________________
દાયક દોષ
૧૭૫
શાસનનો ઉડ્ડાહ આદિ દોષો રહેલા છે, માટે આ રીતે વડીલની ગેરહાજરી વગેરેમાં નાના બાલક પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ.
અપવાદ-વડીલની હાજરી હોય અને તે અપાવરાવે તો નાના બાલક પાસેથી પણ ભિક્ષા લેવી કલ્પે.
૨ વૃદ્ધ-૬૦ વર્ષ મતાંતરે ૭૦ વર્ષની ઉંમરવાળા વૃદ્ધ પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ. કેમકે અતિવૃદ્ધની પાસેથી ભિક્ષા લેવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે. અતિવૃદ્ધપણાને લીધે તેના મોંમાંથી લાળ પડતી હોય તેથી આપતાં આપતાં આપવાની વસ્તુમાં પણ લાળ પડે, તે જોઈને જુગુપ્સા થાય કે ‘કેવી ગંદી ભિક્ષા લેનારા છે ?’
હાથ કંપતા હોય તેથી વસ્તુ ઢોળાઈ જાય કે નીચે વેરાય તેમાં છકાય જીવની વિરાધના થાય.
વૃદ્ધ હોવાથી આપવા જતાં પોતે જ પડી જાય, તો જમીન ઉપર રહેલા જીવની વિરાધના થાય, કે વૃદ્ધના હાથ-પગ આદિ ભાંગે કે ઊતરી જાય.
વૃદ્ધ જો ઘ૨નો નાયક ન હોય તો ઘરના માણસોને તેના ઉપર દ્વેષ થાય કે આ ડોકરો બધું આપી દે છે. કાંતો સાધુ ઉપર દ્વેષ કરે કે બન્ને ઉપર દ્વેષ કરે.
અપવાદ-વૃદ્ધ હોવા છતાં મોંમાંથી લાળ પડતી ન હોય, શરીર કંપતું ન હોય, શક્તિશાળી હોય, ઘરનો માલિક હોય, તો તેનું આપેલું લેવું કલ્પી શકે.
૩ મત્ત-દારૂ વગેરે પીધેલો હોય, તો તેની પાસેથી ભિક્ષા લેવી ન કલ્પે.
દારૂ આદિ પીધેલો હોવાથી ભાન ન હોય, એટલે કદાચ સાધુને વળગી પડે અથવા તો બકવાટ કરે કે કે ‘અરે ! મુંડીઆ ! કેમ અહીં આવ્યો છે ?’ એમ બોલતો મારવા પણ આવે, કે પાત્ર આદિ ફોડી નાખે, કે પાત્રમાં થૂંકે કે આપતાં આપતાં દારૂનું વમન કરે, તેથી કપડાં, શરીર કે પાત્ર ઉલટીથી ખરડાય. આ જોઈ લોકો સાધુની નિંદા કરે કે ‘આ લોકોને ધિક્કાર છે, કેવા અપવિત્ર છે કે આવા દારૂ પીધેલા પાસેથી પણ આવી ભિક્ષા ગ્રહણ કરે છે.'
અપવાદ-જો તે શ્રાવક હોય, પરવશ ન હોય અર્થાત્ ભાનમાં હોય અને આજુબાજુમાં લોકો ન હોય તો તે આપે તો લેવું કલ્પે.
12
૪ ઉન્મત્ત-મહાસંગ્રામ આદિમાં જય મેળવવાથી અભિમાનમાં આવી ગયેલો અથવા તો ભૂત આદિનો વળગાડ થયેલો હોય તેથી ઉન્મત્ત થયેલો હોય, તેની પાસેથી પણ ભિક્ષા લેવી કલ્પે નહિ.