________________
- ૧૦
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
મિશ્ર પૃથ્વીકાય-ક્ષીરવૃક્ષ, વડ, ઉદુમ્બર આદિ વૃક્ષોની નીચેનો ભાગ, એટલે ઝાડ નીચેનો છાયવાળો બેસવાનો ભાગ મિશ્ર પૃથ્વીકાય હોય છે, હળથી ખેડેલી જમીન આદ્ર હોય ત્યાં સુધી, ભીની માટી એક, બે, ત્રણ પ્રહર સુધી મિશ્ર હોય
ઇંધન ઘણું હોય પૃથ્વી થોડી હોય તો એક પ્રહર સુધી મિશ્ર. ઇંધન થોડું હોય પૃથ્વી ઘણી હોય તો ત્રણ પ્રહર સુધી મિશ્ર. બન્ને સરખા હોય તો બે પ્રહર સુધી મિશ્ર.
અચિત્ત પૃથ્વીકાય-શીતશસ્ત્ર, ઉષ્ણશસ્ત્ર, તેલ, ક્ષાર, બકરીની લીંડી, અગ્નિ, લવણ, કાંજી, ઘી આદિથી હણાયેલ પૃથ્વી અચિત્ત થાય છે.
અચિત્ત પૃથ્વીકાયનો ઉપયોગ-લૂતા સ્ફોટથી થયેલા દાહને શમાવવા માટે શેક કરવા, સર્પદંશ ઉપર શેક કરવા માટે (દંશ કે ઝેર ચડ્યું હોય ત્યાં અચિત્ત માટીનો પાટો બંધાય છે.) અચિત્ત મીઠાનો તેમજ બીમારી આદિમાં અને કાઉસ્સગ્ન કરવા માટે, બેસવા, ઊઠવા, ચાલવા વગેરે કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે.
૨ – અપૂકાય પિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત.. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત-વનોદધિ આદિ, કરાં, દ્રહ-સમુદ્રનો મધ્ય ભાગ આદિનું પાણી.
વ્યવહારથી સચિત્ત-કૂવા, તળાવ, વરસાદ આદિનું પાણી. મિશ્ર અપકાય-બરાબર નહિ ઉકળેલું પાણી, જ્યાં સુધી ત્રણ ઉકાળા આવે નહિ ત્યાં સુધી મિશ્ર. વરસાદનું પાણી પ્રથમવાર ભૂમિ ઉપર પડતાં મિશ્ર હોય છે.
અચિત્ત અકાય-ત્રણ ઉકાળા આવેલું પાણી તથા બીજાં શસ્ત્ર આદિથી હણાયેલું પાણી અચિત્ત થઈ જાય છે.
અચિત્ત અપકાયનો ઉપયોગ-શેક કરવો, તૃષા છિપાવવી, હાથ, પગ, વસ્ત્ર, પાત્ર આદિ ધોવાં વગેરેમાં ઉપયોગ થાય છે. ૩ – અગ્નિકાય પિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત-ઇંટના નિભાડાના મધ્ય ભાગનો તથા વિજળી વગેરેનો અગ્નિ .