SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ ૧૬ વ્યવહારથી સચિત્ત-અંગારા આદિનો અગ્નિ. મિશ્ર અગ્નિકાય-તણખા, મુર્મુરાદિનો અગ્નિ. અચિત્ત અગ્નિ-ભાત, કુર, શાક, ઓસામણ, ઉકાળેલું પાણી આદિ અગ્નિથી પરિપક્વ થયેલ. અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ-ઇંટના ટુકડા, રાખ, અસ્ત્રા આદિનો ઉપયોગ કરાય છે તથા આહાર પાણી આદિનો વાપરવામાં ઉપયોગ કરાય છે. અગ્નિકાયના શરીરો બે પ્રકારનાં હોય છે. બધેલક અને મુશ્કેલક. બદ્ધલક-એટલે અગ્નિ સાથે સંબંધિત હોય તેવાં. મુલક-અગ્નિરૂપ બનીને છૂટાં પડી ગયાં હોય તેવાં. આહાર આદિ મુશ્કેલક અગ્નિકાય કહેવાય છે અને તેનો ઉપયોગ વાપરવામાં થાય છે. ૪ – વાયુકાયપિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે. નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત-રત્નપ્રભાદિ પૃથ્વીઓની નીચે વલયાકારે રહેલો ઘનવાત, તનવાત, અતિ ઠંડીમાં જે વાયુ વાય તે, અતિ દુર્દિનમાં વાતો વાયુ આદિ. વ્યવહારથી સચિત્ત-પૂર્વ આદિ દિશાનો પવન, અતિ ઠંડી અને અતિ દુર્દિન સિવાયનો વાતો વાયુ. મિશ્ર-દત્તિ આદિમાં ભરેલો વાયુ અમુક ટાઇમ પછી મિશ્ર. અચિત્ત-પાંચ પ્રકારે. 1 આક્રાંત-કાદવ આદિ દબાવવાથી નીકળતો વાયુ. 2 ધંત-મસક આદિનો વાયુ. 3 પાલિત-ધમણ આદિનો વાયુ. 4 શરીર અનુગત-શ્વાસોશ્વાસ-શરીરમાં રહેલો વાયુ. 5 મિશ્ર-અમુક ટાઇમ સુધી મિશ્ર પછી સચિત્ત. અચિત્ત વાયુકાયનો ઉપયોગ-અચિત્ત વાયુ ભરેલી મસક તરવાના કામમાં લેવાય છે તથા ગ્લાન આદિના ઉપયોગમાં લેવાય. અચિત્ત વાયુ ક્યાં સુધી રહે ? અચિત્ત વાયુ ભરેલી મસક ક્ષેત્રથી સો હાથ
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy