________________
૧૧૮
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
૨૨ લીંપેલું નહિ, બહુ ગરમ નહિ, છાંટા પડે, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે. ૨૩ લીંપેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે નહિ, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે નહિ. ૨૪ લીંપેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે નહિ, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે. ૨૫ લીંપેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે નહિ. ૨૬ લીંપેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે.
આ સોળ ભાંગામાં પહેલા ભાંગાનું કલ્પી શકે. બાકીના પંદર ભાંગાનું કહ્યું નહિ.
બહુ ગરમ શેરડીનો રસ આદિ લેવામાં આત્મવિરાધના અને પરવિરાધના થાય. અતિ ગરમ હોવાથી, સાધુ લેતાં દાઝે તેથી આત્મવિરાધના, ગૃહસ્થ દાઝે તો પરવિરાધના.
મોટા વાસણ વડે આપતાં આપનારને કષ્ટ પડે ને આપતાં ઢોળાય, અતિ ગરમ હોવાથી દઝાતાં વાસણ એકદમ નીચે મૂકવા જતાં વાસણ તૂટી જાય તો છકાયની વિરાધના થાય. તેથી સંયમવિરાધના થાય. માટે સાધુએ આવા પ્રકારનું લેવું કલ્પ નહિ.
પવને ઉપાડેલી ચોખાની પાપડી વગેરે અનંતર નિક્ષિપ્ત કહેવાય અને પવનથી ભરેલી બસ્તી આદિ ઉપર રોટલા, રોટલી વગેરે રાખેલું હોય તે પરંપર વાયુકાય નિક્ષિપ્ત કહેવાય.
લીલા ઘાસ વગેરે ઉપર રોટલા, રોટલી આદિ રહેલી હોય તે અનંતર નિક્ષિપ્ત અને તેના ઉપર વાસણ આદિમાં રહેલી પરંપર વનસ્પતિકાય નિક્ષિપ્ત કહેવાય.
ત્રસકાયમાં બળદ, ઘોડા આદિની પીઠ ઉપર સીધી જ વસ્તુ રહેલી હોય તે અનંતર નિક્ષિપ્ત અને ગુણપાટ કે અન્ય વાસણ આદિમાં વસ્તુ રહેલી હોય તે પરંપર ત્રસકાય નિક્ષિપ્ત કહેવાય.
આ બધામાં અનંતર નિક્ષિપ્ત કલ્પ નહિ, પરંપર નિક્ષિપ્તમાં સચિત્ત સંઘટ્ટનાદિ ન થાય તે રીતે યોગ્ય યતનાપૂર્વક લઈ શકાય. આ રીતે ૪૩૨ ભેદો હોઈ શકે.
ઇતિ તૃતીય નિક્ષિપ્ત દોષ નિરૂપણ.