________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
૧. અમુક ટાઇમ પછી વસ્ત્ર આદિ પાછું આપવાનું નક્કી કરીને વસ્ત્ર આદિ લીધું હોય તો તે વસ્ત્ર આદિ પાછા આપવાના ટાઇમમાં જીર્ણ થઈ જાય, ફાટી જાય કે ખોવાઈ જાય કે કોઈ લઈ જાય તેથી તેને પાછું નહિ આપવાથી બોલાચાલી વગેરે થાય, માટે આ રીતે વસ્ત્ર આદિ લેવું નહિ.
૨. તેના જેવું બીજું આપવાનું નક્કી કરીને લીધું હોય, પછી તે સાધુને તે વસ્ત્ર કરતાં પણ સારુ વસ્ત્ર આપતાં તે સાધુને પસંદ ન પડે. હતું તેવું જ માગે અને તેથી ઝઘડો આદિ થાય. માટે આ રીતે વસ્ત્રાદિ લેવું ન જોઈએ.
વસ્ત્ર આદિની ખેંચ હોય તો સાધુએ પાછું આપવાની શરતે લેવું કે આપવું નહિ, પણ એમને એમ લેવું કે આપવું. ગુરુની સેવા વગેરેમાં આળસુ સાધુને વૈયાવચ્ચ કરવા માટે વસ્ત્ર આદિ આપવાનું નક્કી કરી શકાય. એવે ટાઇમે તે વસ્ત્ર આદિ પોતે સીધું આપવું નહિ, પણ આચાર્યને આપવું. પછી આચાર્ય આદિ વડીલ તે સાધુને આપે. જેથી કોઈ વખતે કલહ આદિ થવાનો સંભવ ન રહે.
ઇતિ નવમ પ્રાનિત્ય દોષ નિરૂપણ.