Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 207
________________ ૧૮૩ ૮. અપરિણત દોષ अपरिणयंमि य दुविहं दव्वे भावे य दुविहमेक्केक्कं । રāમિ દોરું છવ માર્વનિ ય દોઃ ાિર્તા પાટદ્દા (પિ. નિ. ૩૦૯) અપરિણત (અચિત્ત નહિ થયેલ) ના બે પ્રકાર. ૧ દ્રવ્ય અપરિણત અને ભાવ અપરિણત. તે આપનાર અને લેનારના સંબંધથી બન્નેના બે બે પ્રકાર બને છે. 2 આપનારથી દ્રવ્ય અપરિણત-અશનાદિ અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે. ૨ લેનારથી દ્રવ્ય અપરિણત-અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે. અપરિણતનું દષ્ટાંત-દૂધમાં મેળવણ નાખ્યું હોય, ત્યાર બાદ જ્યાં સુધી દહીં ન બને ત્યાં સુધી તે અપરિણત કહેવાય. નહિ દૂધમાં નહિ દહીંમાં. આ પ્રમાણે પૃથ્વીકાયાદિકમાં અચિત્ત બન્યું ન હોય ત્યાં સુધી અપરિણત કહેવાય. અર્થાત્ દૂધ દૂધપણાથી ભ્રષ્ટ થઈ દહીંપણાને પામે ત્યારે પરિણત કહેવાય છે અને દૂધપણું અવસ્થિત-પાણી જેવું હોય તો તે અપરિણત કહેવાય છે. અશનાદિ દ્રવ્ય દાતારની સત્તામાં હોય ત્યારે આપનારનું ગણાય અને લીધા પછી લેનારની સત્તાનું ગણાય. ૩ આપનારથી ભાવ અપરિણત-જે અશનાદિના બે અથવા વધારે સંબંધીનું હોય અને તેમાંથી એક આપતો હોય અને બીજાની ઇચ્છા ન હોય તે. ૪ લેનારથી ભાવ અપરિણત-જે અશનાદિ લેતી વખતે સંઘાટ્ટક સાધુમાંથી એક સાધુને અચિત્ત કે શુદ્ધ લાગતું હોય અને બીજા સાધુને સચિત્ત કે અશુદ્ધ લાગતું હોય તે.

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244