________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | એ નમ | પૂ. આ. શ્રીમદ્ વિજય દાન-પ્રેમ-રામચંદ્રસૂરીશ્વરેભ્યો નમઃ |
પિંડનિર્યુક્તિ પરાગ
शंखेश्वरं क्षेमकरं प्रणम्य, श्री प्रेमजम्बूमुनिपौ च नत्वा । श्रीपिण्डनियुक्तिपरागग्रन्थं, बालावबोधाय नु कीर्तयिष्ये ।।
અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવંતોનો ઉપદેશ છે કે “સર્વ જીવોને સુખ જોઈએ છે. સંપૂર્ણ, સાચું અને અંત વગરનું સુખ તો માત્ર એક મોલમાં છે. મોક્ષની પ્રાપ્તિ સંયમ-ચારિત્ર દ્વારા થઈ શકે છે. પાંચ આશ્રવોને રોકવા, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, ચાર કષાયોનો જય કરવો અને ત્રણ દંડથી અટકવું, આ સત્તર પ્રકારનો સંયમ કહેવાય છે.
આ સંયમ મનુષ્ય શરીરથી સાધી શકાય છે. શરીર આહાર વિના ટકી શકતું નથી. દોષિત આહાર વાપરવાથી સંસારમાં રખડવાનું થાય છે. તેથી શ્રી તીર્થંકર ભગવંતોએ દોષવાળો આહાર વાપરવાનો નિષેધ કર્યો છે. માટે તે દોષોને સારી રીતે જાણી-સમજીને દૂર કરવા જોઈએ.
આ દોષોનું સારી રીતે જ્ઞાન થાય તે માટે ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજીએ શ્રી દશવૈકાલિક સૂત્ર ઉપર જે નિયુક્તિ કરેલી છે, તેમાં તે સૂત્રના પાંચમાં પિંડેષણા નામનાં અધ્યયનની આ નિર્યુક્તિ વધારે શ્લોક પ્રમાણ હોઈ તેને જુદા શાસ્ત્ર તરીકે સ્થાપન કરી તેનું ‘fપઇનિર્યુઝિ' નામ રાખવામાં આવેલું છે.
મૂલ દશવૈકાલિક સૂત્ર-નિર્યુક્તિનું મંગલ થઈ ગયેલું હોવાથી શાસ્ત્રકારે અહીં જુદું મંગલ કર્યું નથી. તેમાં પહેલી વિષયાધિકારની સંગ્રહ ગાથા આ પ્રમાણે છે.