________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
મત્સ્યનું દૃષ્ટાંત
કોઈ એક માછીમાર માછલાં પકડવા માટે સરોવ૨ ઉપર ગયો. ત્યાં જઈને કાંટામાં ગલમાંસનો ટુકડો ભરાવીને સરોવરમાં નાખ્યો.
તે સરોવ૨માં બુદ્ધિશાળી અને હોશિયાર એક વૃદ્ધ માછલું રહેતું હતું. તે માછલું માંસની ગંધથી ત્યાં આવ્યું અને સાચવીને કાંટાની આજુબાજુ માંસ ખાઈ ગયું અને પછી પૂંછડાથી કાંટો હલાવીને આધું જતું રહ્યું. માછીમાર સમજ્યો કે ‘માછલું પકડાયું છે એટલે કાંટો બહાર કાઢ્યો અને જોયું તો માછલું ન હતું અને માંસ પણ હતું નહિ. આ પ્રમાણે ત્રણવાર થયું. ત્રણે વાર તે માછલું માંસ ખાઈ ગયું. માછીમાર વિચારમાં પડ્યો કે આમ કેમ થાય છે ?
૧૯૬
ત્યાં તો માછલો બોલી ઊઠ્યો કે ‘હે માછીમાર ! તું શું વિચાર કરે છે ? મારું પરાક્રમ સાંભળ. એકવાર હું પ્રમાદમાં હતો, ત્યાં એક બગલાએ મને પકડ્યો. ‘બગલો ભક્ષ ઉછાળીને પછી ગળી જાય છે.' તેથી તે બગલાએ મને અદ્ધર ઉછાળ્યો, મેં વિચાર કર્યો કે ‘જો હું સીધો તેના મુખમાં પડીશ તો મને ગળી જશે, માટે તીર્થ્રો પડું કે જેથી મને ગળી શકે નહિ.’ આમ વિચાર કરીને હું વાંકો પડ્યો, બીજી વાર ઉછાળ્યો, બીજી વાર વાંકો પડ્યો, ત્રીજી વાર ઉછાળ્યો, ત્રીજી વાર હું પાણીમાં પડ્યો અને દૂર ભાગી ગયો.
એકવાર હું સમુદ્રમાં હતો ત્યાં માછીમારોએ વલયામુખની સાદડી માછલાં પકડવા માટે રાખેલી હતી. ભરતી આવે એટલે તેમાં માછલાં ભરાઈ જાય. એકવાર હું તેમાં સપડાઈ ગયો, ત્યારે સાદડીના આધારે બહાર નીકળી ગયો હતો. એકવીસ વાર જાળમાં સપડાયેલો તેમાં દરેક વખત હું જમીન ઉપર લપાઈ જઈને છૂટી ગયો હતો.
એકવાર માછીમારે દ્રહનું પાણી બીજી તરફ કાઢ્યું, તેમાં હું પણ આવી ગયો હતો, ત્યાં હું માછીમારની જાળમાં સપડાઈ ગયો. માછીમાર બધાં માછલાંને પકડીને લાંબા સોયામાં પરોવતો હતો, મેં હોંશિયારીથી સોયાનો ભાગ મોંથી પકડી લીધો. પછી માછીમાર માછલાં ઉપર લાગેલા કાદવને સાફ કરવા સરોવ૨માં ગયો અને ધોવા લાગ્યો, ત્યાં મેં સોયો મૂકી દીધો અને પાણીમાં જતો રહ્યો.
આવું મારું પરાક્રમ છે તો પણ તું મને પકડવા ઇચ્છે છે ? અહો કેવું તારું નિર્લજ્જપણું ?'
આ દૃષ્ટાંતનો ઉપનય-સાર આ પ્રમાણે છે. માછલાના સ્થાને સાધુ, માંસના