SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રી પિડનિર્યુક્તિ-પરાગ સામે જોઈને પોતાની આંગળી નાક ઉપર મૂકીને બતાવ્યું કે હું તારી નાસિકા ઉપર મૂતર્યો.' એમ કહી ઘી, ગોળ, સેવથી ભરેલું પાત્ર લઈને ઉપાશ્રયે ગયો. આ પ્રમાણે ભિક્ષા લેવી એ માનપિંડ કહેવાય. આવી ભિક્ષા સાધુને કહ્યું નહિ. કેમકે તે સ્ત્રી-પુરુષને સાધુ પ્રત્યે દ્વેષ જાગે તેથી ફરીથી ભિક્ષા આદિ આપે નહિ. કદાચ બેમાંથી એકને દ્વેષ થાય. ક્રોધમાં આવી જઈને કદાચ સાધુને મારે કે મારી નાખે તેથી આત્મ-વિરાધના થાય, લોકોની આગળ જેમ-તેમ બોલે તેમાં પ્રવચનવિરાધના થાય. માટે સાધુએ આવી માનપિંડદોષવાળી ભિક્ષા લેવી નહિ. ઇતિ અષ્ટમ માનપિંડ દોષ નિરૂપણ.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy