________________
નહિ તે રીતે સરળ ગુજરાતીમાં ‘શ્રી પિંડનિર્યુક્તિ પરાગ' નામનો આ ગ્રંથ તૈયાર કરેલ છે. આ ગ્રંથમાં બન્ને ગ્રંથોમાંથી લઈને ૧૦૭ ગાથાઓ લીધી છે. તે તે ગાથા કયા ગ્રંથની કઈ ગાથા છે, તે માટે શ્રી પિંડનિર્યુક્તિની ગાથા નીચે (પિં.નિ.) અને શ્રી પિંડવિશુદ્ધિની ગાથા નીચે (પિં.વિ.) લખી ગાથાનો નંબર દર્શાવેલ છે.
ચારિત્રધર્મની પુષ્ટિ માટે નિર્દોષ આહાર લેવાનું જણાવેલ છે. જો તેવા નિર્દોષ આહારથી ચારિત્ર ધર્મની પુષ્ટિ થતી ન હોય તો આહાર લેવાનું પ્રયોજન નથી. કહ્યું છે કે -
'लभ्यते लभ्यते साधुः, साधुरेव न लभ्यते । अलब्धे तपसो वृद्धिर्लब्धे तु प्राणधारणम् ।।'
ગોચરી ફ૨તાં જો શુદ્ધ આહાર મળી જાય તો સારું છે અને ન મળે તો પણ સારું જ છે; કેમ કે ન મળે તો તપની વૃદ્ધિ થાય અને મળે તો પ્રાણોનું ધારણ થઈ શકે અર્થાત્ મળે તો સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ.
સંસારનો ત્યાગ કરી સંયમજીવન સ્વીકાર્યું એટલે સાધુએ સઘળાં સાવઘયોગોનો ત્યાગ કર્યો છે. શરીરને ટકાવવા માટે આહારની જરૂ૨ પડે તો ઉદ્ગમ, ઉત્પાદના અને એષણાના દોષોથી રહિત આહાર મેળવવા માટે મુનિએ યત્ન કરવાનો છે.
ઉદ્ગમ અને ઉત્પાદનાની પરીક્ષા ગવેષણા દ્વારા થઈ શકે છે.
એષણાની પરીક્ષા ગ્રહણ એષણાથી થઈ શકે છે.
સંયોજનાદિ પાંચ દોષોની પરીક્ષા ગ્રાસ એષણાથી થઈ શકે છે.
પિંડનિર્યુક્તિ ગ્રંથમાં મૂળ ગ્રંથાકારે દ્વાર ગાથામાં આઠ અધિકાર કહ્યા છે. ૧ - ઉદ્ગમ, ૨ - ઉત્પાદના, ૩ - એષણા, ૪ - સંયોજના, ૫ - પ્રમાણ, ૬ - અંગાર, ૭ - ધૂમ્ર અને ૮ કારણ. જ્યારે આ અધિકારોને ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજે ઉદ્ગમના સોળ, ઉત્પાદનના સોળ, એષણાના દશ એમ ગોચરીના બેતાલીશ દોષો તથા સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણ. આ પાંચ માંડલીના દોષો એમ-૪૭ દોષો કહેલ છે. તે સાધુ સમાજમાં ગોચરીના ૪૨ દોષો અને માંડલીના ૫ દોષો તરીકે પ્રસિદ્ધ છે.
-
ઉદ્ગમના સોળ દોષો ગૃહસ્થથી લાગે છે. ઉત્પાદનના સોળ દોષો સાધુથી લાગે છે.
11