________________
૨૧૨
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
યોગે કોઈ વિધિનો નિષેધ પણ થાય અને નિષેધની વિધિ પણ થાય- ૩દ્યતે साऽवस्था देशकालमयान् प्रति । यस्यामकार्यं स्यात्कर्मकार्यं च वर्जयेत् ।।'
દેશકાલ આદિને આશ્રયીને જેવો સમય હોય તે પ્રમાણે અકાર્ય કાર્ય થાય અને કાર્યને છોડી દેવું પણ પડે. અર્થાત્ દેશકાલને આશ્રયીને જ્ઞાનાદિનો લાભ થાય તે રીતે આચરણ કરવું જોઈએ. જેમાં લોભ વધારે હોય અને નુકશાન ઓછું હોય તેમ વર્તવું.
नवि किंचि अणुनायं पडिसिद्धं वा वि जिणवरिंदेहिं ।
एसा जिणाण आणा कज्जे सज्जेण होयव्वं ।।१०६।। શ્રી જિનેશ્વર ભગવંતોએ કોઈ વસ્તુનો એકાંતે નિષેધ પણ કર્યો નથી, તેમ એકાંતે વિધિ પણ કહ્યો નથી. “જેવું કાર્ય હોય તે પ્રમાણે વર્તવું.' એમ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા છે. અર્થાત્ ગુણ વધારે હોય અને નુકશાન ન હોય કે અલ્પ હોય તેમ વર્તવું.
जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निजरफला अज्झत्थविसोहिजुत्तस्स ।।१०७।।
(પિં. નિ. ૯૭૧. પિં. વિ. ૧૦૨) શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે રાગ-દ્વેષ વિના યતનાપૂર્વક વર્તનાર આત્મકલ્યાણની શુદ્ધ ભાવનાવાળા સાધુને યતના કરતાં જે કાંઈ પૃથ્વીકાયાદિની સંઘટ્ટ આદિ વિરાધના થાય તો તે વિરાધના પણ નિર્જરાને કરનારી થાય છે. પરંતુ અશુભ કર્મ બંધાવનારી નથી નથી. કેમકે જે કાંઈ વિરાધના થાય છે, તેમાં આત્માનો શુભ અધ્યવસાય હોવાથી અશુભ કર્મના બંધન માટે થતી નથી, પરંતુ કર્મની નિર્જરા કરાવે છે. દોષિત આહારાદિ લેતાં જે કાંઈ વિરાધનાજન્ય કર્મ બંધાય તે પહેલા સમયે બંધાય, બીજે સમયે ભોગવાય અને ત્રીજે સમયે તે કર્મના અભાવ (આત્મા સાથેનો વિયોગ) થઈ જાય છે.
આ પ્રમાણે વિધિ સાચવીને જે ભવ્યાત્મા મુનિ ભગવંતો પોતાનું વર્તન રાખશે તેઓ થોડા જ વખતમાં શાશ્વત સુખને પ્રાપ્ત કરનારા થશે.
ઇતિ શ્રી પિંડનિર્યુક્તિ પરાગ.