________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
જિનદત્ત શ્રાવક વિચારવા લાગ્યા કે ‘આ ગામમાં આચાર્ય ભગવંત નહિ પધા૨વાનું શું કારણ હશે ? કોઈ રીતે કારણ જાણવું જોઈએ.' કારણ જાણવા માટે એક સ૨ળ સાધુને પૂછ્યું તો જાણવા મળ્યું કે ‘આ ક્ષેત્રમાં બધી અનુકૂળતા છે, પરંતુ આચાર્ય ભગવંતને યોગ્ય શાલિકૂર મળતા નહિ હોવાથી તેઓ પધારતા નથી.’
૨૬
કારણ જાણવામાં આવતા જિનદત્તે બીજાને ગામથી શાલિકૂરનાં બી મંગાવ્યાં. ખેતરમાં તે બી વવરાવ્યાં એટલે ઘણા શાલિકૂર તૈયા૨ થયા એટલે મંગાવીને પોતાના ઘરમાં રાખ્યા.
એક વખત સાધુઓ ક્ષેત્રની તપાસ ક૨વા તે ગામમાં આવ્યા. જિનદત્તે વિચાર્યું કે ‘આ સાધુઓને હું શાલિકૂર આપીશ, જેથી તેઓ આચાર્યને પ્રાયોગ્ય વસ્તુ મળતી જાણી આચાર્યને અહીં લાવશે. પરંતુ હું એકલો શાલિકૂર આપું અને બીજા ઘરમાંથી કોદ્રા મળે તો સાધુઓ શાલિકૂર આધાકર્મી જાણીને આચાર્યને અહીં લાવે નહિ.’ માટે સગાસંબંધીઓને ત્યાં શાલિકૂર મોકલાવું અને કહેવરાવું કે ‘સાધુ ભિક્ષા માટે આવે ત્યારે તમારે શાલિકૂર આપવા.’
આ પ્રમાણે વિચાર કરીને સગાસંબંધીઓને ત્યાં શાલિકૂર મોકલાવીને કહેવરાવ્યું કે ‘આ શાલિકૂર રાંધીને તમે પણ ખાજો અને સાધુને પણ આપજો.’
આથી ઘણાં ઘેર શાલિકૂર તૈયાર થયા. સાધુઓ ભિક્ષાએ નીકળ્યાં, ત્યાં બાળકો બોલતા હતા, તેમાં એક બાળકે કહ્યું કે ‘આ સાધુઓને આપવા માટે શાલિકૂર રાંધ્યો છે.' બીજાએ કહ્યું કે ‘મારી બાએ સાધુને શાલિકૂર આપ્યો હતો,' ત્રીજો બોલ્યો કે ‘સાધુના નિમિત્તે અમને પણ આજે શાલિકૂર ખાવા મળશે.' આ પ્રમાણે સાંભળવામાં આવતા સાધુઓ સમજી ગયા કે ‘શાલિકૂર તો આધાકર્મી છે.’ તેથી શાલિકૂર ગ્રહણ કર્યા નહિ. ખૂટતો આહાર બાજુના ગામમાંથી લઈ આવ્યા.
આ રીતે સાધુ માટે શરૂઆતથી આધાકર્મી બને. તે પ્રમાણે પાણી માટે કૂવો વગેરે ખોદાવવાનું પણ બને, ખાદિમ અને સ્વાદિમમાં પણ બને.
અશનાદિ શરૂઆતથી માંડીને જ્યાં સુધી અચિત્ત ન બને ત્યાં સુધી તે ‘ત’ કહેવાય છે અને અચિત્ત બન્યા પછી તે ‘નિષ્ઠિત’ કહેવાય છે.
કૃત અને નિષ્ઠિતમાં ચતુર્થંગી ગૃહસ્થ અને સાધુને ઉદ્દેશીને થાય.
? સાધુને માટે કૃત (શરૂઆત) અને સાધુ માટે નિષ્ઠિત (સમાપ્તિ)
ર સાધુને માટે કૃત (શરૂઆત) અને ગૃહસ્થ માટે નિષ્ઠિત