________________
૪૦
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
આહાર આપે છે, તે સાધુઓ નરકાદિ ગતિના હેતુભૂત કર્મથી બંધાય છે. તો પછી જેઓ આધાકર્મી આહાર વાપરે તેમને બંધ થાય તે માટે શું કહેવું ?
નરકગતિના કારણરૂપ કર્મબંધથી બચવા માટે આધાકર્મી આહાર સાધુએ જાતે વહેંચવો પણ ન જોઈએ.
ચોરના સ્થાને, આધાકર્મી આહારનું નિમંત્રણ કરનાર સાધુઓ.
ગાયના માંસનું ભક્ષણ કરનાર ચોરો અને મુસાફરોના સ્થાને, જાતે આધાકર્મી આહાર ગ્રહણ કરેલ સાધુ અને નિમંત્રણાથી વાપરવા બેઠેલા સાધુઓ.
ગાયના માંસને પીરસનારના સ્થાને, આધાકર્મ આહાર વહેંચનાર સાધુઓ. ગાયના માંસને સ્થાને આધાકર્મી આહાર. રસ્તાના સ્થાને મનુષ્ય જન્મ. સિપાઈના સ્થાને કર્મ. મરણના સ્થાને નરકાદિમાં ગમન.
૨ પ્રતિશ્રવણા-આધાકર્મી લાવનાર સાધુને ગુરુ દાક્ષિણ્યતાદિથી ‘લાભ” કહે, આધાક આહાર લઈને કોઈ સાધુ ગુરુ પાસે આવે અને આધાકર્મી આહારની આલોચના કરે. ત્યાં ગુરુ “સારું થયું તમને આ મળ્યું.” એમ કહે, આ પ્રમાણે સાંભળી લેવું. પરંતુ નિષેધ ન કરે તો પ્રતિશ્રવણા કહેવાય. તેના ઉપર રાજપુત્રનું દૃષ્ટાંત.
રાજપુત્રનું દૃષ્ટાંત ગુણસમૃદ્ધ નામના નગરમાં મહાબલ નામના રાજા રાજ્ય કરે છે. તેમને શીલા નામની મહારાણી છે. તેમની કુખે એક પુત્ર થયો તેનું નામવિજિતસમરપાડવામાં આવ્યું.
ઉમરલાયક થતાં કુમારને રાજ્ય મેળવવાની ઇચ્છા થઈ અને મનમાં વિચારવા લાગ્યો કે “મારા પિતા ઘરડા થયા છતાં હજુ મરતાં નથી, તેથી લાંબા આયુષ્યવાળા લાગે છે. માટે મારા સુભટોની સહાય મેળવીને મારા પિતાને મારી નાખ્યું અને હું રાજા બનું.
આ પ્રમાણે વિચાર કરી ગુપ્તસ્થાનમાં પોતાના સુભટોને બોલાવીને પોતાનો અભિપ્રાય જણાવ્યો. તો તેમાંથી કેટલાકે કહ્યું કે “કુમાર ! તમારો વિચાર ઉત્તમ છે. અમે તમારા કામમાં સહાયક થઈશું.” કેટલાકે કહ્યું કે “આ પ્રમાણે કરો.” કેટલાક મૂંગા રહ્યા કંઈ પણ જવાબ આપ્યો નહિ. કેટલાક સુભટોને કુમારની વાત રૂચિ નહિ. એટલે રાજા પાસે જઈને ખાનગીમાં બધી વાત જાહેર કરી દીધી.