________________
પ્રાસંગિક
રીતે લેવામાં આવતા આહાર આદિની પ્રવૃત્તિ જોઈને ગૃહસ્થ કેટલો ધર્મ પામે ? તે સ્વયં વિચારવાનું છે. કહેવત છે કે “જેવો આહાર તેવો ઓડકાર.” તે મુજબ જો શુદ્ધ આહાર વાપર્યો હોય તો સંયમનું પાલન સુનિર્મલ બને, જ્યારે દોષિત આહારથી આત્મામાં અનેક દૂષણોનો પ્રસંગે ઉપસ્થિત થવા સંભવ ગણાય.
આ કારણથી જ ગચ્છાધિપતિ સંઘસ્થવિર વાત્સલ્યવારિધિ સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે શાસ્ત્રીય કથનાનુસાર આહારશુદ્ધિ પોતાના જીવનમાં એ પ્રકારે ઓતપ્રોત રીતે અપનાવેલી છે કે જે તેઓશ્રીની સાધના હાલના કાળમાં અનુકરણીય અને પ્રેરણાદાયક છે. તેઓશ્રી પોતાના શિષ્ય-પ્રશિષ્યોને પ્રથમ શ્રી ઓઘનિર્યુક્તિ, શ્રી પિંડનિર્યુક્તિ, શ્રી દશવૈકાલિક, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર આદિનો અભ્યાસ કરાવે છે. (આ ગ્રંથોનું જ્ઞાન પોતે આપે-અપાવે છે, અને તેનો અમલ કરાવવા માટે પણ સતત કાળજી રાખી વારંવાર પ્રેરણા પણ આપે છે.
શ્રી પિંડનિર્યુક્તિ આદિ પિંડની શુદ્ધિ માટેના ગ્રંથો સંસ્કૃત ભાષામાં હોવાથી તેનું અધ્યયન બધા સાધુ-સાધ્વી કદાચ ન કરી શકે, તેથી તેમને પણ લાભ થાય એ હેતુથી સરળ ગુજરાતી ભાષામાં આ ગ્રંથ તૈયાર કરવા યત્ન કરેલ છે; જેથી પિંડના દોષોનું જ્ઞાન સંપાદન કરી દોષિત આહારનો ત્યાગ કરી, સૌ નિર્દોષ આહાર ગ્રહણ કરવામાં ઉદ્યમવંત બને અને સુંદર રીતે સંયમધર્મનું પાલન કરી કર્મનો ક્ષય કરી મોક્ષ સુખને પ્રાપ્ત કરનારા બની શકે.
આ ગ્રંથનું સૂત્ર અને અર્થથી જ્ઞાન જેમ સાધુ-સાધ્વીને ઉપયોગી છે, તેમ શ્રાવક-શ્રાવિકાઓને પણ આ ગ્રંથના અર્થનું જ્ઞાન પણ આવશ્યક છે - ઉપયોગી છે. જેથી શ્રાવક-શ્રાવિકાઓ નિર્દોષ આહાર આદિથી પૂજ્ય સાધુ-સાધ્વીજીઓની ભક્તિ સારી રીતે કરી શકે.
"सावओ पुण सुत्तओ अत्यओ य जहनेण अट्ठपवयणमायाओ सिक्खइ, उक्कोसेण સુરત્યેટિં નાવ છેઝીવર્ય, મત્વનો પિંડેસાિય, ન પુછો સુત્તો વિ ||” શ્રાવક સૂત્ર અને અર્થથી અષ્ટપ્રવચનમાતાને શીખે, ઉત્કૃષ્ટથી દશવૈકાલિકના ચોથા અધ્યયન છ જીવનિકાય સુધી સૂત્ર અને અર્થથી ભણે, પાંચમું પિંડેષણા નામનું અધ્યયન માત્ર અર્થથી જાણે પણ સૂત્રથી અભ્યાસ ન કરે.
આ “શ્રી પિંડનિર્યુક્તિ પરાગ” ગ્રંથ તૈયાર કરવામાં શ્રી પિંડનિર્યુક્તિ સટીક, શ્રી પિંડવિશુદ્ધિની બન્ને ટીકા-દીપિકા અને ભાવાનુવાદ આદિ ગ્રંથોની સહાય લીધી