________________
૧૯૮
૧. સંયોજના દોષ
સંયોજના એટલે દ્રવ્ય ભેગાં કરવા. તે બે પ્રકારે ?. દ્રવ્યથી ભેગું કરવું અને ૨. ભાવથી ભેગું કરવું.
દ્રવ્યથી ભેગું કરવું-બે પ્રકારે 1. બ્રાહ્ય સંયોજના, 2. અત્યંતર સંયોજના.
બ્રાહ્ય સંયોજના-સ્વાદની ખાતર બે દ્રવ્યો દૂધ, દહીં આદિમાં સાકર આદિ મેળવવી. તે ઉપાશ્રયની બહાર ગોચરી ગયા હોય ત્યાં બે દ્રવ્યો ભેગાં કરવાં તે બ્રાહ્ય સંયોજના.
અત્યંતર સંયોજના-ઉપાશ્રયમાં આવીને વાપરતી વખતે સ્વાદની ખાતર બે દ્રવ્યો ભેગાં કરવાં. તે ત્રણ પ્રકારે. ૧. પાત્રમાં, ૨. હાથમાં અને ૩. મોઢામાં. આ અત્યંતર સંયોજના.
ગોચરીએ ફરતાં વાર લાગે એમ હોય એટલે વિચાર કરે કે ‘જો અહીં બે દ્રવ્યો ભેગાં કરીશ તો સ્વાદ બગડી જશે, એટલે વાપરતી વખતે ભેગાં કરીશ.' આમ વિચારીને બન્ને દ્રવ્યો અલગ અલગ લે. પછી ઉપાશ્રયે આવીને વાપરતી વખતે બે દ્રવ્યો ભેગાં કરે.
પાત્ર સંયોજના-શીખંડ, પૂરી આદિ પાત્રમાં જ ભેગા કરીને વાપરે.
હસ્ત સંયોજના-કોળિયો હાથમાં લે પછી તેના ઉપર બીજી વસ્તુ નાખીને વાપરે.
મુખ સંયોજના-મોઢામાં કોળિયો નાખે પછી ઉપરથી પ્રવાહી કે બીજી વસ્તુ લઈને એટલે મંડક આદિ મોઢામાં લે, પછી ગોળ આદિ મોંમાં લે એમ બે વસ્તુ મેળવીને વાપરે.