SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ ત્રીજી ચતુર્થંગી ? મિશ્ર વડે મિશ્ર ઢાંકેલું ૨ મિશ્ર વડે અચિત્ત ઢાંકેલું. ૩ અચિત્ત વડે મિશ્ર ઢાંકેલું ૪ અચિત્ત વડે અચિત્ત ઢાંકેલું. નિક્ષિપ્તની જેમ સચિત્ત પૃથ્વીકાયાદિ વડે સચિત્ત પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિ વડે સચિત્ત પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા. સચિત્ત પૃથ્વીકાયાદિ વડે મિશ્ર પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિ વડે મિશ્ર પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા. કુલ ૧૪૪ ભાંગા. ત્રણ ચતુર્થંગીના થઈને ૪૩૨ ભાંગા ઢાંકેલાના થાય. પુન: આ દરેકમાં અનંતર અને પરંપર એમ બબ્બે પ્રકારે પડે. સચિત્ત પૃથ્વીકાયની વડે સચિત્ત મંડક આદિ ઢાંકેલા તે અનંતર ઢાંકેલા. સચિત્ત પૃથ્વીકાય વડે કલાડી આદિ હોય અને તેમાં સચિત્ત વસ્તુ હોય તે પરંપર ઢાંકેલા કહેવાય. એ જ રીતે સચિત્ત પાણી વડે લાડવા આદિ ઢાંકેલા હોય તે સચિત્ત અકાય અનંતર ઢાંકેલા અને લાડવા કોઈ વાસણ આદિમાં રાખેલા હોય અને તે વાસણ આદિ પાણી વડે ઢાંકેલ હોય તે પરંપર ઢાંકેલું કહેવાય. આ પ્રમાણે બધા ભાંગામાં સમજી લેવું. ઢાંકેલામાં ૧ ભારે-વજનદાર અને ૨ હલકું. એમ બે પ્રકાર હોય. અચિત્ત પૃથ્વીકાયાદિ ભારે ભારે વડે ઢાંકેલું. ભારે હલકા વડે ઢાંકેલું હલકા ભારે વડે ઢાંકેલું હલકા હલકા વડે ઢાંકેલું. આ દરેકમાં પહેલા અને ત્રીજા ભાંગાનું કલ્પે નહિ, બીજા અને ચોથા ભાંગાનું કલ્પે. સચિત્ત અને મિશ્રમાં ચારે ભાંગાનું કલ્પે નહિ. ભારે વસ્તુ ઉપાડતાં કે મૂકતાં વાગવા આદિનો અને જીવ વિરાધનાદિનો યે સંભવ રહેલો છે, માટે તેવું ઢાંકેલું હોય તે ઉપાડીને આપવા માંડે તો તે સાધુને લેવું કલ્પે નહિ. ઇતિ ચતુર્થ પિહિત દોષ નિરૂપણ.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy