________________
આધાકર્મ દોષ
૨૫
થાય ત્યાં સુધી જો સાધુનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હોય, તો તે તૈયાર થયેલ આહાર સુધીનું બધું આધાકર્મી કહેવાય છે.
વસ્ત્રાદિ પણ સાધુ નિમિત્તે કરવામાં આવે તો સાધુને તે પણ બધું આધાકર્મીઅકથ્ય બને છે. પરંતુ અહીં પિંડનો અધિકાર હોવાથી અશનાદિ ચાર પ્રકારના આહારનો જ વિષય કહ્યો છે.
અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચારે પ્રકારનો આહાર આધાકર્મી બની શકે છે. તેમાં કૃત અને નિષ્ઠિત એમ ભેદ થાય.
કત-એટલે સાધુને ઉદ્દેશીને તે અશનાદિ કરવાની શરૂઆત કરવી. નિષ્ઠિત-એટલે સાધુને ઉદ્દેશીને તે અશનાદિ પ્રાસુકઅચિત્ત બનાવવું. શંકા-શરૂઆતથી માંડીને અશનાદિ આધાકર્મી કેવી રીતે સંભવે ?
સમાધાન-સાધુને આધાકર્મી કલ્પ નહિ એમ જાણતો હોય કે ન જાણતો હોય તેવો કોઈ ગૃહસ્થ સાધુ ઉપરની અતિ ભક્તિથી કોઈ રીતે તેના જાણવામાં આવે કે “સાધુઓને આવા પ્રકારના આહાર આદિની જરૂર છે.” એટલે તે ગૃહસ્થ તેવા પ્રકારના ધાન્ય વગરે પોતે, અગર બીજા પાસે ખેતરમાં વાવીને તે વસ્તુ તૈયાર કરાવે. તો આ રીતે તૈયાર કરવાથી શરૂઆતથી તે વસ્તુ આધાકર્મી કહેવાય.
દષ્ટાંત સંકુલ નામના એક ગામમાં જિનદત્ત નામનો શ્રાવક રહેતો હતો, તેને જિનમતી નામની પત્ની હતી.
તે સંકુલ ગામમાં કોદ્રાની ઉત્પત્તિ વધારે હોવાથી લોકો ઘરેઘર કોદ્રા ખાતા હતા, તેથી સાધુઓને પણ ગોચરીમાં કોદ્રા વિશેષ મળતા હતા. સાધુઓને રહેવા માટે સ્થાન અને સ્વાધ્યાયભૂમિ સુંદર અને શુદ્ધ હતી. પરંતુ આચાર્ય ભગવંતને યોગ્ય શાલિકર (ચોખા) ગોચરીમાં મળતાં નહિ હોવાથી કોઈ આચાર્ય ત્યાં સ્થિરતા કરતા નહિ.
એક વખત ક્ષેત્રની તપાસ કરવા માટે સાધુ તે ગામમાં આવ્યા, ત્યાં જિનદત્તે તેમને ઊતરવા માટે સુંદર વસતિ આપી. સાધુઓએ બધી તપાસ કરી લીધી, એટલે જિનદત્તે સાધુને પૂછ્યું કે “ભગવદ્ ! આપને ક્ષેત્ર પસંદ પડ્યું ? આચાર્ય ભગવંત અહીં પધારશે ? સાધુએ જે જવાબ આપ્યો તેના ઉપરથી જિનદત્તને લાગ્યું કે આચાર્ય ભગવંત અહીં નહિ પધારે.”