________________
લિપ્ત દોષ
૧૮૯
હાનિ થાય, માટે જિંદગી સુધી તપ કરવો યોગ્ય નથી-તપ ન કરી શકાય.
શિષ્ય-જિંદગી સુધીનો તપ ન કરે તો ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસ તો કહ્યા છે ને ? તો છ મહિનાના ઉપવાસ કરે, પારણે લેપ વિનાનું વાપરે, પાછા છ મહિનાના ઉપવાસ કરે.
આચાર્ય-જો છ છ મહિનાના ઉપવાસ કરવાની શક્તિ હોય તો ખુશીથી કરે. એમાં કોઈ નિષેધ નથી.
શિષ્ય-જો છ મહિનાનો તપ ન કરી શકે તો એક એક દિવસ ઓછો કરતાં થાવત્ ઉપવાસના પારણે આયંબીલ કર્યા કરે. આમ કરવાથી અલેપકૃત ગ્રહણ થઈ શકે અને નિર્વાહ પણ થઈ શકે. ઉપવાસ પણ ન કરી શકે તો રોજ આયંબીલ કરે.
આચાર્ય-જો તેવી શક્તિ પહોંચતી હોય અને તેથી તે કાળમાં અને ભાવિકાળમાં આવશ્યક એવા પડિલેહણ, વૈયાવચ્ચ આદિ સંયમયોગોમાં હાનિ થાય એમ ન હોય તો ભલે તેવો તપ કરે. ઉપવાસની શક્તિ ન હોય અને રોજ આયંબીલ કરવાની શક્તિ હોય તો રોજ આયંબીલ કરે. પરંતુ વર્તમાન કાળમાં શરીરનું છેવટું સંઘયણ છે, તેથી એવી શારીરિક શક્તિ નથી કે તેવો તપ કરી શકે. માટે શ્રી તીર્થકર ભગવંતો અને શ્રી ગણધર ભગવંતોએ એવો ઉપદેશ આપ્યો નથી.
શિષ્ય-આપ કહો છો કે “છેવટું સંઘયણ હોવાથી તેવો તપ નિરંતર કરી ન શકે.” તો પછી મહારાષ્ટ્ર, કોશલ આદિ નીચેના (દક્ષિણના) દેશોમાં જન્મેલા માણસો હંમેશા સૌવીર-ખાટું પાણી, કૂર-ભાત આદિ વાપરે છે અને જિંદગી સુધી કામ વગેરે કરી શકે છે, તો પછી જેમનું મન એક જ મોક્ષપ્રત્યે લાગેલું છે એવા સાધુઓ નિર્વાહ કેમ ન કરી શકે ?” સાધુ તો સારી રીતે આયંબિલ વગેરેથી ચલાવી શકે.
આચાર્ય-સાધુઓને ઉપધિ, શય્યા અને આહાર એ ત્રણે શીત-ઠંડા હોવાથી નિરંતર આયંબીલ કરવાથી આહારનું પાચન થાય નહિ, એટલે અજીર્ણ આદિ દોષો પ્રગટ થાય, જ્યારે ગૃહસ્થને તો સૌવીર, કૂર ખાવા છતાં તેમના ઉપધિશપ્યા શીતકાળમાં પણ ઉષ્ણ-ગરમ હોવાથી તેમને ખોરાક પચી જાય છે, એટલે અજીર્ણ આદિ દોષો થવાનો સંભવ નથી. સાધુને તો આહાર, ઉપાધિ અને શય્યા ઉષ્ણકાલમાં પણ શીત હોય છે. ઉપધિનો વર્ષમાં એકવાર કાપ કાઢવામાં આવે, શવ્યાને અગ્નિનો તાપ નહિ લાગવાથી અને આહાર પણ શીત હોવાથી હોજરી