SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ૫. કારણ દોષ छुहवेयणवेयावच्च-संजमसुज्झाणपाणरक्खणट्ठा । રૂરિયં ચ વિનોદે મુંન રૂવરસદે પારકા (પિં. વિ. ૯૮) આહાર કરવાનાં છ કારણો છે. આ જ કારણો સિવાય આહાર વાપરે તો કારણોતિરિક્ત નામનો દોષ લાગે. છ કારણો- સુધાવેદનીય દૂર કરવા, ર વૈયાવચ્ચ સેવા ભક્તિ કરવા, ૩ સંયમનું પાલન કરવા, ૪ શુભધ્યાન કરવા, ૫ પ્રાણોને ટકાવી રાખવા, ૬ ઇર્યાસમિતિનું પાલન કરવા. આ જ કારણે સાધુ આહાર વાપરે, પરંતુ શરીરનું રૂપ કે જીભના રસને માટે ન વાપરે. ૨ સુધાનું નિવારણ કરવા-ભૂખ જેવી કોઈ પીડા નથી, માટે ભૂખને દૂર કરવા આહાર વાપરે. આ શરીરમાં એક તલના ફોતરા જેટલી જગ્યા એવી નથી કે જે બાધા ન આપે. આહાર વગરના-ભૂખ્યાને બધાં દુ:ખો સાન્નિધ્ય કરે છે અર્થાત્ ભૂખ લાગે ત્યારે બધાં દુ:ખો આવી ચઢે છે, માટે ભૂખનું નિવારણ કરવા સાધુ આહાર વાપરે. ૨ વૈયાવચ્ચ કરવા-ભૂખ્યો સાધુ વૈયાવચ્ચ બરાબર કરી ન શકે, એટલે આચાર્ય, ઉપાધ્યાય, ગ્લાન, બાલ, વૃદ્ધ આદિ સાધુની વૈયાવચ્ચ સારી રીતે કરી શકાય તે માટે સાધુ આહાર વાપરે. ૩ સંયમનું પાલન કરવા-ભૂખ્યો સાધુ પ્રત્યુપ્રેક્ષણા પ્રમાર્જના આદિ સંયમનું પાલન કરી ન શકે, માટે સંયમનું પાલન કરવા સાધુ આહાર વાપરે.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy