SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રી પિડનિર્યુક્તિ-પરાગ બીજાને આપ્યું' એમ ગણતી હોય અથવા ધણી કે બીજી બાઈ આપનારીને કહે કે ‘આપવા માટે આ રાખ્યું છે, તેમાંથી આપજે પણ આમાંથી ન આપીશ.” અથવા ઘરમાં પ્રવેશ કરતા સાધુને સાંભળવામાં આવે કે “આ રસોઈમાંથી ભિક્ષાચરોને આપવા માટે આટલી વસ્તુ જુદી કરો.” આ પ્રમાણે બોલતા સાંભળવાથી, ભીંત ઉપરના લીટા વગેરે ઉપરથી છદ્મસ્થ સાધુ - “આ આહારઓઘઔદેશિક છે.' ઇત્યાદિ જાણી શકે અને તેવી ભિક્ષા ગ્રહણ કરે નહિ. અહીં વૃદ્ધ સંપ્રદાયથી એટલું ધ્યાન રાખો કે ઉદ્દેશ પ્રમાણે આપવાની ભિક્ષા અપાઈ ગયા પછી અથવા ઉદ્દેશ અનુસાર જુદી કાઢી લીધી હોય તે સિવાયની બાકી રહેલી રસોઈમાંથી સાધુને વહોરવું કલ્પી શકે, કેમકે તે શુદ્ધ છે. ઉપયોગવાળો જ સાધુ આહાર શુદ્ધ છે કે અશુદ્ધ, તે જાણી શકે છે, પણ ઉપયોગ વગરનો સાધુ જાણી શકતો નથી. સાધુએ ગોચરી વખતે ઉપયોગ કેવો રાખવો જોઈએ ? તે શાસ્ત્રકાર કહે છે सद्दाइएसु साहू मुच्छं न करेज गोयरगओ य । પસનુત્તો દો જળવચ્છો વિત્તિ ત્ર || ર૧ || (પિં. નિ. ૨૨૪) ગોચરી માટે ગયેલા સાધુએ શબ્દ-રૂપ-રસ વગેરેમાં મૂચ્છ આસક્તિ કરવી ન જોઈએ. પરંતુ ઉદ્ગમાદિ દોષોની શુદ્ધિ માટે, તત્પર રહેવું. ગાયનો વાછરડો જેમ પોતાના ખાણા ઉપર લક્ષ રાખે તેમ સાધુએ આહારની શુદ્ધિ ઉપર લક્ષ રાખવું. આ સંબંધી દૃષ્ટાંત બતાવે છે – દષ્ટાંત ગુણાલય નામના નગરમાં સાગરદત્ત શેઠ હતા. તેમને શ્રીમતી નામની પત્ની હતી. પોતાનું જિનમંદિર જીર્ણ થઈ જતાં શેઠે તે મંદિર નવું બંધાવ્યું. શેઠને ચાર પુત્રો હતા, તે ઉંમરલાયક થતાં ગુણચંદ્રનું લગ્ન પ્રિયંગુલતિકા સાથે, ગુણસેનનું લગ્ન પ્રિયંગુરુચિકા સાથે, ગુણચૂડનું લગ્ન પ્રિયંગસુંદરી સાથે અને ગુણશેખરનું લગ્ન પ્રિયંગુસારિકા સાથે કર્યા હતાં. સમય જતાં શેઠનાં પત્ની શ્રીમતી ગુજરી ગયા. શેઠે ઘરની સારસંભાળ પ્રિયંગુલતિકાને સોંપી હતી. શેઠના ઘેર વાછરડાવાળી ગાય હતી. દિવસે ચરવા જાય અને વાછરડો ઘેર રહેતો. તેને ચારો-પાણી ચાર પુત્રવધૂઓ યથાયોગ્ય આપતી હતી. એક વખત ગુણચંદ્રના પુત્ર ગુણસાગરનો લગ્ન-દિવસ આવ્યો, એટલે બધી
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy