Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 231
________________ ૨૧૦ શ્રી પિડનિર્યુક્તિ-પરાગ તેના કરતાં કર્મ દેશિકનો પહેલો ભેદ (ઉદ્દેશ), મિશ્રનો પહેલો ભેદ (યાવદર્થિક), ધાત્રીદોષ, દૂતીદોષ, ભૂતકાલનું નિમિત્ત, આજીવિક, વનપક, બાદર ચિકિત્સા ક્રોધપિંડ, માનપિંડ, સંબંધીસંસ્તવ, વિદ્યાપિંડ, મંત્રપિંડ, યોગપિંડ, ચૂર્ણપિંડ, પ્રકાશકરણ, બે પ્રકારનુંકીત (દ્રવ્યક્રત અને આત્મભાવક્રત), લૌકિકટામિત્ય, લૌકિકપરાવર્તિત, નિષ્પત્યપાય પરગ્રામઅભ્યાહત, પિહિતઉદૂભિન્ન, કપાટઉભિન્ન, ઉત્કૃષ્ટ માલાપહૃત, આછેદ્ય, અનિસૃષ્ટ, પુર:કર્મ, પશ્ચાત્કર્મ, ગહિતઋક્ષિત, સંસ્કૃતમ્રક્ષિત, પ્રત્યેક વડે અહિત સંહત ઉન્મિશ્ર, અપરિણત અને છર્દિત (આ ચાર પ્રકારો), પ્રમાણ ઉલ્લંઘન, ધૂમ્ર, અકારણ ભોજન, ઓછા દોષવાળા છે. તેના કરતાં પણ અધ્યવપૂરકના છેલ્લા બે ભેદ (સ્વઘર પાખંડી, સ્વઘર સાધુ), કૃત ઔદેશિકના ચારે ભેદ, ભક્તપાન પૂતિ, માયાપિંડ, અનંતકાય વડે વ્યવહિતા નિક્ષિપ્ત પિહિત ઉન્મિશ્ર અને છર્દિત (આ ચાર પ્રકારો), ઓછા દોષવાળા છે. તેના કરતાં પણ ઓઘદ્દેશિક, ઉદ્દિષ્ટ ઔદેશિકના ચાર ભેદ, ઉપકરણ પૂતિ, ચિરકાલ સ્થાપિત, પ્રકટકરણ, લોકોત્તર પરાવર્તિત, પ્રામિય, પરભાવક્રીત, નિપ્રત્યપાય સપ્રત્યપાય સ્વગ્રામ અભ્યાહત, દઈરોભિન્ન (કપડું છોડીને), જઘન્ય માલાપહૃત, પ્રથમ-(યાવદર્થિક) અધ્યવપૂરક, સૂક્ષ્મચિકિત્સા, ગુણસંસ્તવકરણ, મિશ્રકર્દમ-મીઠું અને ખડી વડે પ્રક્ષિત, લોટ વગેરેથી મક્ષિત, દાયકદોષ, પ્રત્યેક વડે પરંપર નિક્ષિપ્ત પિહિત ઉન્મિશ્ર અપરિણત અને છર્દિત (આ પાંચ પ્રકારો), મિશ્ર વડે અનંતર નિક્ષિપ્ત પિહિત ઉન્મિશ્ર અપરિણત અને છર્દિત (આ પાંચ પ્રકારો) ઓછા દોષવાળા છે. સાધુએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રીને ઉત્સર્ગ અને અપવાદનું સેવન કરવું જોઈએ. સર્વથા શુદ્ધ આહાર ન મળે તો અશુદ્ધ આહાર પણ વિધિપૂર્વક લેવાની આજ્ઞા શ્રી તીર્થકર ભગવંતોએ આપી છે. આહારના અભાવે શરીર ઢીલું પડી જાય તેથી ચારિત્રાદિ ગુણોની હાનિ થાય, માટે અપવાદે અશુદ્ધ આહાર કેવી રીતે ગ્રહણ કરે ? તે માટે કહ્યું છે કે : सोहंतो य इमे तह चइज्ज सव्वत्थ पणगहाणीए ।। વરૂ વિવાવિક વદ ચરમુખ ર રાયંતિ ૨૦૪ા (પિં. વિ. ૧૦૧) જ્યારે સર્વથા દોષ વિનાનો આહાર મળતો ન હોય ત્યારે ઉત્સર્ગ અને અપવાદના જાણકાર સાધુએ અશઠપણે સૌથી ઓછા દોષવાળો આહાર મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. જેથી ચારિત્ર ગુણોની હાનિ ન થાય.

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244