________________
૧૫૮
૧. શંકિત દોષ संकाए चउभंगो दोसु वि गहणे य भुंजणे लग्गो ।
નં સંવિયમાવત્રો પવીતી ચરિમણ સુદ્ધારા (પિં. નિ. પર૧) શંકિતદોષમાં ચાર ભાંગા થાય છે. ૨ આહાર લેતી વખતે દોષની શંકા તથા વાપરતી વખતે પણ શંકા. ૨ આહાર લેતી વખતે દોષની શંકા પણ વાપરતી વખતે શંકા નહિ. ૩ આહાર લેતી વખતે દોષની શંકા નહિ પણ વાપરતી વખતે શંકા. ૪ આહાર લેતી વખતે દોષની શંકા નહિ અને વાપરતી વખતે પણ શંકા નહિ.
આમાં પહેલો ભાંગો આહાર લેતી વખતે દોષની શંકા તથા વાપરતી વખતે પણ શંકા-તે આ પ્રમાણેઃ કોઈ સાધુ સ્વભાવથી લજ્જાવાળો હોય, તે કોઈના ઘેર આહાર લેવા માટે જાય, ત્યાં રસોઈ વધારે જોઈને મનમાં શંકા કરે કે “અહીં કેમ આટલી બધી ભિક્ષા આપે છે ?' પણ લજ્જાથી પૂછે નહિ અને શંકાપૂર્વક આહાર ગ્રહણ કરે તથા શંકા સહિત વાપરે.
બીજો ભાંગો આહાર લેતી વખતે દોષની શંકા પણ વાપરતી વખતે શંકા નહિતે આ પ્રમાણે-કોઈ સાધુ લજ્જાદિ કારણે પૂછે નહિ અને શંકાપૂર્વક આહાર ગ્રહણ કરે, પાછળથી બીજા સંઘાટ્ટક સાધુ દ્વારા જાણવા મળે કે “તે ઘેર મહેમાનો આવ્યા હતા એટલે ઘણી રસોઈ બનાવી હતી, અથવા તો કોઈના ઘેરથી લહાણું આવ્યું હતું.” આ સાંભળી મનમાં જે દોષની શંકા હતી તે નીકળી જાય અને શુદ્ધ જાણીને વાપરે.