SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રી પિડનિર્યુક્તિ-પરાગ છમસ્થ સાધુ (અતિશય જ્ઞાન વિનાનો સાધુ) પોતાની બુદ્ધિ પ્રમાણે ઉપયોગ રાખવા છતાં અશુદ્ધ-દોષવાળો આહાર લેવાઈ જાય તો તેમાં સાધુને કોઈ દોષ લાગતો નથી. કેમકે શ્રુતજ્ઞાન પ્રમાણથી તે શુદ્ધ બને છે. શ્રુતજ્ઞાનના પ્રમાણ માટે કહ્યું છે કે – ओहो सुभोबउत्तो सुयनाणी जइवि गिण्हइ असुद्धं । તં વેવી વિ મુંબરૂ ગામ સુર્થ ભવે ફરી પાછરૂપા (પિ. નિ. પ૨૪) સામાન્ય રીતે પિંડનિર્યુક્તિ આદિ શાસ્ત્રમાં કહેલ વિધિનો કથ્ય અકથ્યનો વિચાર કરવાપૂર્વક શ્રુતજ્ઞાની છદ્મસ્થ સાધુ શુદ્ધ જાણીને કદાચ અશુદ્ધ-દોષવાળો આહાર પણ ગ્રહણ કરે અને તે આહાર કેવળજ્ઞાનીને આપે, તો કેવળજ્ઞાની પણ તે આહાર દોષવાળો જાણવા છતાં વાપરે છે. કેમકે જો ન વાપરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ થઈ જાય. શ્રુતજ્ઞાનથી જેટલી તપાસ થઈ શકે તેટલી તપાસ કરીને શુદ્ધ જાણીને છપ્રસ્થ સાધુ ગ્રહણ કરે, શ્રુતજ્ઞાનથી તપાસ કરેલા આહારને અશુદ્ધ જાણીને જો કેવળજ્ઞાની ન વાપરે તો શ્રુતજ્ઞાનમાં અવિશ્વાસ થાય, પછી શ્રુતજ્ઞાનને કોઈ પ્રામાણિક ન ગણે. सुत्तस्स अप्पमाणे चरणाभावो तओ य मोक्खस्स । મોવડવિચ અભાવે વિપવિત્તી નિરસ્થા ૩૭૪તા(પિ.નિ. પર૫) શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય, એટલે સઘળી ક્રિયા નિષ્ફળ થાય. છબસ્થ જીવને શ્રુતજ્ઞાન વિના યથાયોગ્ય સાવદ્ય-નિરવદ્ય, પાપકારી-પાપ વિનાની, વિધિ-નિષેધ આદિ ક્રિયાકાંડનું જ્ઞાન થઈ શકતું નથી. શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય તો ચારિત્રનો અભાવ થાય. ચારિત્રનો અભાવ થાય તો મોક્ષનો અભાવ થાય. મોક્ષનો અભાવ હોય તો પછી દીક્ષાની બધી પ્રવૃત્તિ નિરર્થક-નકામી થાય. કેમકે દીક્ષાનું મોક્ષ સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. ઇતિ પ્રથમ શંકિત દોષ નિરૂપણ.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy