ગયા, ત્યાં ગૃહસ્થ રોગ મટાડવા માટે દવાનું પૂછે, તો સાધુ એમ કહે કે -
o ‘શું હું વૈદ્ય છું ?’ આથી પેલો ગૃહસ્થ સમજે કે ‘આ રોગ મટાડવા માટે વૈદ્ય પાસે જવાનું સૂચવે છે.'
ર અથવા તો કહે કે ‘મને આવો રોગ થયો હતો, ત્યારે આવો આવો ઉપચાર કરેલો એટલે રોગ મટી ગયો હતો.'
૩ અથવા સાધુ પોતે જ રોગની ચિકિત્સા કરે.
આ ત્રણ પ્રકારે ચિકિત્સાદોષ લાગે.
આ રીતે આહારાદિ માટે ચિકિત્સા કરવાથી અનેક પ્રકારના દોષો લાગે છે. જેમકે-ઔષધમાં કંદમૂલ વગેરેનો ઉપયોગ થાય, તેમાં જીવવિરાધના થાય. ઉકાળા-ક્વાથ વગેરે કરવાથી અસંયમ થાય.
ગૃહસ્થ સારો થયા પછી તપેલા લોઢાની જેમ જે કોઈ પાપવ્યવહાર જીવવધ કરે તેનો સાધુ નિમિત્ત બને.
સારો થઈ જવાથી સાધુને સારો સારો આહાર બનાવીને આપે તેમાં આધાકર્માદિ અનેક દોષો લાગે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
વળી જો તે રોગીને રોગ વધી જાય કે મરી જાય તો તેના સંબંધી આદિ સાધુને પકડીને રાજસભામાં લઈ જાય, ત્યાં કહે કે “આ વેષધારીએ આને મારી નાંખ્યો.' ન્યાય કરનારા સાધુને અપરાધી ઠરાવી મૃત્યુદંડ આપે, તેમાં આત્મવિરાધના થાય. લોકો બોલવા લાગે કે “આ સાધુડા સારો સારો આહાર મળે એટલે આવું વૈદું કરે છે.” આથી પ્રવચન- વિરાધના થાય.
આ રીતે ચિકિત્સા કરવાથી જીવવિરાધના એટલે સંયમવિરાધના, આત્મવિરાધના અને પ્રવચનવિરાધના એમ ત્રણ પ્રકારની વિરાધના થાય. માટે સાધુએ આવી રીતે ચિકિત્સાદોષ લગાડવો ન જોઈએ.
ઇતિ ષષ્ઠ ચિકિત્સાપિંડ દોષ નિરૂપણ.
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૫
૭. ક્રોધપિંડ દોષ
विज्जातवप्पभावं निवाइपूयं बलं व से नाउं ।
ધૂળ વ ોહે ં વિંતિ મા જોહવિંડો સો ।।દ્દરૂ।। (પિં. વિ. ૬૭) વિદ્યા-ઓ કારાદિ અક્ષર સમૂહ તથા મંત્ર યોગાદિનો પ્રભાવ, તપ-ચાર-પાંચ ઉપવાસ, માસક્ષમણ આદિનો પ્રભાવ, રાજા-રાજા, પ્રધાન આદિ અધિકારીનો માનનીય રાજાદિ વલ્લભ, બલ-સહસ્ર યોદ્ધાદિ જેટલું સાધુનું પરાક્રમ જોઈને કે બીજા દ્વારા જાણીને, ગૃહસ્થ વિચારે કે ‘જો આ સાધુને નહિ આપીએ તો શાપ આપશે, તો ઘરમાં કોઈનું મરણ થશે અથવા વિદ્યા-મંત્રનો પ્રયોગ ક૨શે, રાજાનો વલ્લભ હોવાથી આપણને નગર બહાર કઢાવી મૂકશે, પરાક્રમી હોવાથી આપણને મારઝુડ ક૨શે વગેરે અનર્થના ભયથી સાધુને આહારાદિ આપે તે ક્રોધપિંડ કહેવાય. ક્રોધ દ્વારા જે આહાર ગ્રહણ કરાય તેને ક્રોધપિંડ દોષ લાગે.
દૃષ્ટાંત
હસ્તકલ્પ નગ૨માં ધર્મકર્મમાં રક્ત એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું.
તેના ઘ૨માં કોઈ માણસ મરી ગયેલું એટલે તે નિમિત્તે બ્રાહ્મણોને આપવા માટે ઘેબર બનાવેલા અને તે બ્રાહ્મણોને આપતો હતો. ત્યાં એક તપસ્વી મુનિ માસખમણને પારણે ભિક્ષાએ ફરતાં ફરતાં આવી પહોંચ્યા અને ભિક્ષાની માંગણી કરી, એટલે આપનારે ના પાડી, આથી મુનિને ગુસ્સો આવ્યો અને બોલ્યો કે ‘સારું આ વખતે ન આપીશ, આવતા મહિને આપજે.' આમ કહીને મુનિ ચાલ્યા ગયા.
દૈવયોગે તે બ્રાહ્મણના ઘરમાં પાંચમા દિવસે કોઈ મૃત્યુ પામ્યા. મહિનો થતાં
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૯
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
બ્રાહ્મણો માટે ઘેબર બનાવીને બ્રાહ્મણોને દાન આપતો હતો, ત્યાં પાછા તે જ મુનિ પારણે આવી પહોંચ્યા અને ભિક્ષાની માગણી કરી. પેલાએ ના પાડી. આથી ક્રોધથી મુનિ બોલ્યા કે “સારુ આવતા મહિને આપજે.” મુનિ જતા રહ્યા.
બનવા જોગ ઘરમાં ત્રીજા માણસનું મૃત્યુ થયું અને તે નિમિત્તે બ્રાહ્મણોને ઘેબર આપવા માંડ્યા, ત્યાં પાછા તે જ મુનિ આવી પહોંચ્યા અને ઘેબરની માગણી કરી, પેલાએ નિષેધ કર્યો. “આ ઘેબર તો બ્રાહ્મણોને આપવા માટેનાં છે તારા માટે નથી.” સાધુને ગુસ્સો આવ્યો અને બોલ્યા-“એમ ? આવતા મહિને આપજે.” આમ કહીને પાછા વળી ગયા.
ઘેબર આપતો હતો તે બ્રાહ્મણને વિચાર આવ્યો કે “પૂર્વે બે વખત આ સાધુ આવેલો અને ઘેબર નહિ આપવાથી “આવતા મહિને આપજે” એમ કહીને જતા રહેલા, તેથી ઘરમાં બે માણસોનું મૃત્યુ થયું, આ વખતે પણ “આવતા મહિને આપજે” એમ કહીને પાછા ગયા છે, તો ઘરમાં પાછું કોઈનું મૃત્યુ થશે.” તુરત તે માણસે ઘરના માલિક બ્રાહ્મણને બધી વાત કરી, આથી તેણે તે માણસ દ્વારા સુરત તે સાધુને બોલાવીને તેમને ખમાવ્યા અને જોઈએ તેટલા ઘેબર આપ્યા.
આ પ્રમાણે મેળવેલો આહાર ક્રોધપિંડ કહેવાય. સાધુને આવો પિંડ લેવો કલ્પ નહિ.
ઇતિ સપ્તમ ક્રોધપિંડ દોષ નિરૂપણ.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧ ૨૭
૮. માનપિડ દોષ लद्धिपसंस समुत्तइओ परेण उच्छाहिओ अवमओ वा ।
દિorોfમનાવારી – મારૂ માઈપિંsો તો યાદ્દા (પિ. વિ. ૧૮) પોતાનું લબ્ધિપણું અથવા બીજા પાસે પોતાની પ્રશંસા સાંભળીને ગર્વિત બનેલો, ‘તું જ આ કાર્ય કરવા માટે સમર્થ છે” એમ બીજા સાધુના કહેવાથી ઉત્સાહિત થયેલો અથવા “તારાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી.' એમ બીજાના કહેવાથી અપમાનિત થયેલો સાધુ, અહંકારને વશ થઈ પિંડની ગવેષણા કરે એટલે ગૃહસ્થની આગળ જઈને કહે કે –“બીજા વડે પ્રાર્થના કરાયેલો જે પુરુષ સામાના ઇચ્છિતને પૂર્ણ કરવા પોતે સમર્થ હોવા છતાં આપતો નથી, તે અધમ પુરુષ છે.” વગેરે વચન દ્વારા ગૃહસ્થને ઉત્તેજિત કરીને તેની પાસેથી અશનાદિ મેળવે તે માનપિંડ કહેવાય.
દષ્ટાંત ગિરિપુષ્પિત નામના નગરમાં વિજયસિંહસૂરિજી પરિવાર સાથે પધારેલા હતા. તે વખતે તે નગરમાં સેવ કરવાનો ટાઇમ હતો.
એક દિવસ કેટલાક તરુણ સાધુઓ ભેગા થયા અને પરસ્પર વાતે ચઢ્યા. ત્યાં એક સાધુ બોલ્યો કે “બોલો આપણામાંથી કોણ સવારમાં જ રાંધેલી સેવ લાવી આપે એમ છે ?' ત્યાં ગુણચંદ્ર નામના એક નાના સાધુએ કહ્યું કે “લાવી આપું.” ત્યારે બીજો સાધુ બોલ્યો કે “જો ઘી-ગોળ સાથે આપણા બધાને સેવ પૂરી ન થાય તો શા કામની ? થોડી લઈને આવે તેમાં શું થાય ? માટે બધાને પૂર્ણ થાય તેટલી લાવે તો ખરો ?'
10.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
આ સાંભળી અભિમાનમાં આવેલો ગુણચંદ્ર મુનિ બોલ્યો કે “સારું, તમારી જેવી ઇચ્છા હશે તે પ્રમાણે લાવી આપીશ.” એવી પ્રતિજ્ઞા કરીને મોટું નંદીપાત્ર લઈને સેવો લેવા માટે નીકળ્યો.
ફરતાં ફરતાં એક કૌટુંબિકના ઘરમાં ઘણી સેવ, ઘી, ગોળ વગેરે તૈયાર કરેલું જોવામાં આવ્યું. આથી તે સાધુએ ત્યાં જઈને અનેક પ્રકારનાં વચનો બોલવા દ્વારા સેવની માંગણી કરી, પરંતુ કૌટુંબિકની સ્ત્રી સુલોચનાએ સેવા આપવાની સાફ ના પાડી. અને કહ્યું કે “તને તો જરા પણ ન આપું.” આથી સાધુએ માનદશામાં આવી કહ્યું કે હું તારે ઘેરથી જ અવશ્ય ઘી-ગોળ સાથે સેવ લેવાનો.'
સુલોચના પણ અભિમાનપૂર્વક બોલી કે “જો તું આ સેવમાંથી જરા પણ સેવ મેળવે તો મારા નાક ઉપર પેસાબ કર્યો એમ સમજજે.' અર્થાત્ મારું નાક કાપ્યું એમ જાણજે. ક્ષુલ્લક સાધુએ વિચાર કર્યો કે “અવશ્ય એમ જ કરીશ.” પછી ઘરમાંથી બહાર નીકળીને કોઈને પૂછ્યું કે “આ કોનું ઘર છે ?' તેણે કહ્યું કે વિષ્ણુમિત્રનું આ ઘર છે. વિષ્ણમિત્ર ક્યાં છે ? અત્યારે ચોરા ઉપર હશે.
ગુણચંદ્ર મુનિ ચોરા ઉપર પહોંચ્યો અને ત્યાં જઈને પૂછયું કે “તમારામાં વિષ્ણમિત્ર કોણ છે ?” ‘તમારે તેમનું શું કામ છે ?' મારે તેમની પાસે કંઈક માગણી કરવી છે.”
તે વિષ્ણુમિત્ર, આ બધાનો બનેવી જેવો થતો હતો એટલે મશ્કરીમાં તે બધા બોલ્યા કે “એ તો કૃપણ છે, એ તમોને કાંઈ આપે એવો નથી, માટે અમારી પાસે જ જે માગવું હોય તે માગો.” | વિષ્ણુમિત્રને થયું કે આ તો મારી હલકાઈ થશે, એટલે તે બધાની સમક્ષ સાધુને કહ્યું કે હું વિષ્ણમિત્ર છું, તમારે જે માગવું હોય તે માગો, આ બધા મશ્કરીમાં બોલે છે તે તમે ગણશો નહિ.”
ત્યારે સાધુએ કહ્યું કે જો તમે સ્ત્રીપ્રધાન છે પુરુષોમાંના એકે ન હો તો હું માગું”
Page #150
--------------------------------------------------------------------------
________________
માનપિંડ દોષ
૧૨૯
આ સાંભળી ચોરા ઉપર બેઠેલા બીજા માણસોએ પૂછ્યું કે ‘તે સ્ત્રીપ્રધાન છ પુરુષો ક્યા ? જેમાંના એક એવા વિષેની આમને માટે તમે શંકા કરો છો ?
ગુણચંદ્ર મુનિએ કહ્યું કે ‘સાંભળો ! તેમના નામો ૧. શ્વેતાંગુલી, ૨. બકોડ્ડાયક, ૩. કિંકર, ૪. સ્નાયક, પ. ગૃધ્ર ઇવ ચિંખી (ગીધડાની જેમ કૂદના૨) અને ૬. હદજ્ઞ. બાળકના મલમૂત્ર સાફ કરનાર.)
લોકોએ પૂછ્યું કે ‘તેમનાં આવાં નામો શાથી પડ્યાં ?'
સાધુએ તે દરેકની કથા કહેવા માંડી.
o. શ્વેતાંગુલી-કોઈ એક ગામમાં એક પુરુષ પોતાની સ્ત્રીની ઇચ્છા મુજબ વર્તનારો હતો. તેને સવારમાં જ ભૂખ લાગતી એટલે પોતાની પત્ની પાસે ખાવાનું માગતો, ત્યારે સ્ત્રી કહેતી કે ‘મને તો આળસ આવે છે માટે તમે ઊઠો અને ચૂલામાંથી રાખ કાઢી નાખો, પછી પાડોશીને ત્યાંથી અગ્નિ લાવીને ચૂલો સળગાવો, પછી તેના ઉ૫૨ વાસણ મૂકો અને રસોઈ તૈયાર કરો. રસોઈ તૈયાર થાય એટલે મને કહેજો, એટલે હું આવીને તમારી થાળીમાં ભોજન પીરસી આપીશ' સ્ત્રીના કહેવા પ્રમાણે આ ભાઈ રોજ કરતા હતા. રાખ કાઢવાથી તેની આંગળીઓ સફેદ થઈ ગઈ હતી. સફેદ આંગળીઓ જોતાં લોકોએ મશ્કરીમાં તેનું ‘શ્વેતાંગુલી’ નામ પાડ્યું.
૨. બકોડ્ડાયક-એક ગામમાં એક પુરુષને પોતાની સ્ત્રીનું મુખ જોવામાં જ આનંદ આવતો, તેથી તેની આજ્ઞા પ્રમાણે વર્તતો. એક વખતે તેની સ્ત્રીએ કહ્યું કે ‘મને આળસ બહુ ચઢે છે એટલે તમે જ તળાવેથી પાણીનું બેડું ભરીને લઈ આવો.’ દેવતાના આદેશની માફક સ્ત્રીના આદેશને માનતો. ‘જેવી તમારી આજ્ઞા' આમ બોલીને પાણી લેવા જતો. પરંતુ દિવસે લોકો જોઈ ન જાય તેથી સવા૨માં વહેલો ઊઠીને દરરોજ તળાવે પાણી ભરવા જતો. તેના જવા-આવવાના પગના અવાજથી અને તળાવમાં ઘડો ભરતા પાણીના બુડબુડ અવાજથી કાંઠે બેઠેલાં કે ઝાડ ઉપર બેઠેલાં બગલાં ઊડવા લાગતાં. લોકોને આ વાતની ખબર પડી એટલે તેનું ‘બકોડ્ડાયક’ એટલે બગલાં ઉડાડનાર નામ પાડ્યું.
૩. કિંકર-(નોકર) કોઈ ગામમાં એક પુરુષ સ્ત્રીના સ્તન, જઘન આદિના સ્પર્શમાં લુબ્ધ હોવાથી, સ્ત્રીની આજ્ઞા મુજબ વર્તતો હતો. તે પુરુષ સવારમાં ઊઠીને પોતાની સ્ત્રીને પૂછતો કે ‘હે પ્રિયે ! હું શું કરું ?' સ્ત્રી કહે કે ‘જાઓ તળાવેથી પાણી ભરી લાવો.' પેલો પુરુષ તળાવેથી પાણી ભરી લાવે અને આવીને
Page #151
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
પાછો પૂછે કે ‘હે પ્રાણેશ્વરી ! હવે શુ કરું ?' સ્ત્રી કહે કે ‘જાઓ, કોઠીમાંથી ચોખા કાઢીને છડો.' ભાઈસાહેબ, ચોખા છડવા માંડે તે પૂરા થાય એટલે પાછો પૂછે કે ‘હવે શું કરું ?’ સ્ત્રી કહે તે મુજબ બધું કરે. ભોજન કર્યા બાદ સ્ત્રી કહે કે ‘મારા પગ ધોઈને પગે ઘી ઘસો' એમ એક પછી એક કામ બતાવે અને આ ભાઈ નોકરની જેમ બધું કામ કરે જાય. આ વાતની લોકોને ખબર પડી એટલે લોકોએ તેનું નામ ‘કિંકર’ પાડ્યું.
૧૩૦
૪. સ્નાયક-સ્ત્રીને વશવર્તી એક પુરુષ હતો. એક વખતે તે પુરુષે પોતાની પત્નીને કહ્યું કે ‘હે પ્રિયે ! મારે સ્નાન કરવું છે' સ્ત્રીએ કહ્યું કે ‘તમારે સ્નાન કરવું હોય તો આમલાં લઈને પત્થર ઉપર વાટો, પછી સ્નાન કરવાની પોતડી પહેરો, પછી શરીર ઉપર તેલ ચોળો, પછી હાથમાં ઘડો લઈને તળાવે જાવ, ત્યાં સ્નાન કરીને વળતા ઘડો પાણી ભરીને લેતા આવજો.’ તે પુરુષ ‘જેવી આપની આજ્ઞા' કહીને સ્ત્રીના કહેવા પ્રમાણે કરતો. લોકોને આ વાતની ખબર પડી, એટલે તેનું નામ ‘સ્નાયક’ રાખ્યું.
૫. ગૃધ્ર ઇવ પિંખી-(ગીધની જેમ કૂદનાર) કોઈ એક ગામમાં સ્ત્રીનો આદેશકારી એક પુરુષ હતો. તેણે ભોજન વખતે સ્ત્રીની સામે આસન ઉપર બેસીને ભોજન માગ્યું. એટલે સ્ત્રીએ કહ્યું કે ‘થાળી લઈને મારી પાસે આવો.’ એટલે તે પુરુષ થાળી લઈને સ્ત્રીની પાસે ગયો અને બોલ્યો કે ‘તમે જે આજ્ઞા કરો તે મારે પ્રમાણ છે.’ સ્ત્રીએ થાળીમાં ભોજન પીરસ્યું અને કહ્યું કે ‘જાવ તમારી જગ્યાએ જઈને ખાવ.' એટલે તે પુરુષ આસન ઉપર ગયો અને ખાવા લાગ્યો. ખાતાં ખાતાં ઓસામણ માગ્યું, એટલે સ્ત્રીએ કહ્યું કે ‘થાળી લઈને અહીં આવો' એટલે તે થાળી લઈને ગીધની જેમ કૂદકો મારતો મારતો ત્યાં આવ્યો. સ્ત્રીએ ઓસામણ આપ્યું એટલે પાછો થાળી લઈને ગીધની જેમ કૂદકા મારતો પોતાની જગ્યાએ ગયો. આ પ્રમાણે જે માગે તે લેવા સ્ત્રી પોતાની પાસે બોલાવીને આપે. દરેક વખતે ગીધની જેમ કૂદકા મારતો જાય અને કૂદકા મારતો આવે. આ વાત લોકોના જાણવામાં આવી. એટલે તેનું નામ પણ ‘ગુપ્ર ઇવ ચિંખી' પાડ્યું.
૬. હદજ્ઞ-(છોકરાના બાળોતિયાં ધોનાર) સ્ત્રીના મુખને જોઈને બેસી રહેનારો એક પુરુષ હતો. તે સ્ત્રીના કહ્યા મુજબ બધું કરનારો હતો. સ્ત્રીની સાથે વિષયસુખને અનુભવતાં એક પુત્ર થયો તે ઘોડિયામાં ટટ્ટી-પેસાબ કરે. તેથી બાળકનું શરીર, વસ્ત્ર, ઘોડિયું વગેરે બગડે, એટલે સ્ત્રી પોતાના પતિને કહે,
Page #152
--------------------------------------------------------------------------
________________
માનપિંડ દોષ
૧૩૧
‘બાળકની ગુદા સાફ કરી નાખો અને પછી તેના બગડેલા વસ્ત્ર વગેરે ધોઈને સાફ કરો.” “જેવી આજ્ઞા' કહી તે પુરુષ બધું કરતો. આ પ્રમાણે દરરોજ તે સ્ત્રી છોકરાનાં બાળોતિયાં વગેરે તેની પાસે સાફ કરાવે. આ ભાઈ રોજ હર્ષપૂર્વક બધું સાફ કરે. લોકોએ આ વાત જાણી એટલે “હદજ્ઞ' (છોકરાનું હઘેલું સાફ કરવાનું જાણનાર) નામ પાડ્યું.
આ પ્રમાણે તે સાધુએ કહ્યું કે તુરત ચોરા ઉપર બેઠેલા બધા માણસો એક સાથે હાસ્યપૂર્વક બોલી ઉઠ્યા કે “આ તો છએ પુરુષોના ગુણોને ધારણ કરનારો છે, માટે સ્ત્રીપ્રધાન એવા આની પાસે કંઈ માગતા કરતા નહિ.”
આ સાંભળી વિષ્ણમિત્ર બોલ્યો કે “હું તે છ પુરુષોના જેવો બાયેલો નથી. માટે તમારે જે જોઈએ તે માગો, હું જરૂર આપીશ.”
સાધુએ કહ્યું કે જો એમ છે, તો ઘી, ગોળ સાથે પાતરું ભરીને સેવ મને આપો.”
ચાલો પાતરું ભરીને સેવ આપું.” એમ કહીને વિષ્ણુમિત્રે સાધુને લઈને પોતાના ઘર તરફ ચાલવા માંડ્યું.
રસ્તામાં સાધુએ બધી વાત કરી કે “તમારે ઘેર ગયો હતો પણ તમારી પત્નીએ આપવાનો ઇન્કાર કર્યો છે, જો તે હાજર હશે તો તમને આપવા નહિ દે.
વિષ્ણુમિત્રે કહ્યું કે “જો એમ છે તો તમે અહીં બાજુમાં ઊભા રહો, થોડી વાર પછી તમને બોલાવીને સેવ આપું.'
વિષ્ણમિત્ર ઘેર ગયો અને પોતાની પત્નીને પૂછ્યું કે “કેમ સેવ રંધાઈ ગઈ છે ?” ઘી, ગોળ બધું તૈયાર કર્યું છે ?'
સ્ત્રીએ કહ્યું કે “હા, બધું તૈયાર છે.' વિષ્ણમિત્રે બધું જોયું અને ગોળ જોતાં બોલ્યો કે “ગોળ આટલો નહિ થાય, માળિયા ઉપરથી બીજો ગોળ કાઢી આવ.'
સ્ત્રી નિસરણી મૂકીને ગોળ લેવા માળિયા ઉપર ગઈ, એટલે વિષ્ણુમિત્રે નિસરણી લઈ લીધી. પછી સાધુને બોલાવીને ઘી, ગોળ, સેવ આપવા લાગ્યો. ત્યાં સુલોચના સ્ત્રી ગોળ લઈને નીચે આવવા જાય છે તો નિસરણી મળે નહિ. એટલે નીચે જોવા લાગી તો વિષ્ણમિત્ર તે સાધુને સેવ વગેરે આપતો હતો. આ જોતાં તે બોલી ઊઠી “અરે ! આને સેવા આપતા નહિ, આપતા નહિ.' સાધુએ પણ તેની
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
સામે જોઈને પોતાની આંગળી નાક ઉપર મૂકીને બતાવ્યું કે હું તારી નાસિકા ઉપર મૂતર્યો.' એમ કહી ઘી, ગોળ, સેવથી ભરેલું પાત્ર લઈને ઉપાશ્રયે ગયો.
આ પ્રમાણે ભિક્ષા લેવી એ માનપિંડ કહેવાય. આવી ભિક્ષા સાધુને કહ્યું નહિ. કેમકે તે સ્ત્રી-પુરુષને સાધુ પ્રત્યે દ્વેષ જાગે તેથી ફરીથી ભિક્ષા આદિ આપે નહિ. કદાચ બેમાંથી એકને દ્વેષ થાય. ક્રોધમાં આવી જઈને કદાચ સાધુને મારે કે મારી નાખે તેથી આત્મ-વિરાધના થાય, લોકોની આગળ જેમ-તેમ બોલે તેમાં પ્રવચનવિરાધના થાય. માટે સાધુએ આવી માનપિંડદોષવાળી ભિક્ષા લેવી નહિ.
ઇતિ અષ્ટમ માનપિંડ દોષ નિરૂપણ.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૩
૯. માયાપિંડ દોષ
माया विविहरूवं आहारकारणे कुणइ ।
આહાર મેળવવા માટે બીજાને ખબર ન પડે તે રીતે મંત્ર, યોગ, અભિનય આદિથી પોતાના રૂપમાં ફે૨ફા૨ ક૨ીને આહાર મેળવવો. આ રીતે મેળવેલો આહાર માયાપિંડ નામના દોષથી દૂષિત ગણાય છે.
દૃષ્ટાંત
રાજગૃહી નગરીમાં સિંહસ્થ નામના રાજા રાજ્ય કરતા હતા.
તે નગરમાં વિશ્વકર્મા નામનો પ્રખ્યાત નટ રહેતો હતો. તેને સઘળી કળામાં કુશલ અતિસ્વરૂપવાન, મનોહર એવી બે કન્યાઓ હતી.
શ્રી ધર્મરૂચી નામના આચાર્ય વિહાર કરતા કરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેમને અનેક શિષ્યો હતા, તેમાં આષાઢાભૂતિ નામના શિષ્ય તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા.
એક વાર આષાઢાભૂતિ નગ૨માં ભિક્ષાએ ફરતાં ફરતાં વિશ્વકર્મા નટના ઘેર ગયા. વિશ્વકર્માની પુત્રીએ સુંદર મોદક આપ્યો તે લઈને મુનિ બહાર નીકળ્યા.
અનેક વસાણાથી ભ૨પૂર, સુગંધીવાળો મોદક જોઈ, આષાઢાભૂતિ મુનિએ વિચાર કર્યો કે ‘આ ઉત્તમ મોદક તો આચાર્ય મહારાજની ભક્તિમાં જશે. આવો મોદક ફરી ક્યાં મળવાનો છે ? માટે રૂપ બદલીને બીજો લાડવો લઈ આવું.’ આમ વિચાર કરીને પોતે એક આંખે કાણા બની ગયા અને પાછા ‘ધર્મલાભ' આપીને તે નટના ઘરમાં ગયા. બીજો લાડવો મળ્યો. વિચાર કર્યો કે ‘આ મોદક તો
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
ઉપાધ્યાયને આપવો પડશે.' એટલે પાછા કૂબડાનું રૂપ ધારણ કરી ત્રીજો લાડવો મેળવ્યો. ‘આ તો સંઘાટ્ટક સાધુને આપવો પડશે.' એટલે કોઢિઆનું રૂપ બનાવીને ચોથો લાડવો લઈ આવ્યા.
૧૩૪
પોતાના ઘરના ઝરૂખામાં બેઠેલા વિશ્વકર્માએ સાધુને જુદા જુદા રૂપ કરતા જોઈ લીધા હતા. આથી તેણે વિચાર કર્યો કે ‘જો આ નટ બને તો ઉત્તમ કલાકાર થઈ શકે. માટે કોઈ પણ ઉપાયે આને વશ કરવો જોઈએ.' વિચાર કરતાં ઉપાય મળી આવ્યો. ‘મારી બન્ને પુત્રીઓ યુવાન, સ્વરૂપવાન, ચતુર અને હોશિયાર છે. તેમના આકર્ષણથી સાધુને વશ કરી શકાશે.'
વિશ્વકર્મા નીચે ઊતર્યો અને તુરત સાધુને પાછા બોલાવ્યા અને લાડવાથી પાતરું ભરી દીધું અને કહ્યું કે ‘ભગવન્ ! હંમેશાં અહીં પધારીને અમને લાભ આપજો.’
આષાઢાભૂતિ ભિક્ષા લઈને ઉપાશ્રયે પહોંચ્યા.
આ બાજુ વિશ્વકર્માએ પોતાના કુટુંબને સાધુના રૂપ-પરાવર્તનની બધી વાત કરી. પછી બન્ને પુત્રીઓને એકાંતમાં બોલાવીને કહ્યું કે ‘આવતી કાલે પણ આ મુનિ ભિક્ષા લેવા માટે જરૂર આવશે. આવે એટલે તમારે આદરપૂર્વક સારી રીતે ભિક્ષા આપવી અને તમને વશ થાય તેમ કરવું. તે આસક્ત થઈ જાય ત્યાર પછી કહેવું કે ‘અમને તમારા ઉપર ખૂબ સ્નેહ થાય છે, માટે તમો અમારો સ્વીકાર કરીને અમારી સાથે લગ્ન કરો.'
આષાઢાભૂતિ મુનિ તો મોદક વગેરેના આહા૨માં આસક્ત બની ગયા અને રોજ વિશ્વકર્મા નટને ઘેર ભિક્ષાએ આવવા લાગ્યા. નટકન્યાઓ આદરપૂર્વક સસ્નેહ સારી સારી ભિક્ષા આપે છે.
આષાઢાભૂતિ ધીમે ધીમે નટકન્યા પ્રત્યે આકર્ષાવા લાગ્યા અને પ્રેમ વધવા લાગ્યો. એક દિવસે નટકન્યાએ લગ્નની માગણી કરી.
ચારિત્રાવરણ કર્મનો જોરદાર ઉદય જાગ્યો. ગુરુનો ઉપદેશ વિસરી ગયા, વિવેક નાશ પામ્યો, કુલજાતિનું અભિમાન ઓસરી ગયું. આથી આષાઢાભૂતિએ લગ્નની વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે ‘આ મારો મુનિવેષ મા૨ા ગુરુને સોંપીને પાછો આવું છું.'
ગુરુમહારાજના પગમાં પડીને આષાઢાભૂતિએ પોતાનો અભિપ્રાય જણાવ્યો. ગુરુમહારાજે કહ્યું કે ‘વત્સ ! તારા જેવા વિવેકી અને જ્ઞાનવાનને આલોક અને
Page #156
--------------------------------------------------------------------------
________________
માયાપિંડ દોષ
૧૩૫
પરલોકમાં જુગુણનીય આચરણ કરવું યોગ્ય નથી. તે વિચાર કર, લાંબા કાળ સુધી ઉત્તમ પ્રકારના શીલનું પાલન કર્યું છે, તો પછી હવે વિષયોમાં આસક્ત થા નહિ, બે હાથ વડે આખો સમુદ્ર તરી ગયા પછી ખાબોચિયામાં કોણ ડૂબે ?' વગેરે ઘણા પ્રકારે આષાઢાભૂતિને સમજાવ્યા છતાં પણ આષાઢાભૂતિને કંઈ અસર થઈ નહિ.
આષાઢાભૂતિએ કહ્યું કે “ભગવદ્ ! આપ કહો છો તે બધું બરાબર છે, પરંતુ પ્રતિકૂળ કર્મનો ઉદય થવાથી વિષયના વિરાગરૂ૫ મારું ક્વચ નિર્બળતાના યોગે સ્ત્રીના કટાક્ષરૂપી બાણોથી જર્જરિત થઈ ગયું છે.” આમ કહી આચાર્ય ભગવંતને નમસ્કાર કરી પોતાનો ઓઘો ગુરુમહારાજ પાસે મૂકી દીધો. પછી વિચાર કર્યો કે એકાંત ઉપકારી સંસારસમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને ઉદ્ધાર કરવાની ભાવનાવાળા, સઘળા જીવોના બંધુતુલ્ય એવા ગુરુને પૂંઠ કેમ કરાય ?' આમ વિચાર કરી પાછા પગલે ઉપાશ્રયની બહાર નીકળી વિચારે છે - “આવા ગુરુની ચરણસેવા ફરીને ક્યારે પ્રાપ્ત થશે ?” આષાઢાભૂતિ વિશ્વકર્માના મંદિરે આવી પહોંચ્યા. વિશ્વકર્માએ આદરપૂર્વક કહ્યું કે “મહાભાગ્યવાનું ! આ મારી બે કન્યાનો સ્વીકાર કરો.”
બન્ને કન્યાના લગ્ન આષાઢાભૂતિ સાથે કરવામાં આવ્યા. વિશ્વકર્માએ એકાંતમાં પોતાની બન્ને પુત્રીઓને કહ્યું કે તમારામાં આસક્ત થવા છતાં પોતાના ગુરુને સંભાર્યા અને ગુરુ પાસે વેષ મૂકીને આવ્યા તેથી આ આષાઢાભૂતિ ઉત્તમ પ્રકૃતિના લાગે છે, માટે તેમનું ચિત્ત તમારા પ્રત્યે ખેંચાયેલું રહે તે માટે તમારે મદ્યપાન કરવું નહિ. જો મદ્યપાન કરશો તો તમારાથી વિરક્ત થઈ જશે અને પાછા ચાલ્યા જશે. માટે સાવધાનીપૂર્વક વર્તવું.
આષાઢાભૂતિ નટને ત્યાં રહેતા પોતાના બુદ્ધિપ્રાગભ્યથી અને વિવિધ પ્રકારના વિજ્ઞાનના અતિશયથી સઘળા નટોમાં મુખ્ય નટ બની ગયો અને ખૂબ કુશલતા પ્રાપ્ત કરી લીધી.
આષાઢાભૂતિના અભિનય આદિના કારણે જ્યાં જાય ત્યાંથી ખૂબ ધન, વસ્ત્ર, અલંકારો પ્રાપ્ત થવા લાગ્યા.
એક વખત રાજાએ આજ્ઞા કરી “આજે સ્ત્રીપાત્ર વગરનું નાટક કરવું.”
આથી બધા નટો પોતપોતાની સ્ત્રીઓને ઘેર મૂકીને રાજસભામાં ગયા. આષાઢાભૂતિ પણ પોતાની બન્ને સ્ત્રીઓને ઘેર મૂકીને રાજસભામાં ગયા.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૩
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
આષાઢાભૂતિની બન્ને સ્ત્રીએ વિચાર કર્યો કે “આપણા સ્વામીનાથ રાજસભામાં ગયા છે, ત્યાં આખી રાત્રી પસાર થઈ જશે, માટે આજે આપણે ઇચ્છામાં આવે તેટલું ધરાઈને મદ્યપાન કરીએ.” બન્નેએ એટલું બધું મદ્યપાન કર્યું કે પોતાની ચેતના ચાલી ગઈ અર્થાત્ બેભાન બની ગઈ, વસ્ત્રોનું ભાન પણ રહ્યું નહિ અને પોતાના ઓરડામાં બિભત્સ દશામાં ચત્તાપાટ પડી ગઈ.
રાજસભામાં બીજા દેશનો દૂત આવેલો. તેથી રાજાનું મન ચિંતાવાળું થયું હતું, તેથી રાજાએ કહેવરાવ્યું કે “આજે નાટક કરવાનું નથી.”
આથી બધા નટો પોતપોતાના ઘેર પાછા ગયા. આષાઢાભૂતિ પણ પોતાના ઘેર આવ્યા અને જ્યાં પોતાના ઓરડામાં જાય છે ત્યાં તો વસ્ત્ર વગરની બિભત્સ હાલતમાં પડેલી દુર્ગધ મારતી પોતાની બન્ને પત્નીઓને જોઈ.
આ દશ્ય જોતાં જ આષાઢાભૂતિ વિચારવા લાગ્યા કે “અહો ! કેવી મારી મૂઢતા ? મારો નિર્વિવેક કેવો ? મેં કેવું ખરાબ આચરણ કર્યું કે આવા પ્રકારની અશુચિના કરંડિયા સમાન, અધોગતિમાં લઈ જનાર એવી આ સ્ત્રીઓને જાણવા છતાં, પરમપવિત્ર આલોક અને પરલોકમાં કલ્યાણ કરનાર પરંપરાએ મોક્ષપદ અપાવનાર ઉત્તમ પ્રકારના સંયમનો મેં ત્યાગ કર્યો. હજુ કંઈ બગડી ગયું નથી. ગુરુ મહારાજ પાસે જાઉં અને ફરીને ચારિત્રનો સ્વીકાર કરું, પાપરૂપી કાદવને ધોઈ નાખું.”
આ પ્રમાણે વિચાર કરીને આષાઢાભૂતિ તે પ્રાસાદમાંથી બહાર નીકળવા લાગ્યા. વિશ્વકર્માની દૃષ્ટિ તેમના ઉપર પડી. સમજી ગયા કે “આ વિરક્ત થઈને જઈ રહ્યા છે.”
વિશ્વકર્માએ તુરત જ પોતાની પુત્રીઓના ઓરડામાં જઈ તેમને ઉઠાડી અને ઠપકો આપતાં કહેવા લાગ્યો કે “અરે ! હનપુણ્યવાળી, દુરાત્મા ! આ તમે કેવું આચરણ કર્યું કે તમારી આવી સ્થિતિ જોઈને સકલ ગુણકલાના નિધાનભૂત તમારો પતિ વિરક્ત થઈ જઈ રહ્યો છે, જો પાછા વાળવાની શક્તિ હોય તો ઝટ જાઓ અને પાછા વાળો. જો પાછા ન વળે તો આજીવિકાની માગણી કરો.”
બન્નેએ ઝટપટ વસ્ત્ર વગેરે પહેરીને દોડતી પાછળ ગઈ અને આષાઢાભૂતિના પગમાં પડીને કહેવા લાગી કે “હે સ્વામી ! અમારા આ એક અપરાધની માફી આપો. ફરીથી આવું કદી પણ નહિ કરીએ. તમે જ અમારા જીવન છો માટે અમારો ત્યાગ કરો નહિ.”
આષાઢાભૂતિ જરા પણ ચલાયમાન ન થયા. એટલે તે બન્ને બોલી કે “સ્વામી !
Page #158
--------------------------------------------------------------------------
________________
માયાપિંડ દોષ
૧૩૭
તમે જતા ૨હેશો તો પછી અમારી આજીવિકાનું શું ? અમારી આજીવિકાની વ્યવસ્થા કરી દો, જેથી તમારા પછવાડે સુખપૂર્વક અમે જીવી શકીએ.'
આષાઢાભૂતિએ દાક્ષિણ્યતાથી આ માગણીનો સ્વીકાર કર્યો અને ભવનમાં પાછા આવ્યા. પછી પત્નીઓની આજીવિકા માટે ચક્રવર્તી ભરત મહારાજાના ચરિત્રને જણાવનાર ‘રાષ્ટ્રપાલ' નામના નાટકની રચના કરી.
નાટક તૈયાર થઈ જતાં વિશ્વકર્માએ સિંહસ્થ રાજા પાસે જઈને જણાવ્યું કે ‘આષાઢાભૂતિએ ‘રાષ્ટ્રપાલ' નામનું સુંદર નાટક તૈયાર કર્યું છે. તે નાટક આપની સમક્ષ ભજવવાનો વિચાર છે, પરંતુ તે નાટકમાં અલંકારથી યુક્ત પાંચસો રાજકુમારોની જરૂર પડશે.'
રાજાએ પાંચસો રાજકુમારો સોંપ્યા, એટલે આષાઢાભૂતિએ તેમને યથાયોગ્ય સામંત આદિ કર્યા અને નાટકમાં ભજવવાનો પાઠ શીખવાડ્યો. પોતે ભરત ચક્રવર્તી બન્યા.
યોગ્ય દિવસે નાટકની શરૂઆત થઈ. ભરત મહારાજાએ છ ખંડની સાધના કરી, ચૌદ રત્નો, નવ મહાનિધિ પ્રાપ્ત થયાં, આરિસાભુવનમાં કેવળજ્ઞાન થયું, પાંચસોના પરિવાર સાથે ચારિત્રનો સ્વીકાર કર્યો વગેરેનો એવો તો આબેહૂબ અભિનય કર્યો કે આખી પર્ષદામાં બેઠેલા બધા લોકો વાહ વાહ બોલવા લાગ્યા અને એટલા બધા ખુશ થઈ ગયા કે ચારે તરફથી હાર, કુંડલ વગેરે આભરણો, સુવર્ણ વસ્ત્રો વગેરેનો વરસાદ વરસાવવા લાગ્યા.
પાંચસોની સાથે આષાઢાભૂતિ લોકોને ધર્મલાભ આપીને જવા લાગ્યા.
પ્રેક્ષકો આશ્ચર્ય પામ્યા.
રાજા પણ વિચારમાં પડી ગયા કે ‘આ શું ?' આષાઢાભૂતિને રોકવા લાગ્યા. આષાઢાભૂતિએ કહ્યું કે ‘શું ભરત ચક્રવર્તી દીક્ષા લઈને પાછા આવ્યા હતા ? કે જેથી હું પાછો આવું ?’
પાંચસોની સાથે ગુરુ મહારાજ પાસે પહોંચી ગયા.
વસ્ત્ર અલંકારો વગેરે જે કાંઈ આવ્યું હતું તે બધું વિશ્વકર્માની બંને પુત્રીઓએ ગ્રહણ કર્યું.
ત્યાર પછી વિશ્વકર્માએ ‘રાષ્ટ્રપાલ' નાટક કુસુમપુરમાં ભજવ્યું, ત્યાં પણ પાંચસો ક્ષત્રિયોએ દીક્ષા લઈ લીધી.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
લોકોએ વિચાર્યું કે “આ રીતે નાટક ભજવાયા કરશે અને ક્ષત્રિયો દીક્ષા લીધા કરશે તો પૃથ્વી નિ ક્ષત્રિય બની જશે.” આથી નાટકની પ્રત અગ્નિમાં બાળી નાખી. જેથી તે નાટક ફરી ભજવાય નહિ.
આ રીતે સાધુએ મુખ્ય ઉત્સર્ગ માર્ગે માયાપિંડ ગ્રહણ કરવો નહિ.
અપવાદ માર્ગે, બીમારી, તપશ્ચર્યા, માસક્ષમણ, પ્રાદુર્ણક, વૃદ્ધ તથા સંઘ આદિના વિશેષ કારણે માયાપિંડ લઈ શકે.
ઇતિ નવમ માયાપિંડ દોષ નિરૂપણ.
૧. આષાઢાભૂતિનું દૃષ્ટાંત જુદા જુદા ગ્રંથોમાં જુદી જુદી રીતે આવે છે, અહીં “પિંડનિર્યુક્તિ
ગ્રંથને અનુસાર લખેલ છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૯
૧૦. લોભપિડ દોષ દિમ નિહાફ તો વદુ મરફ સ્ત્રોમેન સાદડ Tી (પિં. વિ. ૭૯) રસની આસક્તિથી “સિંહ કેસરીયા લાડુ, ઘેબર આદિ જ આજે હું ગ્રહણ કરીશ.” આવો વિચાર કરી ગોચરીએ જાય, બીજું મળતું હોય તે ગ્રહણ ન કરે પણ પોતાની ઇચ્છિત વસ્તુ મેળવવા માટે ઘણું ભમે અને ઇચ્છિત વસ્તુ પોતાના જોઈતા પ્રમાણમાં મેળવે તે લોભપિંડ કહેવાય. સાધુને આવી લોભપિંડદોષવાળી ભિક્ષા લેવી કહ્યું નહિ.
દષ્ટાંત ચંપા નામની નગરીમાં સુવ્રત નામના સાધુ આવેલા હતા.
એક વખત ત્યાં લાડુનો ઉત્સવ હતો એટલે લોકો વિવિધ પ્રકારના લાડુ બનાવતા અને ખાતા.
સુવ્રત મુનિએ ગોચરીએ નીકળતાં મનમાં નક્કી કર્યું કે “આજે તો સિંહકેસરીઆ લાડુ ભિક્ષામાં મેળવવા.” ચંપાનગરીમાં એક ઘેરથી બીજે ઘેર ફરે છે, પણ સિંહકેસરીઓ લાડુ મળતો નથી. ભમતાં ભમતાં બે પ્રહર વીતી ગયા પણ લાડુ મળ્યો નહિ, એટલે ધ્યાન લાડુમાં હોવાથી મગજ ખસી ગયું. પછી તો ઘરમાં પ્રવેશ કરતાં “ધર્મલાભને બદલે “સિંહકેસરા' બોલવા લાગ્યા. આમને આમ આખો દિવસ પૂરો થયો, પણ સિંહકેસરીઓ લાડુ મળ્યો નહિ. રાત્રી પડી પણ ફરવાનું તો ચાલુ રાખ્યું. રાત્રીના બે પ્રહર વ્યતીત થયા હશે ત્યાં એક ગીતાર્થ અને
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
હોશિયાર શ્રાવકના ઘરમાં “સિહકેસરા' બોલતાં પ્રવેશ કર્યો.
શ્રાવકે વિચાર કર્યો ‘દિવસે ફરતાં સિંહકેસરીઓ લાડવો મળ્યો નથી, તેથી મગજ ખસી ગયું લાગે છે. જો સિંહકેસરીઓ લાડવો મળે તો ચિત્ત સ્વસ્થ બની જાય.”
આમ વિચાર કરીને શ્રાવકે “પધારો મહારાજ.” સિંહકેસરીયા લાડવાનો ભરેલો ડબ્બો લઈને તેમની પાસે આવીને કહ્યું કે “લો મહારાજ સિંહકેસરીયા લાડવા. ગ્રહણ કરી મને લાભ આપો.'
મુનિએ લાડવા ગ્રહણ કર્યા. પાત્રામાં સિંહકેસરીઆ લાડવા આવતાં તેમનું ચિત્ત સ્વસ્થ થઈ ગયું.
શ્રાવકે મુનિને પૂછ્યું કે “ભગવન્! આજે મેં પુરિમઢનું પચ્ચખાણ કર્યું છે, તો તે પૂરું થયું કે નહિ ?'
સુવ્રતમુનિએ ટાઇમ જોવા માટે આકાશ તરફ જોયું, તો આકાશમાં અનેક તારાઓનાં મંડળો જોયાં અને અર્ધરાત્રી થયાનું જાણ્યું.
અર્ધરાત્રી જાણતાં જ મુનિ વિચારમાં પડી ગયા. પોતાનો ચિત્તભ્રમ ટળી ગયો. હા ! મૂર્ખ ! એવા મેં આજે શું કર્યું ? અયોગ્ય આચારણ થઈ ગયું. ધિક્કાર છે મારા જીવતરને, લોભમાં અંધ બની જઈને દિવસ અને રાત્રી સુધી ભમ્યા કર્યું. આ શ્રાવક ઉપકારી કે સિંહ કેસરીઆ લાડવા વહોરાવીને મારી આંખ ઉઘાડી.
મુનિએ શ્રાવકને કહ્યું કે “ભો ! મહાશ્રાવક ! તમે સારું કર્યું, સિંહકેસરીઆ લાડવા આપીને પુરિમષ્ઠ પચ્ચકખાણનો સમય પૂછીને સંસારમાં ડૂબતાં મારો બચાવ કર્યો.”
રાત્રે ગ્રહણ કરેલું હોવાથી પોતાના આત્માની નિંદા કરતા અને લાડુને પરઠવતા શુક્લધ્યાનમાં ચડ્યાં, ક્ષપકશ્રેણી માંડી લાડવાના ચૂરા કરતા આત્મા ઉપર લાગેલા ઘાતી કર્મોના પણ ચૂરા કરી નાંખ્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ રીતે લોભથી પણ ભિક્ષા લેવી કહ્યું નહિ.
ઇતિ દશમ લોભપિંડ દોષ નિરૂપણ.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૧
૧૧. સંસ્તવપિંડ દોષ दुविहो उ संथवो खलु संबंधीवयणसंथवो चेव ।
chaોવિ સુવિદ પુäિ પછી ય નાયવ્યો પાદુદ્દા (પિ. નિ. ૪૮૪) સંસ્તવ એટલે પ્રશંસા. તે બે પ્રકારે છે – ૧ સંબંધી સંસ્તવ, ૨ વચન સંતવ.
સંબંધી સંસ્તવ તે પરિચયરૂપ છે અને વખાણવારૂપ વચનો બોલવાં તે વચન સંસ્તવ છે.
સંબંધી સંસ્તવમાં પૂર્વ સંસ્તવ અને પશ્ચાત્ સંસ્તવ. વચન સંસ્તવમાં પણ પૂર્વસંસ્તવ અને પશ્ચાત્ સંસ્તવ.
मायपिइ पुव्वसंथव सासूसुसराइयाण पच्छा उ ।
િિદ સંઘવસંવર્ઘ વારે પુર્વ ૨ પ્રછા વા પાછા (પિ. નિ. ૪૮૫) સંબંધી પૂર્વસંસ્તવ-માતા-પિતાદિના સંબંધથી પરિચય પાડવો.
સાધુ ભિક્ષાએ ફરતા કોઈના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં આહારની લંપટતાથી પોતાની ઉંમર અને સામાની ઉંમર જાણીને ઉંમરને અનરૂપ સંબંધથી બોલે. જો તે
સ્ત્રી વયોવૃદ્ધ અને પોતે મધ્યય ઉંમરનો હોય તો કહે કે “મારી માતા તમારા જેવી હતી.” તે સ્ત્રી મધ્યમ ઉંમરની હોય તો કહે કે “મારી બેન તમારા જેવી હતી.” નાની ઉંમરની હોય તો કહે કે “મારી પુત્રી કે પુત્રની પુત્રી તમારા જેવી હતી.', ઇત્યાદિ રીતે બોલીને આહાર મેળવે. આથી સંબંધી પૂર્વસંસ્તવ નામનો દોષ લાગે.
સંબંધી પચ્ચાસંસ્તવ-પાછળથી સંબંધ બંધાયો હોય તે સાસુ-સસરા આદિના
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
સંબંધથી પરિચય પાડવો. “મારી સાસુ, પત્ની તમારા જેવાં હતાં' વગેરે બોલે તે સંબંધી પચ્ચાસંસ્તવ કહેવાય.
વચન પૂર્વસંસ્તવ-દાતારના ગુણો આદિ જે જાણવામાં આવ્યા હોય, તેની પ્રશંસા કરે. ભિક્ષા લીધા પહેલા સાચા કે ખોટા ગુણોની પ્રશંસા આદિ કરવી. જેમ કે “અહો ! તમે દાનેશ્વરી છો તેની માત્ર વાર્તા જ સાંભળી હતી. પરંતુ આજે તમને પ્રત્યક્ષ જોયા. તમારા જેવા ઉદારતા આદિ ગુણો બીજાના સાંભળ્યા નથી. તમે ભાગ્યશાળી છો કે તમારા ગુણોની પ્રશંસા તો ચારે દિશામાં પૃથ્વીના છેડા સુધી પ્રસરી ગઈ છે.' વગેરે બોલે. તે વચન પૂર્વસંસ્તવ કહેવાય.
વચન પશ્ચાત્સસ્તવ-ભિક્ષા લીધા પછી દાતારની પ્રશંસા આદિ કરવી. ભિક્ષા લીધા પછી બોલે કે “આજ તમને જોવાથી મારાં નેત્રો નિર્મળ થયાં. ગુણવાનને જોવાથી ચક્ષુ નિર્મળ થાય તેમાં શું આશ્ચર્ય ! તમારા ગુણો સાચા જ છે, તમને જોયા પહેલા તમારા દાનાદિ ગુણો સાંભળ્યા હતા, ત્યારે મનમાં શંકા હતી કે “આ વાત સાચી હશે કે ખોટી હશે ?' પરંતુ આજે તમોને જોવાથી શંકા દૂર થઈ ગઈ છે.” ઇત્યાદિ પ્રશંસા કરે તે વચનપશ્ચાત્ સંસ્તવ કહેવાય. આવા સંસ્તવદોષવાળી ભિક્ષા લેવાથી બીજા અનેક પ્રકારના દોષો થાય છે.
દષ્ટાંત કોઈ એક સાધુએ ભિક્ષા ફરતાં એક ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં પોતાની માતાસમાન સ્ત્રીને જોઈને સારો આહાર મેળવવાની ઇચ્છાથી માયાપૂર્વક આંખમાંથી આંસુ કાઢ્યાં.
તે સ્ત્રીએ પૂછ્યું કે “આ શું થયું? કેમ આંખમાંથી આંસુ આવ્યાં.” સાધુએ કહ્યું કે “તમારા જેવી મારી માતા હતી.” આ પ્રમાણે કહેવામાં નીચે મુજબ દોષો થાય.
માતાપણું બતાવતા તે સ્ત્રી સાધુના મુખમાં પોતાના સ્તન મૂકે. તેથી પરસ્પર સ્નેહબુદ્ધિ ઉત્પન્ન થાય.
૨ તે સ્ત્રીને વિધવા પુત્રવધૂ હોય તો સાધુને પોતાની પુત્રવધૂ આપે અને કહે કે “મારો પુત્ર મૃત્યુ પામ્યો છે તો તેના સ્થાને તું મારો પુત્ર થા અથવા દાસી વગેરે આપે.
તમારા જેવી મારી સાસુ હતી.' એમ બોલે તો -
Page #164
--------------------------------------------------------------------------
________________
સંસ્તવપિંડ દોષ
તે સ્ત્રી પોતાની પુત્રી સાધુને આપે.
‘તમારા જેવી મારી સ્ત્રી હતી' એમ બોલે તો -
૧૪૩
? કદાચ તે સ્ત્રીનો પતિ ત્યાં ઊભો હોય અને તે ઈર્ષાળુ હોય તો તે વિચાર કરે કે આ સાધુડાએ મારી પત્નીને પોતાની પત્ની કલ્પી. તેથી સાધુને લાકડી વગેરેથી માર મારે.
(
૨ તે સ્ત્રીનો પતિ પાસે ન હોય તો તે સ્ત્રી વિચાર કરે કે · આને મને સ્ત્રી તરીકે કલ્પી.' તેથી કદાચ તે ઉન્મત્ત બની સ્ત્રીની જેમ આચરણ કરતી સાધુના ચિત્તને ક્ષોભ પમાડે. તો સાધુના વ્રતનો ભંગ થાય.
ઉપર મુજબ સામાને પ્રિય થવા વચન બોલે તેમાં જો સામો પ્રત્યેનીક-દ્વેષી હોય તો વિચાર કરે કે ‘આ માયાવી અમને વશ કરવા આ પ્રમાણે મીઠુ મીઠુ બોલે છે તથા અમને બાવા, જોગી જેવાની મા વગેરે કહી અમારી અપભ્રાજના કરે છે.' આ પ્રમાણે વિચારીને ઘ૨માંથી કાઢી મૂકે, માર મારે વગેરે ઉપદ્રવ કરે.
જો તે ગૃહસ્થ ભદ્રક હોય તો સાધુ પ્રત્યે સ્નેહ થાય અને તેથી સાધુ માટે આધાકર્માદિ આહાર બનાવીને આપે. વગેરે અનેક પ્રકારના દોષો સંસ્તવ ક૨વામાં રહેલા છે. માટે સાધુએ આવા પ્રકારે સંસ્તવ દ્વારા ભિક્ષા લેવી નહિ.
ઇતિ એકાદશ સંસ્તવપિંડ દોષ નિરૂપણ.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૪
૧૨. વિદ્યાપિંડ દોષ
૧૩. મંત્રપિંડ દોષ विजामंतपरूवण विजाए भिक्खुवासओ होइ ।
મનિ સિરવેય તત્વ મુળ વિદ્યુતો પા૬૮ાા (પિ. નિ. ૪૯૪) જાપ, હોમ, બલી અથવા અક્ષતાદિની પૂજા કરવાથી સાધ્ય થતી અથવા જેના અધિષ્ઠાતા પ્રજ્ઞપ્તિ આદિ સ્ત્રીદેવતા હોય તે વિદ્યા. તે વિષે ભિક્ષુકના ઉપાસક બૌદ્ધના ભગતનું દૃષ્ટાંત. તથા જાપ-હોમાદિ વગર સાધ્ય થતો અથવા જેના અધિષ્ઠાતા પુરુષ-દેવતા હોય તે મંત્ર. તે વિષે માથાના દુખાવાવાળા રાજા મુકુંડનું દૃષ્ટાંત જાણવું.
ભિક્ષા મેળવવા માટે વિદ્યા કે મંત્રનો ઉપયોગ કરે તો તે પિંડ વિદ્યાપિંડ કે મંત્રપિંડ કહેવાય. આવો પિંડ સાધુને લેવો કલ્પ નહિ.
વિધાપિંડ ઉપર દાંતા ગંધસમૃદ્ધ નામના નગરમાં બૌદ્ધ સાધુનો ભક્ત ધનદેવ રહેતો હતો. તે બૌદ્ધ સાધુઓની ભક્તિ કરતો હતો. તેને ત્યાં જો જૈન સાધુ આવ્યા હોય તો કંઈ પણ આપતો નહિ.
એક વખત તરૂણ સાધુઓ પરસ્પર ભેગા થઈને વાતો કરતા હતા, ત્યાં એક સાધુ બોલ્યો કે “આ ધનદેવ સંયત સાધુને કંઈ પણ આપતો નથી. આપણામાં કોઈ એવો છે કે જે ધનદેવ પાસે ઘી, ગોળ આદિ ભિક્ષા અપાવી શકે ?”
Page #166
--------------------------------------------------------------------------
________________
વિદ્યા-મંત્રપિંડ દોષ
૧૪૫
એક સાધુ બોલી ઉઠ્યો કે “મને આજ્ઞા કરો, હું ધનદેવ પાસે દાન અપાવરાવું.” સાધુઓએ કહ્યું કે “સારું, તમને આજ્ઞા આપી. હવે જોઈએ કેવી રીતે તેની પાસે દાન અપાવરાવે છે ?'
તે સાધુ ધનદેવના ઘર પાસે ગયો અને તેના ઘર ઉપર વિદ્યાનો પ્રયોગ કર્યો. એટલે ધનદેવે સાધુને કહ્યું કે શું આપું ?' સાધુઓએ કહ્યું કે “ઘી, ગોળ, વસ્ત્ર આદિ આપો. ધનદેવે ખૂબ ઘી, ગોળ, કપડાં વગેરે આપ્યાં.
સાધુઓ ભિક્ષા આદિ લઈને ગયા પછી પેલા સાધુએ વિદ્યા સંહરી લીધી. એટલે ધનદેવને ભાન આવ્યું. ઘી, ગોળ વગેરે થોડું જોતાં તેને થયું કે કોઈ મારાં ઘી, ગોળ વગેરેની ચોરી કરી ગયું.” અને પોતે વિલાપ કરવા લાગ્યો.
લોકોએ પૂછ્યું કે “કેમ વિલાપ કરો છો ? શું થયું ?' ધનદેવે કહ્યું કે “મારું ઘી વગેરે કોઈ ચોરી ગયું લાગે છે.”
લોકોએ કહ્યું કે “તમારા હાથે તમે જ સાધુઓને જોઈએ એટલું આપ્યું છે અને હવે ચોરીની બૂમ શેની પાડો છો ?'
આ સાંભળી ધનદેવ મૌન થઈ ગયો. વિદ્યા સંહરી લેતાં તે સ્વભાવસ્થ થયો. હવે જો તે સાધુનો દ્વેષી હોય તો બીજી વિદ્યા વડે સાધુઓને સ્થભિત કરી દે કે મારી નાખી અથવા લોકોને કહે કે “વિદ્યા આદિથી બીજાનો દ્રોહ કરીને જીવે છે તેથી માયાવી છે, કપટી છે, વગેરે જેમ ફાવે તેમ બોલે. આથી સાધુઓની નિંદા થાય, રાજકુલમાં લઈ જાય તો વધ, બંધનાદિ કદર્થના થાય. માટે સાધુઓને વિદ્યાનો પ્રયોગ કરી ભિક્ષા લેવી કલ્પ નહિ.
મંત્રપિંડ ઉપર દષ્ટાંત પ્રતિષ્ઠાનપુર નગરમાં મુકુંડ નામના રાજા રાજ્ય કરતા હતા. ત્યાં શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ પધાર્યા હતા. એક વખત રાજાને માથામાં તીવ્ર વેદના ઉત્પન્ન થઈ. વિદ્યા, મંત્ર વગેરેનાં અનેક ઉપચારો કરાવવા છતાં વેદના શાંત થઈ નહિ. એટલે રાજાએ શ્રી પાદલિપ્તસૂરીશ્વરજીને બોલાવરાવ્યા. આચાર્ય મહારાજે કહ્યું કે “વેદનામાં કોઈ કારણ નથી. સામાન્ય વેદના છે.”
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૩
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
આમ કહીને લોકો ન જાણે કેમ પડદામાં જઈ મંત્રનું ધ્યાન કરતાં પોતાના જમણા હાથની પ્રદેશની આંગળી પોતાના જમણા ઢીંચણે, પડખે અને ચોતરફ ભમાવવા લાગ્યા. જેમ જેમ આંગળી ફરતી જાય છે, તેમ તેમ રાજાને દુખાવો ઓછો થતો જાય છે. આ રીતે દુખાવો બિલકુલ શાંત થઈ ગયો.
આથી રાજા આચાર્યનો ભક્ત બની ગયો અને જૈનશાસનની વિશિષ્ટ પ્રભાવના કરી.
આ દૃષ્ટાંતમાં જો કે કોઈ દોષ નથી. કેમકે આચાર્ય ભગવંત ગીતાર્થ હતા અને વિશિષ્ટ લાભ જોઈ મંત્રશક્તિનો ઉપયોગ કર્યો અને રાજાને જૈનધર્મી બનાવ્યો, પરંતુ ભિક્ષા મેળવવા માટે મંત્રનો ઉપયોગ કરે તો પહેલાં દૃષ્ટાંતમાં કહ્યા મુજબ દોષો લાગે.
ઇતિ દ્વાદશ-ત્રયોદશ વિદ્યા-મંત્રપિંડ દોષ નિરૂપણ.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૭
૧૪ ચૂર્ણપિંડ દોષ ૧૫ યોગપિંડ દોષ
૧૬ મૂલકર્મપિંડ દોષ चुन्ने अंतद्धाणे चाणक्के पायलेवणे जोगे ।
મૂત્ર વિવાદેવ વંડો કમાવા પરિસાદે પાદરા (પિં. નિ. ૫૦૦) ૧૪ ચૂર્ણપિંડ-અદશ્ય થવું કે વશીકરણ કરવા, આંખમાં આંજવાનું અંજન તથા કપાળમાં તિલક કરવા વગેરેની સામગ્રી તે ચૂર્ણ કહેવાય. ભિક્ષા મેળવવા માટે આવા પ્રકારનાં ચૂર્ણનો ઉપયોગ કરવો, તે ચૂર્ણપિંડ કહેવાય.
૧૫ યોગપિંડ-સૌભાગ્ય અને દૌર્ભાગ્યને કરવાવાળા પાણી સાથે ઘસીને પીવામાં આવે તેવા ચંદન આદિ, ધૂપનો વાસ આપવાવાળા દ્રવ્ય વિશેષો તથા આકાશગમન, જળસ્થંભન આદિ કરે તેવા પગે લગાડવાના લેપ વગેરે ઔષધિઓ યોગ કહેવાય. ભિક્ષા મેળવવા માટે આવા પ્રકારનાં યોગનો ઉપયોગ કરવો, તે યોગપિંડ કહેવાય.
ચૂર્ણપિંડ ઉપર ચાણાક્ય જાણી લીધેલા બે અદશ્ય સાધુનું દૃષ્ટાંત, પાદલેપનરૂપ યોગપિંડ ઉપર શ્રી સમિતસૂરિનું દૃષ્ટાંત, મૂલકર્મપિંડ ઉપર અક્ષતયોનિ તથા ક્ષતયોનિ કરવા ઉપર બે સ્ત્રીનું દૃષ્ટાંત, વિવાહ વિષયક મૂલકર્મપિંડ ઉપર પણ બે સ્ત્રીનું દષ્ટાંત અને ગર્ભાધાન તથા ગર્ભપાડનરૂપ ભૂલકર્મપિંડ ઉપર રાજાની બે રાણીઓનું દૃષ્ટાંત.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
ઉપર કહ્યા મુજબ વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગના ઉત્સર્ગ અપવાદને જણાવનારા આગમને અનુસરનાર સાધુ જો ગણ, સંઘ કે શાસન આદિના કાર્ય અંગે ઉપયોગ કરે તો આ વિદ્યા-મંત્રાદિ દુષ્ટ નથી. તેવા કાર્ય અંગે ઉપયોગ કરી શકે. તેમાં શાસન પ્રભાવના રહેલી છે. માત્ર ભિક્ષા મેળવવા માટે ઉપયોગ કરે તો તેવો પિંડ સાધુને માટે અકથ્ય છે.
૧૯ મૂલકર્મપિંડ-મંગલને કરનારી લોકમાં પ્રસિદ્ધ ઔષધિ વગેરેથી સ્ત્રીઓને સૌભાગ્યાદિ માટે સ્નાન કરાવવું, ધૂપ વગેરે કરવો તથા ગર્ભાધાન, ગર્ભસ્થંભન, ગર્ભપાત કરાવવો, રક્ષાબંધન કરવું, વિવાહ-લગ્નાદિ કરાવવા કે તોડાવવાં વગેરે, ક્ષતયોનિ કરાવવી એટલે એવા પ્રકારનું ઔષધ કુમારિકા આદિને આપે કે જેથી યોનિમાંથી રુધિર વહ્યા કરે. અક્ષતયોનિ એટલે ઔષધ આદિના પ્રયોગથી વહેતુ રુધિર બંધ થાય. આ બધું આહારાદિ માટે કરે તો મૂલકર્મપિંડ કહેવાય.
ચૂર્ણપિંડ ઉપર દષ્ટાંત કુસુમપુર નગરમાં ચંદ્રગુપ્ત નામનો રાજા હતો. તેને ચાણક્ય નામનો મંત્રી હતો.
આચાર્યશ્રી વિજયસુસ્થિતસૂરીશ્વરજી મહારાજનું જંઘાબળ ક્ષીણ થઈ જવાથી તે નગરમાં રહેલા હતા.
એક વખતે ત્યાં દુકાળ પડ્યો, એટલે આચાર્ય ભગવંતે પોતાના સમૃદ્ધ નામના મુનિને આચાર્ય પદવી આપીને શિષ્યો સાથે સુકાળવાળા પ્રદેશમાં વિહાર કરાવ્યો અને પોતે એકલા રહ્યા.
કેટલાક દિવસ પછી આચાર્ય ભગવંત ઉપરના સ્નેહને લીધે બે શિષ્યો પાછા આવ્યા અને આચાર્ય મહારાજની સેવા કરવા લાગ્યા. દુકાળ હોવાથી પૂરતી ભિક્ષા મળતી નથી. હવે એકને બદલે ત્રણ થયા તો પણ આચાર્ય તો બન્ને શિષ્યો સાથે જે મળ્યું હોય તે એમને આપીને પછી પોતે વાપરે. પૂરતા આહારના અભાવે આચાર્ય મહારાજ દિવસે દિવસે દુર્બળ થવા લાગ્યા.
બન્ને શિષ્યો વિચારવા લાગ્યા કે “આચાર્ય મહારાજ દિવસે દિવસે સુકાતા જાય છે, યોનિપ્રાભૃતની વાચનામાંથી ગુપ્ત રીતે અદશ્ય થવાનું ચૂર્ણ આપણે સાંભળી લીધું હતું, તો હવે તેનો ઉપયોગ કરવાનો અવસર આવ્યો છે, આપણે અદશ્ય બનીને ચંદ્રગુપ્તના ભોજનાલયમાં જઈએ અને અદૃશ્ય રીતે ચંદ્રગુપ્તના ભેગા જમી લઈએ તો આચાર્ય મહારાજ શુદ્ધ ગોચરી પૂરતી વાપરી શકશે અને દુર્બળ નહિ થાય.'
Page #170
--------------------------------------------------------------------------
________________
ચૂર્ણ-યોગ-મૂલકર્મપિંડ દોષ
૧૪૯
આ પ્રમાણે વિચાર કરીને બીજા દિવસથી ચંદ્રગુપ્તના ભેગા અદશ્ય રીતે જમવા લાગ્યા.
ચંદ્રગુપ્તના ભાગમાં થોડો આહાર આવતો શરમથી વધારે માગી શકતો નથી. એટલે દિવસે દિવસે ચંદ્રગુપ્ત સુકાવા લાગ્યો.
એક દિવસે ચાણાક્ય પૂછ્યું કે “રાજન ! તમે દિવસે દિવસે દુબળા કેમ થતા જાવ છો ? શું શરીરમાં કોઈ રોગ થયો છે ?'
ચંદ્રગુપ્ત કહ્યું કે “આહાર પૂરતો નહિ થવાથી ભૂખ્યો રહું છું.”
ચાણાક્ય વિચાર કર્યો કે “રોજ રસોઈઓ આટલો બધો આહાર પીરસે છે, છતાં રાજા આમ કેમ કહે છે ? નક્કી કોઈ અંજનસિદ્ધ આવીને રાજાની સાથે ભોજન કરી જતો હોવો જોઈએ.
તેને પકડવા માટે બીજે દિવસે ભોજનખંડમાં અતિસૂક્ષ્મ અને કોમળ ઇંટનો ભૂકો પથરાવી દીધો, જેથી કોઈ અદૃશ્ય રીતે આવે તો ખબર પડે.
રાજા ભોજન કરવા આવ્યા કે તુરત ભૂકા ઉપર મંત્રીએ પગલાં દેખ્યાં તેથી સમજી ગયો કે “નક્કી કોઈ બે અંજનસિદ્ધ પુરુષો દાખલ થઈ ગયા છે.”
મંત્રીએ તુરત બધા દરવાજા બંધ કરાવી દેવરાવ્યા અને મધ્ય ખંડમાં ખૂબ ધુમાડો કરાવ્યો.
ધુમાડો આંખમાં જતાં આંખમાંથી પાણી નીકળવા લાગ્યું અને પાણી સાથે અંજન પણ નીકળી ગયું એટલે તે બન્ને સાધુ પ્રત્યક્ષ થઈ ગયા.
સાધુને જોતાં ચંદ્રગુપ્ત એકદમ જુગુપ્સા કરવા લાગ્યો કે “અહો ! આ સાધુડાએ મને વટલાવ્યો.
ચાણાક્ય જૈનધર્મી હતો અને બુદ્ધિશાળી હતો એટલે શાસનની અપભ્રાજના ન થાય એટલા માટે પ્રશંસા કરતા રાજાને કહેવા લાગ્યો કે “રાજનું ! તમે ભાગ્યશાળી છો, કે જે બાલબ્રહ્મચારીએ તમારી સાથે ભોજન કરી તમને પવિત્ર કર્યા.” ચાણાક્ય બને સાધુને વિધિપૂર્વક વંદન કરી તેમના સ્થાને જવા દીધા. ચાણક્ય રાત્રે આચાર્ય ભગવંત પાસે ગયા અને આચાર્ય સમહારાજને ઠપકો આપતા કહેવા લાગ્યા કે “આ તમારા બે સાધુ શાસનનો ઉડ્ડાહ કરાવે છે.” એમ કહી બધી વાત કરી.
આચાર્ય ભગવંતે બધી વાત સાંભળીને ચાણક્યને ઠપકો આપતાં કહ્યું કે “હું
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
સાધુને તો જરૂર કહીશ, પરંતુ આમાં વાંક તારો છે. દુકાળના વખતમાં સાધુનું શું થતું હશે તેનો તે કાંઈ વિચાર કર્યો ? જો વિચાર કર્યો હોત તો સાધુને આ રીતે કરવું ન પડત.”
ચાણાક્ય આચાર્ય ભગવંતના પગમાં પડ્યો અને પોતાની ભૂલની માફી માગી. ‘હવેથી પૂરી કાળજી રાખીશ.' એમ કહી પોતાના સ્થાનમાં ગયો.
સાધુ આ રીતે ભિક્ષા ગ્રહણ કરે તે ચૂર્ણપિંડ કહેવાય. એનાથી ભિક્ષાનો વિચ્છેદ થાય, કોપાયમાન થઈ રાજા સર્વનો નાશ કરે, પ્રવચનનો ઉડ્ડાહ થાય વગેરે દોષો થાય. માટે સાધુને ચૂર્ણપિડ અકથ્ય છે.
યોગપિંડ ઉપર દષ્ટાંત અચલપુર નામનું નગર છે. તે નગરની નજીકમાં કૃષ્ણા અને બેન્ના નામની બે નદીઓ વહે છે. તેની વચ્ચે બ્રહ્મ નામનો દ્વીપ છે. બ્રહ્મદ્વીપમાં દેવશર્મા નામનો કુલપતિ ૪૯૯ તાપસો સાથે રહે છે.
પોતાનો મહિમા બતાવવા માટે સંક્રાંતિ આદિ પર્વ દિવસે દેવશર્મા પોતાના પરિવાર સાથે પગે લેપ લગાડીને કૃષ્ણા નદી ઊતરીને અચલપુર નગરમાં આવતો હતો.
લોકો આવો અતિશય જોઈને આશ્ચર્ય પામ્યા, તેથી ભોજન આદિ સારી રીતે આપીને તાપસોનો સારો સત્કાર કરતા હતા.
આથી લોકો તાપસની પ્રશંસા કરતા હતા અને જૈનોની નિંદા કરતા હતા તથા શ્રાવકોને કહેવા લાગ્યા કે “તમારા ગુરુઓમાં છે આવી શક્તિ ?'
શ્રાવકોએ આચાર્ય શ્રી સમિતસૂરિજી પાસે જઈને વાત કરી. આચાર્ય મહારાજ સમજી ગયા કે તે પગના તળીએ લેપ લગાડીને નદી ઉતરે છે, પરંતુ તપની શક્તિથી ઉતરતો નથી.”
આચાર્ય મહારાજે શ્રાવકોને કહ્યું કે તેમનું કપટ ખુલ્લું પાડવા માટે તમારે તેને એના બધા તાપસો સાથે તમારે ત્યાં જમવા માટે બોલાવવા અને જમાડતાં પહેલાં તેના પગ એવી રીતે ધોવા કે લેપનો જરા પણ ભાગ રહે નહિ. પછી શું કરવું તે હું સંભાળી લઈશ.'
શ્રાવકો તાપસ પાસે ગયા. પ્રથમ તેમની ખૂબ પ્રશંસા કરી, પછી પરિવાર સહિત ભોજન કરવાનું નિમંત્રણ આપ્યું.
Page #172
--------------------------------------------------------------------------
________________
ચૂર્ણ-યોગ-મૂલકર્મપિંડ દોષ
તાપસો ભોજન માટે આવ્યા, એટલે શ્રાવકો તાપસોના પગ ધોવા લાગ્યા. કુલપતિ-મુખ્ય તાપસ ના પાડવા લાગ્યો. કેમકે ‘પગ ધોવાય તો લેપ નીકળી જાય.’ શ્રાવકોએ કહ્યું કે ‘પગ ધોયા વગર ભોજન કરાવીએ તો અવિનય થાય, માટે પગ ધોયા પછી જ ભોજન કરાવાય.'
૧૫૧
શ્રાવકોએ તાપસોના પગ બરાબર ધોયા પછી સારી રીતે જમાડ્યા. પછી તેમને મૂકવા માટે બધા શ્રાવકો તેમની સાથે નદીકિનારે ગયા.
કુલપતિ પોતાના તાપસો સાથે નદી ઊતરવા લાગ્યો. પરંતુ લેપ નહિ હોવાથી પાણીમાં ડૂબવા લાગ્યો.
આ દશ્ય જોતાં લોકોમાં તેમની અપભ્રાજના થઈ કે ‘અહો ! આ તો લોકોને છેતરવા માટે લેપ લગાવીને નદી ઊતરતા હતા.'
આ વખતે તાપસો આદિના પ્રતિબોધ માટે સૂરિજી ત્યાં આવ્યા અને બધા લોકો સાંભળે એમ બોલ્યા કે ‘હે કૃષ્ણા ! અમારે સામે કિનારે જવું છે.’
ત્યાં તો નદીના બન્ને કાંઠા ભેગા થઈ ગયા. આ જોઈ લોકો તથા તાપસો સહિત કુલપતિ વગેરે બધા વિસ્મય પામ્યા.
આચાર્યશ્રીનો આવો પ્રભાવ જોઈ, દેવશર્મા તાપસે પોતાના ૪૯૯ તાપસો સાથે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. તેમની બ્રહ્મ નામની શાખા થઈ.
અજ્ઞાન લોકો શાસનની નિંદા કરતાં હતા તે ટાળવા માટે અને શાસનની પ્રભાવના કરવા માટે સૂરિજીએ કરેલો આ ઉપયોગ બરાબર હતો, પરંતુ કેવલ ભિક્ષા માટે આ રીતે લેપ વગેરે કરે તે સાધુને કલ્પે નહિ. એમાં પણ સંયમવિરાધના, આત્મવિરાધના, પ્રવચનવિરાધના રહેલી છે.
મૂલકર્મપિંડ ઉપર દૃષ્ટાંતો
? અભિન્નયોનિનું-કોઈ એક નગરમાં ધન નામનો શેઠ રહે છે. તેને ધનપ્રિયા નામની પત્ની અને સુંદરી નામની પુત્રી છે.
સુંદરી ભિન્નયોનિકા (યોનિમાંથી રૂધિર વહ્યા કરે) છે. આ વાત માતા જાણે છે, પિતાને ખબર નથી.
સુંદરીનાં લગ્ન નજીક આવ્યાં. માતાને ચિંતા થાય છે, કે ‘સુંદરીનાં લગ્ન થશે, પતિના ઘે૨ જશે, ત્યાં તેનો પતિ ભિન્નયોનિકા જાણશે એટલે મારી પુત્રીને કાઢી મૂકશે. બિચારી દુ:ખી દુ:ખી થઈ જશે.'
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
આથી ધનપ્રિયા ચિંતાતુર છે, ત્યાં એક સાધુ તેના ઘેર ભિક્ષા માટે આવ્યા. ધનપ્રિયાને ચિંતાતુર જોઈ સાધુએ પૂછ્યું કે “ચિંતાતુર કેમ દેખાઓ છો ?'
ધનપ્રિયાએ બધી વાત કરી. સાધુએ કહ્યું કે “ચિંતા ન કરશો, હું એવું ઔષધ આપીશ કે જેથી તમારી પુત્રી અભિન્નયોનિ વાળી થઈ જશે.”
સાધુએ ઔષધ આપ્યું તે પાણી સાથે સુંદરીને પીવડાવ્યું. તે અભિનયોનિ વાળી થઈ ગઈ.
ર ભિન્નયોનિનું-ચંદ્રાનના નગરીમાં ધનદત્ત નામનો સાર્થવાહ રહેતો હતો. તેને ચંદ્રમુખી નામની પત્ની હતી.
એક વખત પતિ-પત્નીને પરસ્પર ખૂબ ઝગડો થયો, એટલે રોષમાં આવી જઈ ધનદત્તે તે નગરમાં કોઈ ધનવાનની પુત્રી સાથે વિવાહ કર્યો.
ચંદ્રમુખીને ચિંતા થવા લાગી. એટલામાં જંઘા પરિજીત નામના સાધુ ભિક્ષાએ આવ્યા.
ચિંતાવાળી જોઈ સાધુએ પૂછવું એટલે ચંદ્રમુખીએ શોક્ય લાવવા સંબંધી વાત કરી.
સાધુએ કહ્યું કે “તમે ચિંતા કરશો નહિ, હું ઔષધ આપું તે તમે કોઈ રીતે તેને ખવડાવી દેજો, એટલે ભિન્નયોનિ વાળી થઈ જશે.”
ઔષધ આપ્યા પછી તમારા પતિને જણાવજો કે “તમે લગ્ન કરવા માગો છો પણ તે કન્યા તો ભિન્નયોનિ વાળી છે, આ જાણીને તેની સાથે લગ્ન નહિ કરે.”
ચંદ્રમુખીએ તે ઔષધ તે સ્ત્રીને ખવડાવી દીધું, એટલે તે સ્ત્રી ભિન્નયોનિ વાળી બની ગઈ. પછી ધનદત્તે તેની સાથે લગ્ન કર્યા નહિ.
૩ લગ્ન કરાવવાનું-એક ગામમાં એક ગૃહપતિ રહેતો હતો. તેની કન્યા ઉમરલાયક થઈ હતી પણ પરણાવી ન હતી.
એક વખત એક સાધુ તેના ઘેર ભિક્ષાએ આવ્યા. તેમણે આ કન્યાને જોઈ તેની માતાને કહેવા લાગ્યો કે “આ તમારી પુત્રી યૌવનવયમાં આવી છે, તેના હમણાં લગ્ન નહિ કરો તો કોઈ તરૂણ આદિ સાથે અકાર્ય આચરશે તો તમાકા કુલમાં મલિનતા લાગશે. વળી લોકમાં પણ કહેવત છે કે તાન્તિો નર ઘોરા, યવન્તો
રવિવ:' જો કુંવારી ઋતુવાળી થાય તો રુધિરના જેટલાં બિંદુઓ પડે તેટલીવાર તેની માતા નરકમાં જાય.'
Page #174
--------------------------------------------------------------------------
________________
ચૂર્ણ-યોગ-મૂલકર્મપિડ દોષ
૧૫૩
ઉંમરલાયક છોકરાને જોઈને છોકરાની માતાને સાધુ કહે કે “કુલ, ગોત્રકીર્તિને વધારનાર તમારો પુત્ર યૌવનવયમાં આવ્યો છે, હજુ એને કેમ પરણાવતા નથી. પરણાવશો તો પત્નીના સ્નેહથી સ્થિર થશે, નહિતર સ્વચ્છંદચારી થઈ કોઈને ઉપાડીને ભાગી જશે. પછી પણ પરણાવવાનો તો છે, તો પછી હમણાં કેમ લગ્ન કરતા નથી ?'
૪ ગર્ભધારણ કરાવવો તથા ગર્ભપડાવવાનું-સંયુગ નામના નગરમાં સિંધુરાજ નામના રાજા રાજ્ય કરે છે. તેમને અનેક રાણીઓ છે, તેમાં બે મુખ્ય રાણી છે. એકનું નામ શૃંગારમતિ અને બીજીનું નામ જયસુંદરી છે.
શૃંગારમતિને ગર્ભ રહ્યો તે જોઈને જયસુંદરી વિચારવા લાગી કે “આને પુત્ર થશે તો તે યુવરાજ બનશે. આથી તે ચિંતા કરવા લાગી. એવામાં કોઈ સાધુ ત્યાં આવી પહોંચ્યા. જયસુંદરીને ચિંતાવાળી જોઈને ચિંતાનું કારણ પૂછ્યું. એટલે શૃંગારમતિને ગર્ભ રહ્યાનું અને પોતાને ગર્ભ નહિ રહેવાનું જણાવ્યું.”
સાધુએ કહ્યું કે “આમાં ચિંતા શા માટે કરો છો ? તમને પણ ગર્ભ રહે એમ કરીશ.'
જયસુંદરીએ કહ્યું કે “ભગવદ્ તમારા પ્રસાદથી મને પણ પુત્ર થશે. તો પણ તે નાનો હોવાથી યુવરાજ તો થઈ શકે નહિ, જ્યારે શૃંગારમતિનો પુત્ર મોટો હોવાથી યુવરાજ તો તે જ થશે.”
સાધુએ જયસુંદરીને ગર્ભ રહે એવું એક ઔષધ અને શૃંગારમતિનો ગર્ભપાત થાય તેવું બીજું ઔષધ આપ્યું અને કહ્યું કે આ બીજું ઔષધ કોઈ વસ્તુના ભેગું શૃંગારમતિને ખવરાવી દેજો.'
એક ઔષધ જયસુંદરીએ ખાધું અને બીજું ઔષધ શૃંગારમતિને ખવરાવી દીધું. આથી શૃંગારમતિનો ગર્ભ પડી ગયો અને જયસુંદરીને ગર્ભ રહ્યો. યોગ્ય સમયે પુત્ર થયો અને તે યુવરાજ બન્યો.
સાધુએ ભિક્ષાદિ નિમિત્તે આવું ન કરવું. કેમકે આ રીતે કરવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે.
2 પ્રયોગ કર્યાની ખબર પડે તો સાધુ પ્રત્યે દ્વેષ કરે, તાડન-મારણ કરે. ૨ ઔષધ આદિ માટે વનસ્પતિકાય, પૃથ્વીકાયાદિની વિરાધના થાય. ૩ ભિન્નયોનિ કરવાથી જિંદગી સુધી તેને ભોગનો અંતરાય થાય.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૪ અક્ષતયોનિ કરવાથી મૈથુન સેવે. ય ગર્ભ પડાવે તેથી પ્રવચનની મલિનતા થાય. પંચેન્દ્રિય મનુષ્યની હિંસા થાય.
આ રીતે સંયમવિરાધના, આત્મવિરાધના અને પ્રવચનવિરાધના વગેરે દોષો થાય. માટે સાધુએ આવા પ્રકારની ભિક્ષા લેવી કલ્પ નહિ.
મૂલકર્મ કરવાથી આત્મા નરકાદિ દુર્ગતિમાં જાય છે.
ઇતિ ચતુર્દશ,પંચદશ, ષોડશ-ચૂર્ણયોગ-મૂલકર્મ પિંડ દોષ નિરૂપણ.
ઇતિ ઉત્પાદના દોષ નિરૂપણ.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧પપ
એષણા શાસ્ત્રમાં ત્રણ પ્રકારની એષણા કહી છે - ૧ ગવેષણા, ૨ ગ્રહણ એષણા, ૩ ગ્રાસ એષણા. ગવેષણા-દોષ વગરના આહારની તપાસ કરવી તે. ગ્રહણ એષણા-દોષ વગરનો આહાર ગ્રહણ કરવો તે. ગ્રાસ એષણા-દોષોથી રહિત-શુદ્ધ આહારને વિધિપૂર્વક વાપરવો તે.
ઉદ્દગમના સોળ અને ઉત્પાદનના સોળ દોષો, આ બત્રીશ દોષો કહ્યા તે ગવેષણા કહેવાય છે. આ કહેવાથી ગવેષણાનું નિરૂપણ પૂરું થયું. હવે ગ્રહણ એષણા કહેવામાં આવે છે.
ગ્રહણ એષણા ગ્રહણ એષણાના દશ દોષો છે.
एवं तु गविट्ठस्सा उग्गमउप्पायणाविसुद्धस्स ।
દવિનોદિવિશુદ્ધસ દો અને તુ વિડન્સ II૭૦ ગા (પિ. નિ. ૫૧૩) સાધુએ આ રીતે ઉદ્ગમના સોળ દોષો અને ઉત્પાદનના સોળ દોષોથી રહિત તથા શંકાદિ દશ દોષોથી રહિત પિંડ ગ્રહણ કરવો. દોષની શંકા હોય તેવો પિંડ ગ્રહણ કરવો નહિ. ઉદ્દગમના સોળ દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થાય છે. ઉત્પાદનના સોળ દોષો સાધુથી ઉત્પન્ન થાય છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૭
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
ગ્રહણ એષણાના દશ દોષોમાં આઠ દોષો સાધુ અને ગૃહસ્થ બન્નેથી ઉત્પન્ન થાય છે.
બે દોષો (શકિત અને અપરિણત) સાધુથી ઉત્પન્ન થાય છે.
ગ્રહણ એષણાના ચાર નિક્ષેપ-પ્રકારો થાય છે - 1 નામગ્રહણ એષણા, 2 સ્થાપના-ગ્રહણ એષણા, 3 દ્રવ્ય ગ્રહણ એષણા, 4 ભાવગ્રહણ એષણા. 1 નામગ્રહણ એષણા-ગ્રહણ એષણા નામ હોય તે. 2 સ્થાપનાગ્રહણ એષણા-ગ્રહણ એષણાની સ્થાપનાઆકૃતિ કરી હોય તે. 3 દ્રવ્યગ્રહણ એષણા-ત્રણ પ્રકારે-સચિત્ત અચિત્ત કે મિશ્ર વસ્તુનું ગ્રહણ કરવું તે. 4 ભાવગ્રહણ એષણા-બે પ્રકારે-આગમભાવગ્રહણ એષણા અને નોઆગમ ભાવગ્રહણએષણા.
આગમભાવગ્રહણ એષણા-ગ્રહણ એષણાનો જાણકાર અને તેમાં ઉપયોગવાળો.
નોઆગમભાવગ્રહણ એષણા-બે પ્રકારે પ્રશસ્તભાવ ગ્રહણ એષણા અને અપ્રશસ્તભાવ એષણા. પ્રશસ્તભાવગ્રહણ એષણા-સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ.
અપ્રશસ્તભાવગ્રહણ એષણા-શંકિત આદિ દોષવાળાં આહારપાણી ગ્રહણ કરવાં.
ભાવગ્રહણ એષણામાં અહીં અપ્રશસ્તપિંડનો અધિકાર છે. અપ્રશસ્ત ભાવપિંડના દશ પ્રકારો બતાવે છે.
संकिय मक्खिय निक्खित्त पहिय साहरिय दायगुम्मीसे ।
ગરિજા ત્તિ છg prોસા ત કરિ ૭૨ (પિ. નિ. પ૨૦) ૧ શંકિતદોષ-આધાકર્માદિ દોષની શંકાવાળો આહાર ગ્રહણ કરવો તે. ૨ પ્રક્ષિતદોષ-સચિત્ત પૃથ્વીકાયાદિથી ખરડાયેલો આહાર ગ્રહણ કરવો તે. ૩ નિક્ષિપ્તદોષ-સચિત્ત વસ્તુ ઉપર મૂકેલો આહાર ગ્રહણ કરવો તે. ૪ પિહિતદોષ-સચિત્ત આદિ વસ્તુથી ઢાંકેલો હોય તેવો આહાર ગ્રહણ કરવો તે.
૫ સંહતદોષ-જે વાસણમાં સચિત્ત આદિ વસ્તુ રહેલી હોય, તે ખાલી કરીને તેનાથી જે આહાર આપે તે ગ્રહણ કરવો તે.
Page #178
--------------------------------------------------------------------------
________________
એષણા
૧૫૭
૬ દાયકદોષ-શાસ્ત્રમાં નિષેધ કરેલાના હાથે આહાર ગ્રહણ કરવો તે. ૭ ઉન્મિશ્રદોષ-સચિત્તાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કરવો તે. ૮ અપરિણતદોષ-અચિત્ત નહિ થયેલો આહાર ગ્રહણ કરવો તે.
૯ લિપ્તદોષ-સચિત્ત આદિથી ખરડાયેલા હાથ, વાસણ વગેરેથી આહાર આપે તે ગ્રહણ કરવો તે.
૧૦ છર્દિતદોષ-જમીન ઉ૫૨ વેરતાં-ઢોળતાં આહાર આપે તે ગ્રહણ કરવો તે.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૮
૧. શંકિત દોષ संकाए चउभंगो दोसु वि गहणे य भुंजणे लग्गो ।
નં સંવિયમાવત્રો પવીતી ચરિમણ સુદ્ધારા (પિં. નિ. પર૧) શંકિતદોષમાં ચાર ભાંગા થાય છે. ૨ આહાર લેતી વખતે દોષની શંકા તથા વાપરતી વખતે પણ શંકા. ૨ આહાર લેતી વખતે દોષની શંકા પણ વાપરતી વખતે શંકા નહિ. ૩ આહાર લેતી વખતે દોષની શંકા નહિ પણ વાપરતી વખતે શંકા. ૪ આહાર લેતી વખતે દોષની શંકા નહિ અને વાપરતી વખતે પણ શંકા નહિ.
આમાં પહેલો ભાંગો આહાર લેતી વખતે દોષની શંકા તથા વાપરતી વખતે પણ શંકા-તે આ પ્રમાણેઃ કોઈ સાધુ સ્વભાવથી લજ્જાવાળો હોય, તે કોઈના ઘેર આહાર લેવા માટે જાય, ત્યાં રસોઈ વધારે જોઈને મનમાં શંકા કરે કે “અહીં કેમ આટલી બધી ભિક્ષા આપે છે ?' પણ લજ્જાથી પૂછે નહિ અને શંકાપૂર્વક આહાર ગ્રહણ કરે તથા શંકા સહિત વાપરે.
બીજો ભાંગો આહાર લેતી વખતે દોષની શંકા પણ વાપરતી વખતે શંકા નહિતે આ પ્રમાણે-કોઈ સાધુ લજ્જાદિ કારણે પૂછે નહિ અને શંકાપૂર્વક આહાર ગ્રહણ કરે, પાછળથી બીજા સંઘાટ્ટક સાધુ દ્વારા જાણવા મળે કે “તે ઘેર મહેમાનો આવ્યા હતા એટલે ઘણી રસોઈ બનાવી હતી, અથવા તો કોઈના ઘેરથી લહાણું આવ્યું હતું.” આ સાંભળી મનમાં જે દોષની શંકા હતી તે નીકળી જાય અને શુદ્ધ જાણીને વાપરે.
Page #180
--------------------------------------------------------------------------
________________
શકિત દોષ
૧પ૯
- ત્રીજો ભાંગો-આહાર લેતી વખતે દોષની શંકા નહિ પણ વાપરતી વખતે શંકાતે પ્રમાણે-કોઈ સાધુએ આહાર શુદ્ધ જાણીને શંકા વિના ગ્રહણ કર્યો, પછી ઉપાશ્રય આવીને ત્યાં ગુરુમહારાજ પાસે બીજા સાધુઓને આલોચના કરતા સાંભળી મનમાં શંકા થાય કે “જેવી મને ઘણી ભિક્ષા મળી છે તેવી બીજા સંઘાટ્ટકોને પણ મળી છે. માટે હું લાવ્યો છું તે નક્કી દોષવાળી હશે.' આમ વિચારતો આહાર વાપરે.
ચોથો ભાંગો-આહાર લેતી વખતે દોષની શંકા નહિ અને વાપરતી વખતે પણ શંકા નહિ-તે આ પ્રમાણે-સાધુ દોષની શંકા વિના આહાર ગ્રહણ કરે અને વાપરતી વખતે પણ કોઈ જાતની શંકા ન હોય.
શિષ્યની શંકા-શંકા એ જ દોષ ગણાય છે, તો પછી એ નક્કી થયું કે “શુદ્ધ આહાર હોય અને તેમાં જો શંકા થાય તો તે અશુદ્ધ થઈ જાય અને દોષવાળો હોય અને જો શંકા વિના ગ્રહણ કરે તો તે શુદ્ધ થઈ જાય.” આ વાત બરાબર લાગતી નથી કેમકે “પોતાની કલ્પના માત્રથી શુદ્ધ આહાર અશુદ્ધ થઈ જાય અને અશુદ્ધ આહાર શુદ્ધ થઈ જાય.”
ગુરુનું સમાધાન-માત્ર મનની કલ્પનાથી શુદ્ધ એ અશુદ્ધ અને અશુદ્ધ એ શુદ્ધ બની શકતો નથી. પરંતુ શુદ્ધ અધ્યવસાયપૂર્વક માયા વિના, આહાર આદિ જે હોય તે શુદ્ધ છે કે અશુદ્ધ ? તેનો વિચાર કરે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી શુદ્ધ લાગે તો ગ્રહણ કરે, ઉપયોગપૂર્વક ગ્રહણ કરવામાં અશુદ્ધ આહાર હોય તો પણ તે શુદ્ધ ગણાય છે. અર્થાત્ તે આહાર વાપરતા દોષિત આહારનો કર્મબંધ થતો નથી. પરંતુ કોઈ જાતની તપાસ કે વિચાર કર્યા સિવાય શુદ્ધ આહારમાં દોષની શંકા કરી ગ્રહણ કરે, તો તે આહાર શુદ્ધ હોવા છતાં દોષિત આહારનો કર્મબંધ થાય છે. અહીં શ્રુતજ્ઞાનપ્રમાણ માનવામાં આવે છે. આથી જ શુદ્ધ ગવેષણાપૂર્વક આહાર લાવેલો હોય અને તે આહાર દોષવાળો હોવા છતાં કેવલજ્ઞાની પણ વાપરે છે. ચાર ભાંગામાં બીજા અને ચોથો ભાંગો શુદ્ધ છે.
શંકિત દોષમાં સોળ ઉદ્ગમના દોષો અને પ્રષિતાદિ નવ ગ્રહણ એષણાના દોષો એમ પચીસ દોષોમાંથી જે દોષની શંકા પડે તે દોષ લાગે છે.
જે જે દોષની શંકાપૂર્વક ગ્રહણ કરે અને વાપરે તો તે તે દોષના પાપકર્મથી આત્મા બંધાય છે.
માટે લેતી વખતે પણ શંકા ન હોય તેવો આહાર ગ્રહણ કરવો અને વાપરતી વખતે પણ શંકા ન હોય તેવો આહાર વાપરવો. એ શુદ્ધ ભાંગો છે.
12
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
છમસ્થ સાધુ (અતિશય જ્ઞાન વિનાનો સાધુ) પોતાની બુદ્ધિ પ્રમાણે ઉપયોગ રાખવા છતાં અશુદ્ધ-દોષવાળો આહાર લેવાઈ જાય તો તેમાં સાધુને કોઈ દોષ લાગતો નથી. કેમકે શ્રુતજ્ઞાન પ્રમાણથી તે શુદ્ધ બને છે. શ્રુતજ્ઞાનના પ્રમાણ માટે કહ્યું છે કે –
ओहो सुभोबउत्तो सुयनाणी जइवि गिण्हइ असुद्धं ।
તં વેવી વિ મુંબરૂ ગામ સુર્થ ભવે ફરી પાછરૂપા (પિ. નિ. પ૨૪) સામાન્ય રીતે પિંડનિર્યુક્તિ આદિ શાસ્ત્રમાં કહેલ વિધિનો કથ્ય અકથ્યનો વિચાર કરવાપૂર્વક શ્રુતજ્ઞાની છદ્મસ્થ સાધુ શુદ્ધ જાણીને કદાચ અશુદ્ધ-દોષવાળો આહાર પણ ગ્રહણ કરે અને તે આહાર કેવળજ્ઞાનીને આપે, તો કેવળજ્ઞાની પણ તે આહાર દોષવાળો જાણવા છતાં વાપરે છે. કેમકે જો ન વાપરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ થઈ જાય.
શ્રુતજ્ઞાનથી જેટલી તપાસ થઈ શકે તેટલી તપાસ કરીને શુદ્ધ જાણીને છપ્રસ્થ સાધુ ગ્રહણ કરે, શ્રુતજ્ઞાનથી તપાસ કરેલા આહારને અશુદ્ધ જાણીને જો કેવળજ્ઞાની ન વાપરે તો શ્રુતજ્ઞાનમાં અવિશ્વાસ થાય, પછી શ્રુતજ્ઞાનને કોઈ પ્રામાણિક ન ગણે.
सुत्तस्स अप्पमाणे चरणाभावो तओ य मोक्खस्स ।
મોવડવિચ અભાવે વિપવિત્તી નિરસ્થા ૩૭૪તા(પિ.નિ. પર૫) શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય, એટલે સઘળી ક્રિયા નિષ્ફળ થાય.
છબસ્થ જીવને શ્રુતજ્ઞાન વિના યથાયોગ્ય સાવદ્ય-નિરવદ્ય, પાપકારી-પાપ વિનાની, વિધિ-નિષેધ આદિ ક્રિયાકાંડનું જ્ઞાન થઈ શકતું નથી.
શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય તો ચારિત્રનો અભાવ થાય. ચારિત્રનો અભાવ થાય તો મોક્ષનો અભાવ થાય.
મોક્ષનો અભાવ હોય તો પછી દીક્ષાની બધી પ્રવૃત્તિ નિરર્થક-નકામી થાય. કેમકે દીક્ષાનું મોક્ષ સિવાય બીજું કોઈ પ્રયોજન નથી.
ઇતિ પ્રથમ શંકિત દોષ નિરૂપણ.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૧
૨. પ્રક્ષિત દોષ दुविहं च मक्खियं खलु सञ्चित्तं चेव होइ अचित्तं ।
ત્તિ પુn તિવિદ શ્ચત્ત દોર વિદં તુ III (પિં. નિ. પ૩૧) પ્રક્ષિત-(લાગેલું-ચોંટેલું) બે પ્રકારે. સચિત્ત અને અચિત્ત.
સચિત્ત પ્રક્ષિત ત્રણ પ્રકારે - 2 પૃથ્વીકાય પ્રક્ષિત, ૨ અમુકાય પ્રક્ષિત, ૩ વનસ્પતિકાય પ્રક્ષિત.
અચિત્ત પ્રક્ષિત બે પ્રકારે-2 લોકોમાં નિંદનીય, -માંસ, ચરબી, રુધિર આદિથી પ્રક્ષિત. ૨ લોકોમાં અનિંદનીય ઘી આદિથી પ્રક્ષિત.
સચિત્ત પૃથ્વીકાય પ્રક્ષિત-બે પ્રકારે. 1 શુષ્ક, 1 આદ્ર.
સચિત્ત અકાય પ્રક્ષિત-ચાર પ્રકારે. 1 પુર:કર્મ સ્નિગ્ધ, 2 પુર:કર્મ આદ્ર, 3 પ્રશ્ચાત્કર્મ સ્નિગ્ધ, 4 પશ્ચાત્કર્મ આÁ.
પુર:કર્મ-સાધુને વહોરાવવા માટે હાથ આદિ પાણીથી ધુવે તે. પશ્ચાત્યકર્મ-સાધુને વહોરાવ્યા પછી હાથ આદિ પાણીથી ધુવે તે. સ્નિગ્ધ-કંઈક સામાન્ય પાણી લાગેલું હોય તે. આર્ટ્સ-વિશેષ પાણી લાગેલું હોય તે.
સચિત્ત વનસ્પતિકાય પ્રક્ષિત-બે પ્રકારે. 1. પ્રત્યેક વનસ્પતિકાય પ્રચુર રસવાળા-કેરી વગેરેના સુરતમાં કરેલા કકડા વગેરેથી લાગેલ. એવી જ રીતે 2. અનંતકાય વસ્તુના કકડા વગેરેથી લાગેલ.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
પૃથ્વીકાય, અપૂકાય વનસ્પતિકાય, દરેકમાં સચિત્ત, મિશ્ર અને અચિત્ત ત્રણ પ્રકારો હોય છે. પરંતુ અહીં માત્ર સચિત્તનો જ અધિકાર લીધેલો છે.
તેઉકાય, વાયુકાય અને ત્રસકાય પ્રક્ષિત હોઈ શકતા નથી, કેમકે લોકમાં તેવો વ્યવહાર નથી. અચિત્તમાં ભસ્મ, રાખ વગેરનું પ્રષિતપણું હોય છે. પણ તે હાથ કે વાસણ વગેરેને લાગેલ હોય તો તેનો પ્રક્ષિતદોષ થતો નથી.
સચિત્ત પ્રક્ષિતનાં ચાર ભાંગા ૨. હાથ પ્રક્ષિત અને વાસણ પ્રક્ષિત. ૨. હાથ પ્રક્ષિત પણ વાસણ પ્રક્ષિત નહિ. ૩. વાસણ પ્રક્ષિત પણ હાથ પ્રષિત નહિ. ૪. વાસણ પ્રલિત નહિ અને હાથ પણ પ્રષિત નહિ. પહેલા ત્રણ ભાંગાનું કહ્યું નહિ, ચોથા ભાંગાનું કહ્યું. ગહિત પ્રક્ષિતમાં ચારે ભાંગાનું કલ્પ નહિ
પ્રક્ષિત વસ્તુ ગ્રહણ કરવામાં કીડી, માખી આદિ જીવની વિરાધના થવા સંભવ રહેલો છે. માટે તેવો આહાર લેવાનો નિષેધ કરવામાં આવ્યો છે.
ઇતિ દ્વિતીય પ્રક્ષિત દોષ નિરૂપણ.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૩
૩. નિક્ષિપ્ત દોષ सचित्त मीसएसु दुविहं काएसु होइ निक्खित्तं ।
કે તે વિદં મખાંતર પરંપર સેવ ઉદ્દા (પિં. નિ. ૫૪૦) પૃથ્વીકાયાદિને વિષે મૂકેલું બે પ્રકારે. ૨ સચિત્ત. ૨ મિશ્ર. સચિત્તમાં બે પ્રકારે. 1 અનંતર-આંતરા વિનાનું 2 પરંપર-આંતરાવાળું. મિશ્રમાં બે પ્રકારે 1 અનંતર, 2 પરંપર. આ પ્રમાણે હોઈ શકે.
સામાન્ય રીતે નિક્ષિપ્તના ત્રણ પ્રકારો છે. ૧. સચિત્ત, ૨. અચિત્ત, ૩. મિશ્ર. ત્રણેમાં ચાર ચાર ભાંગા થાય છે. એટલે ત્રણ ચતુર્ભગી થાય છે તે આ પ્રમાણે:
પહેલી ચતુર્ભગી ? સચિત્ત ઉપર સચિત્ત મૂકેલું. ૨ મિશ્ર ઉપર સચિત્ત મૂકેલું. ૩ સચિત્ત ઉપર મિશ્ર મૂકેલું. ૪ મિશ્ર ઉપર મિશ્ર મૂકેલું.
બીજી ચતુર્ભાગી ? સચિત્ત ઉપર સચિત્ત મૂકેલું ૨ અચિત્ત ઉપર સચિત્ત મૂકેલું
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૩ સચિત્ત ઉપર અચિત્ત મૂકેલું ૪ અચિત્ત ઉપર અચિત્ત મૂકેલું
ત્રીજી ચતુર્ભગી 2 મિશ્ર ઉપર મિશ્ર મૂકેલું ૨ અચત્તિ ઉપર મિશ્ર મૂકેલું ૩ મિશ્ર ઉપર અચિત્ત મૂકેલું
૪ અચિત્ત ઉપર અચિત્ત મૂકેલું. સચિત્ત પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય, દરેક ઉપર સચિત્ત મૂકેલું હોય તેના છ ભેદો થાય, તે પ્રમાણે અપૂકાય ઉપર મૂકેલાના છ ભેદો, તેઉકાયના છ ભેદો; વાઉકાયના છ ભેદો, વનસ્પતિકાયના છ ભેદો અને ત્રસકાયના છ ભેદો એમ કુલ ૩૬ ભેદો થાય તે આ પ્રમાણે
સચિત્ત પૃથ્વીકાય ઉપર સચિત્ત પૃથ્વીકાય મૂકેલું. ૨ સચિત્ત અપૂકાયા ઉપર સચિત્ત પૃથ્વીકાય મૂકેલું. ૩ સચિત્ત તેઉકાય ઉપર સચિત્ત પૃથ્વીકાય મૂકેલું. ૪ સચિત્ત વાયુકાય ઉપર સચિત્ત પૃથ્વીકાય મૂકેલું. પ સચિત્ત વનસ્પતિકાય ઉપર સચિત્ત પૃથ્વીકાય ૬ સચિત્ત ત્રસકાય ઉપર સચિત્ત પૃથ્વીકાય મૂકેલું. ૭ સચિત્ત પૃથ્વીકાય ઉપર સચિત્ત અપૂકાય મૂકેલું. ૮ સચિત્ત અપૂકાયા ઉપર સચિત્ત અપુકાય મૂકેલું. ૯ સચિત્ત તેઉકાય ઉપર સચિત્ત અકાય ૨૦ સચિત્ત વાયુકાય ઉપર સચિત્ત અપૂકાયા ૨૨ સચિત્ત વનસ્પતિકાય ઉપર સચિત્ત અમુકાય મૂકેલું. ૨૨ સચિત્ત ત્રસકાય ઉપર સચિત્ત અકાય
૩ સચિત્ત પૃથ્વીકાય ઉપર સચિત્ત તેઉકાય ૨૪ સચિત્ત અકાય ઉપર સચિત્ત તેઉકાય મૂકેલું. ૨૫ સચિત્ત તેઉકાય ઉપર સચિત્ત તેઉકાય મૂકેલું. ૨૬ સચિત્ત વાયુકાય ઉપર સચિત્ત તેઉકાય મૂકેલું. ૨૭ સચિત્ત વનસ્પતિકાય ઉપર સચિત્ત તેઉકાય મૂકેલું. ૨૮ સચિત્ત ત્રસકાય ઉપર સચિત્ત તેઉકાય મૂકેલું.
મૂકેલું.
મૂકેલું.
મૂકેલું.
મૂકેલું. મૂકેલું.
Page #186
--------------------------------------------------------------------------
________________
નિક્ષિપ્ત દોષ
૧૬૫
૨૯ સચિત્ત પૃથ્વીકાય ઉપર સચિત્ત વાયુકાય મૂકેલું. ૨૦ સચિત્ત અપૂકાય ઉપર સચિત્ત વાયુકાય મૂકેલું. ૨૭ સચિત્ત તેઉકાય ઉપર સચિત્ત વાયુકાય મૂકેલું. રર સચિત્ત વાયુકાય ઉપર સચિત્ત વાયુકાય મૂકેલું. ૨૩ સચિત્ત વનસ્પતિકાય ઉપર સચિત્ત વાયુકાયા મૂકેલું. (૨૪ સચિત્ત ત્રસકાય ઉપર સચિત્ત વાયુકાય મૂકેલું. ૨૫ સચિત્ત પૃથ્વીકાય ઉપર સચિત્ત વનસ્પતિકાય મૂકેલું. ૨૬ સચિત્ત અપુકાય ઉપર સચિત્ત વનસ્પતિકાય મૂકેલું. ૨૭ સચિત્ત તેઉકાય ઉપર સચિત્ત વનસ્પતિકાય મૂકેલું. ૨૮ સચિત્ત વાયુકાય ઉપર સચિત્ત વનસ્પતિકાય મૂકેલું. ૨૯ સચિત્ત વનસ્પતિકાય ઉપર સચિત્ત વનસ્પતિકાય મૂકેલું. ૩૦ સચિત્ત ત્રસકાય ઉપર સચિત્ત વનસ્પતિકાય મૂકેલું. ૩૨ સચિત્ત પૃથ્વીકાય ઉપર સચિત્ત ત્રસકાય મૂકેલું. ૩૨ સચિત્ત અપુકાયા ઉપર સચિત્ત ત્રસકાય મૂકેલું. ૩૩ સચિત્ત તેઉકાય ઉપર સચિત્ત - ત્રસકાય મૂકેલું. ૩૪ સચિત્ત વાયુકાય ઉપર સચિત્ત ત્રસકાય મૂકેલું. ૩૫ સચિત્ત વનસ્પતિકાય ઉપર સચિત્ત ત્રસકાયા મૂકેલું. ૩૬ સચિત્ત ત્રસકાય ઉપર સચિત્ત ત્રસકાય મૂકેલું. મિશ્ર પૃથ્વીકાય આદિ ઉપર સચિત્ત પૃથ્વીકાય આદિના ૩૬ ભાંગા સચિત્ત પૃથ્વીકાય આદિ ઉપર મિશ્ર પૃથ્વીકાય આદિના ૩૬ ભાંગા મિશ્ર પૃથ્વીકાય આદિ ઉપર મિશ્ર પૃથ્વીકાય આદિના ૩૬ ભાંગા
કુલ ૧૪૪ ભાંગા. આ પ્રમાણે બીજી અને ત્રીજી ચતુર્ભગીના ૨૪૪-૨૪૪ ભાંગા જાણવા. કુલ ૪૩ર ભેદો થાય.
પુનઃ આ દરેકમાં અનંતર અને પરંપર એમ ભેદો થાય છે. ત્રણ ચતુર્ભગીમાં બીજી અને ત્રીજી ચતુર્ભગીનો ચોથો ભાંગો (અચિત્ત ઉપર અચિત્ત) સાધુને કલ્પી શકે. અર્થાત્ તે ભાંગા ઉપર રહેલો આહાર આદિ લેવો કલ્પી શકે. તે સિવાયના ભાંગા ઉપર રહેલું કહ્યું નહિ.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૩
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
બીજા મતે ચતુર્ભગી નીચે પ્રમાણે થાય છે.
2 સચિત્ત ઉપર સચિત્તમશ્ર મૂકેલું. ૨ અચિત્ત ઉપર સચિત્તમિશ્ર મૂકેલુ. ૩ સચિત્તમિશ્ર ઉપર અચિત્ત મૂકેલું.
૪ અચિત્ત ઉપર અચિત્ત મૂકેલું. આમાં પણ પૃથ્વીકાયાદિ ઉપર પૃથ્વીકાયાદિના ૩૬-૩૦ ભાંગા થાય છે. કુલ ૧૪૪ ભાંગા.
પહેલા ત્રણ ભાંગા ઉપર રહેલી વસ્તુ સાધુને કહ્યું નહિ, ચોથા ભાંગા ઉપર રહેલી વસ્તુ કહ્યું.
આમાં માટી વગેરે ઉપર સીધાં જ પકવાન્ન, મંડકાદિ રહેલા હોય તે અનંતર અને વાસણમાં રહેલ પકવાન્નાદિ પરંપર પૃથ્વીકાય નિક્ષિપ્ત કહેવાય.
પાણી ઉપર વૃતાદિ અનંતર અને તે જ વાસણ વગેરેમાં રહેલ પરંપર અપૂકાય નિક્ષિપ્ત બને છે.
અગ્નિકાય ઉપર પૃથ્વીકાય આદિ સાત પ્રકારે નિક્ષિપ્ત હોય છે. વિધ્યાત, ૨ મુર્ખર, ૩ અંગાર, ૪ અપ્રાપ્ત, ૫ પ્રાપ્ત, 9 સમજ્વાલ અને ૭ વ્યુત્ક્રાંત.
૨ વિધ્યાત-સ્પષ્ટ રીતે પહેલા અગ્નિ દેખાય નહિ, પાછળથી ઇંધણ નાખતા સળગતો દેખાય.
૨ મુમ્બુર-ફક્કા પડી ગયેલા, અર્ધબુઝાયેલા અગ્નિના કણિયા. ૩ અંગાર-જ્વાળા વિનાના સળગતા કોલસા. ૪ અપ્રાપ્ત-ચૂલા ઉપર વાસણ મૂકેલું હોય તેને અગ્નિની જ્વાળા સ્પર્શ કરતી ન હોય. ૫ પ્રાપ્ત-અગ્નિની જ્વાળાઓ વાસણને સ્પર્શ કરતી હોય. 9 સમજ્વાળા-જ્વાળાઓ વધીને વાસણના કાંઠા સુધી પહોંચેલી હોય. ૭ વ્યુત્ક્રાંત-જ્વાળાઓ એટલી વધેલી હોય કે વાસણની ઉપર જતી હોય.
આ સાતમાં અનંતર અને પરંપર એમ બન્ને રીતે હોય વિધ્યાતાદિ અગ્નિ ઉપર સીધા જ મંડકાદિ હોય તે અનંત ૨ નિક્ષિપ્ત કલ્પ નહિ અને વાસણ વગેરેમાં હોય તે પરંપર અગ્નિકાય નિક્ષિપ્ત કહેવાય. તેમાં અગ્નિનો સ્પર્શ ન થતો હોય તો લેવું કહ્યું.
Page #188
--------------------------------------------------------------------------
________________
નિક્ષિપ્ત દોષ
પહેલા ચારમાં કહ્યું અને પ-૬-૭માં કહ્યું નહિ. કેટલીકવાર મોટા ભઠ્ઠા ઉપર વસ્તુ હોય તો તે ક્યારે કહ્યું તે બતાવે છે.
ભઢા ઉપર જે વાસણ મૂકેલું હોય તેની ચારે બાજુ માટી લગાવેલી હોય, તે વિશાલ- મોટું હોય, તેમાં ઇક્ષુરસ આદિ રહેલ હોય તે રસ આદિ ગૃહસ્થને આપવાની ઇચ્છા હોય તો જ તે રસ આદિ બહુ ગરમ ન હોય અને આપતાં છાંટા પડે તો તે માટીના લેપમાં શોષાઈ જાય અર્થાત્ ભટ્ટામાં બિંદુઓ પડે તેમ ન હોય, વળી અગ્નિની વાળા વાસણને લાગતી ન હોય તો તે રસ આદિ લેવું કહ્યું. તે સિવાય કલ્પ નહિ. આ પ્રમાણે બધે સમજી લેવું. સચિત્ત વસ્તુનો સ્પર્શ હોય તો તે લેવું કહ્યું નહિ.
. વાસણ બધી બાજુ લીંપેલું. ૨. રસ બહુ ગરમ નહિ, ૩. આપતાં છાંટા પડે નહિ. ૪. છાંટા પડે તો લેપમાં સુકાઈ જાય. આ ચાર પદને આશ્રીને સોળ ભાંગા નીચે મુજબ થાય. ૨ લપેલું બહુ ગરમ નહિ, છાંટા પડે નહિ, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે નહિ. ૨ લીંપેલું, બહુ ગરમ નહિ, છાંટા પડે નહિ, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે. ૩ લીંપેલું, બહુ ગરમ નહિ, છાંટા પડે કાઢતાં ડોયા કે કાંઠાને લાગે નહિ. ૪ લીંપેલું, બહુ ગરમ નહિ, છાંટા પડે, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે. ૫ લીંપેલું, બહુ ગરમ છાંટા પડે નહિ, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે નહિ. ૬ લીંપેલું, બહુ ગરમ છાંટા પડે નહિ, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે. ૭ લીંપેલું, બહુ ગરમ છાંટા પડે, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે નહિ. ૮ લીંપેલું, બહુ ગરમ છાંટા પડે, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે. ૯ લીંપેલું નહિ, બહુ ગરમ નહિ, છાંટા પડે નહિ, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે નહિ. ૨૦ લીંપેલું નહિ, બહુ ગરમ નહિ, છાંટા પડે નહિ, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે. ૨૨ લીંપેલું નહિ, બહુ ગરમ નહિ, છાંટા પડે, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે નહિ.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
૨૨ લીંપેલું નહિ, બહુ ગરમ નહિ, છાંટા પડે, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે. ૨૩ લીંપેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે નહિ, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે નહિ. ૨૪ લીંપેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે નહિ, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે. ૨૫ લીંપેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે નહિ. ૨૬ લીંપેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે.
આ સોળ ભાંગામાં પહેલા ભાંગાનું કલ્પી શકે. બાકીના પંદર ભાંગાનું કહ્યું નહિ.
બહુ ગરમ શેરડીનો રસ આદિ લેવામાં આત્મવિરાધના અને પરવિરાધના થાય. અતિ ગરમ હોવાથી, સાધુ લેતાં દાઝે તેથી આત્મવિરાધના, ગૃહસ્થ દાઝે તો પરવિરાધના.
મોટા વાસણ વડે આપતાં આપનારને કષ્ટ પડે ને આપતાં ઢોળાય, અતિ ગરમ હોવાથી દઝાતાં વાસણ એકદમ નીચે મૂકવા જતાં વાસણ તૂટી જાય તો છકાયની વિરાધના થાય. તેથી સંયમવિરાધના થાય. માટે સાધુએ આવા પ્રકારનું લેવું કલ્પ નહિ.
પવને ઉપાડેલી ચોખાની પાપડી વગેરે અનંતર નિક્ષિપ્ત કહેવાય અને પવનથી ભરેલી બસ્તી આદિ ઉપર રોટલા, રોટલી વગેરે રાખેલું હોય તે પરંપર વાયુકાય નિક્ષિપ્ત કહેવાય.
લીલા ઘાસ વગેરે ઉપર રોટલા, રોટલી આદિ રહેલી હોય તે અનંતર નિક્ષિપ્ત અને તેના ઉપર વાસણ આદિમાં રહેલી પરંપર વનસ્પતિકાય નિક્ષિપ્ત કહેવાય.
ત્રસકાયમાં બળદ, ઘોડા આદિની પીઠ ઉપર સીધી જ વસ્તુ રહેલી હોય તે અનંતર નિક્ષિપ્ત અને ગુણપાટ કે અન્ય વાસણ આદિમાં વસ્તુ રહેલી હોય તે પરંપર ત્રસકાય નિક્ષિપ્ત કહેવાય.
આ બધામાં અનંતર નિક્ષિપ્ત કલ્પ નહિ, પરંપર નિક્ષિપ્તમાં સચિત્ત સંઘટ્ટનાદિ ન થાય તે રીતે યોગ્ય યતનાપૂર્વક લઈ શકાય. આ રીતે ૪૩૨ ભેદો હોઈ શકે.
ઇતિ તૃતીય નિક્ષિપ્ત દોષ નિરૂપણ.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૧૯
૪. પિહિત દોષ सञ्चित्ते अश्चित्ते मीसग पिहियंमि होइ चउ भंगो ।
સાત્તિને પડદો ચરિને મંમિ મય ૩ ૭૮ા (પિ. નિ. ૫૫૮) સાધુને આપવા માટેનું અશનાદિ સચિત્ત, મિશ્ર કે અચિત્ત હોય અને તે સચિત્ત, અચિત્ત કે મિશ્રથી ઢાંકેલું હોય એટલે આવા સચિત્ત, અચિત્ત અને મિશ્રથી ઢાંકેલાની ત્રણ ચતુર્ભગી થાય છે. દરેકના પહેલા ત્રણ ભાંગામાં લેવું કહ્યું નહિ. છેલ્લા ભાંગામાં ભજના એટલે કોઈમાં કહ્યું કોઈમાં ન કહ્યું,
પહેલી ચતુર્ભગી 2 સચિત્ત વડે સચિત્ત ઢાંકેલું. ર મિશ્ર વડે સચિત્ત ઢાંકેલું. ૩ સચિત્ત વડે મિશ્ર ઢાંકેલું. ૪ મિશ્ર વડે મિશ્ર ઢાંકેલું.
બીજી ચતુર્ભગી ? સચિત્ત વડે સચિત્ત ઢાંકેલું. ૨ અચિત્ત વડે સચિત્ત ઢાંકેલું. ૩ સચિત્ત વડે અચિત્ત ઢાંકેલું. ૪ અચિત્ત વડે અચિત્ત ઢાંકેલું.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
ત્રીજી ચતુર્થંગી ? મિશ્ર વડે મિશ્ર ઢાંકેલું ૨ મિશ્ર વડે અચિત્ત ઢાંકેલું.
૩ અચિત્ત વડે મિશ્ર ઢાંકેલું ૪ અચિત્ત વડે અચિત્ત ઢાંકેલું.
નિક્ષિપ્તની જેમ સચિત્ત પૃથ્વીકાયાદિ વડે સચિત્ત પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા.
મિશ્ર પૃથ્વીકાયાદિ વડે સચિત્ત પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા. સચિત્ત પૃથ્વીકાયાદિ વડે મિશ્ર પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિ વડે મિશ્ર પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા. કુલ ૧૪૪ ભાંગા. ત્રણ ચતુર્થંગીના થઈને ૪૩૨ ભાંગા ઢાંકેલાના થાય. પુન: આ દરેકમાં અનંતર અને પરંપર એમ બબ્બે પ્રકારે પડે.
સચિત્ત પૃથ્વીકાયની વડે સચિત્ત મંડક આદિ ઢાંકેલા તે અનંતર ઢાંકેલા.
સચિત્ત પૃથ્વીકાય વડે કલાડી આદિ હોય અને તેમાં સચિત્ત વસ્તુ હોય તે પરંપર ઢાંકેલા કહેવાય. એ જ રીતે સચિત્ત પાણી વડે લાડવા આદિ ઢાંકેલા હોય તે સચિત્ત અકાય અનંતર ઢાંકેલા અને લાડવા કોઈ વાસણ આદિમાં રાખેલા હોય અને તે વાસણ આદિ પાણી વડે ઢાંકેલ હોય તે પરંપર ઢાંકેલું કહેવાય. આ પ્રમાણે બધા ભાંગામાં સમજી લેવું.
ઢાંકેલામાં ૧ ભારે-વજનદાર અને ૨ હલકું. એમ બે પ્રકાર હોય.
અચિત્ત પૃથ્વીકાયાદિ ભારે ભારે વડે ઢાંકેલું.
ભારે હલકા વડે ઢાંકેલું
હલકા ભારે વડે ઢાંકેલું
હલકા હલકા વડે ઢાંકેલું.
આ દરેકમાં પહેલા અને ત્રીજા ભાંગાનું કલ્પે નહિ, બીજા અને ચોથા ભાંગાનું કલ્પે. સચિત્ત અને મિશ્રમાં ચારે ભાંગાનું કલ્પે નહિ.
ભારે વસ્તુ ઉપાડતાં કે મૂકતાં વાગવા આદિનો અને જીવ વિરાધનાદિનો યે સંભવ રહેલો છે, માટે તેવું ઢાંકેલું હોય તે ઉપાડીને આપવા માંડે તો તે સાધુને લેવું કલ્પે નહિ.
ઇતિ ચતુર્થ પિહિત દોષ નિરૂપણ.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૧
૫. સંત દોષા સાધુને આપવા માટે અયોગ્ય સચિત્ત અગર અચિત્ત વસ્તુ જે ભાજનમાં રહેલા હોય તે ભાજનમાંથી તે અયોગ્ય વસ્તુ બીજી સચિત્તાદિ વસ્તુમાં અગર બીજા ભાજનમાં નાખીને તે ખાલી કરેલા ભાજન વડે સાધુને બીજું જે યોગ્ય અશનાદિ આપવામાં આવે તે અશનાદિ સંહતદોષવાળું ગણાય. આમાં પણ નિક્ષિપ્તની માફક ચતુર્ભગી અને ભાંગાઓ બને છે.
सञ्चित्ते अञ्चित्ते मीसग साहरणे य चउभंगो ।
સાત્તિ પડસેદો ચરિને ભાવિ મયUT 3 Tr૭૮ાા (પિં. નિ. ૫૬૩) સચિત્ત-અચિત્ત અને મિશ્ર વસ્તુ બીજામાં બદલીને આપવામાં આવે, તે સંહતદોષવાળું કહેવાય. અહીં નાખવાને સંહરણ કહેવામાં આવે છે. આમાં સચિત્ત, મિશ્ર અને અચિત્તની, સચિત્ત તથા મિશ્ર અને અચિત્ત એ પદોની ત્રણ ચતુર્ભગીઓ થાય. તેમાં દરેકના પહેલા ત્રણ ભાંગામાં કહ્યું નહિ, ચોથામાં કોઈમાં કહ્યું અને કોઈમાં ન કલ્પ. નિક્ષિપ્તની માફક આમાં પણ ૪૩૨ ભાંગા થાય છે, તે પાછા અનંતર અને પરંપર ભેદ જાણવા.
વસ્તુ બદલવામાં જેમાં નાખવાની છે, તે અને જે વસ્તુ નાખવાની હોય તે એમ બન્નેના ચાર ભાંગા આ રીતે થાય છે.
૨ સૂકી વસ્તુ સૂકી વસ્તુમાં નાખવી. ૨ સૂકી વસ્તુ આÁ વસ્તુમાં નાખવી. | ૩ આર્ક વસ્તુ સૂકી વસ્તુમાં નાખવી. | ૪ આદ્ર વસ્તુ આર્ક વસ્તુમાં નાખવી
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
આ દરેકમાં ચાર ચાર ભાંગા થાય છે. કુલ સોળ ભાંગા થાય. 2 થોડી સૂકી વસ્તુ થોડા સુકામાં બદલવી ૨ થોડી સૂકી વસ્તુ બહુ સુકામાં બદલવી ૩ બહુ સૂકી વસ્તુ થોડા સુકામાં બદલવી ૪ બહુ સૂકી વસ્તુ બહુ સુકામાં બદલવી પ થોડી સૂકી વસ્તુ થોડા આદ્રમાં બદલવી ૬ થોડી સૂકી વસ્તુ બહુ આર્ટમાં બદલવી
બહુ સૂકી વસ્તુ થોડા આદ્રમાં બદલવી ૮ બહુ સૂકી વસ્તુ બહુ આદ્રમાં બદલવી ૯ થોડી આર્ટ વસ્તુ થોડા સુકામાં બદલવી ૨૦ થોડી આર્ટ વસ્તુ બહુ સુકામાં બદલવી ૨૩ બહુ આર્ટ વસ્તુ થોડી સુકામાં નાખવી
બહુ આર્ટ વસ્તુ બહુ સુકામાં નાખવી ૨૩ થોડી આર્ટ વસ્તુ થોડા આદ્રમાં નાખવી ૨૪ થોડી આર્ટ વસ્તુ બહુ આદ્રમાં નાખવી ૨૫ બહુ આદ્ર વસ્તુ થોડા આદ્રમાં નાખવી
૬ બહુ આદ્ર વસ્તુ બહુ આર્કમાં નાખવી હલકા ભાજનમાં જ્યાં થોડામાં થોડું, તેમાં પણ સુકામાં સૂકુ અથવા સુકામાં આદ્ર, આર્દ્રમાં સૂકું કે આર્કમાં આર્ટ બદલવામાં આવે તે આશીર્ણ વસ્તુ સાધુને લેવી કહ્યું, તે સિવાયની અનાચીર્ણ વસ્તુ કહ્યું નહિ. સચિત્ત અને મિશ્ર ભાંગાની એક પણ વસ્તુ કલ્પ નહિ. તેમજ ભારે ભાજનથી બદલે તો પણ તે કલ્પ નહિ. કેમકે ભારે વાસણ હોવાથી આપનારને ઉપાડવા-મૂકવામાં શ્રમ પડે, પીડા થવા સંભવ છે તથા ગરમ વાસણ હોય અને કદાચ પડી જાય કે તૂટી જાય તો પૃથ્વીકાયાદિ જીવોની વિરાધના થવા સંભવ છે.
ū no ño nnom exw ro
ઇતિ પંચમ સંહત દોષ નિરૂપણ.
Page #194
--------------------------------------------------------------------------
________________
१७
१. हाय घोष बाले' 'वुड्ढे मत्ते' "उम्मत्ते वेविरे य जरिए य । "अंधिल्लए य “पगरिए आरूढे पाउयाहिं च ।।७९।। "हत्थिंदु नि यलबद्धे "विवज्जिए चेव हत्थपाएहिं । तेरासी गुम्विणी बालवच्छा५ भुंजंति घुसुलिंति ७ ।।८।। १४भज्जंती य "दलंती कडंती२० चेव तह य "पीसंती । २२पीजंती उंचंती २कत्तंति “पमद्दमाणी य ।।८१।। २'छक्कायवग्गहत्था २"समणट्ठा निक्खिवित्तु ते चेव । ते चेवो"गाहंती संघटुंतारभंती० य ।।२।। संसत्तेण य दब्वेण "लित्तइत्था य लित्तमत्ता य । ३*उव्वत्तंती साहारणं ३४वदिती य ३५चोरिययं ।।८।। ३ पाहुडियं च ठवंती "सपञ्चवाया परं च उद्दिस्स८ । ३ आभोगमणाभोगेण दलंती वज्जणिज्जाए ।।८४ ।।
(पिं. नि. ५७२-५७३-५७४-५७५-५७६-५७७.) નીચે જણાવેલ ચાલીસ પ્રકારના દાતા પાસેથી ઉત્સર્ગ માર્ગે સાધુએ ભિક્ષા લેવી ४८५ नहि.
8 બાળક-આઠ વર્ષની અંદરની ઉંમરનો હોય તેની પાસે ભિક્ષા લેવી ન કલ્પે. વડીલ હાજર ન હોય તો ભિક્ષા આદિ લેવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
દિષ્ટાંત એક સ્ત્રી નવી નવી જ શ્રાવિકા થયેલી હતી. એક દિવસે ખેતરમાં જતાં તે સ્ત્રીએ પોતાની નાની ઉંમરની પુત્રીને કહ્યું કે “સાધુ ભિક્ષા માટે આવે તો આપજે.”
એક સાધુ સંઘાટક ફરતાં ફરતાં તેને ઘેર આવ્યા. બાલિકા વહોરાવા લાગી. નાની છોકરીને મુગ્ધ જોઈ મુખ્ય સાધુએ લંપટતાથી બાલિકા પાસેથી માગી માગીને બધી વસ્તુ વહોરી લીધી. માએ કહ્યું હતું એટલે બાલિકાએ બધું વહોરાવી દીધું.
ખેતરમાંથી મા આવી અને ખાવા માટે ભાત માગ્યા. બાલિકાએ કહ્યું કે “સાધુને આપી દીધા.” માએ કહ્યું કે “સારું કર્યું, મગ આપ.” મગ પણ સાધુને આપી દીધા. રોટલા આપ. તે પણ આપી દીધા. એમ જે જે માગ્યું તે બધું આપી દીધાનું કહ્યું એટલે તે સ્ત્રીને ગુસ્સો આવ્યો અને બોલી કે “કેમ બધુંએ આપી દીધું ?” બાલિકાએ કહ્યું કે “માગી માગીને બધુંએ લઈ લીધું.”
સ્ત્રી રોષાયમાન થઈ ગઈ અને ઉપાશ્રયે આવીને ઘાંટા પાડીને બોલવા લાગી કે “તમારો સાધુ કેવો કે બાલિકા પાસેથી બધુંએ લઈ લીધું ?'
સ્ત્રીનો મોટો અવાજ સાંભળી લોકો ભેગા થઈ ગયા અને સાધુની નિંદા કરવા લાગ્યા. “આ લોકો માત્ર વેષધારી છે, લૂંટારા છે, સાધુપણું નથી.' વગેરે જેમતેમ બોલવા લાગ્યા.
આચાર્ય ભગવંત શાસનનો અવર્ણવાદ થતો જોઈ “બધા લોકોની સમક્ષ તે સાધુનો ઓઘો-કપડાં વગેરે લઈને ઉપાશ્રયની બહાર કાઢી મૂક્યો.”
સાધુને કાઢી મૂક્યો એટલે તે સ્ત્રીનો ગુસ્સો શાંત થઈ ગયો. સાધુને કાઢી મૂકેલો જોઈ તે સ્ત્રીને દયા આવી અને આચાર્ય મહારાજ પાસે આવી વંદન કરીને બોલી કે “હે ભગવન્! મારા નિમિત્તે આ સાધુને કાઢી ન મૂકો. મારા એક અપરાધની ક્ષમા કરો.”
આચાર્ય ભગવંતે તે સાધુને બોલાવીને ફરીથી આવું ન કરીશ” એમ કહીને વેશ પાછો આપ્યો અને દંડ આપી ગચ્છમાં લીધો.
Page #196
--------------------------------------------------------------------------
________________
દાયક દોષ
૧૭૫
શાસનનો ઉડ્ડાહ આદિ દોષો રહેલા છે, માટે આ રીતે વડીલની ગેરહાજરી વગેરેમાં નાના બાલક પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ.
અપવાદ-વડીલની હાજરી હોય અને તે અપાવરાવે તો નાના બાલક પાસેથી પણ ભિક્ષા લેવી કલ્પે.
૨ વૃદ્ધ-૬૦ વર્ષ મતાંતરે ૭૦ વર્ષની ઉંમરવાળા વૃદ્ધ પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ. કેમકે અતિવૃદ્ધની પાસેથી ભિક્ષા લેવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે. અતિવૃદ્ધપણાને લીધે તેના મોંમાંથી લાળ પડતી હોય તેથી આપતાં આપતાં આપવાની વસ્તુમાં પણ લાળ પડે, તે જોઈને જુગુપ્સા થાય કે ‘કેવી ગંદી ભિક્ષા લેનારા છે ?’
હાથ કંપતા હોય તેથી વસ્તુ ઢોળાઈ જાય કે નીચે વેરાય તેમાં છકાય જીવની વિરાધના થાય.
વૃદ્ધ હોવાથી આપવા જતાં પોતે જ પડી જાય, તો જમીન ઉપર રહેલા જીવની વિરાધના થાય, કે વૃદ્ધના હાથ-પગ આદિ ભાંગે કે ઊતરી જાય.
વૃદ્ધ જો ઘ૨નો નાયક ન હોય તો ઘરના માણસોને તેના ઉપર દ્વેષ થાય કે આ ડોકરો બધું આપી દે છે. કાંતો સાધુ ઉપર દ્વેષ કરે કે બન્ને ઉપર દ્વેષ કરે.
અપવાદ-વૃદ્ધ હોવા છતાં મોંમાંથી લાળ પડતી ન હોય, શરીર કંપતું ન હોય, શક્તિશાળી હોય, ઘરનો માલિક હોય, તો તેનું આપેલું લેવું કલ્પી શકે.
૩ મત્ત-દારૂ વગેરે પીધેલો હોય, તો તેની પાસેથી ભિક્ષા લેવી ન કલ્પે.
દારૂ આદિ પીધેલો હોવાથી ભાન ન હોય, એટલે કદાચ સાધુને વળગી પડે અથવા તો બકવાટ કરે કે કે ‘અરે ! મુંડીઆ ! કેમ અહીં આવ્યો છે ?’ એમ બોલતો મારવા પણ આવે, કે પાત્ર આદિ ફોડી નાખે, કે પાત્રમાં થૂંકે કે આપતાં આપતાં દારૂનું વમન કરે, તેથી કપડાં, શરીર કે પાત્ર ઉલટીથી ખરડાય. આ જોઈ લોકો સાધુની નિંદા કરે કે ‘આ લોકોને ધિક્કાર છે, કેવા અપવિત્ર છે કે આવા દારૂ પીધેલા પાસેથી પણ આવી ભિક્ષા ગ્રહણ કરે છે.'
અપવાદ-જો તે શ્રાવક હોય, પરવશ ન હોય અર્થાત્ ભાનમાં હોય અને આજુબાજુમાં લોકો ન હોય તો તે આપે તો લેવું કલ્પે.
12
૪ ઉન્મત્ત-મહાસંગ્રામ આદિમાં જય મેળવવાથી અભિમાનમાં આવી ગયેલો અથવા તો ભૂત આદિનો વળગાડ થયેલો હોય તેથી ઉન્મત્ત થયેલો હોય, તેની પાસેથી પણ ભિક્ષા લેવી કલ્પે નહિ.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
ઉન્મત્તમાં ઉપર મત્તમાં કહ્યા મુજબના વમનદોષ સિવાયના દોષો લાગે. અપવાદ – તે પવિત્ર હોય, ભદ્રક હોય અને શાંત હોય તો લેવું કહ્યું. ૫ વેપમાન - શરીર કંપતું હોય તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
શરીર કંપતું હોવાથી તેના હાથે ભિક્ષા આપતાં વસ્તુ ઢોળાઈ જાય, કે પાત્રમાં નાખતા બહાર પડે અથવા ભાજન આદિ હાથમાંથી નીચે પડી જાય તો, ભાજન તૂટી જાય, છકાય જીવની વિરાધના આદિ થાય માટે ભિક્ષા લેવી કહ્યું નહિ.
અપવાદ – શરીર કંપતું હોય, પણ તેના હાથ જો સ્થિર હોય કંપતા ન હોય તો લેવું કહ્યું.
૬ વરિત - તાવ આવતો હોય તેની પાસેથી લેવું કહ્યું નહિ
ઉપર મુજબના દોષો લાગે, ઉપરાંત તેનો તાવ કદાચ સાધુમાં સંક્રમે, લોકોમાં ઉદ્દાહ થાય કે “આ કેવા આહાર લંપટ છે કે તાવવાળા પાસેથી યે ભિક્ષા લે છે.” માટે તાવવાળા પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ.
અપવાદ - તાવ ઊતરી ગયો હોય-ભિક્ષા આપતી વખતે તાવ ન હોય તો લેવી કલ્પ.
૭ અંધ – આંધળા પાસેથી ભિક્ષા લેવી ન કલ્પે. .
શાસનનો ઉહ થાય કે “આ આંધળો આપી શકે એમ નથી છતાં આ પેટભરા સાધુઓ તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે.” આંધળો દેખતો નહિ હોવાથી જમીન ઉપર રહેલા છ જવનિકાયની વિરાધના કરે, પત્થર આદિ વચમાં આવી જાય તો નીચે પડી જાય, તો તેને વાગે, ભાજન ઉપાડ્યું હોય અને પડી જાય તો જીવોની વિરાધના થાય. આપતાં બહાર પડી જાય વગેરે દોષો હોવાથી આંધળા પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
અપવાદ - શ્રાવક કે શ્રદ્ધાળુ આંધળા પાસે તેના પુત્રાદિ હાથ પકડીને અપાવે તો ભિક્ષા લેવી કલ્પ.
૮ પ્રચલિત - ગલતો કોઢ વગેરે ચામડીનો રોગ જેને થયેલો હોય તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ.
કોઢમાંથી પાણી ઝરતું હોય કે ગુમડા આદિમાંથી રુધિર ઝરતું હોય તો તેવો રોગ સાધુમાં સંક્રમ થવાનો સંભવ છે. માટે રોગવાળા પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ.
અપવાદ - નખ લગાવવાથી પણ ઝરે નહિ, કે ખબર પડે નહિ, ગોળાકાર
Page #198
--------------------------------------------------------------------------
________________
દાયક દોષ
૧૭૭
સુકાઈ ગયેલ હોય. આવા કોઢ વગેરેમાં આજુબાજુમાં બીજા લોકો ન હોય તો તેની પાસેથી લેવું કહ્યું.
૯ આરૂઢ – પગમાં પાદુકા, જોડા આદિ પહેરેલ હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ.
પાદુકા આદિ પહેરેલ હોય અને ભિક્ષા આપવા માટે ચાલવા જતાં કદાચ પડી જાય, તો તેથી વિરાધના આદિ થાય માટે તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
અપવાદ-પગમાં પાદુકા આદિ પહેરેલ હોય પણ નિશ્ચલ આસને બેઠેલ હોય તો કારણે ભિક્ષા લેવી કહ્યું.
૨૦ હસ્તાત્ – બન્ને હાથ લાકડાની હેડમાં નાખેલા હોય, તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
હાથ હેડમાં હોવાથી ભિક્ષા આપતાં તેને કષ્ટ પડે, માટે તેની પાસે ભિક્ષા લેવી કલ્પ નહિ.
અપવાદ – સુખપૂર્વક હાથ ફેરવી શકતો હોય, આપતાં કષ્ટ પડે એમ ન હોય અને આજુબાજુમાં બીજા લોકો ન હોય તો તેવી કલ્પ.
૨૨ નિગડ - પગમાં લોઢાની બેડીઓ નાખેલી હોય, તેની પાસેથી ભિક્ષા લેવી ન કલ્પ.
૨૨ છિન્નહસ્તપાદ - હાથ કે પગ કપાયેલા હોય, લંગડો કે ટૂંઠો હોય તો તેની પાસે ભિક્ષા લેવી કહ્યું નહિ.
ભિક્ષા આપતાં તેને કષ્ટ પડે, પડી જાય, ઝાડો-પેશાબ બરાબર સાફ કરી શકે નહિ તેથી અપવિત્ર રહે. તેની પાસેથી ભિક્ષા લેવામાં લોકોમાં જુગુપ્સા થાય, છ જીવનિકાયની વિરાધના વગેરે દોષો થાય, માટે તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
અપવાદ - ઉપર કહેલ દોષોનો જે પ્રસંગમાં સંભવ ન હોય અને આજુબાજુમાં બીજા લોકો ન હોય તો ભિક્ષા લેવી કલ્પ.
૨૩ ત્રિરાશિક - નપુંસક પાસેથી ભિક્ષા લેવી ન કલ્પ. નપુંસક પાસેથી ભિક્ષા લેવામાં સ્વ-પર અને ઉભયને દોષો રહેલા છે.
નપુંસક પાસેથી વારંવાર ભિક્ષા લેવાથી અતિ પરિચય થાય તેથી સાધુને જોઈને તેને વેદોદય થાય અને કુચેષ્ટા કરે એટલે બન્નેને મૈથુનકર્મનો દોષ લાગે.
વારંવાર ન જાય પણ કોઈક વખતે જાય તો મૈથુનદોષનો પ્રસંગ ન આવે પરંતુ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
લોકોમાં જુગુપ્સા થાય કે “આ સાધુ નપુંસક પાસેથી પણ ભિક્ષા ગ્રહણ કરે છે, તેથી સાધુ પણ નપુંસક હશે.' ઇત્યાદિ દોષો લાગે.
અપવાદ – નપુંસક અનાસેવી હોય, કૃત્રિમ રીતે નપુંસક થયો હોય, મંત્ર કે તંત્રથી નપુંસક થયો હોય, દેવ કે ઋષિના શ્રાપથી નપુંસક થયો હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ.
૨૪ ગુર્વિણી - નજીકમાં પ્રસવકાળ-ગર્ભ રહે નવ મહિના થયા હોય તેવી ગર્ભવાળી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
ગર્ભવાળી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવામાં સ્ત્રીને ઉઠતા-બેસતા અંદર રહેલા ગર્ભના જીવને પીડા થાય, માટે તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ.
અપવાદ - ગર્ભ રહે નવ મહિના થયા ન હોય, ભિક્ષા આપતાં કષ્ટ પડે એમ ન હોય, બેઠેલી હોય તો બેઠા બેઠા અને ઊભેલી હોય તો ઊભા ઊભા ભિક્ષા આપે તો લેવી કલ્પી શકે. જિનકલ્પી સાધુ માટે તો જે દિવસે ગર્ભ રહે તે જ દિવસથી માંડી જ્યાં સુધી બાળક નાનો-ધાવતો હોય ત્યાં સુધી તે સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી તેમને કલ્પી શકતી નથી.
૨૫ બાલવત્સા - ધાવતું બાળક ખોળામાં હોય તેવી સ્ત્રી બાળકને બાજુમાં મૂકીને ભિક્ષા આપે તો તેની પાસેથી લેવી કહ્યું નહિ.
બાળકને જમીન ઉપર કે માંચીમાં મૂકીને ભિક્ષા આપવા ઊઠે તો કદાચ તે બાળકને બિલાડી કે કૂતરું આદિ માંસનો ટુકડો કે સસલાનું બચ્ચું વગેરે ધારીને મોંમાં પકડીને લઈ જાય, તો બાળકનો નાશ થાય.
વળી ભિક્ષા આપતાં તે સ્ત્રીના હાથ ખરડાયા હોય તે કર્કશ હાથે બાળકને પાછી હાથમાં લેતાં બાળકને પીડા થાય ઇત્યાદિ દોષો રહેલા હોવાથી તેવી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
અપવાદ - બાળક મોટો થયો હોય, સ્તનપાન કરતો ન હોય તો તેવી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કલ્પે. કેમકે બાળક મોટો હોવાથી બિલાડી આદિ ઉપાડી જવાનો સંભવ નથી.
૨૬ ભોજન કરતાં હોય તો તેમની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
ભોજન કરતાં હોય અને ભિક્ષા આપવા ઊઠે તો હાથ ધુવે તો અપકાયાદિની વિરાધના થાય. હાથ ધોયા સિવાય આપે તો લોકોમાં જુગુપ્સા થાય કે “એંઠી ભિક્ષા
Page #200
--------------------------------------------------------------------------
________________
દાયક દોષ
લે છે.' માટે ભોજન કરતા હોય તેમની પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ.
અપવાદ હાથ એંઠા થયા ન હોય કે ભોજન કરવાની શરૂઆત કરી ન હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પે.
દહીંનું વલોણું કરતી હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી
૨૭ મનંતી
કલ્પે નહિ.
દહીં આદિ વલોવતી હોય તો તે સંસક્ત (જીવવાળું) હોય તે સંસક્ત દહીં આદિથી ખરડાયેલા હાથે ભિક્ષા આપતા તે રસના જીવોનો વિનાશ થાય માટે તેના હાથે ભિક્ષા લેવી કલ્પે નહિ.
અપવાદ
વલોણું પૂરું થઈ ગયું હોય અને હાથ કોરા હોય, તો લેવું કલ્પે અથવા તો વલોણામાં હાથ બગડેલા ન હોય તો લેવું કલ્પે.
૧૭૯
૨૮ ભજ્જૂતી - ચૂલા ઉપર તાવડી આદિમાં ચણા આદિ સેકતી હોય તો ભિક્ષા લેવી કલ્પે નહિ.
અપવાદ – ચૂલા ઉપરથી તાવડી ઉતારી લીધી હોય અથવા સંઘટ્ટો ન હોય અને આપે તે કલ્પે.
૨૯ દલતી - ઘંટી આદિમાં અનાજ દળતી હોય તો ભિક્ષા લેવી કલ્પે નહિ. અપવાદ દળતાં દળતાં તે ઊભી થઈ હોય અને સાધુ આવી જાય અને આપે તો લેવું કલ્પે અથવા અચિત્ત વસ્તુ દળતી હોય તો લેવું કલ્પે.
અપવાદ
૨૦ કંડતી - ખાણીયા આદિમાં ખાંડતી હોય તો ભિક્ષા લેવી કલ્પે નહિ. સાંબેલું ઊંચું કરેલું હોય અને સાધુ આવી જાય તો ઉપાડેલા સાંબેલામાં કણ ચોંટેલા ન હોય તો, સાંબેલું નિર્જીવ જગ્યામાં મૂકીને આપે તો લેવું કલ્પે.
-
૨૨ પીસંતી
કલ્પે નહિ .
-
પત્થર, ખાણીયા આદિમાં લસોટતી હોય તો ભિક્ષા લેવી
અપવાદ વાટી રહ્યા હોય, સચિત્તનો સંઘટ્ટો ન હોય તેવા વખતે સાધુ આવે અને આપે તો લેવું કલ્પે.
૨૨ પીંજંતી – રૂ છૂટું છૂટું કરતી હોય તો લેવું કલ્પે નહિ.
૨૩ રૂચંતી - કપાસમાંથી રૂ જુદું કાઢતી હોય તો લેવું કલ્પે નહિ.
૨૪ કાંતી - રૂમાંથી સુતર કાંતતી હોય તો લેવું કલ્પે નહિ.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૨૫ મદ્માણી - રૂની પૂણીઓ બનાવતી હોય તો લેવું કલ્પ નહિ.
૨૨ થી ૨૫માં ભિક્ષા આપતાં હાથ આદિ ખરડાય તે ધોઇને પાછી કામ કરવા બેસે તેમાં હાથ ધોવામાં અકાય આદિની વિરાધના થાય. માટે લેવું કહ્યું નહિ.
અપવાદ - પિંજવા આદિનું કામ પૂરું થઈ ગયું હોય અથવા અચિત્ત રૂને પીંજતી હોય તો ભિક્ષા લેવી કલ્પ અથવા તો ભિક્ષા આપ્યા પછી હાથ ન ધુવે એમ હોય તો લેવું કહ્યું. અર્થાત્ પશ્ચાત્ કર્મદોષ ન લાગે એમ હોય તો લેવું કહ્યું.
૨૬ સચિત્ત પૃથ્વીકાય આદિ વસ્તુ (સચિત્ત મીઠું, પાણી, અગ્નિ, પવન ભરેલી બસ્તી, ફળ, મત્સ્ય આદિ) હાથમાં હોય તો ભિક્ષા લેવી ન કલ્પે.
૨૭ સાધુને ભિક્ષા આપવા માટે સચિત્ત વસ્તુ નીચે મૂકીને આપે તો લેવું ન કલ્પ. ૨૮ સચિત્ત વસ્તુ ઉપર ચાલતી હોય અને આપે તો લેવું ન કલ્પ. ૨૯ સચિત્ત વસ્તુનો સંઘટ્ટો કરતા આપે, માથામાં સચિત્ત ફૂલની વેણી, ફૂલ આદિ હોય અને આપે તો ભિક્ષા લેવી કહ્યું નહિ.
૩૦ પૃથ્વીકાય આદિનો આરંભ કરતી હોય તો તેની પાસેથી લેવું ન કલ્પ. કોદાળી આદિથી જમીન ખોદતી હોય ત્યારે પૃથ્વીકાયનો આરંભ થાય, સચિત્ત પાણીથી સ્નાન કરતી હોય. કપડાં ધોતી હોય કે વૃક્ષ ઉપર પાણી સીંચતી હોય તો અપકાયનો આરંભ થાય, ચૂલો સળગાવતી હોય તો તેઉકાયનો આરંભ થાય, પંખો નાખતી હોય કે બસ્તીમાં પવન ભરતી હોય તો વાયુકાયનો આરંભ થાય, શાક સમારતી હોય તો વનસ્પતિકાયનો આરંભ થાય, મત્સ્યાદિ છેદન કરતી હોય તો ત્રસકાયનો આરંભ થાય. આ રીતે આરંભ કરનાર ભિક્ષા આપતા હોય તો તેમની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
૩૨ લિપ્સહસ્ત - દહીં આદિથી ખરડાયેલ હાથ હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
હાથ ખરડાયેલ હોય તો હાથ ઉપર જીવજંતુ લાગેલા હોય તો તેની વિરાધના થાય માટે કહ્યું નહિ.
૩૨ લિપ્તમાત્ર - દહીં આદિથી જે વાસણ ખરડાએલું હોય તે વાસણથી આપે તો લેવું કલ્પ નહિ.
૩૩ ઉદ્વર્તતી - મોટું, ભારે કે ગરમ વાસણ આદિ ઉપાડીને ભિક્ષા આપે તો લેવી કહ્યું નહિ.
Page #202
--------------------------------------------------------------------------
________________
દાયક દોષ
૧૮૧
મોટું વાસણ વારંવાર ફેરવવામાં ન આવે એટલે તે વાસણની નીચે મંકોડા, કીડી વગેરે આવીને રહ્યા હોય તો તે ઉપાડીને આપે તો પાછું મૂકતા તેની નીચેના તે કીડા, મંકોડા હોય તે ચગદાઈ જાય.
વાસણ ઉપાડતાં કીડી, મંકોડા આદિ હાથ નીચે દબાઈ જાય, ઉપાડતાં કષ્ટ પડે, દાઝે કરે ઇત્યાદિ દોષો રહેલા છે માટે મોટા વાસણ આદિ ઉપાડીને આપે તો તે ભિક્ષા લેવી કહ્યું નહિ.
૩૪ સાધારણ - ઘણાની માલિકીવાળી વસ્તુ બધાની રજા સિવાય આપતા હોય તે તે ભિક્ષા લેવી કહ્યું નહિ. દ્વેષ આદિ દોષો થાય, માટે ન કલ્પ.
૩૫ ચોરેલું - ચોરીછૂપીથી અથવા ચોરેલું આપતા હોય તો તેવી ભિક્ષા લેવી ન કલ્પ.
નોકર પુત્રવધૂ આદિએ ચોરીછૂપીથી આપેલું સાધુ લે અને પાછળથી તેના માલિક કે સાસુ આદિને ખબર પડે તો તેને મારે, બાંધે, ઠપકો આપે વગેરે દોષો થાય માટે તેવો આહાર સાધુને લેવા કહ્યું નહિ.
૩૬ પ્રાકૃતિકા - લહાણી કરવા માટે એટલે બીજાને આપવા માટે મૂલ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલું હોય તે આપે તો સાધુને લેવું કહ્યું નહિ.
૩૭ સપ્રત્યપાય - આહાર આપતાં આપનારને કે લેનારના શરીરે કોઈ અપાયનુકશાન થાય એમ હોય તો લેવું કલ્પ નહિ.
આ અપાય-ઉપર, નીચે અને તીર્જી એમ ત્રણ પ્રકારે. જેમકે ઊભા થવામાં માથા ઉપર ખીંટી, બારણું વાગે એમ હોય, નીચે જમીન ઉપર કાંટા, કાચ આદિ પડેલ હોય તો વાગવાનો સંભવ હોય, આજુબાજુમાં ગાય, ભેંસ વગેરે હોય અને તે શીંગડું મારે એવો સંભવ હોય અથવા ઊંચે છાપરામાં સર્પ આદિ લટકતા હોય તે ઊભા થતાં કરડે એમ હોય તો સાધુએ ભિક્ષા લેવી કહ્યું નહિ.
૩૮ અન્ય ઉદ્દેશ-કાઈટિકાદિ ભિક્ષાચરો વગેરેને આપવા માટે અથવા બલિ આદિને માટે રાખેલો આહાર સાધુને લેવો કલ્પ નહિ.
આવો આહાર ગ્રહણ કરવામાં અદત્તાદાનનો દોષ લાગે. કેમકે તે આહાર તે કાપેટિકાદિને માટે કલ્પેલો છે. વળી ગ્લાન આદિ સાધુને ઉદ્દેશીને આહાર આપ્યો હોય તે ગ્લાન આદિ સિવાય બીજાને વાપરવો કલ્પ નહિ, પરંતુ જો એમ કહ્યું હોય
Page #203
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
કે ‘તે ગ્લાન આદિ ન વાપરે તો બીજા ગમે તે વાપરજો.' તો તે આહાર બીજાને વાપરવો કલ્પે. તે સિવાય કલ્પે નહિ.
૧૮૨
૩૯ આભોગ-સાધુને ન ક૨ે તેવી વસ્તુ જાણી જોઈને આપે તો તે લેવી કલ્પે નહિ.
કોઈને એમ વિચાર આવે કે ‘મહાનુભાવ સાધુઓ હંમેશાં લૂખું, સૂકુ-પાકુ ભિક્ષામાં જે મળે તે વાપરે છે, તો ઘેબર આદિ બનાવીને આપું કે જેથી તેમના શરીરને ટેકો મળે, શક્તિ વગેરે આવે.' આવો વિચાર કરીને ઘેબર આદિ બનાવીને સાધુને આપે અથવા કોઈ દુશ્મન, સાધુનો નિયમ ભંગ કરાવવાના ઇરાદાથી અનેષણીય બનાવીને આપે. જાણી જોઈને આધાકર્મી આહાર આદિ આપે તો સાધુને તેવો આહાર લેવો કલ્પે નહિ.
૪૦ અનાભોગ-અજાણતાં સાધુને કલ્પે નહિ તેવી વસ્તુ આપે તો તે લેવી કલ્પે નહિ.
૨૬ થી ૪૦ દોષોમાં અપવાદ નથી. અર્થાત્ ૨૬ થી ૪૦ સુધીના દોષવાળી ભિક્ષા સાધુને કલ્પે નહિ.
ઇતિ ષષ્ઠ દાયક દોષ નિરૂપણ.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૩
૭. ઉન્મિશ્ર દોષ
अमीसग उम्मीसगंमि चउभंगी ।
આકૃતિÇ ડિસેો અને મંમિ મયા ૩ ।।૮।। (પિં. નિ. ૬૦૬) સચિત્ત, અચિત્ત અને મિશ્ર એકબીજામાં ભેળસેળ કરીને આપવામાં ત્રણ ચતુર્થંગી થાય. તેના દરેકના પહેલા ત્રણ ભાંગામાં કલ્પે નહિ. ચોથા ભાંગામાં કોઈમાં કલ્પે અને કોઈમાં ન કલ્પે. આમાં પણ નિક્ષિપ્તની માફક કુલ ૪૩૨ ભાંગા સમજી લેવા.
વસ્તુ ભેળસેળ ક૨વામાં જે ભેળસેળ કરવાની અને આપવાની વસ્તુ તે બન્નેના મળીને ચાર ચાર ભાંગા થાય છે અને ચિત્ત મિશ્ર, સચિત્ત અચિત્ત તથા મિશ્ર અચિત્ત પદોથી એની ત્રણ ચતુર્થંગીઓ થાય છે.
પહેલી ચતુર્થંગી
સચિત્ત વસ્તુમાં સચિત્ત વસ્તુ ભેળવેલી મિશ્ર વસ્તુમાં સચિત્ત વસ્તુ ભેળવેલી સચિત્ત વસ્તુમાં મિશ્ર વસ્તુ ભેળવેલી મિશ્ર વસ્તુમાં મિશ્ર વસ્તુ ભેળવેલી
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
બીજી ચતુર્થંગી
સચિત્ત વસ્તુમાં સચિત્ત વસ્તુ ભેળવેલી અચિત્ત વસ્તુમાં સચિત્ત વસ્તુ ભેળવેલી સચિત્ત વસ્તુમાં અચિત્ત વસ્તુ ભેળવેલી અચિત્ત વસ્તુમાં અચિત્ત વસ્તુ ભેળવેલી
ત્રીજી ચતુર્થંગી
મિશ્ર વસ્તુમાં મિશ્ર વસ્તુ ભેળવેલી અચિત્ત વસ્તુમાં મિશ્ર વસ્તુ ભેળવેલી મિશ્ર વસ્તુમાં અચિત્ત વસ્તુ ભેળવેલી અચિત્ત વસ્તુમાં અચિત્ત વસ્તુ ભેળવેલી
નિક્ષિપ્તની જેમ સચિત્ત પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા.
મિશ્ર પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા. સચિત્ત પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા. કુલ ૨૪૪ ત્રણ ચતુર્થંગીના કુલ ૪૩૨ ભાંગા થાય છે.
ભેળવવામાં સૂકું અને આર્દ્ર હોય. તે બન્નેની મળીને ચતુર્થંગી થાય, પાછા તેમાં થોડી અને બહુ તેના સોળ ભાંગા થાય.
સૂકી વસ્તુમાં સૂકી વસ્તુ ભેળવેલી સૂકી વસ્તુમાં આર્દ્ર વસ્તુ ભેળવેલી આર્દ્ર વસ્તુમાં સૂકી વસ્તુ ભેળવેલી સૂકી વસ્તુમાં સૂકી વસ્તુ ભેળવેલી
સોળ ભાંગા આ પ્રમાણે
2 થોડી સૂકી ર થોડી સૂકી વસ્તુમાં બહુ સૂકી વસ્તુ
3
બહુ
સૂકી વસ્તુમાં થોડી સૂકી વસ્તુ ૪ બહુ સૂકી વસ્તુમાં બહુ સૂકી વસ્તુ થોડી સૂકી વસ્તુમાં થોડી આર્દ્ર વસ્તુ
વસ્તુમાં થોડી સૂકી વસ્તુ ભેળવેલી.
ભેળવવી.
ભેળવવી.
ભેળવવી.
ભેળવવી.
Page #206
--------------------------------------------------------------------------
________________
ઉન્મિશ્ર દોષ
૧૮૫
૬ થોડી સૂકી વસ્તુમાં બહુ આÁ વસ્તુ ભેળવવી. ૭ બહુ સૂકી વસ્તુમાં થોડી આર્ટ વસ્તુ ભેળવવી. ૮ બહુ સૂકી વસ્તુમાં બહુ આર્ટ વસ્તુ ભેળવવી.
થોડી આદ્ર વસ્તુમાં સૂકી આર્ક વસ્તુ ભેળવવી. ૨૦ થોડી આર્ટ વસ્તુમાં સૂકી આર્ટ વસ્તુ ભેળવવી. ૨૨ બહુ આર્ટ વસ્તુમાં સૂકી આર્ટ વસ્તુ ભેળવવી. ૨૨ બહુ આર્ટ વસ્તુમાં બહુ સૂકી વસ્તુ ભેળવવી. ૩ થોડી આર્દ્ર વસ્તુમાં થોડી આર્ટ વસ્તુ ભેળવવી. ૨૪ થોડી આર્ટ વસ્તુમાં બહુ આદ્ર વસ્તુ ભેળવવી. ૫ બહુ આર્ટ વસ્તુમાં થોડી આર્દ્ર વસ્તુ ભેળવવી.
૬ બહુ આદ્ર વસ્તુમાં બહુ આÁ વસ્તુ ભેળવવી. અહીં પણ હલકા ભાજનમાં અચિત્ત-થોડા સૂકામાં થોડું સૂકુ, અથવા થોડા સૂકામાં થોડું આર્ટ, કે થોડા આર્ટમાં થોડું સૂક, કે થોડા આર્ટમાં થોડું આદ્ર ભેળવવામાં આવે, તો તે વસ્તુ સાધુને લેવી કહ્યું. તે સિવાયની લેવી કલ્પ નહિ.
સચિત્ત અને મિશ્ર ભાંગાની તો એક પણ કહ્યું નહિ. તેમજ ભારે ભાજનમાં ભેળવે તો પણ કહ્યું નહિ. શંકા-સંહત (બદલવું) અને ઉન્મિશ્ર (ભેળસેળ કરવું) આ બેમાં શો ફેર છે ?
સમાધાન-સાધુને આપવા યોગ્ય વસ્તુમાં બીજી નહિ આપવા યોગ્ય સચિત્ત, મિશ્ર કે અચિત્ત આદિ ભેળવીને આપે, એટલે કે આપવા યોગ્ય ભાત વગેરેમાં નહિ આપવા યોગ્ય દહીં વગેરે મેળવીને આપે અથવા સચિત્ત કે મિશ્ર વસ્તુ મેળવીને આપે તે ઉન્મિશ્ર કહેવાય.
જ્યારે સંદતમાં તો ભાજનમાં રહેલી નહિ આપવા યોગ્ય (સચિત્ત આદિ) વસ્તુ બીજે નાખીને આપે. સંહત અને ઉન્નિશ્રમાં આટલો ફરક છે.
ઇતિ સપ્તમ ઉન્મિશ્ર દોષ નિરૂપણ.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૩
૮. અપરિણત દોષ अपरिणयंमि य दुविहं दव्वे भावे य दुविहमेक्केक्कं ।
રāમિ દોરું છવ માર્વનિ ય દોઃ ાિર્તા પાટદ્દા (પિ. નિ. ૩૦૯) અપરિણત (અચિત્ત નહિ થયેલ) ના બે પ્રકાર. ૧ દ્રવ્ય અપરિણત અને ભાવ અપરિણત. તે આપનાર અને લેનારના સંબંધથી બન્નેના બે બે પ્રકાર બને છે.
2 આપનારથી દ્રવ્ય અપરિણત-અશનાદિ અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે.
૨ લેનારથી દ્રવ્ય અપરિણત-અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે.
અપરિણતનું દષ્ટાંત-દૂધમાં મેળવણ નાખ્યું હોય, ત્યાર બાદ જ્યાં સુધી દહીં ન બને ત્યાં સુધી તે અપરિણત કહેવાય. નહિ દૂધમાં નહિ દહીંમાં. આ પ્રમાણે પૃથ્વીકાયાદિકમાં અચિત્ત બન્યું ન હોય ત્યાં સુધી અપરિણત કહેવાય. અર્થાત્ દૂધ દૂધપણાથી ભ્રષ્ટ થઈ દહીંપણાને પામે ત્યારે પરિણત કહેવાય છે અને દૂધપણું અવસ્થિત-પાણી જેવું હોય તો તે અપરિણત કહેવાય છે. અશનાદિ દ્રવ્ય દાતારની સત્તામાં હોય ત્યારે આપનારનું ગણાય અને લીધા પછી લેનારની સત્તાનું ગણાય.
૩ આપનારથી ભાવ અપરિણત-જે અશનાદિના બે અથવા વધારે સંબંધીનું હોય અને તેમાંથી એક આપતો હોય અને બીજાની ઇચ્છા ન હોય તે.
૪ લેનારથી ભાવ અપરિણત-જે અશનાદિ લેતી વખતે સંઘાટ્ટક સાધુમાંથી એક સાધુને અચિત્ત કે શુદ્ધ લાગતું હોય અને બીજા સાધુને સચિત્ત કે અશુદ્ધ લાગતું હોય તે.
Page #208
--------------------------------------------------------------------------
________________
અપરિણત દોષ
૧૮૭
શંકા-સાધારણ અનિવૃષ્ટ અને આપનારથી ભાવ અપરિણતમાં શો ફરક છે ? સમાધાન-અનિસૃષ્ટમાં બધા માલિક ત્યાં હાજર ન હોય ત્યારે તે સાધારણ અનિસૃષ્ટ કહેવાય અને આપનાર ભાવ અપરિણતમાં માલિકો ત્યાં હાજર હોય. આટલો તફાવત છે.
ભાવથી અપરિણત ભિક્ષા લેવી કહ્યું નહિ. કેમકે તેમાં કલહ આદિ દોષોનો સંભવ છે.
દાતાના વિષયવાળું ભાવ અપરિણત તે ભાઈઓ અને સ્વામી સંબંધી છે, જ્યારે ગ્રહણ કરનાર વિષયવાળું ભાવ અપરિણત સાધુ સંબંધી છે.
ઇતિ અષ્ટમ અપરિણત દોષ નિરૂપણ.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૮
૯. લિપ્ત દોષ दहिमाइलेवजुत्तं लित्तं तमगेज्झमोहओ इहयं ।
સંસમવરસાવલેસલ્વેદિ મમરા પાટા (પિ. વિ. ૯૧) લિપ્ત એટલે જે અશનાદિથી હાથ, પાત્ર આદિ ખરડાય, જેવાં કે દહીં, દૂધ, દાળ આદિ વગેરે દ્રવ્યો લિપ્ત કહેવાય છે.
શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં દહીં, દૂધ, ઘી વગેરે લેપવાળા દ્રવ્યો સાધુને લેવા કહ્યું નહિ. કેમકે ખરડાયેલા હાથ, વાસણ વગેરે ધોવામાં પશ્ચાતુકર્મ વગેરે દોષો લાગે છે તથા રસની વૃદ્ધિ-આસક્તિપણું થવાનો સંભવ છે. ખરડાયેલા હાથ, ખરડાયેલું ભાજન, સાવશેષ (બાકી રહેલું) દ્રવ્યના આઠ ભાંગા થાય છે, અલેપવાળું લેવામાં દોષ ન લાગે. અપવાદે લેપવાળું લેવું કલ્પી શકે.
શિષ્ય શંકા કરતો કહે છે-“લેપવાળું દહીં આદિ ગ્રહણ કરવામાં પશ્ચાતુકર્મ આદિ દોષો થાય, માટે સાધુએ તેવું લેપવાળું દ્રવ્ય ગ્રહણ ન કરવું.” એમ આપે કહ્યું તો પછી સાધુએ ભોજન કરવું જ નહિ, અર્થાત્ રોજ ઉપવાસ કરવા જેથી પશ્ચાતુકર્મ દોષ ન લાગે. ભિક્ષા લેવા માટે જવા-આવવાનું કષ્ટ ન થાય, રસની આસક્તિ વગેરે કોઈ દોષો લાગે નહિ. રોજ તપ કરે. આહાર કરવાનું શું પ્રયોજન ?
આચાર્ય મહારાજ જવાબ આપતાં કહે છે-હે મહાનુભાવ ! જિંદગી સુધીનો ઉપવાસ કરવાથી ચિરકાલ સુધી થનારા તપ, સંયમ, નિયમ વૈયાવચ્ચ આદિની
Page #210
--------------------------------------------------------------------------
________________
લિપ્ત દોષ
૧૮૯
હાનિ થાય, માટે જિંદગી સુધી તપ કરવો યોગ્ય નથી-તપ ન કરી શકાય.
શિષ્ય-જિંદગી સુધીનો તપ ન કરે તો ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસ તો કહ્યા છે ને ? તો છ મહિનાના ઉપવાસ કરે, પારણે લેપ વિનાનું વાપરે, પાછા છ મહિનાના ઉપવાસ કરે.
આચાર્ય-જો છ છ મહિનાના ઉપવાસ કરવાની શક્તિ હોય તો ખુશીથી કરે. એમાં કોઈ નિષેધ નથી.
શિષ્ય-જો છ મહિનાનો તપ ન કરી શકે તો એક એક દિવસ ઓછો કરતાં થાવત્ ઉપવાસના પારણે આયંબીલ કર્યા કરે. આમ કરવાથી અલેપકૃત ગ્રહણ થઈ શકે અને નિર્વાહ પણ થઈ શકે. ઉપવાસ પણ ન કરી શકે તો રોજ આયંબીલ કરે.
આચાર્ય-જો તેવી શક્તિ પહોંચતી હોય અને તેથી તે કાળમાં અને ભાવિકાળમાં આવશ્યક એવા પડિલેહણ, વૈયાવચ્ચ આદિ સંયમયોગોમાં હાનિ થાય એમ ન હોય તો ભલે તેવો તપ કરે. ઉપવાસની શક્તિ ન હોય અને રોજ આયંબીલ કરવાની શક્તિ હોય તો રોજ આયંબીલ કરે. પરંતુ વર્તમાન કાળમાં શરીરનું છેવટું સંઘયણ છે, તેથી એવી શારીરિક શક્તિ નથી કે તેવો તપ કરી શકે. માટે શ્રી તીર્થકર ભગવંતો અને શ્રી ગણધર ભગવંતોએ એવો ઉપદેશ આપ્યો નથી.
શિષ્ય-આપ કહો છો કે “છેવટું સંઘયણ હોવાથી તેવો તપ નિરંતર કરી ન શકે.” તો પછી મહારાષ્ટ્ર, કોશલ આદિ નીચેના (દક્ષિણના) દેશોમાં જન્મેલા માણસો હંમેશા સૌવીર-ખાટું પાણી, કૂર-ભાત આદિ વાપરે છે અને જિંદગી સુધી કામ વગેરે કરી શકે છે, તો પછી જેમનું મન એક જ મોક્ષપ્રત્યે લાગેલું છે એવા સાધુઓ નિર્વાહ કેમ ન કરી શકે ?” સાધુ તો સારી રીતે આયંબિલ વગેરેથી ચલાવી શકે.
આચાર્ય-સાધુઓને ઉપધિ, શય્યા અને આહાર એ ત્રણે શીત-ઠંડા હોવાથી નિરંતર આયંબીલ કરવાથી આહારનું પાચન થાય નહિ, એટલે અજીર્ણ આદિ દોષો પ્રગટ થાય, જ્યારે ગૃહસ્થને તો સૌવીર, કૂર ખાવા છતાં તેમના ઉપધિશપ્યા શીતકાળમાં પણ ઉષ્ણ-ગરમ હોવાથી તેમને ખોરાક પચી જાય છે, એટલે અજીર્ણ આદિ દોષો થવાનો સંભવ નથી. સાધુને તો આહાર, ઉપાધિ અને શય્યા ઉષ્ણકાલમાં પણ શીત હોય છે. ઉપધિનો વર્ષમાં એકવાર કાપ કાઢવામાં આવે, શવ્યાને અગ્નિનો તાપ નહિ લાગવાથી અને આહાર પણ શીત હોવાથી હોજરી
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રી પિડનિયુક્તિ-પરાગ
બરાબર પાચન ન કરી શકે, તેથી અજીર્ણ, ગ્લાનતાદિ થાય. આ માટે સાધુઓને છાસ આદિ લેવાનું કહેલું છે. છતાં પણ કહ્યું છે કે “પ્રાય: યતીનાં विकृतिपरिभोगपरित्यागेन सदैवात्मशरीरं यापनीयं, कदाचिदेव च शरीरस्यापाटवे સંયમયોપવૃદ્ધિનિમિત્ત વનાળાના વિકૃતિપરિમો: ' પ્રાય: સાધુઓએ વિગઈઓ ઘી, દૂધ, દહીં આદિ વાપર્યા સિવાય જ હંમેશા પોતાના શરીરનો નિર્વાહ કરવો, કદાચ જ્યારે શરીર સારું ન હોય તો સંયમયોગની વૃદ્ધિ માટે અને શરીરની શક્તિ ટકાવવા માટે વિગઈ વાપરે.
વિગઈ વાપરવામાં છાસ આદિ જ ઉપયોગી છે, તેથી તેનું ગ્રહણ કરવું તે સિવાયની વિગઈ તો ગ્લાનાદિ કારણે ગ્રહણ કરવી જોઈએ. કેમકે વિગઈ બહુ લેપવાળું દ્રવ્ય છે અને તે વાપરવાથી વૃદ્ધિ થાય.
લેપ વિનાના દ્રવ્યો-સુક્કા રાંધેલા ભાત આદિ, રોટલી, રોટલા, ખાખરા, ભાખરી, જવનો સાથવો, અડદ, ચોળા, વાલ, વટાણા, ચણ્યા વગેરે સર્વે સુકા હોય છે. જે વાસણમાં ચોંટે નહિ તે બધાં દ્રવ્યો. આમાં વાસણ નહિ ખરડાવાથી પાછળથી ધોવું પડે નહિ.
અલ્પલેપવાળાં દ્રવ્યો-શાક-ભાજી, રાબડી, કોદ્રવ, છાસ સાથેના ભાત, રાંધેલા મગ, દાળ, ઓસામણ વગેરે દ્રવ્યો. આમાં પશ્ચાત્કર્મ કદાચ થાય અને કદાચ ન થાય.
બહુલેપવાળાં દ્રવ્યો-ખીર, દૂધ, દહીં, દૂધપાક, તેલ, ઘી, ગોળનું પાણી, રસાવાળી ખજુર વગેરે. જે દ્રવ્યોથી વાસણ ખરડાયેલું હોઈ આપ્યા પછી તે વાસણ અવશ્ય ધોવું પડે તેવાં દ્રવ્યો. પાપના ભયવાળા સાધુઓ બહુ લેપવાળાં દ્રવ્યો ગ્રહણ કરતા નથી. અપવાદ-પશ્ચાત્કર્મ થાય એમ ન હોય તે દ્રવ્ય લેવું કહ્યું.
ખરડાયેલા હાથ, ખરડાયેલું ભાજન અને સાવશેષ દ્રવ્ય (બાકી રહેવું) તથા નિરવશેષ દ્રવ્ય (બાકી ન રહેવું)ના યોગે આઠ ભાંગા થાય છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
લિપ્ત દોષ
૧૯૧
ખરડાયેલા હાથ, ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય ખરડાયેલા હાથ, ખરડાયેલું ભાજન, નિરવશેષ દ્રવ્ય ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય
ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, નિરવશેષ દ્રવ્ય પ નહિ ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય ૬ નહિ ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, નિરવશેષ દ્રવ્ય છ નહિ ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય ૮ નહિ ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, નિરવશેષ દ્રવ્ય
આ આઠ ભાંગામાં ૨-૩-૫-૭ માં ભાંગાનું લેવું કહ્યું. ૨-૪-૬-૮ માં ભાંગાનું લેવું કહ્યું નહિ.
હાથ, પાત્ર, કે હાથ અને પાત્ર બને, ગૃહસ્થ સાધુને આવતાં પહેલાં તેના પોતાના માટે ખરડાયેલા હોય પણ સાધુ માટે ન ખરડ્યો હોય, તેમાં પશ્ચાત્કર્મ હોતું નથી અને જેમાં દ્રવ્ય બાકી રહેતું હોય, તેમાં સાધુ માટે હાથ કે પાત્ર ખરડ્યું હોય તો પણ સાધુ નિમિત્તે ધોવાનું થતું નથી, માટે સાધુને લેવું કલ્પી શકે.
ઇતિ નવમ લિપ્ત દોષ નિરૂપણ.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૨
૧૦. છર્દિત દોષ सच्चित्ते अच्चित्ते मीसग तह छड्डुणे य चउभंगो ।
મને પરદો મને માફો રોણા ૮૮ાા (પિં. નિ. ક૨૭) ગૃહસ્થ આહારાદિ વહોરાવતાં જમીન ઉપર છાંટા પાડે તે છર્દિતદોષવાળો આહાર કહેવાય. તેમાં સચિત્ત, અચિત્ત અને મિશ્રની ત્રણ ચતુર્ભગી થાય છે. તે પૃથ્વીકાયાદિ છની સાથે ભાંગા કરતાં કુલ ૪૩૨ ભાંગા થાય છે. તે આ પ્રમાણે -
પહેલી ચતુર્ભાગી સચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય મિશ્ર વસ્તુ સચિત્તમાં વેરાય સચિત્ત વસ્તુ મિશ્રમાં વેરાય મિશ્ર વસ્તુ મિશ્રમાં વેરાય
બીજી ચતુર્ભગી સચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય અચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય સચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય અચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય
Page #214
--------------------------------------------------------------------------
________________
છર્દિત દોષ
૧૯૩
ત્રીજી ચતુર્ભગી મિશ્ર વસ્તુ મિશ્રમાં વેરાય
અચિત્ત વસ્તુ મિશ્રમાં વેરાય મિશ્ર વસ્તુ અચિત્તમાં વેરાય
અચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય સચિત્ત પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા મિશ્ર પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા સચિત્ત પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા મિશ્ર પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા કુલ ૨૪૪ ત્રણ ચતુર્ભગીના ૪૩૨ ભાંગા થાય. કોઈ પણ ભાંગામાં સાધુને ભિક્ષા લેવી કહ્યું નહિ. જો છર્દિત દોષવાળી ભિક્ષા ગ્રહણ કરે તો-૨ આજ્ઞાભંગ, ૨ અનવસ્થા, ૩ મિથ્યાત્વ, ૪ સંયમવિરાધના, આત્મવિરાધના, ૬ પ્રવચનવિરાધના આદિ દોષો લાગે. એ જ રીતે ઉદ્દેશિકાદિ દોષવાળી ભિક્ષા લેવામાં પણ મિથ્યાત્વાદિ દોષો લાગે તે સમજી લેવું.
2 આજ્ઞાભંગ-શ્રી તીર્થકર ભગવંતોએ છર્દિત દોષવાળી ભિક્ષા ગ્રહણ કરવાનો નિષેધ કરેલો છે. જો ગ્રહણ કરે તો તેમની આજ્ઞાનો ભંગ થાય એટલે આજ્ઞાભંગ.
૨ અનવસ્થા-એક સાધુ દોષવાળી ભિક્ષા લેતો હોય તે જોઈને બીજો વિચાર કરે કે “આ ભિક્ષા ગ્રહણ કરે છે તો પછી હું લઉં તો શો વાંધો ?' એટલે બીજો લે, તે જોઈને ત્રીજો લે. એમ અનવસ્થા થાય.
૩ મિથ્યાત્વ-દોષિત ભિક્ષા લેવાનો નિષેધ કરેલો છે, છતાં આ તો લે છે. એટલે બીજા સાધુ આદિને અશ્રદ્ધા થાય. અશ્રદ્ધા થઈ એટલે મિથ્યાત્વ પામે.
૪ સંયમવિરાધના-ઉષ્ણ કે શીત ભિક્ષા આપતાં નીચે ભૂમિ ઉપર વેરાય ત્યાં પૃથ્વીકાયાદિ હોય તેની વિરાધના થાય. તેથી સંયમવિરાધના.
૫ આત્મવિરાધના-ભિક્ષા ગરમાગરમ હોય અને ઢોળાય તો કાં તો આપનાર દાઝે કે સાધુ દાઝે તેથી આત્મવિરાધના.
૯ પ્રવચનવિરાધના-આપનાર કે લેનાર દાઝે તો લોકો જેમ તેમ બોલે તેથી પ્રવચનવિરાધના.
નીચે છાંટો પડે તો પરંપરાએ કેવા દોષ સર્જાય તે ઉપર દષ્ટાંત વારત્તપુર નામના નગરમાં અભયસેન નામના રાજા રાજ્ય કરે છે. તેમને વારત્તક નામનો પ્રધાન છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
એક વખત તે નગરમાં ધર્મઘોષ નામના એક મુનિએ ભિક્ષાએ ફરતાં ફરતાં મંત્રીના ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં રહેલી સંગીની સ્ત્રી ઘી, સાકરયુક્ત ખીર ભરેલી થાળી લઈને વહોરાવવા જાય છે, ત્યાં અચાનક ખીરનો છાંટો જમીન ઉપર પડ્યો. આ જોઈ ભિક્ષા લીધા સિવાય મુનિ તે ઘરમાંથી નીકળી ગયા.
આ દૃશ્ય વારત્તક મંત્રીએ જોયું અને વિચારમાં પડ્યા કે “સાધુ મારા ઘેરથી ભિક્ષા લીધા સિવાય કેમ જતા રહ્યા ?' આમ વિચાર કરે છે ત્યાં તેમની દૃષ્ટિ જમીન ઉપર પડેલા ખીરના છાંટા ઉપર ગઈ તો છાંટા ઉપર એક માખી બેઠી હતી, તેને પકડવા એક ગીરોલી આવી, ગીરોલીને પકડવા સરટ (કાકીડો) દોડ્યો, કાકીડાને પકડવા એક બિલાડી આવી, તેને પકડવા પાડોશીનો કૂતરો આવ્યો, ત્યાં બીજો કૂતરો આવ્યો, બન્ને કૂતરા લડવા લાગ્યા. તે જોઈને કૂતરાના માલિકોનો પરસ્પર કલહ થયો અને મોટું રમખાણ મચી ગયું.
આ જોઈ મંત્રી વિચારવા લાગ્યો કે “એક બિંદુ નીચે પડ્યું, તેમાં આવો અનર્થ થયો. આ અનર્થના ભયથી મુનિએ ભિક્ષા લીધી નહિ. અહો ! કેવો દીર્ઘ દૃષ્ટિવાળો ભગવંતનો ધર્મ છે. આવો ધર્મ સર્વજ્ઞ સિવાય કોણ કહી શકે ?” જેમ આંધળો રૂપને જોઈ શકે નહિ તેમ જે સર્વજ્ઞ ન હોય તે દોષ વિનાનો ધર્મ કહી શકે નહિ. જિનેશ્વર ભગવાન જ સર્વજ્ઞ છે, એજ મારા દેવ હો. તેમણે કહેલું અનુષ્ઠાન જ મારે કરવું.”
આ પ્રમાણે વિચાર કરી વૈરાગ્ય પામેલા વારત્તક મંત્રી, જિનમંદિરમાં ગયા. ભગવંતનાં ભાવથી દર્શન કર્યા, પછી મંદિરમાંથી બહાર નીકળીને શ્રી ધર્મઘોષ મુનિની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી.
શરીરની પણ મમતા રાખ્યા સિવાય વિધિપૂર્વક આહાર ગ્રહણ કરતાં અને સંયમનું સુંદર રીતે પાલન કરતાં ઘાતકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષમાં ગયા.
પિંડનિર્યુક્તિ' ગ્રંથમાં પ્રધાનને વિચાર કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું પ્રતિબોધ પામ્યા. સ્વયંબુદ્ધ થયા, દેવે વેશ આપ્યો. સાધુ બન્યા, મહાદુષ્કર અનુષ્ઠાનને કરતાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.” આ પ્રમાણે જણાવેલ છે.
ગવેષણાના અને ગ્રહણએષણાના દોષો જણાવ્યા. હવે ગ્રાસ એષણાના દોષો જણાવાય છે.
ઇતિ દશમ છર્દિત દોષ નિરૂપણ.
ઇતિ ગ્રહણએષણા દોષો.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૫
ગ્રાસએષણા णामं ठवणा दविए भावे घासेसणा मुणेयव्वा ।
ત્રે મછાદર માવંમ જ દોડ઼ પંચવિદા ૦૧ ૫ (પિં. નિ. ૩૨૯) ગ્રાસએષણાના ચાર નિક્ષેપ છે- નામ ગ્રાસએષણા, ૨ સ્થાપના ગ્રાસએષણા, ૩ દ્રવ્ય ગ્રાસએષણા, ૪ ભાવ ગ્રાસએષણા. દ્રવ્ય ગ્રાસએષણામાં મત્સ્યનું ઉદાહરણ, ભાવ ગ્રાસએષણા પાંચ પ્રકારે છે -
૨ નામ ગ્રાસએષણા-ગ્રાસએષણા એવું કોઈનું નામ હોય તે. ૨ સ્થાપના ગ્રાસએષણા-ગ્રાસએષણાની કોઈ આકૃતિ. ૩ દ્રવ્ય ગ્રાસએષણા-ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત કે મિશ્ર વસ્તુ વાપરવી.
૪ ભાવ ગ્રાસએષણા-બે પ્રકારે. 1 આગમભાવ ગ્રાસએષણા.2 નોઆગમભાવ ગ્રાસએષણા.
આગમભાવ ગ્રાસએષણા-ગ્રાસ એષણાને જાણનાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમભાવ ગ્રાસએષણા-બે પ્રકારે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત-સંયોજનાદિ પાંચ દોષથી રહિત આહાર વાપરવો. અપ્રશસ્ત-સંયોજના પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણદોષવાળો આહાર વાપરવો. કહેલ વસ્તુના અર્થને સમજાવવા માટે ચરિત-બનેલા અને કલ્પિત એમ બે પ્રકારના દૃષ્ટાંતો હોય છે. તેમાં અહીં દ્રવ્ય ગ્રાસએષણા ઉપર મત્સ્યનું કલ્પિત દૃષ્ટાંત કહેવામાં આવે છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
મત્સ્યનું દૃષ્ટાંત
કોઈ એક માછીમાર માછલાં પકડવા માટે સરોવ૨ ઉપર ગયો. ત્યાં જઈને કાંટામાં ગલમાંસનો ટુકડો ભરાવીને સરોવરમાં નાખ્યો.
તે સરોવ૨માં બુદ્ધિશાળી અને હોશિયાર એક વૃદ્ધ માછલું રહેતું હતું. તે માછલું માંસની ગંધથી ત્યાં આવ્યું અને સાચવીને કાંટાની આજુબાજુ માંસ ખાઈ ગયું અને પછી પૂંછડાથી કાંટો હલાવીને આધું જતું રહ્યું. માછીમાર સમજ્યો કે ‘માછલું પકડાયું છે એટલે કાંટો બહાર કાઢ્યો અને જોયું તો માછલું ન હતું અને માંસ પણ હતું નહિ. આ પ્રમાણે ત્રણવાર થયું. ત્રણે વાર તે માછલું માંસ ખાઈ ગયું. માછીમાર વિચારમાં પડ્યો કે આમ કેમ થાય છે ?
૧૯૬
ત્યાં તો માછલો બોલી ઊઠ્યો કે ‘હે માછીમાર ! તું શું વિચાર કરે છે ? મારું પરાક્રમ સાંભળ. એકવાર હું પ્રમાદમાં હતો, ત્યાં એક બગલાએ મને પકડ્યો. ‘બગલો ભક્ષ ઉછાળીને પછી ગળી જાય છે.' તેથી તે બગલાએ મને અદ્ધર ઉછાળ્યો, મેં વિચાર કર્યો કે ‘જો હું સીધો તેના મુખમાં પડીશ તો મને ગળી જશે, માટે તીર્થ્રો પડું કે જેથી મને ગળી શકે નહિ.’ આમ વિચાર કરીને હું વાંકો પડ્યો, બીજી વાર ઉછાળ્યો, બીજી વાર વાંકો પડ્યો, ત્રીજી વાર ઉછાળ્યો, ત્રીજી વાર હું પાણીમાં પડ્યો અને દૂર ભાગી ગયો.
એકવાર હું સમુદ્રમાં હતો ત્યાં માછીમારોએ વલયામુખની સાદડી માછલાં પકડવા માટે રાખેલી હતી. ભરતી આવે એટલે તેમાં માછલાં ભરાઈ જાય. એકવાર હું તેમાં સપડાઈ ગયો, ત્યારે સાદડીના આધારે બહાર નીકળી ગયો હતો. એકવીસ વાર જાળમાં સપડાયેલો તેમાં દરેક વખત હું જમીન ઉપર લપાઈ જઈને છૂટી ગયો હતો.
એકવાર માછીમારે દ્રહનું પાણી બીજી તરફ કાઢ્યું, તેમાં હું પણ આવી ગયો હતો, ત્યાં હું માછીમારની જાળમાં સપડાઈ ગયો. માછીમાર બધાં માછલાંને પકડીને લાંબા સોયામાં પરોવતો હતો, મેં હોંશિયારીથી સોયાનો ભાગ મોંથી પકડી લીધો. પછી માછીમાર માછલાં ઉપર લાગેલા કાદવને સાફ કરવા સરોવ૨માં ગયો અને ધોવા લાગ્યો, ત્યાં મેં સોયો મૂકી દીધો અને પાણીમાં જતો રહ્યો.
આવું મારું પરાક્રમ છે તો પણ તું મને પકડવા ઇચ્છે છે ? અહો કેવું તારું નિર્લજ્જપણું ?'
આ દૃષ્ટાંતનો ઉપનય-સાર આ પ્રમાણે છે. માછલાના સ્થાને સાધુ, માંસના
Page #218
--------------------------------------------------------------------------
________________
ગ્રાસએષણા
૧૯૭
સ્થાને આહારપાણી, માછીમારના સ્થાને રાગાદિ દોષનો સમૂહ.
જેમ માછલું કોઈ રીતે સપડાયું નહિ તેમ સાધુએ પણ દોષ ન લાગે તે રીતે આહાર ગ્રહણ કરવો, કોઈ દોષમાં સપડાવું નહિ.
સોળ ઉત્પના, સોળ ઉત્પાદનોના અને દશ એકગ્રાના એમ ૪ર દોષોથી રહિત આહાર મેળવ્યા પછી સાધુએ આત્માને શિખામણ આપવી કે “હે જીવ ! તું કોઈ દોષમાં સપડાયો નહિ અને બેતાલીસ દોષોથી રહિત આહાર લાવ્યો છે, તો હવે વાપરતા મૂર્છાવશ થઈ રાગદ્વેષમાં ન સપડાય તેનું ધ્યાન રાખજે. અર્થાત્ આહાર વાપરતાં રાગદ્વેષ કરીશ નહિ.
અપ્રશસ્ત ભાવગ્રાસએષણા संयोजना पमाणे इंगाले घूम कारणे पढमा ।
વસદિદિરન્તરે વા રસદેવં વ્યસંગો II૧૦પા (પિ. વિ. ૯૪) ૧ સંયોજના-વાપરવાનાં બે દ્રવ્યો સ્વાદ માટે ભેગાં કરવાં. ૨ પ્રમાણ-જરૂર કરતાં વધારે આહાર વાપરવો. ૩ અંગાર-વાપરતાં આહારના વખાણ કરવાં. ૪ ધૂમ્ર-વાપરતાં આહારની નિંદા કરવી. ૫ કારણ-આહાર વાપરવાના છ કારણ સિવાય આહાર વાપરવો.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૮
૧. સંયોજના દોષ
સંયોજના એટલે દ્રવ્ય ભેગાં કરવા. તે બે પ્રકારે ?. દ્રવ્યથી ભેગું કરવું અને ૨. ભાવથી ભેગું કરવું.
દ્રવ્યથી ભેગું કરવું-બે પ્રકારે 1. બ્રાહ્ય સંયોજના, 2. અત્યંતર સંયોજના.
બ્રાહ્ય સંયોજના-સ્વાદની ખાતર બે દ્રવ્યો દૂધ, દહીં આદિમાં સાકર આદિ મેળવવી. તે ઉપાશ્રયની બહાર ગોચરી ગયા હોય ત્યાં બે દ્રવ્યો ભેગાં કરવાં તે બ્રાહ્ય સંયોજના.
અત્યંતર સંયોજના-ઉપાશ્રયમાં આવીને વાપરતી વખતે સ્વાદની ખાતર બે દ્રવ્યો ભેગાં કરવાં. તે ત્રણ પ્રકારે. ૧. પાત્રમાં, ૨. હાથમાં અને ૩. મોઢામાં. આ અત્યંતર સંયોજના.
ગોચરીએ ફરતાં વાર લાગે એમ હોય એટલે વિચાર કરે કે ‘જો અહીં બે દ્રવ્યો ભેગાં કરીશ તો સ્વાદ બગડી જશે, એટલે વાપરતી વખતે ભેગાં કરીશ.' આમ વિચારીને બન્ને દ્રવ્યો અલગ અલગ લે. પછી ઉપાશ્રયે આવીને વાપરતી વખતે બે દ્રવ્યો ભેગાં કરે.
પાત્ર સંયોજના-શીખંડ, પૂરી આદિ પાત્રમાં જ ભેગા કરીને વાપરે.
હસ્ત સંયોજના-કોળિયો હાથમાં લે પછી તેના ઉપર બીજી વસ્તુ નાખીને વાપરે.
મુખ સંયોજના-મોઢામાં કોળિયો નાખે પછી ઉપરથી પ્રવાહી કે બીજી વસ્તુ લઈને એટલે મંડક આદિ મોઢામાં લે, પછી ગોળ આદિ મોંમાં લે એમ બે વસ્તુ મેળવીને વાપરે.
Page #220
--------------------------------------------------------------------------
________________
સંયોજના દોષ
૧૯૯
સંયોજના કરવાથી થતાં દોષો ૨ સંયોજના રસની આસક્તિ કરનાર છે. ૨ સંયોજનાથી આત્મા જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ કરે છે. ૩ સંયોજનાથી સંસાર વધે છે. ૪ સંયોજનાથી ભવાંતરમાં જીવને અશાતા થાય છે. પ સંયોજનાથી અનંતકાળ સુધી દવા યોગ્ય અશુભ કર્મ બંધાય છે. આથી સાધુએ બ્રાહ્ય કે અત્યંતર સંયોજના કરવી નહિ.
અપવાદ-દરેક સંઘાટ્ટકને ગોચરી વધારે આવી ગઈ હોય, વાપરવા છતાં આહાર વધ્યો હોય તો, તે પાઠવવો ન પડે તે માટે બે દ્રવ્યો ભેગા કરીને વાપરે તો દોષ નથી.
ગ્લાનને માટે દ્રવ્ય સંયોજના કરી શકાય. રાજપુત્રાદિ હોય અને એકલો આહાર ગળે ઊતરતો ન હોય તો સંયોજના કરે. નવદીક્ષિત હોય પરિણત ન થયો હોય તો સંયોજના કરે. અથવા રોગાદિ કારણે સંયોજન કરવામાં દોષ નથી.
ઇતિ સંયોજના દોષ નિરૂપણ.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૦
૨. પ્રમાણ દોષ
बत्तीस किर कवला आहारो कुच्छिपूरओ भणिओ ।
પુરિસસ્ત્ર મહિલા! અઠ્ઠાવીસ મવે વતા।।૧।। (પિં. નિ. ૬૪૨) જે આહાર કરવાથી જ્ઞાનાભ્યાસ, વૈયાવચ્ચ આદિ કરવામાં અને સંયમના વ્યાપારોમાં તે દિવસે અને બીજા દિવસે આહાર વાપરવાનો ટાઇમ ન થાય ત્યાં સુધી શારીરિક બળમાં હાનિ ન પહોંચે તેટલો આહાર પ્રમાણસર કહેવાય.
પ્રમાણ કરતાં વધારે આહાર વાપરવાથી પ્રમાણાતિરિક્ત દોષ થાય અને તેથી સંયમ અને શરીરને નુકશાન થાય.
સામાન્ય રીતે પુરુષ (સાધુ) ને માટે બત્રીસ કોળિયા જેટલો આહાર અને સ્ત્રી (સાધ્વી) માટે અટ્ઠાવીસ કોળિયા જેટલો આહાર પ્રમાણસર કહેવાય. કુક્કુટી-કુકડીના ઇંડા જેટલા પ્રમાણનો એક કોળિયો ગણાય. કુક્કુટી-બે પ્રકારની ૧ દ્રવ્ય કુક્કુટી અને ૨ ભાવકુક્કુટી. દ્રવ્ય કુક્કુટી-બે પ્રકારે ૧ ઉદર કુક્કુટી, ૨ ગલકુક્કુટી. ઉદરકુક્કુટી-જેટલો આહાર વાપરવાથી પેટ ભરાય તેટલો આહાર. ગલકુક્કુટી-પેટ પૂરતા આહારનો બત્રીસમો ભાગ અથવા જેટલો કોળિયો મુખમાં મૂકતાં મોં વિકૃત ન થાય, તે પ્રમાણનો કોળિયો અથવા સહેલાઈથી મુખમાં મૂકી શકાય તેટલા આહારનો કોળિયો.
ભાવકુક્કુટી-જેટલો આહાર વાપરવાથી (ઓછો નહિ તેમ વધારે નહિ)
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ દોષ
૨૦૧
શરીરમાં સ્કૂર્તિ રહે, જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ થાય તેટલા પ્રમાણનો આહાર, તેનો બત્રીસમો ભાગ એક કોળિયો કહેવાય.
બત્રીસ કોળિયામાં એક, બે ત્રણ કોળિયા ઓછાં કરતાં યાવતું સોળ કોળિયા પ્રમાણ આહાર કરે યાવતું તેમાંથી પણ ઓછા કરતાં આઠ કોળિયા પ્રમાણ આહાર કરે તે યાત્રામાત્ર (નિર્વાહ પૂરતો) આહાર કહેવાય. અર્થાત્ ઓછા આહારથી કામ લે-આરાધના કરે. સાધુઓએ કેવો આહાર વાપરવો જોઈએ ? તે માટે કહ્યું છે કે :हियाहारा भियाहारा अप्पाहारा य जे नरा ।
તે વિજ્ઞા તિષ્ઠિતિ મMા તે તિપિચ્છ I૧૨ાા (પિં. નિ. ૬૪૮) જેઓ હિતકારી-દ્રવ્યથી અવિરુદ્ધ, પ્રકૃતિને માફક અને એષણીય-દોષ વગરનો આહાર કરનારા, મિતાહારી-પ્રમાણસર બત્રીસ કોળિયા પ્રમાણ આહાર કરનારા, અલ્પાહારી-ભૂખ કરતાં ઓછો આહાર કરનારા હોય છે, તેમની વૈદ્યો ચિકિત્સા કરતા નથી. અર્થાત્ તેવાઓને રોગ થતાં નથી કેમકે તેઓ પોતે જ પોતાના વૈદ્ય છે. હિતકારી અને અહિતકારી આહારનું સ્વરૂપ
દહીંની સાથે તેલ, દૂધની સાથે દહીં કે કાંજી એ અહિતકારી છે, અર્થાત્ શરીરને નુકશાન કરે છે. કહ્યું છે કે ‘હતાશનમ્પ, સર્વરોnોમવો યતઃ તારંહિત ત્યાર્ચ, ચાટ્ય અનિવેવમ્ It' અહિતકારી આહાર વાપરવાથી સઘળા રોગ ઉત્પન્ન થાય છે. દૂધ અને તેલ કે દહીં અને તેલ સાથે વાપરવાથી કોઢ રોગ થાય છે, સરખા ભાગે વાપરવાથી ઝેરરૂપ બને છે. માટે અહિતકારી આહારનો ત્યાગ કરવો અને હિતકારી આહાર વાપરવો જોઈએ.
મિતઆહારનું સ્વરૂપ-પોતાના ઉદરમાં છ ભાગની કલ્પના કરવી. તેમાં શિયાળો ઉનાળો અને સાધારણ કાલની અપેક્ષાએ આહાર વાપરવો, તે આ પ્રમાણે :
કાલ પાણી | ભોજન | વાયુ અતિ ઠંડીમાં | એક ભાગ | ચાર ભાગ | એક ભાગ મધ્યમ ઠંડીમાં બે ભાગ ત્રણ ભાગ એક ભાગ મધ્ય ગરમીમાં |
ત્રણ ભાગ એક ભાગ વધુ ગરમીમાં | ત્રણ ભાગ બે ભાગ | એક ભાગ
| બે ભાગ |
Page #223
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
કાયમ ઉદરનો એક ભાગ વાયુના પ્રચાર માટે ખાલી રાખવો જોઈએ. એક ભાગ ખાલી ન રહે તો શરીરમાં પીડા કરે.
૨૦૨
पगामं च निगामं च पनीयं भत्तपाणमाहरे ।
અવદુવં અવદુતો પમાળોસ મુજ્ઞેયો ।।૨રૂ।। (પિં. નિ. ૬૪૪) જે સાધુ પ્રકામ, નિષ્કામ, પ્રણીત, અતિબહુક અને અતિ બહુશ: ભક્તપાનનો આહાર કરે તે પ્રમાણદોષ જાણવો.
? પ્રકામ-ઘી આદિ નહિ નીતરતા આહારના તેત્રીસ કોળિયા પ્રમાણથી વધુ વાપરે તે.
૨ નિકામ-ઘી આદિ નહિ નીતરતા આહારના બત્રીસથી વધારે કોળિયા પ્રમાણ એકથી વધારે દિવસ વાપરવા તે.
૩ પ્રણીત-કોળિયો ઉપાડતાં તેમાંથી ઘી આદિ નીતરતો હોય તેવો આહાર વાપરવો તે.
૪ અતિબહુક-અકાંતરીયા થઈને વા૫૨વું તે.
૫ અતિબહુશ:-અતિલોલુપતાથી અતૃપ્તપણે દિવસમાં ત્રણ વખતથી વધારે વખત આહાર વાપરવો તે.
સાધુએ ભૂખ કરતાં પણ ઓછો આહાર વા૫૨વો જોઈએ. જો વધુ આહાર વાપરે તો આત્મવિરાધના, સંયમવિરાધના, પ્રવચનવિરાધના આદિ દોષો થાય.
આત્મવિરાધના-બે વખત, ત્રણ વખત અને તેથી પણ વધુ વખત વાપરેલો આહાર પાચન નહિ થવાના યોગે ઝાડા થાય કે ઉલટી થાય, બિમારી આવે કે શરીરને નુકશાન થાય યાવતુ મૃત્યુ થાય.
સંયમવિરાધના-વધારે આહાર વાપરવાના યોગે શરીરમાં રોગ થવાથી શેક કરે, તેમાં તેઉકાય આદિની વિરાધના, ઔષધ વગેરેમાં છકાયજીવની વિરાધના થાય.
પ્રવચન વિરાધના-અધિક આહાર વાપરવાથી સાધુ માંદો પડે, તે જોઈને લોકો નિંદા કરે કે ‘આ સાધુડા રસનામાં લંપટ છે, તેથી માંદા પડે તેમાં શી નવાઈ ?' વગેરે બોલે.
અધિક આહારના યોગે બ્રહ્મચર્યની વિરાધના આદિ અનેક પ્રકારના દોષો થાય છે. માટે સંયમ અને શરીરને ગુણકારી પ્રમાણસર આહાર વાપરવો જોઈએ. ઇતિ પ્રમાણ દોષ નિરૂપણ.
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૩
૩. અંગાર દોષ
૪. ધૂમ્ર દોષ अंगारसधूमोवमचरणिंधणकरणमावओ जमिह ।
રસ્તો કુદ્દો મુંન તં ગંદં ર ઘૂમં ૨ ૨૪મા (પિ. વિ. ૯૭) જેમ અગ્નિ લાકડાંને સર્વથા બાળીને અંગારા સમાન બનાવે છે અને અર્ધબાળવાથી ધુમાડાવાળું કરે છે, તેમ સાધુ આહાર વાપરતાં આહારનાં કે આહાર બનાવનારનાં વખાણ કરે-પ્રશંસા કરે તો તેથી રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપી લાકડાંને અંગારા સમાન બનાવે છે. અને જો વાપરતી વખતે આહારની કે આહાર બનાવનારની નિંદા કરે તો તેથી શ્રેષરૂપી અગ્નિથી ચારિત્રરૂપી લાકડાંને ધુમાડાવાળા બનાવે છે. રાગથી આહારને વખાણ કરતો વાપરે તો અંગારદોષ લાગે છે.
ષથી આહારની નિંદા કરતો વાપરે તો ધૂમ્રદોષ લાગે છે. માટે સાધુએ આહાર વાપરતાં વખાણ કે નિંદા કરવી ન જોઈએ. આહાર જેવો હોય તેવો સમભાવથી રાગ-દ્વેષ કર્યા સિવાય વાપરી લેવો જોઈએ, તે પણ કારણ હોય તો વાપરવો તે સિવાય ન વાપરવો.
ઇતિ તૃતીય-ચતુર્થ અંગાર દોષ-ધૂમ્ર દોષ નિરૂપણ.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૪
૫. કારણ દોષ छुहवेयणवेयावच्च-संजमसुज्झाणपाणरक्खणट्ठा ।
રૂરિયં ચ વિનોદે મુંન રૂવરસદે પારકા (પિં. વિ. ૯૮) આહાર કરવાનાં છ કારણો છે. આ જ કારણો સિવાય આહાર વાપરે તો કારણોતિરિક્ત નામનો દોષ લાગે.
છ કારણો- સુધાવેદનીય દૂર કરવા, ર વૈયાવચ્ચ સેવા ભક્તિ કરવા, ૩ સંયમનું પાલન કરવા, ૪ શુભધ્યાન કરવા, ૫ પ્રાણોને ટકાવી રાખવા, ૬ ઇર્યાસમિતિનું પાલન કરવા. આ જ કારણે સાધુ આહાર વાપરે, પરંતુ શરીરનું રૂપ કે જીભના રસને માટે ન વાપરે.
૨ સુધાનું નિવારણ કરવા-ભૂખ જેવી કોઈ પીડા નથી, માટે ભૂખને દૂર કરવા આહાર વાપરે. આ શરીરમાં એક તલના ફોતરા જેટલી જગ્યા એવી નથી કે જે બાધા ન આપે. આહાર વગરના-ભૂખ્યાને બધાં દુ:ખો સાન્નિધ્ય કરે છે અર્થાત્ ભૂખ લાગે ત્યારે બધાં દુ:ખો આવી ચઢે છે, માટે ભૂખનું નિવારણ કરવા સાધુ આહાર વાપરે.
૨ વૈયાવચ્ચ કરવા-ભૂખ્યો સાધુ વૈયાવચ્ચ બરાબર કરી ન શકે, એટલે આચાર્ય, ઉપાધ્યાય, ગ્લાન, બાલ, વૃદ્ધ આદિ સાધુની વૈયાવચ્ચ સારી રીતે કરી શકાય તે માટે સાધુ આહાર વાપરે.
૩ સંયમનું પાલન કરવા-ભૂખ્યો સાધુ પ્રત્યુપ્રેક્ષણા પ્રમાર્જના આદિ સંયમનું પાલન કરી ન શકે, માટે સંયમનું પાલન કરવા સાધુ આહાર વાપરે.
Page #226
--------------------------------------------------------------------------
________________
કારણ દોષ
૨૦૫
૪ શુભધ્યાન કરવા-ભૂખ્યો સાધુ સ્વાધ્યાય આદિ શુભધ્યાન-ધર્મધ્યાન કરી ન શકે, અભ્યાસ કરેલા સૂત્ર-અર્થનું પરાવર્તન કરવામાં અસમર્થ થાય, તેથી ધર્મધ્યાનની હાનિ થાય. માટે શુભ ધ્યાન ક૨વા સાધુ આહાર વાપરે.
૫ પ્રાણોને ટકાવી રાખવા-ભૂખ્યા હોય તો શરીરની શક્તિઓ ક્ષીણ થાય. જેથી શરીરની શક્તિ ટકાવી રાખવા સાધુ આહાર વાપરે.
૬ ઇર્યાસમિતિનું પાલન કરવા-ભૂખ્યા હોય તો ઇર્યાસમિતિનું બરાબર પાલન થઈ ન શકે. ઇર્યાસમિતિનું પાલન સારી રીતે થઈ શકે તે માટે સાધુ આહાર વાપરે.
આ છ કારણોએ સાધુ આહાર વાપરે, પરંતુ શરીરનો વિશિષ્ટ વર્ણ આકૃતિ થાય, મધુર સ્વર થાય, કંઠની મધુરતા થાય તેમજ સારા સારા માધુર્ય આદિ સ્વાદ ક૨વા આહાર ન વાપરે. શરીરના રૂપ, રસાદિ માટે આહાર વાપરતા ધર્મનું પ્રયોજન નહિ રહેવાથી કારણાતિરિક્ત નામનો દોષ લાગે છે.
છ કારણે સાધુ આહાર વાપરે તે જણાવ્યું. હવે છ કારણે સાધુએ આહાર ન વાપરવો. અર્થાત્ ઉપવાસ ક૨વો તે કહે છે.
आयंके उवसग्गे तितिक्खया बंभचेरगुत्तीसु ।
પાળિવવા તવદેવું સરીવોલ્ઝેવળદાણ ।।૧૬।। (પિં. નિ. ૭૬૬) ? આતંક-તાવ આવ્યો હોય, કે અજીર્ણ આદિ થયું હોય ત્યારે આહાર ન વાપરે. કેમકે વાયુ, શ્રમ, ક્રોધ, શોક, કામ અને ક્ષતથી ઉત્પન્ન નહિ થયેલા તાવમાં લંઘન-ઉપવાસ ક૨વાથી શરીરની શુદ્ધિ થઈ જાય છે.
૨ ઉપસર્ગ-સગાસંબંધી, દીક્ષા છોડાવવા આવ્યા હોય, ત્યારે આહાર ન વાપરે. આહાર નહિ વાપરવાથી સગાસંબંધીઓને એમ થાય કે ‘આહાર નહિ વાપરે તો મરી જશે.' એટલે સગાસંબંધીઓ દીક્ષા છોડાવે નહિ તથા રાજા કોપાયમાન થયો હોય તો ન વાપરે તથા દેવ, મનુષ્ય કે તીર્યંચ સંબંધી ઉપસર્ગ થયો હોય તો ઉપસર્ગ સહન કરવા ન વાપરે.
૩ બ્રહ્મચર્ય-બ્રહ્મચર્યને બાધક એવો મોહનો ઉદય થયો હોય તો ન વાપરે. ભોજનનો ત્યાગ કરવાથી મોહોદય શમી જાય છે.
૪ પ્રાણીદયા-વરસાદ વરસતો હોય, છાંટા પડતા હોય, સચિત્ત ૨જ કે ધુમ્મસ આદિ પડતી હોય કે સમૂર્છિમ દેડકીઓ આદિની ઉત્પત્તિ થઈ ગઈ હોય તો તે જીવોની રક્ષા માટે-પોતાથી તે જીવોની વિરાધના ન થાય તે માટે ઉપાશ્રયની બહાર ન નીકળે. આહાર ન વાપરે એટલે ઉપવાસ કરે. જેથી ગોચરી પાણી માટે
Page #227
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
બહાર જવું ન પડે અને અકાયાદિ જીવોની વિરાધનાથી બચાય.
૫ તપ-તપશ્ચર્યા કરવા માટે. શ્રી મહાવીરસ્વામીજી ભગવંતના શાસનમાં ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસનો તપ કહ્યો છે. ઉપવાસથી માંડી છ મહિનાના ઉપવાસ કરવા આહાર ન વાપરે.
૨૦૬
૬ શરીરનો ત્યાગ કરવા-લાંબા કાળ સુધી ચરિત્ર પાળ્યું, શિષ્યોને વાચના આપી, અનેકને દીક્ષા આપી, અંતે વૃદ્ધપણામાં ‘સર્વ અનુષ્ઠાનોમાં મરણ-અનશન આરાધના સાર છે, માટે તેમાં મહાપ્રયત્ન કરવો જોઈએ.’ આમ સમજી આહારનો ત્યાગ કરવા પૂર્વક શરીરનો ત્યાગ કરે. શરીરનો ત્યાગ કરવા આહાર ન વાપરે.
ઇતિ કારણ દોષ નિરૂપણ.
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૭
દોષોના વિભાગો
सोलस उग्गमदोसा सोलह उप्पायणाए दोसा उ ।
दस एसणाए दोसा संजोयणमाइ पंचेव ।।९।। (पि. नि. 5७८) સોળ ઉદ્ગમના દોષો સોળ ઉત્પાદનોના દોષો, દશ એષણાના દોષો અને પાંચ સંયોજનાદિ દોષો. કુલ ૪૭ દોષો છે.
આ ૪૭ દોષોને દૂર કરવાથી પિંડની વિશુદ્ધિ થાય છે. પિંડની વિશુદ્ધિથી ચારિત્રની શુદ્ધિ થાય છે.
ચારિત્રની શુદ્ધિથી આત્માનો મોક્ષ થાય છે. એટલે કે મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ માટે કહ્યું છે કે –
एए विसोहयंतो पिंडं सोहेइ संसओ नत्थि । एए अविसोहिंते चरित्तभेयं वियाणाहि ।।९८।। समणत्तणस्स सारो भिक्खायरिया जिणेहिं पनत्ता । पत्थ परितप्पमाणं तं जाणसु मंदसंवेगं ।।९९।। नाणचरणस्स मूलं भिक्खायरिया जिणेहिं पत्रत्ता । एत्थ उ उज्जमाणं तं जाणसु तिव्वसंवेगं ।।१००।। पिंड असोहयंतो अचरित्ती एत्थ संसओ नत्थि । चारित्तंमि असंते निरस्थिआ होइ दिक्खा उ ।।१०१।। चारित्तंभि असंतंमि निव्वाणं न उ गच्छइ । निव्वाणंमि असंतंमि सव्वा दिक्खा निरत्थणा ।।१०२।।
(पिं. नि. था. ७७८नी टीमi)
15
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
જેઓ આ દોષોથી રહિત આહારને વાપરે છે, તેમના ચારિત્રનો નાશ થતો નથી. જેઓ આ દોષોની શુદ્ધિ કરતા નથી અર્થાત્ દોષવાળો આહાર વાપરે છે તેમના ચારિત્રનો નાશ થાય છે.
‘ભિક્ષાની શુદ્ધિ કરવી અર્થાત્ દોષ વગરનો આહાર મેળવવા પ્રયત્ન કરવો એ સાધુપણાનો સાર છે. જેઓ શુદ્ધ આહારની તપાસ કરવામાં ખેદ પામે છે, તેઓ મંદ વૈરાગ્યવાળા જાણવા.' એમ શ્રી જિનેશ્વવર ભગવંતોએ કહ્યું છે.
શ્રી જિનેશ્વર દેવોએ કહ્યું છે કે “જ્ઞાન અને ચારિત્રનું મૂલ ભિક્ષાની શુદ્ધિ છે, જેઓ શુદ્ધ ભિક્ષા મેળવવા માટે ઉદ્યમ કરે છે તે તીવ્ર વૈરાગ્યવાળા જાણવા.'
જેઓ પિંડને શોધતા નથી તેઓ અચારિત્રી છે એમાં સંશય નથી. ચારિત્ર નહિ હોવાથી તેઓની દીક્ષા નિરર્થક થાય છે.
ઉપર પ્રમાણે જેઓમાં ચારિત્ર નથી તેઓ મોક્ષમાં જતાં નથી. મોક્ષનો અભાવ થયે છતે તેઓની સર્વ દીક્ષા નિરર્થક છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૯
ઉપસંહાર
इइ तिविहेसणदोसा लेसेण जहागमं मएऽ भिहिया ।
ગુરુત્સદ્દવિસે તે ર મુક્ત ૩ ૨૦૨ા (પિં. વિ. ૧૦૦) ઉપર બતાવ્યા પ્રમાણે ત્રણ પ્રકારની એષણા-ગવેષણા, ગ્રહણ એષણા અને ગ્રાસએષણાના દોષો સંક્ષેપથી આગમને અનુસારે નવમા પૂર્વમાં રહેલ શ્રતરૂપ શ્રી પિંડનિર્યુક્તિ આદિ શાસ્ત્રને અનુસારે જણાવ્યા છે. આ દોષોમાં નાના મોટા દોષોનો વિભાગ તથા દોષોના વિષયોમાં દૃષ્ટાંત, પ્રત્યપાય, ઉત્સર્ગ, અપવાદ, શય્યાતર, રાજપિંડ, ઉપાશ્રય, વસ્ત્રપાત્ર વગેરેમાં રહેલ દોષો વગેરે જે અહીં ન કહ્યું હોય તે બીજા સૂત્રોથી જાણી લેવું.
અહીં નહિ કહેલું બીજાં સૂત્રોથી જાણી લેવાની સૂત્રકારે ભલામણ કરી છે. પરંતુ પિંડ વિશુદ્ધિ પ્રકરણની ટીકામાં શ્રી જિનવલ્લભગણિએ કહેલું છે તેમાંથી બેતાલીસ દોષો અંગે ટૂંકમાં અહીં જણાવાય છે.
દોષોમાં મોટાં અને નાના દોષો સૌથી મોટો દોષ મૂલકર્મ, પછી આધાકર્મ, પછી કર્મ ઔદેશિકના છેલ્લા ત્રણ ભેદ (સમુદ્દેશ, આદેશ, સમાદેશ) મિશ્રના છેલ્લા બે ભેદ (પાખંડી મિશ્ર અને સાધુમિશ્ર) બાદર પ્રાકૃતિકા, સપ્રત્યપાય પરગામ અભ્યાહત, લોભપિંડ, અનંતકાય વડે અવ્યવહિત નિક્ષિપ્ત પિહિત સંહત ઉન્મિશ્ર અપરિણત અને છર્દિતદોષ (આ છ દોષો) સંયોજના, અને વર્તમાન-ભવિષ્યકાળનું નિમિત્ત એ ઓછા દોષવાળા છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
તેના કરતાં કર્મ દેશિકનો પહેલો ભેદ (ઉદ્દેશ), મિશ્રનો પહેલો ભેદ (યાવદર્થિક), ધાત્રીદોષ, દૂતીદોષ, ભૂતકાલનું નિમિત્ત, આજીવિક, વનપક, બાદર ચિકિત્સા ક્રોધપિંડ, માનપિંડ, સંબંધીસંસ્તવ, વિદ્યાપિંડ, મંત્રપિંડ, યોગપિંડ, ચૂર્ણપિંડ, પ્રકાશકરણ, બે પ્રકારનુંકીત (દ્રવ્યક્રત અને આત્મભાવક્રત), લૌકિકટામિત્ય, લૌકિકપરાવર્તિત, નિષ્પત્યપાય પરગ્રામઅભ્યાહત, પિહિતઉદૂભિન્ન, કપાટઉભિન્ન, ઉત્કૃષ્ટ માલાપહૃત, આછેદ્ય, અનિસૃષ્ટ, પુર:કર્મ, પશ્ચાત્કર્મ, ગહિતઋક્ષિત, સંસ્કૃતમ્રક્ષિત, પ્રત્યેક વડે અહિત સંહત ઉન્મિશ્ર, અપરિણત અને છર્દિત (આ ચાર પ્રકારો), પ્રમાણ ઉલ્લંઘન, ધૂમ્ર, અકારણ ભોજન, ઓછા દોષવાળા છે.
