________________
૧૦૮
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૧. ધાત્રીદોષ-ધાત્રી એટલે બાળકનું પરિપાલન કરનાર સ્ત્રી. ભિક્ષા મેળવવા માટે તેના જેવું ધાત્રીપણું કરવું. જેમકે - ગૃહસ્થના બાળકને રમાડવા, હવરાવવા વગેરે. ૨. દૂતીદોષ-ભિક્ષા માટે જ સામાસામી ગૃહસ્થના સંદેશા લાવવા-લઈ જવા.
૩. નિમિત્તદોષ-વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળનાં આઠ પ્રકારમાંથી કોઈ પણ નિમિત્ત હેવું.
૪. આજીવિકાદોષ-સામાની સાથે પોતાની સમાન કુલ, કળા, જાતિ વગેરે જે હોય તે પ્રગટ કરવું.
૫. વનપકદોષ-ભિખારીના જેવું દીન આચરણ કરવું. ૭. ચિકિત્સાદોષ-દવા આપવી કે બતાવવી.. ૭. ક્રોધદોષ-ક્રોધ કરીને ભિક્ષા લેવી. ૮. માનદોષ-માન કરીને ભિક્ષા લેવી. ૯. માયાદોષ-માયા કરીને ભિક્ષા લેવી. ૧૦. લોભદોષ-લોભ રાખીને ભિક્ષા લેવી.
૧૧. સંસ્તવદોષ-પૂર્વસંસ્તવ-માતા આદિનો સંબંધ કાઢીને ભિક્ષા લેવી તે. પશ્ચાતું સંસ્તવ-સસરા પક્ષના સાસુ આદિનો સંબંધ કાઢીને ભિક્ષા લેવી તે.
૧૨. વિદ્યાદોષ-જેની સ્ત્રીરૂપ-દેવી અધિષ્ઠાત્રી હોય તે વિદ્યા કહેવાય, તેના પ્રયોગ વગેરેથી ભિક્ષા લેવી તે.
૧૩. મંત્રદોષ-જેનો પુરુષરૂપ-દેવ અધિષ્ઠાયક હોય તે મંત્ર કહેવાય તેના પ્રયોગ વગેરેથી ભિક્ષા લેવી તે. ૧૪. 'ચૂર્ણદોષ-સૌભાગ્ય આદિ કરનાર ચૂર્ણ વગેરેના પ્રયોગથી ભિક્ષા લેવી. ૧૫. યોગદોષ-આકાશ ગમનાદિ સિદ્ધિ વગેરેના પ્રયોગથી ભિક્ષા લેવી તે. ૧૯.મૂલકર્મદોષ-વશીકરણ,ગર્ભશાટનવગેરેમૂલકર્મના પ્રયોગથી ભિક્ષા લેવી તે.
ધાત્રીપણું જાતે કરે કે બીજા પાસે કરાવે, દૂતીપણું પોતે કરે કે બીજા પાસે કરાવે થાવત્ વશીકરણાદિ પણ પોતે કરે કે બીજા પાસે કરાવે અને તેથી ભિક્ષા મેળવે તે ધાત્રીપિંડ “દૂતીપિંડ' આદિ ઉત્પાદનના દોષો કહેવાય છે. તેનું વિશેષ વર્ણન જણાવાય છે. ૧. કેટલેક ઠેકાણે ચૂર્ણદોષ અને યોગદોષ એક કહ્યો હોય છે, ત્યાં પૂર્વસંસ્તવ દોષ અને પશ્ચાત્સસ્તવદોષ જુદો કહેલ હોય છે. એટલે ઉત્પાદનના સોળ દોષોની સંખ્યા બરાબર રહે છે.