________________
પ્રાસંગિક
| પ્રાસંગિક
અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવંતોએ મોક્ષનો માર્ગ બતાવ્યો. મોક્ષ મેળવવાનો ઉપાય દર્શાવ્યો અને ભવ્યજીવોને મોક્ષના સુખમાં મહાલતા કરી દીધા.
સંસારવર્તી સઘળાં જીવો એક માત્ર સુખની અભિલાષા રાખે છે, સુખ મેળવવા માટે ફાંફા મારે છે, છતાં સુખ મળતું નથી. સુખ ક્યાંથી મળે ? સંસારમાં સુખ છે જ ક્યાં ? સુખ હોય તો મળે ને ? પૌદ્ગલિક સુખ એ સાચું સુખ નથી, પણ આત્માના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ (એટલે આત્માની સાથે લાગેલા કર્મોનો સર્વથા નાશ થવાપણા) માં સાચું સુખ રહેલું છે.
આસન્નઉપકારી ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીરસ્વામી ભગવંતે પોતાના કેવળજ્ઞાનમાં જગતના જીવોની કરૂણ સ્થિતિ નિહાળી અને પ્રભુએ જીવોના કલ્યાણ માટે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનો માર્ગ સાચા સુખના ઉપાય તરીકે જણાવ્યો. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પામવા છતાં જ્યાં સુધી સમ્યચ્ચારિત્રની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી શાશ્વત સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યગ્યારિત્રનું પાલન મનુષ્યદેહથી જ થઈ શકે છે. મનુષ્ય દેહ વગર સમ્યકુચારિત્રની સાધના થઈ શકતી નથી અને ચારિત્રની સાધનામાં સાધુને નિર્દોષ આહાર વગેરે પ્રધાન હેતુ છે; એટલે જ શાસ્ત્રકાર મહર્ષિઓએ જણાવ્યું છે કે –
'अहो जिणेहिं असावजा वित्ती साहूण देसिआ ।
मुक्खसाहणहेउस्स साहुदेहस्स धारणा ।।' સાધુનું શરીર મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક હોવાથી તેને ટકાવવું જોઈએ, તે શરીરને ટકાવવા માટે શ્રી જિનેશ્વર ભગવંતોએ પાપ વગરનો-નિર્દોષ આહાર ગ્રહણ કરવાનું જણાવ્યું છે. જો દોષરહિત આહારાદિથી શરીરનું પોષણ કરવામાં ન આવે અને કારણ વગર પણ દોષવાળા આહારથી શરીરનું પોષણ કરવામાં આવે તો તે શરીર સમ્યક્રચારિત્રના પાલનમાં સાધનભૂત થવાને બદલે આત્માને દુર્ગતિમાં લઈ જવાના કારણભૂત બની જાય. માટે જ્ઞાની ભગવંતોએ સાધુને છે કારણોએ દોષરહિત આહાર લેવાનું ફરમાવ્યું છે.
મુનિએ આરંભનો ત્યાગ કરેલો હોવાથી પોતે આરંભ કરે નહિ, આરંભ કરાવે નહિ અને આરંભ કરનારની અનુમોદના પણ કરે નહિ. એટલે શરીરને ટકાવવા અને ચારિત્રની આરાધના કરવા માટે ગૃહસ્થ પાસેથી નિર્દોષ આહાર મેળવવો