________________
૨૦૮
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
જેઓ આ દોષોથી રહિત આહારને વાપરે છે, તેમના ચારિત્રનો નાશ થતો નથી. જેઓ આ દોષોની શુદ્ધિ કરતા નથી અર્થાત્ દોષવાળો આહાર વાપરે છે તેમના ચારિત્રનો નાશ થાય છે.
‘ભિક્ષાની શુદ્ધિ કરવી અર્થાત્ દોષ વગરનો આહાર મેળવવા પ્રયત્ન કરવો એ સાધુપણાનો સાર છે. જેઓ શુદ્ધ આહારની તપાસ કરવામાં ખેદ પામે છે, તેઓ મંદ વૈરાગ્યવાળા જાણવા.' એમ શ્રી જિનેશ્વવર ભગવંતોએ કહ્યું છે.
શ્રી જિનેશ્વર દેવોએ કહ્યું છે કે “જ્ઞાન અને ચારિત્રનું મૂલ ભિક્ષાની શુદ્ધિ છે, જેઓ શુદ્ધ ભિક્ષા મેળવવા માટે ઉદ્યમ કરે છે તે તીવ્ર વૈરાગ્યવાળા જાણવા.'
જેઓ પિંડને શોધતા નથી તેઓ અચારિત્રી છે એમાં સંશય નથી. ચારિત્ર નહિ હોવાથી તેઓની દીક્ષા નિરર્થક થાય છે.
ઉપર પ્રમાણે જેઓમાં ચારિત્ર નથી તેઓ મોક્ષમાં જતાં નથી. મોક્ષનો અભાવ થયે છતે તેઓની સર્વ દીક્ષા નિરર્થક છે.