Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 220
________________ સંયોજના દોષ ૧૯૯ સંયોજના કરવાથી થતાં દોષો ૨ સંયોજના રસની આસક્તિ કરનાર છે. ૨ સંયોજનાથી આત્મા જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ કરે છે. ૩ સંયોજનાથી સંસાર વધે છે. ૪ સંયોજનાથી ભવાંતરમાં જીવને અશાતા થાય છે. પ સંયોજનાથી અનંતકાળ સુધી દવા યોગ્ય અશુભ કર્મ બંધાય છે. આથી સાધુએ બ્રાહ્ય કે અત્યંતર સંયોજના કરવી નહિ. અપવાદ-દરેક સંઘાટ્ટકને ગોચરી વધારે આવી ગઈ હોય, વાપરવા છતાં આહાર વધ્યો હોય તો, તે પાઠવવો ન પડે તે માટે બે દ્રવ્યો ભેગા કરીને વાપરે તો દોષ નથી. ગ્લાનને માટે દ્રવ્ય સંયોજના કરી શકાય. રાજપુત્રાદિ હોય અને એકલો આહાર ગળે ઊતરતો ન હોય તો સંયોજના કરે. નવદીક્ષિત હોય પરિણત ન થયો હોય તો સંયોજના કરે. અથવા રોગાદિ કારણે સંયોજન કરવામાં દોષ નથી. ઇતિ સંયોજના દોષ નિરૂપણ.

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244