________________
ચૂર્ણ-યોગ-મૂલકર્મપિંડ દોષ
તાપસો ભોજન માટે આવ્યા, એટલે શ્રાવકો તાપસોના પગ ધોવા લાગ્યા. કુલપતિ-મુખ્ય તાપસ ના પાડવા લાગ્યો. કેમકે ‘પગ ધોવાય તો લેપ નીકળી જાય.’ શ્રાવકોએ કહ્યું કે ‘પગ ધોયા વગર ભોજન કરાવીએ તો અવિનય થાય, માટે પગ ધોયા પછી જ ભોજન કરાવાય.'
૧૫૧
શ્રાવકોએ તાપસોના પગ બરાબર ધોયા પછી સારી રીતે જમાડ્યા. પછી તેમને મૂકવા માટે બધા શ્રાવકો તેમની સાથે નદીકિનારે ગયા.
કુલપતિ પોતાના તાપસો સાથે નદી ઊતરવા લાગ્યો. પરંતુ લેપ નહિ હોવાથી પાણીમાં ડૂબવા લાગ્યો.
આ દશ્ય જોતાં લોકોમાં તેમની અપભ્રાજના થઈ કે ‘અહો ! આ તો લોકોને છેતરવા માટે લેપ લગાવીને નદી ઊતરતા હતા.'
આ વખતે તાપસો આદિના પ્રતિબોધ માટે સૂરિજી ત્યાં આવ્યા અને બધા લોકો સાંભળે એમ બોલ્યા કે ‘હે કૃષ્ણા ! અમારે સામે કિનારે જવું છે.’
ત્યાં તો નદીના બન્ને કાંઠા ભેગા થઈ ગયા. આ જોઈ લોકો તથા તાપસો સહિત કુલપતિ વગેરે બધા વિસ્મય પામ્યા.
આચાર્યશ્રીનો આવો પ્રભાવ જોઈ, દેવશર્મા તાપસે પોતાના ૪૯૯ તાપસો સાથે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. તેમની બ્રહ્મ નામની શાખા થઈ.
અજ્ઞાન લોકો શાસનની નિંદા કરતાં હતા તે ટાળવા માટે અને શાસનની પ્રભાવના કરવા માટે સૂરિજીએ કરેલો આ ઉપયોગ બરાબર હતો, પરંતુ કેવલ ભિક્ષા માટે આ રીતે લેપ વગેરે કરે તે સાધુને કલ્પે નહિ. એમાં પણ સંયમવિરાધના, આત્મવિરાધના, પ્રવચનવિરાધના રહેલી છે.
મૂલકર્મપિંડ ઉપર દૃષ્ટાંતો
? અભિન્નયોનિનું-કોઈ એક નગરમાં ધન નામનો શેઠ રહે છે. તેને ધનપ્રિયા નામની પત્ની અને સુંદરી નામની પુત્રી છે.
સુંદરી ભિન્નયોનિકા (યોનિમાંથી રૂધિર વહ્યા કરે) છે. આ વાત માતા જાણે છે, પિતાને ખબર નથી.
સુંદરીનાં લગ્ન નજીક આવ્યાં. માતાને ચિંતા થાય છે, કે ‘સુંદરીનાં લગ્ન થશે, પતિના ઘે૨ જશે, ત્યાં તેનો પતિ ભિન્નયોનિકા જાણશે એટલે મારી પુત્રીને કાઢી મૂકશે. બિચારી દુ:ખી દુ:ખી થઈ જશે.'