________________
૧૪૩
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
આમ કહીને લોકો ન જાણે કેમ પડદામાં જઈ મંત્રનું ધ્યાન કરતાં પોતાના જમણા હાથની પ્રદેશની આંગળી પોતાના જમણા ઢીંચણે, પડખે અને ચોતરફ ભમાવવા લાગ્યા. જેમ જેમ આંગળી ફરતી જાય છે, તેમ તેમ રાજાને દુખાવો ઓછો થતો જાય છે. આ રીતે દુખાવો બિલકુલ શાંત થઈ ગયો.
આથી રાજા આચાર્યનો ભક્ત બની ગયો અને જૈનશાસનની વિશિષ્ટ પ્રભાવના કરી.
આ દૃષ્ટાંતમાં જો કે કોઈ દોષ નથી. કેમકે આચાર્ય ભગવંત ગીતાર્થ હતા અને વિશિષ્ટ લાભ જોઈ મંત્રશક્તિનો ઉપયોગ કર્યો અને રાજાને જૈનધર્મી બનાવ્યો, પરંતુ ભિક્ષા મેળવવા માટે મંત્રનો ઉપયોગ કરે તો પહેલાં દૃષ્ટાંતમાં કહ્યા મુજબ દોષો લાગે.
ઇતિ દ્વાદશ-ત્રયોદશ વિદ્યા-મંત્રપિંડ દોષ નિરૂપણ.