તેના કરતાં પણ અધ્યવપૂરકના છેલ્લા બે ભેદ (સ્વઘર પાખંડી, સ્વઘર સાધુ), કૃત ઔદેશિકના ચારે ભેદ, ભક્તપાન પૂતિ, માયાપિંડ, અનંતકાય વડે વ્યવહિતા નિક્ષિપ્ત પિહિત ઉન્મિશ્ર અને છર્દિત (આ ચાર પ્રકારો), ઓછા દોષવાળા છે.
તેના કરતાં પણ ઓઘદ્દેશિક, ઉદ્દિષ્ટ ઔદેશિકના ચાર ભેદ, ઉપકરણ પૂતિ, ચિરકાલ સ્થાપિત, પ્રકટકરણ, લોકોત્તર પરાવર્તિત, પ્રામિય, પરભાવક્રીત, નિપ્રત્યપાય સપ્રત્યપાય સ્વગ્રામ અભ્યાહત, દઈરોભિન્ન (કપડું છોડીને), જઘન્ય માલાપહૃત, પ્રથમ-(યાવદર્થિક) અધ્યવપૂરક, સૂક્ષ્મચિકિત્સા, ગુણસંસ્તવકરણ, મિશ્રકર્દમ-મીઠું અને ખડી વડે પ્રક્ષિત, લોટ વગેરેથી મક્ષિત, દાયકદોષ, પ્રત્યેક વડે પરંપર નિક્ષિપ્ત પિહિત ઉન્મિશ્ર અપરિણત અને છર્દિત (આ પાંચ પ્રકારો), મિશ્ર વડે અનંતર નિક્ષિપ્ત પિહિત ઉન્મિશ્ર અપરિણત અને છર્દિત (આ પાંચ પ્રકારો) ઓછા દોષવાળા છે.
સાધુએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રીને ઉત્સર્ગ અને અપવાદનું સેવન કરવું જોઈએ. સર્વથા શુદ્ધ આહાર ન મળે તો અશુદ્ધ આહાર પણ વિધિપૂર્વક લેવાની આજ્ઞા શ્રી તીર્થકર ભગવંતોએ આપી છે.
આહારના અભાવે શરીર ઢીલું પડી જાય તેથી ચારિત્રાદિ ગુણોની હાનિ થાય, માટે અપવાદે અશુદ્ધ આહાર કેવી રીતે ગ્રહણ કરે ? તે માટે કહ્યું છે કે :
सोहंतो य इमे तह चइज्ज सव्वत्थ पणगहाणीए ।। વરૂ વિવાવિક વદ ચરમુખ ર રાયંતિ ૨૦૪ા (પિં. વિ. ૧૦૧) જ્યારે સર્વથા દોષ વિનાનો આહાર મળતો ન હોય ત્યારે ઉત્સર્ગ અને અપવાદના જાણકાર સાધુએ અશઠપણે સૌથી ઓછા દોષવાળો આહાર મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. જેથી ચારિત્ર ગુણોની હાનિ ન થાય.
Page #232
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૨૧૧
સર્વથા શુદ્ધ આહાર ન મળે તો આહાર વિના ચલાવી શકે એમ હોય અર્થાત્ આહાર વિના પણ ચારિત્રનું સારી રીતે પાલન કરી શકે એમ હોય તે સાધુએ દોષો સેવવાની જરૂર નથી, પરંતુ જે સાધુ આહાર વગર પોતાની ચારિત્રની ક્રિયા બરાબર કરી શકતો ન હોય તે સાધુ અપવાદે અશુદ્ધ આહાર વિધિપૂર્વક ગ્રહણ કરે.
ઉત્સર્ગ-એટલે શાસ્ત્રમાં કહ્યું હોય, તેમાં કાંઈ પણ છૂટછાટ વિના તેનું અણુશુદ્ધ પાલન કરવું તે.
અપવાદ-એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રીને શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ છૂટછાટ લઈને આચરણ કરવું તે.
ક્યારે ઉત્સર્ગનું પાલન કરવું ? ક્યારે અપવાદનું પાલન કરવું ? તે ગીતાર્થ સમજી શકે છે. ગીતાર્થ એટલે જેઓએ સારી રીતે છેદ આદિ સૂત્રો જાણ્યાં છે તે સાધુઓ અર્થાત્ પિંડની એષણા, વસ્ત્રની એષણા, પાત્રની એષણા, શવ્યાની એષણા જણાવનારા છેદ સૂત્રો જેમણે જાણેલા છે, તે ગીતાર્થ કહેવાય છે.
ગીતાર્થ સાધુ વિધિપૂર્વક અપવાદનું આચરણ કરે તો વિરાધના પણ દોષવાળી થતી નથી. કેમકે તે શાસ્ત્રની વિધિ જાણે છે. નિશીથસૂત્રમાં યતનાનું લક્ષણ કહ્યું છે કે –
रागदोसविउत्तो जोगो असढस्स होइ जयणा उ ।
रागदोसाणुगओ जो जोगो स अजयणा उ ।।१०५।। રાગ-દ્વેષથી રહિત અસઠભાવે-કપટ વિના જે મેળવવું તે જયણા કહેવાય, જ્યારે રાગ-દ્વેષપૂર્વક જે વ્યાપાર સેવે તે અજયણા કહેવાય છે.
ગ્લાન આદિ માટે વસ્તુની જરૂર પડે ત્યારે ગીતાર્થ સાધુ પંચક હાનિથી વસ્તુ મેળવે તે આ રીતે
સૌ પ્રથમ શુદ્ધ વસ્તુની તપાસ કરે. શુદ્ધ ન મળે તો લઘુગુરુ પંચક પ્રાયશ્ચિત્તને યોગ્ય વસ્તુ મેળવે. તે ન મળે તો લઘુગુરુ દશક, તે ન મળે તો લઘુગુરુ પંચદશક, એમ પંચક પંચકની વૃદ્ધિ કરે. એ રીતે સૌથી ઓછામાં ઓછી દોષવાળી વસ્તુ ગ્રહણ કરે. છેવટે આધાકર્મ દોષથી દુષિત વસ્તુ પણ ગ્રહણ કરે. આ રીતે આવી દોષવાળી વસ્તુ વાપરવા છતાં તે દોષ વિનાનો અર્થાત્ શુદ્ધ જાણવો.
જ્ઞાન-દર્શન-ચારિત્રની હાનિ ન થાય એ રીતે સાધુ યત્ન કરે. આથી એ બતાવવામાં આવ્યું કે “જૈન શાસનમાં બધું આમ જ કરવું જોઈએ અને આમ ન જ કરવું જોઈએ એવું એકાંતે કહ્યું નથી. દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવની વિચિત્રતાના
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
યોગે કોઈ વિધિનો નિષેધ પણ થાય અને નિષેધની વિધિ પણ થાય- ૩દ્યતે साऽवस्था देशकालमयान् प्रति । यस्यामकार्यं स्यात्कर्मकार्यं च वर्जयेत् ।।'
દેશકાલ આદિને આશ્રયીને જેવો સમય હોય તે પ્રમાણે અકાર્ય કાર્ય થાય અને કાર્યને છોડી દેવું પણ પડે. અર્થાત્ દેશકાલને આશ્રયીને જ્ઞાનાદિનો લાભ થાય તે રીતે આચરણ કરવું જોઈએ. જેમાં લોભ વધારે હોય અને નુકશાન ઓછું હોય તેમ વર્તવું.
नवि किंचि अणुनायं पडिसिद्धं वा वि जिणवरिंदेहिं ।
एसा जिणाण आणा कज्जे सज्जेण होयव्वं ।।१०६।। શ્રી જિનેશ્વર ભગવંતોએ કોઈ વસ્તુનો એકાંતે નિષેધ પણ કર્યો નથી, તેમ એકાંતે વિધિ પણ કહ્યો નથી. “જેવું કાર્ય હોય તે પ્રમાણે વર્તવું.' એમ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા છે. અર્થાત્ ગુણ વધારે હોય અને નુકશાન ન હોય કે અલ્પ હોય તેમ વર્તવું.
जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निजरफला अज्झत्थविसोहिजुत्तस्स ।।१०७।।
(પિં. નિ. ૯૭૧. પિં. વિ. ૧૦૨) શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે રાગ-દ્વેષ વિના યતનાપૂર્વક વર્તનાર આત્મકલ્યાણની શુદ્ધ ભાવનાવાળા સાધુને યતના કરતાં જે કાંઈ પૃથ્વીકાયાદિની સંઘટ્ટ આદિ વિરાધના થાય તો તે વિરાધના પણ નિર્જરાને કરનારી થાય છે. પરંતુ અશુભ કર્મ બંધાવનારી નથી નથી. કેમકે જે કાંઈ વિરાધના થાય છે, તેમાં આત્માનો શુભ અધ્યવસાય હોવાથી અશુભ કર્મના બંધન માટે થતી નથી, પરંતુ કર્મની નિર્જરા કરાવે છે. દોષિત આહારાદિ લેતાં જે કાંઈ વિરાધનાજન્ય કર્મ બંધાય તે પહેલા સમયે બંધાય, બીજે સમયે ભોગવાય અને ત્રીજે સમયે તે કર્મના અભાવ (આત્મા સાથેનો વિયોગ) થઈ જાય છે.
આ પ્રમાણે વિધિ સાચવીને જે ભવ્યાત્મા મુનિ ભગવંતો પોતાનું વર્તન રાખશે તેઓ થોડા જ વખતમાં શાશ્વત સુખને પ્રાપ્ત કરનારા થશે.
ઇતિ શ્રી પિંડનિર્યુક્તિ પરાગ.
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૩
શ્રી પિંડનિર્યુક્તિ પરાગ
મૂલ ગાથાઓ પિડે ઉગ્નમઉધ્યાયણેસણા સંજોયણા પ્રમાણે ચ; ઇંગાલ ધૂમ કારણ અટ્ટવિયા પિડનિજુરી. ૧ તિવિહો ઉ દધ્વપિંડો સચિત્તો મીસઓ અચિત્તો ય; એક્ટક્કસ્સ ય એત્તો નવ નવ ભેઆ ઉ પત્તેય. ૨ પુઢવી આઉક્કાઓ તેઊ વાઊ વણસઇ ચેવ; બેઇદિય તેઇંદિય ચઉરો પંચિંદિયા ચેવ. ૩ એગવિહાઇ દસવિહો પસFઓ ચેવ અપસન્થો અ; સંજમ વિજાચરણે નાણાદિતિગં ચ તિવિહો ઉ. ૪ નાણું દંસણ ચેવ સંજમો ય વય પંચછચ્ચ જાણેજ્જા; પિંડેસણ પાણેસણ ઉગ્નેહપડિમા ય પિડમિ. ૫ પવયણમાયા નવબંલગુત્તિઓ તહય સમણધમો ય; એસ પસત્યો પિંડો ભણિઓ કમ્મઢમહણહિ. ૬ અપસત્યો ય અસંજમ અજ્ઞાણે અવિરઇય મિચ્છત્ત; કોહા યાસકાયા કમ્મગુરી અહમ્મો ય. ૭ બન્ઝઈ ય જણ કર્મો સો સવ્યો હોઇ અપસત્યો ઉ; મુચ્ચાઇય જણ સો ઉણ પસન્હો નવરિ વિન્નઓ. ૮
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
નિવ્વાણું ખલુ કર્જ્ય નાણાઇતિગં ચ કારણે તસ; નિવ્વાણકા૨ણાણું ચ કારણું હોઇ આહારો. ૯ આહાકમ્મુદ્દેસિય પૂઇકર્મો ય ઠવણા પાડિયાએ પાઓઅર પરિયટ્ટિએ અભિહડે ઉભિન્ને માલોહડે ઇઅ; અચ્છિજ્જે અણિસદ્ધે અજ્મોયરએ ય સોલસમે. ૧૧ સંજમઠાણાણું કંડગાણું લેસાઠિઇવિસેસાણં; ભાવું અહે કરેઇ તમ્હા તં ભાવહે કમ્યું. ૧૨ તં પુણ જં જસ્સ જહા જારિસમસણે ય તસ્સ જે દોસા; દાણે ય જહા પુચ્છા છલણા સુદ્ધી ય તહ વોચ્યું. ૧૩ અસણાઇ ચઉબ્દેયં આહાકમ્મમિહ બિન્તિ આહારું; પઢમં ચિય જઇજોગં કીરતં નિટ્ટિયં ચ તહિં. ૧૪
સાહનિમિત્તે વિયાઇ તા કડા જાવ તંડુલા દુછડા; તિછડા ઉ નિક્રિયા પણગાઇ જહસંભવં નેજ્જા. ૧૫ સાહમ્નિયસ પવયણલિંગેહિં કએ કયં હવઇ કર્માં; પત્તેયબુદ્ધનિહયતિત્થયરઢાએ પુણ કલ્પે.
નામં ઠવણા દિવએ ખેત્તે કાલે અ પવયણે લિંગે; દંસણ નાણ ચરિત્તે અભિગ્ગહે ભાવણાઓ ય. ૧૭
પડિસેવણાપડિણણા સંવાસણમોયહિં તે હોઇ; બૃહ તેણરાયસુયપલ્લિરાયદુદ્દેહિં દિકુંતા. ૧૮ વંતુચ્ચા૨સુરાગોમાંસસમમિમંતિ તેણ તજ્જુi; પત્તું પિ કતિકપં કપ્પઈ પુવં કરિસઘઢં. ૧૯ કમ્મન્ગહણે અઇક્કમવઇક્કમા તહઽઇયારણાયારા; આણાભંગણવત્થા મિચ્છત્ત-વિરાહણા ય ભવે ૨૦
સંથ૨ણંમિ અસુદ્ધ દોહ્યં વિ ગે ંતĚતયાણઽહિયં; આઉટ્યુિં તેમાં તં ચેવ હિયં અસંથરશે. ૨૧
મીસજાએ ય;
કીય પામિચ્ચે. ૧૦
૧૬
Page #236
--------------------------------------------------------------------------
________________
મૂલ ગાથાઓ
૨૧૫
અણુચિય દેસ દળં કુલમખેં આયરો ય તો પુચ્છા; બહુએવિ નર્થીિ પુચ્છા સદસદવિએ અભાવે વિ. ૨૨ ગૂઢાયારા ન કરેંતિ આયર પુચ્છિયાવિ ન કહેંતિ; થોવંતિ વ નો પુટ્ટા તું ચ અસુદ્ધ કર્યું તત્ય ? ૨૩ આહકમ્મપરિણઓ ફાસુયભોઇવિ બંધઓ હોઇ; સુદ્ધ ગવેસમાણો આહાકમે વિ સો સુદ્ધો. ૨૪ કામ સયં ન કુબૂઇ જાણતો પણ તહાવિ તગ્ગાહી; વઢઇ તપ્પસંગે અગિણહમાણો ઉ વારેઇ. ૨૫ આહાકમૅ ભુજઇ ન પડિક્કમએ ય તસ ઠાણસ; એમેવ અડઇ બોડો લુક્કવિલુક્કો જહ કવોડો. ૨૧ ઓહેણ વિભાગેણ ય ઓહે ઠપ્પ તુ બારસ વિભાગે; ઉદિઠું કડે કમ્ફ એક્રેક્કિ ચઉક્કઓ ભૂઓ. ૨૭ સાઉ અવિસેસિય ચિય મિર્યામિ ભૉમિ તંડુલે છૂહઇ; પાસંગીણ ગિહીણ વ જો એલિઇ તસ્સ ભિખઠા. ૨૮ સદ્દાઇએસુ સાહુ મુશ્કે ન કરેજ ગોયરગઓ ય; એસણજુત્તો હોજ્જા ગોણીવચ્છો ગવત્તિ વ. ૨૯ બાયર સુહુમ ભાવે ઉપૂઇયં સુહુમyવરિ વાચ્છામિ; ઉવગરણ ભરૂપાણે દુવિહં પણ બાયર પૂઈ. ૩૦ પઢમે દિણમ્મિ કમ્મ તિત્રિ ઉ પુઈ યકમ્મપાયધરે; પૂઈ તિલવે પીઢ કપૂઈ પાય કયતિકપ્પ. ૩૧ મીસજ્જાય જાવંતિયં ચ પાસંડિસાહુનીસ ચ; સહસંતર ન કમ્પઇ કષ્પ કએ તિગુણે. ૩૨ સટ્ટાણપરટ્ટાણે પરંપરાગંતર ચિરિત્તરિય; દુવિહ તિવિહા વિઠવણાકસણાઇજ ઇવઇ સાહુકએ. ૩૩ પાડિયાવિહુદુવિહા બાયર સુહુમા ય હોઇ નાયવ્યા; ઓસક્કણમુસક્કણ કબૂઢિએ સમોસરણે. ૩૪
Page #237
--------------------------------------------------------------------------
________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
પાકરણ દુવિહં પાગડકરણ પગાસકરણ ચ; પાગડ સંકામણ કુડદારપાએ ય છિન્ને વ. ૩૫ રયણપઇવે જોઇ ન કપૂઇ પગાસણા સુવિહિયાણ; અત્તઠિ અપરિભક્ત કપૂઇ કમૅ અકાઊણ. ૩૬ કયગડપિ ય દુવિહં દÒ ભાવે ય દુવિહમેક્કેર્ક; આયકીય ચ પરકીય પરદલં તિવિહં ચિત્તાઇ. ૩૭ પામિઍપિ ય દુવિહં લોઇય લોગુત્તર સમાસણ; લોદય સઝિલગાઇ લગુત્તર વત્થમાઇસુ. ૩૮ પરિટ્રિય પિ દુવિહં લોઇય લાગુત્તર સમાસણ; એક્કેક્કપિ અ દુવિહં તળે અન્નદÒ ય. ૩૯ ગિરિણા સપરબ્બામાઇ આણિએ અભિહર્ડ જઈણઠા. તે બહુદોસ નેય પાયડછન્નાઇબહુર્ભય ૪૦ આઇડ્ઝ તુક્કોસે હત્યસયતો ઘરેઉ તિત્રિ તહિં; એગત્ય ભિખગાહી બીઓ દુસુ કુણા ઉવઓગં ૪૧ પિહિર્ભિન્નકવાડે ફાસુય અફાસુએ ય બોદ્ધબ્રે; અપ્લાસુ પુઢવિમાઇ ફાસુય ગણાઈ દ૬૨એ. ૪૨ માલોહડંપિ દુવિહે જહન્નમુક્કાસગં ચ બોધવં; અમ્મતલેહિ જહન્ન તÖિવરીય તુ ઉક્કોસ ૪૩ ઉઢમહે તિરિયપિ ય અથવા માલોર્ડ ભવે તિવિહં; ઉદ્દે ય મહોયણ ભણિય કુંભાઇસુ ઉભય ૪૪ અચ્છિર્જપિ ય તિવિહં પણ્ ય સામી ય તેણએ ચેવ; અચ્છિક્કે પડિä સમણાણ ન કપૂએ ઘેનું ૪૫ અણિસä પડિકુઠે અણુનાય કપ્પએ સુવિહિયાણ; લડુગ ચોલ્લગ જંતે સંખડી ખીરાવણાઈસ. ૪૬ અક્ઝાયરઓ તિવિહો જાવંતિય સઘરમસપાસડે; મૂલંમિ ય યુવકએ ઓયરઇ તિહ અઠાએ. ૪૭
Page #238
--------------------------------------------------------------------------
________________
મૂલ ગાથાઓ
૨૧૭
અહામ્ભટ્ટેસિય ચરમતિગં પૂઈ મીસજાએ ય; બાયરપાહુડિયા વિ ય અઝોયરએ ય ચરિમદુર્ગ. ૪૮ ઉદ્દેસિયંમિ નવગં ઉવગરણે જં ચ પૂઇયં હોઇ; જાવંતિયમીસગય ચ અક્ઝોયરએ ય પઢમપય. ૪૯ પરિટ્ટિએ અભિવડે અભિને માલોહડે ઇય; અચ્છિક્કે અણિસિડૅ પાયર કીય પામિર્ચ્યુ. ૫૦ સુહુમા પાહુડિયા વિય ઠવિયગપિંડો ય જો ભવે દુવિહો; સવો વિ એસ રાસી વિસોહિકોડી મુર્ણયવ્યો. ૫૧ સંથરે સવમુક્ઝતિ ચઉભંગો અસંથરે; અસઢો સુઝઈ જેસું માયાવી જેસુ બઝઇ. પર સોલસ ઉગ્નમદાસે ગિહિણો ઉ સમુદ્ધિએ વિયાણાહિ; ઉષ્માયણાએ દોસે સાહૂ ઉ સમુદ્ધિએ જાણ. ૫૩ ધાઇ દૂધ નિમિત્તે આજીવ વણીમને તિગિચ્છા ય; કોઈ માણે માયા લોભે ય હવંતિ દસ એએ. ૫૪ વિપચ્છાસંથવ વિજ્જા મંતે ચુન્ન જોગે ય; ઉષ્માયણાઇ દોસા સોલસમે મૂલકમે ય. પપ ખીરે ય મજ્જણે મંડણે ય કલાવણુંકધાઇ ય; એક્ઝક્કા વિ ય દુવિહા કરણે કારાવણે ચેવ. પડ ખીરાહારો રોવઇ મજ્જ કયાસાય દેહિ ણે પિક્સે; પચ્છા વ મ... દાહી અલ વ ભુક્કો વ એહામિ. ૫૭ સગ્ગામે પરગ્ગામે દુવિહા દૂધ ઉ હોઇ નાયબ્યા; સા વા સો વા ભણઇ ભણઇ વ તું છત્ર વયણેણં. ૫૮ જો પિંડાઇ નિમિત્તે કહઇ નિમિત્તે તિકાલ વિસયંપિ; લાભાલાભસુહાસુહ-જીવિઅમરણાઇ સો પાવો. ૫૯ જાઇ કુલ ગણ કમે સિપ્ટે આજીવણા ઉ પંચવિહા; સુયાએ અસુયાએ વ અપ્રાણ કહેહિ એક્કેક્ટ ૬૦
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
સમણે માહણિ કિવણે અતિથી સાણે ય હોઇ પંચમએ; વણિ જાયણત્તિ વણિઓ પાયધ્ધાણં વણેઇત્તિ. ૬૧ ભણઈય નાહે વેજ્જો અહવાવિ કહેઇ અપ્પણો કિરિય; અહવા વિ વિજ્જયાએ તિવિહા તિગિચ્છા મુણેયવા. ૬૨ વિજ્જાતવપ્નભાવ નિવાઇપૂર્ય બલ વ સ નાઉં; દહૂઇ વ કોહફલ દિતિ ભયા કોપિંડો સો. ૯૩ લદ્ધિપસંસ સમુત્તઇએ પરેણ ઉચ્છાહિઓ અવમઓ વા; ગિહિણોભિમાણકારી જં મગ્નઇ માણપિંડો સો. ૬૪ માયાએ વિવિહરૂવ આહારકારણે કુણઇ; ગિહિસ્સમિમ નિદ્ધાઇ તો બહુ અડઇ લોભેણ. ૯૫ દુવિહો ઉ સંથવો ખલુ સંબંધીવયણસંથવો ચેવ; એક્કેક્કો વિ ય દુવિહો પુલ્વિ પચ્છા ય નાયવ્યો. લક માયપિઈ પુવસંથવ સાસુસસરાઇયાણ પચ્છાઉ; ગિહિ સંથવસંબંધું કરેઇ પુત્રં ચ પચ્છા વા. ૧૭ વિજ્જામંતપરૂવણ વિજ્જાએ ભિખ્ખવાસઓ હોઇ; મંતંમિ સિસવેયણ તત્ય મુરુડેણ દિäતો. ૧૮ ચન્ને અંતદ્વાણે ચાણક્કે પાયલેવણે જોગે; મૂલ વિવાહે દો દંડિણી ઉ આયાણ પરિસાડે. ૩૯ એવં તુ ગવિઠસ્સા ઉગ્નમઉપાયણા વિસુદ્ધસ્સ; ગહણવિસોહિવિસુદ્ધસ્ટ હોઇ ગહણં તુ પિંડમ્સ. ૭૦ સંકિય મખિય નિખિત્તપિહિય સાહરિય દાયગમ્મીસે; અપરિણય લિગ્ન છફિય એસણદાસા દસ અવંતિ. ૭૧ સંકાએ ચઉભંગો દોસુ વિ ગણે ય ભુંજણે લગ્નો; જે સંકિયમાવડ્યો પણવીસા ચરિએ સુદ્ધો. ૭૨ ઓહો સુવઉત્તો સુયનાણી જઇવિ ગિહઇ અસુદ્ધ; તે કેવલીવિ ભુજઇ અપમાણ સુય ભવે ઇહરા. ૭૩
Page #240
--------------------------------------------------------------------------
________________
મૂલ ગાથાઓ
૨૧૯
સુત્તસ્સ અપ્પમાણે ચરણાભાવો તો ય મોખસ્સ; મોખિસ્સડવિય અભાવે દિખપવિત્તી નિરFા ઉ. ૭૪ દુવિહં ચ મખિયે ખલુ સચિત્ત ચેવ હોઇ અચિત્ત; સચ્ચિત્ત પુણ તિવિહં અચ્ચિત્ત હોઇ દુવિહં તુ. ૭૫ સચ્ચિત્ત મીસએસુ દુવિહે કાએસ હોઈ નિખિત્ત; એક્કેક્કે તે દુવિહં અસંતરે પરંપર ચેવ. ૭૬ સચ્ચિત્તે અચ્ચિત્તે મસગ પિહિયંમિ હોઈ ચઉભંગો; આઇતિગે પડિલેહો ચરિમે ભંગમિ ભયણા ઉ. ૭૭ સચ્ચિત્તે અચ્ચિત્તે મીસગ સાહરણે ય ચઉભંગો; આઇતિએ પડિલેહો ચરિમે ભંગંમિ ભયણા ઉ. ૭૮ બાલે વઢે મત્તે ઉમ્મત્તે વેવિરે ય જરિએ ય; અંધિલ્લએ ય પગરિએ આરૂઢ પાઉમાહિ ચ. ૭૯ હત્યિંદુ નિયલબદ્ધ વિવજ્જિએ ચેવ હત્યપાએહિ; તેરાસી ગુવિણી બાલવચ્છ ભુજંતિ ઘુસિલિંતિ. ૮૦ ભર્જતી ય દલતી કડંતી ચેવ તહ ય પીસંતી; પીંજતી રુંચંતી કરંતી પદમાણી યુ. ૮૧ છક્કાયવગ્રહસ્થા સમણઠ નિમ્બિવિસુ તે ચેવ; તે ચેવોગાસંતી સઘરું તારભંતી ય. ૮૨ સંસત્તેર ય દÒણ લિzહત્યા ય વિત્તમત્તા ય; ઉલ્વતંતી સાહારણે વદિતી ય ચોરિયય. ૮૩ પાડિયું ચ ઇવંતી સપચ્ચવાયા પરં ચ ઉદ્રિસ્સ; આભોગમણાભોગેણ દલતી વસ્જણિજાએ. ૮૪ સચ્ચિત્તે અચ્ચિત્તે મીસગ ઉમ્મીસગંમિ ચઉભંગો; આઇતિએ પડિલેહો ચરિમે ભગંમિ ભયણા ઉ. ૮૫ અપરિણયમિ ય દુવિહં દÒ ભાવે ય દુવિહમેÈÉ; દāમિ હોઇ છક્ક ભાવયિ હોઇ સક્ઝિલગા ૮૩
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
દહિમાઇલેવજુત્ત વિત્ત તમનેઝમોહ ઇહયું; સંસઠમત્તકરસાવસે સદબૅહિં અડભંગા. ૮૭ સચ્ચિત્તે અચિત્તે મીસગ તહ છડ્રણે ય ચઉભંગો; ચઉભંગે પડિલેહો ગહણે આણાઇણો દોસા. ૮૮ નામ ઠવણા દવિએ ભાવે ધાસેસણા મુPયવ્યા; દÒ મચ્છાહરણે ભાવમિ ય હોઇ પંચવિહા. ૮૯ સંયોજના પમાણે ઇંગાલે ધૂમ કારણે પઢમા; વસતિબહિરત્તરે વા રસહેલું ભવ્યસંજોગા. ૯૦ બત્તીસં કિર કવલા આહારો કુથ્યિપૂરઓ ભણિઓ; પુરિસમ્સ મહિલિયાએ અઠાવીસ ભવે કવલા. ૯૧ હિયાહારા મિયાહાર અપ્પાહારા ય જે નરા; ન તે વિજ્જા તિગિચ્છતિ અપ્પાણે તે તિગિચ્છગા. ૯૨ પગાર્મ ચ નિગામ ચ પનીયં ભત્તરાણમાહરે; અઇબહુર્ય અઇબહુસો પમાણદોસ મુણેયÖો. ૯૩ અંગાર સધૂમોવમચરણિધણકરણ ભાવ જમિહ; રસ્તો દુઠો ભુજઇ તે અંગારં ચ ધૂમ ચ. ૯૪ છૂહવેયણ વેયાવચ્ચ સંજમસુઝાણપાણરખણઠા; ઇરિયં ચ વિસોહેઉં ભેજઈ ન રૂવરસહેઊ. ૯૫ આયંકે ઉવસગ્ગ તિતિકુખયા બંભર્ચરગુત્તીસુ; પાણિદયા તવહેલું સરીરવચ્છયણઠાએ. ૯૬ સોલસ ઉગ્નમદોસા સોલસ ઉપ્પાયરાએ દોસા ઉ; દસ એસણાએ દોસા સંજોયણમાઇ પંચવ. ૯૭ એએ વિસોયંતો પિડ સોહેબ સંસઓ નર્થીિ; એએ અવિસોહિતે ચરિત્તભેય વિયાણાહિ. ૯૮ સમણgણસ્સ સારો ભિખાયરિયા જિPહિ પન્નત્તા; એત્ય પરિતષ્કમાણે તે જાણતુ મંદસંવેગ. ૯૯
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨૧
નાણચરણસ્સમૂલ ભિકખાયરિયા જિPહિં પન્નત્તા; એન્થ ઉ ઉજ્જમાણે તે જાણશું તિવ્યસંવેગ. ૧૦૦ પિડ અસોયંતો અચરિત્તી એત્ય સંસઓ નત્યિ; ચારિત્તેમિ અસંતે નિરસ્થિઆ હોઈ દિખા ઉ. ૧૦૧ ચારિત્તેમિ અસંતંમિ નિવ્વાણું ન ગચ્છઇ; નિવ્વાણમિ અસંતૃમિ સવ્વા દિખા નિરત્યેગા. ૧૦૨ ઈઈ તિવિહેસણદોસા લેસણ જહાગમ એડમિહિયા; એસુ ગુરુલહુવિલેસ સેસ ચ મુણેજ્જ સત્તાઉ. ૧૦૩ સોહંતો ય ઇમે તહ જઈજ્જ સવ્વસ્થ પણગહાણીએ; ઉસ્સગ્ગવવાર્યાવઉ જહ ચરણગુણા ન હાયંતિ. ૧૦૪ રાગદોસવિઉત્તો જોગો અસઢસ્ય હોઈ જયણા ઉ; રાગદોસાણુગઓ જો જોગો સ અજયણા ઉ. ૧૦૫ ન વિ કિંચિ અણુત્રાય પડિસિદ્ધ વા વિ જિણાવરિંદેહિ; એસા જિણાણ આણા કર્જ સજ્જણ હોયú. ૧૦૬ જા જયમાણસ ભવે વિરાહણા સુત્તવિહિસમગ્ગસ્સ; સા હોઇ નક્કરફલા અઝFવિસોહિજુત્તસ્ય. ૧૦૭
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
સમાપ્ત.
Page #243
--------------------------------------------------------------------------
Page #244
--------------------------------------------------------------------------
________________ હારતા મા , ગીરી વિ.સ. 1999-2ate. પોષ સુદ 9 - $ીકારાવાસ્ક્રીન શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી ગ્રંથમાળા (16) સાહિત્ય સેવા : 50/ KHUSHI DESIGNS | Mo.09227504555|