Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 222
________________ પ્રમાણ દોષ ૨૦૧ શરીરમાં સ્કૂર્તિ રહે, જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ થાય તેટલા પ્રમાણનો આહાર, તેનો બત્રીસમો ભાગ એક કોળિયો કહેવાય. બત્રીસ કોળિયામાં એક, બે ત્રણ કોળિયા ઓછાં કરતાં યાવતું સોળ કોળિયા પ્રમાણ આહાર કરે યાવતું તેમાંથી પણ ઓછા કરતાં આઠ કોળિયા પ્રમાણ આહાર કરે તે યાત્રામાત્ર (નિર્વાહ પૂરતો) આહાર કહેવાય. અર્થાત્ ઓછા આહારથી કામ લે-આરાધના કરે. સાધુઓએ કેવો આહાર વાપરવો જોઈએ ? તે માટે કહ્યું છે કે :हियाहारा भियाहारा अप्पाहारा य जे नरा । તે વિજ્ઞા તિષ્ઠિતિ મMા તે તિપિચ્છ I૧૨ાા (પિં. નિ. ૬૪૮) જેઓ હિતકારી-દ્રવ્યથી અવિરુદ્ધ, પ્રકૃતિને માફક અને એષણીય-દોષ વગરનો આહાર કરનારા, મિતાહારી-પ્રમાણસર બત્રીસ કોળિયા પ્રમાણ આહાર કરનારા, અલ્પાહારી-ભૂખ કરતાં ઓછો આહાર કરનારા હોય છે, તેમની વૈદ્યો ચિકિત્સા કરતા નથી. અર્થાત્ તેવાઓને રોગ થતાં નથી કેમકે તેઓ પોતે જ પોતાના વૈદ્ય છે. હિતકારી અને અહિતકારી આહારનું સ્વરૂપ દહીંની સાથે તેલ, દૂધની સાથે દહીં કે કાંજી એ અહિતકારી છે, અર્થાત્ શરીરને નુકશાન કરે છે. કહ્યું છે કે ‘હતાશનમ્પ, સર્વરોnોમવો યતઃ તારંહિત ત્યાર્ચ, ચાટ્ય અનિવેવમ્ It' અહિતકારી આહાર વાપરવાથી સઘળા રોગ ઉત્પન્ન થાય છે. દૂધ અને તેલ કે દહીં અને તેલ સાથે વાપરવાથી કોઢ રોગ થાય છે, સરખા ભાગે વાપરવાથી ઝેરરૂપ બને છે. માટે અહિતકારી આહારનો ત્યાગ કરવો અને હિતકારી આહાર વાપરવો જોઈએ. મિતઆહારનું સ્વરૂપ-પોતાના ઉદરમાં છ ભાગની કલ્પના કરવી. તેમાં શિયાળો ઉનાળો અને સાધારણ કાલની અપેક્ષાએ આહાર વાપરવો, તે આ પ્રમાણે : કાલ પાણી | ભોજન | વાયુ અતિ ઠંડીમાં | એક ભાગ | ચાર ભાગ | એક ભાગ મધ્યમ ઠંડીમાં બે ભાગ ત્રણ ભાગ એક ભાગ મધ્ય ગરમીમાં | ત્રણ ભાગ એક ભાગ વધુ ગરમીમાં | ત્રણ ભાગ બે ભાગ | એક ભાગ | બે ભાગ |

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244