SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આધાકર્મ દોષ ૧૯ વધના પાપનો ભાગીદાર બને છે, કેમકે સાધુ આધાકર્મી આહાર લે એટલે દાતાર ગૃહસ્થ તેવો આહાર વારંવાર બનાવે, તેથી છકાય જીવની વિરાધનાનો કર્તા પરમાર્થ રીતિએ સાધુ પોતે બને છે. તેથી તે પાપ લાગવાથી સાધુ સંયમથી ભ્રષ્ટ થાય છે અને નરક આદિ દુર્ગતિમાં જાય છે. આથી આધાકર્મનું બીજું નામ “અધ:કર્મ' પણ કહેવાય છે. વળી સાધુનો આત્મા જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ છે એટલે સાધુના નિમિત્તે જીવની વિરાધનાના યોગે સાધુનો સંયમરૂપી આત્મા હણાય છે, તેથી આઘાકર્મનું ત્રીજું નામ “આત્મદન” પણ કહેવાય છે. આધાકર્મ આહાર જાણીને ગ્રહણ કરવાથી જ્ઞાનાવરણાદિ આઠ કર્મો અશુભ બાંધે છે. આથી આધાકર્મનું ચોથું નામ “આત્મકર્મ” પણ કહેવાય છે. જો કે આગામી ભવનું આયુષ્ય જિદંગીમાં એક જ વાર બંધાય છે. આધાકર્મવાળો આહાર ગ્રહણ કરવાથી નરકગતિનું યે આયુષ્ય બાંધે. નરકગતિનું આયુષ્ય બંધાવાથી બાકીના સાત કર્મો પણ નરકગતિને યોગ્ય કરે, તેથી આઠ પ્રકારના કર્મનો બંધક થાય છે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે:_ "आहाकम्मं भुंजमाणे समणे निग्गंथे किं बंधइ किं पकरेइ किं चिणाइ किं चवचिणाइ ? गोयमा ! आहाकम्मं भुंजमाणे आउयवजाओ सत्तकम्मपयडीओ सिठिलबंधणबंधाओ धणियबंधणबद्धाओ पकरेइ, हस्सकालठिईयाओ दीहकालठिईयाओ पकरेइ, मंदाणुभावाओ तिव्वाणुभावाओ पकरेइ, अप्पपएसग्गाओ बहुपएसग्गाओ पकरेइ, आउयं च णं कम्मं सिय बंधइ सिय नो बंधइ, असायावेयणिज्जं च कम्म भुजो उवचिणेइ, अणाइयं च अणवयग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं अणुपरियट्टइ । से केणटेणं भंते एवं वुचइ आहाकम्मं भुंजमाणे जाव अणुपरियट्टइ ? । गोयमा ! आहाकम्मं भुंजमाणे आयाए धम्मं अइकम्मइ आयाए धम्म अइक्कमणाणे पुढविकायं नावकंखइ ५ जाव तसकायं नावकंखइ । जेसि पि य णं जीवाणं सरीराइं आहारमाहारेइ ते वि जीवे नावकंखइ, से तेणटेणं गोयमा एवं वुञ्चइ आहाकम्मं भुंजमाणे जाव अणुपरियट्टइति ।।" | શ્રી ગૌતમસ્વામીજી શ્રી મહાવીરસ્વામી ભગવંતને પૂછે છે કે “હે ભગવન્ ! આધાકર્મ દોષવાળો આહાર વાપરનાર શ્રમણ, નિગ્રંથ (સાધુ) શું બાંધે ? શું કરે ? શું ભેગું કરે ? શું એકઠું કરે ?”
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy