SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પિંડનિર્યુક્તિ-પરાગ અનિવાર્ય છે. કયો આહાર કઈ રીતે નિર્દોષ ગણાય તેનું નિરૂપણ અનેક ગ્રંથોમાં સુપ્રસિદ્ધ થયેલ છે. શ્રી ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી છે. તેમાં બારમું અંગ દૃષ્ટિવાદ. તે દૃષ્ટિવાદના પાંચ અંગો છે. ૧ પરિકર્મ સાત પ્રકારે, ૨ સૂત્ર બાવીસ પ્રકારે, ૩ - પૂર્વગત ચૌદ પ્રકારે, ૪ - અનુયોગ બે પ્રકારે અન ૫ - ચૂલિકા ચોત્રીસ પ્રકારે છે. ત્રીજું અંગ જે પૂર્વગત તેના ચૌદ પ્રકારો છે. તેમાંના નવમા પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાં નિર્દોષ આહાર દોષિત આહાર વગેરેનું વિશદ રીતે વર્ણન કરેલું છે. તે નવમા પૂર્વમાંથી ચૌદ પૂર્વને ધારણ કરનાર શ્રુતકેવળી શ્રી શય્યભવસૂરિજી મહારાજે પોતાના પુત્ર મુનિશ્રી મનકમુનિના કલ્યાણ અર્થે સાધુ આચારને જણાવનાર શ્રી દશવૈકાલિક સૂત્રની સુંદર રચના કરેલી છે. તેના પાંચમા પિંડેષણા નામના અધ્યયનને અનુલક્ષીને ચૌદ પૂર્વધર શ્રુતકેવલી ભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીજીએ ૬૭૧ પ્રાકૃત ગાથાબદ્ધ શ્રી પિંડનિર્યુક્તિ ગ્રંથની રચના કરેલી છે. જે પિંડનિર્યુક્તિ ગ્રંથ હાલના પિસ્તાલીસ આગમ ગ્રંથમાં મૂળ આગમગ્રંથ તરીકે સ્થાન પામેલ છે અને પાંચમા આરાના અંતે જ્યાં સુધી સાધુધર્મ ૨હેશે ત્યાં સુધી આ ગ્રંથ મહત્ત્વનું સ્થાન મેળવશે. - - આ પવિત્ર આગમગ્રંથ ઉપર પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મલયગિરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૭૦૦૦ શ્લોક પ્રમાણ ટીકાની રચના કરેલી છે તથા ‘શ્રી પિંડનિર્યુક્તિ' ગ્રંથના દોહનરૂપ શ્રી જિનવલ્લભગણિએ ‘શ્રી પિંડવિશુદ્ધિ’ નામના ગ્રંથની પ્રાકૃત-૧૦૩ ગાથાની રચના કરેલી છે, તેના ઉપર સં. ૧૧૭૬માં શ્રી યશોદેવસૂરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૨૮૦૦ શ્લોક પ્રમાણ લઘુ ટીકા તથા સં. ૧૧૭૮માં શ્રી ચંદ્રસૂરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૪૪૦૦ શ્લોક પ્રમાણ ટીકા, સંવત-૧૨૯૫માં શ્રી ઉદયસિંહસૂરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૭૦૩ શ્લોક પ્રમાણ દીપિકાની રચના કરેલી છે, ઉપરાંત શ્રી અજિતદેવસૂરિજી મહારાજે દીપિકા, શ્રી સંવેગદેવ ગણિએ બાલાવબોધ તથા અજ્ઞાતકર્તુકની એક અવસૂરિ, એમ અનેક રચનાઓ થયેલી છે. પિંડવિશુદ્ધિનો માત્ર ગાથાઓ સાથેનો ભાવાનુવાદ ગુજરાતી ભાષામાં પૂજ્ય મુનિરાજ શ્રી માનવિજયજી મહારાજે (હાલ પંન્યાસ) સંવત-૧૯૯૯માં લખેલો પ્રસિદ્ધ થયેલો છે. આ રીતે આ ગ્રંથ પૂજ્ય સાધુ-સાધ્વીજીઓ માટે એક ૫૨મ આલંબનરૂપ થઈ રહ્યો છે. 10 વિશેષમાં અમોએ શ્રી પિંડનિર્યુક્તિ ગ્રંથ અને શ્રી પિંડવિશુદ્ધિ ગ્રંથ અનુસાર બાળ જીવોને વિશેષ ઉપકારક થાય તે માટે બહુ વિસ્તાર નહિ, તેમ બહુ સંક્ષેપમાં
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy