________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
ત્યાર બાદ તેનાથી બીજું સ્થાન અનંતભાગ અધિક કરતાં આવે એમ અનંતભાગ અધિક અનંતભાગ અધિકની વૃદ્ધિ કરતાં આખુ કંડક થાય, તે પછી અસંખ્યભાગ અધિક ઉમેરતાં બીજા કંડકનું બીજું સ્થાન આવે. તેના પછી પાછું અનુક્રમે અનંતભાગ વૃદ્ધિનું એક કંડક, પછી અસંખ્યાત ભાગ વૃદ્ધિનું ત્રીજું સ્થાન. આ રીતે એક કંડકાન્તરિત અસંખ્યાતભાગ વૃદ્ધિવાળા સંયમસ્થાનો એક કંડક પ્રમાણ બને તે પછી, સંખ્યાતભાગ અધિક વૃદ્ધિ કરતાં સંખ્યાત ભાગ અધિકનું પહેલું સંયમસ્થાન આવે.
ત્યાર પછી અનંતભાગ અધિક એક કંડક પ્રમાણ કરતા એક એક અસંખ્યભાગ અધિકનું સંયમસ્થાન આવે, તે પણ કંડક પ્રમાણ થાય એટલે સંખ્યાતભાગ અધિકનું બીજું સંયમસ્થાન આવે. તેમ ક્રમેક્રમે વચમાં અનંતભાગ અધિક કંડકો તેની વચ્ચે અસંખ્યાતભાગ અધિક સ્થાનો આવતા જાય. જ્યારે સંખ્યાતભાગ અધિક સંયમસ્થાનોની સંખ્યા પણ કંડક પ્રમાણ થાય. તે પછી સંખ્યાતગુણ અધિક પહેલું સંયમસ્થાન આવે ત્યાર પછી કંડક સંખ્યા પ્રમાણ અનંતભાગ વૃદ્ધિવાળા સંયમસ્થાનો આવે, ત્યાર પછી એક અસંખ્યભાગ વૃદ્ધિવાળા સંયમ સ્થાન આવે, એમ અનંતભાગ અધિક કંડકોની વચ્ચે વચ્ચે અસંખ્યાતભાગ અધિકવાળા કંડક પ્રમાણ થાય.
તે પછી પૂર્વના ક્રમે સંખ્યાતભાગ અધિક સંયમસ્થાનોનું કંડક કરવું. તે કંડક પૂરું થયા પછી બીજું સંખ્યાતગુણ અધિકનું સંયમસ્થાન આવે. ત્યાર બાદ અનંતભાગ અધિક સંયમસ્થાનો કંડક પ્રમાણ, તેની વચ્ચે વચ્ચે અસંખ્યાતભાગ અધિક સંયમસ્થાનો કંડક પ્રમાણ, તે બેની વચ્ચે વચ્ચે સંખ્યામભાગ અધિક સંયમસ્થાન આવે તે પણ કંડક પ્રમાણ થાય, ત્યારે પછી અસંખ્ય ગુણ અધિકનું પહેલું સંયમસ્થાન આવે.
ત્યાર બાદ પૂર્વક્રમથી કંડક પ્રમાણ અનંતભાગ અધિક સંયમસ્થાનો તથા અનંતભાગ અધિક સંયમસ્થાનોની વચ્ચે વચ્ચે કંડક પ્રમાણ અસંખ્યાતભાગ અધિક સંયમસ્થાનો આવે, તે પછી બન્નેની વચ્ચે વચ્ચે કંડક પ્રમાણ સંખ્યાતભાગ અધિક સંયમ- સ્થાનો આવે, તે પછી ત્રણેની વચ્ચે વચ્ચે કંડક પ્રમાણ સંખ્યાત ગુણ અધિક સંયમસ્થાનો આવે, તે પછી અસંખ્યાતગુણ અધિકનું બીજું સંયમસ્થાન આવે. આ જ ક્રમે ચારેથી અંતરિત થયેલું અસંખ્યગુણ અધિકના સંયમસ્થાનો કંડક પ્રમાણ કરવાં. તે પછી અનંતગુણ અધિકનું પહેલું સંયમસ્થાન આવે.