________________
પર
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
ટાઇમ થઈ જવાથી આપવાની વસ્તુ અપાઈ ગઈ હતી, આથી તે સાધુએ ગુણચંદ્ર શેઠ પાસે આહારની માંગણી કરી. શેઠે પોતાની પત્ની ચંદ્રિકાને કહ્યું કે આ સાધુને ભોજન આપો.' ચંદ્રિકાએ શેઠને કહ્યું કે હવે કાંઈ બાકી નથી, બધું આપવાનું અપાઈ ગયું છે.” શેઠે કહ્યું કે “આપણા માટેનું જે ભોજન છે, તેમાંથી આ સાધુને આપો.” ચંદ્રિકાએ સાધુની ઇચ્છા મુજબ લાડવા, ભાત, દાળ, શાક વગેરે ભોજન આપ્યું.
સાધુએ તો “આ આહાર સાધુ માટે બનાવેલો મને આપ્યો છે.” એમ વિચારીને તે આહાર પોતાના સ્થાનમાં લાવી વાપર્યો. આથી આહાર શુદ્ધ હોવા છતાં આ સાધુને આધાકર્મીની બુદ્ધિથી ગ્રહણ કરી વાપરવાના પરિણામે આધાકર્મી આહાર વાપરવાથી જે કર્મબંધ થાય તે કર્મબંધ થયો.
શુદ્ધની ગવેષણા કરતાં અશુદ્ધ આવી જાય તો પણ ભાવ શુદ્ધિથી સાધુને નિર્જરા થાય છે, તેના ઉપર હવે દૃષ્ટાંત કહે છે.
દિષ્ટાંત-૨ આચાર્ય ભગવંત શ્રી રત્નાકરસૂરીશ્વરજી મહારાજ ૫૦૦ શિષ્યથી પરિવરેલા શાસ્ત્રની વિધિપૂર્વક વિહાર કરતા કરતા પોતનપુર નામના નગરમાં આવ્યા.
પ00 શિષ્યોમાં એક પ્રિયંકર નામના સાધુ માસખમણને પારણે માસખમણની તપશ્ચર્યા કરનારા હતા.
પારણાના દિવસે તે સાધુએ વિચાર્યું કે “મારું પારણું જાણીને કોઈએ આધાકર્મી આહાર કર્યો હોય માટે, નજીકના બીજા ગામમાં ગોચરી જઉં, કે જેથી શુદ્ધ આહાર મળે.”આમ વિચાર કરી તે ગામમાં ગોચરી નહિ જતાં નજીકના કોઈ એક ગામમાં ગયા.
તે ગામમાં યશોમતી નામની વિચક્ષણ શ્રાવિકા રહેતી હતી. માણસોના મુખથી તપસ્વી મુનિના પારણાનો દિવસ તેના જાણવામાં આવ્યો હતો, એટલે તેણીએ વિચાર્યું કે કદાચ તે તપસ્વી મહાત્મા પારણા માટે આવે તો મને લાભ મળે, એ હેતુથી અત્યંત ભક્તિપૂર્વક ખીર વગેરે ઉત્તમ રસોઈ તૈયાર કરી.
ખીર વગેરે ઉત્તમ દ્રવ્યો જોઈને સાધુને આધાકર્મીની શંકા ન પડે, એટલા માટે પાંદડાંના પડિયામાં બાળકો માટેની થોડી થોડી ખીર નાખી રાખી અને બાળકોને શીખવી રાખ્યું કે જો આવા પ્રકારના સાધુ અહીં આવે તો બોલવું કે “હે મા ! અમને આટલી બધી ખીર કેમ આપી? અમારાથી આટલી બધી ખીર ખાઈ શકાશે નહિ.'ત્યારે હું તમને ઠપકો આપીશ, એટલે તમારે બોલવું કે “કેમ રોજ રોજ ખીર બનાવે છે ?'